________________
સાધનાની ચાવી : તારે જે સાધના કરવી છે, તે તારૂં ચિત્ત સ્વચ્છ અને સ્વસ્થ જોઇએ. કારણ કે સાધનાના કેન્દ્રસ્થાને પરમાત્મતત્વ છે. એ પરમાત્મતત્વનું પ્રતિબિંબ આપણા ચિત્તમાં પડે, ત્યારે જ સાધનાના માગે ગતિ થઈ શકે. | મલિન અને અસ્વસ્થ ચિત્તમાં એ પરમાત્મ-તત્વનું પ્રતિબિંબ કેવું પડશે ? ડહોળાયેલા પાણીમાં તમારૂં મેટું જરા જુઓ તો ! | એ ચિત્તનું સ્વસ્થપણુ લાવવા માટે પરમાત્મતત્વ પર શંકા વિનાની શ્રદ્ધા સ્થાપિત કરવી પડશે. શ્રદ્ધા વગર ચિત્તસ્વસ્થતા પ્રાપ્ત થઈ શકતી જ નથી ! ના
તું સાધક ! તારા હૃદયમાં પરમાત્મ–પ્રીતિ જાગી નથી. પરમાત્માના સાનિધ્યમાં કલાકોના કલાકે વ્યતિત કરવાનું તને ગમતું નથી. થોડીક ક્ષણે તુ' વ્યતિત કરે છે તેમાં પણ તારુ ચિત્ત પરમાત્મા પ્રત્યે અનુરાગી બનતું નથી.
તું કઈ જાતના સાધક ? તું શાની સાધના કરી રહ્યો છે? ગતાનુગતિક સાધના કરીને તું સાધક કહેવરાવે છે ? તારા જેવા સાધકોના ટોળા ભેગા રહે છે માટે સાધક કહેવરાવે છે ? - પરમાત્માને જોઇને તારા હૈયામાં આનંદ થાય છે? એ આનંદની ધારા ચાલે છે? ના. અને એમ જ વર્ષો વિતાવી રહ્યો છે ! અંતરાત્માના આનંદની અનુભૂતિ વિના તું કેવી રીતે જગત સમક્ષ સાધુતાનો દેખાવ કરે છે ? e વિષયેના ઉપભેગનો આનંદ, મનની કેટલીક ધારણાએની સિદ્ધિને આનંદ તુચ્છ છે. તારે તે આંતરગુણાની પ્રાપ્તિને આનંદ અનુભવવાનો છે.
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org