________________
કમ, શત્રુ કર્મોને શત્રુ માન્યા પછી, એ કર્મો તરફથી મળતી અનુકૂળતાને સ્વીકારી શકાય ? શત્રુનું દાન લેનાર શત્રુના પ્રભાવ નીચે દબાઈ જાય છે. શત્રુનો તે મુકાબલો કરી શકતો નથી. કર્મોને મારી હટાવવા માટે કર્મોને શત્રુ સમજો. શત્રુ સમજીને તેના તરફથી મળતી ધન-સંપત્તિ રૂપ-સૌન્દર્ય, કીતિ, પ્રતિષ્ઠા....વગેરેને તુચ્છ સમજી સ્વીકારે નહિ. હાય તેના તપ-ત્યાગ અને દાન દ્વારા નિકાલ કરી દો.
મેક્ષ એમ જ નહિ મળી જાય. કર્મોનો ક્ષય કર્યા વિના મોક્ષ મળશે નહિ. તે ક્ષય કરવા માટે કમર કસવી પડશે. કર્મોની માયાજાળમાં ફસાઈને બેસી રહે કેમ જ ચાલશે ? કમશ૩ તરફથી અત્યંત જરૂરી સહાયતા લેવી પડે, તે પણ તે દુ:ખાતે હૈયે અને અતિ અપ લેવી જોઈએ.
ક્રોધ, માન, માયા, લોભને શાસ્ત્રકારોએ “આંતરશત્રુ ” કહેલા છે.
શત્રુ સામે ઝઝુમ્યા વગર શત્રુને ભગાડી શકાશે નહી. વળી આ તો ખંધા બની ગયેલા શત્રુ ! અનંતકાળથી આપણા આત્મા પર સતત શાસન કરતા આવેલા ! તેમને દૂર ધકેલી દેવા માટે કેવા ઘેર સંગ્રામ ખેલવા પડે, એ શું નથી સમજાતું?
યુદ્ધ માટેનું મેદાન મળી ગયું છે. યુદ્ધ માટેની શસ્ત્રસામગ્રી તૈયાર છે.
યુદ્ધ માટે વ્યુહરચના કરનાર તૈયાર છે. બસ, આપણે કૃતનિશ્ચયી બનીને મેદાનમાં ઊતરીએ તેટલું જ બાકી છે ! જો આ જીવનમાં કંઈ ન કયુ" તો પછી દીર્ઘતિદીર્ઘકાળ રવાનું રહેશે....
આત્મસ વેદન
૩૯
Jain Education international