Book Title: Sadhu to Chalta Bhala 1
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna
Catalog link: https://jainqq.org/explore/009103/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાધુ તો ચલતા ભલા પુસ્તક : સાધુ તો ચલતા ભલા લેખક : મુનિશ્રી પ્રશમરતિવિજયજી વિષય : તીર્થયાત્રાના અનુભવચિત્રો આવૃત્તિ : દ્વિતીય : રૂા. ૫૦-૦૦ : PRAVACHAN PRAKASHAN, 2004 લેખક તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિશ્રી પ્રશમરતિવિજયજી (પ્રાપ્તિસ્થાન) પૂના : પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ, પૂના-૪૧૧૨ ફોન : ૦૨૦-૨૪૪પ૩૪૪ અમદાવાદ : સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ, અમદાવાદ ફોન : ૦૭૯-પ૩પ૬૬૯૨ અશોકભાઈ ઘેલાભાઈ શાહ ૨૦૧, ઓએસીસ, અંકુર સ્કૂલની સામે, પાલડી, અમદાવાદ ફોન : ૦૭૯-૬૬૩૩૦૮૫ મો. ૦૭૯-૩૧૦0૭૫૭૯ મુદ્રક : રાજ પ્રિન્ટર્સ, પૂના પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ, પૂના-૨ ટાઈપ સેટિંગ : વિરતિ ગ્રાફિક્કસ, અમદાવાદ. Page #2 -------------------------------------------------------------------------- ________________ રહેવાનું. બાજુમાંથી પસાર થઈ જતાં વાહનો સાથે કોઈ લેવાદેવા નહીં. એની ઝડપ એને મુબારક. આપણે તો ચાલવું છે. નજર જમીન પર ઠેરવીને પગલાં માંડવા છે. રસ્તો ખરાબ હોય કે શરીરનો સાથ ન હોય અટકવાનું નથી. કેડી પરના કાંટા હોય કે રોડ પરના કાચ, ડગ રોકવાના નથી. બહેતા પાની ચારે કોર ટેકરીઓ. રહેવાનું હતું તે મકાન ઢાળ પર જ. પાછળ નાનું ખેતર. તેના છેવાડે ઢોળાવ પર એક વૃક્ષ. દિવસભર પડેલી ઠંડી, રાતે ઘેરી બની હતી. અંધારું અગમ અને અધોર. ડરતી આંખે બારી બહાર જોયું હતું. પેલાં વૃક્ષને જોવાનું કૌતુક. કાળા ધુમ્મસ વચ્ચે ત્યાં ખરતા તારાઓ ટોળે વળીને રમતા હતા. હવાના ધક્કે વૃક્ષ હાલતું તે સાથે તણખાની જેમ એ ચોમેર વેરાતા. પાંદડે પાંદડે તેજની ધાણી ફૂટતી, એ આગિયા હતા, સેંકડો, આખા ઘાટમાં એ ખેલતા હતા. અંધારાને નિહાળવા ગિરિમાળાએ આંખો ઉઘાડી હતી, જાણે. મહાવ્રતોની જેમ જ હોય છે, સાધુને વિહારદ્રત. એક જગ્યાએ બેસી પડવાનું સાધુને ના ગમે. ગાડીઓમાં ઉડાઉડ કરવાની ઉતાવળ પણ સાધુને ન હોય. શ્રમણભાવ સાથે ભ્રમણભાવનો અનુપ્રાસ અર્થની રીતે બંધબેસતો છે. ઘૂમતા રહે તેને જ પળપળની અનિયમિત અવસ્થાનો ખ્યાલ આવે. સાધુ તો બહેતા પાની. ઘાટઘાટના માહોલ જોતાં એ આગળ નીકળે. ફૂલ નાંખો તો સમાવી લે, કચરો નાંખો તો જીરવી જાય. વહેવાનો આનંદ સૌથી મહત્ત્વનો. તીર્થોના કાંઠેથી અને સ્મશાનની પાળેથી એ સમભાવે વહી નીકળે. વીતેલા સમયમાં આવા આગિયા ઝબૂકતા હોય છે. અતીત બની ચૂકેલા સમયખંડ પર તેમનું રાજ હોય છે. નાના અનુભવો, યાદરૂપે વિચારોમાં તરતા રહે છે. વર્તમાન અને ભવિષ્યથી વિહીન હોવાની કાલિમા સાથેય તે ભૂતકાળ જીવંત રહે છે. આજની બારીએથી એને જોતા રહીએ તો એ દૂર દૂર હોવા છતાં સાથે થઈ જાય. ભવિષ્ય નિશ્ચિત નથી. વર્તમાન સમસ્યાગ્રસ્ત છે. ભૂતકાળ સ્પષ્ટ અને નિશ્ચિત. એને સાક્ષીભાવે જોઈ શકાય. એમાં લાગણી જોડી શકાય. એમાંથી પ્રેરણા લઈ શકાય. એને સથવારો બનાવી શકાય. એ અનુપયોગી હોવા છતાં એના વિના જીવી ના શકાય. વિહાર ન હોય તો સાધુજીવનમાં શો ફરક પડે ? વિહાર ન હોય તો મકાન છોડીને રસ્તે પડવાનો અનગારભાવ ન મળે, પગનાં ફાટેલાં તળિયે ખૂંચતાં કાંકરાની વેદનાનો સહવાસ ન મળે. અડધી રાતે, રોતા શિયાળવાનાં હાલરડે પોઢવા ન મળે, અજાણ્યા પાસે યાચના કરવાની અને ના સાંભળીનેય ખુશ રહેવાની કેળવણી ના મળે, બદલાતા માણસો અને બદલાતાં પાણીની સોબત ના મળે, થાકીને ચૂરચૂર થયા પછી પણ, અચાનક આગળ ચાલવું પડે તેનો રોમાંચ ન મળે, ભક્તોના ભરોસે રહેવાને બદલે ભગવાનના ભરોસે રહેવાની અનુભૂતિ ના મળે. ઘણું બધું ના મળે. એક જ ઠેકાણે રહી પડવાથી બને એવું કે, દુનિયાભરમાં ફેલાયેલાં પ્રભુનાં વિવિધ ધામની યાત્રાનો લાભ ન મળે. વિહારમાં સંયમયાત્રા મહત્ત્વની છે. તીર્થદર્શન દ્વારા વિહાર સંગમયાત્રા બને છે. માત્ર વિહાર હોય તો રોજીંદી સાધુ માત્ર વિહારના અનુભવી. વિહાર એટલે અનુભવોની વણઝાર. ધારેલું ન થાય. અણધારી આપદા આવે તો અણધાર્યો લાભેય થાય. રસ્તે ચાલતા Page #3 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનો આનંદ રહે. વિહારમાં તીર્થયાત્રા થવાની હોય તો આનંદનું લક્ષ્ય અજીબની ઊંચાઈ સાધે. વિહારનો પરિશ્રમ સાર્થક થયો હોવાની લાગણી થાય. પસીનો થયો હોય અને તેને હવાની સુરખી અડે તો શરીરે જેવી ટાઢક વળે છે તેવો પરિતોષ વિહાર અને યાત્રા એક સાથે થાય તેનાથી મળે છે. ઘેર બેઠા પૂજા કરનારા ગૃહસ્થો તે ન સમજી શકે. તીર્થનાં જિનાલયોમાં વિશેષ ભાવો અનુભવાય છે તેનું કારણ આ વિહાર પણ બને છે. સાધુ બધે જાય છે અને મમતા કોઈની નથી બાંધતા. દરેક સાધુ વિહારનાં આ સત્યને જીવે છે. સવારે નીકળ્યા પછી બપોરનો બીજો વિહાર અને સાંજનો ત્રીજો વિહાર કરીને મુકામે પહોંચનારા સાધુ, ગઈ કાલની રાત ક્યાં વીતાવી તે લગભગ ભૂલી ચૂક્યા હોય છે. છતાં તીર્થભૂમિથી વિહાર થાય ત્યારની વાત અલગ હોય છે. તીર્થની વિદાયનો અનુભવ આકરો હોય છે. તીરથની મમતા બંધાતી જ હોય છે. આ પાવનક્ષેત્ર દૂર રહી જશે તે લાગણી જીરવી નથી શકાતી. વિહાર થાય તેનું દુઃખ નથી. વિહાર તો કરવાનો જ છે. વિહારની દિશા તીરથથી છેટે જવાની હોય છે તે અસહ્ય બને છે. જો કે, મનને આશ્વાસન પણ મળે છે. તીર્થયાત્રા થઈ તે નાનીસૂની વાત નથી. ભલે બીજીવાર યાત્રા કરવા નહીં અવાય પણ તીર્થનું સ્મરણ તો દિલમાં જીવતું જ રહેશે. તીર્થ સાથે ગૂંથાયેલી વિચારણા, સંવેદના, ભાવભંગીનો સાથ નથી જ છૂટવાનો. તીર્થદર્શન વિના આ સાથેનું સર્જન થયું જ ના હોત, મનમાં ઉમટતા ભાવરૂપે તીરથ સદા સંનિહિત રહેશે. આ વિચારે સંતોષ સાંપડે. પાછા ફરીને તીર્થની દિશામાં ઝૂકતા રહેવાનો રોજીંદો ક્રમ અતૂટ રહે. વિહાર બરોબર ચાલે. છેલ્લા બે વરસના વિહાર સાથે તીર્થયાત્રા જોડાઈ છે. એ તીર્થોની વચ્ચે અવઢવ થાય. જે તીર્થથી નીકળ્યા તેનો ઝૂરાપો બંધાય. જે તીરથે પહોંચવાનું છે તેની કલ્પના. દરેક તીર્થે પ્રભુની મુલાકાત થાય. પ્રભુના પ્રસંગો સાક્ષાત્ ભજવાય નદી કાંઠે, શહેરની વચોવચ, જંગલમાં કે પહાડીની ટોચ પર પ્રભુદર્શન સાંપડે. સરનામાં બદલાય તેમ ભાવ ઉભરે. દિવસોનું ભાન ન રહે. સતત નશો રહે, તીર્થ૨જની સુવાસનો. કાગળ પર એ સુવાસ ઉતારવા મથું. ફોરમને તો બંધાવા કરતાં રેલાવામાં વધુ રસ. શબ્દોને એ ન ગાંઠે. છતાં પ્રયાસ કરું. થોડું લખાયને ઘણું બાકી રહી જાય. ન પૂરું વર્ણન થાય, ન પૂરા વિચાર સ્ફુટ થાય. કશુંક કર્યાનો સંતોષ મળે. સાધુ તો ચલતા ભલાની આ નાની કહાની છે. કલ્યાણનાં પાને એ લખાઈ છે. એ ભાઈ આકોલામાં રહે. તેમને ઘરે કલ્યાણ આવે. સાધુ તો ચલતા ભલા વાંચે. દરેક લેખોની ફાઈલ બનાવે. કોઈ આ તરફની યાત્રાએ જતું હોય તો ફાઈલ આપીને કહે ઃ જે તીરથે જાઓ તે તીરથનો લેખ વાંચજો, ભવ સુધરી જશે. તીર્થયાત્રા તો સફળ હતી જ, આ શબ્દયાત્રાનેય પ્રભુએ સફળ બનાવી. નાસિક, મુંબઈ, નાગપુર, કરાડ, કલકત્તા, રાયપુર, માલેગામ, ડીસા, પૂના, વલસાડ, નવસારી, સુરત, વાપીથી પત્રો આવતાં. આચાર્ય ભગવંતો પણ યાદ કરતા. એક પત્ર : ‘વાંચીને એમ જ થાય છે કે પાંખોના સહારે ઉડીને ત્યાં પહોંચી જઉં.' બીજા સૂરિદેવે આજ્ઞા કરી છે : ‘તમારાં અત્યાર સુધીનાં લખાણોની એક નકલ મોકલવી. આગળનાં તીર્થો માટે પણ આ જ રીતે વિસ્તારથી લખશો. જેથી અમારા જેવા ન પહોંચી શકનારા ભાવયાત્રા કરી શકે.’ પ્રતિભાવમાં આનાથી વધારે શું જોઈએ ? Page #4 -------------------------------------------------------------------------- ________________ જિંદગીમાં ઘણાં તીર્થોની યાત્રા બાકી છે. આજ સુધી જેટલાં તીર્થોની યાત્રી થઈ છે તે દરેકનું લેખાંકન બાકી તો છે જ. પરંતુ અતિ સર્વત્ર વર્જયેત્. હાલ તો શ્રી અંતરિક્ષજી પર અટકવું છે. આમ તો વિહારની ડાયરી વરસોથી લખું છું. (ડાયરી શબ્દ અંગ્રેજી છે. ગમતો નથી. પણ ઘરેડમાં બેસી ગયો છે. સમજવા માટે કામનો છે તેથી ડાયરી તરીકે તથાસ્તુ.) આજે પહેલીવાર ડાયરીનાં પાનાં મોટાં થયા છે. અને લખાણ છાપે ચડ્યું છે, ત્યારે ડાયરીનાં પહેલે પાને જીવંત રહેનારાં, ભગવાનનાં દર્શન દ્વારા શરૂઆત કરી હતી. આજે શ્રી ભદ્રાવતી મંડન સ્વપ્નદેવ શ્રી કેસરિયાપાર્શ્વનાથ દાદાની મંગલ સંનિધિ છે. કલકત્તાથી ભદ્રાવતી સુધીમાં અગણિત દેવાધિદેવનાં દર્શન થયાં. એ દરેક દેવાધિદેવ પોતાનાં તીરથમાં ફરીવાર બોલાવે તેવી ભાવના થાય છે. ભગવાનની કૃપા મળે તો બીજાય દરેક તીર્થોનાં દર્શન જરૂર થવાના. ઇચ્છા આખરે એ જ છે કે દેવાધિદેવ કાયમ માટે પોતાના ખોળે બોલાવી લે. વાત દૂરની છે. ત્યાં પહોંચવાનું તો નક્કી જ છે. પણ વચ્ચે ઘણાં મુકામ થશે. એ દરેક મુકામે ગાવું છે : મારા અનંત ઉપકારી ગુરુદેવ તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજા, બહુશ્રુત પૂજયપાદ પિતા મુનિભગવંત શ્રી સંવેગરતિવિજયજી મ., પરમ વિદ્વાનું પૂજ્યપાદ બંધુ મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., આ ચાર નામો અચૂક યાદ આવે છે. મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે પ્રશમરતિવિજય વિ. સં. ૨૦૫૭૫ પોષ વદ પંચમી ભદ્રાવતીજી આ ચારેય નામનો મારા અક્ષરે અક્ષર ઉપર અધિકાર છે. અને એમનું નામ લીધા વિના તો મને મારું નામ લેવાનો અધિકાર નથી. સમર્થ સર્જક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ. એ પત્રો દ્વારા અઢળક પ્રેરણા આપી તે યાદ છે. વિદ્યાદાતા પંડિતવર્ય શ્રી રજનીકાંતભાઈ પરીખ વિશેષ યાદ આવે છે. એમણે જ તો કહેલું : ‘તમે પ્રવાસવર્ણન લખતા રહેજો.” વરસો પહેલાની એ વાત. શ્રી ભવાનીપુર જિનાલયના મૂળનાયક દેવ શ્રી મનમોહન પાર્શ્વનાથ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાશકીયમ્ પરમ રોમાંચ સાધુના વિહાર પૃથ્વીતલને પાવન કરે છે. વિહાર દરમ્યાન જે બને છે. તે સમાચાર તરીકે છપાતું હોય છે. સમાચાર અને સાહિત્યમાં ફરક છે. સમાચારમાં જે બન્યું તેનો ઉતારો કરવાનો હોય. સાહિત્યમાં જે અનુભૂતિ થઈ તે આલેખવાની. પ્રસંગો બન્યા તે સમાચારમાં પ્રધાન. પ્રસંગો દરમ્યાન જે સંવેદના અનુભવી તે સાહિત્ય, આત્મપ્રશંસા, સ્વપ્રચાર અને આપવડાઈથી પર રહીને પોતાના અનુભવને શબ્દમાં ઉતારવા જોઈએ. તો જ એ સાહિત્ય બને. ‘સાધુ તો ચલતા ભલા’ અનુભૂતિના ઓવારેથી વહી આવતી ભાવધારાનું પુસ્તક છે. સૂરિરામના વિદ્વાન શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ. કરાડથી કલકત્તા થઈને પૂર્વદેશની તીર્થયાત્રાએ પધાર્યા તે દરમ્યાન આ પુસ્તક લખાયું છે. આ તીર્થયાત્રામાં અનુભવચિત્રોની હૃદયંગમ ગાથા છે. એક તરફ તીર્થભક્તિ છે. બીજી તરફ ઊંડી સંવેદના છે, ત્રીજી તરફ વર્તમાન સમય અને ઇતિહાસનું સંધાન છે. આ ત્રિવેણીસંગમમાં સ્નાન કરાવવા આ પુસ્તક આપનાં હાથ સુધી આવ્યું છે. પાવન થવાનું ચૂકશો નહીં. એ દિવસો યાદ રહેવાના છે. રોજના લાંબા વિહાર હતા. અમે બંને એકલે હાથે પૂરવની જમીન ખૂંદી રહ્યા હતા. કલકત્તામાં ચોમાસું થયું તેની પહેલાં અને પછી અમારા વિહારો આકરા હતા. રહેવાનું અને રોકાવાનું અનિયત. આગતા સ્વાગતાની પ્રતીક્ષા રખાય જ નહીં. તકલીફો ગોઠવણપૂર્વક જ આવે. ચાલતા થાકી જવાય તેવા લાંબા વિહારોમાં એક તસલ્લી મળતી. તીર્થયાત્રા થતી. બધો શ્રમ લેખે લાગી જતો. આ જનમમાં એકી સાથે આટલાં બધાં તીર્થોની યાત્રા થશે તે માની શકાતું નહીં, પરંતુ એ બન્યું. દેવ અને ગુરુની પરમ કૃપાથી એ બન્યું. તીર્થયાત્રા અને વિહારયાત્રાનાં સંવેદન અને સ્પંદન મારા સદાસંગાથી લઘુ બંધુ મુનિવર શ્રી પ્રશમરતિવિજયજીએ આ પુસ્તકમાં ઝીલ્યાં છે. મને યાદ છે, હું થાકીને આરામ કરતો હોઉં ત્યારે આ બધું તે લખતા. સાધુ તો ચલતા ભલા તીર્થયાત્રાની અનુભવગાથા છે. આ ગાથામાં ધબકતી અનુભૂતિની ભાગીદારી અને સાથીદારી મને મળી છે, તેના પરમ રોમાંચ સાથે... જૈન મર્ચસ સોસાયટી, અમદાવાદ, વૈરાગ્યરતિવિજય ભાદરવા વદ ૧૪, વિ. સં. ૨૦૫૮ – પ્રવચન પ્રકાશન, પૂના Page #6 -------------------------------------------------------------------------- ________________ विहारस्य रम्या कथा વિહાર કરતાં કરતાં જે નજરે ચઢયું તેને ચાળી-ગાળી ગાંઠે બાંધ્યું. અને રસિક વાચકો સમક્ષ વહેંચી દીધું, આ સાધુજનનાં કાર્યનાં અહીં પાને પાને દર્શન થાય છે. કાવ્યની ઝલકે છે. તો ઇતિહાસની વહીનાં પાનાની ગડી ઉકેલીને તેનું નવાં વિશદ પરિપેક્ષ્યમાં નરવું દર્શન છે. તો આ ભૂગોળની પરિસીમાને ખૂંદીને તેના ઝીલાયેલા ઉરબોલના પડઘા પણ છે. સાધુજીવનમાં વિહાર, આનંદ લૂંટવાની મોસમ ગણાય છે. એ દિવસોમાં પ્રકૃતિ સાથેનું તાદામ્ય સાધતું મિલન ક્ષણે ક્ષણે રચાતું હોય છે. તેમાંથી નિતાંત નરવાં આનંદ પીયૂષને ખોબે ખોબે ગટક ગટક પીવાનું થતું હોય છે. ખુલ્લા મન-મગજ અને આંખ-કાનથી વિહાર થાય ત્યારે પ્રકૃતિ એ મહાન શિક્ષક છે, અને પશુ-પક્ષી, ઝાડ-પાન-ફળ અને ફૂલ અરે ! પથ્થર સુધ્ધાં તેનાં પુસ્તકો છે, પ્રકરણો છે, બસ, તેને ભણ્યા જ કરો ભણ્યા જ કરો. ક્યારેય કંટાળો ન આવે, થાક ન લાગે. પ્રત્યુત સહજ શુદ્ધ ચૈતન્યનો સંચાર થયાં જ કરે થયાં જ કરે. અનેરો લાહો કહેવાય. આવાં પુસ્તકની આ બીજી આવૃત્તિ થવા જાય છે. તે આનંદદાયક અને રોમાંચક સમાચાર ગણાય. જૈનો આવાં વાચન તરફ વળે તે બહુ જરૂરી છે. તેનાથી માનસિક શુષ્કતાને સ્થાને રસિકતાનું સ્થાપન થશે. ઘણા મુનિવરો વિહાર કરે છે, પણ થોડા જ સાધુ આવા દૂરના પ્રદેશમાં ખુલ્લી આંખે ખુલ્લાં મને વિહાર કરે છે. એ પ્રદેશમાં ગુજરાત-સૌરાષ્ટ્રના વિહારની સરખામણીમાં અગવડતાતકલીફ કષ્ટ તો પડે જ, પણ અહીં મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજીમ. તથા મુનિવર શ્રી પ્રશમરતિવિજયજીએ જે રીતે વિહાર કર્યા છે તેમાં તે તે પ્રદેશમાં વિચરીને ત્યાંના ઐતિહાસિક ભૂમિના જૂનાં પડળોને વર્તમાનકાળની નજરે જોવાનો સૂઝબૂઝ સાથેનો પ્રયત્ન કર્યો છે અને તેમાંથી જે સાંપડ્યું તેને માત્ર મગજની ગાંઠ ન બાંધતાં છૂટે હાથે જગતના ચોકમાં તેની લહાણી કરી છે. સામાન્યજન એ કલ્યાણકભૂમિની સ્પર્શના માટે તીર્થયાત્રાની રૂએ પહેલાં કરતાં સંખ્યાની દષ્ટિએ પુષ્કળ સંખ્યામાં જાય છે. પણ ભાગ્યે જ ત્યાંની ભૂમિમાંથી ઊઠતા બોલને સાંભળે છે, હોંકારો દે છે. એ અવાજ ત્યાંથી ઊઠે છે અને ત્યાં જ પડઘા પાડીને શમી જાય છે. જયારે અહીં એ બધા શબ્દો ઝીલાયા છે. સાર્થક થયા છે. અને આપણા સુધી પહોંચ્યા છે. આમ તો ઘણાં પ્રકરણ મને વાંચવા અને વંચાવવા જેવા લાગ્યાં છે. ભલામણ કરવાનું મન થયું અને એ દૃષ્ટિએ જોવા માંડ્યો તો એક પણ પ્રકરણ છોડવા જેવું ન લાગ્યું. વાચનની અસરને સ્થાયી બનાવવાનો એક કીમિયો છે, જયારે વાંચવાનું શરૂ થાય ત્યારે હાથમાં એક લાલ પેન રાખવી, જે વાક્યખંડ ફરી ફરી વાંચવા જોગ લાગે તેના ઉપર નિશાની કરવી. જે શબ્દ ન સમજાય ત્યાં ઝીણું ટપકું કરવું. કાં તો શબ્દકોષમાં કાં તો કોઈ જાણકારને પૂછવું. ઉદા. જેમકે પૃ. ૧૦ ઉપર અર્થાવગ્રહ-ઈહ-અપાય-ધારણા વગેરે શબ્દો છે. તેના અર્થ જાણવા જ પડે. - સાધુજીવનમાં સાવ અજાણ્યા પ્રદેશના વિહારમાં ઘણી અગવડ પડે. એવું કહેવાય છે કે, સાધુને વિહારમાં બાવીસ પરીષહ સહન કરવાના આવે. અહીં એ બધું પણ જાણવા મળે છે. વાચકના વિવિધ રસ પોષાય તેવું સુપાચ્ય રમ્ય લખાણ મળ્યું છે, તો બરાબર માણવું છે. દા.ત. અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં દર્શનનું વર્ણન આપણી સામે ચિત્ર સ્વરૂપે ઉપસી આવે છે. પૃ. ૧૪૮ ઉપર શરૂ થતું એ વર્ણન આપણને ખેંચી રાખે છે, એ શબ્દો જીવંત બની આપણને અહીંથી એ પ્રદેશમાં મૂકી દે છે. પ્રભુનાં પરમ સ્વરૂપના સાક્ષાત્કારના મનભાવન ચિત્રો અહીં પુષ્કળ મળે છે. માત્ર કળા કે ભક્તિની નજરે જ આ સ્થાન નિહાળવામાં નથી આવ્યું પણ ઐતિહાસિક ખ્યાન પણ આપ્યું છે. તેથી વાચક સુપેરે માહિતગાર બને છે. પૃ. ૧૦૩થી જે બનારસનું વર્ણન શરૂ થાય છે તે પણ મનોહર છે. શબ્દભંડોળ એટલો બધો હાથ વગો કે કલમવગો છે કે તેમને વર્ણન કરતી વખતે શબ્દોની ખેંચ નથી વર્તાતી. સડસડાટ કલમ ચાલતી રહે છે. ચિત્રો રચાતા રહે છે. વાચક તેમાં આગળને આગળ વધતો રહે છે. આમ તો એવું કહેવાય છે, વિહારની કથા જ રમ્ય હોય છે, વિહાર નહીં, પણ અહીં જે આપણે પામીએ છીએ તે વિહાર પણ આવો રમ્ય-૨ મણીય હોઈ શકે છે, તે પામીએ છીએ માટે મને મથાળું જ આવું કરવાનું મન થઈ આવ્યું કે ‘વિહારસ્ય રમ્ય કથા’ ૨૦૨ પાનાં સુધી પથરાયેલી વિહાર વાર્તા રોમાંચક છે. દરેક વિહાર કરનાર સાધુસાધ્વીજી પાસે વિહારના નેત્રદીપક અનુભવોનો ભંડાર હશે જ, શું અનુભવ્યું, શું સુખદ, શું દુઃખદ જોયું, જાણ્યું, માડ્યું. જો તેઓ પાસે આવી વર્ણનશક્તિ હોય તો એનો એન સાયકલોપીડિયા જ મળે.. મને તો આ પાનામાંથી પસાર થતાં ખૂબ મઝા આવી છે. તેમના અક્ષરની આંગળી પકડીને ફરાય તેટલું ફર્યો, જોવાય તેટલું જોયું, જણાય જેટલું જાણું અને માર્યું, તેમ બધા પણ આને સારી રીતે મન ધરાય તેટલું વાંચો, જાણો, માણો. શ્રીપુરુષાદાનીય એજ પાર્શ્વનાથવસતિ, શ્રીનેમિ-અમૃત-દેવહેમચન્દ્રસૂરિ દેવકીનંદન શિષ્ય નારણપુરા વિસ્તાર, અમ.-૧૩ પ્રધુમ્નસૂરિ માગસર પૂનમ વિ. સં. ૨૦૬૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ પાંચમા આરાનો વિહાર કાર્તક વદ છઠ : કલકત્તા ચોમાસા પછી વિહાર થાય ત્યારે દેરાસરમાં દર્શન કરવાની ક્ષણો ભારેખમ બની જાય. ચાર મહિના જે ભગવાનના ખોળે વીતાવ્યા, તેમનાથી દૂર જવું ના ગમે. પ્રભુની આંખમાં જાણે ઠપકો વંચાય : બસ ? અમને મૂકીને ચાલ્યા ? ભગવાનની માફી માંગીએ. ચાર મહિનામાં જોઈએ તેવી ભક્તિ ના થઈ, ઘણી વાર ઉતાવળે દર્શન કર્યા, ક્યારેક દર્શન કરવામાં મોડું થયું, કોઈ વખત સામૂહિક ચૈત્યવંદન કરવામાં અંગત વાર્તાલાપ થઈ ના શક્યો. ભગવાને બધું ચલાવી લીધું. ભગવાનને તો આપણી વગર ચાલવાનું જ છે. આપણને ભગવાન વગર નહીં ચાલે. અકારું લાગશે થોડા દિવસ. ભગવાન મલકાટ સાથે આપણને જોયા કરે : ‘વિહાર કરો છો ? તમારા વિહાર તો પાંચમા આરાના, જયાં જવાના ત્યાં બેસી પડવાનાને ઉંધવાના. અમે તો વિહારમાં કદી બેઠા નથી. વિહારના પ્રોગ્રામ અમે બનાવ્યા નથી. અમે તો જંગલવિહારી હતા. તમે બધા રોડવિહારી છો. તમારા વિહાર તો ભાઈ, મજા કરવાના વિહાર છે.' ભગવાનને જવાબ આપવાની ત્રેવડ ન રહે. ભગવાન સામે હાર જ કબૂલીએ. ભગવાન આશીર્વાદ આપે. પ્રયાણ થાય. કાર્તક વદ છઠ : દાદાવાડી સાંજ ઢળી રહી છે. આજનો દિવસ તીર્થયાત્રાનો દિવસ છે. સેંકડો ભાવિક સાથે પૂરો એક કલાક ભક્તિમાં રહ્યા. પછી વ્યાખ્યાન થયું. આગામી ચાતુર્માસ પાવાપુરીમાં થાય તેની વિનંતી થઈ. વિદાયગીત ગવાયું. મોડી બપોરે બધું પત્યું. કલકત્તાની કેન્દ્રભૂમિ આ દાદાવાડી છે. મુર્શિદાબાદી જિનાલયો પર આ જિનાલયનાં શિલ્પની બેઠી અસર છે. રાજમહેલ સમું આ જિનાલય સો વરસ પુરાણું છે. આ દેરાસરની સ્થાપત્યકલા બેહદ સુંદર છે. જિનાલયનાં વિશાળ પગથિયાં ચડીને મંદિર બહારની ઓસરીમાં ઊભા રહી ઉપર જોયું. છતમાં રંગીન કાચ જડ્યા છે. સૂરજનો તડકો કાચમાંથી ચળાઈને ઓસરીની ફરસ પર, સાત રંગ લઈને પડે, તડકાના ટુકડાઓમાં અલગ અલગ રંગો ચમકે. જિનાલયમાં મુખ્ય દ્વારથી પ્રવેશ થાય. પરંતુ દર્શન કરીને આ જ દરવાજેથી બહાર નીકળવાની ધૂનમાં ભગવાનને પીઠ થઈ જતી હોય છે, તે આ જિનાલયમાં સંભવિત નથી. બહાર નીકળવાના દરવાજા જુદા છે. મુખ્યદ્વારની બન્ને તરફ, બે દરવાજેથી નીકળીએ ત્યારે પીઠ ભગવાનને ન પડે, તે માટે રંગમંડપને વિશાળ પહોળાઈ આપવામાં આવી છે. ગભારાની બન્ને બાજુની ખુલ્લી જગ્યામાં પીઠ પડે, ભગવાનને નહીં. એટલે મુખ્ય દરવાજાની સામે જ પિત્તળનાં ચમકદાર સળિયાની નાકાબંધી છે. બાજુના દરવાજેથી અંદર પ્રવેશ થયો. આંખો ઝળાહળ થઈ ગઈ.. ભીંતો અને સ્તંભો અને બારણાંઓ પર કાચનું જડતર. ઈટાલીના ઝુમ્મર અને એકસો આઠ દીવા મૂકી શકાય તેવા જબ્બર ઝુમ્મર અને કાચની હાંડીઓ. ભમતીમાં કાચને લીધે પ્રતિબિંબોની માયાજાળ સર્જાય. એક, બે, ત્રણ, ....દસ, અગિયાર....અઢાર, ઓગણીસ, તમતમારે ગયા જ કરો. એક દીવો એ અરીસાઓની વચ્ચે આવે તો બન્ને અરીસ દીપકની હારની હાર જલી ઉઠે, ગભારાની જમણી, ડાબી ભીંતો પર બહારની તરફ પ્રાચીન લેખ છે. તેમાં સ્તોત્રો લખેલાં છે. રંગમંડપની ભીંતોમાં છેક ઉપર બેનમૂન ચિત્રો. આવા ખૂબસૂરત ચિત્રોને આટલે દૂર શીદ રાખ્યા હશે ?નજર ન પહોંચે એટલા માટે કે પછી નજર ન લાગે એવો મોહ ? હશે એવું જ કોઈ કારણ. જિનાલયનું મુખ્યધામ ગભારો. ભગવાન શ્રી શીતલનાથ પ્રભુના પ્રતિમાજી. દૂધિયા રંગનું સ્ફટિક હોય છે ? સ્ફટિકને સફેદ મોતીનો લેપ થતો હશે ? પ્રભુમૂર્તિને જોઈને સવાલો જાગે. આરસની આવી ઊંડી ધવલતા કયાંય જોવા ન મળે. હાથ અડાડીશું તો પીગળી જશે, એવી ભીતિ લાગે, મૂર્તિની નાજુક્તા જોઈને, મુખમુદ્રા જોઈને શ્રી જ્ઞાનવિમલજીના શબ્દો યાદ આવે : પ્યારે Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ દીદાર. સુરતિ સુંદર મુદ્રા મનોહર નિરખત મેં સુખકાર. પ્રભુમૂર્તિને મહિનાઓ સુધી સ્વચ્છ દૂધમાં ડૂબાડી રાખ્યા હશે. મૂર્તિએ પણ દૂધનાં ઓજસ આત્મસાત કર્યા હશે. એ સિવાય આવો ઊઘડતો વાન બને નહીં. અને પ્રભુની અંગરચના ? નાનપણથી સાંભળ્યું હતું કે બાબુલોકોએ ભગવાનને સાચાં રત્નોના હાર પહેરાવ્યા છે, તે અતિશયોક્તિ લાગતી હતી. આંગીનાં દર્શન કર્યા બાદ લાગે કે એ લોકોએ ભગવાનને રત્નોથી લાડ લડાવ્યા છે. ભગવાનના ગળે પન્નાનો હાર હતો. દરેક પ્રશ્નો આપણા અડધા અંગૂઠા જેવડો મોટો. માણેકનો બીજો હાર હતો. તેનાં દરેક નંગ અંગૂઠાના નખ જેવડાં મોટાં. ગુલાબી રંગ જેવી લાલ ઝાંયના એ રત્નો તેજથી લખલખતાં હતાં. ત્રીજો સાચા હીરાનો હાર, આંગળીના નખ જેવડા પ્રત્યેક હીરા. મુગટ રત્નજડિત. તેની કલગીમાં મોટો પત્નો. હથેળીમાં ઊપસતા શુક્રના પહાડ જેવું એનું અર્ધગોળ કદ. પ્રભુના ખોળાની આગળ ચાંદીનું બેય ઘૂંટણ સુધી ફેલાયેલું, કોમળ દેખાવ ધરાવતું કમળ. તેની છેલ્લી બે પાંખડી અને મધ્યવર્તી પાંખડી-એમ ત્રણ જગ્યાએ, ચમકદાર માણેકની ત્રણ મોટી કલગી. એમ જ લાગે કે ભગવાનના ખોળે માણેક મુક્યા છે. આશ્ચર્યથી પહોળી થઈ ગયેલી આંખો પણ નાની લાગે તેવા એ ત્રણેય ભવ્ય, આ આંગીનું મૂલ્ય કરોડ રૂપિયાથી વધુ છે. ભગવાનનો વૈભવ જોઈને છાતી ગજગજ ફૂલે. પ્રભુ ગભારાની ભીતરના મૂળગભારામાં બિરાજે છે. આખોય મૂળ ગભારો ચાંદીથી મઢેલો. થાંભલી, શિખર, મોટું સમવસરણ-ચાંદીનાં બનેલાં. ગભારાની બહાર ચાંદીની ચોરી. શિખરમાં ઝીણું કોતરકામ, સમવસરણમાં સભાનું જીવંત આલેખ, ગભારાની થાંભલીઓ અને ચોરીનાં સ્તંભો પર શિલ્પનો કસબ. આખો મૂળ ગભારો ચાંદીથી લદાયેલો. આંગી ચડે ત્યારે આ અસબાબ પણ ગોઠવાય. આંગી ચડે ત્યારે ભગવાનને ચાંદીનું ખોખું ચડે તેમાં ઇતિ નથી તે આજે સમજાયું. આંગી તો આખા ગભારાને અને ગર્ભદ્વારનેય ચડે. આંગી ઊતરે પછી પ્રભુમૂર્તિની સાથે, ગભારાનું પણ મૂળ સૌન્દર્ય બહાર આવે. ગભારાને ફૂલોથી સજાવટ બધે જ થાય છે. રજત ધાતુના શણગાર, માત્ર અહીં જ. કાર્તિક વદ સાતમ : દાદાવાડી ગઈકાલે તો આંગીએ નજરબંધી જ કરી હતી. આજે આંગી ઊતરી ગઈ છે. આસપાસ નજર ફરી શકે છે. ભગવાનની આગળ નીલમની અને પન્નાની બે મૂર્તિ છે. પબાસણની ભીંત પર પહેલાં નવરત્નો જડેલાં. આજે પિરોઝા બચ્યા છે. બાકી ચોરી થઈ ગઈ. ગભારાની બહાર ઝાકઝમાળ છે. પ્રભુની મૂર્તિનું સ્મિત ચોમેર સુવાસ ફેલાવે છે. ગર્ભદ્વાર સંપૂર્ણ સુખડનું. એમાં ગંગાની રેતી જેવું ઝીણું અને સુરેખ કોતરકામ. ગર્ભદ્વારની બન્ને તરફની ભીંતો પર આરસમાં કોતરણી, ગણધરોના ગોખલાની ચોતરફ સફેદ વેલોની જાળ, ભીંતની ઉપર ઘુમ્મટ તરફ જતી નકશીમાં અને ઘુમ્મટનાં કલાચિત્રોમાં સાચાં સોનાનાં પાણીનો ઓપ. ગર્ભદ્વારની બે તરફ દેવદેવીઓની પરિકર જેવી સ્થાપના છે તે ચોવીસ અધિષ્ઠાયક દેવો છે. ભગવાનનાં નવ અંગે ચાંદીનાં ટીકા લગાવીએ છીએ તેવાં ટીકાં ગર્ભદ્વારની ભીંત પર કમાનની જેમ એકધારમાં જડેલાં છે. ગર્ભદ્વારમાં ઊભા રહી પ્રભુદર્શન કરીએ તો ભગવાન ચૌમુખી હોય તેવું દૃશ્ય સર્જાય છે. આ અરીસાની કમાલ છે. ચૌમુખજીમાં એક ભગવાન સમક્ષ ઊભા રહીએ તો બીજા બે ભગવાનના એક પડખેથી દર્શન થાય તેમ આ જ ભગવાન બે અરીસામાં એક પડખેથી દેખાય છે. કાચ પાસેથી અદ્દભુત કામ લીધું છે. દેરાસરનું શિખર ચીનાઈ માટીની કપચીથી જડેલું છે, ઝાંખું લાગે છે. મંદિરજીના મુકાબલે બગીચામાં ફુવારો, તળાવ લોકપ્રિય છે. તળાવમાં માછલીને ખાવાનું નાખવા ભીડ થતી હોય છે. સાંજની રોશનીમાં આખો માહોલ અવર્ણનીય બની જાય. બીજા બે દેરાસરો અને દાદાવાડી પણ છે. નોબતખાનું, આરસનો સિંહ, ફૂલોની વસાહત, ટુરિઝમવાળા ગોરાલોકો, રાજાશાહી રહેઠાણના દરવાજાઓમાં ચીતરેલા વિવિધ રાગનાં ચિત્રો, આ બધું આજે ઓસરી ચૂકેલા પ્રભાવમાંય અલગ તરી આવે છે. આને કલકત્તા Garden Temple તરીકે ઓળખે છે. અંગ્રેજ સરકારે ૭-૫-૧૮૮૫ના દિવસે ડાકટિકિટ છપાવી હતી. એમાં Jain Temple Culcutta તરીકે આ દેરાસરને એક ટિકિટમાં સ્થાન મળેલું. જિનાલયના નિર્માતા બાબુ બદરીદાસનું અંગ્રેજ સરકારમાં માનપાત્ર સ્થાન હતું. Page #9 -------------------------------------------------------------------------- ________________ કાર્તક વદ સાતમ : કલકત્તા આવતી કાલે સવારે કલકત્તા છૂટી જવાનું. ધુમકેતુએ લખ્યું છે : દરેક નદીને પોતાના કાંઠે એક નગરી વસાવવાનું સ્વપ્ન હોય છે. કલકત્તા હુબલી નદીનું સાકાર થયેલું સ્વપ્ન છે. અહીં કરોડ માણસ વસે છે. બંગાળની ખાડીમાં ભરતી આવે ત્યારે હુબલી નદીની છાતી પહોળી થાય છે. એના લાલભૂખરાં પાણી પર અગણિત હોડકાં ઝૂલતાં હોય છે. જહાજથી માંડીને તરાપા સુધીનાં જલવાહનો, રસ્તા પર ભાગતાં સરેરાશ વાહનો, ગોકળગાય કરતાં થોડી વધુ ઝડપથી ચાલતી ટ્રામ, વિમાન-હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ પ્લેન જેવાં વાયુવાહનો, જમીનની ભીતરમાં ચાલતી ટ્રામ-વેથી કલકત્તાને સંતોષ નથી. કલકત્તામાં ઘોડાગાડી જેવી માણસગાડી પણ છે. માણસ ખેંચીને ભાગે તેવી માણસગાડી. ૨૦૦ કિલો સુધીનું વજન ભારે ન લાગે તેવી પૈડાની રચના હોવા છતાં આ તુઘલખી સવારી દીઠી ન ગમે. કલકત્તામાં ઘોડાની જગ્યા સરેરાશ આદમીને આપવામાં આવી છે. વજન ઉપાડો અને ગાડી ભગાવો. કલકત્તામાં ચકચકાટ રાજમાર્ગો અને ગંદીગોબરી ગલીઓ છે. ઊંચી ઈમારતો અને તૂટેલી ઝૂંપડીઓ છે. આલીશાન સ્મારકો અને ખદબદતા ઉકરડા છે. કલકત્તા પંચરંગી પ્રજાનું મહાનગર છે. શંભુમેળો શબ્દ ખોટો પડે. આ કલકત્તા એક સરનામું સાચવીને બેઠું છે. ૧૩૯, કોટન સ્ટ્રીટ, દંત કથાઓના દાગીનાઓથી લદાયેલા બાબુલોકોની આ દેવભૂમિ છે. કલકત્તાની આબાદી જયારે માત્ર દોઢ લાખની હતી ત્યારનો આ સરનામાનો દબદબો જારી છે. આ મુલ્કમશહૂર સરનામાની બાદબાકી ન તો જૈનો કરી શકે, ન તો બંગાળી બાબુઓ. આ સરનામે કાર્તિકીયાત્રાની વિશ્વવિખ્યાત ધ્વજા રહે છે. આ ધ્વજાની ઊંચાઈનાં માન સાચવવા દર વરસે કલકત્તાની ટ્રામ-વેના તાર કપાય છે. આ સરનામું સરકારી ચોપડે નોંધાયું છે : ૧૩૯, કોટન સ્ટ્રીટ, પંચાયતી મંદિર, બડા બજાર, તુલાપટ્ટી. આ જિનાલયનું સરનામું છે, શ્રી શાંતિનાથ દાદાનું સરનામું છે, કલકત્તાના મૂળનાયક પ્રભુનું. પહેલાં અહીં ઘરદેરાસર હતું. મૂળનાયક હતા શ્રી આદિનાથ ભગવાનું. આ પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા ચંપાપુરીમાં થઈ. પ્રભુ અજીમગંજ થઈ કલક્તા પધાર્યા, પ્રતિષ્ઠા થઈ. પછી ઘરદેરાસર સંઘને સોંપાયું. નવા મૂળનાયક થયા શાંતિનાથ દાદા. એકવીસ શિખરની કોરણીવાળું ભવ્ય દેરાસર થયું. રસ્તેથી દૂર હતું મંદિર. પરંતુ કાલાકર સ્ટ્રીટ યોજના આવી તેમાં રસ્તો વિશાળ બન્યો અને મંદિરની સામે ચોગાન બની ગયું. સો વરસ પૂર્વે આ મંદિરના ચોપડે ઇસ્ટ ઇંડિયા કંપનીની ૩00 રૂ.ની પંજી નોંધાયેલી પડી હતી. સરકારનું આયંગર કમીશન, ભારતનાં મંદિરોની વ્યવસ્થા તપાસવા નીકળ્યું. તેણે આ મંદિરજીની વ્યવસ્થા જોયા બાદ ઉદ્ગાર કાઢ્યા : “અમે વ્યવસ્થાનો જે આદર્શ મનમાં બાંધ્યો છે તે અહીં અક્ષરશઃ અમલમાં છે.’ સંગેમરમરની બાંધણી. નાજુક કમાન, નકશીદાર જાળીઓ. ઊંચા ગુંબજ, ચળકતા પંચકળશ. પ્રવેશદ્વાર દક્ષિણમુખી અને મૂળનાયકજી ઉત્તરમુખી. બારમાસી પર્યુષણનો માહોલ, આ છે તુલાપટ્ટી મંદિરનો પરિચય. કેનીંગ સ્ટ્રીટમાં શ્રી મહાવીરસ્વામીનું દેરાસર છે. અમે થોડા દિવસ રોકાયા હતા. કલકત્તામાં આ પ્રભુનો મહિમા ઘણો છે. અમારું ચોમાસું ભવાનીપુરમાં થયું હતું. શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનની છાયામાં પ્રભુના દરબારમાં સદા સુવાસ સાંપડી છે. મનમોહન દાદાનાં દર્શન કલકત્તાવાસીઓ શ્રદ્ધાવિભોર થઈને કરે છે. આવતી કાલે સવારે આ બધું જ પાછળ રહી જવાનું. આજે કલકત્તાનો અમારો છેલ્લો દિવસ. કાર્તક વદ અમાસ : સરગાછિ | પરમ દિવસે મઠમાં ઉતારો હતો. રામકૃષ્ણ, વિવેકાનંદ જેવા એમના સંતોના ફોટા મંદિરમાં ઉપર જડેલા. મઠના સાધુઓ જાતે રસોઈ બનાવે. સંકુલની સાફસૂફી કરે. ભણવામાં ઓછો સમય ગાળે. આપણા સાધુઓમાં અભ્યાસનું સ્તર હજી જળવાયું છે. પાર વિનાની ગાથાઓ ગોખવાની. સંસ્કૃતના નિયમો મોઢે કરવાના જ. વાંચન સખત કરવાનું. દર વરસે કેટલાં લાખ શ્લોકપ્રમાણ સાહિત્ય વાંચ્યું તેનો હિસાબ રાખવાનો. આ સાધુઓમાં આવો સઘન અભ્યાસ નહીં હોય. હશે તો આ સૌને એમાં પ્રવેશ મેળવવો બાકી હશે. સેવાભાવી સાધુઓ અભ્યાસુ ન લાગ્યા. ગઈ કાલે રાધામંદિરના આશ્રમમાં એ સંપ્રદાયના સાધુઓ જોયા. એક તો ખાસ મળવા આવ્યા. તરત જ પ્રભાવિત થયા. હથેળી બતાવી કહે, હમારા હાથ Page #10 -------------------------------------------------------------------------- ________________ દેખોગે ? જાનના હૈ, ધર્મ કા સાથ રહેગા યા નહીં, ભોળા હતા. એમને લોચની આપણી વિધિ સમજાવી તો સ્તબ્ધ થઈ ગયા. જો કે તેમના માટે આશ્ચર્યરૂપ હતું, રાત્રિભોજનવિરમણવ્રત. એ ગીતા ભણી રહ્યા હતા અને કીર્તન સત્સંગ કરાવવા જતા હતા. આપણે વિનિયોગને ઊંચો મોભો આપ્યો છે. આ સાધુ બે વરસથી પ્રવચનો આપવા જતા હતા. એમનો પર્યાય ત્રણ વરસનો હતો. lsconનાં નામે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલો એમનો ધર્મ-હરે રામ હરે કૃષ્ણની ધૂન પર સર્જાયો છે. એ આરતી અને ભજન કરતી વખતે નાચે. માઈક ઉપર ગાનાર, ઢોલ વગાડનાર, તાળીનો તાલ બજાવનારા નાચે જ. અમને આરતીમાં બોલાવવા આવ્યા. આપણે કંઈ શ્રીવાદિદેવસૂરિજી મહારાજા નથી કે નાચીને ધર્મ પમાડી શકીએ, એટલે ના જ પાડી દીધી. આજે રામકૃષ્ણ મિશનના આશ્રમમાં છીએ. મોટા પત્તાવાળા કેળના ઝાડ, ઊંચા આંબા, વડ અને લીમડાની ઘટા વચ્ચે તડકો અટવાઈ રહ્યો છે. અમને જનરલ હોલમાં ઉતારો મળ્યો છે. હોલની સાથે જોડાયેલા કમરામાં એક કાકા છે. એ સવારથી અમને રવાના કરવાની પેરવીમાં છે. અહીંના મુખ્ય સ્વામીજીને એ ફરિયાદ કરી આવ્યા છે કે અમે આશ્રમમંદિરમાં દર્શન નથી કર્યા. રાતે અહીં રહેવાશે નહીં એવો બધો બડબડાટ એ કરે છે. અમે આવ્યા ત્યારે એ સિગારેટ મોઢે ચડાવીને વાત કરવા આવેલા. ધૂમ્રપાન સામે અમે નારાજગી બતાવી એટલે એ રૂમમાં બારણાં વાસીને બેસી ગયા. હવે વેર વાળી રહ્યા છે. એનો સ્વભાવ વિચિત્ર લાગે છે. હશે, એનું એ જાણે. માગસર સુદ પ્ર. બીજ : દિગુનગર ગઈકાલ સાંજનો અનુભવ જિંદગીભર યાદ રહેવાનો. સાંજે વિહાર હતો. સ્કૂલમાં રહેવાનું નક્કી થયેલું. છેલ્લે ટાઈમે સ્કૂલની ચાવી ના મળી. એક મિલમાં તપાસ કરી. હા સાંભળવાનો જોગ ના મળ્યો. આગળ પેટ્રોલ પંપ હતું. બહારથી જોઈને ચોકડી મૂકી. થોડા આગળ આશ્રમમાં જગ્યા છે તે જાણી ચાલ્યા. હાઈવેની અંદર વળ્યા. એક ડોસાજી મળ્યા. એમણે આશ્રમના રસ્તે ન જવાની સલાહ આપી. ત્યાંની વસતિ ખરાબ છે, હેરાન કરશે, એણે કહ્યું. તો આશ્રમનો રસ્તો એકદમ અંદર જતો હતો. વિહારમાં આટલી લાંબી અંદરબહાર ના જ પરવડે. એ ડોસાજી સાથે સલાહ મસલત ચાલી. બીજા ભાઈ તેમાં ભળ્યા. એમણે કલબનું નામ દીધું. આશ્રમ તો હતો જ નહીં. મંદિર હતું. તેની બાજુમાં જ કલબ આવશે, એણે કહ્યું. એ ચોરીચપાટીથી બચવાના બંગાળી ઉપાયો સમજાવી રહ્યો હતો એટલે કંટાળીને એનાથી છૂટવા માટે અમે ચાલવા માંડ્યા. હવે અંદર ગામઠી રસ્તો. બેય બાજુ ઝૂંપડા જેવો ઘરો. અંધારાનો ઓથાર. સામેથી ચાલતા આવનાર દરેક માણસમાં ચોર જ દેખાય. સાઈકલ પર બેસીને, એક પગે ઊભા રહી અમને જોતા આદમીને જોઈને એવા જ વિચાર આવે કે આ ગુંડો રાતે ટોળી લઈને ત્રાટકવાનો. બે પાંચ જણા વાતો કરતા ઊભા હોય તો એમ લાગે કે કાલ વહેલી સવારે આ લોકો રસ્તા વચ્ચે આંતરશે. ચાલતા જ ગયા. આખરે પેલું મંદિર આવ્યું. પેલી કલબ પણ પાસે જ હતી. એ માત્ર બે નાની ખોલીનું મકાન હતું. એમાં ગામના જુવાનિયાઓ ભેગા મળીને ટીવી જોતા હતા. દસ વાગ્યા સુધી એમની ટીવીપૂજા ચાલશે એમ જાણવા મળ્યું. કલબનો મુકામ પણ રદ. મંદિરમાં ખુલ્લી પડસાળ હતી. શિયાળામાં થીજી જવાય. વિચાર કરવાને બદલે બીજું ટેન્શન ઊભું થયું. બધા બંગાળીમાં સમજાવવા માંડ્યા. અમારી સાથેનો માણસ બંગાળી જાણે. એ આ આપ્તપુરુષોની સાથે રકઝક કરવા લાગ્યો. એક મૂછાળો આદમી અમને જગ્યા બતાવવા લઈ ચાલ્યો. રસ્તે એક હાઈસ્કૂલ જોઈસરસ્વતી પાસેથી દિવસ રાત મજૂરી કરાવવી હોય તેમ આ સ્થાન અત્યારેય ખુલ્લું પડ્યું હતું. પરંતુ ટપુડાઓએ અહીં આવીને ભણવાની બાળહઠ છોડી દીધી હશે તેથી એ ઓરડા ખાલી હતા. અમે ત્યાં રહેવા તૈયાર થયા તો એ બાબુમોશાયે કહ્યું કે પરમિશન વિના ન રહેવાય. એ અમને પેલા બીજા મંદિર સુધી તાણી જ ગયો. ત્યાં સાધુઓ છે, તમને સારું રહેશે, એ બોલતો રહ્યો. ખાસ ધ્યાનથી જોયું, કોઈ ચોરી કરે તેવો માણસ સાથે નહોતો. શિયાળાની અંધારી સાંજે અમે મોટા ટોળાને લઈને એ મંદિર આગળ પહોંચ્યા. ત્યાં સાધુ કીર્તન કરાવતા હતા. ઊઠીને અમને જોયાસૌમ્ય રીતે હસ્યા અને એ જ સૌમ્યતાથી ના પાડી દીધી. એમને કહ્યું કે અમે સવારે નીકળી જશે, ત્યારે એમણે ન છૂટકે હા પાડી દીધી. એમ તકલીફ પૂરી થવાની નહોતી. અમને મળેલી જગ્યા સાવ ઉઘાડી હતી. માથે છત હતી એટલું જ. બહાર ખુલ્લા મેદાન પર ઘાસ પથરાયેલું. ઠંડી કડકડતી પડશે તે નક્કી હતું. ઓરડી એક હતી. તેમાં મહારાજ સાહેબની જગ્યા થઈ. બાકી બધા બહાર. અમે બેઠા તે પહેલાં તો Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ બંગાળીબાબુઓ સાથે ઊભા ઊભા માથાફોડ કરી તેનાથી નવા ચાર કિલોમીટર ચાલ્યા હોઈએ તેટલા પગ દુખી ગયા હતા. આખરે એ બધા ગયા. પ્રતિક્રમણ શરૂ થવાની ઘડીએ જ લાઈટ ગઈ. મંદિરની લાઈટે એક કલાક સુધી પોતાનો વિરોધ ઊભો રાખ્યો. ગામડાની અજાણ અને ખૂણાની જગ્યામાં ઘનઘોર અંધકાર છવાયો. હાથ કે નખ પણ ન દેખાય તેવો કાળો આડંબર જામ્યો. ગામડાનું અંધારું વધુ ઘટ્ટ હોય છે. માણસોએ એમની રીતે, એમના માટે અજવાળું કર્યું. સૂવા માટે આડા પડખે થયા ત્યારે પણ મંદિરના ઓટલા જેવા એ મકાનના દાદરે ગપસપ ચાલુ હતી. ગામના બિરાદરો અમને જોવા આવતા હતા. અંદરઅંદર અમારા વિશે ચર્ચા કરતા હતા. અહી ચારીસંજીવનીનો ન્યાય લાગવાનો નહોતો. કોરું કુતૂહલ હતું. છેક છેલ્લે એક કાકા આવ્યા હતા. પીઠ પર એનો અવાજ સંભળાતો હતો : ચલો. એમનું ટાબરિયું અમને જોવું રહ્યું. અમારી પાસે શું હતું ? દોરી પર સુકાતાં સફેદ કપડાં, એમની નજરે સફેદ પથારી (સંથારો), દંડાસન અને દાંડો, પાણી ભરેલી લાલ તરપણી. આ બધું જોવામાં એમને અચરજ થયા કરતું હતું. ચલો, બીજી વાર બાપા જરા જોરથી બોલ્યા. ટાબરિયાએ હા પાડી. એ ઊભું જ રહ્યું તે તો માથે ઓઢીને સૂવા છતાંય ખબર પડી. બાપા ત્રીજી વાર, ચલો-એમ બોલ્યા ત્યારે એ ટેણિયું પાછું ફર્યું. જતાં જતાં એ પાછું ઊભું રહી ગયું હશે એટલે બાપાએ હાથ ખેંચ્યો હશે, જોરથી બંગાળિયો બબડાટ સંભળાતો રહ્યો. આખરે શાંતિ થઈ. ઊંઘમાં ગરક થયા વિના છૂટકો નહોતો. ખુલ્લી જગ્યામાં ચોર આવીને કાંઈ ઉપાડી જાય તો ઊંઘમાં ખબર પડવાની નહોતી. જાગવું જરૂરી હતું. છતાં ઊંઘનું બળ વધુ હતું. રાતે એક વાગે ખબર પડી કે ઊંઘનું બળ કોક તોડવા માંગે છે. માથે ઓઢેલું તે ખસેડીને જોયું તો એક કૂતરું પોતાનો હક બતાવી, ઓઢવાનું ખેંચી રહ્યું હતું. એને ન છૂટકે ભગાવ્યું. ફરી ઊંઘ. ફરી એનો ભંગ. રડવાનો અવાજ. ભૂત હશે ? કે શિયાળ ? બેય જોખમી. હવે તો ઊઠવામાંય વીમો. અવાજ દયાપાત્ર બન્યો કે અવાજને કારણે અમે દયાપાત્ર ઠર્યા તે નક્કી થતું નહોતું. ધીમે ધીમે સ્પષ્ટ થયું. કૂતરું હતું, ને તે ગલુડિયાને લઈને આવી પહોંચેલું. એ બાળ ચતુષ્પદોએ અબાળ પરાક્રમ કરીને અમને બધાયને જાગતા જ રાખ્યા. દૂરથી સાચે જ શિયાળવાનો અવાજ આવતો થયો. આ બે ગલુડિયાં લાવનાર કૂતરું-માં હોવાથી રૂએ મેદાનમાં જઈ શિયાળવાની દિશા તરફ ભસવા લાગ્યું. અર્થાવગ્રહ પછી ઈહા થાય તેમ નિદ્રામાંથી તંદ્રા થઈ હતી. અપાય ટકી જાય ને ધારણા બને તેમ અનિદ્રા ટકી ગઈને જાગૃતિ બની ગઈ. ‘તસ્યાં જ્ઞાતિં' આ સૂત્રને આત્મસાત્ કરાવવા માટે એ કૂતરું એના બાબલાઓ સમેત જાગતું જ રહ્યું. સૂતેલાને જગાડવાનો ઉપદેશભાવ પણ એણે દાખવ્યો જ. આમ જ રાત પૂરી થઈ. સવારે નીકળ્યા. માગસર સુદ ચોથ : પલાશી મંદિરની ધર્મશાળા, ઓસરીમાં કપડાં સૂકાઈ રહ્યાં છે. થોડીવાર પહેલા અહીંની વિચિત્રતા જોવા મળી. બે તદ્દન નાની છોકરીઓ, ભાઈ સાથે ભીખ માંગવા નીકળી હોય, તેવી દેખાતી હતી, પાણીના ખાબોચિયા પર છવાતાં પાંદડાની જાળ એ હટાવવા લાગી. સાપ હતો તેમાં. એ ડર્યા વિના લાકડી ઠપકારીને જાળમાંથી સાપને ભગાડતી રહી. આટલી નાની ઉંમરે આવી હિંમત જોઈને અચરજ થયું. જાળ થોડી હટી એટલે ગંદુગોબરું ખાબોચિયું ખૂલ્યું. બન્ને છોકરી તેમાં વાંસના ટોપલા ઝબકોળવા લાગી. ટોપલામાં પાણી ભરાય, તડમાંથી નીતરી જાય. એ બેય ટોપલામાં હાથ ફંફોસે, ફરી ડૂબાડે, નીતારે અને હાથથી ટોપલામાં ખાખાખોળાં કરે. કશું ન મળ્યું. એનાથી હતાશ થયા વિના તેમણે લાલ રંગનું કપડું હાથમાં લીધું. કદાચ, તેમના બાપાનો ગમછો. પાણીમાં નાંખીને પહોળું કર્યું. બન્નેએ મળીને ચાર હાથે ઉપર લીધું. કાદવમાંથી પાણી નીતરી રહ્યું હતું તે જોઈ તે ખુશ થઈ. એ શું કરવા માંગતી હતી તે સમજાયું, ત્યારે આઘાત લાગ્યો. આઠ દસ વરસની માસૂમ છોકરીઓ માછલી પકડતી હતી. મોટી થઈને એ શું કરશે ? બીજો કિસ્સો પરમ દિવસનો. પાણી વાપરવા રોડની બાજુમાં તૂટેલી ભીંત પર અમે બેસેલા. પાસે જ મંદિર જેવું હતું. એક દેવીમૂર્તિ, એની પર છાપરું અને વાંસની પટ્ટીમાંથી બનાવેલી જાળી. અંદર દીવો, અગરબત્તી હતાં. બે નાના છોકરા આવ્યા. આઠમી કે નવમીમાં ભણતા હશે. એક અંદર ગયો. મંદિરનું માચીસ હાથમાં લીધું. એની પીઠ અમારી બાજુ હતી. શું કરતો હતો તે દેખાયું નહીં. એ પાછો ફર્યો ત્યારે દંગ થઈ ગયા અમે. મંદિરના માચીસથી એણે પોતાનાં મોઢામાં મૂકેલી બીડી સળગાવી હતી. મોટો થઈને આ શું નહીં કરે ? Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રભુવીરનો માહોલ માગસર વદ બીજ : રામપુર હાટ એ દેશ્ય નહીં ભૂલાય. હાથલારી પર બાઈનું મડદું પડ્યું હતું. દુકાન પાસે હાથલારી ઊભી હતી. હાથલારીવાળો પૈસા માંગતો હતો. મડદાનાં નામે પૈસા ઉપજાવી લેવાની નિર્ઘણ પદ્ધતિ હતી. અથવા ગરીબીના હિસાબે અંતિમ સંસ્કાર કરવાના પૈસા નહીં હોઈ તે માંગતો હશે. ગમે તે હોય, આ અસહ્ય હતું. ભરબજારે રસ્તા પર હાથલારી અને મડદું. મડદાની બાજુમાં નાની ટોપલીમાં પરચૂરણના સિક્કા પડતા હતા. હાથલારીની બાજુમાંથી પસાર થનારો ભડકીને દૂર ભાગતો, ભીખ માંગવાનો આવો તરીકો આજ સુધી નથી જોયો. કોઈ ના ન પાડી શકે. આખરે ભૂતના ડરથી પણ પૈસા છૂટે. અલબત્ત ભીખ માંગનારની, આ અસહ્ય લાચારી હશે. માગસર વદ ત્રીજ : શિકારીપાડા રસ્તો હાઈવે મૂકીને વળ્યો પણ ટ્રકની ધમધમાટી હાઈવે જેવી જ. ચારે બાજુ પથરા તોડવાના મશીન, પથરામાંથી કાંકરા બનાવીને વેચવાનો ધંધો, રસ્તા પર પાગલવેગે ટ્રકની કતાર ભાગે. કોઈ ખાલી, કોઈ ભરેલી. ડામરની સડક નાની. તેની બન્ને ધારે ધૂળિયા કેડી. ટ્રકના ટાયર તેના પરથી વહે, હવા પર ધૂળનો ગોટ ચડે. રોડથી થોડે દૂર ઊંચા ઝાડોની નીચે સફાઈકામ ચાલુ. સ્ત્રીવર્ગના નાના મોટા સભ્યો ઝાડું મારીને પાંદડાના ઢગલા કરે, જંગલમાં ખરતાં પાંદડાં તે વળી શા કામનાં હશે ? પાનમાંથી કોઈ વસ્તુ બનાવતાં હશે ? સાફસૂથરી જમીનનું કોઈ કામ હશે ? સમજાય નહીં. અવાજ આવતો રહે. પાંદડાં પર ખરાટો ફરે. પાંદડા એકી સાથે અવાજો કાઢે, ખડખડાટ થાય, ખોપડી હસતી હોય તેવા વિચિત્ર અવાજ, ટ્રકના મશીનની ઘરઘરાટીમાં ઢંકાઈ જાય. બહુ શિસ્તથી કામ ચાલે છે. ડોસી હોય કે પાંચ વરસની બેબલી હોય, બધા જ મચી પડ્યા છે. ટ્રક સામે નજર નથી. એકબીજા સાથે વાતો નથી કરતા. પાંદડાં સાથેનો રાધાવેધ ચાલી રહ્યો છે. સવારની ઠંડી એમને નડતી નથી. ચા પીધી નથી લાગતી. જળોની જેમ દરેક પાંદડાને ચૂસવાના હશે કે શું ? ન સમજાય. પરંતુ લાંબા વખતથી ન સમજાતું રહસ્ય, જયારે સમજાય ત્યારે આંચકો લાગે. ઝાડ પરથી ખરી પડેલાં પાંદડાં ભેગા કરીને એ લોકો ઘેર લઈ જાય. એ પાંદડાને આગ ચાંપવામાં આવે. સળગતા પાંદડાની ગરમી પર એ લોકો રસોઈ બનાવે. સગડી એમનાં નસીબમાં નથી. પેટનો ખાડો પૂરવા મજૂરી કરનારા ઘણા હોય છે. પેટનો ખાડો ગરમ રાખવા માટે પણ પાંદડા વીણનાર હોય છે, તેની શહેરમાં રહેનારને ક્યાંથી ખબર હોય ? માગસર વદ ચોથ : (ચાલુ રસ્તે) પશ્ચિમ બંગાળના બે તાલુકાના નામ છે વીરભોમ અને વર્ધમાન. એમ કહેવાય છે કે આ વિસ્તારમાં પ્રભુવીરના વિહાર થયા છે. રામપુર હાટથી સેથિયા જવાના રસ્તે જોગી પહાડ આવે છે. ત્યાં ખોદકામમાં સફેદ માટી નીકળે છે. સેથિયાના એક ભાઈએ અને શાંતિનિકેતનની બીજી એક સંસ્થાએ દસ-બાર વરસનાં સંશોધન પછી પૂરવાર કર્યું છે કે આ પહાડના વિસ્તારમાં જ પ્રભુવીરને ચંડકૌશિકે ડંખ માર્યા. પ્રભુવીરનું સફેદ લોહી આ ધરતી પર રેલાયું ત્યારથી અહીંની માટી સફેદ થઈ ગઈ છે. પ્રભુવીરનું લોહી થોડું જ વહ્યું હતું પરંતુ પ્રતિબોધ પામેલા ચંડકૌશિક પર ગોવાળોએ દૂધ, દહીં અને ઘી ઘણાં ઢોળેલાં તેનાથી મોટી સફેદ થઈ ન હોય ? આ તો અનુમાન છે. દર્શનશાસ્ત્રનું અનુમાન ભલે કોરું ગણાય. આ અનુમાનમાં તો ભીનાશ વર્તે છે. આખા રસ્તે દેવાર્ય છવાયેલા રહે છે. પ્રભુનો રાજકુમાર અવસ્થાની પછીનો અને ભગવાન અવસ્થાની પહેલાનો સમયખંડ-સાધનાકાળ તરીકે ઓળખાય છે. સાધનાકાળના પ્રસંગોનો પાર નથી. ચંડકૌશિકનો પ્રસંગ પોતાની અલગ કહાની ગાય છે. પ્રશ્ન જરા જુદી દિશાથી આવે છે : ગોશાળો સાથે થયો હોત તો Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રભુવીર ચંડકૌશિકને પ્રતિબોધવા આવી શકત ? અટકચાળો ગોશાળો ચંડકૌશિકની આગથી દાઝી જ મર્યો હોત. પછી ભગવાનને દઝાડી છ મહિના સુધી હેરાન કરવાનું ભવિષ્ય આકાર જ ના લેત. પ્રભુવીરની કરુણા એને બચાવત કંઈ રીતે, તે જિજ્ઞાસાએ મીઠી મૂંઝવણ જનમાવી છે. જો કે, આ વિસ્તારના ગોવાળો પાસે સાપની ભયાનક વાતો સાંભળીને ગોશાળો જાતે જ ભાગી છૂટ્યો હોત. આ રસ્તેથી નીકળીએ ત્યારે પ્રભુનાં પગલાંની આહટ સાંભળવા મન તલપે છે. ચંડકૌશિકના છેલ્લા ફંફાડાનો પડઘો ક્યાંક સચવાયો હોય તો તે શોધી કાઢવો છે. એ મહાસાપ ગયો પછી તેના લીસોટા કેમ નથી રહ્યા હજી ? એમ કહે છે, એ વિસ્તારમાં હજી વનરાજી ઉગતી નથી. ઝેરી દૃષ્ટિના લીસોટા આ રીતે તો રહ્યા જ છે. ગોશાળો ક્યા રસ્તે ભાગત તેની કલ્પના રમૂજ કરાવે છે. આખરે એક ચિરંજીવ અફસોસ મનમાં રહે છે. પ્રભુવીરનાં સાધનાકાળમાં માણસ તરીકે પ્રભુની સાથે આ ભૂમિ પર બે-પાંચ ડગલાં ચાલવાનું ભાગ્ય કેમ ના મળ્યું ? અરે, કોઈ વૃક્ષ થઈને ધ્યાનસ્થ પ્રભુનાં શિરે છાંયડો ઢાળવા મળ્યો હોત તો એ જનમ સુધરી જાત. ઊંચી પહાડીના કોઈ પથ્થરરૂપે જનમ મળ્યો હોત અને ભગવાન તે પથ્થર પરથી નીકળ્યા હોત તો એ એકેન્દ્રિય અવતાર સોનેરી બની જાત. આ વિસ્તારમાં ચારેકોર નાની-મોટી પહાડી આવે છે. તેની પર પ્રભુએ મહિનાઓ સુધી ધ્યાન ધર્યું હશે. વિહારમાં ન થાકનાર પગ અચાનક બંડ પોકારે છે. મારા વીરપ્રભુની આ વિહારભૂમિની રજેરજ સાથે લખલૂટ વાતો કરવી છે. હવે પછીના દરેક વિહારમાં આ જ તલાશ ચાલશે. અમરાપુર સવારે નદીનો પુલ આવ્યો. લાલ રેતીનો પટ ધુમ્મસની છાંટથી ઘટ્ટ લાગતો હતો. સામે છેડે પુલની નીચેથી પાણી વહેતું હતું. તદ્દન સ્વચ્છ પાણી. બહેતા પાની નિરમલા’ એમ આપણે બોલીએ છીએ, પણ ગટરનાં પાણી તો વહી વહીને વધારે ગંદા થાય છે. એ પાછાં નદીમાં ઠલવાય છે, ત્યારે વહેતી નદી ગંદી થાય છે. ગંદકી આખરે દરિયાને અભડાવે છે. દરિયો તો આમેય વહેતો નથી. એની ગંદકી સમજી શકાય. આ નદીના પાણી જોઈને જ ‘બહેતા પાની'નો દોહરો બન્યો હશે. પાણી સરકતું, ઉછળતું-ચાલતું હતું. તેનાં લાલ તળિયે રેતી સપાટ થઈ ગયેલી. વહેતા પાણીમાં પલાઠી વાળીને બેસો તોય છાતી સુધી ન ડૂબો. અમારે તો ચાલવાનું હતું. સ્વચ્છ પાણી જોઈને ફરી ભગવાન યાદ આવ્યા. ભગવાનનો વિહાર આવો જ સ્વચ્છ હશે. કોઈ ગંદકી નહીં, કોઈ બંધન નહીં અને રસ્તે મળે તેને ભીંજવવા સિવાય બીજું કોઈ કામ નહીં. દૂર નદીનો પટ પહોળો થતો હતો. પાણી ત્યાં ફેલાતું હતું. સૂરજનો તાજો પડછાયો એમાં પડ્યો હશે પણ દેખાયો નહીં. ભગવાન નથી દેખાતાતેનો રંજ એવો વજનદાર હતો કે સૂરજ જોવા ઊભા ન રહ્યા. જાણે આગળ ભગવાન મળી જવાના હોય, એ રીતે ચાલતા રહ્યા. માગસર વદ પાંચમ : હંસડીહા ભગવાનને ગોશાળો ગળે પડેલો. ગોશાળાનો આજીવક-સંપ્રદાય આજે રહ્યો નથી. પરંતુ ગોશાળાના ગળપડુ વારસદારો હજી પણ અહીં મળી રહે છે. રસ્તામાં એક બિહારી આદમી સાઈકલ લઈને આવ્યો. કહે : ‘પરનામ'. પછી પૂછે, “કહા ચલે.' મેં કહ્યું : ‘તુમ દારૂ પીકે આયે હો ? એના મોમાંથી વાસ આવતી હતી. એ કહે : ‘હમ દારૂ નહીં પિયે-હમ તો તાડી પિયે’ ગોશાળો ભગવાન સાથે આવી જ વાતો કરતો. ભગવાન કહે કાંઈ અને એ સમજે કાંઈ. મેં ચાલવાનું ચાલુ જ રાખ્યું તો એય ચાલવા લાગ્યો. દારૂની વાસ વિચિત્ર હતી. હું ભગવાન નથી કે ભગવાન જેવો નથી તે બરોબર યાદ હતું. એ ગૌશાળા જેવો હતો તે દેખાતું હતું. એને મેં કહ્યું : “દારૂ નહીં પીના ચાહિયે.’ એ કહે : “હમ તો ખજૂરી કે ઝાડ કા ખૂન પીતે હૈ. યે પીને સે હમારા શરીર બોત બડા હોગા.' ભૂલથી રેડિયોના બટન પર આંગળી પડે ને અચાનક સ્ટેશન બદલાય તેમ એણે બાત બદલાવી : ‘આપ તો ભગવાન હૈ. બમ બમ ભોલા. હમ સચ બોલતાય. હમારા મા ચોર થા, બાપ ચોર થા, હમ અચ્છા આદમી હૈ. બાબા, આપ કે સાથ હમ ચલેગા, યે હમારા સાયકલ ફેંક દંગા. આપકો પૈસા દેગા.' વચ્ચે એને ટપાર્યો તો એનું સ્પીકર ફૂલ વોલ્યુમમાં ચાલ્યું : ‘હમ તો હિમાલય ધૂમકે આયા હૈ. સબ દેખેલા હૈ, તુમ, બાબા હમ સે ડરતા હૈ. હમ કુછ નહીં કરેંગા. હમ ચેલા હો ગયા તુમ્હારા.” ગોશાળો તો નરકમાં છે, એના શબ્દો અહીંની હવામાં રમતા હોવા જો ઈએ. એણે ભગવાનને આમ સામેથી જ કહ્યું હતું. આ લઘુગોશાળો પીછો છોડવાનો નથી તે નક્કી થઈ ગયેલું. એણે ગોશાળાવાળી જ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પૂરનાર શિલ્પીઓ આજે રસ્તે આવેલી પાષાણનગરી જોઈ લેત તો એમના ટાંકણા ખૂણે મૂકી દેત. પથ્થરમાં પ્રાણ જોવા મળશે, તેય આજના રસ્તે, એવી કલ્પના જ નહીં. ૧૫ માંડી હતી. ‘યે સબ હમકો પહચાનતે હૈ.' એ રસ્તે ચાલતા માણસો તરફ હાથ લંબાવી કહેતો. ‘હમ કો કોઈ નહીં રુકાયેગા. હમરા બેટા હૈ, બેટી હૈ-હમરા વાઈફ હૈ-વો સબ ઉનકા ફોડ લેગા. હમ તો તુમારકો સાથ દેગા. રાસ્તા દિખાયેગા. હમને સબ દેખા હૈ.” કાંટો વાગે તે તરત ન કાઢીએ તો નવો સડો થાય. આ કાંટો તો પહેલેથી સડેલો હતો. રસ્તામાં એક ધાબા પાસે બેસેલા ભાઈઓને કહ્યું. એ લોકો ભાગતા આવ્યા. એ લઘુગોશાળો કહે-“હમ બાબા કો પરનામ કરને આયે હૈ, તુમ તમારા કામ કરો. હમ પોલીસ કો બોલેગા.’ આખરે એને બધાએ મળીને રવાના કર્યો. સામસામી ગાળાગાળીઓ તો થઈ જ, અમે મારવાની ના પાડી હતી. નહીં તો એ ગોશાળાની જેમ માર ખાત. એને રવાના કરતી વખતે કોઈ ભાઈએ અમારી માફી માંગી અને કહ્યું : બાબાજી, આપ હમે ક્ષમા કરના. દિલકો મત દુખાના. હમ ઈસકો ભગા દેતે હૈ, સબ લોગ અચ્છ નહીં રહતે, બાબાજી. આપ ગલત મત સોચના.” લઘુ ગોશાળાને ભગાડડ્યા પછી એ લોકો અમારી સાથે ચાલતા આવવાના હતા. કહે : ‘રાતે મેં ફિર મિલા તો ફેંક દેગે ઉસકો.’ અમે ના પાડી. એમણે ફરી માફી માંગી. એ કહે : આપ તો ભગવાન હો. અમે કહ્યું : ભગવાન તો સબસે મહાન હૈ. એમની પાસે દલીલ હતી : ‘લેકિન ભગવાન આપકી હી સૂર્નેગા, હમારી નહીં. આપ હમે માફ કર દેના.” એ લોકોને ધન્યવાદ આપી અને ચાલ્યા. એ લઘુગોશાળો ભૂલાશે નહીં. પીળી આંખો, મેલાં કપડાં, ધૂળિયા વાળમાં લટકતું ઘાસ, મોટો અવાજ અને કાળી ચામડી. બે કલાકના સાથમાં જ અમે તો થાકયા. ભગવાને સાચા ગોશાળા સાથે જિંદગીભર કેવી રીતે પનારો પાડ્યો હશે ? ભગવાનની કરુણા એક અંશરૂપે ગોશાળાની આસપાસ રહી. એણે કરુણા સારી રીતે ના ઝીલી એટલે એનો વિશાળ સંપ્રદાય ભૂંસાઈ ગયો. માગસર વદ સાતમ : શ્યામ બજાર શિલ્પીઓને આપણે ખોટો જશ આપીએ છીએ. પથ્થરોમાં સૌંદર્ય મદમસ્ત ગુંડાઓના ઝૂંડ જેવા એ પથ્થરોના ગંજ હતા. નિસર્ગનું સહજ સ્થાપત્ય આપખુદમાં જ ઉન્મત્ત હતું. જમીનમાંથી માથું ઊંચકીને એ પથ્થરો બહાર નીકળી આવ્યા હતા. જમીનમાં હોય તેવી ખેતીની લાયકાત તેમનામાં નહીં. પરંતુ હજારો વરસોથી ઝઝૂમવાની તાકાત તો એમનામાં જ હતી. ધરતી તો ધોવાઈ જાય. પથ્થરો અડીખમ રહે. એક ખેતરમાં પાષાણરત્ન કૂર્મરાજ જેવી પીઠ બહાર રાખી હતી. થોડીવાર છાનામાના ઊભા રહીશું તો, સસલાને હરાવનારું આ મંદગતિ પ્રાણી ચાલવા માંડશે તેવો જ વિચાર આવે, એક પથ્થરમાં આડી તિરાડ પડી હતી, તે છેક જમીનની સરસાઈ પર. તેના સ્વયંભૂશિખરની નીચે બે ગોબા પડેલા હતા. આ ગોબા અને પેલી તિરાડ વચ્ચે એક ઊભો કાપ પડ્યો હતો. બાળવાર્તાના રાક્ષસની ખોપડી જેવો એનો ચહેરો. તિરાડ તે પહોળું મોટું , કાપ તે લાંબુ નાક, ગોબા તે કોડા જેવી આંખો. એકબીજાની પીઠ પર ઢળીને ગર્દી કરનારા પથ્થરોને જોઈને અવાફ થઈ જવાય. ઘોડાનાં ડાબલાં ધણધણાવી મૂકે તેવા મજબૂત પથ્થરો પર માથું અને આખું શરીર ટેકવીને આડા પડો તો ઊંઘ ચડી જાય. પથારીને તડકે મૂકો. આ કાળમાં અનશન થતા હોત તો અહીં ભીડ થાત. ‘આ રસ્તે પ્રભુવીર નીકળ્યા હશે. કેટલાય દિવસો સુધી ધ્યાન ધરી પ્રભુએ આ ગરીબ પાષાણોને હૂંફ આપી હશે. પ્રભુએ ધ્યાન પૂર્ણ કરીને વિહાર કર્યો હશે ત્યારે આ પથ્થરોમાં હાહાકાર મચ્યો હશે. મહાગિરિ મેરુના અંગેઅંગ ધ્રુજાવનારા પ્રભુ એમની વચ્ચે સ્થિર રહ્યા તે એમને સમજાયું નહીં હોય. પોતાના સાથીદારની જેમ જ હાલ્યા ચાલ્યા વગર સ્થિર રહેતા આવડી ગયું હોય તો આ રીતે શરીરને ઊંચકી ફરવાનો શ્રમ લેવાથી પ્રભુને શું મળતું હશે. અમને સાથે લેતા જજો, પાછા આવો ત્યારે અહીં ઊભા રહેજો , આવા કાલાવાલા તેમણે કર્યા હશે. પ્રભુનું સંડાસચારી સ્મિત જોઈને તેમણે પ્રભુના પાછા આવવાની આશા બાંધી હશે. અઢી હજાર વરસેય એમની આશા અતૂટ છે. અમને જોઈને એ પથ્થરો મનમાં શું વિચારતા હશે ? સોચતા હશે : “ચાલતા તો બધાને આવડે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્થિર ઊભા રહેવામાં આપણા ભગવાનની તોલે કોઈ ન આવે. આ બધા તો એક કલાક પણ ઊભા ન રહી શકે. પેલી બાજુના પથ્થરો અંદર અંદર શું વાતો કરે છે? આ જમાનો કેવો આવ્યો છે ? આપણા ભગવાને આજ્ઞા કરી હતી કે છ માસથી વધુ ઉપવાસ ન થાય. આ લોકો તો હવે પોતાની રીતે બસો ને અઢીસો ઉપવાસ કરે છે. છાપામાં લખાવે છે કે ભગવાનનો રેકોર્ડ તૂટી ગયો. ભગવાનના તે કદી વાદ થતા હશે. તમારામાં તાકાત હોય તો ભગવાનની જેમ આખી રાત ઊભા રહીને, આખો દિવસ ઊભા જ રહીને ત્રણ દિવસ ઉપવાસ કરી બતાવો. ગાભાં નીકળી જશે તમારા રેકોર્ડના, હા. તમે ક્યા અમારા ભગવાનના ઉપવાસ નજદીકથી જોયા છે. તમે તો નાહક જ ભગવાન સાથે સ્પર્ધા માંડો છો, શરમ નથી આવતી ?' ભોળા પથરાઓની લાગણી અંતરને સ્પર્શી જાય છે. ભગવાન અહીં પધાર્યા હશે તેવી ધારણા મજબૂત થાય છે. શ્રી ચંપાપુરી તીર્થ માગસર વદ નોમ : ચંપાપુરી અમે કોઈ શહેરમાં નથી તે સારું છે. આજે અડધી રાતે ગાંડપણનો વાયરો વાશે. લોકો નાચશે, કુદશે, ચીસો પાડશે, ખીખવાટા કરશે. ૩૧-૧૨૯૯ની રાત મિલેનિયમ નાઈટ તરીકે ઉજવાશે. ધર્મ કે ભગવાનનાં નામે આટલો ઉલ્લાસ કોઈ અનુભવતું નથી. આસ્તિક દેશ, આર્યદેશ અને ધર્મભૂમિ ગણાતું ભારત અંગ્રેજપરસ્ત થઈ ચૂકયું છે, તેનો પુરાવો દર ૩૧ ડિસેમ્બરે મળે છે. આ વરસે તો હદ થઈ ગઈ છે. જિસસ ક્રાઈસ્ટ એટલે કે ઈસુનાં નામે ચાલતી સંવતની દર વરસે ઉજવણી થાય છે. વીર સંવતના તો કાંઈ ભાવ નથી પૂછતું. વિક્રમ સંવતુ હજી થોડા વધારે અંશે પંચાગોની તિથિ સાથે ચાલે છે. ઘડિયાળના કાંટે જીવવાનું કલ્ચર શરૂ થયું, ત્યારથી તારીખોએ માથું ઉચકર્યું છે. હવે આ તારીખની ગરદન ઝૂકાવનારું કોઈ રહ્યું નથી. ૩૧-૧૨-૯૯ની આખી રાત તારીખની આરતી ચાલશે. અમે ચંપાપુરીની તીર્થભૂમિમાં છીએ. એથી ઝંઝાળોના ઘોંઘાટ નહીં સાંભળવા પડે. જો કે કાલ સવારે ૧-૧-૨૦OOની ઉજવણી માથે ઝીંકાય તો નવાઈ નહીં. શતાબ્દી અને સહસ્રાબ્દીનો પ્રથમ દિન ધડાકાભેર ઉજવાતો હશે. ત્યારે કાનને પડદો થોડી દેવાશે ? આ ભાગલપુરનાં પાડોશી ગામમાં સવાલ બીજો એ થયા કરતો હતો કે આપણને પ્રભુ વીરની સહસ્રાબ્દી યાદ આવે છે ? અલબત્ત, આ રીત નહીં પણ આધ્યાત્મિક સ્તરે. આ સવાલ ખેંચવાનો જ. પોષ દશમી : ચંપાપુરી સવારે ઠંડી સાથે ધુમ્મસ પણ ખૂબ હતું. જિનાલયનાં શિખરો ધૂંધળાં થઈ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ગયાં હતાં. હાથ ઠરી ગયા હતા અને આંગળી તો જાણે હિમ. ચંપાપુરીના ઇતિહાસ પર સૈકાઓનું ધુમ્મસ પથરાયું છે. અપારદર્શી જવનિકાની પાછળ છૂપાયેલા અગણિત પ્રસંગો દેખાતા નથી. માત્ર અંદાજ બાંધવાનો. ગઈકાલે અહીં આવ્યા ત્યારથી મનમાં સરવાળા અને ગુણાકાર ચાલે છે. વત્તા થાય છે કશુંક, ગુણ્યા થાય છે, કશુંક. પરંતુ બરાબર-નામનો અંત નથી આવતો. ચંપાપુરી, શ્રીવાસુપૂજ્ય ભગવાનની પંચકલ્યાણકભૂમિ. ભારતનું આ એક માત્ર તીર્થ છે, જ્યાં એક જ નગરીના ફાળે એક જ પરમાત્માનાં પાંચે પાંચ કલ્યાણક આવ્યાં છે. અડધો વીઘા જમીનમાં પાંચેય કલ્યાણકનાં નાનાં-મોટાં મંદિર છે. આ ચંપાપુરીએ પાંચ વાર દુનિયાભરને અવર્ણનીય પ્રમોદ આપ્યો. નારકોનેય પાંચ વખત સુખસંવેદનની ઝલક આપી. ઇન્દ્રમહારાજાએ આ નગરી તરફ સાત આઠ ડગલાં ભરીને શક્રસ્તવ ગાયું હતું, પોતાના આડંબરી દરબારમાં આ નગરીના એ અતીતખંડે ઇન્દ્રનું આસન ધ્રુજાવ્યું હતું અને આ નગરી તરફ પ્રયાણ કરવાનો આદેશ ગુંજાવતો સુધોષા ઘંટ ગાજ્યો હતો. (આ લખવાની ક્ષણે જિનાલયમાં શંખધ્વનિ થઈ રહ્યો છે અને ઝાલર વાગી રહી છે, કેવો યોગાનુયોગ ?) દેવતાઓની આલમ મદહોશ બનીને આ નગરીના આકાશ પર ઝૂમી હતી. અહીંથી મેરિંગર તરફ પંચદેહધારી શક્રનું ગગનપંથે પ્રયાણ થયું હતું. આકાશના તારા ઢંકાઈ ગયા હતા. શ્રી વાસુપૂજ્યકુમારનું બાળપણ અને યૌવન અહીં, આ નગરીમાં જીવંત દંતકથાની જેમ ચર્ચાયું હતું. આ નગરીમાં નવલોકાંતિક દેવોએ જયજય નંદાનો ઉદ્ઘોષ કર્યો હતો અને પ્રભુનાં વર્ષીદાનનો મેઘાડંબર એક વરસ સુધી અવિરત ચાલ્યો હતો. પછી આ નગરીની ભાગોળમાં રાજપરિવારના અફાટ આક્રંદ થયા હતા. અને એક દિવસ દેવદુંદુભિ ગાજી હતી. આખી ચંપાપુરી કદાચ, એ જ ભાગોળના રસ્તે ચાલીને સમવસરણમાં ઉભરાઈ હતી. સોહામણા રાજકુમાર અને શૂરવીર રાજા તરીકે જેમને નમસ્કાર કરેલા તેમને હવે ભગવાનનાં સ્વરૂપે સૌએ વંદન કર્યા હતા. ગણધરોને ત્રિપદી મળી હતી અને તીર્થની સ્થાપના થઈ હતી. ભગવાનનાં પગલાં આ નગરીનાં આંગણે થયાં હતાં. અહીં મહામાર્ગ પર સોનેરી કમળો સરકતાં રહેતાં અને પ્રભુના પગ તેની પર મૂકાતાં. રાતા વર્ણનો પ્રભુદેહ સોનેરી કમળમાં પ્રતિબિંબ પામીને કોઈ અલૌકિક તેજ ધારી લેતો હતો. વરસો વીત્યાં હતાં. સાધુ-સાધ્વી ૨૦ શ્રાવક-શ્રાવિકા ભારતના ખૂણે ખૂણે સુધી વિહરતાં થયાં. પછી પાંચમી વાર દેવો આવ્યા હતા. ચંપાપુરી હવે સ્તબ્ધ હતું. ભગવાને એક દિવસ જેમ ચંપાપુરીનું રાજ્ય છોડી દીધું તેમ તે દિવસે ભગવાને પોતાનું સુંદર શરીર છોડી દીધું હતું. દીક્ષા લેતાં પહેલાં વર્ષીદાન આપીને ભગવાને એક વરસ સુધી સૌનાં મનને વિદાય માટે તૈયાર કરી દીધા હતા. આ ચિરવિદાય પૂર્વે કોઈ ચેતવણી કે અંદેશો જ ન આપ્યો ! આશ્ચર્ય. લોકો રોયાં હતાં. તે દિવસે ચંપાપુરીનું આકાશ વાદળાઓ સાથે ફાટ્યું હતું. હજારો ને લાખો વિરહાર્દ ભક્તોએ પ્રભુ સાથે નિર્વાણ પામેલા છસ્સો મહાત્માઓની અનુમોદનાભરી ઇર્ષ્યા કરી હતી : એ સૌ ફાવી ગયા, અમે રહી ગયા. આજે વી૨સંવત્ ૨૦૫૬ના બીજા મહિને, ભરશિયાળે ચંપાપુરીમાં શું ચાલે છે ? ભાગલપુરી શાલનાં કારખાનાની ખટાખટ, ધુમાડા ઓકતી ગાડીઓની દોડાદોડ, ટ્રેઈનના ભોંગા, હોટેલો અને સ્કૂલો અને બજાર અને ડામરિયા રસ્તા અને ઉઘાડી ગટરો અને ઝૂંપડપટ્ટી અને સપ્તરંગી માણસોનો કોલાહલ, હિંદુમંદિરો અને મસ્જિદો, ચંપાપુરી પર આ બધું ચાંથી આવી ગયું તે નથી સમજાતું. પ્રભુનાં પગલાથી સતત ફૂલાતી રહેલી અહીંની ધરતીના પાટિયાં તૂટી ગયાં છે. અને છાપરાં ઉડી ગયાં છે. પંચકલ્યાણકનો વિશ્વવ્યાપી માહોલ આજે લંબચોરસ જમીનના મોટા ટુકડા પર સીમિત થઈ ગયો છે. મનને આ મંજૂર નથી થતું. મન બંડ પોકારે છે. એ આકાશમાં અડધી રાતે તાકે છે, જુગજૂના તારલાઓ વચ્ચે પ્રભુનાં ચ્યવનકલ્યાણક અને જન્મકલ્યાણકનાં નક્ષત્રોની ઝાંખી નથી જડતી. એ ચંપાનદીનાં ઘાસમઢેલાં તીર પર છલાંગ ભરીને આમતેમ ખાખાખોળા કરે છે. સમવસરણનો નાનોસરખો આભાસ જડતો નથી. જમીનસરસું જડાઈને એ માલકૌંસ સાંભળવા આંખ મીંચીને ધ્યાન ધરે છે. એનાં માથે શૂન્યતા અફળાય છે. કોઈ વિશાળ મેદાન શોધીને એની ધૂળમાંથી એ પ્રભુનાં નિર્વાણ પછીની અગ્નિશમ્યાની રાખ શોધે છે. એની આંખો ખરડાઈ ઊઠે છે. એને કશું જડતું નથી. ચંપાપુરીનાં પંચકલ્યાણકમંદિરમાં જઈને એ પ્રભુને જાણે ઠપકો આપે છે : પ્રભુ, આ શું ? આપના કોઈ અંશનો અનુભવ કશે થતો નથી. બધી જ માયા આમ સમેટી લીધી ? પ્રભુ એને કહે છે, ‘ભઇલા, મારી સામે જંપીને બેસ. તને મારા અંશનો નહીં, ખુદ મારો Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જ અનુભવ કરાવું.' મન અવાચક થઈ બેસી રહે છે. પાંચેય કલ્યાણકનાં પગલાં અને જિનબિંબોમાં એ રમમાણ બને છે. સમયનાં બંધન ઓગળી જાય છે. એમ લાગે છે મનને કે પ્રભુ અહીં સાક્ષાત્ છે. તરંગી અને તોરીલું મન આ સ્થળે શાંત અને નમ્ર બની જાય છે. પંચકલ્યાણકનું સંગમતીર્થ એની બધી વ્યથા શમાવી દે છે. માગસર વદ અગિયારસ : ચંપાપુરી ઢળતા સૂરજનું અજવાળું જિનાલયના કળશ પર ઝગમગે છે. સોનેરી તેજરેખાઓમાં અગણિત કથાઓ મુખરિત બને છે. મંદિરનાં શિખરો વાદળ સાથે વાત કરે છે એવાં વર્ણનો આપણા લેખકો લખે છે ને આપણે વાંચીએ છીએ. આ શિખર તો ઇતિહાસ સાથે વાતો કરે છે. ગોશાળો, તેજોલેશ્યાનો દુષ્ટ નાયક. વનવાસી, તાપસયોગીની મશ્કરી કરી તેના બદલામાં એણે તેજોલેશ્યાને પોતાની તરફ આવતી જોઈ. હવામાં ઊડતા આગના ભડકાથી બચવા તે પ્રભુ પાસે દોડ્યો. પ્રભુની આંખમાંથી તત્કાળ અમૃતની ધારા વરસી. ગોશાળો બચ્યો. એને તેજોલેશ્યા સાધવાનું મન થયું. ભગવાન પાસેથી વિધિ જાણી. મુદ્દાની વાત એ થઈ કે ગોશાળાને તેજલેશ્યાનું પ્રથમદર્શન એ તાપસે કરાવ્યું. કોણ હતો એ તાપસ ? એ હતો ચંપાનગરીની સુપ્રસિદ્ધ વેશ્યાનો દીકરો. ચંપાપુરી અને રાજગૃહીની વચ્ચે ગોબરગ્રામ હતું. ત્યાં ગોશંખ નામનો ભરવાડ રહે. તેની પત્ની વંધ્યા. રસ્તામાં એક બાળક જડી ગયો. એને પોતાનાં ઘેર લાવી તેમણે મોટો કર્યો. એ દીકરો ઘીનું ગાડું લઈ ચંપા આવ્યો. ત્યાં એણે પ્રસિદ્ધ વેશ્યાગૃહમાં જઈને એક વેશ્યા સાથે સમય નક્કી કર્યો. ગામઠી માણસોને સંસ્કાર શાના? પોતાના ઉતારે નહાઈ ધોઈને એ તેને મળવા ચાલ્યો. રસ્તામાં તેનો પગ ગંદકીથી ખરડાયો, તેને ખબર ના રહી. ખબર પડી ત્યારે તે રસ્તે ઊભેલા વાછેરા પર પગ ઘસી સફાઈ કરવા લાગ્યો. આ વાછેરું મનુષ્યની ભાષામાં કહે, પોતાની માને : ‘આ ગંદો મારા ડિલે પગ લૂછે છે.’ ગાય બોલી : ‘એ તો સાવ ખરાબ છે, એ પોતાની માતા સાથે ગંદી રમત રમવા જાય છે.’ એ યુવાન ૨૨ ચોંક્યો. પશુની માનવભાષાથી અને પોતે વેશ્યાપુત્ર છે તે જાણવાથી. વેશ્યા પાસે જઈને તેનો ભૂતકાળ પૂછ્યો. વેશ્યા વાત ટાળવા લાગી. આ ભાઈએ બમણા પૈસાની લાલચ આપી. વેશ્યાએ કહ્યું ‘હું ગર્ભવતી હતી ત્યારે મારા પતિને મારી નાંખી, ચોર લોકો મને ઉપાડી જતા હતા. હું ગભરાઈ ગઈ. પ્રસૂતિ થઈ ગઈ. બાળક લઈને હું ચાલી ન શકી. ચોરલોકોની ધમકીથી ડરીને મેં નવજાત બાળ જંગલ વચ્ચે છોડી દીધું. હું ચોરો સાથે અહીં ચંપાપુરીમાં આવી. મને ઊભી બજારે મોંઘા દામથી વેંચવામાં આવી. મને વેશ્યાએ ખરીદીને પોતાના ધંધામાં જોતરી દીધી. વાત સાંભળીને તરત આ યુવાન ઘેર ગયો. મા-બાપ પાસેથી જવાબ માંગ્યો. મા-બાપે ખરી વાત કહી. આ યુવાને એ વાત વેશ્યાને જઈને કહી. વેશ્યા ખાખ જેવી થઈ ગઈ, પોક મૂકીને રડવા માંડી. ચંપાપુરીમાં એ વેશ્યામાતાનાં આંસુએ કેટલી તીવ્ર ગૂંગળામણ અનુભવી હશે. દીકરો જાણે છે કે મા વેશ્યા છે, માની વેશ્યાગીરીનો ઘરાક દીકરો જ બને છે, માએ ભૂતકાળમાં દીકરાને રઝળતો મૂકી દીધેલો તેનો રહસ્યસ્ફોટ થાય છે. યુવાનનાં મનને કારમો આઘાત લાગે છે. માતાને છોડાવીને તે તાપસ દીક્ષા લેવા નીકળી પડે છે. ચંપાપુરીના મારગ પરથી ચાલ્યા જતા એ ભરવાડના ચહેરા પર વિરાગ પ્રસર્યો છે. એના મૂળમાં વ્યથા છે. માતા વિધવા છે તેની અથવા માતા વેશ્યા છે તેની. જનમ થયો તે વખતે જ પિતાનું ખૂન થઈ ચૂક્યું હતું. થોડીવાર પછી એ રસ્તે રઝળતો હતો. પછી એ ભરવાડનો પર્યાય પામ્યો. આજે ફોડ પડ્યો કે એની માતા તો વાંઝણી છે. કેવો વિરોધાભાસ ? વિધવા, વેશ્યા ને વાંઝણીમાતાનો એ દીકરો. કોઈ માએ એને સાચી હકીકત ના કહી. સાચી હકીકત વાછેરાની માએ કહી. ચંપાપુરીના બજારમાંથી નિર્લેપ ભાવે એ નીકળી ગયો. પોતાની બેય મા પાછળ મૂકી દીધી તેણે. એ તાપસ બન્યો. એક દિવસ ગોશાળાની તેજોલેશ્યાનો એ પ્રેરણાગુરુ બન્યો. પ્રભુએ વિદ્યા આપી, તાપસે તે પૂર્વે વિચિત્ર રીતે પ્રેરણા આપી. તેજોલેશ્યાનાં સર્જનમાં ચંપાપુરીનું નામ જોડાયું છે તે કોણ માનશે ? ચંપાપુરી આવા જ બીજા એક સંતાનની નગરી છે. કુન્તીનો દીકરો અને રાધાનો કુંવર કર્ણ આ નગરીનો રાજા હતો. હસ્તિનાપુરમાં રાજકુમારોની પરીક્ષા Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૪ લેવાઈ તે વખતે કર્ણે અર્જુનને ઝાંખો પાડી દીધો. ભીમે કર્ણનું અપમાન કર્યું. રાજ્યનો વારસ ન હોવાને લીધે કર્ણને ચૂપ થવું પડ્યું. તે વખતે હસ્તિનાપુરનો સૌથી મોટો રાજકુમાર દુર્યોધન કર્ણ પાસે આવ્યો. તેણે કર્ણને અંગદેશનો રાજા બનાવ્યો. અંગદેશની રાજધાની હતી આ ચંપાપુરી. આજે પણ આ વિસ્તાર અંગદેશ તરીકે ઓળખાય છે. ચંપાપુરીમાં આજે કર્ણકોટ છે, ભાંગીને ખંડેર થઈ ગયેલી છૂટીછવાઈ ભીંતો. આ ચંપાપુરી ન મળી હોત તો, તો મહાભારતનો ફેંસલો વગર યુદ્ધ આવી ગયો હોત. મહાભારતનાં ભીષણ યુદ્ધમાં કર્ણની હાજરીએ હોનહાર કટ્ટરતા ભરી હતી. કર્ણ કૌરવસેનાનો પ્રાણ હતો. આ ચંપાપુરીએ બીજું શું શું જોયું છે ? એણે પ્રભુને અડદના બાકળાથી પારણું કરાવનારી ચંદનબાળાને રાજકુમારી વસુમતીનાં રૂપમાં જોઈ.ચંપાપતિ દધિવાહન અને મહારાણી ધારિણીની એ દીકરી. શતાનીકે ચંપા ભાંગી ત્યારે માદીકરીને એક સાંઢણીસવાર ઉઠાવી ગયો હતો તે દેશ્ય આ ચંપાપુરીની આંખો સામે હજી તરે છે. આ અપહરણ ન થયું હોત તો ચંદનબાળા કોશાબીમાં ધનાવહ શ્રેષ્ઠીનાં ઘેર પહોંચી હોત ? એના હાથે વિટ રીતે પ્રભુનું પારણું થયું હોત ? પ્રભુને પારણું કરાવવા માટે ચંદનબાળાએ માથાના વાળ જ નથી ગુમાવ્યા. બબ્બે ખૂબ પહેલાં, પિતા અને માતા એમ બન્ને ગુમાવ્યા છે. નિયતિનો આ જ અનુક્રમ હશે. અહીં હવામાં ધૂળ ઊડે છે, ત્યારે સમય બહુ પાછળ સરકી જાય છે. મહાભારતના યુદ્ધ માટે કર્મે અહીંથી જુસ્સાભેર પ્રયાણ કર્યું હતું. એના રથનું અંતિમ પ્રયાણ આ નગરીના મારગ પરથી થયું હતું. નગરીના લોકોને ઉદાર અને દાનવીર કર્ણરાજ બહુ ગમતો. એના રથને લોકો દૂરથી ઓળખતા. એ રથના અશ્વોનો હેષારવ, એની ધ્વજા અને રથનાં ચક્રોથી ઊડતી ધૂળથી આ નગરીને નશો ચડતો. પ્રયાણના દિવસે તો આખું નગર વળાવવા ઊમટ્યું હશે. બધાએ કર્ણરાજાના પાછા આવવાની ખૂબ રાહ જોઈ હશે. જિંદગીમાં પહેલીવાર કર્ણરાજાએ એમને હતાશ કર્યા હશે. કર્ણવધના સમાચારથી આ નગરીનાં આંસુ થીજી ગયા હશે. પોતાના તેજસ્વી રાજાને વધાવવાના અધૂરા અરમાન એમનાં અંતરમાં ખંજરની જેમ ભોંકાયા હશે. કુરુક્ષેત્ર પર મરણ પથારીએ પડેલા કર્ણની ધ્રુજતી આંખોમાં પોતાના પ્યારા ચંપાપુરીવાસીઓની યાદ ઘેરાઈ હશે. ચંપાપુરી એ ખંડિત સ્વપ્નોની અભિશાપિત નગરી છે. બાળરાજા શ્રીપાળને લઈને તેની માતાને અહીંથી જ ભાગવું પડ્યું હતું. શ્રીપાળ પણ પોતાની માતાથી વિખૂટો તો પડ્યો જ. (ચંપાપુરીના કથાનાયકોને માતાના વિયોગનું વરદાન મળ્યું હશે ?) એને કોઢ થયો, મટ્યો. ધવલ શેઠનાં વહાણો દ્વારા એ પોતાની અસ્મિતાનો સર્જનાહાર થયો. આખરે આ ચંપાપુરી પર હુમલો કરી તેણે કાકા અજિતસેન રાજાને કારમી હાર આપી. એ ગમખ્વાર લડાઈને આ ચંપાપુરીએ પોતાની છાતી પર આગળ વધતી જોઈ છે. ચંપાપુરીનો ખોટો રાજા હાર્યો ને ચંપાપુરીનો સાચો રાજા જીત્યો. ચંપાપુરી જીતી. આ ચંપાપુરીનાં આંગણે પરમ સત્ત્વશાળી સુદર્શન શેઠ અને મહાસતી સુભદ્રાની પરીક્ષા થઈ છે. ચંપાપુરીએ કટોકટી ઘણીવાર જોઈ છે. એમાં ને એમાં જ કદાચ, એણે પોતાનું સૌન્દર્ય ગુમાવી દીધું છે. આજે ચંપાપુરી તીર્થ છે, પરમ પવિત્ર આરાધનાભૂમિ છે. પણ અહીં કોઈ નગરી નથી. માગસર વદ બારસ : તિલકપુર ચંપાપુરી જિનાલયના બે વિભાગ છે. એકમાં મૂળનાયક શ્રી વાસુપૂજય પ્રભુ બિરાજે છે. તેની ઉપર ચૌમુખી ભગવાન છે, પહેલા માળે ત્યાં રંગમંડપમાં ચંપાપતિ શ્રીપાળ રાજાની ચિત્રકથા છે. આ જિનાલયમાં એક બંધ ભોયરું છે. તેમાં ગુપ્ત માર્ગ છે. બીજા વિભાગમાં પંચકલ્યાણક મંદિર છે. મૂળનાયકનું મોક્ષકલ્યાણક છે. રંગમંડપના ચાર ખૂણે બાકીના ચાર કલ્યાણક, આટલી સુંદર આયોજના કયાંય જોવા ન મળે. મૂળનાયકની નીચે ભોંયરામાં પ્રાચીન પગલાં છે. બહાર બગીચામાં સતી સુભદ્રાનો કૂવો છે. અમે રોકાયા હતા તે દરમ્યાન ભાવનગરથી છ બસ આવી હતી. સાંજે સવા પાંચે, સૂર્યાસ્ત સમયે યાત્રિકો કેસરપૂજા કરતા હતા, પૂજારી ના પાડતો હતો, સાંભળતું નહોતું કોઈ. તીર્થક્ષેત્રોની આ કરુણતા રહી છે. યાત્રિકો ઉદંડ બની જાય ત્યારે પૂજારી લાચાર બની જોયા કરે. કયાંક વળી પૂજારી ઉદંડ બની જાય, તો યાત્રિકો લાચાર બની જોયા કરે, Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તીર્થયાત્રા એ ફટાફટ પતાવવાની પ્રવૃત્તિ નથી. ધીરજ અને શાંતિ જોઈએ. ઓછા સમયમાં વધુ લાભ લેવાની વ્યાપારી મનોવૃત્તિને લીધે બસો વધુ ને વધુ તીર્થોની યાત્રા સુધી પહોંચાડે છે. ભગવાન સુધી નથી પહોંચાતું. આપણી અને ભગવાનની વચ્ચે પડદો આવી જાય છે. અવિધિ અને આશાતનાનો પડદો. અહીંથી ભાગલપુર નજીક છે. ત્યાંના જિનાલયમાં તીર્થભૂમિ શ્રી મિથિલાથી લાવેલા શ્રી મલ્લિનાથ ભગવાનનાં પગલાં છે. મિથિલાતીર્થ તો વિચ્છેદ ગયું છે. પગલાનાં દર્શન કરી તીર્થસ્પર્શનાનો લાભ મેળવી લીધો. અમારી કલ્યાણકભૂમિની પ્રથમ સ્પર્શના ચંપાપુરીમાં થઈ. બીજા તીર્થો હવે આવશે. પહેલું કલ્યાણકતીર્થ પંચકલ્યાણકભૂમિ છે તે મોટા આનંદની વાત થઈ. જીયાગંજ, અજીમગંજ માગસર સુદ આઠમ : જીયાગંજ ગઈ કાલે સાંજે જીયાગંજ આવી ગયા છીએ. વચ્ચે લાલબાગ રોકાયા. મુંબઈનું લાલબાગ કેવું હશે તે આ લાલબાગ જોવાથી ન ખબર પડે. એક બાબાજીનાં મંદિરમાં ઉતારો હતો. મંદિરને અડોઅડ ગંગા વહે. ઝડપથી વહેતા પાણી ખૂબ ઊંડા છે, તે જોતાવેંત જ સમજાય. ઘાટનાં પગથિયે બેસીએ તો ગંગાનો મંજુલ અવાજ માણી શકીએ. વિહારદર્શનની ચોપડીમાંથી જાણવા મળ્યું કે લાલબાગ એ મુર્શિદાબાદનું બીજું નામ છે. તો અમે મુર્શિદાબાદ આવી ગયા હતા. સવાર અને બપોરના વિહાર પછી અમને લાગ્યું કે મુર્શિદાબાદને મજીદાબાદ કહેવું જોઈએ. એટલી બધી મજીદો રસ્તે મળે કે ગણવાનોય કંટાળો આવે. સાંજે કાઠગોલા પહોંચ્યા ત્યાર સુધી મન ખુશહાલ હતું. પછી ? જીયાગંજના પ્રથમ દર્શનથી હતાશાનો પાર ન રહ્યો. અજીમગંજ અને જીયાગંજ મોટાં નામ ગણાય છે આપણામાં. અતિશય શ્રીમંત બાબુઓની હવેલી, ભવ્ય દેરાસર, અનન્ય ભક્તિ અને પારાવાર સમૃદ્ધિ. આ બધાનાં પ્રતીક તરીકે આ બંને ગંજને પ્રસિદ્ધિ મળી છે. કશુંક અદ્વિતીય જોવાની મોટી અપેક્ષા લઈને અહીં આવવાનું થાય ત્યારે જે લોકો નથી આવી શક્યા તેમનાથી આપણે વધુ નસીબદાર છીએ તેવો મનોભાવ સાથે જ હોય. કાઠગોલાનો મહેલ અને ત્યાંનું ઘરદેરાસર જોયા પછી એવું લાગ્યું કે જે લોકો અહીં નથી આવ્યા એ લોકો જ નસીબદાર છે કેમ કે અહીંની કરુણ હાલત Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જોવાની વેદના તેમને ફાળે નહીં જાય. મહેલનાં ઉન્નત પ્રવેશદ્વારને દૂરથી જોઈને ગર્વ અનુભવ્યો. એની વચોવચ ઊભા રહીને લાંબે સુધી ચાલતી વૃક્ષોની હારની વચ્ચેથી દેખાતાં મહેલના સ્તંભો જોઈને આદર ભરી સ્તબ્ધતા અનુભવી. વૃક્ષોની હાર પસાર કરીને મહેલના એક ખૂણે આવ્યા ત્યારે બંધ થઈ ચૂકેલી વાવ અને આરસની કલામૂર્તિ પર ચડેલા કાળા થર જોયા. મહેલના રંગો પર લાંબી માંદગીની ફીકાશ ચડી હતી. બગીચાની જમીન પર આડેધડ ઝાંખરા ઊગ્યા હતા. મહેલના ઊંચા દરવાજાઓ બંધ હતા. કરોળિયા, કાટ અને ધૂળને લીધે મહેલ, ભૂતબંગલાના મોટાભાઈ જેવો દેખાતો હતો. ગમે તે ઘડીએ ધડામ્ કરતાં દરવાજા ખૂલશે અને અંદરથી કોઈ બહાર આવી પડશે તેવું સાંજનાં ઢળતાં અજવાળે અનુભવાયું. દેરાસરમાં પ્રાંગણમાં પહોંચ્યાં. કોઈ જુદી જ રીતનું શિખર. અંદર અંધારું હતું. દીવો થયો નહોતો. કારણ કે દીવો ચોરાઈ જાય છે. પંડિતજી મીણબત્તી લઈને આવ્યા. ભગવાનનાં દેરાસરમાં માત્ર મીણબત્તી જલતી હોય તેનાથી મોટી કરુણતા કંઈ ? અનવદ્ય સુંદરાંગ પ્રતિમાજીનાં દર્શન કર્યા. ભગવાનની વિશાળ આંખો મીણબત્તીનાં થરકતાં અજવાળે અલગ તરી આવતી હતી. પૂજારી કહેતો હતો : ડકૈતી હો ગઈ સાહબજી. ભગવાન કે ચક્ષુ ટીલા સબ ઉખાડ કર લે ગયે. કોઈ ધ્યાન રખનેવાલા નહીં હૈ. પૂરા જંગલ હૈ. કુછ રખ નહીં સકતે. યે આંખે કલર લગા કે બના લી હૈ. કારમી વાત હતી. ભગવાનનાં અંગે ફૂલ ચડ્યાં હતાં. કેસરપૂજા થઈ હતી કે નહીં તે ખબર ના પડી. મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું ચૈત્યવંદન કર્યું. ત્યારે ભગવાન મીણબત્તીની પીળી જયોત સાથે નિરંતર આનંદયાત્રામાં રમમાણ હતા. આ ભગવાન એક જમાનામાં હીરા અને મોતી અને રત્નોના દાગીનાથી લદાયેલા રહેતા. ભગવાનના મુગટની કિંમત આંકી ન શકાતી. દીવાની રોશનીમાં ભગવાનની મૂર્તિ સોનાની જેમ ઓપતી. પંચરંગી ફૂલોના હારથી ગભારાની બહાર સુધી સુવાસ રેલાવી હશે આ ભગવાને. આજે ભગવાનનાં અંગે છૂટક ફૂલો હતાં. પાછળ સાદી જરીનો પડદો હતો. ભગવાનની પીઠિકાનું આરસશિલ્પ બેનમૂન હતું. રંગ જગતિ દદાને રે, સ્તવનની આ પંક્તિ પર અટકી જવાતું હતું. ભગવાનનો વૈભવ ઉજળા પાષાણોમાં રંગ રેલાવતો હતો. અપાર્ધગોળ આકારની કમાન, નકશીદાર શિખર, નાજુક થાંભલી. ભગવાનની આ બેઠકપીઠ હતી. ગભારો મોટો હતો. મૂળનાયકની આસપાસ બે અને ગભારાના બાકીના બે દરવાજા સમક્ષ એકએક એમ કુલ પાંચ પરમાત્મા હતા. બહારના ગભારાની ભીંતે ગણધરમૂર્તિઓ, વિશાળ હોલ સમો રંગમંડપ. ભગવાનની જમણી તરફ રંગમંડપની ભીંતોમાં ગોખલા હતા. એકમાં ગણેશમૂર્તિ હતી. પેટ પર સાપની ફણા. આસન કમળનું. બાજુમાં તૂટેલી દેવમૂર્તિ. અમુક ગોખલા ખાલી હતા. કાચનાં ઝુમ્મરો અંધારામાં વિચિત્ર લાગતાં હતાં. દેરાસરની બહાર હજી અજવાળું હતું. પંડિતજીએ કહ્યું : મંદિરમે લાઈટ કનેક્શન નહીં હૈ. એમનું આ વાક્ય ગમ્યું. પણ વાક્યનો ભાવાર્થ ન ગમ્યો. મંદિરમાં લાઈટ ન હોય તે ગમે જ. જયારે વ્યવસ્થાતંત્ર ખાડે ગયું હોવાથી અજવાળાની સગવડ ન હોય તે ન ગમે. આવી ખામી તો ખૂંચે જ. દેરાસરનું ચોગાન ભવ્ય. ચોગાનની સામે તળાવ. કિનારે દાદરા. સામા કિનારેથી મંદિરનું સંપૂર્ણ પ્રતિબિંબ તળાવમાં દેખાય. મહેલના વિશાળ સંકુલને આવરી લેતો કોટ ઠેકઠેકાણે તૂટેલો હતો. ગમે ત્યારે ગમે તે આદમી આવી શકે. સલામતી કશી જ નહીં. રાતે અહીં કોઈ નથી હોતું. ચોરી થઈ ગયા પછી હવે રોજ રાતે પોલીસ સૂવા આવે છે. સરકારને બધું જ અપાઈ જશે, તેમ પંડિતજી કહેતા હતા. પાછા વળતા મહેલનાં મોટા તળાવને ઉપરથી જોયું. સંગેમરમરનાં લાંબા પગથિયાં ત્રીસ-પાંત્રીસ ફૂટ સુધી નીચે ઊતરતાં હતાં. છેલ્લાં પગથિયાં પાણીમાં હતાં. તળાવમાં નાવ નીકળતી તે જમાનામાં આ એક તળાવના છ ઘાટ તેને મળતા. મુખ્ય ઘાટની ઉપરથી જોઈ રહ્યા હતા ત્યારે તળાવનાં છેલ્લાં પગથિયે એક ડોસો અને એક નાનો છોકરો પાણી સાથે ગડમથલમાં હતા. ડોસાને દેખાતું ન હતું. પોતાની લાકડી પાણીમાં ઠોકીને તે ડૂબેલાં પગથિયાં પર ઉતર્યો. છોકરો ડોસો લપસી ન પડે તેનું ધ્યાન રાખતો ઊભો રહ્યો. ડોસાને દેખાતું હોત તો આવું ન કરત. એને શું કહેવું તે ન સમજાયું. ડોસો કંઈક કરતો હતો. એ ડોસો એની Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૨૯ જીંદગીમાં કયારેય આવા આરસના પગથિયાવાળું તળાવ બાંધી શકવાનો ન હતો. છતાં એને આ અમૂલ્ય વારસાની કદર ન હતી. એ તળાવનાં પગથિયે બેસીને પેટનો ખુલાસો કરી રહ્યો હતો. કરુણતા એ હતી કે તેને રોકનાર પણ કોઈ નહોતું. કરોડોની કિંમતે અંકાય તેવું આ સ્થાપત્ય સાવ વેરાન પડ્યું હતું. અંતરમાં વિષાદની લકીર ઉઠી. મહેલનાં સંકુલને છોડવા પગ ઉપાડ્યા. વચ્ચે પંડિતજીએ એક ભાંગેલી ઈમારત બતાવીને કહ્યું : યે ચીડિયાઘર થા. ઈસમેં ચકલી, મોર, બાઘ સબ રખ્ખા હુઆ થા. આજ કુછ નહીં. પંડિતજી આગળ ન બોલ્યાં. એમનાથી બોલી શકાયું નહીં હોય. જે બોલવાનું હતું તે એ બરોબર બોલ્યા. ત્રણ જ શબ્દોમાં બધું આવી ગયું. આજ કુછ નહીં. મહેલને તાળાં છે. દાદાવાડી છે તે કોઈ ખોલતું જ નથી. ભગવાન એકલા છે. નહાવાની સગવડ નથી. બગીચો જંગલ બની રહ્યો છે. તળાવ અને વૈભવી ઘાટ વેડફાઈ રહ્યા છે. અહીં આખો પરિવાર રાજઘરાનાની જેમ કિલ્લો કરતો એક જમાનામાં. પરિવાર વિખૂટો પડ્યો તે પછી-આજ કુછ નહીં. મૌન એકાદશી : જીયાગંજ જીયાગંજ, ચાર દેરાસર. સૌથી ભવ્ય શ્રીવિમલનાથજીનું જિનાલય. મંદિરની સામે જ ખુલ્લો ચોક. એક તરફ દાદામંદિર, બીજી તરફ નવપદજી મંદિર. જિનાલયની આરસભીંતો આંખોને ઠારે. નાજુક સ્તંભો, એની કોતરણી નજરને બાંધી રાખે. મંદિરમાં સુંદર ચિત્રો. ગભારાની બહારની ભીંતે બે ગોખલા. બંનેમાં ગણધરમૂર્તિઓ. ગભારાની ભીતરમાં મૂળગભારો. આપણે ગભારામાં મોકળાશ અનુભવીએ તેટલી જગ્યા. મૂળગભારો એટલે ગભારાની એક જ સામી ભીંતને ટેકે પીઠિકા. તેની પર થાંભલીઓ. તેના ટેકે ગુરુદ્વારા જેવું લંબગોળ ગુંબજનું શિખર, શિખર પર નાજુક કળશી. તેની ઉપર છતમાં જિનાલયનાં મૂળશિખરનું ગોળવૃત્ત. પીઠિકામાં ભગવાન બિરાજે. ભગવાનની પાછળ ચાંદીનાં ચક્ર. ભગવાનની ચોપાસ કારીગરી. થાંભલીઓ, ગુંબજની પાળ. કમાન, પીઠિકાની ભીંત. બધામાં ઝીણું નકશીકામ, રંગમંડપમાં ગભારાની બાહરી ભીંતો છે તેની પર અદભુત કારીગરી. આંખો ધરાય નહીં. શિખર પકોણ. છએ બાજુ શિખરોની હાર ઉપર જતી દેખાય. ધજા આભને અડપલાં કરે. શિખર લાલપાષાણનું, સૂરજનો પહેલો તડકો ઢોળાય ત્યારે તેનો તેનો વર્ણ સોનાની જેમ ઉઘડે. જીયાગંજમાં ગામ બહાર દાદાવાડી છે. ગભારામાં બે એકસરખા ભગવાન છે. આ ગભારામાં ગેટ રાખવામાં આવ્યો છે. એ અંદરની બાજુ ખૂલે છે. મોટા બંગલાની કમ્પાઉન્ડ વોલમાં હોય તેવો ગેટ, લોખંડનાં નાનાં પૈડાં સરકવા સાથે ખૂલે તેવી ગોઠવણ છે. એ લોખંડી પૈડું સરકી શકે તે માટે લોખંડની પટ્ટી ગભારાની જમીન પર જડી દીધી છે. ગભારા સાથે નરો અત્યાચાર છે આ. માની નથી શકાતું. અહીં તો દરેક દેરાસરોના ગભારે લોખંડની જાળી રાખી હોય છે. ગર્ભદ્વારનો મહિમા ઘવાયો છે, અહીં. પંચાયતી મતલબ સંઘના અપાસરે ગોરજીની ગાદી હોય છે. ભારતમાં જીયાગંજની ગાદી ચોથા કે પાંચમાં નંબરે આવે છે. પૂછ્યું કે ખરતરગચ્છના ગોરજી કયાં છે ? જવાબ મળ્યો : વો બીકાનેર હોગે, યા ફિર લંડન. ભીંત પર ફોટો જોયો તો સાધુવેષ જ હતો, ગોરજીનો. નામ પણ સાધુ જેવું જ. ચાલે છે બધું. અમે ધર્મશાળામાં હતા તે ખાનગી ટ્રસ્ટ છે તેથી તેમાં ગાદી નહોતી. જીયાગંજથી અજીમગંજ નજીકમાં છે. વચ્ચે બારમાસી નદી ગંગા, એનાં પાણી જીયાગંજના કાંઠે અફળાઈને ગોળ ઘૂમે છે. ચલાવતા ન આવડે તો નાવ આગળ ખેંચાઈ જાય છે. નાવડાં મશીનથી ચાલે છે. ધર્મશાળામાં નાવનાં મશીનની ખડખડ સતત સંભળાતી. હલેસાં વગર ચાલતી નાવને સ્પીડબોટ કહે છે. વેગનૌકા કહી શકાય ? કે પછી દ્વતનૌકા ? મૃગશીર્ષ પૂર્ણિમા : અજીમગંજ મહાજન પટ્ટી. એક જ એડ્રેસ. જૈનોનો મહોલ્લો. શ્રીમંત વિસ્તાર અને મંદિરોની નગરી, અજીમગંજની આટલી ઓળખ બસ છે. શ્રીનમનાથ પ્રભુની ધર્મશાળાની છત પરથી દૂર સુધી જીનાલયનાં શિખરો દેખાય છે. અજીમગંજના આકાશને આ જીનાલયોએ અટકાવી રાખ્યું છે. બીજા ઊંચા મકાનો કે મંદિરો થયા નથી, થાય તેમ લાગતું નથી. સિદ્ધાચલજીની નવ ટૂંકનાં દર્શન જો નિરાંત વિના કરી શકાય, તો આ મંદિરો નિરાંતે જુહારી શકાય. અમે માત્ર એક દિવસ માટે અજીમગંજના મુકામે હતા. તેથી બધાં જ દર્શન સાગમટે અઢી કલાકમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૧ કર્યા. જીયાગંજ ભૂલી જવાય છે, અજીમગંજમાં. અનન્ય સ્થાપત્યવાળાં જીનાલયો. ભવ્યતા અને પરિવેશયોજનાનો કોઈ જવાબ નહીં. મૂળગભારાની ખાસિયત દરેક જિનાલયમાં છે. ગંગાનાં પાણી પ્રવાહમાંય ઊંચા ઉછળી, નીચે બેસે છે તેમ અજીમગંજની ચૈત્યપરિપાટીમાં ભાવસંમિશ્રણ થતું રહ્યું. શ્રી ચિંતામણિનાં દેરાસરમાં નવગ્રહનાં નવરત્નોની મૂર્તિઓ હતી. એનો ગભારો જ અલગ હતો. એક રાતે એ બધી મૂર્તિઓ ચોરાઈ ગઈ. ન ઉખડી તે કાપી, તોડીને ચોરો ખેંચી ગયા. આજે છૂટીછવાઈ સ્ફટિક મૂર્તિ જોવા મળે છે. આ દેરાસરની વિશાળ જગ્યા, ચોરસ સ્તંભોનાં મધ્યાંતરનાં ભીંતતોરણો, આરસની સુંવાળી ફરસ બધો જ થાક ઉતારી દે. દર્શન કરતાં કરતાં છેક શ્રી સંભવનાથ પ્રભુનાં જિનાલયે પહોંચ્યાં. પ્રભુની દશ હાથ જેવડી પ્રચંડ પ્રતિમા આહ્લાદની અનુભૂતિમાં ડૂબાડતી રહી. બપોરે ને રાતે વ્યાખ્યાનમાં વધુ રોકાવાની વિનંતી. ના સાંભળીને દુ:ખનો અહેસાસ અને વિહારની અનુકૂળતાની અગ્રિમતા. અહીંના શ્રાવકજનોની આ પહેચાન છે. અહીં મહાજન પટ્ટી તરીકે ઓળખાતો વિસ્તાર એક જમાનામાં રાષ્ટ્રપતિભવનના મહામાર્ગ જેવો વટદાર હતો. અહીં જૈન ધનકુબેરોની કોઠીઓ હતી. બાબુઓ તરીકે એ મોભો પામતા. એક બાબુ જ્યારે અજીમગંજ આવતા ત્યારે એમને એકવીસ તોપની સલામી મળતી. બીજા એક બાબુએ અહીંનું સૌથી મોટું જિનાલય બંધાવ્યું હતું. તે અહીં આવતી જૈનોની ટ્રેઈનોને પોતાના ઘેર જમાડતા. બસનો તો કોઈ હિસાબ ન રહેતો. વિશાળકાય થાંભલા, બ્રિટીશ બાંધણી અને પાર વિનાના ઓરડાઓ તે અહીંની કોઠીની વિશેષતા. આ મહાજનપટ્ટીની કોરે વહેતી ગંગામાં કોઈ માછલી પકડી ન શકતું. આ રસ્તેથી મામૂલી માણસોને જવા ન મળતું. શ્રીમંતો જલસાથી આવતા, એશથી ઘોડાગાડીમાં ફરતા, પાલખીઓમાં બેસતા અને જાગીરદાર તરીકે આખાં ગામને પોતાના હાથ નીચે રાખતા. જમીનદારીના યુગમાં એમનું ખૂબ વર્ચસ્વ રહ્યું. પલાશીનાં ઐતિહાસિક યુદ્ધમાં મીરજાફરને પૈસાથી ખરીદનાર સર લોઈડે પોતાની ડાયરીમાં લખેલું કે ‘અજીમગંજ જેવો શ્રીમંત વિસ્તાર એશિયા ૩૨. ખંડમાં બીજા કોઈ નથી.’ બાબુઓ અંગ્રેજોને મોંમાંગી સખાવતો આપતા. પૈસો પાણીની જેમ નહીં પણ માટીની જેમ વપરાતો. એમની ડાયરીનાં દરેક પાને બેહિસાબ શબ્દ લખાયેલો રહેતો હશે. અપરિસીમ ઐશ્વર્યના હકદાર હતા એ સૌ. એમણે જિનાલયો બાંધ્યાં. વિશાળ ઉદ્યાનો સર્યા. મહામોટા તળાવો તૈયાર કરાવ્યાં. પોતાનું ધાર્યું પાર પાડવા તે બધું જ કરી શકતા. શ્રી સંભવનાથદાદાનું દેરાસર બંધાતું હતું ત્યારે ભગવાનની પ્રચંડકાય મૂર્તિ લાવવા એમણે એકલે હાથે ખર્ચો કરી રેલવેના પાટા નંખાવ્યા હતા. ગામોગામ પૈસા નીકની જેમ વહેતા. તેમનાં મોઢે ના સાંભળનારું ત્યારે કોઈ ન નીકળતું. એમને માન ખૂબ મળતું. ખાનદાની એમની ભાષામાં મહોરતી. શબ્દો અને સ્વરભારની મીઠાશ એમની પાસે અજબની. ચહેરા પર ભાવ ઉપસાવીને જ વાત કરે. સરળતા અને નમ્રતા એમની વાતચીતમાં ફૂલની જેમ ફોરે. દરેક બાબુ એક અનોખું વિશ્વ બનાવતો. એની સૃષ્ટિમાં સમાવેશ પામનારા નોકરનોય ઉદ્ધાર થઈ જતો. જમીનદારી નાબૂદ થઈ, ત્યારપછી આ બાબુલોકો જનસમાજથી વિખૂટા પડવા માંડ્યા. કોઠીઓ સૂની પડી. અવરજવર ઘટી. કારભાર બંધ થયા. વ્યવસ્થાનો પથારો સંકેલાયો. આવકના સ્રોત પર ઘા પડ્યા. ઓળખાણો નકામી બની. પછી બન્યું એવું કે માન રહ્યું પણ મોભો ન રહ્યો. બાબુ લોકો આ પડતી ના જોઈ શક્યા. ધીમેધીમે તેઓ અજીમગંજ છોડવા માંડ્યા. કોઠીઓ ખાલી થઈ અને જિનાલયને સંભાળવા મધ્યવર્ગી લોકો બાકી રહ્યા. આજે કોઠીઓ બધી ભૂતિયાઘર જેવી દેખાય છે. છાપરા પર છેડે સૂકાયેલા ઘાસ, બેરંગ ભીંતો, તૂટેલી બારીઓ અને જૂનાપુરાણા દરવાજા પર થીંગડા જેવા નવા નકુચા સાથે તાળાં. આપણી મોટી ધર્મશાળામાં અજૈન સમાજના લોકોની દુકાનો થઈ ગઈ છે. આખું બજાર ચાલે છે એ ધર્મશાળા ઉપર. અજીમગંજનું આહ્લાદક વાતાવરણ પ્રેરણામય છે. અહીં રહેનાર થાકી ન શકે. અહીં ધર્મશાળામાં સાધુસાધ્વીભગવંતોની નોંધપોથી રાખવામાં આવી છે. તેમાં લખ્યું : અજીમગંજ આના મુશ્કિલ હૈ ઔર અજીમગંજસે જાના તો જ્યાદા મુશ્કિલ હૈ. *** Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી નકંદી તીર્થ માગશર વદ બારસ : તિલકપુર રોડ પર થોડું ચાલ્યા હોઈશું. સૂર્યોદય થઈ ગયો હતો. રસ્તો સાપની જેમ જમણી તરફ વળતો હતો. રસ્તાની સાથોસાથ ચાલતી લઘુનદી ચંપાનાલા એ જ જગ્યાએથી ડાબી તરફ વળતી હતી. એક તરફ મારગ ફંટાયો, બીજી તરફ નદી ફંટાઈ. વચ્ચેનો અવકાશ ખુલ્લો પડતો હતો. થોડે દૂર રેલ્વે બીજ દેખાતો હતો એના એક છેડે નદી અડતી હતી. બીજા છેડે રોડ આવતો હતો. દેખાવની આવી રમત ઓછી જોવા મળે. આજે ગંગાને મૂળરૂપમાં જોવાની હતી, સુલતાનગંજમાં. કલક્તાની હુબલી તો જુદી નદી છે, ભલે ગંગા તરીકે ઓળખાતી, સવારના વિહાર પછી તે ન આવી. સાંજનો વિહાર થયો, સુલતાનગંજ પાછળ રહી ગયું. તોય ગંગા ન આવી. માની જ લીધું કે ગંગા બાજુ પર રહી ગઈ. ત્યાં રસ્તો એકદમ વળ્યો. દૂરથી વળાંકમાં ગરક થતી ગાડીઓ જોઈને એમ લાગતું હતું કે ખેતરોને લીધે રસ્તો આગળ નથી ચાલ્યો. એવું નહોતું. રસ્તાને રોકીને ગંગા આડી પડી હતી એટલે રસ્તાને વાળવો પડેલો. એ વળાંક પરથી પાણી દેખાશે તેમ ધાર્યું. કાંઈ ન દેખાયું. કોરી રેતી હતી. અમદાવાદની સાબરમતી જેવી. રોડ પર ચાલતા રહીએ તો જમણા હાથે રેતાળ કાંઠો સાથે ચાલે, એવી દિશા હતી. પણ ગામ આવ્યું. ગંગાને ઝૂંપડાઓથી ઢંકાઈ જવું પડ્યું. ન્યાયગ્રંથોમાં ગંગાયાં ધોષઃ દાખલો આવે છે. રેતી પર પ્રભુનાં પગલાં પડ્યાં હતાં. સામુદ્રિક એનાથી પ્રભાવિત થયો હતો. પ્રભુને જોયા ત્યારે એને લક્ષણશાસ્ત્ર ખોટું લાગ્યું. આ જ સમયે ઇન્દ્ર મહારાજાએ આ રેતી પર ડગ ભર્યા હતાં. સામુદ્રિકને પ્રભુ માટે પ્રીતિ જાગી, ગંગા એની સાક્ષી. આજે એ ગંગા જોવી હતી. રેતીના ટીંબા સુધી પહોંચ્યા ત્યાં સુધી પાણી નહોતું. ટીંબાની ઉપર પહોંચ્યા પછી અવાચક, માટી રેતની ભેખડથી માંડ આઠ દસ ફૂટ નીચે દરિયાનાં ઘમસાણ લઈને પાણી ભાગતાં હતાં. કાંઠે બાંધેલી નાવના તળિયે એની થપાટો વાગતી તેનો તમાચો ગાલસમાણો સંભળાતો હતો. પાણી ઊંડાં હતાં તે અનુભવવિહોણી આંખે પણ સમજાતું હતું. ત્રિષષ્ટિ, દિગ્વિજય, ગંગાલહરીનાં વર્ણનો વાંચ્યાં છે. એમાં અતિશયોક્તિ જ છે, તેમ લાગતું હતું. આજે ગંગાને જોયા બાદ લાગ્યું કે એ વર્ણનોમાં ગંગા સમાઈ ન શકે. પડછાયામાં આખા આકાશને ઝીલીને એ ખળભળાવતી હતી. કિનારા તો મુઢ લાગે, સામો કિનારો તો ખંભાતના અખાતની જેમ એક રેખા જેવો જરી તરી દેખાતો હતો. પાણીનો ઘુઘવાટ, લોખંડી છાપરા પર ઝીંકાતા તોફાની વરસાદની જેમ કાને પડતો હતો. સાગર પર ચઢાઈ કરવાની હોય તેવા જુસ્સાથી એની વિશાળ સેના ઉપડી હતી. તેનાં તોફાની જળને કોઈની પરવા નહોતી. વચ્ચે પહાડ આવે તો એનેય ફોડી નાંખે. પ્રભુવીર આ નદીને પાર કરવા નાવમાં બેસેલા. આ નદી ભગવાનનેય આડી આવી. એનો દમામ જ જુદો છે. કંબલ શંબલે પ્રભુની નાવ તારી, તે ગંગાનાં નીરમાં. આ જ આકર્ષણથી ગંગાને જોયા કરી. ભગવાન ભક્તોને તારે તે નિયમ ગંગાએ બદલ્યો. બડી માથાભારે નદી. માગસર વદ ચૌદસ : ગંગટા મોડ બિહારના શિયાળામાં ડામરિયો રસ્તો કાળા બરફના અખૂટ ચીલા જેવો લાગતો હતો. ટાઢોડું નામનું ગાડું એના પર ગબડ્યા કરતું હતું. આસમાન થીજતું હતું. ઉનાળામાં છાંયડો ને ચોમાસામાં ઓછાડ ધરનાર વૃક્ષો, શિયાળામાં કોઈને સહાય નથી કરી શકાતી તેના રંજથી ટૂંઠવાતાં હતાં. ખેતરોમાં છોડવાઓ એકબીજાને હૂંફ દેવા નાજુક ડોક ઝૂકાવતા હતા. રસ્તા પર તાપણાનો તડફડ અવાજ સાંભળી ઠંડીને ઔર ખુન્નસ ચડતું હતું. પંખીઓના કલરવમાં સોપો પડી ગયો હતો. વરસભર સૂરજની ઈર્ષામાં દાઝતા તારલાઓ ગેલમાં આવી મોં ચમકાવતા હતા. સાંજ વહેલી ઢળતી હતી. વૃંદાવન નામનાં ગામડાની સૂરજ આભના છેવાડે હતો ત્યારે ગંગાના પટ પર પગલાં માંડ્યાં. આ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૩૬ થાકેલાને બેસાડવાનું તને યાદ ન આવ્યું. અમે લૂંટારા કે ચોર હોઈએ તેવી રીતે તે ચીસો પાડી. સારું નથી આ. સાધુઓ જગ્યા જોઈને નથી રહેતા, જગ્યા આપનારનો પ્રેમ જોઈને રહે છે. તે ગુસ્સો કર્યો એ બરાબર નથી થયું. જઈએ છીએ. એણે બહાનાં કાઢયાં. એનું બૈરું કહે : અહીં પહેલાં ઘણા સાધુઓ રહેલા છે. વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા. અમે નીકળી ગયા. બીજા ત્રણ કલાક ચાલ્યા ત્યારે મુકામ મૂળ્યો. સાંજે ફરી વિહાર કર્યો. આજે ત્રણ વિહાર થયા. એક દિવસ બચ્યો. નિશાળમાં અમે રાત રહ્યા હતા. વહેલી સવારે વિહાર કરવાની ધારણા હતી. રાતે મકાનમાં બંધ બારી બારણા પર ઠંડીનો પડદો પડ્યો. ભીંતો પરથી હિમ ઓગળવા માંડ્યું. જમીનમાંથી ઠાર બહાર નીકળ્યો. છાપરું ક્યારનું બેહોશ પડ્યું હતું. વસ્ત્રોના થરમાંથી ઠંડી શરીર પર ઉતરવા માંડી. ઓઢેલા કપડાંના તાંતણેતાંતણામાં બરફના રેસા ગૂંથાયા. સંથારો પાથરેલો તેની નીચે બરફની પાટ હોય તેવું લાગતું હતું. પગ જમીન પર પડે ને સમસમતો શિયાળો ચંપાય તેવી હાલત હતી. કપડાના છેડા પારકા બનીને ગમે ત્યારે તીખી ઠંડક ચામડી સાથે પર ઝીંકાતા. ચોંકી જવાતું. સવારે મોડેથી નીકળ્યા. ખડગપુરની કૉલેજમાં રહેવાનું હતું. લાંબો વિહાર થયો. ચાર કલાકે પહોંચ્યા. આગળનો મુકામ દૂર હતો. ચાલવાનો હવે સવાલ નહોતો. મકાનમાં આવ્યા. ઈમારતની પાછળ ઉતારો હશે તેમ સમજીને ત્યાં ગયાં તો વોચમેને ત્રણ હજાર માણસો સાંભળે તેવો બરાડો પાડ્યો. અમારી તો આખા મહિનાની ઠંડી ઉડી ગઈ. વિચિત્ર ભાષામાં બબડતો એ ઈમારત તરફ ભાગ્યો. એનું બૈરું નાક ફૂલાવી અમને જોવા માંડ્યું. ત્યાંથી પાછા અમે પણ વોચમેનની પાછળ ગયા. જોયું તો એ વિદ્યાર્થીઓને ઊંચા અવાજે કહેતો હતો કે, કે આગળ શું લખું ? લખતાં હાથ નથી ચાલતા. એ વિદ્યાર્થીઓને ઠપકો આપતો હતો. અમને એની રૂમ સુધી મોકલવાની ભૂલ કરનારા વિદ્યાર્થીઓ પર એ ગુસ્સે ભરાયો હતો. અમારા માણસોએ કહ્યું કે આપણી માટે રૂમ નથી ખૂલી. રૂમ ખોલવાની હતી તો વોચમેને જ, એ બરાડતો હતો. વિદ્યાર્થીઓ તો અજાણ હતા, તે બધા પોતાની રૂમોમાં હૉસ્ટેલનું ભાડું ચૂકવી રહેતા હતા. તાળાવાળા ઓરડા હતા તેની ચાવી વોચમેન પાસે હતી. તે સમજી શકાતું હતું. એ તો આડો ફાટ્યો હતો. અમારા માણસોને બોલવાની ના પાડી. ચૂપચાપ ઓસરીમાં બેઠા રહ્યા. અહીં જ રહી જાત તો વાંધો નહોતો. રૂમની જરૂર નહોતી. પણ વોચમેને અવળો દાખડો કર્યો હતો. અમે રૂમની વાત જ ન કાઢી એટલે એ ઘરભેગો થયો. નક્કી કર્યું કે હમણાં જ આગળ નીકળવું. તૈયાર થયા પછી એને બોલાવી કહ્યું : અમે અહીં રહેવાના હતા. થાકેલા છીએ. આરામ કરવો હતો. તે બૂમાબૂમ કરી એટલે જઈએ છીએ. બીજા કોઈ સાધુ સાથે આવું કરતો નહીં. તારા પ્રિન્સીપાલને સમાચાર આપજે. પોષ સુદ બીજ : ઢંઢ આજે કાકંદ આવ્યા છીએ. ધર્મશાળામાં ઉતરવાની સગવડો નથી અપાતી, તેવું સાંભળ્યું હતું તેથી ઢંઢ ગામમાં, સિંચાઈ વિભાગના જૂના મકાનમાં ઉતારો લીધો. દર્શન કરવા નીકળ્યા ત્યારે તીર્થની પ્રીતિની સાથે તીર્થસંચાલકો માટે પૂર્વગ્રહ હતો. કાકંદ ગામડું છે પણ શ્રી સુવિધિનાથ ભગવાનનાં ચાર કલ્યાણકની ભૂમિ છે. એ જમાનામાં તે કેવું હતું તે ત્રિષષ્ટિમાં વાંચવા મળે છે. અહીં ચાલતા રહેતાં સંગીતના અવાજથી ખેચરદેવીઓ આભવચાળે અટકી જતી. આજે બગડેલાં સ્પીકરોમાંથી તરડાયેલા સૂરો ફૂટતા હતા. ખેચરદેવી આવતી હોય તો સાંભળીને ભાગી જાય. તે નગરીમાં યાચકોને ગુરુનું ગૌરવ મળતું. તેમને દૂરથી ઓળખી લેવાતા, આવકાર મળતો, ઉચિત અર્થનું દાન અપાતું. આજે આખું ગામ ગરીબીમાં ડૂબેલું છે. સારું ઘર, સમ ખાવા પૂરતુંય ન મળે. ભાંગ્યા તૂટ્યા રસ્તે, ખેતરોમાંથી થઈને ઘણું ચાલ્યા. પ્રભુનું ધામ હવે દેખાયું. આખાય સંસારમાં સિદ્ધશિલા અલગ તરી આવે તેમ ગામડામાં તે નોખું જણાતું હતું. ભવ્ય શિખર, અણનમ ધ્વજદંડ, શિલ્પબદ્ધ આકાર. મકાનો વચ્ચેથી પસાર થઈને પ્રભુના દરબારમાં પહોંચ્યા. ભાવથી દર્શન કર્યા. રોજ દર્શન કરવા ન મળે, ને દર્શન કરવા મળે તે તીર્થમાં જ મળે તેવા દુઃખસુખભર્યા વિહાર તે પૂર્વભારતની વિશેષતા. મૂળનાયક પ્રભુની બંને બાજુ પ્રતિમાજી. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ગભારામાં જ ગોખલા છે, તેમાંય ભગવાન. પ્રભુથી ડાબી તરફના ગોખલામાં અતિશય પ્રાચીન મૂર્તિ, દર્શન કરવામાં સમય ક્યાં વહી ગયો ખબર ના પડી. પ્રભુના જમણા હાથે ભગવાન હતા તેની પર કપડું ઢાંકર્યું હતું. પૂજારીને પૂછ્યું તો ઘટસ્ફોટ થયો. એ કહે, ગયાં ચોમાસામાં મોડી બપોરે વીજળી પડી હતી. શિખરમાં ફાટ પાડીને તે ગભારામાં આવી. મૂળનાયક પાછળ ધકેલાઈ ગયા. પ્રભુવીરની રમણીયમૂર્તિ ખંડિત થઈ ગઈ. ગભારામાં રાખેલો બલ્બ ફૂટી ગયો. શિખરથી ભોંય સુધીની વીજળીથી બચવાની લોખંડી પટ્ટી હતી, તે ગાયબ થઈ ગઈ. ગર્ભદ્વારની ઉપરના આરસ ઉખડી ગયા. લાંબી તિરાડો પડી ગઈ. ‘તે દિવસે' પૂજારી બોલતો હતો, ‘વાદળાં એટલાં હતાં કે રાત જેવું લાગતું હતું. ધુમ્મસમાં મંદિર ઢંકાઈ ગયું હતું. એકાએક ધડાકો થયો. દારુગોળો ફૂટ્યો હોય તેવી વાસ આવી. અમે બધા ગભરાઈને રૂમમાં ભરાયા. ચાલુ વરસાદે અસહ્ય ગરમી લાગી. કાંઈ ખબર ના પડી. બીજે દિવસે, આ બધું જોયું. જુલમ થઈ ગયો, સાહેબ.” ખંડિત મૂર્તિ જોઈ. વીજળીના અવશેષો ખંડેર જેવા વેરાયા હતા તે જોયા. લાલશિખરના ટુકડા ઉચકવામાં રીતસર વજન વર્તાયું. શિખર આખું ભાંગ્યું નથી. એક તરફનું સિંહમુખ ભાંગ્યું છે. શિખરમાં ઊભો ચીરો પડ્યો છે. ધ્યાનથી જોયા વિના દેખાય નહીં એટલે ઊંચે એ અકસ્માત થયો હતો. ધર્મશાળા જોઈ. સ્ટાફના માણસોએ લાગણીથી કહ્યું “અમે સવારથી રાહ જોઈએ છીએ. આપ કેમ બહાર રોકાયા ? અમે બધો સમાન અહીં લઈ આવીએ. આપે નથી જવાનું.” કાન પર વિશ્વાસ ન બેઠો. અમને તો એક મહાનુભાવ દ્વારા એવા સમાચાર મળેલા કે અહીંનો સ્ટાફ પેંધો પડી ગયો છે. રહેવાની રૂમોમાં પોતાના કુટુંબકબીલા ભરી દીધા છે. જે આવે તેને ઓસરીમાં બેસવા મળે. આ તો એકદમ જુદી વર્તણૂક હતી. અમને લગભગ ઠપકાની ભાષામાં પૂછ્યું કે “કેમ ન આવ્યા ?' ભારે પસ્તાવો થયો, જેમણે ફરિયાદ કરેલી તેમને તકલીફ પડી હોય તો એના બદલામાં એમણે અપપ્રચાર કરવાની જરૂર ન હતી. તીર્થ જુહારવા નીકળીએ તો તકલીફ ગળી જવાની તૈયારી રાખવી જ પડે. ફરિયાદ કરીએ તો આવનારા ન આવે અથવા અમારી જેમ દૂર રહે. તેનો દોષ સરવાળે તે ફરિયાદીને લાગે. જેમની માટે ફરિયાદ હોય તેમની સાથે બાઝવાથી તે માણસો સુધરતા નથી. બલકે નવા આગંતુકો પર વેર ઉતારે છે. ઝઘડો કરી ગયા હોય તેની પર ખુન્નસ રાખે છે. યાત્રાની અનુભૂતિમાં આ બધું જરાય બંધબેસતું નથી. સંચાલકો સુધી ફરિયાદ પહોંચાડવાથી તે માણસોને ઠપકો મળે છે. તે બદલ એ માણસ ફરિયાદીને ગાળો આપતો રહે છે. ગમે તેમ, ફરિયાદીની વાતમાં આવી જઈને ભૂલ તો અમે જ કરી હતી. કાલે લછવાડ પહોંચવાનું હતું. સાંજના વિહારની તૈયારીનો સમય નહોતો રહ્યો. પ્રભુની વિદાય લીધી. પાછા વળતા આ ભૂમિની વિચિત્રતા યાદ આવી. દશ આશ્ચર્યમાં અસંયતોની સંયત તરીકે પૂજા થઈ, તેની વાત ખાસ જુદી નોંધાઈ છે. આ ભૂમિ પર એ બન્યું. શ્રી સુવિધિનાથ ભગવાનનાં નિર્વાણ પછી થોડા જ સમયમાં ધર્મનો ઉચ્છેદ થયો. અજ્ઞાની લોકોએ સ્થવિર શ્રાવકોને ધર્મની પૃચ્છા કરી. તેમણે સારી વાતો સમજાવી. અજ્ઞાની જીવો રાજી થયા. એમણે ગુરુદક્ષિણાના ભાવથી એ શ્રાવકો સમક્ષ ધન મૂકયું. શ્રાવકોને પૈસા ગમી ગયા. ઉપદેશ આપવાથી આ રીતે ધન મળશે તેવી એમને કલ્પના નહીં હોય. પોતાને નકરો લાભ જ થયો હતો. ફરીવાર આવો લાભ થાય તેવા મોહથી ઉપદેશ આપ્યો. લક્ષ્ય હતું કમાણીનું. સાંભળનારા ગમાર હતા. બેધડક પ્રરૂપણા કરી કે દાન એ સર્વોત્તમ ધર્મ છે. આપે છે તે પામે છે. પોતે માંગણ છે તેવું ન લાગે એટલા ખાતર દાનના પ્રકારો બતાવ્યા. કન્યાદાન, ભૂમિદાન, ગૃહદાન, અશ્વદાન, ગજદાન, શવ્યાદાન. ઉપદેશ જિનવાણીનાં નામ અપાયો. કરુણતા આ હતી. મેળવવાં હતાં તે બધા તત્ત્વોનાં દાન કરવાની પ્રરૂપણા થતી. દ્રાક્ષ ખાટી નહોતી, તે નક્કી હતું. છતાં લોભિયાની અગમચેતી દોઢી હતી. માત્ર અને અપાત્રની ભેદરેખા બાંધી, પોતાને જ પાત્ર ગણાવતા. બીજા બધાને અપાત્ર ઠેરવતા. હાથ છૂટો રાખવાનો ધર્મ એકંદરે લોકોને સહેલો પડ્યો. પુષ્કળ દાન થવા માંડ્યું. દાન લેનારા લાલચુ હોવા છતાં ગુરુ ગણાયા. પૂજ્યપાદ હેમચંદ્રાચાર્યે લખ્યું છે કે ‘વૃક્ષો ન હોય ત્યાં તો એરંડાનોય મહિમા થાય.' (ત્રિષષ્ટિ ૩.૭.૧૬૨) શ્રી શીતલનાથ ભગવાને તીર્થસ્થાપના ન કરી ત્યાર સુધી આ ધનધર્મી લોકોએ પોતાની પરંપરા ચલાવી. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સારા હોય તેને ટકી રહેવાનો સંઘર્ષ કરવો પડે. બૂરા લોકોને સંઘર્ષ વેઠવાના નથી હોતા, મજા હોય છે. ભગાવનનાં નામે એ સમાજને નીચોવતા. ધર્મનાં નામે પૈસા ભેગા કરતા. પૈસા છોડવામાં ધર્મ છે તેમ કહેવાને બદલે પૈસા આપવામાં ધર્મ છે તેમ કહેવામાં નકરો સ્વાર્થ ગંધાતો. પૈસા છોડવાનું કહે તો પોતાની પાસે ભેગી થયેલી ફાટફાટ સંપત્તિનો જવાબ આપવો પડે. પૈસા આપવાનું કહે તો ચિત્ર બદલાય. આપવાનું તો જ બને જો લેનાર હોય. આપવામાં લાભ છે તેવા સૂરોમાં પછી, રાખવામાં ગેરલાભ છે તે ભૂલી જવાય. તમતમારે આપતા જાઓ, તમે આપો છો તે ધર્મ છે, અમને પાત્ર માનો છો તે મહાધર્મ છે, પાત્રને શક્તિ ગોપવ્યા વિના દેવાથી ખૂબ ખૂબ લાભ થાય છે. જનમારો સાર્થક થાય છે, એમની દિવ્ય દેશનાઓ ચાલતી રહેતી. ત્યાગધર્મ અને વિરતિધર્મ ભૂંસાતો ગયો. એકવાર ખોટો ચીલો પડે છે પછી તેના પડઘા યુગયુગાંતર સુધી સંભળાયા કરે છે. શ્રી શાંતિનાથ પ્રભુનું તીર્થ સ્થપાયું ત્યાર સુધી દરેક તીર્થંકરોના સમયની વચ્ચે આ દાનધર્મીઓ માથું ઊંચકતા. બ્રાહ્મણો જ મુખ્ય રહેતા. ભગવાનનાં નામે ભરપૂર અર્થવાદ પોષાતો. મિથ્યાધર્મને ગતિ મળતી. આ નોંધ ત્રિષષ્ટિમાં છે. શ્રીકાકંદ તીર્થની યાત્રાએ આવ્યા. પાછા નીકળ્યા. દિવસોના દિવસો સુધી મનમાં ઘૂમરાશે અહીંની યાદ. તીર્થથી દૂર રહ્યા તેની વેદના ખૂંચશે. મંદિરજી પર વીજળી પડી તેના ડામ હૈયેથી નહીં રૂઝાય. તો દરેક તીર્થો સાથે બંધાતો ઝૂરાપો : ફરી ક્યારે આવીશું ? શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ પોષ સુદ પાંચમ : લછવાડ પહાડીના ખોળે રેતાળ નદી છે. તેના બેય કિનારે કલ્યાણક મંદિર. આ કિનારે ચ્યવન કલ્યાણકનું મંદિર છે. પ્રભુનું અંતિમ અવતરણ થયું, તેનું સ્મારક. મા દેવાનંદાનું સાદું અને પવિત્ર ઘર જ્યાં હતું ત્યાં આજે પ્રભુનાં પગલાં છે. પ્રભુ તો મા ત્રિશલાનાં ઘેર સીધાવી ગયા, પણ મા દેવાનંદાની સૂમસામ આંખોથી ધોવાયેલું ધરાતલ અકબંધ રહ્યું. પ્રભુને લીધે ચૌદ સપનાં આવ્યાં હતાં ને પ્રભુનાં જવા સાથે જ સપનાનું અપહરણ થયું. તેનાય સંકેત મળ્યા'તા, સપનામાં જ. પ્રભુની પધરામણી થઈ તેનું પ્રથમ શક્રસ્તવ ઇન્દ્રમહારાજાએ આ ભૂમિની સમક્ષ ઝૂકીને ઉચ્ચાર્યું હતું. તો અનંત કાળ પછીનાં આશ્ચર્યની ઘટના એક પછી એક એમ બે ઘટી. આ ભૂમિ પર તીર્થંકરનો જીવ બ્રાહ્મણનાં અધમ કુળમાં અવતાર પામ્યો. જે ગર્ભમાં તીર્થંકર પધાર્યા. તે ગર્ભસ્થળેથી જનમ લેવાને બદલે બીજાં ગર્ભસ્થળમાં પ્રભુ પધાર્યા અને પછીથી ત્યાં જ જનમ થયો. આ નાનકડું મંદિર બે આશ્ચર્યનું સ્થાન છે. એક માત્ર પ્રવેશદ્વાર. અંદાજે દસથી બાર હાથની લંબાઈ, પહોળાઈ. ઊંચાઈ થોડી વધુ હશે. શિખર કે સામરણ કરતા જુદા જ આકારનો ઘુમ્મટ. પૂજારીનો સમાન, પૂજાની સામગ્રી અને થાળીવાટકી, ખૂણાઓ રોકીને ફેલાયું હતું બધું. પ્રભુવીરનાં પ્રથમ કલ્યાણકની ભૂમિને ભવ્યતા નથી મળી. મંદિર સાવ નાનું લાગે છે. અહીંથી નદી પારનું દીક્ષાકલ્યાણકમંદિર દેખાય છે તેય અદલ આવું જ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર અને દક્ષિણભારત જેવા પ્રદેશોમાં કલ્યાણકો નથી થયા ત્યાં ગગનચુંબી જિનાલયો છે. આ કલ્યાણક ક્ષેત્રમાં આવું જિનગૃહ ? અરે, કેટલાય ઘરદેરાસરો આનાથી સુંદર હોય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ભારતમાં પ્રભુનું કલ્યાણકસ્થળ આવી ઉપેક્ષિત હાલતમાં ? ભારે વેદના થઈ ? પૂજારી ઝડપથી પૂજા પતાવી દે છે, એને મોડું થતું હોય છે. ભગવાને તીર્થંકર નામકર્મને સાથે લઈને જે સ્થળે માનવદેહ ધારણ કર્યો ત્યાં માત્ર સન્નાટો હતો. વાતાવરણ તો અદ્દભુત હતું જ. જનમજનમનો થાક ઉતારી દે તેવી સુરખી હતી ચોપાસ. ધ્યાનમાં અંતર્લીન થઈ જવાય તેવી પરમ શાંતિ હતી. આકાશમાં અનાહત સૂરો ગુંજતા હતા. ફૂલ જેવી મુલાયમ હતી હવા. તડકો દઝાડી ન શકે તેવો સરિતાતટનો સહવાસ હતો. ભીતરમાં આપોઆપ આનંદ અંકુરિત થાય તેવું સ્થળ હતું. હજીય જાણે ચૌદ સપનાં ઘૂમતાં હતાં. અતિશય પાવનતા હતી, છતાં વાતાવરણને અનુરૂપ પરિવેશ મળ્યો નહોતો. પ્રવેશદ્વાર અને ગર્ભદ્વાર એક જ હતાં. જિનાલય માટે સંકુલ હોય ને તેનો ભવ્ય, કમાનબદ્ધ, ઊંચો, લોખંડી મહાદરવાજો હોય ને તેમાંથી પ્રવેશીને ઘણું બધું ચાલ્યા પછી ઉત્તુંગ જિનમંદિર આવે-એવી કોઈ કલ્પના ચાલે નહીં. એક જ વાતું હતું, સમચોરસ આકારની ભીંતો અને સાદું શૃંગ, એમાં બધું આવી ગયું. દેવગતિને છોડીને પ્રભુએ જે સ્થળેથી માનવગતિમાં પ્રવેશ કર્યો તે સ્થાનને કોઈ લાડકોડ નથી મળ્યા. આ ભૂમિ, પ્રભુએ અમારો ત્યાગ કર્યો છે તેની ઘેરી વેદનામાં ડૂબી હશે એટલે કોઈ સાજ સજવાના એને હોંશ નથી લાગતા. મનોમન આ ધરતીને કહ્યું : “અમારાં અંતરમાં તો પ્રભુ પળવારેય પધાર્યા નથી. તમારાં આંગણે તો પૂરા ૮૨ દિવસ પ્રભુ રહ્યા. પ્રભુ ગયા તે તરત નથી ગયા. ઘણું રોકાઈને ગયા છે. તમે તો કણેકણમાં મહાપુણ્યવાન છો. તમારા પાલવમાં પાંગરેલો છોડ, આગળ જતાં ઘટાદાર વૃક્ષ બન્યો. તમે સીંચેલાં નીરથી એ એટલો ખીલ્યો કે દુનિયા આખીને એણે છાંયડો ધર્યો, પ્રભુ ચાલી ગયા તેનાથી તમારે હતાશ થવાનું ન હોય. તમારે તો પ્રભુ અહીં રહીને, સ્થિરતા કરીને ગયા તેનો હર્ષ માણવાનો હોય.” મા દેવાનંદાનાં પગલાં ઝીલનારી આ ધરતી જવાબ આપે એવી અપેક્ષા હતી. જવાબ આવ્યો. એવો ધારદાર કે આંખો ભીંજાઈ ગઈ : ‘પ્રભુ પધાર્યા અમારે ત્યાં, તેનો આનંદ તો તમને સમજાય એવો નથી. એટલે જ તમને અમારી વેદના નથી સમજાવાની. પ્રભુ પધાર્યા તો પછી શું કામ ચાલી ગયા ? ચાલી જ જવું હતું તો અમારા નાથ પધાર્યા શું કામ ? અમારે કોઈ દેવીદેવતાઓના મહોત્સવ જોવા નહોતા. અમારે તો એ કલૈયા કુંવરના ખેલ જોવા હતા. એ ભગવાન થવાનો હતો તે અમને ખબર નહોતી. અમને તો એટલી જ ખબર હતી કે એ અમારો ઉદ્ધાર કરવાનો હતો. છાણમાટીની ગાર લીંપેલી અમારી ઓસરીમાં એને ઘોડિયે ઝુલાવવો હતો. એને માટીનાં રમકડાં આપત ને સોનાથીય સવાઈ લાગણી સીંચત. અમારા ગરીબના ખોરડે એ રતન અજવાળું રેલાવત અને અમે સૌ એમાં નહાયા કરત. બસ, આ જ ભાવના હતી. તમને આ સમજાશે નહીં. અમારી વેદના એ છે કે અમારા આકાશમાં અમૃતનું વાદળ બંધાયું હતું. તેના છાંટણાય થોડા માણ્યાં હતાં. પછી કોણ જાણે એ વાદળ ક્યાં ફંટાઈ ગયું અને કોણ તાણી ગયું કાંઈ ખબર ના પડી, એ સૂરજ પૂર્વ દિશા લઈને આવ્યો ને પૂર્વ દિશા લઈને ચાલી પણ ગયો. હવે અમારે કંઈ દિશા જોવાની ? સંબંધ બંધાયો ત્યારે તો આલાદની ચરમસીમાએ પહોંચ્યા. પણ પછી સંબંધ એવો તો કપાયો કે જાણે અહીં કોઈ આવ્યું જ નહોતું. અંધારું જીરવી લેત અમે. પણ આ તો અજવાળું થયેલું તે છીનવાયું એની વ્યથા છે. પ્રભુનું પારણું અહીં ના ઝૂલું. એના ઊંડા ઘા સમજવા તમારે મા દેવાનંદા થવું પડશે. વિપ્રવર્ય ઋષભદત્તનાં આશ્વાસનમાં જે દર્દ ટપક્યું હતું તે સાંભળવું પડશે.” મરુદેવી માતાનાં આંસુ સમજાય એવાં હતાં. મા દેવાનંદાનાં આંસુ સમજાય તેવાં નહોતાં કેમ કે એમણે તો ચૌદ સપનાં આવ્યાં અને ઝૂંટવામાં એટલું જ જોયેલું. તેય બંધ આંખે. આ ધરતીનાં આંસુ સમજાતાં હતાં. હવે કોઈ જવાબ હતો નહીં. જો કે મા દેવાનંદાનાં આંસુ ખુદ ભગવાને જ ઉકેલ્યાં હતાં. તીર્થંકર બન્યા બાદ પ્રભુ બ્રાહ્મણકુંડ ગ્રામ પધાર્યા હતા. મા દેવાનંદાને બોધ આપ્યો હતો. પોતાનો દીકરો બેંતાળીસ-પિસ્તાલીસ વરસે પહેલી વાર મળે ને તેય ભગવાનનાં રૂપે મળે તેનો આશ્ચર્યભર્યો આઘાત ઝીલવાનું ગજું મા દેવાનંદા જ દાખવી શકે. ને પ્રભુ જ એમને પ્રતિબોધિત કરી શકે. ચ્યવનકલ્યાણકનાં મંદિરમાં સમય થોડો જ મળ્યો પણ ભાથું ભરપૂર બંધાયું. પોષ સુદ પાંચમ : લકવાડ પ્રભુ મા દેવાનંદાની કૂખે પધાર્યા તેના થોડા જ સમય પછી ઇન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાન દ્વારા તપાસ આદરી. એમને પ્રભુનું નવું ઘર શોધવું Page #28 -------------------------------------------------------------------------- ________________ ૪૪ હતું. એમણે ક્ષત્રિયકુંડ જોયું. તવ મતક્ષેત્રપાવન તીર્થવદ્ મુવ: || (ત્રિષષ્ટિ ૧૦૨-૧૭) પ્રભુની પધારામણી થાય તે પૂર્વે જ એ તીર્થ જેવું પાવન હતું. પ્રભુનાં પગલે તો પવિત્રતા માત્ર વધી, ખૂબ વધી. પ્રભુને ખેંચી લાવે તેવી પવિત્રતા મન ભરીને એણે ઝીલી હતી. ક્ષત્રિયકુંડની ભૂમિ એટલે મા ત્રિશલાની ભૂમિ. સીરુ| મારુ ઢારવું પથાય એ સૂત્રની જીવનભૂમિ. પજુસણમાં એ સૂત્ર સાંભળવામાંય સકલસંઘ અપરિસીમ રોમાંચ પામે છે તો અહીં તો ખરેખરો જનમ થયો હતો. ત્રણ લોકમાં આનંદની લહેર છવાઈ હતી તે અહીંથી. પ્રભુના જનમ પૂર્વે જ કેટલી બધી ઘટનાઓએ જનમ લીધો ? ક્ષત્રિયકુંડનાં મૂળસ્થળે જતી વખતે પંચઘાટીની પહાડીઓના ચડઉતરવાળા મારગ પરથી, ચારેકોર વિસ્તરેલાં જંગલ જોવાને બદલે આકાશમાં તાકવાનું વધુ ગમતું હતું. હરિનિગમૈષી દેવે આ જ આકાશના પંથે પ્રભુનું ગર્ભાપહરણ કર્યું હતું. એની ગતિ અને સ્ફાલ તો તે વખતે તદ્દન ધીમા હશે. હાથમાં પ્રભુને લઈ જતા હરિનિગમૈષીનાં સંચલનને આ આકાશે અવકાશ આપ્યો હતો. એની પ્રચંડ અને ઉદ્ધત ગતિ તો બ્રાહ્મણકુંડ આવતી વખતે ને ત્યાંથી પાછા જતી વખતે હતી. મા ત્રિશલાને ચૌદ સપનાં આવ્યાં. મા ત્રિશલાએ રાત્રિજગો કર્યો, રાજા. સિદ્ધાર્થે સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવ્યા, એ લોકો આવ્યા. રૂ અને થર્વ ચૌદ સપનાની વાત સાંભળી વિમર્શ કરી એમણે અર્થઘટન કહ્યું, રાજાએ સાંભળી સ્વીકાર્યું અને પ્રતિદાન દીધું. ત્રિશલાદેવીએ રાજા દ્વારા તે અર્થઘટન સાંભળ્યું અને થર્વ સાથી કહી વધાવ્યું. ઘરમાં, રાજ્યમાં સંપત્તિ વધી તેથી બાળકનું નામ વર્ધમાન રાખવાનું નક્કી થયું, પ્રભુએ માતાને કષ્ટ ન થાય તે માટે નિશ્ચલતા ધારણ કરી, મા ત્રિશલાને પ્રચંડ આઘાત થયો, તે જાણી પ્રભુ હલ્યા, મા-બાપ જીવતાં હોય ત્યાં સુધી દીક્ષા ન લેવાનો અભિગ્રહ લીધો. રાજદાસીઓ મન્દ્ર સંવરવાળો ઉપદેશ આપતી રહી, ભરતી પૂર્વેના દરિયાઈ હિલોળાની જેમ પ્રભુજનમ પહેલાં આ બધું બન્યું. અને ચૈત્ર સુદ તેરસ આવી પહોંચી. તે કાળ અને તે સમય પણ આવી પહોંચ્યા. ધરાતલનાં સૌભાગ્ય ઉઘડ્યાં. પ્રભુ સાક્ષાત પધાર્યા. આનંદકંપ જગતભરમાં પ્રસર્યો. દિકુમારી આવી હતી. સ્નાત્રપૂજાની કડીઓ આપોઆપ સાકાર થઈ હતી : ચાર રક્ષા કરી, ચાર દીપક ધરી. અમે ધર્મશાળાની પડસાળમાં થઈને પ્રભુવીરનાં જન્મસ્થાને પહોંચ્યા. પ્રભુની શ્યામલ રંગ ધરાવતી નાજુક પ્રતિમાનાં દર્શન કર્યા ત્યારેય દિકુમારીનાં ભક્તિગાન પડઘાતા હતા : મેરુ રવિ ચંદ્ર લગે જીવજો જગપતિ. નવજાત પ્રભુને હાથમાં લેવા દિíમારીઓએ હઠ કરી હશે ? એમની પછી ઇન્દ્ર મહારાજનો વારો હતો. એ આવ્યા. મા ત્રિશલા સાંભળતા રહ્યા : હું શક્રસોહમ નામ કરશું. માં અવસ્થાપિનીમાં સર્યા. પંચરૂપે ઇન્દ્ર મહારાજા ચાલ્યા. પછીનો સ્નાત્રમહોત્સવ ક્ષત્રિયકુંડમાં ના થયો. પ્રભુ પાછા પધાર્યા ત્યારે મેરુપર્વત કંપી ચૂક્યો હતો. ત્રિશલામાતાને આ ઘટનાની ખબર કયારે મળી હશે ? ખેર, હવે દાસી પ્રિયંવદા દોડી, પાગલવેગે. અત્યાર સુધી રાજા સિદ્ધાર્થ દૂર હતા, કદાચ દાસીએ વધામણી આપી. રાજાને ચિરપ્રતીક્ષિત સમાચાર મળ્યા. સોનું વરસાવીને એ આ ભૂમિ પર આવ્યા. બાળને હાથમાં તેડી લીધો. આંખોમાં આનંદ સમાયો નહીં હોય તે ઘડીએ. કુમાર નંદીવર્ધનને મોટાભાઈનું પદ મળ્યું તેની ચર્ચાઓ ચાલી અને સમગ્ર નગરમાં મહામહોત્સવની ઘોષણા થઈ. કલ્પસૂત્ર, મહાવીર ચરિયું, પર્યુષણાનાં સ્તવનોના અક્ષરેઅક્ષર સાકાર થતા હતા આંખો સામે. સાથોસાથ વિચારોય ઉઠતા હતા. આજે એ મહાનગરનો એક અંશ પણ હાજર નથી. એ રસ્તા, એ ચતુષ્પથ, એ મહેલો અને એ આડંબર આજે નામશેષ છે. માત્ર પ્રભુનું સ્થાન અને શ્રી નંદીવર્ધન રાજાએ ભરાવેલી મનહરમૂર્તિ છે. જો કે, આટલું ઓછું છે? પ્રભુનાં સાનિધ્યમાં દોઢેક કલાક રહ્યા. અમાસી રાતના આસમાન જેવો મૂર્તિનો વાન. પ્રભુના વડીલબંધુએ લાગણી સીંચીને એ ઘડાવેલી. પ્રભુનું સાચું રૂપ આ જ મૂર્તિમાં મળે. સુકોમળ કાયામાં તેજ દીપે. આંખોમાં સૂરજ ચમકે. હાસ્યની લહરમાં વિશ્વવિજેતાનું ગૌરવ અને આત્મવિજેતાની ખુમારી. કેશજટા તો અવર્ણનીય. સ્કંધને અડકતાં કાન બીડાયેલાં કમળ જેવા. હાથ તરફ સહેજ ઢળતા ખભા અને શ્વાસવિજયી વક્ષનાં સાયુજ્યથી મુખમુદ્રાની અલૌકિક આભાને અનેરો ઉઠાવ મળે, હાથપગની આંગળી એકદમ જીવંત લાગે. જાણે હમણાં હાથ ઉચકાશે ને આપણાં શિરે મૂકાશે. ખૂબ રાહ જોઈ પણ એવાં નસીબ કયાંથી ? પરિકરના બે ચામરધારી દેવોના ચહેરા પર લોકોત્તર આનંદ, એમના અંગે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અંગમાં એ નીતરતો દેખાય. છત્રત્રિકની આજુબાજુ બે દેવો શું કરે છે ? વાદળ લઈને ઉડતા આવે છે. ભામંડળની નજીકમાં નાની આકૃતિ છે તેય વિશિષ્ટ છે. વાજીંત્રવાદન ચાલુ છે. બીજી બાજુ હાથી પર સવારી છે દેવોની. સંગીતના સૂરોમાં ગજરાજ મસ્ત છે. ચામરધારી દેવોપર ફરી ધ્યાન જાય છે. એમની ઉત્કટ હર્ષસમાધિની ઈર્ષ નીપજે છે. પ્રભુ બિરાજે છે કમલાસન પર. તેની નીચે એક દેવી નૃત્યમુદ્રામાં અંતર્લીન છે. એના પગતળે કોઈ પરાજીત દુરાત્મા છે. દેવીની બન્ને તરફ એક એક વનરાજ છે. પ્રભુનું લાંછન, એમની ખુશીનો ઉમળકો અજબ છે. એક જ પાષાણમાંથી પરિકરસહિત પ્રતિમાજીનું ઘડતર થયું છે. પ્રભુનો જમણો ઘૂંટણ ખંડિત થયો છે. મૂર્તિનું રૂપ યુગાંત સુધી અખંડ રહેશે તે નક્કી હોવા છતાં આ જખમ પણ સાથે જ રહેશે તેવું માનવા મન તૈયાર નથી. કોઈ ઈલાજ થવો જોઈશે. આવી બીજી બે મૂર્તિ હતી, જે ચ્યવન અને દીક્ષાનાં સ્થળે મંદિરમાં પ્રતિષ્ઠિત હતી. પરંતુ એ ચોરાઈ ગઈ. આ મૂર્તિ આટલી સલામત છે તે સદ્નસીબની વાત છે. આ મૂર્તિની રાજા નંદીવર્ધને પૂજા કરી, રોજેરોજ. પ્રભુની વિદાય લેતી વખતે ખૂબ દુ:ખ થયું. માત્ર દોઢ કલાકનાં સામીપ્ય પછી પ્રભુને છોડતા આવી વેદના થઈ તો ત્રીસ વરસનાં સાહચર્ય પછી જીવંત પ્રભુને છોડતા રાજા નંદીવર્ધનને કેટલી વેદના થઈ હશે ? પ્રભુને એક જ વાક્ય કહ્યું : વયા વિના વીર ! મથે ત્રગામઃ પોષ સુદ સાતમ : મહાદેવસિમરિયા પ્રભુના નિવાસેથી નીકળ્યા. વરસોના વરસો પૂર્વે આ જ રસ્તે પ્રભુની દીક્ષાનો વરઘોડો નીકળ્યો હતો. હજારો આંખો પ્રભુને જોતી હતી. હજારો મુખે પ્રભુના ગુણ ગવાતા હતા. હજારોનાં હૈયે પ્રભુ પ્રતિ આકર્ષણ હતું. હજારો લોકો હાથ જોડી પ્રભુને નમતા હતા. શ્રીકલ્પસૂત્રનાં દીક્ષાપ્રયાણ સૂત્રની યાદ આવતી રહી. ટીકામાં નોંધ છે તેમ રાજા નંદીવર્ધને પોતાની વેદના ઢાંકી રાખી હતી. પોતે રડે તો ભાઈનો મંગલ પ્રસંગ બગડે તેવી કોઈ ભાવના. નાનપણના બધા જ પ્રસંગો યાદ આવતા હતા. ભાઈએ સાવ નાની વયે એક દેવને મૂકી મારી વશ કર્યો હતો. એ દેવ તો મહારાક્ષસ હતો, ભાઈને મારી નાંખવા માંગતો હતો. ભાઈના હાથે એ સીધો થઈ ગયો. ભાઈની લીલા જ કમાલ, પાઠશાળામાં એને ભણવા મૂક્યો તો ત્યાંના પંડિતજીને ભણાવી આવ્યો. બધું જ સમજતો પણ બોલે કશું નહીં. હું એને તું-કારે બોલાવતો. એને ખરાબ ન લાગતું. એની પાછળ તો ઇન્દ્રદેવતા હતા તોય મારી આગળ એ નાનો બની જતો. મને જ પૂછે. પોતે નિર્ણય ના લે. મા તો ભાઈને કાયમ કહેતી : ‘મવતં વીસમી TIનાં તૃતિર્ગમાતાવનમહાવ્યતતુનાનાં વિન 7: I (ત્રિષષ્ટિ ૧૦-ર-૧૪૨)” ‘બેટા, તને જોતા તો જગત આખાને ધરવ નથી થતો. હું તો તને જોવાની એકમાત્ર સંપત્તિ ધરાવું છું. મને તો તૃપ્તિ થાય જ ક્યાંથી ?” ભાઈએ મા અને પિતાજીને કાયમ સંતોષ આપ્યો. મનેય હંમેશ રાજી રાખ્યો. પોતાની મોટાઈ મને નથી બતાવી. આજે મારે એને રાજી રાખવાનો છે. એણે દુનિયાનો ઉદ્ધાર કરવા જનમ લીધો છે. હવે એ મહાન કાર્ય શરૂ કરશે. એને મારું દુઃખ બતાવવું નથી. એનું લક્ષ્ય એ મારું લક્ષ્ય, એનો નિર્ણય એ મારો નિર્ણય. એની ખુશી એ મારી ખુશી. એ સાધક બનશે તો, મારા તો ભાઈ મહારાજ ગણાશે. પછી પરમજ્ઞાન પામશે ત્યારે મારા ગુરુ થશે. હું એની, એની નહીં—એમની ખૂબ સેવા કરીશ. મારો ભાઈ તો ભગવાન થવા સર્જાયો છે. એ ભગવાન થશે, અહીં નંદીવર્ધન રાજાનો વિચારો ખોરંભાતા કેમ કે ભગવાન થયા પછી એ ભાઈ તરીકે વાત નહીં કરે. એના અવાજમાંથી નાનાભાઈ તરીકેની પ્રેમાળ ઉષ્માં ચાલી જશે. આ સહન થાય તેમ નહોતું. ભાઈ ગમતો, ભાઈનો અવાજ ગમતો અને એ અવાજમાં ફોરતી લાગણી સૌથી વધુ ગમતી. ભગવાન બની ગયા પછી તો એ મારી માટે તટસ્થ બની જશે. ફરી વાવંટોળ ઉઠતો હતો, મનમાં. સાધક બનશે તે જ ઘડીએ સંબંધનો તંતુ તૂટી જશે. મારો ભઈલો મને જ છોડી જવાનો, ભૂલી જવાનો, મૂકીને ચાલી જવાનો. અંતરમાં ઘમસાણ ચાલતું રહ્યું. મહામાર્ગ સુમસામ લાગતો હતો. ઇન્દ્રો શિબિકા ઉચકતા હતા. દેવો પડાપડી કરતા હતા. લોકો ઘોષ ગજવતા હતા. ક્ષત્રિયકુંડની સૌથી લાંબી શોભાયાત્રાની ગોઠવણ એમણે જાતે જ કરી હતી. આવો ઠાઠમાઠ ક્યારેય થયો નહોતો. નગરજનો તો પાગલ થઈ ગયા હતા. સૌ નાચતા હતા, કુદતા હતા. રસ્તા પર, હાજરીનો પારાવાર હતો છતાં રાજાને ખાલીપો લાગતો હતો કેમ કે એમનો વહાલો બંધુ જઈ રહ્યો હતો. ઉદ્યાન આવ્યું હતું. શિબિકા અટકી હતી. હવે તો શ્વાસે શ્વાસે હૃદયના ટુકડે ટુકડા ઉડતા હતા. ભાઈએ આભરણો ઉતાર્યો. મોઘાં વસ્ત્રો છોડ્યાં. હાથથી ભાઈ વાળ પકડે છે. આ તો લોચ કર્યો ભાઈએ. પાંચ મુઠ્ઠીમાં બધા વાળ ઉતરી Page #30 -------------------------------------------------------------------------- ________________ ४८ ગયા. સાવ બદલાઈ ગયો, મારો વીર. ઇન્દ્રમહારાજાએ સૌને શાંત કર્યા. વીર કશુંક ઉચ્ચરે છે. શરમ સીમાડ્યું સૂત્ર. આ ઘટનાને કલ્યાણક કહે છે. આ ક્ષણે ત્રણેય લોકમાં આનંદના તરંગો સર્જાયો હશે. પણ મારી લાગણીમાં ઉલ્કાપાત મચ્યો છે. મારો નાનો ભાઈ મને જ વિસારે મૂકી રહ્યો છે. રાજાની વેદના ચરમસીમાએ પહોંચી. દેવો, ઇન્દ્રો ચાલી ગયા. નગરજનો જવા માંડ્યા. એ પ્રભુ સાથે ચાલતા રહ્યા. જંગલ આવ્યું. પ્રભુએ રાજા, સમક્ષ જોયું. રાજાને આ જ ક્ષણ જોઈતી હતી. આ ક્ષણ ચિરંજીવ બને, દુનિયા આ ક્ષણ પર અટકી પડે તેવો મનોભાવ જાગ્યો. મારો ભાઈ મારી સામે જોતો હોય ને મને પૂછતો હોય તેવી મોટાઈની તમા નથી. મારી સાથે એ ઊભો હોય એટલું જ જોઈએ છે. પ્રભુએ રજા માંગી. ઘણું બોલવું હતું. અવાજ ન નીકળ્યો. ચહેરા પર વેદના ન આવે તેની કાળજી લીધી. ના પાડવાની કલ્પના નહોતી તો હા પાડવાની તૈયારી સાત જનમારેય નહોતી. અનાયાસે ચહેરો હલ્યો અને અનુમતિ સૂચિત થઈ. ભાઈએ પીઠ ફેરવી. હવે આગળ ચાલવાનું નહોતું. ભાઈ ચાલ્યો જતો હતો. ઘણું ચાલ્યાં પછી એ પાછળ જોઈને હાથ ઊંચો કરશે તેવી ધારણા હતી. ના, એવું ન બન્યું. એ ભૂમિના રસ્તે નહીં, સાધનાના રસ્તે ચાલતો હતો. વૃક્ષોની અડાબીડમાં એ અલોપ થયો. એ દેખાતો બંધ થયો તેના તીવ્ર આઘાતથી આંખો આપોઆપ મીંચાઈ હતી. બન્ને હાથે અડધો ચહેરો ઢંકાયો હતો. થોડી વારે એ આંખો ખૂલી ત્યારે એમાંથી આંસુઓનો અનરાધાર વહી આવ્યો. ત્રીસ વરસ પછી એમની જોડી તૂટી હતી. હવે સંધાન થવાની ભૂમિકા રહી નહોતી. જે વેદના પ્રભુની સામે પાડી હતી તે વેદના પ્રભુની દિશા સમક્ષ જોઈ રહેલી આંખોમાંથી અનવરત વરસતી હતી. માબાપ ચાલી ગયા ત્યારે તો ભાઈએ જ આશ્વાસન આપ્યું હતું. આજે તો આશ્વાસન આપનારેય કોઈ નહોતું. દીક્ષાકલ્યાણકની પાવન ભૂમિ સુધી ચાલતા ચાલતા આવ્યા ત્યારે શ્રી નંદીવર્ધનની લાગણીઓ સાથે જ ચાલતી હતી. દીક્ષાસ્થળે નાના મંદિરજી સમક્ષ પ્રભુની વિદાય અને રાજાની વેદના એકીસાથે અનુભવી. પોષ સુદ આઠમ : નિધોર બધું જ બદલાઈ ચૂકયું છે. દીક્ષાનો ભવ્ય વરઘોડો જે મહાનગરમાં ફરીને બહાર નીકળ્યો હતો તે મહાનગર પહાડ પરનાં જિનાલયમાં સમેટાઈ ગયું છે. ત્યાંથી દીક્ષાભૂમિ સુધીનો પાંચ કિલોમીટરનો રસ્તો વેરાન છે. વચ્ચે ઝૂંપડાય નથી. માત્ર જંગલ છે. હવેલી, ભવન, મહામાર્ગ, નગરદ્વાર કાંઈ જ નથી. બધું અતીતમાં ગરક થઈ ગયું છે. જબરદસ્ત ફરક આવી ગયો છે. છતાં એક સંભારણું હજી છે. ત્રિષષ્ટિમાં નોંધ છે કે ‘દીક્ષા સ્થળે ઉદ્યાન હતું. તેના વિશિષ્ટ વૃક્ષોનાં પાંદડાં એકબીજાને આશ્લેષ આપીને સુરીલો ધ્વનિ નીપજાવતાં હતાં. રસ્તે જનારાને આ પાંદડાનો મર્મરનાદ જાણે બેસવા આવવાનું આમંત્રણ આપતો.' (૧૦-૨૦-૧૯૫) પહાડી ઉતર્યા પછી અંદાજે દોઢ માઈલ સુધી આ મર્મર સંગીતની છાયા મળતી રહી. રસ્તો ગજબ હતો. થોડી થોડી વારે નદીના પથરાળ પટમાં કેડી ઝકે. પાણીમાં ઊંચા રહેલા શિલાખંડો પર પગ મુકીને ઊભા રહીએ તો કલકલતા પાણીથી ઘેરાઈ ગયા હોઈએ તેવું લાગે. ભલે પગ ના ભીંજાય, આંખો તો ભીંજાય જ. સામે પાર થઈને થોડું ચાલીએ ત્યાં વળી આ પાર આવવા પથ્થર વાટે પાણી કુદવાનું આવે. આમાં બન્ને કોર ઝળુંભેલા ઊંચા પહાડ જોવાનું ન બનતું. પણ કાનમાં સતત જંગલ વર્તાતું. હવા જોરમાં હતી. જંગલનાં વૃક્ષવૃક્ષને હીંચકે ઝૂલવવા નીકળી હોય તેવો એનો જુસ્સો હતો. શિયાળો હતો એટલે વૃક્ષોય લીલાધૂમ હતા. શ્રી હેમાચાર્યએ યાદ રાખીને ઉલ્લેખેલો પાંદડાનો ઘૂઘવાટ સતત સંભળાતો. વિરાટ શિલાખંડો પર દરિયાઈ પાણી અફળાય ને તેમાંથી ભરપૂર ફીણ ઉભરાઈ આવે, પાણી પળભર પાછું. જાય ને શિલાની ચટ્ટાન પરથી સરકતા ફીણના રેલા જે સરસરાટી ગ્રંજિત કરે તેને મળતું સંગીત જંગલના કણેકણમાંથી જાગતું હતું. પ્રભુ દીક્ષાસૂત્ર બોલતા હતા ત્યારે ઇન્દ્ર મહારાજાએ જનમેદનીને તો શાંત કરેલી પણ આ તરુમેદની તો ગાજતી હતી. પ્રભુનો ધીરગંભીર સુત્રઘોષ, આ મર્મરધ્વનિનાં પાર્થસંગીતમાં અદ્દભુત બન્યો હશે. - દીક્ષા કલ્યાણકના સાક્ષી હોવાનો મદ આ વૃક્ષઘટાને બારેમાસ મુખરિત રાખે છે. પોષ સુદ નોમ : ઝાઝા લછવાડ ગામથી ત્રણ માઈલની દૂરી પર પ્રભુવીરનાં કલ્યાણકનો પહાડ છે. લછવાડમાં દોઢસો વરસ જૂનું જિનાલય છે. તેનાં શિખરમાં એકસો આઠ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શ્રી ઋજુવાલુદ્ધ તીર્થ શિખર કોતર્યા છે. ગણવાનું શરૂ કર્યું હતું, પણ પછી લાગ્યું કે વિશ્વાસ રાખવાનું સુખ વધુ સારું છે. આ વિસ્તારની સ્કૂલોમાં નવકારમંત્ર પ્રાર્થના રૂપે બોલાય છે. ગામના લોકો મંદિરજીને દૂધ નથી આપતા કેમ કે દૂધમાં જરાક પણ પાણી હોય તો દૈવી સજા વેઠવી પડે છે. થોડા વખત જ પહેલા તો હાથી નીકળ્યો હતો. દારૂ પીનારાને દૈવી પરચા મળે છે. ગમે ત્યારે સિંહ આવીને સજા કરે. વીરપ્રભુ પ્રત્યે સામાન્ય જનસમાજને ખૂબ આસ્થા છે. | દિગંબરો નાલંદા-કુંડલપુરને વીરજન્મભૂમિ માનતા હોવાથી તેમની અહીં કોઈ જ દખલગીરી નથી. અહીંથી થોડેક દૂર ચેનમા પહાડ છે તેની પર સોળસો ફૂટ ઊંચે પુરાણા અવશેષ છે. આ પહાડને આદિવાસીઓ જેનમાં પહાડી કહે છે. અહીંના સંશોધકો તેવું માની રહ્યા છે કે આ પહાડ પરના અવશેષો, જે રાજમંદિર તરીકે ઓળખાય છે તે રાજા સિદ્ધાર્થનો મહેલ હોવો જોઈએ. ત્યાંથી સિંહ પર આસીન પુરુષની ખંડિત મૂર્તિ પણ મળી હતી. ત્યાંની ઈટો, ઈંટો વચ્ચે મૂકાતી ચૂનામાટી, ખોદકામમાં મળી આવતા જૂના ખંડિત મૃત્તિકાપાત્રો ઘણું બધું સૂચવવા માંગે છે. લછવાડથી થોડેક દૂર મહણા અને રૂખડી નામનાં બે જુદાં જુદાં ગામ છે. સંશોધકો તેનો સંબંધ અનુક્રમે બ્રાહ્મણકુંડ અને ઋષભદત્ત સાથે જોડે છે. લછવાડનું મૂળ એ લોકો મા ત્રિશલાના પરિવાર સાથે જોડે છે. ત્રિશલામાતા વૈશાલીના હતાં, લિચ્છવી હતાં. લગ્ન સમયે તેમની સાથે ઘણા લિચ્છવી આવ્યા. તેમને રહેવાનું સ્થાન અલગ રાખવામાં આવ્યું, તે આજે લછવાડ તરીકે પ્રસિદ્ધ છે. પુરાતન સમયમાં કુંડગ્રામ એક હતું. તેના વિભાગ બે હતા. બ્રાહ્મણકુંડગ્રામ અને ક્ષત્રિયકુંડ. ક્ષત્રિયકુંડગ્રામ ભલે નામશેષ રહ્યું. પણ જનમધામ તરીકે જગપ્રસિદ્ધ રહેલી એ ભૂમિ પર આજે ગુલાબનો વિશાળ બગીચો છે. દિલ્હીનાં રાષ્ટ્રપતિભવનમાં નથી ઉગતાં એવાં ગુલાબ અહીં ઉગે છે. પ્રભુની ધરતીનો મહિમા કાળથી પર છે. પોષ સુદ દશમ : બટવા રોજ ગામોનાં નામની ચર્ચા કરીએ છીએ. સાધનાકાળનાં સાડાબાર વરસ દરમ્યાન અંદાજે ૯૦ જેટલા નાનામોટાં ક્ષેત્રોની પ્રભુએ વિહારયાત્રા કરી. લછવાડની નજીકમાં જ કુમારગ્રામ છે, તેનું મૂળ નામ કૂર્મારગ્રામ. દીક્ષાની સાંજે પ્રભુ ત્યાં પધાર્યા હતા. બ્રાહ્મણને અર્ધવસનું દાન આટલામાં જ ક્યાંક થયું હતું. કોલ્લાગ આજે કૌન્નાગ બન્યું છે. મૌરાકનું મૌરા અને અશ્ચિય ગ્રામનું હથિયા થયું છે. સુવર્ણખલ અને લોહાગ્ગલા આજે સોનખાર અને લોહડી તરીકે ઓળખાય છે. ગૌશાળાની જન્મભૂમિ શરવણઝામ પણ છે, નામના ઉચ્ચાર બદલાય છે : સરવન, ગામ સાવ વેરાન છે, છૂટા છવાયા ઘરો. જો કે દરેક નામો સાથે આવો શબ્દમેળ બેસતો નથી. ઋજુવાલુકા જવાનું છે. તેનું નજદીકી નામ નથી મળતું. તે સ્થાન તો બરાકર તરીકે ઓળખાય છે. અઢી હજાર વરસ પછી નામો એક સરખા મળતા જ આવે તેવો આગ્રહ વધારે પડતો પણ છે. કૂર્મારગ્રામ આજે કુમાર તરીકે ઓળખાય છે ને ત્યાં કોઈ નાતલાદેવીની પ્રાચીન મૂર્તિ છે. ત્યાંની જમીનમાંથી જિનમૂર્તિના અવશેષો મળે છે. સંશોધકો તો નાતલા-શબ્દને જ્ઞાતપુત્રની નજીકનો ગણાવીને એ મૂર્તિને જૈનમૂર્તિ પૂરવાર કરવા માંગે છે. હવે એ મૂર્તિ પર તો દર વરસે બલિ ચડે છે, મેળ શો પડે ? ઋજુવાલુકાની બાબતમાં આવું જ બન્યું છે. જૈભિકાગ્રામને મળતું આવે તેવું નામ જમુઈ છે, તેમ સંશોધકો કહે છે તો ઋજુવાલુકાને મળતું આવે એવું નામ ઉલુઈ છે. આ પદ્ધતિમાં વરસોવરસ અને સૈકાવાર ઉચારમાં થતા ફેરફારોના આધારે ચાલતું ધ્વનિશાસ મુખ્ય આધાર બને છે. શબ્દનો સંબંધ શોધીને તે મુજબ સ્થાનનો સંબંધ નક્કી Page #32 -------------------------------------------------------------------------- ________________ ૫૧ કરવામાં આવે છે. જેમ કે પ્રભુવીર અને ગોશાળો વિહાર કરતા ચૌરાક સંનિવેશ પધાર્યા હતા. ત્યાં ગોશાળાને જાસૂસ સમજીને પકડી લેવાયો હતો. આજે એ સ્થાન ચૌરા તરીકે પ્રસિદ્ધ છે. આજ રીતે જંભિક ગ્રામ અને ઋજુવાલિકાની સરખામણી મેળવીને જમુઈ શહેર અને તેની ઉલુઆ નદીને કૈવલ્યભૂમિ તરીકે ઓળખવાની સંશોધકો તૈયારી કરી રહ્યા છે. બરાકર નામમાં નામનો મેળ નથી પડતો તેવી એમની દલીલ છે. આ વાહિયાત પ્રયત્નથી તીર્થની આશાતના થાય છે તેવું એ સંશોધકોને સમજાવે કોણ ? અઢી સહસ્રાબ્દીથી ચાલી આવતી પરંપરાના વિચ્છેદ કરવાનો હક કોઈનેય ન હોઈ શકે. અલબત્ત બરાકરથી ત્રણ માઈલનાં અંતરે જમક નામનું ગામડું નદી કિનારે જ છે. જૈભિકગ્રામની નજીકનો શબ્દ જમક જ હોઈ શકે, જમુઈ નહીં. આ સંશોધકોની રજૂઆત કબૂલવાનું મન નથી થતું તેનું બીજું પણ એક કારણ છે. એક વિદ્વાન છે અહીંના. તેમણે ક્ષત્રિયકુંડ પ્રભુનું જન્મસ્થાન છે તે પૂરવાર કરવા પુરાવા એકઠા કર્યા. દિગંબરો અને ભારત સરકાર ક્ષત્રિયકુંડને સ્વીકારવા તૈયાર નથી તેની સામે એ ભાઈએ કામ ઉપાડ્યું એટલે ભાવના એમની સારી. સવાલ પર્વતનો જ આવ્યો. કોઈ શાસ્ત્રોમાં પ્રભુવીર પર્વત ઉપર જનમ્યા તેવું વાંચવા નથી મળતું—એવી દિગંબરોની મુખ્ય દલીલ સામે એ ભાઈ કલ્પસૂત્રના બે પાઠ લઈ આવ્યા. એક, રૂચક પર્વત પરથી દિકુમારી આવી હતી તે. બીજો, પ્રભુએ જન્માભિષેક વખતે અંગૂઠાથી પર્વત કંપાવ્યો છે. બન્ને પાઠોનો કેવો અનર્થકારક વિનિમય થયો ? પહેલા શાસ્ત્રપાઠ મુજબ તો દુનિયાના દરેક તીર્થકરો પર્વત પર જનમ પામ્યા તેવું નક્કી થાય. કેમ કે રૂચક પરથી જ અમુક દિમારી આવે છે. મુદ્દે, રૂચક પર્વત તો સાવ અલગ છે તેનું એ ભાઈને જ્ઞાન નથી. બીજા શાસ્ત્રપાઠ મુજબ મેરુપર્વતના કંપનો પ્રસંગ એ ભાઈ સમજ્યા નથી. હવે આ જ ભાઈ બરાકર નદીનો છેદ ઉડાડે ને ઋજુવાલુકા નદીને જમુઈ શહેરની ઉલુઈ નદીમાં ખતવી દે તે માને કોણ ? - આજે ઋજુવાલુકા તીર્થ કૈવલ્યભૂમિ તરીકે પૂજાય છે. તે જ સૌથી મોટો પુરાવો છે. દિમાગ ચલાવવામાં શ્રદ્ધાને ઠેસ પહોંચે તે તો ચાલે જ કેમ ? કરુણતા એ છે તે ભાઈને અખિલ ભારતીય ઇતિહાસક્સ સંમેલનમાં શિખરજી મુકામે અધિકૃત સ્વીકૃતિ મળી છે. અહો રૂપમ્, અહો ધ્વનિ. પોષ સુદ અગિયારસ : જમુઆ તીર્થભૂમિ પર ચાલવા છતાં સ્પર્શનાનો લાભ નથી મળતો કેમ કે ડામરરસ્તે ચાલવું પડે છે. ભગવાન ધૂળિયા મારગે પગલાં માંડતાં, ક્યારેક કેડી રસ્તે પધારતા. કોરા મેદાનો અને ખેતરો પરથી પણ નીકળતા. પ્રભુનાં પગલાં પડતા તે ભૂમિના અણુઅણુમાં સત્ત્વ સીંચાતું. પ્રભુ ચાલી જાય તે પછી તે માટીમાં પ્રભુનો અણસાર સાંપડતો. પગલાની કતાર પણ સર્જાતી. એ માટીનો સ્પર્શ પામવાનો લાભ ચૂકી જવાય છે. ગાડીઓના ધુમાડા નડે તે ઠીક છે, એના ઘોંઘાટથી કાન થાકે તેય ઠીક છે. ખમી લેવાય. પ્રભુની ચરણરજથી દૂર રહેવું પડે તે નથી ખમાતું. રોડની બાજુમાં માટી બીછાવેલી હોય છે તેના પર ચાલીને થોડો સંતોષ મેળવી લઈએ તેટલું જ પુણ્ય છે. રસ્તો તો પ્રભુનો ના જ મળે. જે દિશામાં પ્રભુ ચાલતા નીકળ્યા, એ જ દિશામાં, એ જ પંથ પર સંચરવા મળે તો કૃતાર્થતા સાંપડે. મોટા વૃક્ષો દેખાય ખેતરોમાં. એના મૂળિયાં જમીન ઘસાવાથી બહાર દેખાતા હોય. એમ થાય કે પ્રભુ આવા કોઈ વૃક્ષતળે કાઉસ્સગ કરતા હશે. વડના વૃક્ષ સાથેની સરખામણી તો ત્રિષષ્ટિમાં છે જ. આજાનુલમ્બિતભુજો જટાવાનું ઇવ પાદપક / નિયંત્રિતમનાસ્તત્ર તસ્થૌ પ્રતિમયા પ્રભુ: (૧૦-૩-૫૮) વડવાઈ લંબાવીને ઊભેલાં વૃક્ષની જેમ ભગવાન જાનુ સુધી હાથ લંબાવી ઊભા રહ્યા. પ્રભુનું મન નિયંત્રિત હતું અને પ્રભુ પ્રતિમામાં હતા. એ વૃક્ષના છાંયડે પહોંચવાનું મન થાય. ત્યાં જઈ ઊભા રહેવું. કાઉસ્સગ કરવો-નાનો તો નાનો. પ્રભુને જ માત્ર યાદ કરવા. પણ વિહાર કરીને આગલા ગામે પહોંચવાના ભારમાં એ શકય ના બને. આપણા વિહાર તો બંધનવાળા છે, સામો મુકામ નક્કી કરીને નીકળવાનું, વચ્ચેથી ટૂંકા રસ્તે પહોંચવાનું. પ્રભુનો વિહાર નિબંધ હતો. કોઈ દિશા નહીં, કોઈ ગામ નહીં, કોઈ મુકામ નહીં. સતત યાદ આવે એક ગીત : અમે રખડતા રામ, જયાં બેઠા ત્યાં મુકામ અમે પવનની લહેરખી જેવા જ્યાં ત્યાં હરીએ ફરીએ ફોરમ જેવો જીવ અમારો અમે કશું નહીં કરીએ કાંઈ કશું નહીં કરવું એવું છે કે અમારું કામ નામ અને સરનામાં અમને લાગી રહ્યા નકામ. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ૫૪ પ્રભુ તો બસ, ચાલતા અને ઊભા રહેતા. બેસવાની વાત નહીં. પ્રભુ ઊભા રહેતા તેનું વર્ણન ત્રિષષ્ટિમાં વારંવાર આવે છે. સ્થિરચેતા નિર્નિમેષો રુક્ષકદ્રવ્યદત્તદેગુ | તસ્થૌ તસૈકસાત્રિક્યા મહાપ્રતિમયા પ્રભુઃ (૧૦-૩-૧૬૨) સ્થિરમને અને અપલક નેત્રે—કોઈ સૂકાં દ્રવ્ય પર નજર ઠેરવીને, પ્રભુ એકરાતની મહાપ્રતિમા સાથે ઊભા રહ્યા. જે રુક્ષ દ્રવ્ય પર પ્રભુ આખી રાત આંખ અટકાવી રાખતા તે દ્રવ્ય પર તો ફૂલો ખીલી નીકળતા હશે. જેની પર ભગવાન પળવાર નજર કરે તેય તરી જાય તો આખી રાતની દૃષ્ટિથી તો ઉદ્ધાર થઈ જાયને. નાસાગ્ર સ્તનયનઃ પ્રલંબિતભુજદ્ધયઃ | પ્રભુ: પ્રતિમયા તત્ર તસ્થૌ સ્થાણુરિવ સ્થિરઃ (૧૦-૩-૧૬) પ્રભુની આંખો નાકના અગ્રભાગ પર અટકી જાય છે, હાથ લંબાયેલા છે, પ્રતિમામાં પ્રભુ હૂંઠાની જેમ એકદમ સ્થિર છે. રસ્તામાં સૂકાભઠ ઝાડ મળતા. મોટું થડ હોય, ડાળખી ખડી ગઈ હોય ને પાંદડા તો જાણે વરસોથી ગાયબ, એની પર વરસાદ પડે તો લીલાશ ન પકડે, તડકા પડે તો કરમાય નહીં, ઠંડી પડે તો ટૂંઠવાય નહીં. એમ જ ઊભું રહે. કોઈ કુહાડી ઝીંકી દે તોય ફરિયાદ ન કરે. પ્રભુ આખી રાત આવા થઈને રહેતા. ઉપસર્ગોની ઝડી વરસે. શૂલપાણિ હોય, સંગમ હોય કે ગોવાળિયો હોય પ્રભુની નિજસ્થિતિ ન બદલાય. પોતાની આંતરધારા પ્રભુ કદી ન ચૂકે. અનહદનો આસવ પ્રભુને મસ્ત રાખે. બહારની દુનિયા સાથે લેવા દેવા જ નહીં એમ કહેવું તે તો જાડીભાષા થઈ. પોતાના શરીરની દુનિયા સાથે લેવાદેવા નહીં. ટૂંઠાને તો વળી ધરતીમાં ખૂપેલાં મૂળિયાં ઊભું રાખે. પ્રભુ તો પોતાના પગની તાકાત પર ઊભા હોય. એ પગના પંજાની મુદ્રાને બીજા આવીને બદલી જાય તે વાતમાં કોઈ માલ નહીં. ભારંડપંખી જેવી અપ્રમત સાધના હતી. શરીર અને મન એકરૂપ. મન શાંત અને શરીર સ્થિર, મન નિર્વિકલ્પ અને શરીર નિશ્ચલ, મન નિર્ભય અને શરીર નિકંપ. કલ્પસૂત્રમાં ઉપસર્ગવર્ણન પછી આવતાં સૂત્રો પ્રભુએ અહીં વિહરતા આત્મબદ્ધ કર્યા હતા. આત્મનિરીક્ષણ થતું રહ્યું : આપણે તો એ સૂત્રો ગોખ્યાં પણ નથી. કદાચ, ગોખીશું તો એટલું અભિમાન આવી જશે કે જાણે એ સાધના એકલા આપણે જ કરી, ભગવાનની પછી. જીવનનો સૌથી બોધપ્રદ કાળ પ્રભુએ આ ધરતી પર વીતાવ્યો. પ્રભુને એકલા રહેતા આવડતું. આપણે એકલા પડતા ડરીએ છીએ. જાત સાથે સંવાદ રચવાનો મોકો આપણે નથી મેળવતા. પ્રભુએ એકલા દીક્ષા લીધી, ઘણાબધાની સાથે દીક્ષા લીધી હોત તોય પ્રભુ એકલા જ રહેવાના હતા. આત્મામાં વિલીન. ગોશાળો કે સિદ્ધાર્થ સાથે હતા ત્યારેય અને સંગમના ઉપસર્ગો પછી સંખ્યાબંધ ઇન્દ્રો આવતા હતા ત્યારેય, પ્રભુ એકલા રહેતા. બીજાની જરૂર નહીં અને બીજાની અસર નહીં. બીજાની ફિકર નહીં અને બીજાનો ડર નહીં. બીજાની ગરજ નહીં અને બીજાની અપેક્ષા નહીં. પ્રભુનો આ એકાંતવાસ અહીંના ધનભાગી વિસ્તારોમાં વીત્યો. પ્રભુને મળવાનું મન થાય ત્યારે આ ભૂમિ પર અડવાણે પગે ચાલવાથી કોઈ અજીબની રાહત મળે છે. પ્રભુની યાદ તીવ્ર બને છે ને પ્રભુનું સાનિધ્ય સહજ અનુભવાય છે. પોષ સુદ બારસ : ગિરિડીહ આવતી કાલે ઋજુવાલુકા પહોંચવાનું છે. અનેરો રોમાંચ છે, કલ્પનાનો. નદીનો પટ પહોળો હશે ? એમાં વાલુકા કહેતાં રેત હશે કે પાષાણશિલાઓ કે ભેખડમાટી ? પાણી તો ઘણું બધું હોવું જ જોઈએ. કિનારે ઘાસ હશે કે ઊંચા વૃક્ષો ? જંગલ હશે કે મેદાનો, કિનારા પર ? આજે અહીં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યા છે. કાલે પ્રભુવીરને મળવાનું છે. પહેલીવાર નદીતીર્થનાં દર્શન થશે. કોઈ ભવ્ય વળાંક પર મંદિર હશે કે ઘાટ પર હશે ? આ કાલ ક્યારે પડશે ? પોષ સુદ તેરસ : બરાકર નદી કાંઠે બનતી કોઈ પણ ઘટના મહત્ત્વની બની જાય છે. આ તો પ્રભુવીરનું પરમજ્ઞાન કલ્યાણક. ઋજુવાલુકાને જોતાવેંત પ્રભુવીરની ગોદોહિકા મુદ્રા નજર સામે તરી આવી. આ સ્થળ બરાકર તરીકે ઓળખાય છે. નાનું ગામ છે, વસ્તી ઓછી. ઘોંઘાટમાં રોડની ગાડીઓ સિવાય બધું શાંત, હા, નદીનાં પાણી કાયમ ખળખળ કરે. કલ્પના હતી તે મુજબ જ નદી રેતાળ હતી, પારદર્શી હતી.એના વેગને લીધે ભીતર સરકતા રેતના પુંજ દેખાતા હતા. દૂર રેતનો મકબરો બનાવ્યો હોય તેવો ઊંચો ટીંબો હતો. જરા ઘૂમીને ત્યાં પહોંચાય. પહોંચ્યા. લીસી જમીન જેવી સમથળ રેત પર હવાએ લાંબા સળ પાડ્યા હતા. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૫૫ રેતના ઝીણા ઝીણા કણ ઉડતા હતા. પગ માંડીએ તો સુંદરતા થવાય એટલી ખૂબસુરત જાજમ કાંઠાને અડોઅડ બીછાવેલી ઋજુવાલુકાએ. ચાલ્યા તો લાગ્યું વાલુકા ઋજુ જ નથી, મૃદુ પણ છે. રેતમાં પગલાં ભર્યાં એનો કરકર અવાજ થયો. જાણે સૂકી રેત બોલવા માંડી : અમારા પરથી આ નદીના નાજુક વાર વહ્યા છે. અમને લેશભર ઘસારો ન લાગે એવી લલિત ગતિ છે નદીની. તમે તો અમારા પર હલ્લો મચાવી દીધો. કદરૂપાં પગલાં પાડીને અમારી એકરૂપ શોભાને ડાઘ લગાડ્યા. તમને ક્યાંથી ખબર હોય, પાણીનાં પગલાં કેવા હોય તેની ? પાણીમાં ભીંજાતા અમે બેસી પડીએ ને તમે તો કોરાભઠ. અમારી પીઠ પર ઉથલપાથલ કરી મૂકી. અઢી હજાર વરસ પહેલાં પ્રભુવીર આવેલા અમારી રેતી પર. મુલાયમ કદમ પડ્યા હોય તો તે એમનાં જ. એમના પગલાની છાપ પડતી તેમાંય લક્ષણો ઝળહળતા. તમે તો અમથી કાબરચીતરામણ કરી મૂકી. સાચી વાત હતી. આપણાં પગલાંનું ગજું શું ? પ્રભુનાં પગલાં છેલ્લા આ ભૂમિ પર પડ્યાં. પ્રભુ અહીં આવ્યા ત્યારે જમીન પર ચાલતા હતા. અહીંથી નીકળ્યા ત્યારે સોનાનાં કમળ પર પગ મૂકતા સીધાવ્યા. પ્રભુની સ્પર્શનાનો પાક્કો લાભ આ નદીએ લીધો. પછી પ્રભુ ધરાતલથી સદાકાળ અસ્પૃષ્ટ રહ્યા. સદાસોહાગણ ઋજુવાલુકાના કણેકણમાં પ્રભુને વિદાય આપતી નદીનાં અમી છે પ્રભુ, આપ હવે કેવલી બન્યા, અમારા ખોળે બિરાજીને અનન્ત જ્ઞાન આપે મેળવ્યું. હું તો કાયમ આપની રાહ જોઈશ. આ ધરતી પર ન ચાલો તો કાંઈ નહીં. કમલ પર પગ મૂકતા પધારજો. બસ, એક વાર મારાં પાણીમાં આપનો પડછાયો ઝીલી લેવો છે. આપનાં જ્ઞાનમાં એ સંભવિત હોય તો આપ પધારજો. નહીં તો મારી ભીતરમાં તો આપ સદાકાળ સમાયેલા જ છો. પ્રભુવીરની કેવળજ્ઞાનસ્થલીનાં પગલાં જયાં છે ત્યાં બપોરનાં શાંત વાતાવરણમાં નદીનો મંજુલ નાદ સંભળાય છે. પ્રભુ સાથેનો તેનો સંવાદ સાંભળવા મળ્યો તે જીવનનું પરમ સાફલ્ય. પોષ સુદ તેરસ : બારાકર સુંદર મજાનો બગીચો પસાર કરી પ્રભુનાં પગલાં સમક્ષ પહોંચાય. જે સમયે કેવળજ્ઞાન થયું તે જ સમયે પ્રભુને આખી દુનિયા સંપૂર્ણ રૂપે ૫૬ સાક્ષાત્ દેખાઈ. જ્ઞાનની અંતિમ ટોચ આવી ગઈ. હવે ઉપર જવાનું નહોતું, એવી જરૂર જ નહોતી. શિખર સધાઈ ચૂક્યું હતું. સાડાબાર વરસની સાધનાનો પ્રારંભ થયો ત્યારે આ છેડો નજીક લાગતો હતો. હોનહાર ઉપસર્ગોને લીધે સાડાબાર વરસ ખૂબ લાંબા થઈ ગયા. પ્રભુ માટે નહીં, પ્રભુના ભક્તો માટે. દીક્ષા થઈ ત્યારે સૌએ વિચારેલું, બસ હવે તો સાડા બાર વરસની જ વાર છે પછી જેમ જેમ ઉપસર્ગો વધ્યા તેમ તેમ સમજાતું ગયું : સાડાબાર વરસ તો સાડાબાર હજાર વરસથીય લાંબા છે. દેવાર્યએ સાડાબાર વરસમાં, સાડાબાર હજાર વરસ જેટલું અઘોર કષ્ટ સહન કર્યું હતું. એક એક દિવસ વરસોનો ભાર લઈને વીત્યો હતો. જો કે પ્રભુને તો આ તકલીફોની પરવા જ ન હતી. એ તો ધ્યાનમુદ્રામાં નિરત હતા. સંગમક દેવે છ મહિને થાકીને પાછા વળતા પ્રભુને કહ્યું : સુખે વિહરો, હું જાઉં છું. ત્યારે પ્રભુએ ધારદાર જવાબ આપેલો : स्वाम्यवोचत नश्चिन्तां मुञ्च संगमकामर । कस्याप्यधीना न वयं विहरामो निजेયા | (ત્રિષષ્ટિ ૧૦-૪-૩૦૨) સંગમદેવ તું અમારી ચિંતા છોડી દે. અમે કોઈના આશરે જીવતા નથી. અમે તો પોતાની ઇચ્છા મુજબ વિહાર કરીએ છીએ. ભગવાને માત્ર સંગમને નહીં, સઘળાય ભક્તસમુદાયને ચિંતા છોડવાનું કહેલું. એમ થોડી કાંઈ ચિંતા છૂટે ? પ્રભુ અહીં પધાર્યા. ક્ષપકશ્રેણીનો ઉત્કર્ષ સાકાર થયો. કૈવલ્યનો અવિર્ભાવ થયો પછી જ ચિંતા છૂટી. પ્રભુને કેવળજ્ઞાન થયું ને ભારતવર્ષના ભક્તો ચિંતામોક્ષ પામ્યા. આ ચિંતામોક્ષનો અનુભવ દેવોનેય મળ્યો, સાચો મોક્ષ જાણે નજીક આવ્યો. ચિંતામોક્ષનું આ તીર્થ તે સમયે અનંત ઉલ્લાસ ઉમંગથી છલકાયું હતું. ભાર હળવો થયો તેની લાગણી, પ્રભુને જ્ઞાન લાધ્યું તેનો આનંદ, પ્રભુની પ્રથમ દેશના થશે તેનો રોમાંચ, પ્રથમ સમવસરણની તડામાર તૈયારી, માલકૌંસની આગોતરી લયજમાવટમાં મદહોશ ગંધર્વો, આસો પૂનમની ભરતીનો ખળમળાટ મચાવતી માનવમેદની. પગલાં સમક્ષ પ્રથમ ઊભા રહેતી વખતે તે આખો માહોલ જાણે જાગતો થયો. તરત સન્નાટો છવાયો. દેશના ક્ષણભરમાં પૂરી થઈ. પ્રભુએ વિહાર કર્યો. આખું આકાશ ભરી દેતા મેઘાડંબરે એક છાંટોભર પાણી દીધું. અરે, નદીની રેત ભીંજાવા તો દેવી હતી. ભલે નદી ન ભરી, ભીનાશ તો ધીરવી હતી. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૫૭ ૫૮ પ્રભુ તો ચાલ્યા. પહેલી દેશના પછી તીર્થસ્થાપના થશે તે જોવાની ઉત્સુકતાને ધક્કો પહોંચ્યો. દૂર રહેલા દેવોએ અવધિજ્ઞાન કામે લગાડ્યું હોય તો દેશનાની ક્ષણભર સમજાય. વાત એમ હતી કે આખો માહોલ જ જયારે કૈવલ્યસિદ્ધિની ઉજવણીનો હતો ત્યારે વ્યાખ્યાનની શરૂઆતમાં જ ઘડિયાળ જોવા જેવી નાદાનિયત દેવો ન જ દાખવે. એ તો આજના શ્રોતાઓનું કામ. સામે સાંજ ઢળતી હતી. અંધારાય દેશના સાંભળવા માંગતા હોય તેમ આકાશ પર ઉમટ્યા. આજ લગીના દીક્ષાપર્યાયમાં પ્રભુએ અંધારે વિહાર નથી કર્યો, આજે પ્રભુ ચાલી રહ્યા છે તો અજવાળાં અમે પાથરશું, અમારી આંખોમાં પ્રભુનું અજવાળું, પ્રભુના રસ્તે અમારું અજવાળું, દેવોએ આકાશ ધરતી ઝળાહળા કર્યા. પ્રભુ ચાલી નીકળ્યા. ઋજુવાલુકા રોઈ હશે. એ પ્રભુ સાથે જઈને દેશના સાંભળી શકવાની નહોતી. પગલાની દેવકુલિકાને પ્રદક્ષિણા આપતી વખતે આ અનુભવ થતો રહ્યો. તે અજીબ વિદાય હતી, પ્રભુ કેવલી થયા, સમવસરણમાં બિરાજયા ને છતાંય તીર્થકર ન થયા. કેવલી બન્યા પછીનો અને તીર્થંકર થયા પૂર્વનો એકમાત્ર પ્રભુવીરનો આશ્ચર્યભૂત વિહાર રાતના સમયે થયો. અજવાળાની ભગવાનને જરૂર ન હતી. કેવળજ્ઞાનથી જ બધું દેખાતું. દેવોને જરૂર હતી અજવાળાની, કેમ કે પ્રભુનાં, ચાલી રહેલ પ્રભુનાં સાક્ષાત્ દર્શન કરતા રહેવું હતું. કદાચ, વ્યવહારધર્મનો સંકેત ઇન્દ્ર મહારાજાએ અકબંધ અજવાળાં દ્વારા માનવલોકને આપ્યો. આજે આપણા સવારના વિહાર અંધારિયા થઈ ગયા છે. ઇન્દ્રમહારાજ એનાથી નારાજ હોવા જોઈએ. એટલે તો એ આવવાનું ટાળે છે. પોષ સુદ ચૌદશ : મધુબન ઋજુવાલુકાથી વિહાર કર્યો. આ જ નદીનો પુલ આવ્યો. એ વચ્ચે તૂટી ગયેલો. ત્યાં લોખંડના પાટિયા ગોઠવી રોડ સમથળ રાખ્યો છે.વહેલી સવારે તેની પર ચાલવાની દસ-બાર સેકંડોમાં પગનાં તળિયાં પીગળીને અલોપ થઈ ગયા હોય તેવું લાગ્યું. આખી રાતની ઠંડીથી સિંચાઈને એ પાટિયાં બરફથી વધારે ઠંડા પડી ગયાં હતાં. પગનું લોહી જ જાણે ઊડી ગયું. મગજનાં સંકેતોને થાપ ખાવી પડી. ચાલતા ચાલતા ટટ્ટાર થઈ જવાયું. નીચેથી નદીનો શીતલ સ્પર્શ ઉપર આવતો હતો ને આભમાંથી હિમવર્ષા જેવી ઠંડી ઝરતી હતી. પગને ખુલ્લા રાખવાથી ઉનાળામાં દાઝવું પડે છે તે ખબર હતી. આ ઠંડીનો દાઝકો તો તીખો તમતમતો નીકળ્યો. ડામરિયા સડક પર પહોંચ્યા પછી કેટલીય વારે પગનાં તળિયે સંવેદન આવ્યું. કાલ સાંજે ધર્મશાળાની અટારીએથી શિખરજીનાં વિરાટ દર્શન કર્યા હતા. સૂરજ ડૂબી ગયો હતો. શિખરજીની પાછળનું આકાશ ગુલાબી રંગ પકડી રહ્યું હતું. રેખાબદ્ધ ચિત્રને એક જ રંગની જુદી જુદી છટા (અંગ્રેજી માં શેડ કહે છે) નો સ્પર્શ મળ્યો હોય તેવો શિખરજીનો દેખાવ હતો. કાળો રંગ મુખ્ય, ક્યાંક તપકીરી ઝાંય, ક્યાંક રાખોડી રંગત, કયાંક ઊંડો શ્યામવર્ણ, ક્યાંક ઘટ્ટ લીલી છાંટ, અને બધું મળીને ઉઠતી અમાસની રાતના ઘનઘોર મેઘાડંબર જેવી સંકુલ રમણીયતા. એના આભને અડતા ત્રણ ખૂણા ટોચદાર લાગતા હતા. તો જમીનને અડતો આદિમાગ મહાસાગરની ભરતીને પાછી ધકેલે તેવો ભવ્ય જણાતો હતો. આજે આ ગિરિરાજના ખોળે પહોંચી જવાનું છે એના આનંદમાં પગ ઝડપથી ઉપડતા હતા. આખો રસ્તો બેય તરફ જંગલથી છવાયેલો રહ્યો હતો. લૂંટફાટ થાય તો ખબર ના પડે તેવી ગીચ ઝાડી હતી. જંગલી જાનવરો તો ઘણા હશે. આરપાર ન નીકળી શકાય તેવા અડાબીડ વૃક્ષો. સૂરજનો તડકો ઉપર અટકી જાય તેવો ફેલાવો. ધરતી પર ખરતાં પાંદડામાં જમીન ગરક થયેલી. નાની ટેકરીના બે-ત્રણ ઘાટે, રાતના સમયે અહીંથી વાહનો નીકળે તો તે લુંટાય છે. પોલીસો બાઘા રહી જાય તેવા હલ્લા થાય છે. ગાડીઓ પૂરપાટ ભાગે તો જ બચે, ધીમી પડે તો પિસ્તોલવાળા વચ્ચે આવ્યા જ સમજો . જંગલની ઓથમાં રહીને પોતાનું સામ્રાજ્ય જમાવી રહેલા ચોર-લૂંટારાને લીધે આ વિસ્તાર બદનામ થયો છે. ક્યારેક આપણા યાત્રાળુઓ લૂંટાય છે તેને લીધે તીર્થના દર્શનાર્થીઓ પણ આતંકિત રહે છે. ગઈ કાલે રાતે જ બરાકરની ધર્મશાળા પર ગોળીબાર થયેલો. ચોકીદાર આખી રાત પાડ પાડતા રહ્યા હતા. વનપ્રદેશની સુંદરતા પર ક્રૂર ગ્રહની છાયા પડી છે. આ જંગલ જોનારા ગભરામણ જે અનુભવે છે. જંગલોમાં તીરથ હોય તેને કારણે સાધનાનું એકાંત મળે છે. નિસર્ગની સંનિધિમાં પ્રભુનું સામીપ્ય સુકર બને છે. શહેરી કોલાહલથી છૂટકારો સાંપડે છે. નસીબ અવળા હોય તો ઘેર બેઠાય લૂંટાવાના. નસીબ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૫૯ બળિયા હોય તો જંગલના રસ્તેય સલામત છીએ. મૂળ મુદ્દો આટલો જ છે. તીર્થયાત્રાના સદ્ભાગ્યને કોઈ લૂંટી નથી શકતું. પૈસા ઝૂંટવાય છે, ભગવાન નહીં. ખૂનખરાબા નથી થતા તેય હકીકત છે. કદાચ, થતા હોય તોય શું ? તીર્થયાત્રાએ જતાં જિંદગી ટૂંકાય તે તો ભક્તને સૌથી વધુ ગમે. શિખરજીનો પ્રભાવ ઝીલવામાં આપણે સફળ રહ્યા તો કોઈ વાંધો નથી આવતો. ખાવાપીવામાં ગાફેલ બનીને તીર્થને ભૂલ્યા તો પરચો મળવાનો. આપણી ભાવના બળવાન હોય તો કોઈ લૂંટારો કાંઈ ન કરે. આ વિચારો ચાલતા હતા ત્યારે પણ નજર પાછળ ફરતી હતી : કોઈ આવશે તો ? ८ શિખરજી પોષ વદ અગિયારસ : પાલગંજ શિખરજીથી વિહાર થયો નહીં, કરવો પડ્યો. સાધુજીવનમાં શિખરજી આવવું શક્ય નથી હોતું. શિખરજીથી વિહાર થાય તે પછી ફરીવાર આવવું તો અશક્ય જ. શિખરજીમાં રહ્યા તેટલા દિવસ યાત્રા ન થઈ. ત્રણ યાત્રા થઈ ફક્ત. વીશ યાત્રા કરવી હતી. ના થઈ. રંજ રહેવાનો. વિહાર સાંજે થવાનો હતો. પણ ચૂંટણીઓના લીધે સાંજે મુકામ ન મળવાના સમાચાર આવ્યા. થોડુંક વધુ રહેવાની તક મળ્યાનો રોમાંચ અવર્ણનીય બન્યો. સાંજે શિખરજીની તળેટીની યાત્રા કરી. લગભગ આર્તભાવે ચૈત્યવંદન કર્યું. બાર ખમાસમણાં દીધાં. સંતોષ ના થયો. ધૂળિયા રસ્તે ઊભા રહીને શિખરજીને જુહારતાં આંખો ભીંજાઈ હતી. ઉપરથી આવતા યાત્રિકોની ઈર્ષા થતી હતી. શિખરજીના ખોળેથી હટવાનું મન થતું નહોતું. સૂરજ ડૂબી ચૂક્યો હતો. અંધારાની સવારી આવી રહી હતી. લીલીછમ ધરાથી ઢંકાયેલાં શિખરજીનાં આખરી દર્શને અખૂટ વેદના આપી હતી. ફરી કદી નહીં અવાય તેની ઊંડી વેદના. રાત પણ સૂમસામ વીતી. પોષ વદ દિ. ૧૧ : બરાકર આખા રસ્તે શિખરજીની યાદ ઘોળાતી રહી. ત્રણેય યાત્રાઓ જનમદાતા માતાની જેમ મન પર છવાયેલી હતી. પહેલી યાત્રા વહેલી સવારે શરૂ કરી હતી. ઉપર પહોંચતા અઢી કલાક થયા હતા. શ્રી ગૌતમસ્વામીજીની ટૂંકથી શ્રી ચંદ્રપ્રભુની ટૂંક થઈને શ્રી જલમંદિરે પહોંચતા ચાર કલાક લાગ્યા હતા. ત્યાંથી શ્રી પાર્શ્વનાથજીની ટૂંક પર પહોંચતા બે કલાક. છેલ્લી ફૂંકનાં દર્શન કરીને બહાર Page #37 -------------------------------------------------------------------------- ________________ નીકળતાવેંત ઊલટી ચડી હતી. ખાલી પેટે બંડ પોકાર્યું હતું. ઉતરવામાં તો ભોં ભારે પડી હતી. નીચે પહોંચતા આશરે બે કલાક થયા હતા. પહેલી યાત્રાની એ ચિરંજીવ યાદ હૃદયને પસવારતી રહેશે. બીજી અને ત્રીજી યાત્રામાં એટલો પરિશ્રમ નહોતો લાગ્યો કેમ કે એ બન્ને યાત્રામાં શ્રી ચંદ્રપ્રભુજીની ટૂંકે જવાનું રાખ્યું નહોતું. છતાં ત્રીજી યાત્રા જરા આકરી પડી હતી કેમ કે ગરમી શરૂ થઈ ચૂકી હતી. ઊંચાણ અને લંબાણને લીધે શિખરજી પરીક્ષા લેતા હોય તેવું લાગે છે. શિખરજી ચડવામાં આટલો શ્રમ લાગતો હોય તો સિદ્ધશિલા પહોંચતા કેટલો શ્રમ લાગવાનો ? અહીં પાલગંજમાં પુરાતન પ્રતિમાજી છે. દિગંબર અને શ્વેતાંબર પૂજારીઓ સારસંભાળ રાખે છે. પૂજા નથી થતી, વરસોથી. શિખરજીનો પહાડ વેચનાર પાલગંજના રાજાનો મહેલ ખંડિયેરથી પણ ખરાબ હાલતમાં છે. અહીંનો જીર્ણોદ્ધાર દિગંબરોએ કરાવ્યો છે. તેથી તેમનું વર્ચસ્વ વધુ છે. ધર્મશાળા આપણી શ્વેતાંબરોની છે. પોષ વદ બારસ : ગિરિડીહ ગઈ કાલે સાંજ ઋજુવાલુકા નદીના સેતુ પરથી શિખરજીની આખરી ઝાંખી થઈ. થોડા દિવસ પહેલા અહીંથી જ પ્રથમ ઝાંખી મેળવી હતી. પછી પહેલી યાત્રાનો દિવસ આવ્યો હતો. એ દરેક ક્ષણો યાદ છે. દિગંબરોનાં મંદિરો પાસેથી રસ્તો નીકળે છે તે તળેટી સુધી. તળેટી એટલે ચઢાણનો આરંભ, ચૈત્યવંદનની જગ્યા રાખવામાં આવી નથી. બે રસ્તા જુદા પડે છે. જમણી તરફ ગાડીરસ્તો. સીધો ઉપર જતો મારગ તે પર્વતયાત્રાનો આશરે એક કલાકે ઝરણાનો મધુરભીષણ અવાજ આવતો થયો. પથ્થરમાં ટીંચાતાં પાણીનો ઘોંઘાટ. એ પાણી પરથી પસાર થવા નાનો પુલ બંધાયો છે તેને ગંધર્વનાલા કહે છે. અહીં ભાતાખાતું, ચાના સ્ટોલની લંગાર છે. યાત્રિકો થોડીવાર અહીં રોકાઈ પડે છે. અહીંથી આકરું ચઢાણ શરૂ થાય છે. શિખરજીના પહાડ પરનાં પગથિયાં ચડવાનું નથી તેનું આશ્વાસન મનમાં રાખ્યું હોય તો તે હવાઈ જાય તેવું ચઢાણ ચાલવાનું હતું. ગંધર્વનાલા સુધી પહેલો પહાડ ચડવાનો આવે. પછી બીજો પહાડ. એ પૂરો થાય તે સાથે જ ત્રીજો પહાડ શરૂ થાય. બીજા પહાડથી શ્રીચંદ્રપ્રભની ઉત્તુંગ ટૂંક દેખાય ને શ્રીપારસનાથજીની ટૂંક પણ દેખાય. ચાલતા, ચઢતા હાંફ ઉભરાય તોય અટકવાનું નહીં. બેસવાની તો વાત જ ન થાય. ઉપરથી ફિલ્મી તર્જવાળા ધાર્મિકગીતોનો અવાજ આવવા લાગ્યો હતો. એ દિગંબર મંદિરે વાગતી કેસેટમાંથી ફેલાતો હતો. તદ્દન ગેરકાયદેસર ઊભું થયેલું આ મંદિર પહાડને ગજવતું હતું. તેને પસાર કર્યા પછી હિંમત ઓસરવા માંડી હતી. ત્રીજો પહાડ પૂરો જ થતો નહોતો. આગળના યાત્રિકોએ કોઈ જય બોલાવી. ઉપર જોયું તો એક દેરીના ગુંબજ પર ફરકતી ધ્વજાનાં દર્શન થયાં. એકસો પિસ્તાલીસમી મિનિટ હતી એ. આખરે અઢી કલાકના છેવાડે ઉપર પહોંચાયું. હવે બધું સમથળ હતું. જમણી તરફ અને ડાબી તરફ દેવકુલિકાઓની હાર હતી. હવાનો સ્પર્શ થયો અને બધો જ થાક ઓસર્યો. સૂરજ ધીમો તપતો હતો. વીસ તીર્થંકર ભગવાનની નિર્વાણભૂમિની સ્પર્શના હવે સાચા અર્થમાં શરૂ થઈ. દરેક દેવકુલિકા સમક્ષ ચૈત્યવંદન, સ્તવના કરવામાં સમયનું ભાન ન રહેતું. કૃતાર્થ ભાવની અનુભૂતિ સાંપડતી. અલબત્ત, વિનો તો આવે જ. દિગંબરોની દર્શન કરવાની રીત નિરાળી, દેવકુલિકાના ગોખલાની કતારે આરસપર જ એ લોકો થીજેલું ઘી મૂકે, તેની પર રૂની વોટ ચોડે. તેને માચિસથી જલાવે ને એમાં કપૂર ગોઠવી દે. તીખો ધુમાડો ફેલાય. આગના નાનકડા ભડકા ઉઠે તેમાં ચોખા, બદામ સળગવા માંડે. દેરીનો આરસ કાળા ધુમાડે ખરડાય. આપણી ભાવધારા માટે આ અસહ્ય. જોકે, કશું કહીએ તો ઝઘડો કરે આ લોકો. દરેક દેરીને કાળા લેપની ચીકાશ લગાડતા જાય છે. દિગંબરો. એમનું ઝનૂન વિચિત્ર. ડોલીવાળાને પૂછે : શ્વેતાંબરો તો માત્ર જલમંદિરમાં જ જતા હશે ? રસ્તો. રસ્તામાં મરાઠી લોકો હતા. ક્યાંથી આવ્યા, એમ પૂછ્યું તો નાકના ફૂંફાડે જવાબ દીધો. ફરીથી પૂછ્યું તો જોરજોરથી નવકાર બોલવા માંડ્યો એક જણ. બીજા બધા ચૂ૫. થોડી વાર પછી સમજણ પડી પૂછ્યું : દિગંબર કે શ્વેતાંબર ? હવે અવાજ આવ્યો : દિગંબર. એ લોકો શ્વેતાંબરોને કાફર સમજે. વાત કરવામાંય પાપ લાગી જાય એમને. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩ સ્વાર્થી ડોલીવાળા હોંકાર ભણે. એક રીત એમની ગમી. દરેક યાત્રિકોના હાથમાં સ્તુતિની બુક હોય. ટૂંકનાં નામ પ્રમાણે સ્તુતિ ગાય. આ ટૂંક પર કેટલા આત્માઓ સિદ્ધ થયા તેનો દીર્ઘસંખ્ય આંકડો સમાવતો મંત્ર બોલે. જયજયકાર કરે. પછી ગરબડ જોવા મળે. પગલાં પર લીંબુ અને લીંડીપીપર અને સોપારી ચડાવે. છેક ચદ્રપ્રભજીની ટૂંક સુધી આ સહન કરતા પહોંચવાનું હતું. ત્યાં દિગંબર પૂજારી પ્રક્ષાળ કરવા આવી પહોંચેલો. દિગંબર યાત્રિકોએ પૂજારી પાસે પ્રક્ષાળનું જળ માંગ્યું, પીવા માટે. હદ થઈ ગઈ આ તો. પૂજારીએ ના પાડી દીધી. દિગંબરો સ્નાત્રજળ ચાખતા હશે તેવી છાપ પડી જાત તે ના પડી. પોષ વદ તેરસ : ચરઘરા ચૂંટણીની તકેદારી રૂપે પરંબાની સ્કૂલોમાં પોલીસોનાં દળ આવી પહોંચ્યાં હતાં. અમારો ઉતારો જે સ્કૂલમાં ધારેલો ત્યાં અર્ધલશ્કરી દળની ભીડ હતી. સાંજના સમયે આગલાં ગામે ક્યાં જવાનું ? આ સ્કૂલમાં તો રાતરોકાણની શક્યતા જ નહોતી. એક અજાણ્યા ભાઈએ પોતાનું ઘર બતાવ્યું. તે પસંદ ના પડ્યું. આગળ ચાલ્યા, બીજી નાની સ્કૂલ મળી ગઈ. એ ના મળત તો મુશ્કેલી થઈ જાત. ગઈ કાલે આ બન્યું. આજે વળી સ્કૂલમાં પોલીસ નથી તો સ્કૂલના ઓરડાઓની ચાવી પણ નથી મળી. ઓસરીમાં બેઠક જમાવી છે. શિખરજીની યાદ તાજી જ છે. શ્રીચન્દ્રપ્રભજીની ટૂંક ૫૨ મોટી ગુફા છે તેમ વાંચેલું. ત્યાં પૂછ્યું તો વોચમેને કહ્યું : અહીં એવું કાંઈ જ નથી. શ્રી ચંપાપુરી તીર્થના મૂળનાયકજીવાળા મંદિરમાં ગુપ્ત ભોયરું છે તેમાંથી છેક આ ટૂંક સુધી ગુપ્ત માર્ગ છે તેવી કિંવદન્તી છે. ગુફા જોવા મળે તો કોઈ અંદાજ બંધાય. પૂજારી પણ ના જ પાડતો હતો કે ગુફા નથી. તપાસ ના કરી. એમ કહેવાય છે કે શ્રી ચન્દ્રપ્રભજીની ટૂંક સૌથી આકરી છે પણ તેવું ન લાગ્યું. ચઢાણ એટલું બધું નથી કે દમ ઘૂંટાઈ જાય. મનમાં તો એમ જ થયેલું કે હવે અઘરું કાંઈ બાકી નથી. પણ એ ભ્રમ હતો. શ્રી ચન્દ્રપ્રભજીની ટૂંકનો વિસ્તાર ખૂબ મોટો છે. બીજી ટૂંકો આ વિસ્તારમાં ગણાય છે. અને તેનું ચઢાણ કપરું છે. શ્રી અનંતનાથજીની ટૂંકનો રસ્તો સાચા અર્થમાં રૌદ્ર છે. ગોળાકારે ૬૪ ચડવાનું. એક બાજુ અતિશય ઊંડી ખીણ. એમાં ભૂસકો મારીએ તો નીચે પહોંચતાય ઘણી વાર લાગી જાય. ઉપર આરોહણનો દબદબો. હાંફવા સિવાય બીજી કશું ન મળે. ગીચ ઝાડી આપણને તટસ્થ ભાવે જોયા કરે. છાંયડો ઘરે એવા ઊંચા વૃક્ષ જવલ્લે જ આવે. વચ્ચે ટૂંક આવી ત્યાં દર્શન કર્યા. થોડુંક ઉતરાણ આવ્યું. પછી ફરી ચઢાણ. શ્રી સુવિધિનાથની ટૂંકેથી આ ટૂંકની શિલામય ચટ્ટાન અલગ દેખાતી હતી. ત્યાંથી બૂમ પાડીએ તો અહીં પડઘોય પડતો હતો. અહીં આવ્યા પછી પડઘા અને અવાજનો દમ નીકળી ગયો. શ્રી અનંતભગવાનની ટૂંક સુધી પહોંચવાનો રસ્તો સૌથી આકરો ગણવો જોઈએ. પહોંચ્યા. પગલાનાં દર્શન કર્યા. ઉપર અનંત આકાશ ઝ^ભેલું. ચારેકોર આસમાનનો ભૂરો રંગ નજીક આવી ગયો હતો. તડકો ઝળહળતો હતો. હવા ઝૂમતી હતી. ચૌદમા ભગવાન આ સ્થળેથી નિર્વાણ પામ્યા. એમને ચડવાનો થાક નહીં લાગ્યો હોય. એમનાં મોક્ષ કલ્યાણકની ઉજવણી કરવા દેવો આવ્યા તેમનો રસ્તો નજીક થઈ ગયો હશે. ધરતી સુધી જવાની જરૂર નહીં પડી હોય. ચંદનશય્યા પર પ્રભુદેહ બિરાજ્યો, અગનજ્યોત થઈ તે પછી ભડભડ બળતી જવાળાઓમાં પ્રભુદેહ વિલીન થયો ત્યારે શિખરજીનાં તિર્યંચોએ પણ વિરહાર્દ બનીને ચીત્કાર કર્યો હશે. શિખરજીનું ત્રીજું સૌથી ઊંચું શિખર તીર્થપદનો મહિમા પામ્યું તે દિવસથી આજ સુધી કેટલા યાત્રિકો આવ્યા હશે ? કોઈ થાક્યા, કોઈ સડસડાટ ચડી ગયા, કોઈ અડધેથી પાછા ફર્યા, કોઈ માંડ આવ્યા, આવનારમાંથી કોક મોક્ષે પહોંચ્યું, કોક દેવલોકે. કોઈને માનવભવ ફરી મળ્યો. કોઈ અનહદનો આનંદ લઈને પાછા ફર્યા. એ ટૂંક પર પગલાં સમક્ષ બેસીએ ત્યારે એવું લાગે છે કે ચોથો આરો ચાલતો હોય તો અહીંનાં વાતાવરણમાં વિચારને ઉન્નત કરવાની એવી તાકાત છે ક્ષપકશ્રેણી સહજભાવે સિદ્ધ થઈ જાય. અહીં લાલમોઢાનાં વાંદરાં ટોળે વળેલાં. યાત્રિકો બદામસાકર મૂકે તે તુરંત ચબાવી જતાં હતાં. આપણી હાજરીની ફિકર જ નહીં. પોષ વદ ચૌદશ : કૌદંબરી કાલે સાંજે પણ ચૂંટણી નડી. જમુઆની મોટી સ્કૂલમાં અર્ધલશ્કરી દળની ગાડીઓ જોઈને મામલો સમજાઈ ગયો હતો. એક હોટેલવાલાનાં બંધાઈ રહેલાં Page #39 -------------------------------------------------------------------------- ________________ ૬૫ મકાનમાં રહ્યા. રાત આખી રોડનો ઘોંઘાટ રહ્યો. સવારે પોલીસની ઇનક્વાયરી પામીને રસ્તે પડ્યા. આ ગામમાં રહેતા લુહારે પોતાનું નવું બંધાતું ઘર રહેવા આપ્યું છે. શિખરજી હવે ખૂબ પાછળ રહી ગયું છે. મહિના પૂર્વે શિખરજી આટલું જ દૂર હતું ત્યારે ઉત્તેજના હતી. દર્શન કરવા મળશે તેનો વિશ્વાસ હતો. શિખરજી પ્રત્યે ભક્તિભાવ તો હતો જ, આજે શિખરજીનાં દર્શન કરીને વિખૂટા પડ્યા પછી ભક્તિભાવને ચિરંજીવ રૂપ મળ્યું છે. દર્શન નહીં થાય, તેવી માનસિક કબૂલાતને લીધે દિવસભર યાત્રાની પળો આંખ સામે આવ્યા કરે છે. શ્રી અનંતનાથ ભગવાનની ટૂંકનું મૂળ નામ છે, સ્વયંભૂગિરિ. ચૌદમા ભગવાનની ચૌદમી ટૂંક. શ્રી આનંદઘનજી મહારાજાએ લખ્યું છે તે તલવારની ધાર જેવી સોહિલી અન દોહિલી ટૂંક છે આ. આવતા થાકી જવાય. આવ્યા પછી પાછા જવાનું મન ન થાય. સૂરજ બરોબર મધ્ય આકાશે હતો. પડછાયા ભીંતોમાં અને તોતીંગ ચટ્ટાનોમાં છૂપાઈ ગયા હતા. બીજી ચાર ટૂંકનાં દર્શન કરીને શ્રીજલમંદિરજીની ટૂંકના રસ્તે ઉતરાણ કર્યું. શિખરજી પર વીશ ભગવાનના કલ્યાણક હોવા છતાં, વરસો પહેલા અહીં કોઈ જિનમૂર્તિ જ ના હતી. તે તે ભગવાનનાં નિર્વાણ પછી એ દરેક ટૂંક પર તે વખતના રાજાઓએ ચૌમુખ પ્રાસાદો કરાવ્યા હતા તેવા ઉલ્લેખ મળે છે. એ બધા કાળના મહાપ્રવાહમાં અલોપ થઈ ગયા. બસો વરસ પહેલા તો એવી હાલત હતી કે કલ્યાણકનાં સ્થળો પર મળતાં નહોતાં. મુર્શિદાબાદના શ્રી ખુશાલચંદ જગતશેઠે અઠ્ઠમ કરીને પદ્માવતી દેવી દ્વારા મૂળ સ્થળો મેળવ્યા. વાત એમ બની કે દેવીએ સ્વપ્નમાં સંકેત આપેલો કે જે સ્થળે જે ભગવાનનાં કલ્યાણક હશે તે સ્થળે તેટલા સાથિયા જોવા મળશે, તેને અનુસરીને શેઠ આખા ગિરિરાજ પર ફર્યા હતા. આજે તૈયાર રસ્તા છે તોય થાક લાગે છે. દૂરથી દેખાતી દેરીના ભરોસે ચાલી જવાય છે. તે સમયે રસ્તા કે દેરી કશું ન હતું. ખાંખાખોળા કરવા માટે ચારેકોર અટવાયા કરવાનું રહેતું. કલાકોના કલાકો, કદાચ દિવસોના દિવસો સુધી આ છ ગાઉની યાત્રી ચાલી હશે. ત્યારે છેક આજની વ્યવસ્થિત યાત્રાકડી ગોઠવાઈ છે. આ શેઠે પછી ઔર લાંબો વિચાર કર્યો. આખાય ગિરિરાજ પર મુખ્ય સ્થળે પગલાઓ થયાં તે સાચું, પણ દૂરદૂરથી આવનારા યાત્રિકોને પગલાની યાત્રાથી ધરવ થાય ? એમને તો અષ્ટપ્રકારની પૂજા કરવી હોય. આંગી રચવી હોય અને સ્નાત્ર ભણાવવું હોય. એ વિના તો યાત્રા તીર્થસ્પર્શના હોવા છતાં અધૂરી લાગે. એટલે તેમણે શ્રી અભિનંદન સ્વામી ભગવાનની ટૂંકની સામે પડતા ઢાળના ખોળે શિખરબંધ અને બહુસંખ્ય મૂર્તિમંડિત જિનાલય બાંધ્યું. કંઈક આકર્ષક કરવાની એમની ભાવના એટલે આખું મંદિર પાણીથી ઘેરાયેલું રાખ્યું. તે જલમંદિર તરીકે સૌને વહાલું બની ગયું. શિખરજીના સૌથી વધુ યાત્રિકો જલમંદિર આવે છે. શ્રી ચંદ્રપ્રભજીની ટૂંકે જતાં રસ્તામાં શ્રી મુનિસુવ્રતદાદાની દેરી આવે છે. ત્યાંથી જલમંદિર તરફ ઉતરવાનો એક રસ્તો છે. સૌથી પહેલી ટૂંક શ્રી ગૌતમસ્વામીજીની છે, ત્યાંથી સામે જ જલમંદિર જવાનો પહેલો રસ્તો આવે છે. ત્રીજો રસ્તો ચૌદમી ટૂંકેથી આવે છે. એને શ્રી ચંદ્રપ્રભુજીની ટૂંકવાળો રસ્તો કહી શકાય. ત્રણેય રસ્તે ઢાળ છે, ખીણમાં ઉતરવાનો રોમાંચ, પોષ અમાસ : બુરિયારડીહ જલમંદિરમાં શ્રી શામળિયા પાર્શ્વનાથનાં દર્શન કરીને શ્રી પારસનાથની ટૂંક તરફ પ્રયાણ કર્યું. રસ્તે અગિયાર ટૂંકોની ભાવભેર યાત્રા કરી. ઘણી ટૂંકો સાક્ષાત તીર્થકરોની નિર્વાણ ભૂમિ હતી. દરેક ટૂંકો પર કલાકો સુધી બેસવું હતું. તેણે કાલેણું અને તેણે સમએણે સાકાર થયેલી નિર્વાણઘટનાનું કલ્યાણતત્ત્વ સંવેદવું હતું. પણ શું થાય, સમય હવે ઓછો રહ્યો હતો. ઉતાવળથી નહીં, બલ્ક, હૃદયની અપેક્ષા કરતા ઓછા સમયમાં ચૈત્યવંદનાદિ કરીને પ્રભુ પાર્શ્વની ટૂંક સમક્ષ આવી પહોંચ્યા. શ્રીસિદ્ધાચલજીની છઠ કરીને સાત યાત્રા કરનારા બીજા દિવસની છેલ્લી યાત્રા વખતે જે પરમ સંતોષથી શ્રી આદિનાથ દાદાને જુહારે એવી જ કોઈ લાગણીથી ભીતર પ્રવેશ કર્યો. અહીં સુધી પહોંચવા માટે જંગલોના જીવલેણ મારગ પરથી ચાલ્યા હતા. દિવસના આઠનવ કલાક પણ ચાલ્યા હોઈશું. ભાંગીતૂટી ઓસરીઓ પર રાતો વીતાવી હતી. ગોચરી પાણીને બદલે ચાલવાનું ધ્યાન વધારે રાખ્યું હતું. તબિયત બગડી હતી. રીતસર ટીંચાયા હતા. તડકાએ દઝાડ્યા હતા અને વરસાદ ઝીંકાયા હતા. મગજમાં ભમતું લોહી થીજી જાય ને આંખો પર ધોળો અંધાપો આવી જાય તેવી ઠંડી વેઠી હતી. પગનાં તળિયે શબ્દશઃ ચીરા પડ્યા હતા. સતત Page #40 -------------------------------------------------------------------------- ________________ ૬૮ બદલાતાં પાણીને લીધે શરીરનું વાતાવરણ ખોરવાયું હતું. અજાણ્યા અને અવાવરું મકાનોમાં અડધા ઉજાગરે સંથારા કર્યા હતા. કાળોતરા સાપ અને વીંછીઓ ફરતા હોય તેવી કેડીઓ પર ઊભા રહ્યા હતા. ટોળાઓની કૌતુકભરી નજરનો સામનો કર્યો હતો. ભિખારીઓ અને દારૂડિયાઓની માંગણીઓ વેઠી હતી. ઝુંપડામાં રહ્યા હતા ને સારાં ગણાતાં સ્થાનોમાં રહેવાની ના પણ કાનોકાન સાંભળી હતી. અતિશય લાંબા વિહારો થયા હતા. બધું જ ખમી લીધેલું, અહીં સુધી આવવા, મહિનાઓના આકરા વિહારની લક્ષ્મભૂમિ પર તે દિવસની યાત્રીના આઠમા કલાકે પહોંચાયું ત્યારે આસપાસ ભીડ ન હોત તો પગલાં સમક્ષ રોઈ પડાયું હોત. અસહ્ય આનંદ ઉમટ્યો હતો અંતરમાં. પ્રભુપાર્શ્વનાં નિર્વાણની ક્ષણ અહીં સદાકાળ જીવે છે. મજબૂત પગથિયાનાં શતકબદ્ધ આરોહણ પછી ઊંચાં જિનાલયને પ્રદક્ષિણા આપવાનું યાદ નથી રહેતું. સીધો જ અંદર પ્રવેશ થઈ જાય છે. અંદર નાનકડી દેરી છે. તેમાં પ્રભુનાં પગલાં છે. જિનાલય એટલું તો ભવ્ય છે કે આપણે પહાડની ટોચ પર છીએ તેનો ખ્યાલ જ ન આવે. દર્શનાર્થીઓનો કોલાહલ ન હોય તો પ્રભુપાર્શ્વનાં પગલાંની આહટ કદાચ, હજી સંભળાય. પ્રભુની વિદાય થઈ તેની પોણાત્રણ હજાર વરસ જુની વેદનાકથા સાંભળવા આકાશ નજીકમાં આવી ગયું છે. પાર્થપ્રભુનું અનંત મૌન, તડકામાંથી ઘરમાં વેરાતા અજવાસની જેમ મંદિરભરમાં પ્રસરેલું છે. એ મૌનની વ્યાખ્યા શક્ય નથી. એની અનુભૂતિ જ હોય. અતૃપ્તભાવે વારંવાર દર્શન કર્યા. જિનાલયને પ્રદક્ષિણા દીધી. મંદિરની પાછળના ભાગે પગ થંભી ગયા. સળંગ અને ભીષણ અને પ્રલંબ ઢાળ હતો ખીણનો. મહાઝરણને કૂદવા માટેની લપસણી જ જાણે. પ્રભુનાં નિર્વાણ પછીનાં અંતિમ ખાત્રજળ આ ઢાળે નીસર્યા હશે. મંદિરનાં જમણા પડખે ઢાળ, એને છેવાડે માથું ઊંચકતા પહાડ. લીલાધેરા વિસ્તાર પર ઝળકતો તડકો. પંખીઓના પડઘાદાર કલબલાટ. હવાની આરામબારી જેવા પહાડોના વિશાલ પોલાણ. જિનાલયની નીચે ભોંયરા જેવી ગુફામાં પ્રભુની નિર્વાણશિલા છે. પ્રભુના જીવંત સ્પર્શનો છેલ્લો અનુભવ આ પથ્થરે લીધેલો. ચૌદમા ગુણસ્થાનકની અજીબોગરીબ યોગ પ્રક્રિયાનું સાત્વિ એને મળ્યું. એને મસ્તક અડાડ્યું. પ્રભુના ખોળે બેઠા હોઈએ તેવી અનુભૂતિ મળી. યાત્રાની એ આખરી મંઝિલ હતી. પ્રભુ પોતાની સાથે, સદા માટે રહેવા બોલાવી લે તેવી ભાવના ધબકતી રહી. ઉઠવું નહોતું પણ યાત્રા પૂરી થઈ હતી. હવે નીચે જ ઉતરવાનું હતું. માત્ર પર્વત પરથી નહીં. યાત્રાનંદની સપાટી પરથી પણ, એ નવમો કલાક હતો. ચઢાણ પર ચાલ્યા, તડકો ઝીલ્યો, પસીને નીતર્યા અને પગને આરામ ન દીધો તે બધાની પ્રતિક્રિયારૂપે ખાલી પેટમાં ઊલટી ચડી હતી. પુજારીઓ ભેગા થઈ ગયા. દવા લાવવાની વાત કરવા માંડ્યા. ના પાડી. ભગવાનને છોડીને દૂર જવાનું હોય તેની સજા તો ભોગવવી જ પડેને. સૂર્યાસ્તના માંડ અડધા કલાક પહેલા ભોમિયાજી ભવને પહોંચી શકાયું. મહા સુદ એકમ : બદર્મા શિખરજીની યાત્રા તો હવે રોજ સવારે મનોમન થાય છે. ત્રણ યાત્રા કરી એટલે દરેક રસ્તા બરોબર યાદ રહી ગયા છે. મધુવનમાં જિનાલયો હતાં તેય જુહાર્યા હતાં. શ્વેતાંબર કોઠીનું જિનાલય સૌથી વિશાળ . ભોમિયાજી ભવનમાં નવનિર્મિત જિનપ્રસાદ છે તેનો ઠાઠ નોખો છે. આગળ જૈન મ્યુઝિયમ છે તેમાં દૂરબીન ગોઠવેલાં છે. એમાંથી શ્રી ચંદ્રપ્રભજી અને શ્રી પારસનાથજીની ટૂંક નજીક દેખાય. શ્રી પારસનાથજીની ટૂંક તો દૂરદૂરથી દેખાય છે. હવે એટલા દૂર આવી ગયા છીએ કે એનાં દર્શન નથી થતાં. જ્યાં જઈશું ત્યાં સૌ કોઈને શિખરજી યાત્રા કરવા પ્રેરણા કરીશું. કોઈ યાત્રા કરવા જતું હશે તો તેને કહીશું-યાત્રા કરતા યાદ કરજો. અવાજ ત્યારે ભીનો થઈ જશે. ત્રણ યાત્રા જીવનભર યાદ રહેશે. શિખરજી, શિખરજી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી રાજગૃહી તીર્થ મહા સુદ એકમ : ગુણાવાજી આગમસૂત્રોની “સુગં ને માકર્સ તેને મળવા વવાય'' શૈલીના પ્રણેતા શ્રી ગૌતમસ્વામીજી મહારાજાની કૈવલ્યભૂમિ શ્રી ગુણિયાજીની ધર્મશાળામાં બેસીને લખી રહ્યો છું. કેવલીભગવંતોને તેમના ગુરુ આજ્ઞા કરતા નથી. શિષ્યોને આજ્ઞા વિના ગમતું નથી. પ્રભુવીર આજ્ઞા ફરમાવતા રહે તેની ઝંખનાને લીધે કેવળજ્ઞાનને છેટું રાખી મૂકનારા પરમ શિષ્ય શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાએ છદ્મસ્થ તરીકે છેલ્લી દેશના આ ભૂમિ પર આપી હતી. આજ્ઞા છત્રની વિદાયનાં આંસુ આ ભૂમિ પર વહાવ્યાં. આજ્ઞાપાલનનો આનંદ લઈને નીકળેલા અહીંથી. દેવશર્મા તો સુલસાથીય નસીબદાર. સુલસાને પ્રભુએ માત્ર ધર્મલાભ મોકલ્યા. દેવશર્માને તો ધર્મબોધ પાઠવ્યો. તેય ધર્મના અવતારને જાતે મોકલીને. સુલસાની પરીક્ષા થઈ પછી એને ધર્મલાભ મળ્યા. અહીં તો ગુરુ ગૌતમની જ પરીક્ષા થઈ ગઈ. પ્રભુના પટ્ટધર પરીક્ષામાં પાછા પડે ? આજ્ઞા સાંભળવાની તીવ્ર ભાવનામાંથી રુદન જાગ્યું. સમવસરણમાં સૌથી વધુવાર પોતાનું નામ બોલાતું તેનું ગૌરવ નહોતું. પ્રભુનાં મુખે પોતાને સંબોધન મળતું તેનો જ આનંદ હતો. એ આનંદ ઝૂટવાયો તેના ઘા વાગ્યા. લોહીઝાણ આંસુ સાર્યા. પાવાપુરીમાં રચાયેલી અગ્નિશયામાંથી ધૂમસેરની એક લહેર આ તરફ તરતી આવી, વરસી, એમાંથી નીપજયું અનંત જ્ઞાન. અહીં જલમંદિર છે. લાંબો પૂલ પસાર કરીને તે ધન્યભૂમિની સ્પર્શના કરી. પ્રભુમૂર્તિની બાજુમાં બિરાજતી ગુરુગૌતમની મૂર્તિનાં દર્શન કર્યા. બપોરે નિરવ એકાંતમાં મૂર્તિસમક્ષ બેસીને સ્તવન ગાયું : વીર વેગે આવોને, ગૌતમ કહી બોલાવોને, દરિશન વહેલા દીજીએ. મહા સુદ ચોથ : રાજગૃહ રાજા શ્રેણિક અને મંત્રીશ્વર અભયકુમારની જુગલબંદીની અપરંપાર કથાઓ ભારતમાં વહેતી થઈ તે રાજગૃહીમાંથી. પ્રસેનજીત રાજાએ વચનપાલન માટે નગરવટો સ્વીકાર્યો. પોતાનાં નગરમાં જેના ઘેર આગ લાગે તેણે નગર છોડવું તેવી ઘોષણા કરાવી. આગ આ રાજાનાં જ મહેલમાં લાગી. શ્રેણિક ભંભા લઈને ભાગ્યો તેય આ જ આગ. રાજાએ પ્રામાણિક રીતે નગરની બહાર ડેરો જમાવ્યો. લોકો રાજાનાં નવા ઘરે શહેરમાંથી આવે. શહેરમાં કહેતા આવે, અમે રાજાના ઘરે જઈએ છીએ, રાજગૃહે. લોકોનાં મુખેથી નવી જગ્યાનું શાહી નામ મળ્યું. રાજાએ એ સ્વીકાર્યું. આખી નગરી નવેસરથી ઊભી થઈ. રાજગૃહનાં જૂનાં નામો : ક્ષિતિપ્રતિષ્ઠ, ચણકપુર, ઋષભપુર અને કુશાગ્રપુર. અમે સાંજે પહોંચ્યા હતા. માહોલ ગજબ હતો. પંજાબી હોટેલો, લારીઓની લંગાર, ગાણાઓના અવાજ, રીક્ષાઓની ભીડ, ટુરિઝમનાં પાટિયાં, ગામભરનો ઘોંઘાટ. તીર્થની ઊંચાઈ સાથે કશું જ બંધબેસતું નહોતું. બસસ્ટેશનનાં મકાન પર મોટી તકતી હતી : રાજગૃહ. રોપ-વેને લીધે રાજગૃહીનું નામ ઉહાપોહમાં આવ્યા કરે છે. હકીકતમાં રોપ-વેને આપણાં દેરાસરો સાથે કોઈ લેવાદેવા નથી. રોપ-વે તો વૃદ્ધક્ટ પર બંધાયેલાં બૌદ્ધમંદિર માટે છે. એ શિખર પર આપણું દેરાસર જ નથી. રાજગૃહીના પાંચ પહાડોનાં દરેક દેરાસરો પર ચાલીને જ જવાનો રસ્તો છે. રોપ-વે એક પર્વત પરથી બીજા પર્વત પર લઈ જવાની વ્યવસ્થાવાળોય નથી. મેળાનાં ચકરડા નીચેથી ઉપર લઈ જાય જેવી જ નીચેથી ઉપર જવાની સિસ્ટમ છે. ઝલો કહે છે. રોપ-વે બાંધનારા જાપાનવાળા છે. હીરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ ઝીંકાયા તે પછીની હોનહાર તારાજી જોઈને બૌદ્ધસંઘના સૌથી મોટા આચાર્યે ગૃદ્ધકૂટ પર વિશ્વશાંતિસ્તૂપ બંધાવ્યો. દુનિયાભરમાં શાંતિ પ્રસરે તે માટે તેમણે અલગ અલગ બાવીસ સ્થળે આવા સ્તુપ બંધાવ્યા છે. તૈયાર કરીને, રોપવેસહિત તેનું સંચાલન ભારત સરકારને આપી દીધું. દેવાળિયા સરકાર શીદ ના પાડે ? રાજગૃહ ગામમાંય બૌદ્ધમંદિરો છે. બર્મા અને થાયલેન્ડનાં બૌદ્ધમંદિરો Page #42 -------------------------------------------------------------------------- ________________ ૭૧ નાનાં છે. જાપાનીઝ બૌદ્ધમંદિર મોટું છે. તેમાં પ્રચંડ બૂંગિયાના તાલે, તારસ્વરે ‘‘નામૂ-મ્યો-હો-રેં-મેં-ક્યો' આ મંત્રનું અવિરત ગાન ચાલે છે. દૂર દૂર સુધી તેના પડઘા રેલાય છે. (ગૃદ્ધકૂટ પર પણ આવું જ.) સાંજે સાડા ચાર વાગે પૂજા થાય. પહાડ પર રહેતા જાપાનીઝ સાધુ નીચે આવે. બુદ્ધમૂર્તિઓની સામે મૂકેલા દળદાર પુરાણા ચોપડાનાં પાનામાંથી પ્રાર્થના વાંચે. અગરબત્તી જલાવે. વિધિ પતે એટલે ઉપર-પહાડ પર ચાલ્યા જાય. રાજગૃહ પર શ્વેતાંબર કે દિગંબરનો વિવાદ નથી. વર્ચસ્વમાં આગળ છે, બૌદ્ધધર્મ. રાજગૃહીના પહાડી ઈલાકાના સીમાડે જ બિહાર ટુરિઝમનું બોર્ડ છે : બુદ્ધ ભગવાનની ભૂમિ પર આપનું સ્વાગત. ગોપુરમ્ જેવો ભવ્ય પ્રવેશદ્વાર રોડ પર છે, તેનું નામ છે, બિંબિસાર દ્વાર. ગૌતમવિહાર, તથાગત, સિદ્ધાર્થ આવા બધા હોટેલનાં નામ. શ્રીલંકા, કોરિયા, ચીન, જાપાનના બૌદ્ધધર્મીઓ આવતા જ હોય. વિવિધતીર્થકલ્પમાં સાતસો વરસ પહેલાંય શ્રીજિનપ્રભસૂરિજી મહારાજાએ લખ્યું છે : “પ્રતિવેશ વિોયન્ત વિહારશ્ચાત્ર સૌળતાઃ II અહીં ઠેરઠેર બૌદ્ધ વિહારો જોવા મળે છે. અમે સાંજે આવતા હતા ગઈ કાલે, ત્યારે રસ્તામાં એકકોરે ખોદકામ ચાલતું હતું. પૂછ્યું તો એ પુરાતત્વવાળો સરકારી આદમી કહે : “યે પુરાના સ્તૂપ ઈધર સે નીકલ રહા હૈ. બુદ્ધ કા હૈ.” અહીં ખોદકામમાં જે નીકળે તે હજાર વરસ જૂનું જ હોય અને તેય બૌદ્ધલોકોનું જ હોય. ધારો જ ધડાઈ ગયો છે. પ્રતિવાદ કરો તો કશું ન ઉપજે. જોયા કરવાનું, બસ. મહા સુદ પાંચમ : રાજગૃહ મહાભારતના પાંચ પાંડવો ભલે એક હતા. એમણે પોતપોતાની અલગ ઓળખાણ તો પ્રતિભા દ્વારા બનાવેલી જ. એમની એકતા એ તો છઠ્ઠી ઓળખાણ. રાજગૃહીના પાંચ પહાડોમાંય આવી છ ઓળખાણ છે. પહેલો પહાડ ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામીની કલ્યાણભૂમિ. વિપુલ ગિરિ. વિશાળ પ્રસ્તાર છે એનો. એને અડોઅડ છે રત્નગિરિ. એ ખૂબ દૂર સુધી ફેલાયો છે. ગૃહ્રકૂટ એના વિસ્તારમાં. છેક ગિરિયકની પહાડી લગી એના વિશાળ બાહુ પહોંચે. ત્રીજો ઉદયગિર. અર્જુનની જેમ જ એકલો અને અદ્વિતીય. મહાભારતનાં યુદ્ધમાં અર્જુનનાં મૌલિક તાંડવ ઘણાં હતાં. ઉદયગિરિની વિશેષતા એ છે કે સૌથી પ્રાચીન જિનાલય આ પહાડ પર છે. જોકે, યુદ્ધના મુદ્દે આ ત્રણ નામ જ આગળ ૭૨ પડતા રહે છે. મહાભારતનાં રાજકારણમાં સહદેવ અને નકુલની કોઈ આક્રમક તાકાત યુદ્ધપૂર્વે ચમકી નથી. એ બે જરા જુદા છે. ચોથો અને પાંચમો પહાડ સુવર્ણગિરિ અને વૈભારગિરિ આ ત્રણથી જુદા પડે છે, કેમ કે આ બે પહાડ અને પેલા ત્રણ પહાડની વચ્ચે ધમધમતો ડામરિયો રસ્તો નીકળે છે. સુવર્ણગિરિને સોનિંગિર પણ કહેવાય છે. સહદેવના સ-સાથે તેની કુંભરાશિ અનુપ્રાસ જમાવે છે. તો વૈભારિગિર તે સૌથી નાનો નકુલ છે. બધાયનો લાડલો. સૌથી વધુ યાત્રિકો એને મળે છે. નજીકથી આ બધા વિભાગ પડે. દૂરથી તો પાંચેય એકજૂટ દેખાય છે. રાજગૃહ કે રાજગિરિ તરીકેય પાંચેય એક છે. મહાસુદ-૭ રાજિંગર પહેલી યાત્રા ઉદયગિરિની થઈ. પરમદિવસે સાંજે. થોડા આગળ નીકળી ગયા હતા અમે. રસ્તે ગાડી મળી. તેમાંથી મોઢે મુહપત્તિ બાંધેલા સાધ્વીજી ઉતર્યા. ઓઘો લઈને. આંખોમાં ધરતીકંપ ધણધણ્યો. એમણે આવીને હાથ જોડ્યા. એ લોકો રોપ-વે જઈને આવતાં હતાં. તેમણે ઉદયગિરિ પાછળ રહી ગયો છે, તેમ કહ્યું. જોકે, ગાડીમાં વિહરતા એ તથાકથિત શ્રમણી તો સદા માટે પાછળ જ રહેવાના તે દેખાતું હતું. ઉતરતી વખતે તેમણે ડ્રાયવરને કેસેટપ્લેયર બંધ કરવાની જોરથી આજ્ઞા કરી તે જોયું હતું. ગુંજતું હતું તે કશું ધાર્મિક તો નહોતું જ. રાજગૃહીના દરવાજે જરાસંધની બેન જીવયશા મળી, આ તો. એ પગમાં સ્લીપર ફફડાવતા ગાડી ભેગા થઈને ઉડી ગયા. અમે પાછા ફર્યા. ઉદયગિરિની તળેટીમાં શ્વેતાંબર અને દિગંબર ભાથાખાતાં દરવાજા વિના, ખાલીખમ ઊભાં હતાં. ત્રીજું મકાન સ્થાનકવાસીનું હતું તેને તાળાં લાગેલાં. આરોહણ ચાલુ કર્યું. નવમી મિનિટે તો ઉપર પહોંચી પણ ગયા. આપણા મંદિરને ફરતો કોટ છે. કોટમાં ચાર દિશાના ગોખલા છે તેમાં પગલાં છે. મધ્યમાં મંદિર છે. પાર્શ્વપ્રભુની મૂર્તિ હતી તે સલામતી માટે નીચે, ગામની ધર્મશાળાનાં દેરાસરે લઈ ગયા છે. રાજગૃહીમાં શ્રી મુનિસુવ્રતદાદાનાં ચાર કલ્યાણક થયા છે તેમાં એકેય કલ્યાણક આ ગિરિ પર નહીં થયું હોય ? આ ગિરિને તીર્થભૂમિ ગણવો કે કલ્યાણકભૂમિ ? સંશોધન કરવું મુશ્કેલ છે, પણ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૭૩ જરૂરી છે. અહીં દિગંબરોનાં બે મંદિર છે. ત્રીજું બની જશે. એમને પગ પહોળા કરતાં આવડે છે. આપણે રોકીએ નહીં. સરકાર ધ્યાન ન રાખે. પથ્થરો ગોઠવે, ભીંત ખડી કરે, મૂર્તિ ગોઠવી દે અને આટલા પુરાવા પર કેસ જીતી જ જવાશે એવા વિશ્વાસથી મંદિર ચણી દે. કોર્ટકચેરી થાય તો વરસો જાય તેમાં નવાં મંદિરની ભીંતો મજબૂત થયા કરે. એમની આજ નીતિ છે, વરસોથી. અહીંથી ચારેય ગિરિનાં દર્શન થાય છે. ગૃદ્ધકૂટના રોપ-વેના ઝૂલાની ચડઉતર દેખાય છે. ઉતરતો શિયાળો હોવાથી હરિયાળીનો પટ બિછાયેલો છે. આંખો સૌંદર્યની સહેલગાહ માણે છે. મહાસુદ આઠમ : રાજગિરિ વૈભારિગિરની તળેટીમાં ગરમ પાણીના કુંડ છે. વૈષ્ણવો અને શૈવોનું ધામ ગણાય છે. ટોળેટોળા નહાવા આવે છે. બારેમાસ ગરમ પાણી વહાવતા કુંડનો તો મહિમા ન થાય તો જ નવાઈ. અહીં પંડાઓનું રાજ છે. યુનિયન અને ટ્રસ્ટ જોરે તેમનો ચોકો જામી ગયો છે. આપણને ન નડે, જોકે. ઉપર ચડતાં, પથ્થરોની સુબદ્ધ ભીંતો પર બનેલો ચોતરો આવ્યો. એ પિપ્પલગુહા કહેવાય છે. મહાભારતના યુગમાં જરાસંઘ અહીંનો રાજા હતો. તેને આ સ્થળે વિશ્રામ કરવાનું ગમતું. પીપળો નથી ને ગુફા બંધ થઈ છે આજે. એ જમાનામાં બેય હશે તેથી પિપ્પલગુહા નામ પડ્યું હશે. એ વખતના મહાબળવાન રાજાને ચાલતા જ મળી લીધું અને ચાલતા જ વિદાય લીધી. વાર્તાલાપ કરવા ઊભાય ન રહ્યા. ભારતવર્ષના સાર્વભૌમ માટે આથી મોટી કરુણતા કંઈ હશે ? એ સમયમાં તેનાં નામથી ભલભલા શૂરવીરોના શ્વાસ થંભી જતા ને આજે એની બેઠક આગળ ઊભા રહેવાનીય જરૂર નથી લાગતી. સુદર્શન ચક્રનો ઘા આટલો તીખો નહીં લાગ્યો હોય. ઉપેક્ષા નાનીસૂની ઘટના નથી. ઉપર ત્રણ જિનાલયે દર્શન કર્યાં. દૂર દેશથી આવેલો દીકરો માતાને જોઈ ગદ્ગદ થાય તેવી લાગણીની વંદના કરી. જોકે, વૈભારગિરિની યાત્રા તો નિર્વાણભૂમિ તરીકે કરવાની હતી. આ ગિરિ ઉપર અગિયાર ગણધરોનાં નિર્વાણ ૭૪ થયાં છે. તેનું મંદિર એક માઈલ આગળ હતું. રસ્તો વિકટ હતો. યાત્રિકો માટે તો બંધ જ. વેરાન વગડામાંથી ઉખડબાખડ કેડી નીકળે છે. ચાલ્યા. કાંકરા વાગે ને ઝાંખરા ઘસાય. આંખોએ સ્વાર્થીભાવે ઈર્યાસમિતિનું પાલન કરવા માંડ્યું. હળવું ચઢાણ અને અટપટું ચાલવાનું હતું તેથી થાક વધારે લાગતો હતો. પૂજારી આગળ નીકળી ગયેલો. સાથેના બીજા માણસે ડાબા હાથે, ઉપરની તરફ મંદિર બતાવ્યું. રોમેરોમ આનંદ. અંતર ભાવવિભોર. ભગવાન તો ભગવાન હતા. ગણધરો તો આપણા પૂર્વજ. એમની સાથે ઘરોબો જુદો જ હોય. નકશીદાર ગોખલામાં અગિયાર પગલાની જોડ હતી. પ્રભુવીરને ઋજુવાલુકાથી પાવાપુરી સુધી ખેંચી લાવનારા આ પરમપુરુષોએ સનાતન સ્થાન સાધવાનું મહાપ્રયાણ અહીંથી કર્યું હતું. આકાશમાં તારોડિયાઓએ એમની માટે છેક સુધી કેડી રચવાનું વિચાર્યું હશે. શિસ્તબદ્ધ ગોઠવણની ચર્ચા ચાલી હશે તેમાં સમય વીત્યો હશે ને ગણધર ભગવંતો તો પંચસ્વરના સમયમાં મોક્ષે સીધાવી ગયા હશે. પોતાની મૂઢતાથી શરમાઈને મોં છૂપાવવા એ દશે દિશામાં ભાગ્યા હશે તેને લીધે આકાશ ભરચક થઈ ગયું હશે. પ્રભુનાં દર્શને ભક્તિ અને સમર્પણના ભાવ જાગે. ગણધરભગવંતોનાં દર્શને જવાબદારીની સભાનતા આવે. આપણી છદ્મસ્થતાને કાબૂમાં લેતા આવડે તો બધાં જ કામ આપણને સોંપાય. છદ્મસ્થતા નામની ઉણપની સંગાથે રહીને જ કૈવલ્ય સુધી પહોંચવાનું છે. તો એ ઉણપનો રસ નીચોવી ના લઈએ ? નિર્વાણની ભૂમિ પર છદ્મસ્થતા સાંભરતી હતી કેમ કે એ છદ્મસ્થતામાંથી જ દ્વાદશાંગીની વાચનાઓ થઈ. એ દ્વાદશાંગીમાંથી સર્વોત્તમ વિચારણાઓની સરવાણી વહી. એ વહી ન હોત તો આજે લખવાની, વિચારવાની કે વાંચવાની ઔકાત જ ન આવી હોત. નાનકડાં મંદિરનાં ગર્ભગૃહમાં બેસીને ગણધરભગવંતોની નિર્વાણની પળો યાદ કરી. એમના શિષ્યપરિવારનો ઝૂરાપો, દેવોની ભાવભરી ગર્દી, રાજામહારાજાઓનો રસાલો, સુવર્ણકમલનાં સૂનાં આસનો, સિદ્ધશિલાનો અગોચર ભૂખંડ, બધું જ મનમાં ઘૂમરાતું રહ્યું. શું કામ એમની અંતિમ દેશનાઓ નથી સચવાઈ ? શું કામ તેમનાં સ્વકાયપ્રમાણ પગલાં અને મૂર્તિ નથી જોવાં મળતાં ? સવાલો થતા હતા. વૈભારગિગિરની ટોચ પર વીંઝાતો વાયરો ગર્ભગૃહના ગુંબજમાં પછડાતો હતો Page #44 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ૭૬ તેમાંથી જવાબ ઊઠતો હતો : એ બધું નથી તેનું કારણ એ છે કે ગણધરો, ભગવાન સમક્ષ પોતાના વિશે, અમે કશું જ નથી, એવું માનતા હતા. અમારી દેશના, મૂર્તિ કે કથાને બદલે ભગવાનની દેશના, મૂર્તિ અને કથા જ વધુ આદરણીય છે. ભગવાન પધાર્યા તો અમારા જીવનમાં સંજીવન ઉમેરાયું. નહીં તો અમે અચેતન જીવનમાં પટકાયા હોત, આવી એ ભગવંતોની નમ્રતા હતી. એમાંથી દ્વાદશાંગી નીપજી. એમાંથી કૈવલ્ય સાંપડ્યું. એમાંથી નિર્વાણ દશા મળી. નમ્રતાનો મંત્ર કેટલો કષ્ટસાધ્ય છે તેવો પ્રશ્ન જ એમને ના થયો. વાત જયારે આત્મનિરીક્ષણ પર આવી, ત્યારે નીચે ઉતરવામાં સમય થઈ ગયો હતો. નહીં તો જવાબ આપવો ભારે પડી જાત. મહા સુદ નોમ : રાજગિર વૈભારગિરિનો પહાડ સાત માળની હવેલી કરતા ઊંચો છે. રેશમી પડદામાંથી ચળાઈને આવતી મુલાયમ હવા અહીં નથી. ફૂલની પાંખડીઓ પાથરેલી સેજ અહીં નથી. અહીં આકાશની છત છે, અડાબીડ જંગલની ઘનઘોર છાયા અને ખુલ્લી હવાનું સ્વયંભૂ સર્જન છે. મુખ્ય રસ્તેથી અંદર વળીએ પછી તો તમરાં બોલે તોય પડઘો ઊઠે તેવું એકાંત છે. થોડું ચાલ્યા પછી પગથી બંધ થઈ જાય. ભૂખરી શિલાઓનું ઝૂંડ એકાએક વચ્ચે આવે. હતાશ માતાનાં પગલાં હમણાં જ ભૂંસાયા હોય તેવો સન્નાટો સંભળાય. આસમાનને તાકતી હોય તેવી વિસ્તીર્ણ શિલાઓની આસપાસ નાનીમોટી ભેખડો જેવા પથ્થર સજ્જડ રીતે બાઝેલા છે. એના ખાંચામાંથી ડોકાતા ઝાંખરિયા સૂક્કાભઠ છે. દૂર ક્યાંક નીલ ગાય ચરતી દેખાય. ખીણના ઢોળાવ પર પ્રચંડ શિલા છે. તેની પર મંદિર ઊભું છે. અંદર એક પાષાણમાં કોતરેલી બે ધ્યાનસ્થ શ્રમણ ભગવંતોની મૂર્તિ છે. તેની ઉપર નામ લખ્યાં છે : શ્રી ધન્નાશાલિભદ્ર, આ મંદિર બનવાની કલ્પના નહોતી તે વખતે આ મહાત્માઓએ બળતા અંગારાના ઢગલા જેવી ધગધગતી પથ્થરશય્યા પર સોડ તાણી હતી. અડધી રાતે વીંઝાતા વાયરાના મદમસ્ત સથવારે આડાપડખે સૂવા માટે નહીં, બલ્ક અનશનસાધના કરવા માટે. મા આવી હતી. દીકરાની માફી માંગવા અને એની સાથે બે-ચાર વાતો કરવા. એને જવાબ મળ્યો નહોતો. એનાં આંસુથી પથ્થરોની છાતી પર સુદ્ધાં ઓઘરાળા પડ્યા હતા. રાજા શ્રેણિકનું આશ્વાસન કામ લાગ્યું નહોતું. પાછા વળવાની ક્ષણ ભારેખમ હતી. બોલવાના તો શું, રડવાના હોંશ નહોતા. થોડું ચાલીને, મા-એ પાછળ જોયું હતું. કદાચ, બંને હાથ કાન પર ઢાંકીને વેદનાર્ત ચીસ પાડી હતી. હૈયાફાટ રોઈ હતી મા. એ મહામાતાનો મોભો જાળવવા સચરાચર સૃષ્ટિ પળભર માટે થંભી ગઈ હતી. વૈભારગિરિના એક છેવાડે રહેલા શ્રી ધન્નાશાલિભદ્રજીનાં મંદિરમાં દર્શન કર્યા. ત્યારેય સ્તબ્ધતાનું રાજ હતું. તીર્થયાત્રા તો આત્મા માટે છે. તેમાં ફરિયાદો ન હોય છતાં થોડી ફરિયાદ મનમાં ઊઠી. એક, શ્રી ધન્નાશાલિભદ્રજીની મૂર્તિની મુખમુદ્રા ઘસાઈને અલોપ જેવી થઈ ગઈ છે. બે, અનશનસાધનાનો શિલાખંડ મંદિર તળે દબાઈ ગયો છે. શિખરજીમાં શ્રી પાર્શ્વપ્રભુની અનશન સાધનાનો પર્વતભાગ જેમ સચવાયો છે તેમ આને સાચવવો જોઈતો હતો. ત્રીજી ફરિયાદ જુદી ભૂમિકામાં છે. અહીં મા સુભદ્રાની મૂર્તિ કેમ નથી ? પાછા ફરતી વખતે મહાપચ્ચખાણ પન્નાના શબ્દો યાદ આવતા હતા : ‘‘ધીરપુરિસન્નત સપુનિવયે પરમેયોર | ધન્ના સિનીયનTયા સાહિતિ અપ્પળો મટું || સૂત્ર દ્રા'' જેનો ઉપદેશ ધીરપુરુષોએ આપ્યો છે, સત્પરષોએ જેને આત્મસાત કર્યો છે અને જે અતિશય કષ્ટસાધ્ય છે તે આત્માનો પરમ અર્થ, ધન્યભાગી આત્માઓ શિલાતલ પર બિરાજીને સાધે છે. મહા સુદ દશમ : રાજગિર વૈભારગિરિ પર સપ્તપર્ણી ગુફા છે. રોહિણિયો ચોર એનો રાજા હતો. અતલ અંધારાની પછેડી ઓઢીને એની ભીંતો રહસ્યો સાચવી રહી છે. દીક્ષા લેવાનું એ ચોરે નક્કી કર્યું હતું. તે પૂર્વે પ્રભુવીરની સલાહ (હા, સલાહ) લઈને પછી જ આ ચોરસમ્રાટે પોતાનો ગુપ્ત ખજાનો મંત્રીશ્વર અભયકુમારને બતાવ્યો હતો. સપ્તપર્ણી ગુફામાં જ એ ખજાનો હતો. આજે એ ગુફામાં શું છે તેની કશી માહિતી નથી મળતી. સોએક વરસ પહેલાં આ ગુફામાં સિંહ રહેતો હતો. આજે અંદર જવાતું નથી. આગળ જઈએ તો ટોર્ચ-લાઈટ આપમેળે ઓલવાઈ જાય છે. શ્વાસ લેવા જેટલી શુદ્ધ હવા નથી. ઊભા ઢાળમાં પહાડને કોતરીને ગુફા બની છે. એક ગુફામાં ચાલીને સીધા જ જવાય. રેલવેના બોગદાની જેમ એ અંદર Page #45 -------------------------------------------------------------------------- ________________ ૭૭ વળાંક લે છે. ત્યાંથી કાળાં વાદળાનો કલગઢ શરૂ થાય છે. બીજી ગુફામાં જરાક ચઢ છે. એ પણ અંદર તુરંત ફંટાય છે. ઘૂંટણિયે બેસવું પડે, તેવો સાંકડો વિસ્તાર છે ભીતરમાં. આ ગુફામાં ખૂબ લાંબો મારગ છે, તેમ કહેવાય છે. વૈભારિગિરની પાછળની તળેટીમાં સોનગુફા છે. એમાં રાજા શ્રેણિકનો ખજાનો છૂપાવવામાં આવ્યો છે. રોહિણિયાની ગુફાનો બીજો છેડો એ ખજાના સુધી જાય છે તેવી વાતો થાય છે. ગુફાના બંને છેડા જો એક હોય તો રહસ્યની અકબંધીમાંય બંને ગુફા એક છે. શ્રેણિકની સોનગુફાને પાષાણનો દરવાજો મઢીને બંધ રાખી છે. મોટા ઓરડા જેવી ગુફામાં એ દરવાજો છે. તેની બાજુમાં અણઉકેલ લિપિમાં એને ઉઘાડવાનું સંકેતસૂત્ર ભીંત પર કોર્યું છે. કોઈ એને સમજી શકયું નથી. અઢી હજાર વરસથી દરવાજા સિલબંધ છે. અંગ્રેજોએ આ દરવાજા પર તોપ દાગી હતી તોય એ ના તૂટ્યો. ડાયનેમિક સ્ટીક્સથી દરવાજો ખોલવાની ચર્ચા ઉપાડી હતી, ભારત સરકારે. વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે આ ગુફાનું, વૈભારગિરિનું અવલોકન કર્યું હતું, અહીંની માટી તથા પાણીનાં પરીક્ષણ પછી તેમણે જાહેર કર્યું હતું કે આ પહાડમાં ગંધક દ્રવ્યો પથરાયેલાં છે. ડાયનેમિકથી, સુરંગથી પથ્થર ફોડવા જતા આખો પર્વત જ જ્વાળામુખીની જેમ ભડકી ઊઠશે, પાણીનાં ઝરાં સૂકાઈ જશે.’ ત્યાર પછી આ કામકાજ સંકેલી લેવાયું હતું. અંદર ખજાનો કેવો હશે તેવો વિસ્મયગર્ભ સવાલ થાય તે પૂર્વે જ સાપની ફણાની જેમ બીજો પ્રશ્ન માથું ઊંચકે છે : આપણાં ભારતના પૂર્વ સંચાલકોએ ખજાનો રહેવા દીધો હશે ? છેલ્લા હજાર વરસના લૂંટફાટિયા ઇતિહાસ પછી આ શક્યતા કેવી રીતે નકારી શકાય ? રોહિણિયા ગુફાના રસ્તેથી ત્રણ માઈલ સુધી ચાલતી આ ગુફાની નજીકમાં બીજી છત વિનાની ગુફા છે તેમાં પ્રભુમૂર્તિઓ, ભીંતમાં કોતરેલી જોવા મળે છે. મુસ્લિમ આક્રમણોએ એની સુંદરતાને હથોડાના ઊંડા જખમ માર્યા છે. મહા સુદ ૧૧+૧૨ : રાજગિર વિવિધતીર્થકલ્પમાં રાજગૃહી તીર્થનો ઉલ્લેખ વૈભારકલ્પમાં મળે છે. વૈભાર સિવાય બીજા ત્રિકૂટ, ખંડિક વગેરે શૃંગોનાં નામ, વૈભારનાં જ શૃંગ તરીકે છે. પાંચ પહાડની સંયોજનાની તો વાત જ નથી. પરિશિષ્ટ પર્વમાં શ્રી જંબૂસ્વામીજીના માતાપિતા નિષ્ણુત્ર હતા ત્યારે ૩૮ માનસિક સાંત્વના માટે વૈભાર પર ગયા હતા તેવી કથાનિકા છે. વૈભારની ટોચ પર, વૈભારની તળેટીમાં વનમાં, એ વનની બહાર અને રાજગૃહના સીમાડે— શિયાળાની તીવ્ર ઠંડી સહીને પરમની સાધના કરનારા ચાર મહાત્માઓની રોમહર્ષણ ઘટનાય પરિશિષ્ટ પર્વમાં છે. વૈભારગિરિનું મહત્વ જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મનાં પોતપોતાના સ્થાનો જોવાથી સમજાય છે. તળેટીમાં કુંડની આસપાસ ઉભરાતા અજૈનો, રોહિણિયાની ગુફાને સપ્તપર્ણી ગુફા તરીકે બુદ્ધની સાધનાભૂમિ માનીને મીણબત્તી-અગરબત્તી જલાવતા અગણિત વિદેશીઓ, દુનિયાભરમાંથી ઉમટતા આપણા આસ્થાળુ યાત્રિકો દ્વારા સતત ધબકતો વૈભારપર્વત રાજગિરનું મુખ્ય મથક છે. બજાર પણ આ પહાડની તળેટીમાં છે. વૈભારગિરિ એ પર્વત નથી, આકર્ષણનો ઉત્તુંગ મહાગિર છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ૧૦ રાજગૃહીથી નાલંદા મહા સુદ દશમ : રાજગિરિ વિપુલગિરિની યાત્રામાં રાજગૃહીનો ખરો લાભ મળે. રાજગૃહી તીર્થ શ્રીમુનિસુવ્રત ભગવાનનાં ચાર કલ્યાણકની ભૂમિ છે. એનું મંદિર વિપુલગિરિ પર છે. પ્રભુનાં વન અને જન્મ રાજગૃહીમાં થયાં. દીક્ષા નીલગુહા ઉદ્યાનમાં અને કેવળજ્ઞાન ચંપાવૃક્ષ તળે. એક જ મંદિર છે, એની સ્મૃતિમાં. ચારેય ઘટના એક જ જગ્યાએ થઈ નહીં હોય. ભૂમિ એક હોવા છતાં, સ્થળ તો અલગ જ હશે. કમનસીબે એ સ્થળો ન સચવાયાં. આજે એક જિનાલયમાં એ મહાપવિત્ર પ્રસંગોનું સંવેદન ઝીલવાનું હતું. વચ્ચે શ્રી અઈમુત્તા મુનિની દેરી આવી હતી. શ્રી અરણિક મુનિવરની મૂર્તિ પહાડની ઉપર છે. આ બંને મહાત્માઓ પ્રભુના પરિવારમાં હતા. બંનેએ અલગ અલગ અપરાધ કર્યા. બંનેને અલગ અલગ રીતે પ્રતિબોધ મળ્યો. રાજગૃહી તેનું સાક્ષી બન્યું. જવું હતું પ્રભુ પાસે. અશ્વાવબોધના પ્રણેતા પ્રભુને જુહારવા હતા. રસ્તો ખૂબ ઘૂમીને ઉપર લાવ્યો. એક પંક્તિમાં ત્રણ મંદિર ઊભા હતા. અડોઅડ. બે દિગંબરનાં, ત્રીજું આપણું. સામી તરફ સૂપ જેવું ઊંચું બાંધકામ થયું હતું. એ દિગંબરોનું સમવસરણ મંદિર હતું. શ્વેતાંબરોએ પાવાપુરીમાં સમવસરણ બનાવ્યું તો દિગંબરોએ અહીં ઊભું કર્યું. તેઓ આ પહાડને પ્રથમ દેશનાભૂમિ માને છે. એમની તો માન્યતા જ સાવ નોખી છે. એમાં પડવું નથી. એમણે ઊંચે ચૌમુખ મૂર્તિ બેસાડી છે તે વરસાદ, તડકો ઝીલ્યા કરે છે. ભગવાન શ્રી મુનિસુવ્રત દાદાના નાનકડા દરબારમાં પ્રવેશ કર્યો. પ્રભુ સસ્મિત બેઠા હતા. ભગવાનનો જન્મ થયો ત્યારે તેમણે આવું જ સ્મિત ધારણ કર્યું હશે. દર્શનથી પ્રસન્નતા મળે તે આંતરશુદ્ધિ આપે છે, એ ભાવુક ભક્તની વાત થઈ. ભગવાનની પ્રસન્નતા આવી છે, આંતરશુદ્ધિમાંથી. પ્રભુનાં દર્શન થતાવેંત એ શુદ્ધિની અભીપ્સા જાગે, પોતાની અશુદ્ધિનો ડંખ થાય, જીવનભરનાં પાપોની વેદના સતાવે, હતાશભાવે પ્રભુ આગળ કરગરી પડાય, પ્રભુ સિવાય કોઈ બચાવી શકે એમ નથી તે બરાબર સમજાય. પોતાની પાત્રતાનો વિચાર આવે. પ્રભુ આપણામાં પાત્રતા આવે તેની રાહ જોઈ રહ્યા છે તેવું લાગે. પાત્રતા આવશે તે દિવસે પ્રભુ સામે ચાલીને આવશે તેમ સમજાય. કોઈ અજાણ્યા છેવાડે રહેલા અશ્વને બોધ આપવા ભગવાને કેટલો લાંબો વિહાર કર્યો હતો ? એ અશ્વની પાત્રતા અધૂરી ન રહી જાય તેની કાળજી ખુદ પ્રભુએ લીધી. હવે નક્કી કરવું છે કે પાત્રતા લાવવા મથવું. પાત્રતાને કેન્દ્રમાં રાખી વિચારચર્યા ગોઠવવી. એકવાર પાત્રતા આવી, તો પ્રભુ પધારશે જ. મહા સુદ દશમ : રાજગિર વિપુલગિરિથી પાછલા રસ્તે ઊતરી રત્નગિરિ પહોંચ્યા. રસ્તામાં વૃદ્ધકૂટ દૂર દેખાતો હતો. તે દિશાથી હવા આવતી હતી. તેમાં ભળીને બુંગિયાનો નિર્દોષ અમારા સુધી પહોંચતો હતો. એ સ્તૂપની ઝાંખી નજીકથી થતી હતી. આશરે અર્ધા કલાકે ત્યાં પહોંચી શકાય તેમ હતું. ન ગયા. વીતરાગ ભગવાનનો આશરો મળતો હોય પછી બીજે જવાનું મન કોને થાય ? રત્નગિરિ પર પ્રભુનાં દર્શન કર્યો. નાનું મંદિર છે. પ્રવેશના દરવાજે ઝૂકીને અંદર જવાય એ સ્થળે તકતી છે શ્રી જૈન શ્વેતાંબર મંદિર, કોઈ પરાક્રમીએ તકતીમાંથી શ્વેતાંબર શબ્દ ઘસી કાઢયો છે. માત્ર શ્રી જૈન....મંદિર વંચાય છે. દિગંબરના જ પરાક્રમ, રત્નગિરિથી પરિક્રમા કરીને પહોંચ્યા નીચે રોડ પર. રસ્તામાં મણિયાર મઠ આવ્યું. શ્રીલંકાની એક બસ આવી હતી. તેમાં બૌદ્ધ સાધુઓ હતા. એ કેમેરા લઈને ઊતર્યા, પોતપોતાના અલગ. ઝપાઝપ ફોટા પાડ્યા લાગ્યા. ફોટા પાડે ને રાજી થઈ હસે. આને વિપસ્સના કહેતા હશે એ લોકો. મણિયાર મઠની બે દંતકથા છે. એક, રાજા જરાસંઘ અહીં યજ્ઞ કરાવતો. બીજી, શાલિભદ્ર શ્રેષ્ઠીના દાગીના ખાળમાં જતા તે સ્થળ આ છે. બીજી પણ વાતો થાય છે. રાજગૃહની ઇતિહાસકથાઓનો પાર જ નથી. અલબત્ત, આગમોમાં મણિયારશ્રેષ્ઠિની કથા આવે છે તે મણિયાર શ્રેષ્ઠિનો આ સ્થાન સાથે સંબંધ નથી બતાવતું કોઈ. એ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૮૧ સંબંધ હોવો જોઈએ. પાણીની વાવ બંધાવનારા શ્રેષ્ઠીએ એ જ વાવમાં દેડકા તરીકે જન્મ લીધો. પ્રભુવીરના કોઈ દર્શનાર્થીની વાત સાંભળી બોધ પામ્યો. પ્રભુનાં દર્શને નીકળ્યો. ઘોડાના પગતળે ચંપાયો. એ વિશિષ્ટ કથા અહીં યાદ નથી કરાતી. મણિયાર મઠ નામ છે એટલું જ. અહીં આગળ એક મેદાનમાં રાજા શ્રેણિકનો કારાવાસ હતો તેવું કહેવાય છે. રાજા શ્રેણિકનું મૃત્યુ થયું ત્યારપછી રાજગૃહીની દશા બેઠી. મહાસુદ તેરસ ઃ રાજિંગર ચોથો પહાડ બંધ છે. ત્રીસ વરસથી કોઈ યાત્રાળુ ત્યાં જતું નથી. લૂંટારાનો ભય છે. ત્યાંના પ્રતિમાજી પણ નીચે લાવી દીધા છે. ઉપર પગલાં છે. અમે તેનાં દર્શને નીકળ્યા. અમારી સાથે પેઢીના સાત-આઠ માણસો સલામતી માટે આવ્યા હતા. સુવર્ણગિરિનું આરોહણ સૌથી વધુ સૌન્દર્યમય છે. અહીંથી વૈભારગિરનો તુમુલ ફેલાવો દેખાય છે. નીચે વિસ્તરેલાં વેણુવનમાં ઘાસનાં પૂર ઉમટ્યાં હતાં. દૂર નીલગાયો ચરતી હતી. આંખોમાં સમાઈ ન શકે તેવું વિરાટ દર્શન થતું હતું. સોનંગર અને વૈભારિગિરની વચ્ચે આઘે સુધી જંગલ ચાલ્યું જતું હતું. આગળ આસમાન ઝૂકી પડ્યું હતું. જંગલ અને આસમાનનો ચિરસ્થાયી મેળાપ જોઈને બંને પહાડ સ્તબ્ધ બન્યા હતા. સૂરજનો તડકો સોનેરી છંટકાવ કરતો હતો. શિખરના સાક્ષીભાવ જેવા અકળ સૂરો ઊઠતા હતા. ઊડતા પંખીઓનો કલરવ મંત્રગાન સમો લાગતો હતો. નિરવ શાંતિનો અનંત અનુભવ થતો હતો. હવામાં છેલ્લી ઠંડીનો સ્પર્શ હતો. ચઢાણ થોડુંક જ હતું. ઉપર પહોંચ્યા પછી સિક્યુરીટી ગાર્ડને પૂછ્યું : ચોર કહાં સે આતે હૈં. એણે પાછળની દિશા બતાવી. પહાડ પરનું જંગલ પાંખું હતું. એમ છતાં જોખમી પણ હતું. દર્શન કર્યાં. માત્ર પગલાં હતાં. બીજા બે મંદિર હતા દિગંબરોનાં. આપણા શ્વેતાંબર મંદિરનો પૂજારી જ તેની પૂજા કરે છે. અવરજવર ઓછી હોવાને લીધે અહીં પરમ આહ્લાદનો અનુભવ થાય છે. આપણે ભીડના માણસો છીએ. ભીડ ન હોય તો મૂંઝાઈ જઈએ. ભીડ વિના રહેવાતું જ નથી. અહીં કોઈ ભીડ નહોતી. ભીડનું માનસિક વાતાવરણ નિરાંત વિનાનું હોય છે. ઉતાવળ અને પડાપડી. ૮૨ અહીં આરામ હતો. કોઈ બાધા નહોતી. આગળ નીકળવાની ઉત્તેજના નહોતી. પાછળ રહી જવાની ચિંતા નહોતી. પ્રભુને મળવાનું હતું. ભેટવાનું હતું. એકલા બેસીને વાતો કરવાની હતી. અજ્ઞાત સંદેશા ઝીલવા હતા. પાંચમા પહાડની યાત્રા સૌથી વધુ યાદગાર. સાધનાની સર્વશ્રેષ્ઠ ભૂમિ. મહા સુદ ચૌદશ : નાલંદા રાજગૃહીની ધર્મશાળામાં ભવ્ય જિનાલય છે. મૂળનાયક ભગવાનની મૂર્તિ બે છે. એક મોટા પ્રતિમાજી છે, નવા છે. તેની આગળ નાના પ્રતિમાજી છે. પ્રાચીન છે. બંનેય શ્રીમુનિસુવ્રત દાદા છે. બહાર રંગમંડપમાં પ્રતિમાજીઓ છે. તેમાં જમણા હાથે ગોખલામાં શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ અનોખી છટા ધરાવે છે. શ્યામ વાન, નાજુક બાંધો. ઉન્નત જટા. વિલક્ષણ સ્મિત. આવી જ પ્રતિમાઓ નાલંદામાં છે તેમ પૂજારીએ કહ્યું ત્યારથી નાલંદા પહોંચવાની ઉત્સુકતા બંધાઈ હતી. આજે નાલંદા તરફ નીકળ્યા. ભગવાનનો રોનકદાર બગીચો, પંચપહાડીની નિસર્ગ છાયા, કલ્યાણકની પાવન ધરા પાછળ રહી ગયાં. સાથોસાથ રાજા શ્રેણિકની દિગન્તગામી કીર્તિ, એનો અઘોર કારાવાસ, રાણી ચેલણાનો લાંબો કેશકલાપ નીચોવીને સુરા પીવાના દિવસો, કુણિકના હાથે વાગતા ચાબૂકના ઘા, લોખંડનો દંડ લઈને આવતા દીકરાને જોઈ રાજાએ કરેલી આત્મહત્યા, કુણિકનો ભયાનક વિલાપ, આ બધું ઝીલનારું આભામંડળ પણ પાછળ રહ્યું. મંત્રીશ્વર અભયકુમારની—અભવ્યતૂરમાનાં 1 મા સહ્યામના— (મારી સાથે મૈત્રી ઇચ્છે તે અભવ્ય કે દૂરભવ્ય ન હોય) એ ખુમારી અને દરેક પ્રસંગે રંગ જમાવતી પ્રતિભા, પ્રભુવીરની સમવસરણપર્ષદાઓ, ગુરુગૌતમની નવપદદેશના, સેચનક હાથીનાં તોફાન, મહારાણીનો એકદંડિયો મહેલ અને અપરંપાર ઘટનાઓ જોનારું ભૂમંડલ પણ છૂટી ગયું. મહા સુદ પૂનમ : નાલંદા શ્રી કુંડલપુર તીર્થ. ગુરુ ગૌતમની જન્મભૂમિ. બોધ માટેની ભૂમિકા ઘડનારો અહંકાર પલ્લવિત થયો, આ ભૂમિ પર. અહીંથી યજ્ઞ કરવા પાંચસો શિષ્ય લઈને નીકળ્યા હતા. મહસેન વનમાં દેવવિમાન જોયા, પોતાની યજ્ઞવિધિનો ચમત્કાર સમજી રાજી થયા. પણ દેવવિમાન આગળ ચાલી ગયા Page #48 -------------------------------------------------------------------------- ________________ ૮૪ તેથી નારાજ થયા. સર્વજ્ઞ વીરપ્રભુને જીતવા ચાલ્યા. પ્રભુ આગળ હાર્યા ને આત્માનો જંગ જીતી ગયા. એ ગુરુની જનમભૂમિનાં જિનાલયમાં અદ્ભુત પ્રતિમાઓ બીરાજે છે. શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમા. શ્યામવર્ણની ચમકદાર મૂર્તિ. પૂનમની રાતનું આકાશ જાણે મૂર્તિના ઘડતરમાં વપરાયું છે. ચંદ્ર દૂર હોવા છતાં એ ઝળહળે છે. દાદાવાડીમાં અગિયાર ગણધર ભગવંતોનાં પગલાં છે. પહેલા માળે શ્રી ગૌતમસ્વામીજી મહારાજાનાં સુકોમળ પગલાં. એમનું સૌન્દર્ય અદ્ભુત હતું, તો પગનાં તળિયાં નાજુક જ હશે તે પગલાંનાં દર્શનથી અનુભવાતું હતું. નાલંદામાં પ્રભુનાં ચૌદ ચાતુર્માસ થયાં છે. આજે રાજગૃહી અને નાલંદા અલગ છે. તે વખતે નાલંદા, રાજગૃહીનો જ એક ભાગ હતું. પ્રભુની દેશના અને ગુરુ ગૌતમની પૃચ્છાનો માહોલ અજબગજબનો હશે. અહીં રોજ નગરજનોમાં ચર્ચા ચાલતી હશે. આજે ગણધરોત્તમનો સવાલ આ હતો, દેવાધિદેવનો પ્રત્યુત્તર આ હતો. ત્યાં સાક્ષાત ગણધરોત્તમ ભિક્ષાર્થે પધારતા હશે. એકી સાથે બધા જ લોકો–પધારો, પધારો કહી ગુરુગૌતમને ઘેરી વળતા હશે. એ પાવન સમયમાં જનમ ના મળ્યો તેનો અનંત અફસોસ મનને ઘેરી વળતો હતો. મહા વદ એકમ : પાવાપુરી આકાશ સાફ હતું. શિયાળાની સવાર હતી. તડકો શાલની જેમ પથરાયો હતો. નાલંદાનાં ખંડેરો ચૂપચાપ ઊભાં હતાં. લાલ ઈંટોનાં વાસ્તુ પર વર્તમાનની અસર નહોતી. ભૂતકાળનો નશો એમની પર હજી સવાર હતો. ૧૦,000 વિદ્યાર્થીઓ અહીં ભણતા. પ્રવેશપરીક્ષામાં યોગ્ય પૂરવાર ન થયા હોય તેવા ૪૦,000 વિદ્યાર્થીઓ વિલે મોઢે પાછા જતા. પ્રવેશ મળે પછી તો વિદ્યાર્થીની બધી જ જવાબદારી નાલંદાનું આ વિશ્વવિદ્યાલય સંભાળતું. ૨00 ગામની આવક વિદ્યાલયને મળતી. મોટી સખાવતો આવે તે જુદી. ૧૫OO તો શિક્ષકો હતા. એ સૌ દિગ્ગજો હતા. નાલંદાની સ્પર્ધા ત્યારે મિથિલા સાથે હતી. મિથિલાના આચાર્ય ગૌતમે ન્યાયસૂત્રમાં બૌદ્ધ અનિત્યવાદનું ખંડન કર્યું. નાલંદા તો બૌદ્ધદર્શનનું પ્રતિનિધિ. અહીંના આચાર્ય નાગાર્જુને પોતાના ગ્રંથોમાં એનો મજબૂત પ્રતિકાર કર્યો. મિથિલાના આચાર્ય વાત્સ્યાયને ભાષ્ય લખીને એ પ્રતિકારને તોડી પાડ્યો. નાલંદાના આચાર્ય દિનાગે પ્રમાણસમુચ્ચય દ્વારા ભાષ્યની નબળાઈ છતી કરી. મિથિલાના દાર્શનિક ઉદ્યોતકરે ન્યાયવાર્તિક રચ્યું, એમાં નાલંદાના આચાર્યની પ્રચુર ટીકા કરવામાં આવી હતી. નાલંદાના આચાર્ય ધર્મકીર્તિએ પ્રમાણવાર્તિક લખીને એ ટીકાનો જડબાતોડ જવાબ વાળ્યો. મિથિલામાં વાચસ્પતિ મિશ્ન તાત્પર્યટીકા બનાવીને વિરોધ ઊભો રાખ્યો. નાલંદાના આચાર્ય જ્ઞાનશ્રીએ તેની વળતી ખબર લીધી. વાદના જમાનામાં સૈકાઓ સુધી ગ્રંથરચના દ્વારા સામસામે રહેવાની આ વિશિષ્ટ પરંપરાએ ન્યાયશાસ્ત્ર અને પ્રમાણવિદ્યાને નવી ઊંચાઈ આપી. વિશ્વવિદ્યાલયને અનુરૂપ પુસ્તકાલય હતું. એ વિભાગ ધર્મગંજ તરીકે ઓળખાતો. તેમાં ત્રણ મકાન હતાં, રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક. રત્નસાગરમાં ધર્મ અને તંત્રના જ ગ્રંથો હતા, છતાં તે સૌથી ઊંચું હતું, નવ માળ. વિશ્વવિદ્યાલયનાં સંકુલને ફરતો વિશાળ કોટ હતો. ગમે તેને પ્રવેશ ન મળતો. એક દિવસ અહીં ઘોડાના ડાબલાં ગાજયાં. કોઈ કશું સમજે તે પૂર્વે તો હલ્લો થયો. ફૂલોના બગીચા પર જાણે વીજળી પડી. એ તુર્કી લોકો હતા. એમનો સરદાર હતો બખ્રિયાર ખીલજી. હત્યાકાંડ થયો હશે પણ તેનો ઉલ્લેખ નથી મળતો. ઉલ્લેખ અગ્નિકાંડનો મળે છે. તુર્કીઓએ વિદ્યાલયને આગ ચાંપી હતી. શરીરના એક ભાગ પર ત્રણ-ચાર ક્ષણો સુધી આગ રહે તોય હાલત ગમખ્વાર થઈ જાય છે. તુર્કીઓએ ભારતીય સંસ્કૃતિના આત્માને છ મહિના સુધી ભડકે બાળ્યો. પુસ્તકાલય પર ક્રૂરતાથી આક્રમણ થયું હતું. તાડપત્રનાં અક્ષરો અને પાનાં સળગતાં હશે તેવી કલ્પના માત્રથી જ પાંપણ અને પોપચાં પર અંગારા ચંપાય છે. પુસ્તક હાથમાંથી પડી જાય તોય દુ:ખી થનારા આપણાં મનને, એ પુસ્તકરાશિની આગ વિશે કલ્પના કરવાનું સૂઝતું નથી. માણસ ગુસ્સે ભરાય તો કપડાં બાળ, અનાજ કે ઘર બાળે. પુસ્તકો ? એને આગ લગાડાય ? નથી માની શકાતું. અહખોરીનો આ વરવો પ્રકાર હતો. જોકે, નાલંદાનાં વિશ્વવિદ્યાલયની અહખોરી ઓછી નહોતી. મ્યુઝિયમમાં બૌદ્ધદેવતાની મૂર્તિનાં પગતળે દબાયેલા અન્ય દેવતાઓ હોય-વિપસ્સના-ના સમભાવ સાથે એ સંગત થતું નથી. હંસપરમહંસની ઘટના તો ઇતિહાસ પ્રસિદ્ધ છે. પ્રબંધગ્રંથોના સંદર્ભનુસારે તેઓ મગધદેશમાં ભણવા આવ્યા હતા. તેમને ભાગવું પડ્યું તેની લોહિયાળ કથની, છ મહિનાની આગ જેવી જ વેદનાજનક છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૮૫ શ્રીહંસપરમહંસની યાદ આવી પછી બધું જ બદલાઈ ગયું હતું. વિદ્યાર્થીઓના રહેઠાણ, શિક્ષકોના કક્ષ, ભોજનગૃહ અને પ્રાર્થના-ગુફા. ઈંટોના નીભાડા જેવું ઊંચું સ્તુપમંદિર, બધે નજર ફરતી હતી અને શ્રી હંસપરમહંસના ગુપ્તવાસનો રજેરજ અનુભવ ફુટ થતો હતો, એમનાં હસ્તલિખિત પાનાં ઊડ્યાં તે ઘટનાની સાક્ષીદાર હવા આરામથી વહેતી હતી. ચિત્રકૂટથી ગુરુભગવંત શ્રીહરિભદ્રસૂરિજી મહારાજાના ખાનગી સંદેશા આવતા તે ઘડીનો આનંદ કોઈ કોટડીમાં કેદ હશે તેમ લાગતું હતું. પછી તો આખો દિવસ આ જ વિચારો ચાલતા રહ્યા. નાલંદા ચાર-પાંચ દિવસ રહ્યા હોત તો એ બંધુઓની જીવનવાર્તા અચૂક લખાઈ જાત. ઓછામાં ઓછાં ત્રણસો પાનાં. મહા વદ બીજ : પાવાપુરી નાલંદાનો સરકારી પ્રચાર એવો છે કે જાણે અહીં માત્ર બૌદ્ધધર્મ જ પાંગર્યો હતો. આપણાં શાસ્ત્રોમાં નાલંદાનો ઉલ્લેખ મળે છે તેની કશી જ નોંધ એ લોકો લેતા નથી. વિશ્વવિદ્યાલય થયું તે પહેલાંથી નાલંદા પ્રચારમાં હતું. અહીં પુષ્કર તળાવો અને કમળ ઘણા હતા તેથી નાનં તિ એવો અર્થ કરવામાં આવે છે. બીજો અર્થ કરાય છે : ૧ અd ઢાતિ. બૌદ્ધ લોકો આ બંને વિશ્વવિદ્યાલય સાથે જ જોડે છે. વિદ્યાલયની પાસે તળાવો ઘણાં હતાં ને તેમાં કમળો ઘણાં હતાં આ એક અર્થ. વિદ્યાલયમાં જ્ઞાન આપનારની ખોટ નહોતી આ બીજો અર્થ. વસ્તુતઃ આ બંને અર્થ નગરની સુંદરતા અને સમૃદ્ધિ સાથે જોડાયેલાં છે. ત્રીજો અર્થ વિશિષ્ટ છે. અહીં રાજા શ્રેણિક મોટા સામંતો સાથે રોકાતા. રાજાના આવાસસ્થળને નરેન્દ્ર કહેવાતું. માગધી ઉચ્ચાર થયો નીન્દ્ર. લોકજીભે નામ ઘડાતું ગયું, નાતિ અને આખરે નાનંદ્ર. રાજગૃહીથી ઈશાન દિશા તરફ નાલંદા હતું. નાલંદામાં લેવ નામનો પરમ શ્રાવક રહેતો. એનું તત્ત્વજ્ઞાન બેજોડ હતું. એનું ચારિત્ર એટલું સ્વચ્છ હતું કે રાજા શ્રેણિકે તેની સાથે મૈત્રી બાંધી અને તેને પોતાનાં અંતઃપુરમાં કે રાજભંડારમાં ગમે ત્યારે જવાની છૂટ આપી. એ સુશ્રાવકે નાલંદાના ઈશાનખૂણે મોટી ઉદકશાળા (પાણીની ભવ્ય પરબ) બંધાવી. પોતાને રહેવાનું મકાન બંધાવ્યા પછી જે સામાન વધ્યો હતો તેમાંથી આનું બાંધકામ થયું હોવાથી શપદ્રવ્યા નામ આપ્યું. આ ઉદકશાળાના ઈશાન ખૂણે હસ્તિયામ નામનો વનખંડ હતો. એમાં બેહદ શીતળતા રહેતી. એકવાર શ્રી ગૌતમસ્વામીજી મહારાજા અહીં પધાર્યા. તે વખતે શ્રી પાર્શ્વપ્રભુની પરંપરાના શ્રી પેઢાલપુખ્ત ઉદય એમની સમક્ષ આવ્યા. અનુજ્ઞા લઈ પ્રશ્નો પૂછવા લાગ્યા. પૂછવાની ઢબ બરોબર નહોતી. જાણે ગુરુગૌતમને ખોટા સમજીને જ પૂછતા હોય તેવી તીક્ષ્ણતાથી સવાલો થતા, ગણધર ભગવંતે સુંદર ઉત્તર આપ્યા. હજી સુધી પેઢાલપુખ્ત વંદના કરી નહોતી. શ્રી ગૌતમસ્વામીજી મહારાજાએ મૈત્રી અને વિનયપ્રતિપત્તિ માટે સમજાવવાની શરૂઆત કરી ત્યારે શું થયું? | ‘તે સમયે શ્રી ઉદય પેઢાલપુત્ત, ભગવાન ગૌતમને બહુમાન ન આપતા, જે દિશાથી આવ્યા હતા તે દિશા તરફ જવાનો વિચાર કરવા લાગ્યા.” હું ન ભૂલતો હોઉં તો આ સૂત્રકૃતાંગનો પાઠ છે. આગમોમાં રાજગૃહીના એક વિસ્તાર તરીકે નાલંદાપાડો પ્રસિદ્ધ છે. પ્રભુવીરે અહીં ચૌદ ચોમાસાં કર્યાં. એની વિશેષ તીર્થશોભા અહીં રચવામાં આવી નથી. અહીં તો બધાં વિશ્વવિદ્યાલયની જ વાતો કરતાં હોય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૧૧ શ્રી પાવાપુરીજી ફાગણ સુદ ચોથ : પાવાપુરી પાવાપુરીના રસ્તે વળ્યા. પળભરમાં જ દૂર પાણીમાં તરતી હિમશિલા જેવું જલમંદિર દેખાયું. તડકો ચડી ગયો હતો. પાણી ચળકતાં હતાં તેમાં ધવલકાંત જલમંદિરની રોનક નીખરતી હતી. તળાવ આશરે છસ્સો ફૂટ લંબાઈપહોળાઈ ધરાવે છે. તેની ચોતરફ લાલપાષાણનો કોટ બનાવેલો છે. ચાર ખૂણે રાજવીયુગના ગવાક્ષ જેવી છત્રીઓ છે. લોખંડી તારની વાડને અડોઅડ રસ્તો છે. જલમંદિરમાં પ્રવેશ ઉત્તર દિશાથી થાય છે. નકશીદાર જાળીવાળો સેતુ, સામે છેડે હિમરંગી મંદિર, ઝળાંહળાં સુવર્ણકળશ, સોનેરી શેવાળનો આભાસ સર્જતાં પાણી, ભૂરું આકાશ અને ઊડતાં જલપંખી એકીસાથે આંખો પર ફરી વળે છે, પ્રવેશદ્વારે ઊભા હોઈએ ત્યારે. પાવાપુરી આવી પહોંચ્યા તે માની શકાતું નહોતું. સિદ્ધશિલા જેવાં અવર્ણનીય મંદિરને પગલે પગલે નજીક આવતું જોવાનો રોમાંચ ગજબ હતો. સરોવરનાં ભેજની લીલી ફોરમ શ્વાસને છેડતી હતી. પાણીમાં જલચરોની ગમ્મત ચાલતી હતી. ધ્યાન ત્યાં નહોતું. સ્તબ્ધભાવે જલમંદિરનાં ચોગાનમાં પગ મૂક્યો હતો. પ્રદક્ષિણા આપી ભીતર પ્રવેશ કર્યો હતો. ઝૂકવું પડે તેટલો નીચો ચાંદીનો દરવાજો . અંદર જઈને ઝકેલા જ રહેવાનું કેમ કે સામસામ પ્રભુનાં પગલાં આવે. નાના અને નાજુક. વર્ણ શ્યામ. ચરણ અતિશય કોમળ દેખાતા હતા. પ્રભુ સાથેની દૂરી આજે ખરી પડી હતી. ખૂબ દૂર વસતા હતા ભગવાનું. આ ભવમાં આવવાનું બનત કે કેમ તે સવાલ હતો. જલમંદિરનાં આકાશ નીચે પગ માંડવાની કલ્પનામાંય અશકયતાની વેદના હતી. આજે અશક્યતાનો પડદો સરી ગયો હતો. પ્રભુનાં ચરણની આંગળીઓ ફૂલની કળીઓ જેવી નાજુક. નીલકમલ જેવો મનોહર સ્પર્શ. પૂનમની રાતે છીપલાના ગર્ભમાં આકાર લેતાં મોતીને ક્ષણભર ખુલ્લા આકાશમાં મૂકીને ફરીથી બીડી લીધા હોય, અને ક્ષણેકમાં આસમાનના કનજલ શ્યામ વર્ણને ઝીલી લઈને મોતીએ છટા ખીલવી હોય તે શક્ય નથી, જો એ શક્ય હોય તો એવા મોતીનાં એ શ્યામ સૌન્દર્યનો ઝગમગાટ કેવો હોય તે સમજાતું હતું, પગલાનાં દર્શનથી. પગલામાંથી સતત અમૃત ઝરતું હોય તેમ આંખો એના પર ઠરી રહેતી હતી. એક સાથે બે લાગણી અનુભવી. આટલા વરસ સુધી અહીં ન અપાયું તેની વેદના અને આ સ્થળેથી પણ જવું તો પડશે જ એની વ્યથા. આંસુથી ભીંજાયેલી બે આંખો જેવી આ લાગણી લઈને મંદિરેથી નીકળ્યા. આ સ્થાને તો ગમગીનીને જ સ્થાન મળ્યું છે. પ્રભુવીરના અગ્નિદાહની આ ભૂમિ છે. નિર્વાણ પછીય પ્રભુદેહની છાયા આશ્વાસન આપતી હતી. મૌન તો મૌન, પણ પ્રભુ હાજર હતા. બંધ તો બંધ, પણ આંખો તો હતી. સ્થિર તો સ્થિર, પણ પ્રભુકાય તો હતી. પ્રભુના આત્મા વિનાનીય એક હાજરી જીવતી હતી. અગ્નિદાહ એ હાજરીનેય બાળી મૂકી. રહીસહી તમામ આશાને પૂળો ચંપાયો, આગમાંથી એકલતાના ધુમાડા નીકળી આવ્યા, નિર્વાણમાં પ્રભુ જાતે વિદાય લે છે, અગ્નિદાહમાં તો આપણા હાથે ભગવાનને ક્યાંક મોકલી દેવાના હોય છે. કેટલો દૂર તફાવત ? અગ્નિદાહ તો આખરી વિદાય. પછી કદી ના મળાય. એ આગ ભડકી ત્યારે અસંખ્ય આત્માઓના રૂવવે તાપ સળગ્યો હતો. ભડભડ અવાજ ન સંભળાયો તેથી કાન ઢાંક્યા, અગન જોવાઈ નહીં તેથી આંખો ઢાંકી, ચંદનચિતાનો ગરમાટો સુસવાટાની જેમ ફરી વળ્યો તે ન ખમાયો તેથી અંગ સંકોર્યું. પરિસ્થિતિ તો ન જ બદલાઈ. આખરે આ જ જોવા આવ્યા હતા. ખુલ્લા કાને અને સુમસામ આંખે ભડકા જોયા હતા. પ્રભુ અદૃશ્ય થઈ ગયા હતા. ધરતીનું સૌભાગ્ય નંદવાયું હતું. એ પ્રચંડ ગમગીની આજેય અહીં જીવે છે. તળાવ જોયું. પ્રભુનું સાન્નિધ્ય શોધતા દેવો સમા નિર્ભય જલચરો. ભક્તજનોનાં હૈયા જેવાં કોમળ કમળો અસંખ્ય, ઇન્દ્રમહારાજાનાં આંસુ સમાં ઝાકળ. આપણાથી ડરીને નહીં પરંતુ પ્રભુને બદલે આપણને જોઈને ખીજવાયા હોય તેવા ભાવથી ડૂબકી મારી જતા જલસર્પો. રાજા નંદીવર્ધન સમો વત્સલ પવન. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ફાગણ સુદ દશમ : પાવાપુરી નિર્વાણમંદિર. વીરપ્રભુની વિદાયનો મર્મ સમજશક્તિ આવ્યા પછી સમજાયો હતો અને ત્યારે જ પ્રભુવિરહનો આઘાત નવેસરથી અનુભવ્યો હતો. આજે એ ઘા તાજો થતો હતો. માત્ર બહોતેર વરસ જ જીવ્યા પ્રભુ. ઇન્દ્રમહારાજાએ આયુષ્ય લંબાવવાની વિનંતી કરી હતી. તે ભારતવર્ષના આરાધક માત્રની લાગણી હતી. ભસ્મગ્રહની બધાને ખબર નહોતી. બધા તો પ્રભુની વિદાયને જ ભયંકર ગ્રહ સમજતા હતા. આ ગ્રહને માત્ર પ્રભુ જ રોકી શકવાના છે, તેમ સૌ માનતા હતા. ભગ્રહ તો અઢી હજાર વરસેય ઊતરે. વિદાયનો ગ્રહ તો ક્યારેય નહીં ઊતરે, એ સનાતન સાડા સાતી બનીને નડશે, સૌ સમજતા હતા. સોળ પ્રહરની દેશનાના અંતે એ ક્ષણ આવી હતી. કલ્યાણક, મોક્ષ કલ્યાણક, આ અવસર્પિણીનું અંતિમ કલ્યાણક. પણ આ કલ્યાણકથી મળ્યું શું ? આગલાં ચાર કલ્યાણકોમાં પ્રભુનું સાંનિધ્ય મળતું રહ્યું હતું. આમાં તો અસંખ્ય જનોનો આધાર ચાલી ગયો હતો. પ્રભુનાં કલ્યાણકથી જો પ્રભુ જ ગુમાવી દેવાના હોય તો એ સહન કરવાની ત્રેવડ હતી નહીં. શ્રી ગૌતમસ્વામીજી મહારાજાનાં આંસુ તો દૂર હતાં ને મોડાં હતાં. અહીં તો નજરોનજર વિદાય જોઈને હૃદયભંગ પામનારાઓનાં આંસુ ઝર્યા હતાં. એ આંસુનાં બુંદ બુંદ પર પ્રભુનો પ્રેમ હતો, એમના વિલાપના અક્ષરે અક્ષરમાં દેવાધિદેવની ભક્તિ હતી. હવે કોઈ આશ્વાસન મંજૂર નહોતું. ભગવાન ચાલી જાય પછી એવી વાતોનો અર્થ જ શો ? માલકૌંસ રાગ હવે ઝંખવાઈ જવાનો કેમ કે ભગવાનની દેશનાઓ પૂરી થઈ ગઈ. ભગવાનની ગોચરીનો લાભ હવે નહીં જ મળે. સમવસરણના ત્રણ ગઢ હવે જોવા નહીં મળવાના. અરે, આજ સુધી સમવસરણનો વૈભવી ઠાઠ ધ્યાનથી જોયો જ ક્યાં છે ? પ્રભુને જોવામાં બધું જ ભૂલી જવાતું હતું. ભગવાન ભાવનાઓની સામે પાર હતા. કર્મો તૂટી ગયાં. આયુષ્ય અને સંસારનો એકી સાથે અંત આવ્યો. ચૌદમું ગુણસ્થાનક પાંચ સ્વરોમાં સમેટાયું. આ ધનભાગી ધરા પર પ્રભુનો આત્મા સંપૂર્ણ નિર્મળ બન્યો. સત્યાવીસ ભવની સાધનાનું અજરામર ફળ લાધ્યું, દિવાળીના દીવા થાય તે પૂર્વે પ્રભુનું કર્માતીત આત્મતેજ નિખરી આવ્યું. જે સમયે કર્મો છૂટ્યાં તે જ સમયે પ્રભુએ આ સ્થાનથી ઉર્ધ્વપ્રયાણ કરીને સિદ્ધશિલા પર સ્થાન મેળવ્યું. જાણે અનંત મહાસાગરમાં એક નવી મહાભરતી ભળી ગઈ. મહારાજા નંદીવર્ધને પ્રભુવીરનાં ત્રણ પગલાં ભરાવ્યાં, એક આ નિર્વાણ મંદિરમાં છે. બીજાં જલમંદિર અને સમવસરણ મંદિરમાં છે. આ મંદિરનાં પ્રતિમાજી પણ ખૂબ પ્રાચીન છે. પ્રભુના જીવનપ્રસંગોનાં વિગતવાર ચિત્રો પણ મંદિરમાં છે. આ વિદાયભૂમિનું વાતાવરણ અવાચક કરી દે છે. અહીં બોલવું કે વિચારવું શક્ય નથી, અહીં તો એક જ સંવેદના થાય છે : ગદ્ગદભાવ. ફાલ્ગન પૂર્ણિમા : પાવાપુરી દૂર પુરી ગામમાં હોળીની જવાળા ભડકી ઊઠી તે જોઈ. ઢોલ ને નગારા ગાજયા, આદમી ઘેલા થઈને બૂમરાણ મચાવવા લાગ્યા. ઠેર ઠેર હુતાશન જાગ્યો. નીલઘન આકાશ ધરતીને અડતું હતું ત્યાં કેસરિયા ભડકાની કતારો સર્જાઈ. રહી સહી ઠંડીને બાળી મારવાની લૌકિક ઉજવણીરૂપ હોળીની રાતે લાઈટસ ચાલી ગઈ હતી. તેથી અગનના તેજ સહજ રીતે નીખરતા હતા. ધીમે ધીમે એ અજવાળાં ઠર્યા. પૂનમની પૂર્વરાત્રિનો ચંદ્રમાં તો કયારનો ઉપર આવ્યો હતો. ચારે કોર બીજા બધા ચમકાટ શમ્યા પછી તેની ચાંદનીને ઝીલતું આરસબદ્ધ નાજુક શિલ્પમંદિર એકાએક આંખો પર પથરાયું. રાતરંગી આસમાનની પાર્શ્વભૂને લીધે એની ધવલતાને અનુરૂપ વિરોધમેળ સાંપડતો હતો. શ્રીસમવસરણમંદિરનાં નખશિખ સૌન્દર્યની આવી છબી તો જોવા છતાંય માન્યામાં ન આવે. કોઈ દેવતા હમણાં જ અમૃતનો લેપ કરી ગયો હોય તેમ સંપૂર્ણ મંદિર ઝકઝોળ હતું. ચંદ્રકાંત મણિમાંથી પાણી ઝરે, આમાંથી તો સ્વયંભૂરમણનાં ક્ષીર નીતરતાં હતાં. બરફને ફરીથી થીજવીને એકદમ ઘટ્ટ બનાવ્યો હોય ને તેમાંથી સમગ્ર વાસ્તુ રચાયું હોય તેવું જ લાગતું હતું. આકાશમાં ઊડવા માંગતું દેવવિમાન ઊપડતા પહેલા શ્વાસ ભરી લેતું હોય તેવી આભા રેલાતી હતી, સમવસરણ મંદિરનાં ત્રણ ગઢ, સોપાન અને તોરણ. અશોકવૃક્ષ નીચેનો વિશાળ ચોતરો અને વાવડીઓ, બધું જ જાણે અધરાતે સહજીવન થઈને દ્રવતું હતું. હિમાલય ધીમે ધીમે ધરતીમાંથી બહાર આવતો હોય તેવો અપ્રતિમ ઉજ્જવલ રંગનિનાદ જાગતો હતો. ધવલતાનો પ્રભાવ એવો છવાયો હતો કે બોલીશું તો આપણો અવાજ પણ એમાં રંગાઈ જશે તેવું લાગે. ચંદ્રનાં અજવાળાને રોમેરોમથી પીતાં હોય તેવા આરસના પાષાણોનું સંપૂર્ણ ચિત્ર દોરાયું હતું. ચંદ્રમા Page #52 -------------------------------------------------------------------------- ________________ પણ જાણે અહીં, આટલા પરિસરમાં સવિશેષ વરસતો હતો. અજવાળિયાના ચાર-છ દિવસમાં મહિનાભરનું ભાથું ભરી દેવાની લાગણી થઈ આવી હશે એને. હવાના તાલે મંદિરજીની ઘંટડીઓ રણકતી હતી અને ધ્વજાનો ફડફડાટ રેલાયા કરતો હતો. સમવસરણનાં મંદિરને ડૂબતા સૂરજનાં નેપથ્યમાં જોયું છે. સંધ્યાના લાલ રંગો ને સોનેરી રંગોમાં એની તેજસ્વિતાને થોડી ક્ષણો માટે નવું રૂપ મળે છે. ભરબપોરના તડકે તો એ અરીસામાં ચમકતા રેશમી સફેદ કપડાંની જેમ ઝળહળા થાય છે. વાદળાઓ ઘેરાય ત્યારે એનો રંગ, માટીનાં પાત્રમાં રહેલા દહીં જેવો સુરખીદાર બની જાય છે. અમાસની રાતે તારોડિયાના ઉજાસને એ પકડી પાડે છે. પણ ગઈ કાલે તો રાત, ચાંદો, સમય અને શ્વાસ સાવ થંભી ગયા હતા. ચાંદીના ચળકાટ કરતાય કશુંક વિશેષ હતું અને હીરાનાં તેજ કરતાય કશુંક ઊંચું હતું જે સતત દેખાતું હતું. પ્રભુ વીરે વૈશિકાયન તાપસની તેજોવેશ્યાથી બચાવવા માટે ગોશાળા પર જે શીતલેશ્યા વહાવી હતી તેના કોઈ પરમાણુઓ અહીં પથરાયા હતા. આંખો જ નહીં, અંતસ્તલને પણ બેહદ શીતલતા સાંપડતી હતી. શ્રી સમવસરણમંદિરનું દુગ્ધ-ગર્ભ રૂપ બેજોડ છે. તેનો મહિમા ફેલાયો છે, સ્તૂપના આધારે, વૈશાલી નગરીની તાકાત જેમ એક સ્તુપમાં હતી તેમ આ તીર્થની શક્તિ અહીંના સ્તૂપમાંથી પ્રગટ થઈ છે. અસંખ્ય રહસ્યો છૂપાયાં છે, સૂપમાં. કેવલી બન્યા પછી અને તીર્થકર થતા પહેલા ભગવાને જે રાત્રિવિહાર કર્યો તે આ સૂપની ભૂમિ આગળ અટક્યો હતો. ભગવાનને અહીં બોલાવી લાવનારું અવર્ણનીય તત્ત્વ આ સૂપની ભીતરમાં અકબંધ છે. વિરાટ શિવલિંગ જેવા આકારનો સ્તૂપ જોયા બાદ પગ થંભી જાય છે. સ્તૂપની પાસે ઊભા રહ્યા પછી ખસવાનું મન નથી થતું. સ્તુપ પર ચિત્ર, મૂર્તિ કે શિલ્પાંન નથી છતાં દર્શન કરવામાં તૃપ્તિ નથી થતી. પ્રભુવીરની સ્પર્શનાનું આ અનિવાર્ય બળ હશે, સેંકડો વરસોથી આસમાન તળે રહેવા છતાં આ સ્તૂપમાં તિરાડ નથી પડી, ખાડા નથી થયા. નજીકમાં કૂવો છે તેનાં પાણી દિવાળીના દિવસે ઘીની જેમ જ દીવાની જયોતમાં કામ લાગતાં. આ સ્તૂપ, કૂવાનો ચમત્કાર ઘણો છે. ભારતનું સર્વપ્રથમ સમવસરણ મંદિર ચમત્કાર જ છે ને ? એનાં ત્રણેય ગઢ, બાર પર્ષદા, અજીબ અશોકવૃક્ષ, બીજા ગઢમાં કોતરેલાં દેવવિમાનોની આશ્ચર્યભરી વિવિધતા, પહેલા ગઢમાં કોરેલાં પશુઓની ભીડ અને આ બધું જ સંગેમરમરનાં ઉજવળ સૌન્દર્યમાં છે તેની અલગ જ અનુભૂતિ. સમવસરણમાં આજે તો પ્રભુમૂર્તિ છે. પણ અઢી હજાર વરસ પૂર્વે સાક્ષાત ભગવાન બિરાજેલા હતા તે સમવસરણની તો વાત જ શી કરવી ? તે વખતે દ્વાદશાંગીની રચના જેવી કલ્યાણકતુલ્ય ઘટના ઘટી હતી. સમવાયાંગવૃત્તિમાં નોંધાયું છે તેમ સૌ પ્રથમ દૃષ્ટિવાદનાં પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા આ પાંચેય ભેદ તથા ૮૩ ઉપભેદ સ્પષ્ટ સુવાંગ શબ્દબદ્ધ થયા તે ઘડીની ક્ષણે ક્ષણે શાશ્વતીના સૂરો ગુંજયા હતા. દશમા પૂર્વથી તો વિદ્યાગર્ભિત પાઠોનું ઉદ્દગાન થયું. તે વખતે ચૈતન્યના તરંગો, ભરતીના પડછંદાની જેમ પ્રસર્યા હતા. ત્રિસૂત્રીનાં દાન મેળવ્યાં પછી ગણધર ભગવંતો આખરે પ્રભુના હાથનો વાસક્ષેપ પામ્યા હતા. તે પૂર્વે મહાબ્રાહ્મણ શ્રી ઇન્દ્રભૂતિજી પ્રભુને પડકારવા આવ્યા હતા તે દેશ્યનો અનુભવ મળે છે, શ્રી સમવસરણ મંદિરના પહેલા ગઢનાં પ્રથમ સોપાન પાસેથી. ત્રણ તોરણને પેલે પાર બિરાજમાન ભગવાનને જોઈને એ બ્રહ્મદેવનું માનસિક પરિવર્તન શરૂ થયું તે ઉત્થાન-ક્રાંતિ તો આ સમવસરણ મંદિર વિના કલ્પનામાં આવે જ નહીં. ભારતમાં હવે તો અનેક જગ્યાએ સમવસરણ મંદિર થયા છે. એ શૃંખલાનું પ્રથમ મંદિર આ છે. સમવસરણનાં દર્શન નજીકથી અને વારંવાર કર્યા તેથી પ્રભુજીવનનાં કેટલાય પ્રસંગોનો અવબોધ સ્પષ્ટ થયો. શ્રીસમવસરણમંદિર તીર્થમાં દ્વાદશાંગી ભવન હોવું જોઈએ. અહીં દ્વાદશાંગીની રચના થઈ છે ને અહીં આગમની પ્રત જ નથી મળતી. કેવી વિચિત્ર વાત ? અહીં તો બધાં જ આગમ રાખવા જોઈએ. સાધુ મહાત્માઓ આવે, ગણધર ભગવંતોની વાચનાભૂમિ પર આગમોનો આસ્વાદ કરવાનું મન થાય તો અગિયારેય અંગ હાજર હોય તે સૌથી મોટી સુવિધા કહેવાય. આગમોની જનમભૂમિ પર આગમ સાથે સંવાદ થાય તેથી મોટું સુખ ક્યું હોઈ શકે ? પિસ્તાળીશ આગમનાં તમામ પ્રકાશનો, સંપાદનો અહીં સંગૃહીત થવા જોઈએ. એના અક્ષરે અક્ષર અહીં જીવંત લાગશે. સંચાલકોને વાત તો કરી છે. જે થાય તે ખરું. Page #53 -------------------------------------------------------------------------- ________________ 2. ફાગણ વદ એકમ : પાવાપુરી રોજના ક્રમ મુજબ મોડી સવારે નિર્વાણમંદિરમાં પ્રવેશ કર્યો. નવોનક્કોર ઝાટકો લાગ્યો. ભગવાનનાં પગલાં અને પ્રતિમાજી પર અબીલગુલાલ છંટાયેલો હતો. હોળીના બીજા દિવસે આ ગુલાલપૂજા થઈ હતી.ગભારાના દરવાજે ચાંદીની તાસકમાં ગુલાલ ભરી રાખ્યો હતો. જે આવે તે ગુલાલનો છંટકાવ કરતા જાય. ભગવાનને હોળી રમાડવાની ભાવના થાય તો એને રોકાતી હશે ? ભગવાનના ગાલ પર ગુલાલ ચોપડી દીધો હતો. ગર્ભદ્વારનાં તોરણમાં અને દેરાસરજીના સ્તંભોમાં દેવાકૃતિઓ હતી તેની પર પણ ગુલાલવર્ષા થઈ હતી. શ્રી જલમંદિરનાં પગલાં પર પણ ગુલાલ. દિવાળીની રાતે સ્વયંભૂ પ્રદક્ષિણાવર્તમાં ભમનારું ચક્ર પણ ગુલાલથી ખરડાયું હતું. વિવેકના અભાવથી કેવી આશાતના થઈ શકે છે તે જોવા મળ્યું. જલમંદિરજીની હાલત તો આમેય સારી નથી. ચમત્કારી છત્રની ચાંદીસાંકળ તૂટી ગઈ છે, તેથી એને નાડાછોડીના દોરે લટકાવી રાખ્યું છે. પગલાં સમક્ષ દીવો રાખ્યો છે તે ઉઘાડો હોવાથી એના ધુમાડાના કાળા ડાધે ગભારાનો આરસ લેપાયો છે. તળાવમાં શેવાળના થર ચડેલા હોય છે. એક જમાનામાં જલમંદિરમાં લાઈટ્સ નહોતી. આજે તદ્દન નકામા વીજગોળા લાગી ચૂકયા છે. જોકે લાઈટ્સ તો તીર્થમાત્રમાં આવી ગઈ છે. જનરેટરની ધડધડ ન થતી હોય તેવું એક તીરથ રહેવા નથી દીધું, આપણે લોકોએ. ૧૨ શ્રી પાટલીપુત્ર ફાગણ વદ નવમી : પટના શ્વેતાંબર અને દિગંબરના ઝઘડા છે તેવું સાંભળવા મળે તો દિગંબરો ફાવી જવાના છે તેવું મનોમન કબૂલવું પડે છે. આપણને કશુંક તો ખોવું જ પડશે તેવું લાગવા માંડે છે. દિગંબરોની ગત ન્યારી છે. આપણે જૈન શ્વેતાંબર તીર્થ લખીએ. એ લોકો દિગંબર જૈન તીર્થ લખે. મતલબ, એ લોકો પહેલા દિગંબર છે અને પછી જૈન છે. ગુજરાતીમાં કહેવત જેવું છે : નહાવું શું અને નીચોવવું શું, તે દિગંબરો માટે પૂરેપૂરી નથી. કેમ કે પાણી ઢોળવાનું તો એમને હોય છે જ. એમની માટે એ એક માત્ર મજા છે. શિખરજીની જ વાત લો. થોડા વખત પહેલાં બિહાર સરકારે શિખરજીની વ્યવસ્થા માટે તટસ્થ સમિતિ બનાવવાનું નક્કી કર્યું હતું તે વખતે શ્વેતાંબર સંઘે ધરતીકંપ મચાવી દીધો હતો. એમ લાગ્યું હતું ત્યારે, કે આપણું વજન ઘણું છે. વળ્યું કશું નથી. આજે એ સિમિત થઈ ગઈ છે. પાંચ સરકારી, પાંચ દિગંબરી અને પાંચ શ્વેતાંબરી લોકોની સમિતિ યોજાઈ પણ ગઈ અને એમાંથી આપણા એક ટ્રસ્ટી તો ગુજરી પણ ગયા. આપણાં આંદોલનો હવામાં ગયાં. આ સમિતિએ હમણાં ઠરાવ કર્યો (માર્ચ ૨૦૦૦) છે કે શિખરજીની ટૂંકમાં જે આવક થાય તેના અડધો હિસ્સો દિગંબરોને મળે. શ્રી ગૌતમસ્વામીજી અને શ્રી પારસનાથની ટૂંકમાં તેમણે અવૈધ રીતે ભંડારો મૂકી દીધાં છે તેનો કોઈ ઉલ્લેખ નથી. શ્રી પારસનાથજી ટૂંકની બહાર તેમણે અલગ ચોકો જમાવીને પાવતીઓ ફાડવા માંડી છે તેનું કોઈ વિશ્લેષણ નહીં. સમિતિએ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૯૫ અડધો ભાગ એમનો ઠરાવી દીધો. આપણા વોકઆઉટનું કાંઈ નથી ઊપજતું. શિખરજીના પહાડની માલિકી આણંદજી કલ્યાણજી પેઢીની છે, ઉપરની ટૂંકોની માલિકી શ્રી શ્વેતાંબર કોઠીની છે. દિગંબરો આમાં બેવડી ચાલ રમે છે. તેમણે પહાડ પર ગેરકાયદે મંદિર ઊભું કર્યું. તેનો વિરોધ કોઠી ન કરે અને મુખ્ય ટૂંકોમાં ભંડાર મૂક્યા તેનો વિરોધ પેઢી ન કરે તેવી ચાલાકી કરી. કેસ ચાલતા તેના વકીલોમાંય તેમની ચાલબાજી રહેતી. નવું મંદિર બાંધ્યા બાદ તેમનાં કહેણ આવે છે કે આ મંદિર તોડી નાંખો તો અમે ઊભું કરી નહીં શકીએ. આપણે ખાનદાની રાખીએ છીએ. અને શ્રી જલમંદિરના વિસ્તારમાં નહાવાના ઓરડા બાંધવામાં આવે છે તો કોઈ આવીને તોડી નાંખે છે. દિગંબરો કહે છે કે જલમંદિર બંધાવનારા જગત્ શેઠ શ્વેતાંબરોની જેમ દિગંબરોને પણ સત્કાર આપતા હતા. તે લોકો યાત્રાની ગાઈડ છપાવે તેમાં લખે છે કે શ્વેતાંબરી લોગ સિર્ફ જલમંદિર કી યાત્રા કરતે હૈં. દિગંબરી લોગ હી સભી ટૂંક કે દર્શન પર જાતે હૈં.' એમની રજૂઆત નિષ્નવોના તર્કવાદ જેવી છે. દિગંબરો જીતતા નહીં હોય પણ જીતવા દેતાય નથી, હારતા હશે તોય એ હારમાંથી કશું ઉપજવા નથી દેતા. અંતરિક્ષજીનો દાખલો નજર સામે છે. શ્રી ગુણિયાજી તીર્થમાં તેમણે ભારે ખેલ કર્યો. એક દિવસ આપણા શ્રી જલમંદિરમાંથી પ્રભુમૂર્તિની ચોરી થઈ. બીજે દિવસે મૂર્તિ મળી ગઈ. દિગંબરો એ મૂર્તિને વાજતે ગાજતે મૂકવા લાવ્યા. મૂર્તિની સ્થાપના થઈ ગઈ પછી સમજાયું કે ચોરાઈ હતી તે મૂર્તિ શ્વેતાંબર આમ્નાયની હતી, આ મળી આવી તે મૂર્તિ તો દિગંબર આમ્નાયની છે. આજે કેસ ચાલે છે. શ્રી પાવાપુરીનાં જલમંદિરમાંય કોર્ટની નોબત વાગી છે. એ લોકો તો સ્તૂપને લીધે, સમવસરણ મંદિરમાં ઘૂસવા માંગતા હતા. ફાવ્યા નહીં. દિગંબરોએ કલ્યાણકક્ષેત્રોને પક્કડમાં લેવાની નીતિ રાખી છે. એમના યાત્રિકો ભારતભરમાંથી આ તીર્થોમાં આવતા રહે છે. આપણે પાલીતાણા-શંખેશ્વર કાયમ યાત્રા કરવામાં આ ક્ષેત્રો ભૂલી ગયા છીએ. એમનો પગદંડો જામતો ચાલ્યો છે. પટનામાં આવ્યા તો ખબર પડી કે અહીં પણ દિગંબરો મેદાનમાં છે. માની જ લીધું કે આપણા ફાળે નુકશાની આવી હશે. એવું જરાય નહોતું. જ્યારે આ ખબર પડી ત્યારે અતિશય આનંદ નીપજ્યો. પટનાના નાના સંઘે દિગંબરોને જબરજસ્ત શિકસ્ત આપી છે. પટનામાં શ્રી સુદર્શનમુનિ અને શ્રી સ્થૂલભદ્ર– ૯૬ સ્વામીજીની પ્રાચીન કુલિકાઓ છે તેની પર દિગંબરોનો દાવો હતો. અહીં ભીંતો પર મોટા અક્ષરે લખ્યું હતું : શ્રી દિગંબર જૈન મંદિર. એમની ખટપટો ચારે બાજુ ચાલતી હતી. આપણા લોકો શરૂશરૂમાં ચૂપ રહ્યા. પછી વળતી લડત આપી. આપણો હુમલો એવો સજ્જડ નીકળ્યો કે—એમનાં નામ ભૂંસાઈ ગયાં, એમનાં સરકારી કાગળ ખોટા પૂરવાર થયા, જૈન શ્વેતાંબર તીર્થ—આ લખાણ પર કાળો કૂચડો એ લોકો ફેરવી જતા તે બંધ થઈ ગયું, આમ જનતાની સહાનુભૂતિ તેમની સાથે ના રહી. દિગંબર યાત્રિકો આવતા હતા તે બંધ થઈ ગયા. બહારગામથી દિગંબર યાત્રાળુ અહીં આવે છે તે શ્વેતાંબર તીર્થનો માહોલ જોઈને પાછા ભાગે છે. દિગંબર મંદિર જઈને એ લોકો કાગારોળ મચાવે છે. કારણ એ છે કે દિગંબર મંદિરે આ તીર્થ બનાવવાનાં નામે ખૂબ પૈસા ઉઘરાવ્યા છે. ગઈ કાલ સુધી તેઓ બાકાયદા પૈસા માંગી શકતા હતા. આજે એ લોકો ચિત થયા છે. આપણા લોકો તીરથ ઊભું કરવા મક્કમ છે. અત્યારે તો પુરાણી જમીન અને અવશેષો હાથમાં છે. નવી સૃષ્ટિ સરજવાની છે. પટનાનું મૂળ નામ પાટલીપુત્ર છે. પાટલીપુત્ર તીર્થનો જીર્ણોદ્ધાર થવાનો છે. ભારતભરના સંઘો એમાં જોડાશે. ફાગણ વદ દશમ : પટના પાટલીપુત્ર, પાટલાગ્રામ, કુસુમપુર, પુષ્પપુર. એક કાળે પટનાનાં આ નામો હતાં. અગ્નિકાપુત્ર ગંગા પાર કરવા નીકળ્યા, દૈવી ઉપસર્ગથી તેઓ પાણીમાં ફંગોળાયા, શસ્ત્રમાં ઝીલાયા, શરીરમાંથી લોહીની ધારાઓ છૂટી. વિરાધનાની વેદનામાં એ એટલા તરબોળ રહ્યા કે શરીરની વેદના યાદ ન આવી. કેવલી થઈ મોક્ષમાં સીધાવ્યા. એમનું શરીર પાણીમાં તણાયું. શરીરની ખોપડી ભેખડમાં ભરાઈ. તેમાં કોઈ વાવેતર થયા. મહાન વૃક્ષ ઊગી નીકળ્યું. એને પાટલાનાં ફૂલો બેઠાં. વિસ્તાર પાટલાગ્રામ તરીકે ઓળખાતો થયો. કુણિક રાજાનાં મૃત્યુ પછી ઉદાયી રાજાએ આ સ્થાને રાજધાની વસાવી તે પાટલીપુત્ર બન્યું. અહીં નવનંદની સમૃદ્ધ પરંપરા થઈ. એ પછી ભારતના પ્રખર આર્ષદષ્ટા મહામાત્ય ચાણક્ય અને સમ્રાટ ચંદ્રગુપ્તનું રાજ આવ્યું. ચૌદ પૂર્વધર શ્રી Page #55 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ અહીં આગમ સૂત્રોની વાચના આપી હતી. મંત્રીશ્વર શકટાલનાં બલિદાન દ્વારા પ્રતિબુદ્ધ આર્ય શ્રી સ્થૂલભદ્રજીએ દશ પૂર્વેનું જ્ઞાન મેળવ્યા પછી અભિમાનમાં આવીને સિંહનું રૂપ ધારણ કર્યું હતું. તેમના સંસારી પક્ષે બહેન સાધ્વી આવ્યા તે ડરી ગયા હતા. આચાર્ય ભગવંતે આ જોઈને એમને આગળ ભણાવવાની ના પાડી હતી. સંઘની વિનંતીથી માત્ર સૂત્રપાઠનું દાન કર્યું હતું. એ સમયની સંસ્કૃતિના શ્વાસોમાં પ્રાણ પૂરતું હતું પાટલીપુત્ર. ફાગણ વદ બારસ : આરા ઇતિહાસનું સામ્રાજ્ય સમૃદ્ધ છે. દિગ્વિજયી સમ્રાટને નિતનવા ઉપહારો મળ્યા કરે છે તેમ ઇતિહાસને યશસ્વી જીવનગાથાઓ અને નગરકથાઓ મળતી રહે છે. દુર્જય ગઢને લીધે પાટલીપુત્ર પર આક્રમણ અસંભવ હતું. ફૂડકપટ ખેલાયા. પૌષધવ્રતી રાજાનું ખૂન થયું. ખૂની હતો છદ્મવેષીસાધુ વિનયરત્ન. એ ભાગી નીકળ્યો. શાસનની અપકીર્તિ ન થાય તે માટે એના ગુરુ આચાર્યભગવંતે આત્મવધ કર્યો. પાટલીપુત્રની ધૂળમાં ધર્માત્મા અને ધર્માચાર્યનું લોહી ભળ્યું. વીરનિર્વાણ પછીની એ સૌથી કરપીણ ઘટના. રાજા ઉદાયી નિઃસંતાન મર્યા. રાજગૃહીના રાજેશ્વર શ્રેણિકમહારાજાની વંશપરંપરાનો ભયાનક અંત આવ્યો, પાટલીપુત્રમાં. નવી વંશ પરંપરા ચાલી. રાજા નંદ અને મંત્રીશ્વર કલ્પક. પાટલીપુત્રનું નામ સોળે કળાએ ઊઘડ્યું. રાજા અને મંત્રીની વારસાગત પરંપરામાં નવમા નંદ અને મંત્રીશ્વર શકટાલ થયા. ઈર્ષાખોર વરરૂચિને લીધે મંત્રીશ્વરનું અકાળ મૃત્યુ થયું. પાટલીપુત્રનાં સિંહાસન પર તેના જ મંત્રીની લોહીલુહાણ લાશ પડી. મંત્રીપુત્ર સ્થૂલભદ્ર વિલાસી જીવન છોડી અલખના અવધૂત બન્યા. ફરી ક્રાંતિના બૂંગિયા વાગી ઊઠ્યા. આચાર્ય કૌટિલ્ય તરીકે પ્રસિદ્ધ બનેલા મહામાત્ય ચાણક્ય અને સમ્રાટ ચંદ્રગુપ્તની જુગલબંદીમાં પાટલીપુત્રનો પ્રભાવ વિદેશ સુધી ફેલાયો. પરંપરા વહેતી રહી. બિંદુસાર, અશોકશ્રી, કુણાલ, સંપ્રતિ. બધા નામો મહિમામંડિત રહેતાં. ટ ઘટનાઓનો તોટો નથી પડતો. શ્રી ભદ્રબાહુસૂરિજી મહારાજાની નિશ્રામાં આગમવાચના યોજાઈ હતી. દૃષ્ટિવાદના વાચનાર્થી એક જ હતા : આર્ય શ્રી સ્થૂલભદ્ર. તેમની ભૂલ થઈ તો તેમનેય ભણાવવાની ના પાડી સૂરિ ભગવંતે. સંઘના આગ્રહથી સૂત્રવાચના થઈ. ચૌદ પૂર્વની અંતિમ વાચના પાટલીપુત્રના નસીબમાં હતી. શ્રી વજસ્વામીજી મહારાજાએ ધનશ્રેષ્ઠીની પુત્રી રુક્મણીને બોધ આપ્યો. શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થની રચના કરી. મહાબ્રાહ્મણ શ્રી આર્યરક્ષિતે ચૌદ વિદ્યાનો અભ્યાસ કર્યો. આ બધું જ અહીં બન્યું, પાટલીપુત્રમાં. પાટલીપુત્રનાં યુગસર્જક પરિબળો, આજે ‘હતાં’ થઈ ગયાં છે. કેવી કરુણતા ? ફાગણ વદ તેરસ તળાવમાં લીલી વેલ ઊગી નીકળી છે. પાણી ઊંડે ચાલી ગયું છે. કોશાનું કમલદ્રહ સૂનું પડ્યું છે. જૂની ભીંતો તૂટીને આડી પડી છે. વરસાદી ભેજથી કાળાં થર ચડી ગયાં છે. જૂનું, ખંડેર જેવું મકાન છે. તેમાં શ્રી સ્થૂલભદ્રજીનાં પગલાં છે. આ કોશાનું ભવન હતું. સામે તળાવ દેખાય તેમાં નૌકાવિહાર અને જલક્રીડા થતી. તૂટેલી ભીંતો નૃત્યમંડપની છે. ધર્માત્મા પિતાની મૃત્યુપર્યંત ઉપેક્ષા કરાવનાર વિલાસધામ. બાર વરસની બેફામ અને બેજવાબદાર જીવનચર્યાનું કેન્દ્રસ્થળ. અને મોહભંગ પછી ચોર્યાશી ચોવીશી સુધી ગાજે તેવું અજીબોગરીબ પરાક્રમ સિદ્ધ કરી આપનારી યોગભૂમિ. સાર્થવાહના અદૃષ્ટપૂર્વ આમ્રવેધના જવાબમાં સરસવના ઢગલાં પર કમળ મૂકીને તેની પર નૃત્ય કરનારી કોશાદેવીએ આ મહેલને કાજળનું ઘર કહી ઓળખાવ્યો હતો. એના ડાધ માત્ર શ્રી સ્થૂલભદ્રજીને ન લાગ્યા. આજે ડાઘ જીર્ણ થઈ ગયા છે. ભીંતો ખખડી ગઈ છે. જમીન બેસતી જાય છે. ભોગવિદ્યાના સાગરતળિયેથી યોગવિદ્યાના અનંત આકાશમાં પહોંચનાર મહાત્મા સ્થૂલભદ્રનું આ સ્મારક એક દિવસ તૂટીને ટીંબો બની જશે. સરકાર એની પર કબજો લઈ લેશે. પટનાનો સંઘ કમ્મર કસીને એને બચાવવા મથશે. રોજબરોજ ગુરુભગવંતોનાં શ્રીમુખે માંગલિક શ્રવણ કરતી વખતે મંગલં સ્થૂલભદ્રાદ્યા સાંભળનારા ભારતના ભક્તજનો ‘અમને તો ખબર જ Page #56 -------------------------------------------------------------------------- ________________ 100 નથી' કહીને બેસી રહેશે. સંસારમંગલ સચવાતું રહેશે. નવાં તીર્થો બનશે. યાત્રાઓ ચાલતી રહેશે. આ વિરાગતીર્થની યાદ આવશે જ નહીં. નવાં તીર્થોમાં લાભ લેવાશે. પ્રેરણાઓ અને સદુપદેશ અપાશે. તકતીઓ મૂકાશે, યોજનાઓ ભરાશે. આ કામવિજયતીર્થ બિહારના ખૂણે જેમનું તેમ રહી જશે. કારણોસર પાટલીપુત્ર જેવું પ્રભાવક તીર્થ લગભગ ભુંસાઈ જવાની અણી પર પહોંચ્યું છે. હમણાં દિલ્હીના જૈનો જાગ્યા છે. તેઓ રસ લઈ રહ્યા છે. ધીમે ધીમે તીર્થ ઉત્થાન પામશે તેવું લાગી રહ્યું છે. તીર્થનો મોભો જાળવીને ઉત્થાન સિદ્ધ કરવું હોય તો ભારતના ખૂણે ખૂણેથી પાટલીપુત્રની ચિંતા કરનારા જાગવા જોઈએ. ગીતાર્થ ગુરુભગવંતોના શબ્દોની રાહ જોવાઈ રહી છે. ચોર્યાશી ચોવીશી સુધી ચાલનારી યશકથાની મૂળ ભૂમિ પરનું સ્મારક ચોર્યાશી વરસ પણ ટકી શકે તેમ નથી. કોને ધ્યાન રાખવું છે આનું ? શ્રી સ્થૂલભદ્ર સ્વામીજી મહારાજાનાં એકમાત્ર તીર્થની ઘોર ઉપેક્ષા થઈ છે આજ સુધી. શ્રી સ્થૂલભદ્રસ્વામીજી મહારાજાના ગુણાનુવાદ કરવાનો કે સાંભળવાનો સત્તાવાર હક આપણે રાખી ન શકીએ. ગણિકા કોશાનો ઉદ્ધાર થયો કેમ કે તેણે શ્રી સ્થૂલભદ્રજીની ઉપેક્ષા કરી નહોતી. આપણે તો શ્રી સ્થૂલભદ્રજીની સરાસર ઉપેક્ષા રાખી છે. આપણો ઉદ્ધાર શી રીતે થશે ? ફાગણ વદ ચૌદશ : બરહાનપુર નજીકમાં જ શ્રી સુદર્શન મુનિની દેરી છે. પ્રાચીન પગલાં છે. અભયારાણીના ઉપસર્ગ પછી વિરક્ત થઈ સુદર્શન શ્રેષ્ઠી દીક્ષિત બન્યા. વિહાર કરતા પાટલીપુત્ર પધાર્યા. વનમાં કાઉસ્સગ રહ્યા. રાણી અભયાની દાસી કપિલા ચંપાપુરીમાં બદનામી થઈ તેથી ભાગી નીકળી. પાટલીપુત્રની વિખ્યાત ગણિકાના ઘેર રહી. રાણી અભયાની જેમ જ એ દુષ્ટ ગણિકાને તેણે, મહાત્મા સુદર્શનનાં રૂપની વાત કહી ઉત્તેજીત કરી. ગણિકાએ શ્રાવિકાના વેષે મહાત્માને પોતાને ઘરે પધારવા વિનંતી કરી. મહાત્મા પધાર્યા. ફરી વાર અનુકૂળ ઉપસર્ગની સામે મહાત્મા સુદર્શન અચળ રહ્યા. ગણિકા હારી. મહાત્મા વનમાં પધાર્યા. અભયા રાણી મરીને વ્યંતરી થઈ હતી તે મહાત્મા સુદર્શનને ક્રૂર ઉપસર્ગો દ્વારા પરેશાન કરવા મથી. મહાત્મા સમકાલીન રહ્યા. આ દિવ્ય કથાની યાદમાં પૂર્વજો દેરી બનાવી ગયા છે. બિહારમાં–ગુજરાત, મહારાષ્ટ્રની જેમ જૈન વસ્તીની ભીડ નથી. એકંદરે આપણાં ઘરો ઓછાં છે. દિગંબરોનું જોર પણ વધારે છે. સાધુ ભગવંતોની અવરજવર ઓછી હોવાથી જાગૃતિ જોઈતા પ્રમાણમાં નથી. આવા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૧૩ કશીદેશ વારાણસી નગરી ચૈત્ર સુદ પાંચમ : ચંદ્રપુરી તોતીંગ ઊંચાઈ પર દેરાસરનું મેદાન છે. મેદાનની કોરે ઢાળ નથી, ગંગામાં ઝૂકતો સીધો પ્રપાત છે. અહીંથી પડીએ તો નીચે પહોંચતા ચાર પાંચ સેકંડ લાગી જાય, ત્યાંથી ઉપર પહોંચવામાં એક જ સેકંડ. દર ચોમાસે આ ઊંડાણનો ફેલાવો વધી રહ્યો છે. કિનારો તૂટતો જાય છે, દેરાસરની જમીન પાણીમાં ધોવાતી જાય છે. ભરચોમાસે ગંગા પૂરબહારમાં વહેતી હોય ત્યારે દેરાસરની ભીંતો થરથરે છે ને પાયા હચમચે છે. કિનારે ઘાટ નથી બાંધ્યો તેથી ગંગા હાથ ફેલાવી રહી છે. એનાં સૌન્દર્યમાં અહીં ક્રરતાની ધાર આવી ગઈ છે. સંસારમાં ડૂબતા આત્માઓને બચાવનારા દેવાધિદેવ શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની ભૂમિ ગંગાનાં વહેણમાં ડૂબી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. પ્રભુની પાસે પહોંચ્યા. મહાશ્રીમંતના ઘરદેરાસર જેવું નાનું છતાં ભવ્ય દેરાસર. પ્રભુનાં ચરણે બેસીને જનમોજનમની વાતો કરવી હતી. આ ભવના છેવાડે સથવારો દેવાનું વચન પ્રભુ પાસે લેવું હતું. આગલા જનમમાં તો સાથે જ લઈ લેવાની જીદ કરવી હતી. સ્તવનો, સ્તુતિઓ, સ્તોત્રોમાં ડૂબી જવું હતું. ચિંતાની લાગણી આગળ નીકળી ગઈ હતી. ભગવાનના નિવાસ પર વિપદા ઘેરાઈ હતી. નિસર્ગની નિર્બળતા હતી કે નારાજગી તે સમજાતું નહોતું. પ્રભુજીનાં ચાર કલ્યાણક અહીં થયાં. કેવળજ્ઞાન કલ્યાણક પછી સમવસરણ મંડાયાં ત્યારે છએ છ ઋતુ સાથે રહેતી, કાંટા વાગવાનું ભૂલી જતાં. ઊંચાં વૃક્ષોય ઝૂકી પડતા. હવા તો નૃત્યમુદ્રામાં જ રહેતી. રોગ શમી જતા ને દુકાળ ઓસરી જતા. આજે ગંગા જેવી ગંગા નડી રહી છે. એક વાત નક્કી છે. ભગવાનને કશું નથી થવાનું. પરીક્ષા ભક્તોની છે. એ લોકો ભગવાન માટે કેટલી કુરબાની દેવા તૈયાર છે તે જોવામાં આવશે. કોણ કેટલી ચિંતા કરે છે ને કેટલી વાતો કરે છે તેનું અવલોકન થશે. પછી ભગવાનની શક્તિ આપમેળે જાગશે. ભૂલી જનારા ને ઉપેક્ષા કરનારા જોતા રહી જશે. ભગવાનનું ધામ ગંગા નદીમાં દૂર દૂર સુધી પડછાયા પાડશે. પ્રભુના મહિમાથી બધા વાના સારા થશે. દાદાની ધજા ફરકતી જ રહેવાની છે. ભક્તોની નબળાઈ છતી થશે. અરે, થશે શું ? થઈ જ રહી છે. અહીંનો પુજારી દિગંબર મંદિરમાં પૂજારી છે. બંને દેરાસરની ચાવી એના ઘેર રહે છે. અમારી આગળ એ દિગંબર સાધુની ફરિયાદ કરતો હતો. દિગંબર સાધુઓ આગળ એ કેવી ફરિયાદ કરતો હશે તેની તપાસ કરવી પડશે. બે કાંઠા ગંગાને જ શોભે. ચૈત્ર સુદ છઠ : આશાપુરી શ્રી શ્રેયાંસનાથ ભગવાનનાં ચાર કલ્યાણકની ભૂમિ તે આ સિંહપુરી. વિપાકસૂત્રમાં સિંહપુરીના કારાવાસનું ભયાવહ વર્ણન આવે છે. નરભવના નરક જેવા કાતિલ જલવાસ માટે સિંહપુરી પંકાઈ હતી. દુર્યોધન નામનો દૂર અધિવીક્ષક હતો તે ભયંકર વેદના આપવામાં નિષ્ણાત હતો. આજની Third Degree જ સમજો . કેદીનાં મોઢામાં ગરમ તાંબુ રેડે, ખારું તેલ ભરે. કેદીને સીધા સૂવડાવી એના મોઢામાં હાથી ઘોડાનું મૂત્ર વહાવે. કેદીની છાતી પર મોટ્ટી શિલા મૂકી બંને બાજુથી હલાવે. માથે, ગળે, હથેળી, ઘૂંટણ, પગના સાંધામાં ખીલા ઠોકાવે. ઊંધા માથે લટકાવી ગંદા ખાબોચિયાનાં પાણી પીવડાવે. શરીર પર વીંછી છોડી મૂકે. લોહિયાળ ઘા પર સૂકા ઘાસ ચોંટાડે. લોહી સૂકાય ત્યારે ઘાસ જોરથી ચાવી લે, એ હાહાકાર સર્જીને પોરસાતો. એ સિંહપુરીનું નામ આજે ભૂંસાઈ ગયું છે. આ સ્થાન આશાપુરી તરીકે પ્રસિદ્ધ છે. પ્રભુનું દેરાસર છે. કેવળજ્ઞાન કલ્યાણકનું સમવસરણ મંદિર છે. સંકુલના કોટનાં ગુંબજારોમાં ચ્યવન-જન્મ અને દીક્ષાનાં મંદિર છે. પ્રભુનાં ધામમાં દિવસોના દિવસો સુધી રહેવું જોઈએ, તેને બદલે એક જ દિવસમાં જવાનું હતું તે બદલ ભગવાનની લાખલાખ માફી માંગી. જે ધરાતલ પર પ્રભુ વરસો સુધી રહ્યા અને વિચર્યા તેને થોડા કલાકમાં જુહારવાનું હોય તેમાં સંતોષ ક્યાંથી થાય ? અહીંના બગીચાનાં Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ઘાસ, વૃક્ષો, છોડ અને પાંદડાં, માટી અને ધૂળ નસીબદાર, જે સતત પ્રભુની છત્રછાયામાં રહે છે. એકદિવસિયા રોકાણ કરનારનાં નસીબ તો પાંગળા જ ગણાય ! અહીં નજીકમાં જ સારનાથ નામે પ્રસિદ્ધ બૌદ્ધતીર્થધામ છે. રાજા અશોકનો બંધાવેલો સૂપ છે, ત્યાં. રાષ્ટ્રીય મ્યુઝિયમમાં પ્રાચીન કલાકૃતિઓ, મૂર્તિઓ છે. આપણા પ્રતિમાજી પણ છે. વિવિધતીર્થકલ્પમાં ધર્મેક્ષાનાં નામે આ સ્થાનનો ઉલ્લેખ થયો છે તેવું લાગે. ચૈત્ર સુદ ૭ + ૮ : બનારસ ગંગા નદીમાં વરુણા અને અસિ એ બે નદી ભળી. વરુણાસિ નામ થયું. નદીથી કિનારો ઘસાય તેમ સમયના બળે નામના અારો ઘસાયા. નામ બન્યું. વારાણસી. વાણારસી ઉચ્ચાર ખોટો છે તેમ માનવું હોય તો બનારસ ઉચ્ચારને સાચો માનવાની વાત નહીં કરવાની. લોકજીભે ઘડાતાં વિવિધ નામ તો મહિમા ફેલાવે છે. ‘કાશી દેશ, વારાસણી નગરી'ના અધિષ્ઠાતા શ્રી પાર્શ્વપ્રભુની ભૂમિ પર પગ માંડ્યા ત્યારે બજાર ઉભરાતું હતું. હિન્દી જાહેરાતોની વચ્ચે એકાદ ગુજરાતી નામ ઝબકી જતું હતું. શહેર અને તીરથના બજારો જુદા પાડી શકાતા નથી. ભીડ, દુકાન, કોલાહલ, ગંદા રસ્તા બધું એક સરખું હોય છે. બનારસના રસ્તા પર ધક્કામુક્કી ચાલતી હતી. સંભાળીને ચાલવાનું હતું. પૂછી પૂછીને રામઘાટની સાંકડી ગલી ગોતી એમાં વળ્યા. હવે ગરદી નહોતી. ઝરણાં જેવા આમતેમ ધૂમતા નાના મારગ પર ઘણું ચાલ્યા પછી ઢાળ આવ્યો. વિરાટ ચિત્રનો એકાદ ટુકડો કાપ્યો હોય તેવા, આકાશ, રેતી અને ગંગા-ઊભા કાપામાં થોડા દેખાયો. નીચે જવાનું નહોતું. આ જ ગલીમાં દેરાસર હતું. ત્યાં પ્રભુપાર્શ્વનાથ બિરાજતા હતા. ભાવભેર દર્શન કર્યા. જૂની હવેલી જેવું દેરાસર હતું . ભગવાનની પાછળ બારીઓ હતી તેમાંથી અજવાસ સીધો આંખમાં આવતો હતો. મૂળ ગભારો સાચી ચાંદીનો, એના કળશ સાચા સોનાના, કાશીનિવાસી જૈન સંઘનું આ દેરાસર, બીજે માળે દર્શન કર્યા. પહેલા માળે મૂળનાયક હતા. ભોંયતળિયે અગણિત પ્રતિમાજી, અંજનશલાકા માટે પીઠિકા પર એકી સાથે ગોઠવ્યા હોય તેમ બિરાજીત કરવામાં આવ્યા હતા. તો શ્યામ રંગનો એક ભવ્ય પાષાણપટ હતો તેમાં પ્રાયઃ અતીત અનાગત પ્રભુના પ્રતિમાજી કોતર્યા હતા. ૧૦૪ એક ગોખલામાં કમઠ પ્રતિબોધસ્થલી એવું લખ્યું હતું. તેમાં કમઠ અને ધરણેન્દ્ર પદ્માવતી સહિત શ્રી પાર્શ્વપ્રભુની મૂર્તિ હતી. મેઘતાંડવ કરનાર કમઠ અને ભીષણ જલપરિષહથી રક્ષનાર ધરણેન્દ્ર પદ્માવતીને સમાન ભાવે જોનારા ભગવાનને ક્યા શબ્દોમાં સ્તવી શકાય તે સમજાયું નહોતું. | ઉપાશ્રયમાં ગોરજીની ગાદી હતી. આ દેરાસર-ઉપાશ્રય કાશીનાં સૌથી જૂના અને મૂળભૂત સ્થાન ગણાય છે. નજીકમાં, ઘાટના ઢાળ પર જ બીજું દેરાસર હતું. જૂનું મેડીબંધ મકાન. કમાડ ખૂલ્યાં તો રાતે ભમતા પંખીઓની બદબુદાદરો ધૂળથી ખરડાયેલો, ભીંતોના ખૂણે કરોળિયાં, અવાવરું ઘરની વિચિત્ર ગંધ. ત્રણ માળ ચડ્યા. ફીકાં ને ઝાંખાં બે શિખર હતા. તે બે દેરાસર હતા. ભગવાન ઉપેક્ષિત હાલતમાં હતા તે જોઈ શકાતું હતું. પૂજામાળ સરખી રીતે થતાં નહીં હોય. સાફસફાઈ રાખવાની ચિંતા કરનાર કોઈ હશે કે કેમ તે સવાલ થયો. મૂર્તિનાં તેજ ઓસરી ગયા હતા. ભીંતો ઢળી પડે તેવી હતી. મકાન તો ચાલીએ તેમ ધ્રુજે. દૂર સુધી દેખાય તેવાં શિખરો વેરાન હતાં. ભગવાન જાણે ભૂતિયાં ઘરમાં કેદ હતા. આ ઘરદેરાસરના માલિક નવાં ઘરમાં રહેવા ચાલી ગયા હતા. ભગવાન અહીં રહી ગયા, એકલા. ગંગાના કિનારે પ્રભુજી કેદમાં રહ્યા જાણે. બનારસનો આ પહેલો અનુભવ હતો. ચૈત્ર સુદ નવમી : બનારસ શ્રી અજિતનાથ ભગવાનથી ઋજુ અને પ્રાજ્ઞ જીવોની પરંપરા ચાલી તે છેક પાર્થ પ્રભુનાં તીરથ સુધી રહી, બનારસ એટલે ઋજુ અને પ્રાશ જીવોની અંતિમ ભૂમિ. અહીં પાર્શ્વપ્રભુની જન્મભૂમિ પર પહેલાં શ્વેતાંબર દિગંબરનું સંયુક્ત મંદિર હતું. આજે દિગંબરો તેમની જમીન લઈ છુટા પડી ગયા છે. આવું બન્યું નથી ને બનવાનું નથી. દિગંબરો હટી જાય એ તો ગુલાબના છોડ પરથી કાંટા ઉતરી જાય એવી અસંભવ વાત છે. અહીં એ બન્યું છે. આપણી એકાધિકાર માલિકીની ભૂમિ પર નવું, ભવ્ય જિનાલય બની રહ્યું છે, વરસોથી. કામ હવે પૂરું થઈ જશે. ભગવાન હાલમાં હોલમાં બિરાજે છે. ૨૬OOથી વધુ વરસ પ્રાચીન અને પાંચ ફણાથી સુશોભિત પ્રભુમૂર્તિ. એટલાં જ પ્રાચીન પગલાં. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ૧૦૬ શંખેશ્વરમાં થાય છે તેવી ભીડ અહીં કદી થતી નથી. જ્યાં પ્રભુનો જનમ નથી થયો ત્યાં જન્મ કલ્યાણકના અટ્ટમ કરવા હજારો લોકો પહોંચી જાય છે, અહીં જન્મકલ્યાણક ભૂમિ પર સો-દોઢસો અમ માંડ થાય છે. શંખેશ્વરદાદાની દર પૂનમે યાત્રી કરનારા, મોટી આંગી લખાવનારા ને ઉછામણી લેનારા અહીં પાર્થપ્રભુની જનમભૂમિ પર વરસે એકવાર પણ નથી દેખાતા. ભારતમાં અસંખ્ય ભક્તો છે પાર્શ્વપ્રભુના, તે સૌ શંખેશ્વર જવા માત્રથી કૃત્કૃત્યતા અનુભવી લે છે. પાર્શ્વપ્રભુની, કલ્યાણકભૂમિ પર આવવાની એમને ફુરસદ નથી. શંખેશ્વર દાદાની ઉપાસના કરે તેનો વિરોધ નથી. માનસિકતાનો સવાલ છે. પ્રભુએ જે ભૂમિ પર જીવન વીતાવ્યું તે ભૂમિની પવિત્રતાનો સ્પર્શ પામવાની કોઈને પડી નથી. પ્રભુએ જયાં સર્પન બોધ આપ્યો ત્યાં આ રીતે અંતરનાં ઝેર ઉલેચવાનું યાદ જ નથી આવતું. શ્રી શુભવીરજીની સર્વાધિક પ્રસિદ્ધ શ્રી પાર્શ્વ પંચકલ્યાણક પૂજાના અક્ષરે અક્ષર જયાં સાકાર થયા તે તીરથ માં આવીને નાની એવી સ્નાત્રપૂજા ભણાવવાનુંય સૂઝતું નથી. અહીંની હવા પાર્થપ્રભુના શ્વાસથી સુરભિત બનતી. પ્રભુની આસપાસ અદેશ્ય રૂપે દેવો રહેતા. પ્રભુનો શબ્દ કોઈ ઉવેખી ના શકતું. પ્રભુનું આદેય નામકર્મ માણસ માત્રને પ્રભાવિત કરતું. અહીં બેસીને એ અતીતને સંભારવામાંય અનંત સુકૃતની કમાણી થાય. આવવું છે કોને ? શંખેશ્વરજી જનારા યાત્રિકો અને અહીં આવનારા યાત્રિકોની સંખ્યાનો ફરક ખાસ્સો એવો છે. હવે ભક્તોનેય ભગવાન દૂર લાગે છે. ભગવાન નજીક હોય તો જઈએ, એવું ભક્ત પણ વિચારી શકે છે. કયા ભગવાનનો ચમત્કાર મોટો છે તેવી તારવણી ભક્તો કરતા થઈ ગયા. શું કાળ આવ્યો છે ? મુસ્લિમોનાં આક્રમણ વખતે આખું કાશી ભાંગી ગયું હતું. આજે કાશીવિશ્વનાથનાં મંદિરે શિખર અને ગુંબજ સાચા સોનાથી પૂરેપૂરા મઢેલા છે. વિવિધ તીર્થકલ્પમાં જ તો લખ્યું છે કે ‘એ મંદિરમાં જિન પ્રભુની ચોવીશીનો પાષાણનિર્મિત પટ આજેય પૂજાય છે.’ એ પટ આજે ત્યાં છે કે નહીં તે ખબર નથી. ખબર એટલી છે કે પાર્શ્વપ્રભુની જનમભૂમિ પર પાર્શ્વપ્રભુના ભક્તો સૌથી ઓછા આવે છે. પાર્શ્વપ્રભુના નવાં નવાં તીર્થો બનતાં જાય છે. સારી વાત છે. પાર્શ્વપ્રભુનાં મૂળભૂત તીર્થસ્થાને આવનારા કેટલા ? આ સવાલ ડંખતો જ રહે છે. પ્રભુની છાયામાં આવ્યા પછી આનંદ અને અહોભાવની સંવેદના થવી જોઈતી હતી. તેને બદલે આક્રોશ જલી ઊઠ્યો છે. ઉનાળો શરૂ થઈ ગયો છે તેથી પિત્ત થઈ આવ્યું હશે. સાંજ સુધી ઘૂંધવાટ રહ્યો. સૂરજ ઝાંખો પડ્યો ત્યારે નજદીકમાં ક્યાંકથી કોયલ બોલી. અનાયાસ શ્રીઉદયરત્નજી મહારાજાના શબ્દો યાદ આવ્યા : કોયલ ટહુકી રહી મધુ બનમેં. બધો ઉભરો શમી ગયો. પાર્થપ્રભુની જનમભૂમિ પર દેવતાઓ જ ઘણા આવતા હોય પછી માનવો ઓછા આવે તેથી શું ફરક પડે છે? અને માનવો વધુ આવે તોય એમનું ગજું કેટલું ? ચૈત્ર સુદ દશમ : બનારસ મણિકર્ણિકા ઘાટનું એ દેશ્ય હતું. જિંદગીમાં પહેલીવાર એવી આગ જોઈ હતી. લાકડાં વ્યવસ્થિત ગોઠવ્યાં હતાં. એની પર એક શરીર સૂતું હતું. એ ઉઠવાનું નહોતું. આગ એને લપેટમાં લઈ રહી હતી. ઘૂંટણ નીચેનો પગ લાલ ઓઢણીથી ઢંકાયેલો હતો. એ પગ આગની રાહ જોતો હતો. ઉપરના શરીરની આગનો ધુમાડો પગ ઉપરથી ધીમે ધીમે સરકતો હોય તેમ ઉડતો હતો. મહાયોગીના તટસ્થ ભાવ સાથે પગ સ્થિર હતો. આવી રહેલી અગનની એને તમા નહોતી. એને રાખ થઈને ઉડી ભાગવાની ઉતાવળ હતી. પહેલાં લાલ કાપડ બળવાનું હતું. પછી ચામડીનો વારો હતો. ત્યારબાદ માંસ ને લોહીને ઝાળ લાગવાની હતી. આખરે હાડકાં બચવાનાં હતાં. લાકડાં ખતમ થઈ જવાનાં હતાં. રાખમાંથી હાડકાનો ઉદ્ધાર થવાનો હતો. રાખે ઉડી જવાની હતી. ન ઉડે તો પરાણે ઉડાવી દેવાશે તે નક્કી હતું રાખ માટે. એ નહીં બને તો તેની ઉપર જ નવા લાકડાં ગોઠવાશે. એની પર નવું શરીર, નવું કે જૂનું ? જૂનું કે નકામું ? સવાલો ફંટાઈ રહ્યા હતા. આ શરીર આજે નવું નથી રહ્યું. એક દિવસ એ પૂરેપૂરું જૂનું થઈ જશે, નકામું બની જશે. એનેય પછી આવાં લાકડાનાં આસન પર સૂવા મળશે. આખું શરીર આગની રાહ જોશે એ સમયે. આગ ચંપાશે પછી પગ કે હાથ આગની રાહ જોશે. એવો વખત પણ આવશે જયારે ભીડાયેલી આંખો આગમાં ડૂબી ગઈ હશે. શોખથી કેળવાયેલું શરીર આગને પ્રસાદની જેમ માથે ચડાવશે. લાકડાની ભસ્મ બચશે તેમાં શરીરના અવશેષો ખોવાઈ ગયા હશે. એ પહેલા શરીરની ભીનાશ, સ્નિગ્ધતા વરાળ થઈને હવામાં ભળી ચૂક્યા હશે. છેલ્લી ઘડીઓમાં શરીર ઢગલાબંધ લાકડાને બાળી જશે. એનો સ્વભાવ તો Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ૧૦૮ સુધરવાનો જ નહીં. સ્મશાનનો વૈરાગ્ય વગોવાયેલો છે કેમ કે તે ભૂંસાઈ જાય છે છતાં એને ભૂંસાતા વાર લાગે છે. જો એ ભૂંસાતો ન હોત તો દુનિયામાં જેટલા અગ્નિદાહ થાય છે તેટલા જ વૈરાગીઓ નીકળી પડત, પહેલી વાત, મડદું બળતું જોવું એ જેવી તેવી વાત નથી. બળતું મડદુ એ જીવતું મોત હોય છે, ભડકદાર. પાણી ઉકાળવાના ભઠ્ઠામાં લાકડું નાંખીએ તે આગને લીધે તડતડ થાય તે જ રીતે એક શરીરના અંગેઅંગ તડતડ થતા હોય છે, સ્મશાનમાં. એક સાથે બે ચિતા જલતી હતી. બીજી જરા દૂર હતી. ગંગાનાં પાણી સ્તબ્ધ ભાવે વહી જતાં હતાં. કાંઠે નાવ લાંગરી હતી તેમાં લાકડાનો ગંજ હતો. ઘાટના ઊંચા ચોતરા પર પણ લાકડાનું ખુલ્લું ગોદામ હતું. પાછળ દુકાનમાં સફેદ કાપડ ને ચૂંદડી મળતાં હતાં. ધુમાડાની વિચિત્ર વાસમાં સન્નાટો ભળી જતો હતો. આ ઘાટને જલતી ચિતાનું વરદાન મળેલું છે તેમ કહેવાય છે. અહીં બારેય મહિનાના ચોવીસ કલાક ચિતા બળતી જ હોય છે. લાકડાં અને મડદાં બદલાય છે. આગ અને ધુમાડા નથી બદલાતા. કમઠે આ ઘાટ પર પંચાગ્નિ તપ આદર્યું હતું, ત્યારે પાર્શ્વપ્રભુએ પધારીને બળતા નાગને ઉગાર્યો હતો તેવી નોંધ વિવિધ તીર્થકલ્પમાં છે. આજે અહીં ઠરી ગયેલાં શરીરો સર્વાગ્નિ તપમાં ગરક થઈ જાય છે. ગંગામાં રાખ ઠલવાતી જાય છે. ક્યારેક અડધાં બળેલાં શરીર તરતાં દેખાય છે. કોઈ એને અડતું નથી. મૃત્યુ પછી શરીર અસ્પૃશ્ય બની જાય છે. અલબત્ત, મૃત્યુ પછી શરીર માટે કશું જ અસ્પૃશ્ય રહેતું નથી. ચિતાની આગ તેનો પુરાવો. ચૈત્ર સુદ એકાદશી : બનારસ અને બનારસનાં પુસ્તકસંસ્થાનો. એમનું મૂક આહ્વાન ઝીલવાની તાકાત નહોતી. એક પણ અક્ષર બોલ્યા વિના એ પરાજય આપતાં હતાં. લખવા-વાંચવાનો બધો ફાંકો ઉતરી ગયો. ઘણું ભણવાનું બાકી છે તે સમજાતું હતું તો લખવાની દિશામાં ઘણું શીખવાનું અને પામવાનું રહે છે તે કબૂલ કરવું જ પડ્યું હતું. અત્યાર સુધીમાં કશું જ વાંચ્યું નથી તેમ લાગી આવતું હતું. મૂળ મેઘદૂતખ્તર ભાષામાં અનુવાદ સાથે છપાયું હતું. એક જ ગ્રંથમાં, સચિત્ર. એમાંથી ત્રણચાર ભાષા માંડ આવડતી હતી. બાકીની ભાષામાં ભોંઠ હોવાનું વસમું લાગતું હતું. કુતકનું વક્રોક્તિજીવિત હાથમાં લીધું તો એના અક્ષરો જ ઉકલ્યા નહીં. ભારતીય લિપિ હતી તોય તે ન આવડી એ તો તમાચો વાગવાની અનુભૂતિ હતી. તંત્રવિદ્યાનો એક ગ્રંથ હતો તેમાં સેંકડો મુદ્રાઓનાં ચિત્ર હતા, મસાણિયા અગમનિગમનું આટલું ઊંડાણ ? જોકે, વાંચવાની હિંમત ન ચાલી. સંગીતશાસ્ત્રની અલમારી ભરી હતી, એક પણ સૂર સદતો ન હતો. નૃત્યશાસ્ત્ર દળદાર ગ્રંથોમાં ફેલાયું હતું, વાંચવા છતાં એ સમજાવાનું નહોતું. તબિયત બગડે તો આયુર્વેદના ગ્રંથો હતા, સદ્ભાગ્યે છીંકથી આગળ ગડબડ ના થઈ. આર્યાવર્તનો ઇતિહાસ મોટા ચોપડામાં સમાયો હતો, ભારતનો ઇતિહાસ તો ઢગલાબંધ પુસ્તકોમાં. ઊંડી શોધખોળ કરવાની તાકાત છે ? સંશોધકો અને ઇતિહાસકારોનાં નામો વંચાતાં. રામાયણ-મહાભારતનાં અગણિત સંપાદનો. આસ્તિકતા અને આર્યધર્મને વહેતો રાખનારા આ કથાનકો લાખોના હિસાબે વેચાતાં હતાં. સાંખ્ય અને યોગ, બૌદ્ધ અને વૈદિક દર્શન, વ્યાકરણ અને શબ્દકોશ, ન્યાયશાસ્ત્ર અને વૈશેષિક સૂત્રો, સૂચી લાંબી હતી. હારીને જમીનદોસ્ત થઈ જવાતું હતું. આટલા ગ્રંથો સાંગોપાંગ અભ્યસ્ત કરવાનું ક્યાં શક્ય હતું હવે ? કવિતા ઠપકારવી સહેલી છે. ચારેબાજુથી ભેગું કરીને એના ઉતારા કરવા સરળ છે, શબ્દબ્રહ્મનો પરમાર્થ પામવો મુશ્કેલ છે. અર્થબદ્ધ રજૂઆતના નિષ્ણાત થવું અઘરું છે. એવી રજૂઆત સમજવાનું જ અઘરું છે તો એ રજૂઆત કરવાની વાત શી કરવી ? પદાર્થનું અવગાહન અને શૈલીની ઓળખની સાથે અનુય્ત સકલતત્વનો સારબોધ ખૂબ ઊંચી વાત છે. સંસ્કૃત ભાષાનું એક વિશેષ સ્તર છે. તે વ્યાકરણની પરિભાષા કે દર્શનશાસ્ત્રની ફઝિકાઓ સાથે ઉકેલવાની હોય તો માથાના વાળ ઉખડી જાય, બચે તો એ ધોળા થઈ જાય. આ બ્રાહ્મણો એટલે જ મુંડન કરાવતા હશે. વાળની તબિયત તો ન બગડે. મુનશીની પૃથિવીવલ્લભનું સંસ્કૃતનાટ્યમાં રૂપાંતર હતું. સંસ્કૃતના અનુવાદ ગુજરાતીમાં થાય છે ત્યારે સંસ્કૃતનો પ્રાણ ઉડી જાય છે તેમ ગુજરાતીનો અનુવાદ સંસ્કૃતમાં થયો તેને લીધે ગુજરાતીનું તેજ ઓઝપાઈ ગયું હતું એમાં. ભાષા માત્રની મૌલિક તાકાત હોય છે. એક દુર્લભ ગ્રંથ-ભારતીય પ્રાચીન લિપિમાળા-નવમુદ્રિત રૂપે મળ્યો. લોહી સૂકવી દેતો પરિશ્રમ કરનારા વિદ્યાસાધકો આજે કેટલા ? બૌદ્ધ વ્યાખ્યાનનું એક પુસ્તક હતું એના મુખપૃષ્ઠ પર, આપણી પરમેષ્ઠીમુદ્રાનું ચિત્ર હતું, બંને અંગૂઠા કનિષ્કા સાથે જોડાયેલા. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ બનારસના ગંગાકાંઠે સૂર્યોદય લાંબો ચાલે છે. સૂરજે ગંગામાં પોતાનું મોટું જોયું. પછી ઉપર ઉપડ્યો. પ્રતિબિંબની એક લાંબી તેજરેખા પાણી પર પથરાઈ. પાણી સાથે લકીરો હાલતી હતી. ૧૦૯ બંને અનામિકા તર્જની સાથે સંયુક્ત. બંને મધ્યમાં એકબીજાના ખભે ટેકો લઈને ઉન્નત. - પ્રશ્નપુસ્તકો ઘણાં હતાં. સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં એની જ ખપત રહે છે. મયૂખ ટીકાઓનો જયજયકાર છે. વિદ્યાર્થીઓની માંગ ઊંચી પણ ખરી. એક છોકરડો આવ્યો હતો, કહે : શિવરાજવિજય ચાહિયે, દો ઉચ્છવાસ તક. આધુનિક સંસ્કૃત ભાષાનો આ દિગ્ગજ ઉજાસ ધૂમ વેચાય છે. સંસ્કૃત ભાષા અહીં શાનથી જીવે છે. નવા ગ્રંથો રચાય છે, વેચાય છે. પ્રાચીન શાસ્ત્રો પ્રકાશિત થતાં જ રહે છે. છેલ્લે, જ્યોતિષ શાસ્ત્રના ગ્રંથો જોયા. મનના નવેય ગ્રહ ઉચ્ચના થઈ ગયા. અબોધ હોવાની સાડાસાતી ઉતરવાની નથી તે સમજાઈ ગયું. આ ખજાનો આમ ઊભા ઊભા ઉલેચાય તેવો નહોતો. એ માટે તો ધામા નાંખવા પડે. બનારસમાં દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. સંસ્કૃત વિદ્યાની તમામ શાખાઓ ભણાવનારા પંડિતો અહીં છે. સંસ્કૃત વિશ્વવિદ્યાલયોનો સંપૂર્ણ વહેવાર સંસ્કૃતમાં ચાલે છે. વિદ્યાર્થીઓની ચૂંટણીઓ થાય તેનાં પોસ્ટર (વિજ્ઞાપનપત્રમ્) સંસ્કૃતભાષામાં તૈયાર થતાં હોય છે. અહીં વિદ્યાલયોમાં સંશોધનો થાય છે તેમાં ઉંદરો પર પ્રયોગ કરવામાં આવે. ઉંદરરાણા થાકીને બેહોશ થાય કે મરે તે આ વિદ્યાપુરુષોથી સહન ન થયું એટલે એમણે ઉંદરોને શીર્ષાસન શીખવ્યાં. હવે ઉંદરો પૂરી ઝીંક ઝીલે છે. બનારસનું આ ભારતીય વિજ્ઞાન છે. આવાં વિદ્યાલયોના આધારે પુસ્તક સંસ્થાનો અડીખમ ઊભાં છે. એ સંસ્થાઓની મુલાકાત લીધી. નિજી અજ્ઞાનનો બોધ સાંપડ્યો. મચી પડવાનું મન થયું. દર મહિને આટલું વાંચવું એવો સંકલ્પ સુદ્ધાં કર્યો. અલબત્ત, આ સ્મશાનવૈરાગ્ય હતો તે યાદ હતું. ચૈત્ર સુદ બારસ : બનારસ ભલુપુરથી સીધા રસ્તે ગંગા તરફ નીકળીએ તો પહેલો ઘાટ કેદારઘાટ આવે. જમણા હાથે ઘાટે ઘાટે ચાલ્યા જઈએ તો ખૂબ આગળ જૈન ઘાટ આવે, ભદૈની તીર્થ. વહેલી સવારે ઘાટ પરથી ચાલવાનો અનુભવ વિલક્ષણ હતો. હવા ખુલ્લી હતી. આકાશના લાલ રંગમાં પીળી ઝાંય ભળી હતી. થોડીવારમાં ત્યાં કેસરિયો રંગ ઉઘડી આવ્યો. સૂરજે બહાર આવવામાં ઘણી વાર લગાડી હતી. નદીમાં નાવો સરકતી હતી. એકએક નાવમાં વિદેશીઓ હતા. શ્રદ્ધા નહીં, કૌતુક હતું એમનામાં. રખડવા નીકળેલા એ લોકો બેફામ હતા. ફોટા ખેંચે, ગાઈડની વાત બેપરવાઈથી સાંભળે. કોઈ એકલું હોય, કોઈ ચાલીસપચાસ હોય. એક નાવ તો ખીચોખીચ હતી, તેની પાછળ બે નાવ ભરીને ખાવાનું એમની માટે તણાઈ આવતું હતું. એ લોકો ખાય, પીએ, ફૂકે, કોઈ મર્યાદા ન પાળે. આ ગંદા લોકો ઘાટ પર કપડાં પટકતા ધોબીની મશ્કરી કરતા હતા. ભારતના, ગરીબ લોકોને એ સૌ તુચ્છકારથી જોઈ લેતા હતા. કિનારે ગંગાસ્નાનમાં ને કપડાં ધોવામાં વ્યસ્ત લોકોને એમની તરફ જોવાની ફુરસદ નહોતી. ધોળિયાઓની ઉપેક્ષા થાય તે કેમ ન ગમે ? કોઈ નાના છોકરા એકલદોકલ પરદેશી સાથે કુતૂહલથી વાત કરતું તે જુદી વાત. બાકી બે ધારા અલગ હતી. નાવમાં બેસેલા ગોરાઓ. કિનારે આમ પ્રજા. એકબીજા સાથે લેવાદેવા ન હોય તેવો નિજી વ્યસ્તભાવ. રસ્તે હરિશ્ચંદ્ર ઘાટે આવ્યો. ત્યાં પણ સ્મશાન છે. જોકે, મણિકર્ણિકા જેવો દબદબો ન મળે. આખરે જૈન ઘાટ આવ્યો. ઊંચાં પગથિયાં ચડીને ભદૈની તીર્થમાં પ્રવેશ કર્યો. આ દેરાસર નદીથી ૬૦ ફૂટ ઊંચે છે. ચોમાસામાં ગંગા ૪૦ ફૂટ ઉપર આવી જાય છે ત્યારે માત્ર ૨૦ ફૂટની દૂરી રહે છે. ક્યારેક તો તેય ઘટી જાય છે. પ્રભુના ધામમાં બેઠા પછી ઉઠવાનું મન ન થયું. દુનિયા ભૂલાઈ ગઈ. વાતાવરણ બહાર રહી ગયું. સમયનાં બંધનનો ખ્યાલ ન રહ્યો. ભગવાનની પ્રેમાળ મુદ્રામાં ડૂબી જવાયું. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં ચાર કલ્યાણકની પાવનભૂમિ પર આવવા મળ્યું તેના કૃતાર્થ ભાવે વાચાને રૂંધી. સાક્ષાત્ પ્રભુનાં દર્શન જેવો રોમાંચ અનુભવ્યો. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૧૧૧ ચૈત્ર વદ છઠ : ફૈઝાબાદ શ્રી શાંતિનાથ ભગવાનનું સમતુંગ શિખરબદ્ધ જિનાલય. એકમાત્ર પ્રભુમૂર્તિ. અમે સાંજે પહોંચ્યા ત્યારે પૂરા અવાજથી ટેપરેકોર્ડર વાગતું હતું, જૈન ગીતો. ભગવાનનાં દર્શન કર્યો. ગભારાની જમણી તરફ રંગમંડપમાં કેસેટપ્લેયર ચાલતું હતું ત્યાં બીજા ધરમના દેવીદેવતાની કેસેટ્સ પણ હતી. સામે ભીંત પર સ્ટેન્ડ હતું તેમાં કેસેટના સેટ હતા. આશારામ, અનુપ જલોટા, પ્રદીપ જેવા નામો વંચાતાં હતાં. કોઈ ચંદ્રપ્રભ સાગર નામના જૈન સાધુની કેસેટ પણ હતી. ભગવાનના દરબારમાં આવો ઠાઠ પહેલી વખત જોયો. ધર્મશાળામાં પ્રતિક્રમણ કરવા બેઠા ત્યારે રાતનું અંધારું ફેલાઈ ગયું હતું. વોચમેને આવીને પૂછ્યું : કુછ ખાના ખાઓગે ? ના પાડી તો પૂછે : દૂધ તો પીઓગે ના ? અહીં કેવા સાધુ આવતા હશે તેનો અંદાજ બંધાતો હતો. રાતે પૂજારી ગભારાની સામે ભાવના ભણાવવા એકલો બેઠો, એની ઉપર સીલિંગ ફેન ચાલુ હતો. ગાવામાં ગરમી લાગે તો પાપ બંધાતું હશે તે ભગવાનના પૈસે પંખા લટકાવ્યા. આ ફૈઝાબાદની કથા છે. અહીં દર્શન કરવા કોઈ નથી આવતું. દિગંબરોનાં દશબાર ઘરો છે તે આપણાં માટે નકામાં, આપણા એક બે ઘર છે તે સાવ દૂર છે. ‘એટલે એવું છે ને સાહેબજી, કે આવવાનું ફાવતું નથી.' ચૈત્ર વદ સાતમ : રત્નપુરી રત્નપુરીનો ઉલ્લેખ વિવિધતીર્થકલ્પમાં રત્નવાહપુર તરીકે થયો છે. એક કુંભારના પુત્રને નાગકુમારના દેવ સાથે મૈત્રી થઈ. બંને એકાંતમાં જુગાર રમે. કુંભારે પુત્રને કુંભારવિદ્યા શીખવા કહ્યું તે પુત્ર સાંભળતો નહોતો. એને પછી પરાણે આ ધંધે લગાડવામાં આવ્યો. હવે જુગારની રમતમાં નિયમિત જવાતું નહીં. એકાંતરે જતો. દેવે પૂછયું ત્યારે એણે પોતાની ગરીબીની કથા સુણાવી. દેવે કહ્યું, ‘રોજ જુગાર રમ્યા પછી હું સાપનું રૂપ લઈને બિલમાં પ્રવેશ કરીશ. ચાર આંગળ જેટલી પૂંછડી બહાર રહેશે તે કાપી લેજે. એ સોનું બની જશે.’ એ દેવનો જુગારપ્રેમ યુધિષ્ઠિર કરતાંય વધારે જબરો હશે. એ કુંભારકુમાર પણ ખરો ખેલાડી હશે. બંનેની જોડી ગજબની હશે. આવા મિત્રો ભાગ્યે જ જોવા મળે. બંનેની રમત ચાલતી રહે છે. દીકરો બાપને સોનું આપે છે. રહસ્યનો ભેદ નથી કરતો. એક દિવસ બાપે વાત ઓકાવી, અને સાપની પૂંછડી જરા વધારે કાપવાની સલાહ આપી. દીકરાએ મિત્રનો વિશ્વાસઘાત કરવાની ના પાડી. એક સમયે, દીકરો રમવા ગયો તેની પાછળ બાપ ચોરીછૂપીથી પહોંચી ગયો. દેવ સાપ થઈને બિલમાં ઘૂસ્યો તે જોઈને બાપ ધસી આવ્યો. એણે સાપના અડધોઅડધ બે ટુકડા કરી નાંખ્યા. નાગકુમાર દેવ રોષે ભરાયો. એણે બાપદીકરો બેયને બાળી નાખ્યા, આટલું ઓછું હોય તેમ આ વિસ્તારના દરેક કુંભારોને બાળી મૂક્યા. વિવિધ તીર્થકલ્પમાં લખ્યું છે કે ‘ત્યારથી રત્નવાહપુરમાં કોઈ કુંભાર રહી શકતા નથી. માટીનાં વાસણો બહારથી મંગાવવા પડે છે.' તે વખતે શ્રી ધર્મનાથ ભગવાનની મૂર્તિ પણ નાગથી પરિવૃત હતી. વરસાદ ન પડે તો સ્થાનિક પ્રજા પ્રભુને ‘ધર્મરાજ' કહીને દૂધથી નવડાવતી. તત્કાળ વરસાદ થતો. આજનું વાતાવરણ જુદું છે. સંકુલની વચોવચ સમવસરણાકાર શ્રી કેવળજ્ઞાન કલ્યાણક મંદિર છે પણ ચૌમુખી ભગવાન નથી. પૂર્વ દિશામાં દીક્ષા, ઉત્તર દિશામાં જન્મ, પશ્ચિમ દિશામાં ચ્યવન કલ્યાણકના નાનાં મંદિરો કોટની ભીંતના ખૂણાઓમાં ગુંબજતળે બંધાયાં છે. દક્ષિણખૂણે દાદાવાડી છે. મૂળનાયક ભગવાન અગ્નિદિશાભિમુખ હતા તેમને ઉથાપીને પૂર્વાભિમુખ બિરાજીત કરાયા છે. ઈશાન દિશામાં અને નૈઋત્ય દિશામાં બે જિનાલય છે. નૈઋત્યમાં શ્રીઆદિનાથ ભગવાનનો દરબાર સંગેમરમરની ત્રણ વેદિકાને લીધે દૈવી લાગે છે. મુળ મંદિરજીનાં મુખ્ય શિખર સાથે કુલ સત્તર શિખરો છે, મૂળનાયક ભગવાનનાં દેરાસર પર. શિખરો એવી રીતે કોતર્યા છે કે ગણવામાં ભૂલ જ થાય. આ સત્તરનો આંકડો પણ સાચો છે કે નહીં તેની શંકા છે. આ સ્થાનમાં કોલાહલ, ઘોંઘાટ જરાય નથી. અતિશય શાંતિ. રહેવાનું થાય તો અલૌકિક આનંદ મળે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી અયોધ્યા અને શ્રાવસ્તી ચૈત્ર સુદ સાતમ : અયોધ્યા અયોધ્યામાં પાંચ તીર્થંકર ભગવંતોનાં કલ્યાણક છે. શ્રી ઋષભદેવ ભગવાન્, શ્રી અજિતનાથ ભગવાન્, શ્રી અભિનંદન સ્વામી ભગવાન્, શ્રી સુમતિનાથ ભગવાન્, શ્રી અનંતનાથ ભગવાન. પહેલી પૂજા કરે તેને આખા દિવસની બધી પૂજાનો લાભ મળે તેમ પહેલાં તીર્થંકરને અવતાર આપે તે ભૂમિને ચોવીશેય પ્રભુના અવતારનો લાભ મળે, આ લાગણીનું સમીકરણ જો સાચું હોય તો અયોધ્યામાં માત્ર પ્રથમ તીર્થંકર પ્રભુ થયા હોત તોય તે ધન્યનગરી ગણાત. આ તો સોનામાં સુગંધ ભળી છે. એમ કહેવું પણ અધૂરું લાગે છે. સોનામાં માત્ર સુગંધ જ ભળે, અહીં તો એક પ્રભુની પાછળ ચાર બીજા પ્રભુ થયા. દરિયામાં દરિયા ભળ્યા છે આ તો. આ નગરીને નામ પણ કેટલાં બધાં મળ્યાં છે ? અયોધ્યા, અવધ, અવધ્યા, કોશલા, વિનીતા, સાકેત, ઈક્ષ્વાકુભૂમિ, રામપુરી, કોશલનગરી. અયોધ્યાનું અદ્યતન નામ છે : અવધ, અહિંસા જેવું જ મધમીઠું નામ અ-વધ. જિનાલય એક જ છે. પાંચેય પ્રભુનાં પ્રતિમાજી અને પગલાઓ વિશિષ્ટ રીતે રાખવામાં આવ્યાં છે. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાન્ જેમાં બિરાજવાના છે તે નવાં દેરાસરનું કામ ચાલુ હતું. જૂનું દેરાસર બહારથી કંઈક અંશે મસ્જિદ જેવું દેખાય છે. અંદર ભમતી છે. નીચે પણ અને પહેલાં માળે પણ. દેવાધિદેવનાં કલ્યાણકોને સાક્ષાત્ જુહારતા હોઈએ તેવા ભાવથી વારંવાર દર્શન કર્યાં. પ્રભુ એક વાર પધારે તે ભૂમિ પણ સદાકાળ પાવન થઈ જાય. અહીં તો પ્રભુ લાંબો સમય રહ્યા. ત્રિલોકાનંદની ગંગા અહીંથી કલ્યાણકની ક્ષણોમાં ૧૧૪ અનેકવાર વહી. એ ક્ષણનો નાનો સરખો અંશ હજી ટકી ગયો હોય તો એ ઝીલવો હતો. ક્ષણ તો પંખીની જેમ ઊડી ગઈ હતી. એનો આછેરો ફફડાટ સાંભળવો હતો. તેનાય નસીબ નહીં. પ્રભુના પગલાં હતાં, અસંખ્ય દેવોનું અર્ચાધામ. પ્રભુની પ્રતિમા હતી, અસંખ્ય આરાધકોનું આસ્થાગૃહ. પ્રભુજીની આંખો હતી, અસંખ્ય ભક્તોનું આલંબન. પ્રભુની મુખમુદ્રા હતી, અસંખ્ય ભાવિકોનું શ્રદ્ધાકેન્દ્ર. તરસ છીપાઈ નહીં, ભૂખ શમી નહીં. ખૂબ ભેટ્યા પ્રભુને. ભમતીની વચોવચ ઊંચું સમવસરણ મંદિર છે. શ્રી આદિનાથ ભગવાનની જન્મભૂમિ હોવા છતાં અયોધ્યાના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન્ નથી, કેમ કે અયોધ્યામાં સૌથી પહેલા કેવલી થનારા તીર્થંકર ભગવાન્ શ્રી અજિતનાથ ભગવાન છે. એટલે જ શ્રી અજિતનાથ ભગવાન્ અહીંના મૂળનાયક છે. (શ્રી આદિનાથદાદાનું કેવળકલ્યાણક શ્રી પુરિમતાલ તીર્થમાં છે.) મૂળનાયક ભગવાનનાં કેવળજ્ઞાન કલ્યાણકનું મંદિર આ સમવસરણ છે. ચૌમુખી પગલાં છે. પ્રભુની માલકૌંસબદ્ધ દેશના ચાલતી હશે ત્યારનો માહોલ કેવો હશે ? દેવોની, રાજાઓની ભીડ. દૂર દૂર ચાલી આવતા શ્રદ્ધાળુઓની કતાર, આભમાંય દૂરથી ઉડી આવતા દેવોની કતાર હશે જ વળી. ચારેય દિશામાં પ્રભુનાં તેજ ઝળહળતાં હશે. અષ્ટ મહાપ્રાતિહાર્ય, અપ્રતિમ વૈભવ, અલૌકિક આડંબર બધું જ પ્રભુનાં તેજથી ઢંકાઈ જતું હશે. કોલાહલ થતો જ નહીં હોય, પ્રભુનો ધારાબદ્ધ અવાજ ભવોભવના સંતાપ શમાવતો હશે. આંખો ભીંજાતી હશે. અંતર ઉજળાં થતાં હશે. ઘણું બધું પરિવર્તન થતું હશે. અજીબોગરીબ શાંતિમાં આત્મા નિર્મગ્ન બની જતા હશે. સમાધિમુદ્રા સૌનાં મુખ પર બંધાતી હશે. દેશના પૂરી થયા પછીય ભાવનાં આંદોલન ઉચ્ચ દશામાં જ રમતાં હશે. ચૈત્ર વદ આઠમ : અયોધ્યા યુગલિકો અહીં પહેલી વાર અકળાયા હતા. કલ્પવૃક્ષો કરમાયા હતા ને સૂક્કા ઝાડમાં આગ લાગી હતી. આદમીઓ ઝઘડવાનું શીખવા લાગ્યા હતા. પોતાનો ખોટો બચાવ કરવાની નવી પદ્ધતિ શરૂ થઈ હતી. આ વાત તે કાળની અને તે સમયની છે જ્યારે વર્તમાન ચોવીશીના એક પણ ભગવાન થયા નહોતા. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૧૧૫ અયોધ્યાની ભૂમિ પર કલ્પવૃક્ષો ઊગતા હશે તે જમાનો કેવો હશે. અસિ, મસિ અને કૃષિ વિહોણી અલ્પદોષ જીવનપ્રણાલી અહીં સદેહે જીવતી, અયોધ્યાની ધરા પર યુગલિકો સંચરતા એ કલ્પના જ કેટલી રોમાંચક છે ? બાળ ઋષભની આ ક્રીડાભૂમિ છે તે તો ઔર આલાદક કલ્પના થઈ. ઇન્દ્રમહારાજા ભગવાનના વંશનું નામકરણ કરવા હાથમાં ઇક્ષુના સાંઠા લઈને આવ્યા ને અમૃતભોજી ઋષભકુંવરે હાથ લંબાવી એ શેરડી માંગી તે ઘટનાથી પરમભક્ત ઇન્દ્ર મહારાજાને કલ્યાણક સમો જ રોમહર્ષ થયો હશે. ભગવાન હાથ લંબાવીને માંગે તેમાં જ ભક્તિની સચ્ચાઈ છે ને ? પેલા યુગલિકોને પ્રભુએ-શું ખાવું, શી રીતે ખાવું ને શેમાં ખાવું તે સમજાવ્યું અને પ્રભુ તો પોતે ખાવાપીવાની વૃત્તિથી અલિપ્ત જ રહ્યા. બહોતેર કળા અને ચોસઠ કળાનું પ્રવર્તન પ્રભુએ કર્યું ને જાતે તો આત્માની અનંત કળામાં લયલીન રહ્યા. સામ્રાજયના સર્વપ્રથમ અધિનાયક બન્યા છતાં અવધૂતની છટાથી જ રહેતા. સંસારની નવી વ્યવસ્થાનાં સૂત્રો પ્રભુએ રચ્યા ને જાતે તો એનાથી તદ્દન નિર્લેપ રહ્યા. કલ્પવૃક્ષોની વિદાયથી અરાજકતા ન ફેલાય તેની પ્રભુએ કાળજી લીધી, અવ્યવસ્થામાંથી દોષ, પાપ અને ઉદંડ મનોભાવ ન જાગે તે માટે ભગવાને સૌને કેળવ્યા. પ્રશિક્ષકના ઉત્સાહથી કે માર્ગદર્શકના ગર્વથી નહીં, સાક્ષીભાવની સાધના જાળવીને પ્રભુએ નૂતન યુગનું ઘડતર કર્યું અને આખરે એનો ત્યાગ જ કર્યો. જે પ્રવૃત્તિ શીખવી તેને છોડવાનો માર્ગ ખૂલ્લો મૂક્યો. જે વિચારો સિંચ્યા તેનાથી પરમ શ્રેષ્ઠ સદાચારને ઉપદેશ્યા. જે વ્યવસ્થા ગોઠવી હતી તેમાંથી જ વિરક્ત બનીને સાધક બનવાની જીવનશૈલી પ્રભુએ પ્રવર્તિત કરી. આશ્ચર્યની અનુભૂતિ એ હતી કે વર્તમાન ચોવીશીમાં આ આદિનાથ ભગવાને જ એક જીવનમાં બે યુગપ્રવર્તક કાર્યો કર્યા છે. એક, યુગલિકોની સંસ્કૃતિનું ઘડતર. બે, ધર્મતીર્થની સ્થાપના. અયોધ્યામાં આવ્યા ત્યારે પ્રભુની બન્નેય પ્રવૃત્તિ યાદ આવતી હતી. ચૈત્ર વદ નવમી : ઝુબુલિયા રામાયણના એ મહાપુરુષોની સંવેદનાઓ વ્યાખ્યાનોમાં અનેકવાર આલેખી છે. પરંતુ અયોધ્યાની ભૂમિ પર, એ જ મહાપુરુષોની જીવનભૂમિ પર ચાલતી વખતે લાગ્યું કે આપણી પોતાની સંવેદના જ આલેખી શકાતી નથી આજે. આદર્શો પૂરેપૂરા સમજાયા નથી, સમજાયા છે તે જીવનમાં ઉતર્યા નથી છતાં આદર્શોની મોટી મોટી વાતો કાયમ કરી છે. અયોધ્યાના એ મહાન્ પુરુષો આદર્શોને જીવતા. એમને માટે આદર્શો સહજ હતા. સહજ એટલે શીખવાની જરૂર ન પડે એટલા બધા કુદરતી. એ બોલતા તો આદર્શોનું સંગીત રચાતું. એ મૌન રહેતા તો આદર્શોનો ઝંકાર સતત ઉઠતો. એમની કબૂલાતમાં અને રજૂઆતમાં, એમના આગ્રહમાં અને વિરોધમાં કાયમ આદર્શ અનુભવાતો. પવિત્રતાને અંગેઅંગમાં ઝીલી હતી એમણે એ જીવ્યા તેમાંથી કથા અને કાવ્યો સર્જાય તે ખરું, પણ લોકોમાં સારા દેખાવા માટે અને ઊંચા પૂરવાર થવા માટે તેઓ કદી અલગ રીતે વર્યા નથી. પોતાનો સંસ્કારવારસો જાળવવા દરેક પ્રવૃત્તિમાં જોડાયા. સંસ્કારોની સાચવણી ખાતર સમૃદ્ધિ અને સંપદાનો ભોગ સુદ્ધાં આપ્યો. મહત્તા અને ગરિમા એમને શ્વાસ સમી સહજ હતી. આજે શ્વાસ સિવાય બીજું કશું સહજ નથી આપણને. ખરાબી શીખી લેવાય છે, ભૂલ સહસા થતી રહે છે. તે સૌ મહાપુરુષો ખરાબી અને ભૂલથી દૂર ભાગતા તેમ ન કહેવાય. કહેવું એમ જોઈએ કે ખરાબી અને ભૂલ એમનાથી દૂર ભાગતી. ક્યારેક કોઈ ગલત નિર્ણય લેવાયા તોય એની ભૂમિકામાંય કશોક બોધપ્રદ ભાવ જરૂર રહેતો. સર્વાધિક લોકપ્રિય મહાકથાના જીવનનાયકોની જન્મભૂમિ અયોધ્યામાં મન દ્રવતું હતું. કોઈ કલ્પનાની જરૂર નહોતી. કોઈ ચાલાક શબ્દરચનાનો ઉપયોગ રહ્યો નહોતો. અનાયાસ વહેતા ઝરણાની જેમ સમગ્ર રામાયણ અંતસ્તલમાં જીવાતું હતું. કોઈ ઘટના નાની નહોતી, કોઈ ઘટના મોટી નહોતી. કેમકે રામાયણ સ્વયં એક મહાઘટના છે તે સમજાઈ ચૂક્યું હતું. એ યુગના કોઈ અવશેષ મળવાના નહોતા, નક્કી હતું. એ સમયનું ધરાતલ મહાકાળનાં ઘમસાણમાં દબાઈ ચૂક્યું હોવાથી એની શોધ કરવાની નહોતી. જોવું હતું માત્ર આકાશ, જેણે દિવસ રાત રામાયણની જીવમાન, પરંપરાબદ્ધ અને સર્વાગસત્ય પ્રસંગધારાને અજવાસથી સીંચી હતી ને અંધકારથી આશ્વાસી હતી. બધું બદલાય છે, આકાશ નથી બદલાતું. સૂરજ-ચંદા-તારાનું છત્ર હરહંમેશ રહે છે. રામાયણની કથાનું દરેક નામ એની છાયામાં ઘડાયું છે. અયોધ્યામાં સદાકાળ જીવે છે અને જીવશે રામાયણનું આકાશ. હા, કારણ કે રામાયણની કથાનું દરેક નામ આસમાનની બુલંદી સાથે જીવ્યું હતું, રાતભર અને દિવસભર મનભરીને રામાયણનું આકાશ જોયું હતું. હજારો પ્રસંગો અને સેંકડો નામો ગુંજતાં હતાં. શું લેવું અને શું છોડવું Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૧૧૮ તે જ સવાલ હતો. બધું જ લેવું હતું અને કશું જ છોડવું નહોતું. બંનેય અશક્ય હતું. કેમકે એ આકાશ હતું. રામાયણનું અનંત આકાશ. ચૈત્ર વદ તેરસ : શ્રાવસ્તી શ્રાવસ્તી આવવાનું નક્કી નહોતું. લગભગ તો નહોતું જ આવવાનું. લાંબો ફેરો થાય છે એટલે કોઈ શ્રાવસ્તી નથી આવતું. આખા વરસમાં માંડ ચારસો યાત્રિકો થતા હશે. એ લઘુમતિઓમાં અમે ઝૂકાવ્યું. આજે અહીં આવી પહોંચ્યા. કલ્યાણકભૂમિ તો દૂર છે. નવું દેરાસર રોડ પર છે. ધર્મશાળામાં ઉતર્યા. સાંજે કલ્યાણક ભૂમિ જુહારવા નીકળ્યા. અસંખ્ય પુરાતન અવશેષોથી આચ્છન્ન વિસ્તાર સહેઠ અને મહેઠ તરીકે ઓળખાય છે. સહેઠ-મહેઠ બંને વચ્ચે દોઢ કિલોમીટરનું અંતર છે. સહેઠનું સંપૂર્ણ સંકુલ આરક્ષિત છે. વગર ટિકિટ જોવા ન મળે. સૂર્યાસ્ત પછી દરવાજા બંધ થઈ જાય. અમે સમયસર પહોચેલા. બૌદ્ધ ધર્મના સ્તૂપો અને વિહારોની ભીંતો લીલાકુંજાર ઉદ્યાનમાં ચૂપચાપ ઊભી હતી. દરેક ઢાંચા આગળ સરકારી બોર્ડમાં તેનો પરિચય આપેલો. એક નામ વારંવાર આવતું. અનાથ-પિંડક. એ ધનકુબેર હતો. એણે ગૌતમબુદ્ધને શ્રાવસ્તીમાં ચોમાસું કરવા વિનંતી કરી. બુદ્ધે તેને યોગ્ય મઠ બાંધવા કહ્યું. અનાથપિડકે રાજા પ્રસેનજિતના પુત્ર જેતકુમાર પાસેથી આ ઉદ્યાન માંગ્યું. રાજકુમારે જમીનને સોનામહોરથી ઢાંકી દીધી. એની આ ભાવનાથી પ્રભાવિત થઈને ગોતમબુદ્ધ અહીં સળંગ ચોવીશ ચોમાસા કર્યા. શ્રાવસ્તી ત્યારથી બૌદ્ધધર્મનું પ્રમુખ કેન્દ્ર બની. આજે અહીં કોરિયા, થાઈલેન્ડ, ચીન, જાપાન, શ્રીલંકાનાં બુદ્ધમંદિરો છે, તે અનાથપિંડકવાળાં ઉદ્યાનની યાદમાં જ ઊભાં થયાં છે. બૌદ્ધ અનુયાયીઓના પ્રચંડ પ્રચારતંત્રને લીધે આપણા ધર્મનું કોઈ મહત્ત્વ અહીં દેખાતું નથી. સહેઠના અવશેષો સાથે બૌદ્ધધર્મનો સંબંધ છે ને કદાચ, એટલે જ એની સારસંભાળ પૂરેપૂરી લેવાય છે. આપણા ભગવાનનું એક માત્ર સ્મારક મહેઠમાં છે તે સાવ ખંડેર છે. મહેઠનો કિલ્લો પસાર કર્યો ને તુરંત પ્રભુ સંભવનાથદાદાની જન્મભૂમિ આવી. એ મંદિરની બહાર પણ પુરાતત્ત્વવાળાનું બોર્ડ છે. મંદિર સાવ ખુલ્લું પડ્યું છે. વાડનું સંરક્ષણ નથી મળ્યું. અતિશય જૂની ઈંટોથી ચણાયેલી ભીંતોમાં ગાબડાં પડ્યાં હતાં. ગર્ભગૃહની ભીંત હતી જ નહીં. ગર્ભગૃહની ઉપરનો ગુંબજ, ઉધઈથી ખવાયેલાં લાકડાની જેમ અડધો બચ્યો હતો. લોખંડના ટેકા મૂકીને એને આધાર આપવામાં આવ્યો હતો. સુરંગ ફૂટી હોય ને તેમાં કૂરચા થઈ ગયા હોય તેવા મંદિરના દેદાર હતા. ભીંતોને રંગકામ નહોતું થયું, થવાનુંય નહોતું. અહીંના અવશેષોમાં સૌથી વિશાળ બાંધકામ આ મંદિરનું છે. અલબત્ત એક થાંભલો પણ બચ્યો નથી. છતાં જમીનમાં જડાયેલી ભીંતોની લંબાઈ પરથી વાસ્તુની ભવ્યતાનો અંદાજ અચુક આવે છે. પર્વમાંથી પ્રવેશદ્વાર, ભવ્ય રંગમંડપ અને તે પૂર્વે શૃંગારચોકી. ગર્ભગૃહની પાસે નાનો રંગમંડપ. પ્રદક્ષિણાનો ઓટલો પણ ખરો. આ બધું જ માત્ર જમીનથી થોડાક ફૂટ ઉપર ટકેલી ઈંટાળવી ભીંતો પરથી સમજાતું હતું. દેખાતું કશું નહોતું. ભગવાનની મૂર્તિ તો હોય જ ક્યાંથી ? ખોદકામ વખતે મૂર્તિઓ નીકળી હતી તે લખનૌ મ્યુઝિયમમાં ચાલી ગઈ છે. ભગવાનને ખૂબ યાદ કર્યા. જન્મકલ્યાણકની પાવનક્ષણો જયાં ઉજવાઈ હતી તે ભૂમિનો ખાલીપો અતિશય અસહ્ય હતો. આખું બાંધકામ આજે પુરાતત્ત્વ ખાતાવાળાના કબજામાં છે. એ લોકો અવશેષોને યથાવતું સાચવી રાખે છે. એનો મતલબ એ જ થયો કે “મારા ભગવાનની જન્મભૂમિ આવી જ ભેંકાર રહેશે. એની પર આરસનો ઢોળ કદી નહીં ચડે. એનાં ગર્ભગૃહને ચાંદીના દરવાજા નહીં લાગે, અખંડ દીવાની જયોત અહીં નહીં જલે, આરતીમંગલદીવાનો ઘંટનાદ કે શંખધોષ નહીં ગુંજે અહીં, અષ્ટપ્રકારી પૂજા કે સ્નાત્રપૂજાનો આડંબર અહીં નહીં થાય, નકશીદાર કોતરકામની સ્વપ્નસૃષ્ટિ અહીં નહીં સર્જાય. કેટલી બધી ક્રૂર હકીકત ? જયાં છપ્પન દિકુમારી આવી હતી ને ઇન્દ્રમહારાજ પધાર્યા હતા ત્યાં સરકારી કાયદાને લીધે મોટીશાંતિ સમેત શાંતિકળશનો વિધિ સુદ્ધાં નહીં થાય. આ પાવનભૂમિ પર જંગલી વરસાદ ઝીંકાયા કરશે, તોફાની વાયરા અથડાયા કરશે, ધૂળના થર ચડશે ને એમાં સળો પડશે. કરોળિયા ગર્ભગૃહની ભીંત પર જાળાં ગુંથ્યા કરશે. રાની પશુઓની ઉદંડ અવરજવર થતી રહેશે. મારા ભગવાનની ભૂમિ પર મારા ભગવાનની મૂર્તિ હવે કદી નથી બિરાજવાની.' ખામી નહીં મુજ ખિજમતે એમ સ્તવનમાં ગાવાનું હવે છોડી દેવું પડશે. ભગવાનની જનમભૂમિ જયાર સુધી સરકારના કાયદામાં કેદ છે ત્યાર Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૧૧૯ સુધી રોજ ભગવાન્ આગળ કબૂલવું પડશે. ખામી રહી મુજ ખિજમતે. ચૈત્ર વદ તેરસ : શ્રાવસ્તી પક્ષપાત સહન કરવો અઘરો છે. ખાસ કરીને ભગવાન સાથે. મહેઠમાં બીજી બે અવશેષો છે તેની સાથે બુદ્ધનું નામ જોડાયું છે એટલે તે બંને સારી રીતે સાચવ્યા છે સરકારે. અંગુલીમાલની ગુફા અને કચ્ચી કુટી. અંગુલીમાલની ગુફા એક ઊંચો ઇંટનો સ્તુપ જ છે. એની નીચેથી બે નાના ગુફા જેવા રસ્તો કાઢવામાં આવ્યા છે. સ્તૂપની વચોવચ પંદર ફૂટ ઊંડાં ભોંયરાં જેવા ઓરડામાં એ રસ્તા પૂરા થાય છે. એ ઓરડાની છત નથી એટલે ઉપરથી એ દેખાય. (ચોમાસાના દિવસોમાં અહીંથી હિમાલય દેખાય છે એમ કહેવાય છે.) એક હોનહાર અને ભયંકર લૂંટારાની ગૂફા આવી મામૂલી બની ગઈ છે તે જોઈને કાલાય નમૈ નમઃ એ શબ્દો યાદ આવ્યાં. કરચીકુટીમાં ગુફા જેવા રસ્તા નથી. બાકી બધું મળતું આવે છે. આ બે સ્થાનને રાતે ઝળાહળા રાખવા મોટી મોટી લાઈસ લગાડવામાં આવી છે. અવાવરું સ્થાન હોવા છતાં સ્વચ્છતા ધ્યાન ખેંચતી હતી. આપણાં મંદિરને આવી કાળજીથી સાચવતા નથી સરકારવાળા, બાપનો દીકરો ગમે તેટલો સારો હોય, સાવકી મા તો એને ઠેબે જ ચડાવે. શ્રાવસ્તી આવતો મહામાર્ગ (હાઈ-વે) બૌદ્ધ પરિપથ તરીકે ઓળખાય છે, તે તો જાણે ચલાવી જ લેવાનું છે. આંતરરાષ્ટ્રીય સંપત્તિ આપનારને સરકાર બધું ધરી દે છે. ચૈત્ર વદ ચૌદશ : સેખુઈકલા શ્રાવસ્તી મહેઠ તરીકે ઓળખાય છે, તેવી વિવિધ તીર્થકલ્પમાં નોંધ છે. અહીંથી થોડેક દૂર બહરાઈચ નામનું મોટું ગામ છે. અલાઉદ્દીન ખિલજીના સમયમાં એ ગામથી મુસ્લિમ લશ્કર આવ્યું હતું. એના દ્વારા સમગ્ર શ્રાવસ્તી ખેદાનમેદાન થઈ ગઈ હતી. શ્રી સંભવનાથજિનાલયની ફરતે કોટ હતો, બાજુમાં પ્રભુમૂર્તિમંડિત દેવકુલિકા હતી. પ્રભુનાં ધામનાં પ્રવેશદ્વાર આપમેળે ઉઘડતાં, સૂર્યોદય વખતે. આપમેળે બીડાતાં, સૂર્યાસ્ત વખતે. મણિભદ્ર યક્ષની એ લીલા હતી. અલબત્ત, મુસ્લિમ આક્રમણ વખતે ભવ્ય દરવાજા તૂટી ગયા. મૂર્તિઓ પણ ખંડિત થઈ. યક્ષદેવે ત્યારે કશું ન કર્યું તેનું કારણ વિવિધતીર્થ કલ્પમાં લખ્યું છે : મંદ્રમવા fહ અવંતિ સૂક્ષમણ હgયT I (કલિકાળમાં અધિષ્ઠાયકોનો પ્રભાવ નબળો હોય છે.) એ પછી યાત્રાળુ સંઘો આવતા ને પ્રભુનાં જિનાલયમાં પૂજાઓ ભણાવતા. એ વખતે જંગલમાંથી એક ચિત્તો આવીને બેસતો, છેક શિખર પર. આરતી મંગલદીવો થાય પછી એ ચાલી જતો. આજે એ જંગલ છે. ચિત્તાના કોઈ સગડ નથી જડતા. ચિત્તાને બેસવાનું શિખર પણ તૂટી ગયું છે. એ કરુણ હાલત જોઈને આંખનો પડદો કેમ ન તૂટ્યો, એ જ સવાલ છે આજે. શ્રાવસ્તીનો ભૂતકાળ અલબત્ત ખૂબ જૂનો છે. પ્રભુવીરે અહીં ચોમાસું કર્યું હતું. અહીંથી નજીક વનમાં પ્રભુના પગ દાઝયા હતા, છમસ્યકાળની સાધના દરમ્યાન. તો તીર્થંકર બન્યા પછી ગૌશાળાની તોલેશ્યાથી આ જ નગરીમાં પ્રભુ દાયા હતા. છ મહિનાની ઉગ્ર વ્યાધિ પ્રભુને નડી, તેય કળિકાળનું આશ્ચર્ય હતું, જેને શ્રાવસ્તીમાં રૂપ મળ્યું. એ ગોશાળો પોતાની અગનજાળથી આ જ નગરીમાં મર્યો હતો. એના આખરી પસ્તાવાની આ ધન્યભૂમિ છે. શ્રી ગૌતમસ્વામીજી મહારાજાનો પ્રભુ આજ્ઞાપ્રેરિત ઠપકો મેળવનાર ગોશાળો નસીબદાર તો ખરો જ. એણે પોતાનું મૃતક પશુની જેમ ઘસડાતું સ્મશાને જાય તેવી અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી. એના અનુયાયીઓએ આ નગરીમાં જ કોઈ મકાનમાં શ્રાવસ્તી આલેખીને તે ઇચ્છા પૂરી કરેલી. આ નગરીનો શ્રાવક ઢંક. પ્રભુની દીકરી પ્રભુની સામે પડી હતી તેને બોધ આપીને શ્રી ઢેકે પ્રભુ તરફ વાળી. દરેક બાપને દીકરી વધુ વહાલી હોય છે. પ્રિયદર્શના તો પ્રભુની એક માત્ર દીકરી અને એક માત્ર સંતાન હતી. એ સામે પડી, જમાલિના પક્ષે રહીને, તીવ્ર વેદનાના ઘૂંટ ભરવા પડે તેવી હાલત હતી. પ્રભુવીર તો વીતરાગ હતા તેથી નિર્લેપ રહ્યા. પરિસ્થિતિ ખરાબ હતી. આ નગરીના શ્રાવકે ભગવાનની દીકરીને પ્રતિબોધ આપ્યો, સાધ્વી પ્રિયદર્શનાને પ્રભુમાર્ગે સ્થાપી. આ એક ઘટના જ શ્રાવસ્તીને જબરદસ્ત ગૌરવ આપી જાય છે, બીજી ઘટનાઓની તો વાત જ શું કરવાની ? એક કપિલ બ્રાહ્મણ હતો. તે દાસીના પ્રેમમાં પડીને, ભણવાનું ભૂલ્યો. રાજા સુધી મહામહેનતે પહોંચ્યો, ધન મેળવવા. રાજાએ તેને માંગવા કહ્યું : તે ગૂંચવાયો. કેટલા માંગુ તો ઘર ચાલે તે સમજાયું નહીં. વનમાં બેસીને વિચારતો રહ્યો. વિચારનો છેડો ન આવ્યો. હા, છેડો નથી આવતો એ સમજાયું. સ્વયંબુદ્ધ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ થઈ દીક્ષા લીધી. કેવલી થયા. જંગલમાં વિહરતા ગયા ત્યાં પાંચસો ચોરને ગાઈનાચીને પ્રતિબોધ આપ્યો. એ મહાત્મા શ્રાવસ્તીના હતા. શ્રી સ્કંધકાચાર્ય મૂળ શ્રાવસ્તીના. બહોત ગઈ થોડી રહી, એ કથા આ શ્રાવસ્તીમાં ઘટી. શ્રી કેશીગણધર અને શ્રી ગૌતમસ્વામીજી મહારાજાની હૃદયંગમ મુલાકાત આ શ્રાવસ્તીમાં થઈ હતી. આજે સહેટ-ઉદ્યાનની સામે આપણું નાનું આમ્રવન છે. તેમાં કોષ્ટવનપ્રભુવીરની ચાતુર્માસ ભૂમિની રચના કરવાની આપણા લોકોની ભાવના છે. સરકારી કાયદાને લીધે એ નથી થતું. અલબત્ત આજુબાજુમાં બૌદ્ધમંદિરો અને સંસ્થાનો તો થયાં જ છે. ચૈત્રી અમાસ : મહારાજગંજ ઘણાં બધાં તીર્થોની યાત્રા કર્યા પછી મનમાં થતું કે આ બધાય તીર્થોનું એક સામૂહિક સ્મારક બને તો કેવું ? એ તીરથમાં ભારતનાં દરેક મુખ્ય તીર્થોની પ્રતિકૃતિ હોય. મતલબ એ દરેક તીર્થોનાં જિનાલયોની નાની એવી રચના થઈ હોય. આજે ચૈત્રી અમાસના ગુરુવારે સોમપ્રભાનગર નામક સંકુલમાં ચારોધામ મંદિરમાં ઉતારો મળ્યો છે. હજી આ હિંદુમંદિરની પ્રતિષ્ઠા નથી થઈ, કામ ચાલુ છે. આપણાં જિનાલયોમાં ભમતી હોય છે તેમાં પ્રભુમૂર્તિઓ મૂકીને ચોવીશ જિનાલય કે બાવન જિનાલય બને છે તેમ અહીં ભમતી કરી છે. ગભારા નથી, માત્ર ગોખલા છે. ગોખલામાં શું મૂકશે તે ખબર નથી. ૪૮ ગોખલા છે, બે બે ગોખલાની વચ્ચે ભીંત છે ત્યાં ભીંત પર મૂક્યાં છે, પથ્થરમાં કોતરેલાં તીર્થચિત્રો. કુલ ૪૦ ચિત્રો કોતર્યા છે તેમાં બે ચિત્રો આપણા તીરથનાં છે. દરેક તીરથની ઉપર નામ લખ્યા છે ઃ રામેશ્વરમ્, પુષ્કર, કૈલાસમંદિર, મીનાક્ષીમંદિર, કાશી વિશ્વનાથ, દેવપ્રયાગ. આ ક્રમમાં આપણા બે તીરથનાં નામ છે : જૈન તીર્થ અને રાણકપુર. બહારથી જ જોયું હતું. અંદર જવાનું નહોતું છતાં દૂરથી બે નામ બરોબર વંચાતાં હતાં. ચિત્રપટ પણ દેખાતાં હતાં. અજાણ્યા લોકો અણધારી રીતે આપણો સમાવેશ કરી લે તે નાનીસૂની ઘટના નથી. આ સકલતીર્થમંદિર અસંભવિત નથી. માત્ર આપણાં જ જૈન તીર્થોની પ્રતિકૃતિઓનું સ્થાપનાતીર્થ એટલું સુંદર બની શકે કે ભારતના તમામ ધર્મીઓ જોવા આવે. શાસનપ્રભાવના પણ થાય. સાધુથી આવા સપનાં ન જોવાય. આવા તીર્થો ગૃહસ્થો બનાવે. જોકે, ૧૨૨ આજે તીર્થોદ્ધારનો અને તીર્થસ્થાપનાનો માહોલ છે તેમાં આટલી અમથી પ્રેરણા કોઈ ઝીલી લે તો કામ બની જાય. વૈશાખ સુદ ૧-૨ : ઇન્દ્રપુર શ્રાવસ્તી ભૂલાતું નથી. સહેટ-મહેટના અવશેષો વચ્ચે ચાલતી વખતે અનહદ શાંતિ સાંપડતી હતી. કોઈ સાધકનો સમાહિતભાવ જાણે રેલાતો હતો. મૌન સ્વયંભૂ આવિષ્કાર પામતું હતું. બોલવામાંથી રસ ઊડી ગયો હતો. માત્ર વૃક્ષોનો મર્મરનાદ ગુંજતો હતો. ચાલવાની ગતિ અનાયાસ ધીમી બની ગઈ હતી. ઈંટનો રસ્તો જ્યાં લઈ જાય ત્યાં જવાનું હતું. ઉદ્યાનની સાથે અવશેષો સાચવવામાં આવ્યા હતા. વૃક્ષોમાં કોયલનો વાસ હતો. ઊભા ખંડેરોમાં ઇતિહાસ હતો. ઇતિહાસ આગળ બોલવાનું નથી હોતું. ચિરશાંતિમાં પર્યવસાન એ જ જિંદગીનો આખરી દસ્તાવેજ છે. માણસ ભૂલાઈ જાય છે. અથવા તેનું નામ ભૂંસાઈ જાય છે. યથાવત્ ટકી રહેવાનું આદમીનું ગજું નથી. માણસનું શરીર સ્મશાનમાં અવશેષ થાય છે. ખંડેરોમાં માણસની ઝંખનાના અવશેષ રહી જાય છે. સાપના લીસોટા ભૂંસાઈ જાય છે, માણસના નહીં. નવી કહેવત હોવી જોઈએ. માણસ ગયા ને ખંડેર રહ્યાં. લાલ ઈંટોનાં આ વાસ્તુઓ ચૂપકીદી જાળવીને બધું જીરવી ગયાં છે : સૂત્રધારનું સ્વપ્ન અને મકાનમાલિકની લાગણી, વિદાય લેનારની વેદના અને સદા માટે ચાલી જનારનો આખરી ઝૂરાપો, મુસ્લિમ આક્રમણના હથોડાબંધ જખમ અને સંશોધકોની શોધખોળમાં નીતરતી હૂંફ. એ તૂટી ગયા, દટાઈ ગયા, બહાર આવ્યા ને બગીચાથી છવાયેલાં બન્યાં. એમનો પ્રતિભાવ કોઈ નથી. જિંદગી આવી હોવી જોઈએ. ગમે તે ઘટના બને કે ગમે તે માણસ આવે, મન અલિપ્ત રહેવું જોઈએ. આપોઆપ શાંતિ ઉમટી આવે. વૈશાખ સુદ ચોથ : અયોધ્યા શ્રાવસ્તીથી અયોધ્યા આવ્યા. અયોધ્યા હવે ફરી નહીં અવાય. અયોધ્યામાં શું જોયું ? ઘણા બધા સાધુબાવાઓ, પાન ખાઈને લાલ મોઢેથી ગમે ત્યાં ચરકે, ચહેરા પર નૂર ન મળે. ચલમની કસ લઈને ખાલીપો ટાળવા મથે. પીળાં કે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ૧૨૪ આશ્રમ. બધું રસ્તે ચાલતાં દેખાતું હતું. અંદર જવાની જરૂર હતી નહીં. શ્રાવસ્તીમાં રસ્તા પર શ્રીલંકન બૌદ્ધ સાધુ મળ્યા હતા. તેમને પડદર્શનની વાત કરી તો ઉદારભાવે તત અને કફ થઈ ગયા હતા. મઠ સંભાળવાનું મહાવ્રત હતું એમનું. આજે અયોધ્યા આવતી વખતે રસ્તામાં બે સાઈકલસવાર બાવા મળ્યા. એક વિવેકાનંદી હતા, બીજા નાનકપંથી. મોટા હતા તેમની ઉમર ૮૭ વરસની હતી. એ વાતો કરીને પ્રભાવ પાથરવા માંગતા હતા, તે જોઈને હસવું આવતું હતું. પણ તેમની ઉંમર જોઈને મોઢામોઢે હસવાનું ખાળી રાખ્યું. સફેદઝગ લાંબા વાળ, તાંબા જેવો ચમકદાર ચહેરો અને પ્રચંડ અવાજ હોવા છતાં આંખો એકદમ પીળી પડી ગઈ હતી. અયોધ્યાની બહાર આશ્રમ બાંધીને રહેતા હતા. કહેતા હતા. બાબાજી, અબ આપસે ક્યા છિપાના, અયોધ્યામેં સચ્ચે સાધુ નહીં રહે. સબ ધંધા કર રહે હૈ, અપને કો બડા દિખાનેમેં લગે હુએ હૈ, ભગવાનની ભૂમિ પર ઠગ લોગ કા રાજ હૈ.... ભગવાં કપડાં. લાંબી જટા અથવા ચોટી. તેજસ્વી ચહેરો જવલ્લે દેખાય. બધાય થાકેલા લાગે. રડવાની કે ઝઘડવાની તૈયારીમાં હોય તેવા ભાવ આંખોમાં વંચાય. એક જવાન બાવો દુકાનેથી ખરીદતો હતો તે વસ્તુ હતી : તુલસી ગુટખા. માનસિક બેચેની વિના વ્યસન ક્યાંથી ? ભારતના જુવાનો જ નહીં, સાધુઓ પણ વ્યસની થઈ ગયા છે તે અયોધ્યાએ બતાવ્યું. ભારતની ભૂમિ પર, ભારતીય મંદિર ન બંધાય તે માટે ભારતની સરકારે મોકલી રાખેલા હજારો ભારતીય પુલિસલોગ જોયા, રામજન્મભૂમિની ચારો તરફ. એકાદ તંબૂમાં તો માત્ર રાઈફલ્સ ભરી હતી, બાકીના સેંકડો તંબૂમાં આ સેના રહેતી હતી. તેને કંઈ સેના કહેવી ? વાનરસેના કે પછી.... અને ખરા વાંદરા. લાલ મોઢા ને ટૂંકી પૂંછને લીધે માસૂમ દેખાતા આ ચોપગાઓ બડા પરાક્રમી. છાપરા, છત, બારી ને દરવાજા પર તેમની સવારી ગમે ત્યારે આવી પહોચે. સાવધ ન રહે તે લૂંટાય જ. પોતાના બાપની જગ્યા હોય તેવા રોફથી ઘૂમે. સામા થાય ને ડરાવેય ખરા. ખાવાનું આપો તો તરાપ મારીને ભાગી નીકળે. ગરજની, માંગવાની વાત નહીં. કલ્પવૃક્ષની ભૂમિ પર ભિખારી ભીખ માંગતા હતા. કમળમાં પાણી લાવી પ્રભુઋષભનો ચરણ અભિષેક કરનારા યુગલિકોની વિનાતાનગરીમાં, એક નાનો છોકરો પથ્થર મારીને વાંદરાને ચીડવતો હતો. સાત હજાર હિંદુ મંદિરો ધરાવતી આ નગરીમાં પૂજા અર્ચાની દુકાનો કરતાં, ચા-કોફીની લોરી પર ને હોટેલસ્ટોલ પર વધુ ભીડ હતી. સંસ્કૃત મહાવિદ્યાલયો છે. અમુકમાં તો અવેતન અભ્યાસ કરાવે છે. ખાવાપીવાનું પણ મફતમાં. વાલ્મિકી રામાયણ મંદિર છે, એમાં સંસ્કૃત રામાયણ ભીંતો પર કોતરેલું છે. રામકથાસંગ્રહાલય છે, એમાં તમામ રામસાહિત્ય ઉપલબ્ધ છે. જાનકીમંડપ છે તેમાં સાચા સોનાનું સ્મારક છે. લક્ષ્મણ ગઢ, સરયૂ નદીના કિનારે છે. મંદિરોની શ્રેણિ અને વિશાળ સ્નાન કુંડ છે. તે એક માત્ર સ્વચ્છ દેખાતા હતા. રામજન્મભૂમિ દુનિયામાં ગાજી છે. વિભીષણકુંડ પ્રસિદ્ધ છે, તેનાં તળિયે પાણી નહોતું તેથી વાંદરા મૌજથી ત્યાં બેઠા હતા, ઊંડાણમાં. આશ્રમો અને મઠો, કિસમકિસમનાં નામો હતાં. એક યાદગાર નામ : પ્રતિવાદી ભયંકર Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૬ ૧૫ શ્રી પ્રયાણતીર્થ અને શ્રી કૌશાંબી વૈશાખી પૂનમ : પ્રયાગ આજે પાલીતાણામાં પૂનમની ભીડ હશે. ગરમી સામે ગરદીનું જોર મોટું હશે. મોટા અવાજે જયઘોષ બોલાશે. ભવ્ય આંગી થશે. દબદબાભેર આરતીમંગળ દીવો થશે. પ્રસાળ અને પૂજાની ભીડથી થાકેલા પૂજારીઓ આરતીના ઘંટનાદ સાંભળી તાજામાજા થઈ જશે. ડોલીવાળાઓએ કમાણી કરી જ હશે. ધર્મશાળાઓ અને ભાથાખાતું ભીડથી ઊભરાયાં હશે. આજે પૂનમ છે. વૈશાખી પૂનમ. શ્રી આદિનાથ દાદાની યાત્રાનો મંગલદિવસ, પાલીતાણાના સામે છેડે પ્રયાગતીર્થ છે. અહીં એક પણ યાત્રિક આવ્યો નથી. ગરમીનું જોર જ આગળ છે. પૂજારી એકલે હાથે પૂજા કરી લેવાનો છે. આંગીની વાત નથી. આરતીમંગળદીવો પૂજારીના હાથમાં છે. પૂજારી કોઈ આવે એની રાહ જોઈને થાક્યો છે. ઘંટનાદ એનો એ જ છે, એકવાર રણકાર થયો પછી શાંતિનો સૂર ચિરંજીવ, મહા મહિને, કૃષ્ણ પક્ષે, એકાદશી તિથિએ શ્રી આદિનાથ પ્રભુએ અહીં ઘાતી કર્મોનો ક્ષય કર્યો હતો. પ્રભુને કેવળજ્ઞાન લાધ્યું હતું, પ્રભુ ભગવાન બન્યા હતા. વર્તમાન અવસર્પિણીનું પ્રથમ સમવસરણ મંડાયું હતું. આ ભૂમિ પરતે સમયે અગણિત માનવો ઉમટ્યા હતા. આજે એક પણ યાત્રિક નથી. દર વરસે હજારો વર્ષીતપ થાય છે. એ તપસ્વીઓ અહીં આવે જ, એવું નક્કી નથી હોતું. (અયોધ્યામાં યાત્રિકો ઓછા આવે છે, અહીં તો સાવ ઓછા.) નવાણું કરનાર સેંકડો યાત્રિકો હોય છે. અહીં કેટલા આવે છે તે પૂછવાનો અર્થ નથી. જવાબ હતાશાજનક આવવાનો છે તે નક્કી છે. દેરાસર સુંદર છે. વ્યવસ્થા ઉત્તમ છે. અરે, આવવા જવાની સગવડ પણ બધી જ છે. આવવું હોય તો જ અવાય. હા, તો જ અવાય. અષ્ટાપદની યાત્રા નથી થતી તેનો રંજ છાશવારે વ્યક્ત થતો હોય છે. પ્રયાગ તીર્થની સ્પર્શના નથી કરી તેની વેદના લગભગ કોઈને નથી. ચોવીશ તીર્થકરની પરમપવિત્ર પરંપરાના પ્રથમ પરમપુરુષ શ્રી ઋષભદેવ ભગવાનની કૈવલ્યભૂમિની યાત્રા ન કરી હોય ‘તેનો એળે ગયો અવતાર' એવો ઉપદેશ હવે દરેક ગુરુભગવંતોએ (કડક ભાષામાં) આપવો જોઈશે. વૈશાખ વદ એકમ : પ્રયાગ ગંગાયમુનાનો સંગ થાય છે ત્યાં એક કિલ્લો છે. તેમાં એક પ્રાચીન વટવૃક્ષ છે. કહેવાય છે કે શ્રી આદિનાથ ભગવાનને કેવળજ્ઞાન ત્યાં થયું હતું. આખો કિલ્લો લશ્કરના તાબામાં હોવાથી એ ભૂમિ પર તીર્થ બને તેવી સંભાવના નથી. આમેય એક દેરાસર છે ત્યાંય કોઈ ન આવતું હોય તો બીજાં દેરાસરની કલ્પના પણ કેવી રીતે થાય ? ગામમાં આપણાં પાંચ-છ ઘરો છે. દિગંબરોનાં ત્રણસોથી વધુ ઘર છે. તેમનાં ચાર મોટા મંદિર અને એટલા જ ઘરદેરાસર છે. એ લોકોની કલ્યાણ કતીર્થો પર પક્કડ રાખવાની નીતિએ અહીં સફળતા મેળવી છે. એમ તો આપણા યાત્રિકો નિયમિત રીતે સારી સંખ્યામાં આવતા રહે તો આપણાં જિનાલયોનો પ્રભાવ અદભુત છે તે ફેલાય જ. સવાલ આવવાનો છે. ભગવાન કોઈને બોલાવવા બેઠા નથી. ભગવાનની ભુવનમોહન મૂરતનાં એક વાર દર્શન કર્યા પછી ફરી વખત આવવાનો સંકલ્પ તો આપોઆપ થવાનો છે. ઈલાહાબાદના દેવાધિદેવનાં આંગણે હજારોની ભીડ થાય તેવું સપનું છે. સાકાર થશે ? વૈશાખ વદ ત્રીજ : પ્રયાગ દૂરથી જોઈએ તો જ ખ્યાલ આવે. ગંગાનાં પાણી પશ્ચિમ તરફ ધસી જઈને જમનાની મધ્યધારાને ભીસે છે. જમના નદી કિનારાને અડીને પૂર્વ તરફ વહેતી રહી ગંગાનાં પાણીને રીતસર પાછા કાઢે છે. જમનામાં ધસી જતી ગંગા અને ગંગા પર છવાઈ જતી જમનાના બે પ્રવાહ અડોઅડ વહે છે. જમનામાં ગંગા ગઈ તેનો ઉજળો વાન અને ગંગામાં જમના પ્રવેશી તેનો ઘેરો વાન એક સાથે જુદા રહેલા દેખાય છે. ધૂળિયા મેદાનમાં બે રંગની રંગોળી પાથરી હોય તેમ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૧૨૭ સંગમનાં સ્થળે ગંગા-જમનાના રંગ સ્વતંત્ર વહે છે. જીત થાય છે તોફાની ગંગાની. ગંભીર જમના ગંગાશરણ થઈ જાય છે. રૂપાળા અને બોલકા માણસો ફાવી જાય છે. સાદા અને શાંત માણસો પાછળ રહી જાય છે, આ નિયમનો ભોગ જમના બની છે. સરસ્વતી નદીએ જમનાની હાલત જોઈ બોધપાઠ લીધો હશે એટલે એ પહેલેથી દેખાતી નથી. ગંગા તારે છે તેમ ભલે કહેવાતું. એણે સરસ્વતી અને જમનાને ડૂબાડી છે તે નજરે દેખાય છે. દિગ્વિજય મહાકાવ્યમાં ત્રિવેણી સંગમનું વિસ્તૃત વર્ણન છે. વૈશાખ વદ ૮: કૌશાંબી બમરૌલીમાં રાતે એક વાગેય ઉકળાટ હતો. પસીનાના રેલાએ કાનમાં ઘૂસીને ઊંઘ ભગાડી. આખા શરીર પર મચ્છરની જેમ બુંદ બેઠાં હતાં. હવા તો ચત્તોપાટ પડી ચૂકી હતી. ગરમાટો જમીનમાંથી નીકળે છે કે આભમાંથી નીતરે છે તે સમજાતું નહોતું. સ્કૂલની ઓસરીના છેવાડે ગામ આખાનો કચરો પથરાયો હતો. તેની ગંધ સતત સળવળતી હતી. ગામડાની સ્કૂલમાં સૂવાનું હોય અને પસીનો વળતો હોય એટલે ધૂળ તો ગમે ત્યાંથી વળગે. સૂરજના તડકા અંધારપછેડી ઓઢી ફરવા નીકળ્યા હોય તેવો ધખારો હતો. પાતળી મચ્છરદાનીની ભીતરમાં ભભૂકતા ઘોર પ્રલયકાળથી ભાગી છૂટવાનું મન થતું હતું. જવાનું ક્યાં ? ગરમીની સરમુખત્યારશાહી સામે સાવ વિવશ હતા. આકાશમાં ચાંદો તાલ જોતો હતો. વાદળાં આવ્યાં. તેમણે શીતલતા વરસાવી શકનારા ચાંદાને સકંજામાં લીધો. જો કે, ચાંદાના માથે સવાર થઈનેય તે વાદળાં ઉજળાં થયાં. એકાએક વાદળામાંથી તારો કૂદ્યો અને ખરી પડ્યો, કપાળ પરથી પરસેવાનું ટીપું સરી જાય તેવી જ રીતે. ચંદ્રની બેહાલ અવસ્થા જોવાની લાચારી વેઠવાને બદલે આત્મહત્યા કરી બેસનાર એ સેવકને ધન્યવાદ આપ્યા. એ વૈશાખ વદ પાંચમની રાત હતી. આજે વૈશાખ વદ આઠમની ધગધગતી બપોરે લખી રહ્યો છું. આજે કૌશાંબીના તીર્થનાયક શ્રી પદ્મપ્રભસ્વામીના દરબારમાં પ્રવેશ કર્યો ત્યારે ગરમી જોરમાં હતી, રંગમંડપની ફરસનો આરસ ધીખતો હતો. દેરાસરમાં હજી તડકો પહોંચ્યો જ ન હતો. છતાં આખું જિનાલય ઉષ્ણતામાનની ટોચ પર હતું. ભગવાન નિજાનંદમાં લયલીન હતા. ચાર દિવસની વિહારયાત્રામાં દિવસરાત આકરી ગરમી વેઠી હતી. ચાર મહિનાના વિહાર કરતાં આ ચાર દિવસના વિહાર વધુ ભારે નીવડ્યા હતા. પણ પ્રભુ મળ્યા તો બધું ભૂલી જવાયું. દૂર રસ્તેથી પ્રભુની ધજા ફરકતી જોઈ ત્યારે જ આંખો પર આનંદનો ભાવ પથરાયો હતો. ઊંચા વૃક્ષોની વચ્ચે પ્રભુની ધ્વજા , વાદળાઓની વચ્ચે વીજની જેમ દીપતી હતી. પગમાં જોમ આવ્યું. લાંબુ ચાલવાનું થયેલું તેનો શ્રમ ભૂલાઈ ગયો. વૈશાખ વદ દશમ : કૌશાંબી રાજા શતાનીકની નગરી કૌશાંબી. મહારાણી મૃગાવતીને પામવાના લોભમાં ચંડ પ્રદ્યોત ઉજજૈનથી ચડાઈ લઈ આવ્યો. ભયભીત રાજા શતાનીક અતિસારની બીમારીમાં મૃત્યુ પામ્યો. રાણી મૃગાવતીએ પ્રદ્યોતને ચાલાકીથી બહાર રોક્યો. પ્રદ્યોત દ્વારા જ કૌશાંબીનો મજબૂત ગઢ ચણાવ્યો. પ્રદ્યોતને મૂર્ખામીનું ભાન થયું ત્યારે કૌશાંબી સલામત બની ચૂકી હતી. શતાનીકનો પુત્ર ઉદયન. થોડા સમય પછી પ્રદ્યોતે તેનું અપહરણ કર્યું. ઉદયન રાજા તો ગજબનો માથાભારે. એ પ્રદ્યોતની દીકરી વાસવદત્તાને લઈને ભાગ્યો. રાજા પ્રદ્યોતે જીવંત સ્વામીની મૂર્તિ અને દેવદત્તાની દાસીનું અપહરણ કર્યું. રાજા ઉદયને છેક ઉર્જન જઈને કપટી પ્રદ્યોતને જીવતો બાંધી લીધો. એના કપાળે ‘દાસીપતિ’ લખાવ્યું. એ ઉદયનની આ નગરી. વસુદેશ તરીકે પણ આ પ્રદેશ ઓળખાતો. ઉદયન વત્સરાજ તરીકે ઓળખાતા ઉદયનની માતાએ કૂટનીતિથી બંધાવી લીધેલો કિલ્લો હજી હયાત છે. યમુનાના કિનારે એનો ટીંબો પડ્યો છે. તૂટેલી ઈંટો, શિલાખંડોની ભીંતો, ભૂતિયા ખાડા, મડદા જેવો બુરજ, જુગજૂની માટી. ખેતરોમાં તો વરસાદી મોસમ હોય ત્યારે ઘણું જડે છે. સોનામહોર, ચરૂ, પંચધાતુની મૂર્તિ, સિક્કા, રત્નો. કોઈ કોઈ સિક્કાઓ પર વાછરડાની છાપ હોય છે તે વત્સરાજના મનાય છે. આજ સુધી ઘણું નીકળ્યું છે. ગામના માણસોના હાથમાં જાય તે વેચાઈ જાય છે. પોલીસથાણામાં પહોંચે તે દબાઈ જાય છે. જમીનથી થોડેક નીચે ખોદીએ તો ઈંટોની ભીંતો નીકળી આવે છે. આખા વિસ્તારમાં નાની ટેકરીઓ ઘણી છે. નાલંદાની જેમ ખોદકામ થાય તો આખી નગરી નીકળી આવે, કદાચ. પ્રભુવીરના પાંચ મહિનાને પચીસ દિવસના ઉપવાસનું પારણું કરાવનારી ચંદનબાળાને ખરીદાતી જોનારી નગરી, ચંદ્ર અને સૂર્યનું એકી સાથે અવતરણ થયું તેનાં અજવાળે રંગાનારી નગરી, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૧૨૯ સ્વર્ગીય વૈભવથી લથબથ રહેનારી નગરી. પુરાણા ખંડેરો વચ્ચે એકાદ શિલ્પબદ્ધ મંદિર જડી આવે તેમ આખો અતીતગહન અધ્યાય ઊઘડી આવશે, તે વખતે. રાજગૃહીની સમકાલીન અને પાટલીપુત્રની પૂર્વકાલીન નગરી કૌશાંબીનું ઉત્નનન થશે ત્યારે સૌથી વધુ અવશેષો જિનધર્મના મળશે તે નક્કી વાત છે. અને તેમ છતાં એ અવશેષો, અઢી હજાર વરસ જૂના હોવા છતાં, બહુ પુરાણા નથી લાગવાના, કેમ કે કૌશાંબી તો છેક શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનના સમયની નગરી છે. પ્રભુનાં ચાર કલ્યાણક અહીં ઉજવાયાં હતાં. પ્રભુનો લોકોત્તર મહાપ્રભાવ આ નગરીમાં કમળની જેમ જ મઘમઘતો રહ્યો હતો. એ સમયના અવશેષો મળવાના નથી. એ ખોટ રહેવાની જ. મહાકાળે રાજા-મહારાજાઓ જ નહીં, તીર્થકરોનાં સ્થાનોને ભીંસમાં લીધા છે. પ્રભુના પ્રભાવે ધરતી સાથે પ્રભુનાં નામ જોડાયેલાં છે. સ્મૃતિચિન કોઈ જ નથી. વિવિધતીર્થકલ્પ કહે છે કે અહીંનાં જિનાલયમાં રોજ એક સિંહ ભક્તિ કરવા આવતો. કોઈને ઉપદ્રવ કરતો નહોતો. દર્શનવંદન કરીને ચાલી જાય. એ પ્રાસાદના અવશેષો મળે તોય બસ છે. શ્રી ચંદનબાળાની પારણું કરાવતી મૂર્તિ હતી, અહીં. એક બાકુલાઉઘાન હતું. અડદનું ઉદ્યાન. પ્રભુનાં પારણાની સ્મૃતિરૂપે બીજું ઘણું હશે. આજે કેવળ ખેતરો છે. એમના ગર્ભમાં બધું ધરબાયેલું છે. પ્રતીક્ષા છે, ઉદ્ધારકની, આપણે ન જાગ્યા તો બૌદ્ધો આવી રહ્યા છે. એમનું મંદિર બંધાયું નથી. જમીન ખરીદાઈ ગઈ છે. એકવાર એમણે પ્રવેશ કર્યો પછી સરકાર બધું એમને ધરી દેશે, રાજગૃહીની જેમ. વૈશાખ વદ બારસ : કૌશાંબી એ જોવાનું બાકી હશે, તે આજે પૂરું થયું. સામાન્ય રીતે દરેક તીર્થોમાં શ્વેતાંબર ને દિગંબરની ધર્મશાળા અલગ હોય છે. દિગંબર સાધુઓ એમની ધર્મશાળામાં જાય. આપણે આપણી ધર્મશાળામાં. આજે એ નિયમ તૂટ્યો. દિગંબર બાપજી આવી રહ્યા હતા, આપણી ધર્મશાળામાં. એમની ગાડી આગળ આવી ગઈ હતી. ગાડી ડાઈવરે એની બબ્બે ધર્મપત્ની બાપજીની રસોઈ માટે સાથે રાખી હતી. સામાન રસોડાનો જ ઘણો હતો. બાપજીના ઓરડે માત્ર ચટાઈ ગઈ. બાપજી આવ્યા. બે હતા, ખુલ્લામાં જમીન પર બેસી ગયા. કમંડળમાં પાણી મંગાવ્યું, પગ ધોવા માંડ્યા. એમના દેહ પર તડકો ચમકતો હતો. ઘસીસીને ચરણકમળ નહીં પણ સંપૂર્ણ પગકમળ સ્વચ્છ કર્યા. ઊભા થયા. આપણા શ્વેતાંબર લોકોના રસોડે એક બાપજી આવ્યા. વૃદ્ધ હતા. પૂછ્યું : ક્યા સબજી રખ્ખા હૈ ? માણસોએ બધી શાકભાજી બતાવી. બોલ્યા બાપજી : એક થાલી ભર કે દે દો. માણસો પૂછે : કૌન સા. બાપજી ઓચર્યા : વો હમ નહીં બતા સકતે. શાકભાજી માંગતા હતા, જ્યાં શાકભાજી તે પૂછી શકતા હતા ને નામ પાડવાની ના. એક થાળી ભરીને ભીંડા આપ્યા. બાપજી એ ભડાથાળી હાથમાં લઈ પોતાના રસોડે ગયા. ત્યાં આજ્ઞા ફરમાવી. ‘ઈસી કા શાક બના લો.’ થાળીમાં લીંબુ, મરચાં પણ ગયેલાં. કપડાને ન અડનારા જીવંત વનસ્પતિને થાળીમાં ભરીને લઈ ગયા. આ જ હતો જિનકલ્પનો વારસો. બીજી પ્રતિભા જવાન હતી. એ મળવા આવ્યા. ધર્મશાળાની ઓસરીમાં બેસી પડ્યા સામોસામ. એવા ચક્કર આવે એમને જોઈને ? એમના હાથમાં નેપકિન હતો. પસીનો લૂછવા. ગરમી બહુ હતી. પરિગ્રહ ન રખાય, નેપકિન પહેરવાનો થોડો હતો? અમસ્તો કામ આવે એટલે રાખ્યો હતો. એમનો ડ્રાઈવર પોલિથિન બેગ આપી ગયો. એમાં ચણાનો લોટ હતો. પગ ધોવા. ગોચરીનો વખત થયો. એક શ્રાવક માથે કલશ, શ્રીફળ લઈને ઊભો રહ્યો. પધારો, એવું કાંઈક બોલવા માંડ્યો. એક બાપજી આવ્યા, જમણા ખભે હાથ મૂકીને. એમની ભિક્ષાચર્યા જે સ્થળે નિયત થાય તે સ્થાને ચોકો મંડાયો તેવું કહેવાય છે. બાપજી ચોકે આવ્યા. પાટલો તૈયાર હતો. બેઠા, કમંડળનાં પાણીથી પગ ધોવા માંડ્યા. હાથ પણ કસીને ધોયા. ઊભા થઈ અંજલિ વાળી. એ ખોબામાં જ આહારદાન કરવાનું હતું. પાંચ કે છ જણા પીરસતા હતા. સૌની સમક્ષ ઊભા રહીને બાપજી વાપરતા હતા. અંજલિ ન તૂટે તે માટે ટચલી આંગળીની ગાંઠ વાળી હતી. ત્રણ આંગળી અને અંગૂઠા છૂટાં હતાં. તેનાથી રોટલી, શાક, દાળ, ભાત બધું ભેળું થતું હતું. જમીન પર ઢોળાતું, શરીર પર વેરાતું. આ જિનકલ્પનો બીજો વારસો હતો. વાપરી રહ્યા પછી બેસી પડ્યા. કોગળા કર્યા. હાથ ધોયા. પાટલેથી ઊતર્યા. સૌએ જય બોલાવી. વાપરતા પહેલા ને પછી મોટા વાસણમાં હાથપગ ધોયેલાં તે પાણી છલકાયું હતું, રેલો દૂર સુધી નીકળેલો. કમંડળ વારંવાર ભરાતાં ને ઢોળાતાં. પાણી ઉકાળેલું હતું નહીં. કૂવાનું, ગાળી લીધેલું પાણી હતું. આપણા સાધુઓ પાણી ઉપયોગમાં લે છે. પરંતુ પાણીનો બેફામ ઉપયોગ નથી હોતો. માપમાં પાણી લાવવાનું અને વાપરવાનું પહેલેથી શીખવવામાં આવે છે. કારણ વગર પાણી ઢોળાય તો ઠપકો મળે છે, ચૂનાનું પાણી પણ વધારે થઈ જાય તો હિતશિક્ષાનો પ્રસાદ સાંપડે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧૩૨ હવે ઉઘાડા પગે જમીનના ઊના લેપ માણવાના છે. જોકે, ગરમગરમ જમીન પર ચાલ્યા છીએ ઘણી વાર. આ દઝાડો સાવ જુદો છે. છઠ્ઠા આરાનો કાળખંડ જાણે બે-પાંચ દિવસ માટે આગળ ઊડી આવ્યો છે. ફરિયાદ કરવાથી તકલીફો મટતી નથી. તકલીફો વેઠવી હોય તો ફરિયાદો કરવાનું શોભતુંય નથી. વેઠવાનું છોડવું કાં તો ફરિયાદ છોડવી. વેઠવાનું તો નથી છોડવું. તો હવે ? ફરિયાદો છોડી દો. ચૂપચાપ સહન કરો. શું સમજયા ? પાણીની રેલમછેલ ચલાવી લેવાતી નથી. મોટી આલોચના આવે છે. આ સાધુઓ છૂટથી પાણી વાપરતા હતા. આખા શરીરે પાણી ચોપડતા હતા. શરીર પવિત્ર રાખવાનો સિદ્ધાંત તેમનામાં મોટો છે તેથી પગથી માથા સુધી સાફસૂફી ચાલતી રહેતી હતી. આપણે ઉકાળેલું પાણી વાપરીએ, તે વહોરીને લાવીએ એટલે ઓછા પાણીએ ચલાવવાનો સંસ્કાર જળવાય છે. આવા તો ઘણા નિયમો સરખાવી શકાતા હતા. ગૃહસ્થો આવેલા. મોટા બાપજી પૂછતા હતા. હમારે લિયે ચંદા ઈકટ્ટા કિયા થા વો ભેજ દો. નહીં તો આપ હી રખ લાગે. હમારા પૈસા આપકે હાથમેં રહે વો ઠીક નહીં હૈ. શરીર પર કપડા સુદ્ધાં ન રાકનારા બાપજી પૈસાને ‘હમારા' કહેતા હતા. વિહારના ખર્ચાનું એડજસ્ટમેન્ટ તૂટે નહીં તેની ફિકર હતી. મેં તો મોઢામોઢ સંભળાવી દીધું એમને : સાધુ હો કે પૈસે કી ફિકર કરતે હો. પૈસે સે આપકો ક્યા લેના દેના. બિચારા બઘવાઈ ગયેલા. વિહાર કરતા હતા ત્યારે એમને ઈન્ટેલર (નાક સૂંઘવાનું) આપ્યું તો રાજી થઈને લઈ લીધું. નિષ્પરિગ્રહમાં થોડો ઉમેરો થયો. જિનકલ્પનો ત્રીજો વારસો. પ્રભાવિત કરે તેવું જ્ઞાન, વિદ્વત્તા કે સ્વભાવ ન મળે. નાના બાપજી તો વટથી કહેતા હતા કે “હમ તો સિર્ફ હિંદી જાનતે હૈ. સંસ્કૃત હમકો જમતા નહીં, હિંદી સે ચલતા ભી તો હૈ.' બધા દિગંબર સાધુ આટલા અબુધ નહીં હોય. વૈશાખ વદ ચૌદશ : કૌશાંબી દેવાધિદેવ પદ્મપ્રભ સ્વામી ભગવાનની તીર્થયાત્રા થઈ તે સાથે જ અમારા વિહારનો ક્રમભંગ થયો. નવતરાનો અસહ્ય ઉકળાટ વધી પડ્યો. માટલામાં ભરેલાં પાણી ગરમ થઈ જતાં હતાં. પસીનાના રેલા જમીન સુધી પહોચ્યા હતા. આકાશનો ભઠ્ઠો ધગધગતો હતો. મોસમ એવી વિચિત્ર હતી કે સૂર્યાસ્ત પછી જ ગરમી વધી જાય. હવા ગાયબ થાય. ધરતીનાં પડમાંથી ધુમાડા નીસરે. ભીંતોમાં અંગારા ભર્યા હોય તેવું લાગે. વૃક્ષો ટૂંઠાની જેમ ઊભેઊભા સુકાય. રાતે દોઢ બે વાગે તે પછી હવા નીકળે. ગરમી ઘણી જોઈ છે. આવો તપારો કદી વેક્યો નથી. આજે સાંજે વિહાર છે. તાપ ઉકળતા સીસા જેવો છે. ચાલવાની તપસ્યા શું હોઈ શકે તે હવે સમજાશે. આજ સુધી મસ્તી કરતા રહ્યા. જેઠ સુદ ૩: કસહાઈ હવે આગળના મુકામની ફિકર નથી રાખી. સીધા નીકળી પડીએ છીએ. આગળ તપાસ કરાવતા નથી, પહેલેથી ખબર મોકલાવતા નથી. ગામ હોય ત્યાં જગ્યા તો હોય જ. આ સમીકરણ સાચે જ કામ લાગે છે. ક્યારેક વધારે ચાલવું પડે, ક્યારેક ધાર્યા સ્થાને જગ્યા મળી જાય. અગવડ નથી રહેતી. ગઈકાલે સાંજે ગનીવાફાર્મ પહોંચ્યા. સવારે જમના નદી પાર કરી હતી. ટ્રેક્ટરના આવવા સાથે જ ધણધણી ઉઠતા કાચા સેતુ પરથી જમનાનાં ઊંડા નીર વહેતાં જોયાં હતાં. સૂરજનો તડકો અટકી પડે તેવી ઉત્તુંગ ભેખડોની વચ્ચેથી નીકળ્યા હતા. બપોર સુધી સ્કૂલમાં રોકાઈ સાંજે ત્યાં આવ્યા હતા. ત્યાંથી ના આવી. સામે નાનું સરખું મકાન હતું. એક વયોવૃદ્ધ બાવાજી બેટા હતા. હનુમાન મંદિર અને પાનનો ગલ્લો એક સાથે ચાલતા હતા. મકાનમાલિક અમને જો ઈને પાગલ થઈ ગયો. આગતાસ્વાગતામાં એ મચી પડ્યો. અમારી તહેનાતમાં માણસોની ફોજ ખડી કરી દીધી. ગરમ પાણી લઈ આવ્યો. કહે : ચરણામૃત લેના હૈ, લાખ ના પાડી છતાં, થાળીમાં પગ મૂકાવી. જબરદસ્તીથી પગ ધોયા. પાણી માથે ચડાવ્યું. આહારપાણી લેવાનો ભાવભર્યો આગ્રહ કર્યો. ના પાડી તો કહે : “હમ આભીર હૈ, બોલના નહીં જાનતે. કૈસે સ્વીકાર હોગા ?રાતે ન ખાવાનું વ્રત એને ગળે ના ઊતરે. મહામહેનતે સમજાવ્યું તો બોલ્યો : ‘અચ્છા તો દૂધ લીજીયે, કુછ ફલાહાર લે લો.’ બધી જ ના સાંભળ્યા પછી એ હતપ્રભ થઈ ગયો. મોડી રાત સુધી પગ દબાવતો રહ્યો. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ૧૩૪ લોકો સાધુને ભગવાન માનીને પૂજે છે. ખુલ્લા દિલે જીવનની બધી વાતો કરે છે. માર્ગદર્શન માંગે છે અને કિરપા કરવા કહે છે. સાધુ સાવધ ન રહે તો ગયા કામથી. એને લાગશે કે પોતે મહાનુ થઈ ગયો, બીજા કરતાં ઊંચે સ્થાને બિરાજીત થયો.” સાધનાની બેદરકારી અને પાખંડની રમત આમાંથી શરૂ થાય છે. ઘણા બધા આદરસત્કારને લીધે એ પોતાને ઈશ્વરનો અવતાર માનવા લલચાઈ પડે છે. પોતે માનવ-મર્યાદામાં બંધાયેલો છે એ સત્ય ભુલાઈ જાય છે. દોષ કોને દેવો તે સમજવું મુશ્કેલ છે. ઝૂકી પડનારા ભોળા ભક્તો સાધુને પતિત કરવા નથી ઇચ્છતા. સાધુએ જાગૃત રહેવું જોઈએ. આપણા સાધુભગવંતો નિર્લેપ રહે છે, રહી શકે છે કેમ કે તેઓ સતત પરીક્ષાનો સામનો કરે છે. ગુરુદ્વારા પરીક્ષા લેવાય છે એટલું જ નહીં, ભક્તો દ્વારા પણ પરીક્ષા લેવાતી રહે છે. ભૂલ થાય તો માત્ર ગુરુ જ નહીં, શ્રાવકો પણ સાધુની ખબર લે છે. ભૂલ ન થાય તોય ગુરુ અને શ્રાવકોની નજર બરોબર ઘૂમતી હોય છે. હિંદુ સાધુઓમાં આવી શિસ્ત નથી. ગમે તે માણસ સાધુ બની જાય છે. ગમે ત્યાં પહોંચી જાય છે. મંદિર ઊભા કરીને પગદંડો જમાવી લે છે. ભોળા ભક્તો પર દયા કરવાની કળામાં એ લોકો સિદ્ધહસ્ત બની ગયા હોય છે એટલે જિંદગી નીકળી જાય છે. સાચી સાધુતા દૂરની દૂર રહે છે. ખેર. આજે સવારે તે મકાનમાલિક સાડા ત્રણ વાગે આવી પહોંચ્યો. અમને વળાવવા. લગભગ નવ વાગતા સુધી સાથે રહ્યો. એનાં ઘરની ગાડી આવી. એમાં તાજું ઘી મંગાવેલું તેણે. કહે : સ્વીકાર કરના હી હોગા. ઉત્તરપ્રદેશનો આ આખરી અનુભવ હતો. યેષ્ઠ પૂર્ણિમા : ઝિંઝરી પાવાપુરીમાં મહામહિને પ્રતિષ્ઠા હતી. બિહારમાં ચૂંટણીઓ જાહેર થઈ તેને લીધે પ્રતિષ્ઠાનું મુહૂર્ત બદલાયું. સરવાળે અમારો એક મહિનો એમ જ વીત્યો. એ ત્રીસ દિવસનો ઘાટો આજે, જેઠ મહિનાની પૂનમે બરોબર નડે છે. ચોમાસા આડે મહિનો બાકી રહ્યો છે ને હજી ૩૫૦ કિ. મી. ચાલવાનું બાકી છે. વાદળાઓ હવે ગમે ત્યારે પાણી ઝીંકી દે છે. રસ્તા પર ભાગતાં વાહનો ગંદુ પાણી ઉડાડતાં જાય છે. સફેદ કપડાંના બાર વાગી જાય છે. ઠીક છે, વિહાર લાંબા ખેંચીશું તો દસ-બાર દિવસમાં પહોંચી જવાશે. તકલીફની વાત બીજી છે. છેક ચાર-પાંચ મહિના પછી હવે આપણાં ઘરોવાળા ગામ આવે છે. આ લોકો ખરા દિલથી સાધુને ઝંખે છે, ભક્તિ હોય છે, શ્રદ્ધા હોય છે, સાધુઓનો યોગ નથી મળતો તેની વેદના હોય છે. વરસે એકાદ-બે વખત સાધુ પધારે. ઊભા પગે રોકાય. સવારે આવ્યા હોય ને સાંજે તો નીકળી જાય. થોડા દિવસની સ્થિરતા મળતી નથી. એમની તરસ અણબૂઝેલી રહે છે. એમને પ્રશ્નો પૂછવા હોય છે, જાણવું હોય છે, પોતાને શું ખબર નથી એની જાણકારી મેળવવી હોય છે. ધર્મની મૂળભૂત બાબતોથી એ સૌ અજ્ઞાત હોય છે. માત્ર સાધુ જ આપી શકે તેવું પાયાનું સિંચન એમને નથી મળ્યું. યુવાપેઢી વિમુખ છે અને બાળકો નીરસ રહે છે. આરાધક વર્ગ તો એકદમ ઓછો. પર્યુષણના આઠ દિવસ સિવાય ધર્મનો નાતો વિશેષ જળવાતો નથી. એ લોકોના આદર-સત્કાર જોઈને વધુ રોકાવાનું મન થાય છે. માનપાનનો સવાલ નથી. એમની ભાવનાને ધર્મબોધનો રંગ મળે, એમની નાની મોટી ભૂલો ટળે, એમની આસ્થા કટ્ટર બને અને વરસભર એ સૌ ધર્મના સંબંધમાં રહે એવું ભાથું બંધાવી આપવાની ઇચ્છા થાય છે. પરંતુ લાચારી પારાવાર છે. મોટાં શહેરોમાં મહાત્માઓ હોય છે તો લોકો કામધંધામાં પડ્યા રહીને પૂરતો લાભ નથી લેતા. આ લોકો મહાત્માઓ પાછળ મરી ફીટવા તૈયાર છે તો અમને આગળ જવાની ઉતાવળ છે. એક તો માંડ સાધુ આવે, બીજું આવતા પહેલાં જ જવાની વાત હોય. પામવાની પાત્રતાવાળાને આમાં ભારે અન્યાય થઈ જાય છે. નવકલ્પી વિહારો મજાના હતા. ક્ષેત્ર યોગ્ય લાગે તો રોકાઈ જવાનું. આજે રોકાવાનું નથી હોતું. આગળ પહોંચવાનું હોય છે. જય બોલાઈ ગઈ હોય છે. મધ્યપ્રદેશનો આ ઈલાકો દિગંબરોનો ગઢ ગણાય છે. દરેક ગામમાં એમનાં ઘર હોય જ. મોટાં સ્થાનોમાં તો ત્રણસો ચારસો ઘર અચૂક હોવાના. એકથી વધુ મંદિરો બંધાવ્યા હોય. એમના મહાત્માઓને લાવે, આર્થિકાઓને લાવે. ચોમાસા થાય, મોટા કાર્યક્રમો ગોઠવાય ને પ્રવચનો ચાલે. આપણા ભલાભોળા ભક્તો તેમાં ભળે. આપણા હોવા છતાં એ, આપણા સાધુઓને, આપણા ભગવાનને પ્રશ્નની નજરે જોવા માંડે. આ નુકશાનીના વિચારમાત્રથી અંતરમાં ઊભી તડ પડે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ આકાશમાં ઊડવા માંડેલા આજના તથાકથિત સાધુઓને આવાં નાનાં ગામો યાદ નથી આવતાં. એમને વિદેશ જવું છે, ભારતનાં ગામડાઓમાં નથી આવવું. સફેદ પ્રજાની સામે અંગ્રેજી ગાંગરવું છે, આપણા ભક્તજનોને સાદી ભાષામાં સમજાવવું નથી. વિમાનોમાં ઊડવું છે, ગામડાં ગામની હાડમારી વેઠવી નથી. એરકંડિશન્ડ ગાડીઓમાં ઘૂમવું છે, સાદા રહેઠાણોમાં રહેવું નથી. વિદેશમાં ધર્મનો પ્રચાર થાય તેના ગીતડાં ગાવાં છે, ભારતની ભૂમિ પરથી ધર્મ ઉખડી રહ્યો છે તેને યાદ સુદ્ધાં કરવો નથી. એમને હજારો માઈલ દૂર રહેલા દેશની ફિકર થઈ. થોડાક સો માઈલ દૂર રહેલા ભારતના પ્રદેશોની પરવા કરવાનું ના સૂઝ્યું. ધર્મ-પ્રચારના નામે દંભ ચાલે છે, પૂરવાર થઈ રહ્યું છે. એમને ધર્મ જ પ્રચારવો હોત તો ગાડીમાં બેસીને ગામડામાં ફરતા હોત તોય એ સારી રીતે ધાર્યું કરી શકત. (ગાડીમાં બેસે તેને ટેકો નથી. તેમના બહાનાને, ધર્મપ્રચારનાં બહાનાંને સ્પષ્ટ કરવું છે માત્ર.) ગામડામાંય શ્રીમંતો મળી આવે છે, એવા શોખ હોય તો. સાધુબાપાને જ વિદેશ-વા ઊપડ્યો હોય ત્યાં થાય શું ? સારું છે આવા સાધુ ગામડાઓમાં નથી ફરતા તે. નહીં તો એવા બગાડી મૂકશે આ લોકોને કે સાચા સાધુ હેરાન થઈ જશે. વિદેશમાં ચાલ્યું છે. ત્યાં જનારા પોતાને સાચા સાધુ ગણાવે છે. ભારતના સાધુઓ જૂનવાણી અને અવહેવારુ છે એવી વાતો ફેલાવે છે. પોતાને ક્રાંતિકારી માનનારા એ બાવાઓ ધર્મથી દૂર ગયા તે એમનાં પાપે. ગામડાનાં આ સજ્જનો ધર્મથી દૂર રહ્યા છે તે કોનાં પાપે ? શહેરી સંસ્કૃતિનાં પાપે. ગામડામાંથી ઘરો કમ થવા માંડ્યાં, સાધુઓ તેથી રોકાતા નથી. ઘરો ઘણાં હોત તો સાધુને રોકાવું જ પડત. છતાં એક સંતોષ છે. વિદેશના અજ્ઞાની લોકો ગમે તેવાને સાધુ તરીકે ચાલી જવા દે છે. ભારતનાં ગામો ગડબડ ગોટાળા કરનારાને ઊભા રહેવા નથી દેતા. અજ્ઞાન હોવા છતાં થોડું તો આચરણ એ સમજતા હોય છે. જોકે, ભૂલાવામાં તો આ લોકોય હોય છે અને એ ટાળવા તો રોકાવું હતું, ગામેગામ. થાય શું ? દિવસો છે નહીં, વરસાદ માથે છે, રસ્તો લાંબો છે. જેઠ વદ ૨ : લખનવા એ અનુભવ તે દિવસે જ લખવો હતો. સમય ના રહ્યો, લંબાતું ગયું. ચિત્રકૂટની પહાડી દૂરથી દેખાતી હતી. નજીકથી તે પસાર કરી. રામઘાટના રસ્તે ૧૩૬ ઘાટની સામેની દિશામાં એક બોર્ડ વાંચ્યું. પળભર માટે પગનું જોમ ચાલી ગયું. આગળ ચાલવાની તાકાત તૂટી ગઈ. બોર્ડ પર લખ્યું હતું : ઉત્તરપ્રદેશ સીમા સમાપ્ત. ઝાટકો લાગ્યો. બિહાર અને ઉત્તરપ્રદેશ તો તીર્થંકર ભગવંતોની કલ્યાણક ભૂમિ. દોઢ બે મહિનાથી પ્રભુનાં સ્થાનમાં ચાલતા રહ્યા. રજેરજમાં ભરેલી પવિત્રતાને અવગાહતા રહ્યા. પ્રભુનાં પગલાં થયાં હોય, પ્રભુ ઊભા રહ્યા હોય કાઉસ્સગમાં, પ્રભુની દેશના થઈ હોય, પ્રભુના હાથે દીક્ષા થઈ હોય, ખુદ પ્રભુનાં કલ્યાણકો થયા હોય તેવી પરમપાવન ધરતીના સંગે શ્વાસ લેવાનું સૌભાગ્ય એ ક્ષણે ઝૂંટવાઈ રહ્યું હતું. બિહાર છોડ્યું ત્યારે તો ઉત્તરપ્રદેશનો સધિયારો હતો. ઉત્તરપ્રદેશ છોડવાના દિવસે કોના ખોળે રોવું તે સમજાતું નહોતું. પ્રભુને છોડીને ચાલી જવાનું હતું. પ્રભુ પાછળ રહી જવાના હતા. રોજ પ્રભુથી દૂર ને દૂર જવાનું હતું. એ નિર્મલ ધરાતલનો સ્પર્શ ઝૂંટવાઈ રહ્યો હતો. સમવસરણમાંથી બહાર નીકળતા ભાવુક ભક્તની વેદના સમજાતી હતી. આજ સુધી તીર્થયાત્રા ચાલતી હતી. હવે વિહાર થવાનો હતો. ચોમાસા માટેનો વિહાર. પ્રભુના વિરહનો વલોપાત દિવસો સુધી ચાલ્યો હતો. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૧૬ શ્વાન તેના ખોળે આવી નીંદર લે. ગાડીઓ અને માણસોની ભાગદોડમાંથી આ સૃષ્ટિ સાવ બાકાત. તમે તમારી રીતે જીવો, અમે અમારી રીતે. કબૂતરનું ઘૂ ઘૂ બખોલમાં પડઘો પાડે. લાલ કલગી, લીલી ઝાંય ગરદન, આસમાની શરીર લઈને એકલવીર પંખી આવે. એની ચાંચ તડકામાં ચમકે. એને બીજા સાથીદારો નથી. મોટા માણસો આમેય સૌથી અલગ રહે. સાંજ આવે. પાંખોના ઝૂમખા ઉતરી આવે. દુનિયાભરનો કલબલાટ ભેગો થાય. કાગડાનું કા-કા સૌથી ઉપર. લીમડાની ટોચ પર મોરચાબંદી થાય. અજવાળું ઢીલું પડે તેમ પડછાયા ખોવાતા જાય. પશ્ચિમથી લાલ તેજની વિદાય થાય. કયાંક ચીંબરી બોલે. આજે કોયલ ના બોલી તે યાદ આવે. દિવસ પડદે શ્રી ભદ્રાવતી તીર્થ પોષ સુદ દશમ : ભદ્રાવતી દિવસભર હવાના તાલે વૃક્ષો ઝૂમે. ચળાઈને આવતો તડકો આભલાની જેમ જમીન પર વેરાય. વરસાદ થતો હોય એવા અવાજે પાંદડાં હલે ને આમતેમ કૂદે. ખરેલાં પાંદડાં લીલાછમ હોય. હવા મકાનમાં નથી આવતી છતાં ગરમી નથી લાગતી. વગર ઠંડીની શિયાળુ મોસમમાં સવારે તો મદમસ્ત શીતળતા. સૂરજની સવારી ઉપરવાસ પહોંચે પછી શીત ગાયબ. ગરમી તો અસ્પૃશ્ય જ. ભેજ પણ ના મળે. દિવસો, ખિસકોલીની રુંવાંટી જોવા વિકસ્વર. વહેલી સવારે પંખીડા કરફયુનો ભંગ કરવાની પહેલ કરે. કલબલાટી તો કયારની મંડાયેલી રહે. અડધી રાતે બોલતાં તમરાં, અવાજ સાથે પોલાણમાં સરી જાય ત્યારે પરોઢનો શંખનાદ થાય. શ્વાસો ફોરમ લેતા આવે, ટાંકીના ત્રીજા માળેથી પાઈપ વાટે પાણી, સીધું જ બગીચાની વચોવચ ઝીંકાય. માટીમાંથી પોલો અવાજ ફૂટે. ઘટના વિનાનાં દશ્યો. વૃક્ષો અજવાળે પૂરેપૂરા રંગાય. વાનર પાણીમાં ભૂસકો મારતો હોય તે રીતે ઉપલી ડાળીએથી નીચે કૂદે. પાંદડાઓમાં ખળભળ મચે. ડરેલાં પાન ટપોટપ જમીન ભેગાં. આંબાની ઝીણી મહોરને એ વાનર બટકે લે. અચાનક ચોકે, આસપાસ જોયા વિના ભાગી નીકળે. બચ્ચાની ચિચિયારીથી પર્ણરાજિ હીલોળાય. લાલ ફૂલનાં નાનાં ઝાડ પર બેસીને બંદર એ ફૂલોનો કોળિયો ભરે. જડ જનાવર અને સુકોમળ પુષ્પનો અજીબ સમાહાર. બપોરના સન્નાટામાં છાંયડો ગાઢ બને. તરુજન જાણે ઝોકે ચડે. બે-પાંચ ના, આ કોઈ હિલસ્ટેશન નથી. આ ભદ્રાવતીજી છે. પોષ સુદ ૧૨ ભદ્રાવતી ભદ્રાવતીજી પહેલી વખત અંતરિક્ષજીથી આવેલા. બીજી વખત નાગપુરથી છ'રી પાલક સંઘ લઈને આવ્યા. પહેલી વખતે આવેલા ત્યારે અંતરિક્ષદાદાની પૂજા નથી થતી, તે નજરે જોઈને આવ્યા હતા. તેની વેદનામાં રાહત મળે તે માટે અહીં કેસરિયા દાદાની પ્રક્ષાલપૂજાના સમયે ખાસ હાજર રહું. દાદાની પ્રતિભા ભવ્ય છે. ચમકદાર શ્યામ વાન, સહસ્રફણાનો આભાસ થાય તેવી વિશાળ સપ્તફણા. પ્રભુને સ્વપ્નદેવ કહે છે. પ્રભુના પ્રક્ષાળનું દૃશ્ય ખરેખર સ્વર્ગીય. | દિવ્ય છત્રની જેમ ધરાયેલી બેજોડ ફણા પરથી સરતું દૂધ એક છોળમાં જટા પર આવે. ત્યાંથી એ શતધારાએ પ્રભુનાં મુખ પર રેલાય. થીજી ગયેલા કૃષ્ણરંગ પર તદ્દન બેપરવા બનીને વેરાતો જતો ધવલવર્ણ આંખોને અવર્ણનીય આનંદ આપે. પ્રભુનાં કપાળ, ગાલ પર દૂધ તરલતાથી ગતિ કરે. અંગો અંગ અવતરતી દૂધની ધાર જોઈને આપણી ભાવધારા ઉપર ચડતી જાય. આંખ પરથી વહેતું દૂધ તો અદ્દલ સજીવારોપણ કરે. અમૃતલેશ્યા વરસાવતી આંખોમાં પ્રભુનો સાક્ષાત્કાર થાય. ધવલ પારદર્શી આંખોમાં અગોચર ચમક આવે. આંખેથી ઉતરતાં દૂધ આંસુની યાદ નથી આપતાં. આંસુની એક ધાર હોય. આ તો કેટલીય Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ૧૪૦ ધાર. મુખમુદ્રા જીવંત બને. દૂધધારા તો પાછી અડસઠ તીરથે નહાવા નીકળી છે. એ પ્રભુના ખભે થઈને હાથ પર અને હૃદય પર વહેતી જાય. ફેલાઈને એકબીજામાં ભળી જતી ધારાઓ પ્રભુના ખોળે વિરમે. ઉપરથી નવાં અમૃત ઉમટે. ધારાઓ છલકાઈને પ્રભુના જાનું પરથી સરી આવે, છલકાતા બંધની જેમ પ્રભુનાં અર્ધપદ્માસનબદ્ધચરણ પરથી ઉજળા રેલા ઉતરી આવે. દૂધને પૃથ્વીનું અમૃત કહે છે. અમૃતના સ્પર્શે જીવન મળે. પ્રભુ મૂર્તિને આ અમૃતનો સ્પર્શ થોડા સમય માટે સચેતન બનાવી દે છે. આ વાસ્તવિકતા એટલી તો અદભુત છે કે કલ્પનાના રંગો કોઈ કામ નથી લાગતા. પોષ સુદ ૧૪: ભદ્રાવતીજી પ્રભુનો હાર. સોનાનું ઘડતર. હીરાનું જડતર. એક જ હાર છે છતાં ચાર હારની ઝાંખી થાય. પ્રભુના ગળે સુવર્ણનો પટ્ટો છે. તેની બરોબર નીચે અર્ધચંદ્ર આકારનો પહેલો હાર છે. આ હારના બે છેડેથી બીજો હાર ઉતરી આવે છે, તે હૃદયના મધ્યભાગને સ્પર્શે છે. બીજા હારના અડધેથી ત્રીજો હાર, સંકળાય, તે છેક નાભિ સુધી લંબાય છે. દક્ષિણી કળાના સ્પર્શે હારને બેનમૂન રૂપ સાંપડ્યું છે. સામાન્ય રીતે હાર સેરમાં ગૂંથાયો હોય છે. આ હાર પટ્ટાથી ઘડાયેલો છે. પ્રભુની મૂર્તિ ભીંતમાં જડી હોવાથી હાર પહેરાવી નથી શકાતો. માત્ર ચડાવી શકાય છે. હાર બનાવવાની દૃષ્ટિએ મૂર્તિની ઊંચાઈ પણ ખાસ્સી બધી છે. હાર વજનદાર એટલો છે કે એક હાથેથી ઊંચકી ન શકાય. છતાં પ્રભુનાં હૈયે એ ફૂલની માળા સમો નાજુક બની જાય છે. ગળામાં ચુસ્ત રીતે બેસી ગયેલો પહેલો હાર, મુખમુદ્રાની લગોલગ હોવાને કારણે ભરાવદાર દેખાય છે. બારીક જડતરના કણેકણ આંખોમાં આવી ભરાય છે. અમે કાંઈ ફુલોની જેમ કરમાવાના નથી, એવા ગર્વભાવથી એ પ્રભુને ભેટે છે. બીજા હારનો પટ્ટો સહેજ પહોળો. શ્યામમૂર્તિની પશ્ચાદભૂમિમાં એનો લાંબો ઝોલ બેહદ રમણીય લાગે છે, જાણે અલકનંદા. પ્રભુના શ્રીવત્સને એની કોર અડે છે. ભગવાનની પૂજા થતી હોય ત્યારે આ હાર પર કેસર વધુ છંટાય છે. એ એનો રોજીંદો હર્ષ. આ હાર પર ઝુલતા ત્રીજા હારનો પટ છેવાડે, મધ્યબિંદુ પર એકદમ પહોળો થઈ જાય છે. પ્રયાગથી આગળ ચાલી નીકળતી ભાગીરથી જ સમજો. ચોથો હાર સ્કંધથી ઉતરીને બીજા હારને મળી જાય છે. ત્રીજા હારને અંતે ચારેય હારનાં સાયુજયની તેજશિખા સમું પેન્ડલ રચાયું છે. નાગરવેલનાં પાન જેવા આકારનું રચનાકર્મ પ્રભુના હાથને સ્પર્શે છે. વચ્ચે વર્તુળસમો અવકાશ રાખ્યો છે. તે કોમળતાને જીવંત રાખે છે. ત્રીજા હારનો વિશાળ પટ્ટો આ પેન્ડલને બન્ને છેડેથી સાચવે છે. હકીકતમાં આ પૅન્ડલ નથી. અહીં મોટો હીરો કે રત્ન મૂક્યો નથી. એ જ ઝીણેરા હીરાનાં ઝૂમખાં છે. આખો હાર પૂનમરાતનાં આભમાં ઝળકતી આકાશગંગાની યાદ અપાવે છે. આષાઢી વાદળાના ઢગ ઉપર ઝબૂકતી વીજળી, ચાલુ વરસાદે જેણે જોઈ હોય તેને જ પ્રભુમૂર્તિ અને હારની સંવાદિતા સમજાય. ભદ્રાવતીના દરબારમાં આ બારમાસી ચોમાસું સતત ઘેરાયેલું રહે છે. આવનાર ભીંજાય જ. પ્રભુનાં હૈયે વસે એનું નિર્માણ સાર્થક. પ્રભુમૂર્તિ સદા માટે આંખોમાં વસી જાય તે રીતે મૂર્તિસૌંદર્ય વધારનારા હારના સોના-હીરાના તો જનમોજનમ સાર્થક. કાર્યકર્તાઓ ગૌરવથી કહે છે : હમે આંગી બનાને કી જરૂર હી નહીં. હાર હી સબસે બડી આંગી હૈ. સાચી વાત છે. હાર એ જ આંગી છે. એવી આંગી જે ભગવાનનું અનિવાર્ય અંગ બની ગઈ છે. પોષ પૂર્ણિમા : ભદ્રાવતી એ ભાઈને સપનામાં નાગદેવતા મળ્યા. હાથ જોડી વિદાય આપી તો નાગદેવતાએ પૈસા માંગ્યા. ભાઈએ લાચારી બતાવી. નાગદેવતાએ પોતાની પાછળ આવવા કહ્યું. જંગલની ભીતરમાં એક સ્થળે નાગદેવતાએ અડકીને કહ્યું કે અહીં મહાન તીરથ હતું. તેનો જીર્ણોદ્ધાર કરાવો. એ ભાઈ જગ્યાનું અવલોકન કરે એટલામાં નાગદેવતા અલોપ, સપનું પણ. એ જગ્યાએ તપાસ કરી તો ભવ્ય પ્રતિમાજી મળ્યા. અંદાજે ત્રણ હજાર વરસ પ્રાચીન. જોતજોતામાં તીરથ બન્યું, પ્રસિદ્ધિ ફેલાઈ. ભદ્રાવતી તીર્થની આ કથા છે. ભગવાનનો સંકેત સ્વપ્નમાં મળ્યો હોવાથી આ ભગવાનને સ્વપ્નદેવ કહે છે. ભગવાનની મૂર્તિ રેતની બની છે. ખૂબ જ નાજુક દેહ, શ્યામરંગી લેપમાં મૂર્તિ સર્વાંગસુંદર લાગે છે. પહેલા માળે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ૧૪૨ - પ્રાચીન તીરથ સાથે જોડાતી લોકવાયકાઓ ઘણી હોય છે. ચમત્કાર, પરચો, મહિમા અને પ્રભાવ. અધિષ્ઠાયક દેવો ભગવાનની સેવામાં હોય છે એ નક્કી વાત છે. આપણે ભગવાન દ્વારા અધિષ્ઠાયકદેવો સુધી પહોંચવાનો વિચાર કરીએ છીએ. સ્વાર્થભાવ આવી જાય છે ભક્તિમાં. જો અને તો. જો માટેની શરતો જળવાય છે એટલે પછી તો તરીકે વધુ ભક્તિ થતી રહે છે. ભગવાન સાથેનું સાક્ષાત્ સંધાન નથી થતું. એક જ પાષાણમાંથી ઘડાયેલા ચૌમુખજી બિરાજે છે. તે પણ અતિશય પ્રાચીન છે. આસપાસનો વિશાળ ભૂખંડ તીરથની માલિકીનો છે. તેમાંથી ખોદકામ દરમ્યાન ઢગલાબંધ અવશેષો નીકળે છે. મૂર્તિઓ તો હજારથી વધુ નીકળી છે. જે મોટાં શહેરોનાં સંગ્રહાલયમાં જમા થઈ છે. એક દેવી મંદિર હતું તે જૈનેતરોએ પોતાના કબજે કરી લીધું. શરૂઆતના વરસોમાં ધર્મશાળા સાવ નાની, વિસ્તાર પૂરો જંગલવાળો. યાત્રિક આવે ને સાંજ થઈ હોય તો રેલ્વેસ્ટેશન જ રોકાઈ જાય. સાંજ ઢળતાની સાથે જ વન્ય પશુઓ સહેલગાહે નીકળતા. રસ્તા રખડી પડતા. જિનાલયનાં ચોગાનમાં આવીને સિંહરાજા આરામ ફરમાવતા. મંદિરનું વાતાવરણ રાતના સમયે અગમ્ય બની જતું. પૂજારી પણ કેદમાં બેસી જતા. અંધારી સૃષ્ટિના વનેચરો અહીં ઉમટી પડતાં. કોઈને હેરાન કર્યા હોય તેવું તો બન્યું નથી પણ માહોલ હોનહાર રહેતો. ઉદ્યોગીકરણના ચક્કરમાં જંગલો કપાયાં. નવાં રહેઠાણો બંધાયાં. ધીમે ધીમે એ પ્રાણીઓ દેખાતા બંધ થયાં. આજે ઘણી ધર્મશાળાઓ છે. બહાર આખું ગામ અને બજાર વસ્યું છે. તીરથની જમીનમાં કેવળ ઝાંખરાં બચ્યાં છે. હા, અવારનાવર નાગ, સાપ નીકળે છે. દરેક વખતે નવી જ જાતના દેખાવ હોય છે. હમણાં પોષ પૂર્ણિમાના દિવસે જ અજગરનું બચ્ચું નીકળ્યું હતું. એની લાંબી, કાળી જીભ અને એનો ફૂત્કાર ભયાવહ, થોડી વખત પહેલાં એક ભાઈને દસ ફૂટ લાંબી કાંચળી મળી હતી. એક વખત તો રાતે ભાવનામાં જાદુ થયો. ગાવાવાળો અને વગાડવાવાળો બે જ જણ. બેય અંધ. મસ્તીથી સ્તવન ચાલતું હતું. ગવૈયાની બરોબર બાજુમાં એક નાગ ફણો કાઢીને બેઠો. સ્તવનો સાંભળતો હોય તેવી અદા. લોકોની ભીડ થઈ એટલે ચાલી નીકળ્યો. અહીં ભુજંગમ દેખાય છે તે અચૂક પકડાય છે. તે કોઈને કરડતા નથી. એમને જંગલમાં છોડી દેવાય છે. કામ કરનારા કહે છે : યે તો ઉનકી હી ભૂમિ હૈ, કુછ નહીં કરતે. ભગવાનનાં મંદિરમાં અડધી રાત્રે વાજીંત્રનાદ થતો હોય તેવું ઘણાએ અનુભવ્યું છે. નિયમિત દર્શને આવનારા એમ કહે છે કે ભગવાન દિવસમાં ત્રણ રૂપે દેખાય છે. સવારે અલગ, બપોરે અલગ, સાંજે સાવ અલગ, ત્રણ હજાર વરસ જૂનાં અતીતને નિહાળી ચૂકેલી મૂર્તિને જોઈને તો સાક્ષાતુ પાર્શ્વપ્રભુ જ યાદ આવવા જોઈએ. પ્રભુના હાથે આ પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હોય તેવું ન બને ? પ્રભુના ગણધરોએ આ પ્રતિમાજી પર વાસક્ષેપ નાંખ્યો હોય, પ્રભુની સમવસરણપર્ષદાના ઇન્દ્રમહારાજા આ પ્રતિમાજીની પૂજા કરવા આવ્યા હોય, આ પ્રતિમાજીનાં આલંબને મહાત્માઓએ ક્ષપકશ્રેણિ સાધી હોય, હજારો-લાખો ભક્તોએ એકી સાથે સ્નાત્ર મહોત્સવ ઉજવીને અલૌકિક દર્શન શુદ્ધિ મેળવી હોય અને પ્રભુમૂર્તિ આ જ મનોહર સ્મિતમુદ્રાથી નિહાળતી હોય એ સંપૂર્ણ જગતને. આજે પ્રભુ આપણને એવા જ વત્સલભાવે નિહાળે છે. આપણે જોવી પડે છે તે દુનિયાની ફરિયાદો પ્રભુ સામે કરવા બેસીએ છીએ એમાં થાય છે શું ? પ્રભુ જે દુનિયા જોઈ ચૂક્યા છે તે યાદ જ નથી આવતી. ત્રણ હજાર વરસથી પ્રભુ પાસે ભક્તો આવતા રહ્યા છે. એ પુરાતન ભક્તોની સરખામણીમાં ભગવાન આગળ આપણે કોઈ જ સ્થાન નથી. આપણે તો પ્રભુનાં ચરણની ધૂળ થવાને લાયક નથી. પ્રભુને શિરે પર લેવા સત્ત્વ જોઈએ. આપણા તો પગ જ માટીના છે. કેસરિયા દાદાની જીવંત આંખોમાંથી ઝરતો પ્રેમભાવ રહસ્યમય રીતે આપણને આવકારે છે કેમ કે ભગવાનને આપણે ભલે ન ઓળખીએ, ભગવાન આપણને જરૂર ઓળખે છે. આ સ્વપ્નદેવનાં દર્શન કરવા બિહાર જેવા દૂરદેશાંતરથી લોકો આવે છે. આસ્થાળુઓ તો દર મહિને અને દર વરસે આવવાના સંકલ્પ લઈને જ પાછા જાય છે. પ્રભુનું મધુરમંગલ સ્મિત દરેક વખતે પ્રત્યુત્તર અને પ્રેરણા આપે છે. એમાંથી આશ્વાસન અને આહ્વાન અવશ્ય સાંપડે છે. જેણે એની ભાષા ઉકેલી તે જંગ જીત્યો. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ૧૪૩ પોષ વદ ૧: ભદ્રાવતી રામાયણના જમાનામાં ભરત અને કૈકયી વચ્ચે ઝઘડો થઈ જતો તેને લીધે રાજ્યના હકદાર રામચંદ્રજીને અયોધ્યા પાછી મળતી. આજે ભરત ને કૈકયી સંપી જાય છે. રામચંદ્રજી જીંદગીભર દેશવટો ભોગવે છે. રામચંદ્રજી સાથે લક્ષ્મણ જતા નથી કેમ કે તાવ આવેલો હોય છે. સીતાજીને દસ દિવસથી પગમાં દુ:ખાવો હોય છે એટલે વનવાસની જવાબદારી એકલા રામને ઉપાડવી પડે છે. સીધા માણસોનો જમાનો નથી રહ્યો. બીજાની મહેનત પર પોતાનો પગદંડો જમાવનારાના રાજ ચાલે છે. આ ભદ્રાવતી તીર્થની વાર્તા છે. અહીં આપણું ભવ્ય જિનાલય છે. પ્રતિમાજી ભવ્ય અને ચમત્કારી છે. પહેલાં અહીં જંગલ હતું. રાતે તો દેરાસરની સામે સિંહ ફરતા. ખોદકામ જયારે થતું ત્યારે પુરાતન અવશેષો નીકળતા. આજ સુધી ઘણું નીકળ્યું છે, અગણિત મૂર્તિઓ પણ. કમનસીબે એ બધું સરકારે અમરાવતી અને નાગપુરનાં મ્યુઝિયમમાં મૂકાવી દીધું છે. આટલે સુધી હજી ઠીક હતું. અહીંથી ૨ કિ.મી. દૂર વીજાસન ટેકરી છે. પ્રવાસનિગમવાળાએ ત્યાં બૌદ્ધગુફા નામનું સ્થળ છે તેમ છાપી દીધું છે. એ બૌદ્ધગુફા નથી. એ જૈન ગુફા છે. ત્યાંની ત્રણ ગુફામાં ત્રણ પ્રચંડ પ્રતિમાજી છે તે બુદ્ધની નહીં પરંતુ જિનભગવાનની છે. ગમે તે કારણોસર એ આંબેડકરવાળા બુદ્ધપંથીઓના કબજામાં જતી રહી છે. અમે તો ખાસ તપાસ કરવા જ ગયા. સાચું શું છે ? ટેકરી નાની છે. ગુફા વિશાળ છે. હૉલ જેવો જ વિસ્તાર. કોઈ બારી નહીં. અંધારામાં દર્શન બરોબર થાય તે માટે જ મૂર્તિઓ મોટી બનાવી હશે. મૂર્તિ પર જનોઈ કોતરી દેવામાં આવી છે. ભગવાનને સિંદૂર ચોપડી દેવાયો છે. પદ્માસન દેખાય નહીં તે માટે ખોળામાં સિમેન્ટ ભરી દીધો છે. લાંછન ગરક થઈ ગયું છે. ભગવાનના સંપુટમાં ગોળચણાં ને ખડીસાકર પડ્યા રહે છે. છતાં ભગવાનની મૂર્તિ મૂળમાં આપણી છે તે દેખાઈ આવે છે. ગુફા બેહદ ખૂબસૂરત છે. એક સાથે દસ જણા બોલે તો દસેયના પડઘા અલગ અલગ સંભળાય. ધ્યાન કરવા માટે ભીંતોમાં ગોખલા પાડવામાં આવ્યા છે. દસ હાથ દૂરથી બોલાતો શબ્દ, જાણે કાનમાં મંત્ર ફૂંકાતો હોય એટલો નજીક લાગે છે. આ રમણીય સ્થળે અજોડ તીર્થ બની શક્યું હોત, આજે આપણે બધું ગુમાવી દીધું છે. પોષ વદ ત્રીજ : વોરા ભદ્રાવતીજીથી પણ વિહાર થઈ ગયો. નાગપુરની ભાવિક જનતાના ઉલ્લાસ ઉમંગના સથવારે છ'રી પાલકસંઘ નીકળેલો. નાગપુરના ચાર સંઘો એકી સાથે હતા. યુવાસંસ્કારરૃપની મહેનત હતી. દાદાને ભેટવા નીકળ્યા તેનો પહેલો દિવસ, રાતને લીધે યાદ રહ્યો. કડકાભેર ઠંડી પડી હતી. હાડકા થીજીને ગંઠાઈ જાય તેવો સૂસવાટો હતો ઠંડીનો. નાગપુરની બહાર, પહેલા મુકામે આખું નાગપુર કપડાના મંડપમાં પોઢ્યું હતું. નાગપુરનું ચોમાસું જામ્યું હતું તે ઘેર બેઠા વખતની વાત હતી. આ ઠંડી ઘરબહાર જામી હતી. ભદ્રાવતી યાત્રાની પહેલી રાત પછી દસમી રાત પણ આવી. તીર્થપ્રવેશ પર નાગપુરના ઘરેઘરના ભક્તો હાજર હતા. પ્રબુદ્ધ શ્રોતાઓ, ઉત્સાહી કાર્યકર્તાઓ અને પ્રેરણા ઝીલનારા આરાધકોનું શહેર નાગપુર આજે દૂર છે. ભદ્રાવતી તીર્થ પણ દૂર છે. ભક્તો વગર તો ચાલી જાય. ભગવાન વગર કેમ ચાલે ? રોજના સવાર-સાંજ દર્શન કરતા તે યાદ આવે છે. સુંદર મજાનાં ચિત્રો ભૂલાતા નથી. આરતીના ડંકા તો હજી કાનમાં ગુંજે છે. આંખો મીંચાય તો પ્રભુમૂર્તિ સામે આવી રહે છે. પણ મીંચાયેલી આંખે રહેવાતું નથી. હજી ઘણું જીવવાનું છે. આંખો ખુલ્લી રાખીને પ્રભુને સાંભળતા રહેવાનું છે. પ્રભુની યાત્રા બે વખત થઈ. ત્રીજી વખત પ્રભુ બોલાવશે તેવી આશા છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રી અંતરિક્ષ તીર્થ-૧ (૧) ‘શ્રી અંતરિક્ષજી તીર્થમાં પોળકર કણબીઓ પૂજારી તરીકે કામ કરતા, શ્વેતાંબર જૈનોની વસતી ઓછી થતી ગઈ તેમ આ પોળકર પૂજારીઓ આશાતના અને અવ્યવસ્થા કરતા ગયા. આકોલા, બાલાપુર, ધૂળિયા, અમલનેર અને બીજા અનેક ગામોના જૈનોને આ ખૂંચ્યું. વાત એટલી હદે વણસી હતી કે પોળકર પૂજારીઓ કબજો છોડવા તૈયાર ન થયા. આપણા લોકો કોર્ટમાં ગયા. અહીં સુધી બધું બરોબર હતું.' આજે ઘણા દિવસો વીતી ગયા છે તીર્થયાત્રાને. અંતરિક્ષજીથી દૂર દૂર બેસીને વીતેલી વાતો યાદ કરી રહ્યો છું ત્યારે અંતરિક્ષ ભગવાન સાથે સંકળાયેલાં ત્રણ ભૂતકાળ સાંભરે છે. સંસ્કૃત વ્યાકરણે ત્રણ ભૂતકાળ આપ્યા છે. પરોક્ષ, હ્યસ્તન અને અદ્યતન. પ્રભુનો પરોક્ષ ભૂતકાળ છેક રાવણના યુગ સુધી પહોંચે છે, આંખોની પેલે પાર. પ્રભુનું પ્રાકટ્ય થયું તે ભૂતકાલ નજીક છે. બસ, ગઈકાલ જેવી જ સમીપતા. અદ્યતન ભૂતકાળ અઘરો છે. અઘરાને સહેલો બનાવવા આપણે કોર્ટમાં ગયા હતા. એ વખતે શ્રી અંતરિક્ષજી તીર્થ શ્વેતાંબરતીર્થ તરીકે સાર્વભૌમ હતું. પોળકરો પાસે કબજો લેવા કોર્ટમાં જવાનું થયું ત્યારે ગમખ્વાર ભૂલ થઈ. જો એ ભૂલ ન થઈ હોત તો આજે શ્રી અંતરિક્ષજી ટોચ પર છે. વરસે વરસે યાત્રિકો ઘટતા રહ્યા છે. વચ્ચે સંઘર્ષ ટોચ પર હતો ત્યારે એક દિવસના ૧૦,૦૦૦ યાત્રિકો આવી પહોંચ્યા હતા. આજે વરસે ૧૦,૦૦૦ યાત્રિકો થાય છે કે કેમ તે સવાલ છે. કોણ જાય છે શ્રી અંતરિક્ષતીર્થ ? પાલીતાણા, શંખેશ્વર, ભદ્રાવતી, સમેતશિખરની સમૂહ યાત્રાઓ વરસોવરસ નીકળે છે. શું બધા જ અંતરિક્ષજી જાય છે ? કમાલની વાત એ છે કે એકમાત્ર અંતરિક્ષદાદા જ જમીનથી અદ્ધર રહી અજાયબી સર્જી રહ્યા છે. આ ચમત્કારને લીધે જ શ્રી અંતરિક્ષજી વિશ્વતીર્થ બની શકે, અને આપણે દર વરસે અંતરિક્ષ જવાનું ભૂલી ગયા છીએ. વર્તમાન દર્દનાક છે. પ્રભુની મૂર્તિ ૩૬ ઇંચ ઊંચી છે. ફણા સાથે ગણીએ તો ૪૨ ઈંચ. પહોળાઈ ૩૦ ઈંચની છે. આ મૂર્તિનો અધિકાર પોળકર પૂજારીઓ પાસેથી મેળવવા આપણે કોર્ટમાં ગયા હતા. એ વખતે ભગવાનની આશાતના નિવારવાનો એકમાત્ર ભાવ હતો. પણ એક ભૂલ એવી થઈ કે થોડા જ વખતમાં આશાતનાનો નવો સિલસિલો ચાલ્યો. કોર્ટમાં આપણે જીતી ગયા. કબજો આપણને મળી ગયો. તા. ૧૯-૯-૧૯૦૩ના દિવસે પોળકરો સામેના ફોજદારી કેસનો ચુકાદો આવી ગયો. આશાતના બંધ થઈ. વિ. સં. ૧૯૫૯ની એ સાલ. પોળકરો સાથે સમાધાન થયું. પૂજારી તરીકે એમને સંતોષ થાય તે રીતે કાગળિયાં થયાં. પેઢીના ચોપડે નોંધ થઈ હતી તે મુજબ ચાર નિર્ણય મુખ્યત્વે થયા. (૧) ચાર માણસો સફાઈ કરે, પાણી લાવે વગેરે. (૨) પ્રતિવર્ષ તેમને ર૬૧ રૂ. મળે. (૩) ૧થી ૧૦ રૂ. ભંડારમાં આવે તે એમના. (૪) ૧૦થી વધુ રકમ પેઢીની. આ સમાધાનપત્રમાં ગીતાર્થ ગુરુભગવંતોને વચ્ચે રાખવામાં આવ્યા હતા કે નહીં તે જાણવા નથી મળતું, જો રાખવામાં આવ્યા હોત તો કલમ જુદી હોત તે નક્કી. આ સમાધાન અનુસાર બે વરસ બરોબર ચાલ્યું. કોર્ટમાં જતી વખતે થયેલી ભૂલ હજી નડી નહોતી. વિ. સં. ૧૯૬૧માં એ ભૂલે માથું ઊંચક્યું. અને આજ લગી એ ભૂલ માથું ઝૂકાવવા તૈયાર નથી, એ ભૂલ આજ સુધી આપણને વાગી રહી છે. આગળ કેટલા વરસ વાગશે તે કહી શકાતું નથી. ઘણી વખત ઇતિહાસને આવી ભૂલો જોવા મળી છે. ભૂલ નાની હોય, દેખાઈ આવે હોત. આજે શ્રી અંતરિક્ષ દાદાની યાત્રા કરવા કોઈ નથી આવતું. ભગવાનની પૂજા નથી થતી એવું બહાનું મળી ગયું છે એટલે યાત્રાનો ફેરો માથે પડવા લાગ્યો Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ૧૪૭ તેવી ભારે ન હોય. ધીમે ધીમે એ ભૂલના પગ મજબૂત થાય. છેવટે એ ભયંકર રીતે નડે. પોળકર કેસમાં આપણે જીત્યા. જીતવા માટે કે જીત મજબૂત બનાવવા માટે એક ભૂલ થઈ હતી, કદાચ, એ ભૂલ સહજભાવે થઈ હશે. એ ભૂલ આ રીતે નડશે તેનો અંદાજ પણ નહીં હોય. પણ આ ભૂલે અંતરિક્ષને અદ્યતન જેવો જ અટપટો બનાવી મૂક્યો. હા, અદ્યતન ભૂતકાળની એ પહેલી અને હોનહાર ભૂલ હતી. શું ભૂલ હતી ? - પોળકરો જૈનધર્મી નહોતા. તેમને જૈનધર્મીઓ તરફથી શિકસ્ત મળે તે માટે આપણે સંપીને સંઘર્ષ કર્યો હતો. અને આ સંપ જાળવવા માટે આપણે શ્વેતાંબર લોકોએ દિગંબરોનો સાથ લીધો હતો. આ ભૂલ હતી. દિગંબરોનો સાથ ન લીધો હોત તો ઘણો ફરક પડત. પણ આ વાત આજે સમજાય છે. એ વખતે ન સમજાય તે કુદરતી હતું. અંતરિક્ષજીનો અદ્યતન ભૂતકાળ પોળકરોથી શરૂ થયો બગડવાનો અને એ અટપટો ભૂતકાળ દિગંબરોએ પોતાની રીતે વધારે ભયાનક બનાવી મૂક્યો. (૨) ભૂલ. લાગણીશીલ હતો તેથી મૂર્તિ રઝળતી ન મૂકી. સરોવરમાં પધરાવી. ભક્તોની ભૂલને કારણે ભગવાનને ભીનાં અંધારે ગરક થવું પડ્યું. આ ભૂલની પરંપરા દિગંબરોનો સાથ લેવા સુધી લંબાઈ એથી આજેય પ્રભુને ભોંયરામાં અંધકારે રહેવું પડે છે. અમે જયારે અંતરિક્ષજી પહોંચ્યા ત્યારે ભૂતકાળનું ત્રિવિધરૂપ મનને કોરી ખાતું હતું. પ્રભુની પૂજા બંધ તેની વેદના લઈને તીર્થનાં સંકુલ પાસે આવ્યા હતા. લાંબા વિહારનો થાક હતો તે બંધનગ્રસ્ત પ્રભુનાં દર્શન કરવા પડશે તેનો વિષાદ હતો. પ્રભુનું મંદિર મરાઠા લોકોની કોઠી જેવું છે. લાલ ઈંટોનું ચણતર. ઝૂકીને પ્રવેશ થાય તેવો દરવાજો . ઊંચા શિખર પર ફરકતી ધજા ન મળે. ભમતી નથી. ચોખંડ મકાનના એક ખૂણેથી અંદર જવાનું. જમણા હાથે સીધી ભીંત ચાલી જાય. ડાબા હાથે બે પેઢી જોવા મળે. દિગંબર અને શ્વેતાંબર. જૂનો સામાન ઘણો. ગાદલાં, તકિયા, મોટા પટારા, ચોપડાં, લખવાનું મેજ, લાકડાનાં થાંભલા પર પત્રિકાઓ. એક દિગંબર પેઢીનો થાંભલો હતો. આપણા મુનીમજી કહે : ‘આ દિગંબર સાધુઓએ પત્રિકામાં પોતાના ફોટા ન છાપવા જોઈએ.” ગમગીનીને લીધે હસવું ન આવ્યું. જમણા હાથની ભીંત પૂરી થાય ત્યાં ખૂણો પડે. એ ખૂણા પર જમણી ભીંતને છેવાડે જમીન પર હવાબારી. ત્યાંથી પ્રભુને જુહારવાના હતા. પ્રભુ દૂર હતા, પ્રભુ કેદ હતા. પ્રભુ અપૂજ હતા. આ બારીની પાસેથી જોયું તો આરસની ફેરસ દેખાઈ. ટેક પસા અને સિક્કા પડ્યા હતા. વોચમેને કહ્યું : દૂર સે દેખો. પ્રભુથી હજી દૂર જવાનું ? પાછળ હટીને બેઠા. હજી પાછળ જવું પડ્યું. દર્શનની એ ક્ષણે રડવું આવશે તેમ લાગતું હતું. પ્રભુ સાવ જ નીચે હોય, ગર્ભદ્વારને બદલે હવાબારીમાંથી દર્શન કરવાના હોય, પ્રભુના દરવાજે તાળા હોય, ખોળે ફૂલ ન હોય. અંગે અર્ચા ન હોય, આ એકદમ અસહ્ય, પ્રભુને જોઈ નહીં શકાય તેમ લાગતું હતું. આંખો કાંપતી હતી. દૂર બેસીને, સહેજ ઝૂકીને નજર માંડી. અને... | વિચારો થંભી જાય તેવો કોઈક અનુભવ. દરેક ક્રિયાનો પ્રતિભાવ હોય છે. પ્રભુનાં દર્શનનો પ્રતિભાવ મનમાં નક્કી હતો. દુઃખ, અરેરાટી, પ્રભુને આ જો કે ભૂલ નામની ઘટના શ્રી અંતરિક્ષદાદા માટે નવી નહોતી. પરમાત્મા તો ભૂલ નામની ઘટનામાંથી જ જન્મ્યા હતા. પરોક્ષ ભૂતકાળની એ ઘટના. રાજા રાવણના સેવકો માલી અને સુમાલી યાત્રા કરવા નીકળ્યા. તેમનો દાસ ફૂલમાલી હતો. તેને પૂજા સમયે યાદ આવ્યું કે ભગવાનની મૂર્તિ સાથે લેવાનું ભૂલાઈ ગયું છે. હવે ? ભગવાનને સાથે લેવાની ફરજ હતી. ચૂકી જવાયું. ભૂલ થઈ. આ ભૂલે રામાયણના જમાનામાં એક અદ્ભુત ચમત્કારને અવતાર આપ્યો. એ દાસે મૂર્તિ બનાવી. શ્રી ભાવવિજયજી મહારાજ લખે છે : એક વેળુ ને બીજો છાણ, મૂર્તિનો આકાર પ્રમાણ. માત્ર રેતી અને છાણમાંથી મૂર્તિ બની. વિદ્યાબળે સુંદર થઈ. માલીસુમાલી પૂજા કરતી વખતે આ નવા ભગવાન સંબંધી પ્રશ્ન નથી કરતા તે બીજી ભૂલ છે. ભગવાનને સાથે લેવાનો આદેશ ન કર્યો તેય ભૂલ. મૂળ ભૂલ દાસની હતી. એણે આ મૂર્તિ નવી બની છે તે જણાવ્યું નહીં હોય. નાની નાની ભૂલોનો સરવાળો થયો. પૂજા અને ભોજન થઈ ગયા પછી પ્રયાણ થવાનું હતું. દાસે મૂર્તિને સાથે ન લેવાનો નિર્ણય લીધો. આ પણ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૧૫૦ ફૂર ઉપસર્ગો અને ઘોર તપશ્ચર્યા પછી પણ પ્રભુવીર મનહર દીસતા હોય તો માત્ર પૂજા બંધ થવાને કારણે પ્રભુની શોભાહાનિ થાય તેવું માનવામાં પણ પાપ છે. પ્રભુજીનાં દર્શનનો આનંદ પૂજા અને અંગરચના સાથે સંકળાયેલો રહેતો હતો. તે સમયે કેવળ મૂર્તિદર્શનનો આનંદ સાંપડતો હતો. પ્રભુ પોતાના હાથે વેદનાને દૂર કરી ચૂક્યા હતા. કદાચ, મંજૂર નહોતું. પ્રભુને જોઈને દુઃખ થાય તે પ્રભુને મન દયા હશે. કોઈ પોતાની દયા ખાય એ ભગવાન પસંદ ના જ કરે, એટલે જ કદાચ, એ ઘડીએ વિચારો પર રોક આવી ગયો. લાગણી થીજી ગઈ. શબ્દો અને સૂત્રો પળભર વીસરાયા. એ ઝૂકીને દર્શન કરવાની પળે જીવનની ક્ષણો અલગ પડી ગઈ. શ્વાસ અને હૃદયના ધબકારા વિનાની પરમ શુન્ય ચેતનાની ઝાંખી થઈ. નીચેનાં ગર્ભગૃહમાંથી મૌનનો ગુંજારવ ઉપર આવ્યો અને અસ્તિત્વ પર પથરાયો. પ્રભુનાં દર્શન શબ્દશઃ સ્વર્ગનું સોપાન બન્યાં. હિમાલયની પહાડી પર ગુફા હોય તેને દૂરથી જોઈએ તો ધવલ સૃષ્ટિમાં શ્યામસુંદર વિવર ભવ્ય લાગે તેમ પ્રભુમૂર્તિની પ્રતિભા નીખરી હતી. માનવામાં ન આવે એવી મધુર સ્તબ્ધતા અંગેઅંગ પર બિરાજી ગઈ. પ્રભુને વર્તમાન સમયની વિષમતાનો કોઈ અર્થ નહોતો. અનહદ આનંદ પ્રભુ વરસાવતા હતા. પ્રભુની અર્ધ નિમગ્ન આંખો તેજસ્વી નહોતી છતાં પ્રભાવપૂર્ણ પ્રભુના સ્કંધનો ભાર ઝીલતો વક્ષવિસ્તાર મહાપ્રાણથી છલકાતો હોય તેવો સમુન્નત. ધ્યાન માટે સંપુટ બનેલી હથેળીના પડછાયે મનોહર લાગતો કટિપ્રદેશ. પરાક્રમોના પરમપિતા સમા બે બાહુ, અર્ધપદ્માસનનો સાહજિક દેહબંધ. હોઠ પરની મિતરેખામાં આરાધકોની આરાધના અને વિરાધકોની વિરાધના પ્રત્યેનો સમભાવ. નાનકડા ગોખમાંથી ભોંયરામાં દેખાતી પ્રતિમા જાણે આંખોમાંથી અંતરમાં દેખાતી હોય તેવી સમીપ. વિષાદને હરવા પ્રભુ બેઠા હતા. શોકનો નાનો અમથો અંશ પણ પ્રભુ પોતાની આસપાસ જામવા દેતા નહોતા. તીર્થનું વાતાવરણ પ્રભુએ કોઈપણ બાહ્ય સંસાધનો વગર જીવંત બનાવી રાખ્યું હતું. અંગે આભૂષણ નહોતા તોય આકર્ષણ જાગતું હતું. આંખે ચક્ષુ નહોતા તોય પ્રેમવર્ષાની અનુભૂતિ થતી હતી. અર્ચા થઈ નહોતી. અરે ! ધાબાં હતા દેહ પર. છતાં સૌન્દર્યની ધારા અખંડ હતી. ચંદ્રમા પર ડાઘા સોહે તેમ મૂર્તિ ધાબાને ઉજાળી રહી હતી. કિમિવ હિ મધુરાણાં મડનું નાકૃતીનામુ એ કાલિદાસોક્તિનો આ નવો સાક્ષાત્કાર થતો હતો. ધૂળનો આછેરો થર પણ ચંદનલેપથી ઘટ્ટ બનેલા બરાસની જેમ પથરાયો હતો. પ્રભુ દરેક રૂપમાં રમણીય જ. કરમાયેલાં ફૂલ ખરાબ દેખાય તે બને, અપૂજ ભગવાન ખરાબ લાગે તે કદી ન બને. ૪0 ઉપવાસ પછી પણ આદિનાથદાદા સુંદર લાગતા હોય અને સાડાબાર વરસના - પ્રભુને જુહાર્યા પછી અમે બહાર આવ્યા. પ્રભુનો જાદુ હતો ત્યાર સુધી મન રોમાંચિત હતું. હવે પ્રભુથી થોડા અલગ થયા એટલે ફરીવાર વેદનાએ માથું ઊંચકર્યું. પ્રભુ અપૂજ હતા તે અસહ્ય સત્ય હતું. પ્રભુએ સત્યનો સ્વીકાર કરવાનું સમજાવ્યું છે. પરંતુ આ સત્ય સ્વીકારી શકાય તેવું નહોતું. પ્રભુની મૂરત બંધનમાં હતી તેનો ઝાટકો સતત વાગતો હતો. પ્રભુની સાચવણી નથી થતી તેની અપરંપરા વ્યથા થતી હતી. પ્રભુ ભલે મસ્ત હોય, ભક્ત તો હતાશ જ બને. પ્રભુની પ્રતિમાની બિસ્માર હાલત જોઈ તેનો રોષ છેક હવે જાગતો હતો. એ સાથે જ પોળકર કેસ વખતની ભૂલમાંથી આગળ ચાલેલી ભૂલો યાદ આવતી હતી. વિ. સં. ૧૯૬૧માં ભૂલે ગજું કાઢી બતાવ્યું હતું. એટલે જ હજારેક જૈનોની મીટિંગ લેવી પડી હતી. ગઈ કાલે સાથે મળીને લડત આપી હતી. આજે આમનેસામને આવી જવાય તેવો મુદ્દો ઊભો થયો હતો. પુજા તો પ્રભુની કરવાની જ હતી. શ્વેતાંબર અને દિગંબરની પૂજાપદ્ધતિ જુદી હોવાથી પૂજાના સમયે અરસપરસ ફરિયાદો ઉઠતી. એ ઐતિહાસિક મીટિંગમાં પૂજા માટેના ટાઈમ ટેબલ નક્કી થયા. ત્રણ ત્રણ કલાકના વારા રાખવામાં આવ્યા. આ વ્યવસ્થા છે તેમ સમજીને આપણે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આ વ્યવસ્થા જ ભવિષ્યમાં કોર્ટની જીતને નડવાની હતી. આ વ્યવસ્થાને કારણે દિગંબરોને પૂજાનો હક મળ્યો હતો કે આજ સુધી એ લોકો પૂજા કરવા આવતા. એમને આવવાની છૂટ હતી. આ વ્યવસ્થાએ ‘છૂટ’ ને ‘હક'માં ફેરવી નાંખી હતી. અત્યાર સુધી આપણે દિવસમાં ગમે ત્યારે પૂજા કરી શકતા. હવે એમના સમયમાં આપણી પૂજા બંધ થઈ ગઈ. એ સમય પરનો હક આપણે ગુમાવી દીધો. બીજી પણ ગોઠવણ થઈ હતી. શ્વેતાંબરોના પર્યુષણા શ્રાવણ વદ ૧૨થી Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ૧૫૨ ભાદરવા સુદ ૪ સુધી હોય. દિગંબરોનાં પર્યુષણ ભાદરવા સુદ ૪થી ભા. સુ. ૧૪ સુધી હોય. આપણાં પર્યુષણમાં દિગંબરોને માત્ર ત્રણ કલાક પૂજા કરવા મળે. સવારે થી ૯. બાકીનાં ૨૧ કલાક આપણા ગણાય, તો એમનાં પર્યુષણમાં આપણને ત્રણ કલાક પૂજા કરવા મળે. થી ૯. બાકીના ૨૧ કલાક એમના. આમ આપણે મહિનાના ત્રીજા જેટલો ભાગ પૂજાનો સમય ગુમાવ્યો. દિગંબરોને તો ગુંજે ભર્યું તે સોનું જ હતું, જે મળે તે મફતમાં ઝૂંટવવાનું હતું. અલબત્ત, બન્ને પક્ષને દર્શન કરવાની છૂટ હતી જ. વિ. સં. ૧૯૬૨માં બંને પક્ષની મિટીંગ થઈ કારંજામાં, ત્યારે નવો નિયમ ઘડાયો. દિવાળી અંગે દિગંબરોને આ. વ. ૧૪ના ૨૧ કલાક મળ્યા, આપણને આસો વદ અમાસના ૨૧ કલાકે મળ્યા. કુલ મળીને ૧૧ દિવસો પર દિગંબરોએ હક જમા કર્યો. પર્યુષણા સંબંધી ૧૦, દિવાળી સંબંધી ૧. આપણે રાજી હતા. ઝઘડો ટાળવા માટે બાંધછોડ કરી, તેથી સમાધાન થયું તેનો સંતોષ હતો. વિ. સં. ૧૯૬૪ મહા સુદ બારસે સમાધાન અને સંતોષની પોકળતાએ અવાજ ઉઠાવ્યો. પોળકર કેસની ભૂલે હથોડો ઝીંકયો. | દિગંબરોએ કટિસૂત્ર, કંદોરા વગેરેને લોઢાનાં ઓજારથી કોતરી નાંખ્યા. ભગવાનની પૂજાનો હક હતો તેનો ઉપયોગ કરીને તેમણે મૂર્તિને નુકશાની કરી. આનાથી એમને બે નુકશાની થઈ. એક શ્વેતાંબરોની લાગણી ઘવાઈ. બે, પ્રાચીન વસ્તુને નુકશાની કર્યાનો ગુનો થયો. જેમનો ધર્મ, કપડાં પહેરવામાં શરમ માને છે તે દિગંબરોને આની પરવા નહોતી. આ હીનકૃત્યને લીધે તેમણે શ્વેતાંબરોની સહાનુભૂતિ ગુમાવી. તા. ૧૨-૨-૧૯૦૮ના દિવસે આ બન્યું. શ્વેતાંબરો પ્રભુમૂર્તિને લેપ કરાવી રહ્યા હતા ત્યારે આ નિર્ગુણ બનાવ બન્યો. - આપણા તરફથી આકોલા કોર્ટમાં દિવાની કેસ થયો. આ કેસ છેક પ્રિવી કાઉન્સીલ સુધી પહોંચ્યો. પ્રભુને ચક્ષુ, ટીકા, આભૂષણ ચડાવવામાં એ લોકોએ અવરોધ ર્યો હતો તે કારણ પણ હતું. ૧૧-૨-૧૯૧૦ના રોજ આકોલામાં કેસ ચાલ્યો. તે સમયગાળામાં જ મુંબઈથી તીર્થયાત્રાએ આવેલા શ્વેતાંબર સંઘને દિગંબરોએ ભારે પરેશાન કર્યો. ખૂબ તોફાન થયું. શ્વેતાંબરના પાંચ જણાએ કેસ માંડ્યો. મુદ્દો હતો ધાર્મિક લાગણી દૂભવવાનો, લેપને નુકશાન કરવાનો અને પેઢીની આવકને હાનિ પહોંચાડવાનો. રૂ. ૧૫,૪૨૫નો દાવો દિગંબરો સામે મૂકવામાં આવ્યો. આપણી માંગણી હતી કે મૂર્તિ શ્વેતાંબર છે, પૂજાનો હક શ્વેતાંબરોનો છે, કટિસૂત્રથી માંડીને આભૂષણ સુધીમાં કશોય અવરોધ કરવાનો દિગંબરોને હક નથી, આ તીર્થ શ્વેતાંબરમાર્ગી છે તેવી જાહેરાત થાય. આપણા તરફથી ૬0 પુરાવા રજૂ થયા. એ વહીવટી અને શાસ્ત્રીય હતા. દિગંબરોએ પણ કેસ માંડીને માંગણી કરી : શ્વેતાંબરની રજૂઆત ખોટી છે, એ એક તીર્થ સંપૂર્ણ દિગંબરોનું છે તેવી જાહેરાત કરો, એ બીજી, ત્રીજી માંગણી કે રજૂઆત એ પોળકરકેસની ભૂલનું પરિણામ હતું. ત્રીજી માંગણીમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું એ ૧૯૦૫નું ટાઈમટેબલ બન્યું ત્યારે જ દિગંબરોને સમાન હક આપવામાં આવ્યો છે. હવે શ્વેતાંબરો Absolute Right એટલે કે સંપૂર્ણ અધિકાર માંગી ન શકે. કોર્ટમાં કામગીરી ચાલી. પૂજા કરવા માટે બનાવેલી મૂર્તિનાં નામે ઝઘડો ચાલ્યો. પુરાવાની તપાસણી. નિવેદનોની ચકાસણી. જુબાની. કમિશનની નિમણુક, કોર્ટે સ્વયંતપાસ કરી. આકોલા કોર્ટના Addictional district Judge સાહેબે ૪૦ પાનાનો ચુકાદો આપ્યો. આપણે લોકો ભાવાતુર હતા, જીતવા માટે. દિગંબરો ઝનૂને ચડેલા, તીર્થ પડાવી લેવા માટે. ચુકાદાની અસર સામા પક્ષને થાય તે માટે બંને ઉત્તેજિત હતા. ચુકાદો અને હુકમનામું એક સાથે પેશ થયા. ચુકાદામાં જણાવ્યું હતું કે : (૧) તીર્થ અને મૂર્તિ શ્વેતાંબર જૈનોનાં છે. (૨) સન્ ૧૯૦૫માં દિગંબરોને રાજીખુશીથી પૂજાનો હક આપ્યા પછી એ હકનો ઈન્કાર શ્વેતાંબરો ન કરી શકે. લેપ થતા પૂર્વે જ કટિસૂત્ર હતા તે પુરાવાથી સિદ્ધ થાય છે. (૪) શ્વેતાંબરો મૂર્તિ પર નવા કટિસૂત્ર વગેરે ઉમેરે તે માની શકાતું નથી. આમાં ત્રણ કલમ આપણને રાજી કરી શકતી હતી. પરંતુ એક કલમ ચા Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ૧૫૪ આ ચુકાદો હતો. હુકમનામાનું ફરમાન જરા સુધરેલું હતું. શ્વેતાંબરોને મંદિર અને મૂર્તિના વહીવટનો સંપૂર્ણ હક આપવામાં આવે + + + + આપણને પડકારતી હતી. કલમ નં. ૨. હુકમનામાની રજૂઆત હતી કેબંને પક્ષે વિ. સં. ૧૯૯૧ સન્ ૧૯૦૫માં ઘડેલા ટાઈમટેબલ મુજબ ચાલવું. (૨) બંને પક્ષ પોતપોતાની આવક અલગ એકઠી કરી શકે છે. (૩) લેપ ખોદાયો છે પરંતુ વ્યક્તિ પકડાઈ નથી. ગુનો સિદ્ધ થતો નથી માટે નુકશાનીનો દાવો રદ કરવામાં આવે છે. ચક્ષુ-ટીકા-મુગટ-આંગી રાખવાનો શ્વેતાંબરોને હક છે. પોતાની પદ્ધતિ મુજબ પૂજા કરી શકે છે. (૫) દિગંબરોએ શ્વેતાંબરોની પૂજા પદ્ધતિમાં કોઈ હરકત ન કરવી. (૬) શ્વેતાંબરોએ દિગંબરોની લાગણી ન ઘવાય તે માટે કંદોર-કછોટા પાતળા કરવા. (૭) મૂર્તિ અને મંદિર શ્વેતાંબરોના છે પરંતુ તેમની સર્વાધિકારની માંગણી નામંજૂર કરવામાં આવે છે. આ તઘલખી હુકમનામાને તાબે થવામાં કોઈ જ મજા નહોતી. દિગંબરો નારાજ ન થાય તે રીતે આપણને સાચવી લેવાની વાત હતી. તો દિગંબરોને પૂરી સંતોષ હતો નહીં. નાગપુરની કોર્ટમાં ૧૭-૭-૧૯૧૮ના રોજ શ્વેતાંબરોએ અપીલ દાખલ કરી. દિગંબરોએ cross apeal દાખલ કરી. પાંચ વરસ નીકળી ગયા. ૧-૧૦-૧૯૨૩ તારીખે ૧૬ પાનાનો ચુકાદો આવ્યો. તેમાં નિર્ણયની ભાષા બદલાઈ હતી. સવાલ સંપૂર્ણ માલિકીનો નથી. સવાલ સંપૂર્ણ વહીવટનો છે. શ્વેતાંબરોને સંપૂર્ણ અધિકાર મળે તો એમને સંતોષ થશે. લેપમાં કંદોરા, કછોટાના આકાર કેવા કાઢવા તેની નિશ્ચિત સૂચના આપવાની જરૂર જણાતી નથી. લેપ કરવાનો, કટિસૂત્ર બનાવવાનો પૂરેપૂરો હક શ્વેતાંબરોનો છે. ચક્ષુ-ટીકા-આભૂષણ ચડાવવાની છૂટ શ્વેતાંબરોને મળે છે. ૧૯૦૫ના ટાઈમટેબલના સમયે દિગંબરોને ચક્ષુ-ટીકા વગેરે વિના પૂજા કરવાનો હક છે. + દિગંબરોએ કછોટા, કટિસૂત્ર-લેપ ખોદવા નહીં. તેમાં માથું ન મારવું. શ્વેતાંબરોને આ ચુકાદાથી થોડું આશ્વાસન મળ્યું. દિગંબરોનો હક ઊભો હતો તે નડતર હતું, પરંતુ દિગંબરોની ડખલગીરી પર પ્રતિબંધ મૂકાયો તે જીત હતી. દિગંબરો આથી પૂરા ગિન્નાયા. તેમણે ઇંગ્લેન્ડમાં અપીલ કરી, ૯-૭૧૯૨૯ના રોજ ત્યાંથી ચુકાદો આવ્યો તે આપણાં જ કામનો હતો. ઇંગ્લેન્ડની કોર્ટે નાગપુરનો ચુકાદો માન્ય કરીને દિગંબરોની અપીલ કાઢી મૂકી. નાગપુરની કોર્ટમાં અને પ્રીવી કાઉન્સીલમાં શ્વેતાંબરોને જે ખર્ચ લાગ્યો તેની રકમ ૬૮૯ પાઉન્ડ = ૧૦,૦૦૦ રૂ. દિગંબરોએ શ્વેતાંબરોને ચૂકવી આપવા તેવો આદેશ થયો. પોળકરોના વખતે પ્રભુને લેપ થતો. ૧૯૦૮માં લેપ થયો તે વખતે કબજો પોળકરોનો નહોતો. દિગંબરોએ એ લેપ ઉખેડી નાંખ્યો હતો. નાગપુરના ૧૯૨૩ના ચુકાદા પછી સન્ ૧૯૨૪માં લેપ થયો હતો. દિગંબરોએ સ્ટે માગ્યો તો ન મળ્યો. હવે શું કરવું ? તેમણે પોતાનું દિગંબર પદ જે અર્થ સૂચવે છે તે સાકાર કરવા માટે પોતાના પૂજા કરવાના સમયે ઉકળતા દૂધથી પ્રક્ષાલ કરીને, ગરમ પાણી રેડીને લેપને નુકશાની કરી. દરમ્યાન પ્રિવી કાઉન્સીલનો ચુકાદો આપણી તરફેણમાં આવ્યો. | (૪) પ્રભુનો અઘતન ભૂતકાળ ખૂબ લાંબો છે. એની ભૂલભૂલામણી ગજબની . Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ છે. પોતાનાં નામ પર દાવો માંડી રહેલા બન્ને પક્ષો પ્રત્યે પ્રભુની કરુણા સમાન રીતે વહેતી હતી. આપણા પક્ષે સચ્ચાઈ હતી. દિગંબરોના પક્ષે જૂઠ હતું. પ્રભુના પક્ષે પ્રેમ હતો. પ્રભુની લોકોત્તર અવસ્થાનો અહેસાસ થયો હોત તો દિગંબરો આટલી હદે બગાડ ન લાવત. પ્રભુનો પ્રેમ તો સૌને મળે. એને ઝીલવાની પાત્રતા બધાને ન મળે. પાત્રતા વિના પ્રેમ પામવા જનારા બૂરા હાલે રખડે છે. દિગંબરોને પ્રભુનો હક પામવો હતો. પ્રભુ કોઈ ચીજવસ્તુ હોય તેવો વહેવાર હતો તેમનો. આપણને પ્રભુના પ્રેમની કિંમત ખબર હતી. પ્રભુના હક જીતનારા પ્રભુને આશાતનાના અંધારે પૂરવાના હતા. ભીતિ આ હતી. આ જ કારણે કોર્ટકચેરીમાં લડવાનું હતું. વારસા માટે દીકરાને મેળવવા માંગતી સાવકી મા સામે પ્રેમાળ દાદીમાને ન છૂટકે લડવું પડે તેવો આ સંગ્રામ હતો. પ્રભુમૂર્તિને લેપ થાય તેને કાયદાકીય રીતે રોકવાની દિગંબરોની નેમ હતી. લેપ થાય નહીં. કંદોરો ઘડાય નહીં. સમય જાય. મૂર્તિ પોતે જ પુરાવો બની જાય. ૧૯૩૪માં સમારકામની તૈયારી આપણે ચાલુ કરી. હક્કના મુદ્દે આપણને એ રોકી શકતા નહોતા. તેમણે આકોલાની કોર્ટમાં નવી અરજી કરી. સાર એમાં એટલો જ હતો કે કટિસૂત્રનો આકાર કેવો કરવો તેનો નિર્ણય આવ્યો નથી અને લેપ ક્યારે કરવો તે સ્પષ્ટ કરાયું નથી માટે લેપનું કામ થઈ ન શકે. શ્વેતાંબરોએ તરત વાંધો લીધો. ઠોસ દલીલો રજૂ કરી. ૧૧-૧૧૯૩૭ના દિવસે દિગંબરોની અપીલ નીકળી ગઈ. દિગંબરો હાઈકોર્ટમાં ગયા. આપણા નસીબ નબળાં હતાં એટલે દિગંબરોની અપીલ ત્યાં માન્ય થઈ. કટિસૂત્રના માપ નક્કી કરવા માટે કેસ ફરી આકોલા આવ્યો. દિગંબરોએ કટિસૂત્ર-છોટાને આછાપાતળા રાખવા વિનંતી કરી. આપણે લોકોએ ટિસૂત્ર-કછોટો પહેલા જેવા હતા તેવા જ બનાવવાનો આગ્રહ રાખ્યો. ઉભયપક્ષની જુબાની લેવામાં આવી. પુરાવા રજૂ કરવામાં આવ્યા. ૧૩-૯-૧૯૪૪ના રોજ નિકાલ આવ્યો. ત્રણ મુદ્દા સ્પષ્ટ થયા. (૧) મૂર્તિનું કટિસૂત્ર ૧ ઈંચ પહોળાઈ ધરાવી શકે. કમરને ફરતી જાડાઈ એક ૧૫૬ તૃતીયાંશ ઈંચ અને અર્ધગોળ આકારે. કછોટ-એક અષ્ટમાંશ પહોળાઈ. પ્રારંભમાં બે ઈંચ અને આગળ અઢી ઈંચ. (૨) મૂર્તિનો લેપ ચાલતો હોય ત્યારે શ્વેતાંબરો પૂજા પર પ્રતિબંધ મૂકી શકે છે. લેપ સૂકાય નહીં ત્યાં સુધી પૂજા બંધ રહે તો પણ દિગંબરો વાંધો ન લઈ શકે. (૩) લેપ ક્યારે કરવો તેનો નિર્ણય લેવાની સત્તા શ્વેતાંબરોની છે. શ્વેતાંબરો ક્યારે પણ લેપ કરી શકે છે. દિગંબરો એમાં વાંધો લઈ શકે નહિ. (૫) દિગંબરો ફરી વાર હાર્યા. દરેક હારમાંથી તેમણે નવા તણખા શોધ્યા. તેમને ધર્મની ચિંતા હતી કે કબજાની તે સમજી શકાતું હતું. આપણે લોકો મૂર્તિના વહીવટના હકની લડાઈ જીત્યા અને લેપ કરવાની કાર્યવાહીની લડાઈ જીત્યા. હવે આપણે નિશ્ચિત હતા. દિગંબરો નફ્ફટ રાજકારણીની જેમ નાગપુર કોર્ટમાં ગયા. સન્ ૧૯૪૪ની સાલ. આપણે લેપની તૈયારીમાં હતા. છાપામાં પ્રભુના લેપ થવા સંબંધી જાહેરાત પણ આવી ગઈ. નાગપુરની હાઈકોર્ટમાં બે વરસ કેસ ચાલ્યો. લેપ કરનારા આવી ગયા હતા. દિગંબરો તેમને રંજાડવા લાગ્યા. લેપની અણમોલ સામગ્રી આવી ગઈ હતી. દિગંબરો તેની પર આક્રમણ કરવા માંડ્યા. પોતાની લાગવગ લગાવીને એમણે વાતાવરણ તંગ બનાવી મૂક્યું. પ્રભુ પર ત્રીજો અત્યાચાર ગુજર્યો. પ્રભુમૂર્તિની સલામતીનાં નામે પ્રભુની ઉપર પાંજરું મૂકવામાં આવ્યું. સરિયામ નિર્લજ્જતા દાખવી હતી એમણે. તા. ૮-૭-૪૭ના દિવસે નાગપુર હાઈકોર્ટમાં નિકાલ આવ્યો. દિગંબરોની દલીલ રદબાતલ થઈ. તે વખતે જજ યુરોપિયન હતા. આર. ટી. પોલોક સાહેબ. તેમણે દિગંબરોની ટીકા કરતા કહ્યું કે ‘દિગંબરો જાણી જોઈને કેસ લંબાવી રહ્યા છે માટે શ્વેતાંબરોને કોર્ટ સંબંધી જે ખર્ચ થયો છે તે દિગંબરોએ ભરપાઈ કરી આપવાનો રહે છે.’ દિગંબરોને દરેક હારે નવું ઝેર ચડતું. તેમણે નાગપુર હાઈકોર્ટમાં વિશેષ અપીલ કરીને લેપ અટકાવવા સ્ટે માંગ્યો. કોર્ટે ૧૭-૩-૧૯૪૮ના દિને અપીલ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ કાઢી નાંખી. તા. ૩-૧૦-૧૯૪૮ના દિવસે આપણે લેપ કરવાની શરૂઆત કરી. તા. ૧૩-૧૧-૪૮ના દિવસે લેપ સૂકાઈ ગયો. પ્રક્ષાલ શરૂ થયો. મૂર્તિ ઝળહળી ઊઠી. ભારતની આઝાદીના ૩૯ વરસ પહેલા લેપનો સંઘર્ષ શરૂ થયો હતો તે ભારતની આઝાદીના બીજા વરસે પૂરો થયો. ભારત અંગ્રેજોની ગુલામીમાંથી છૂટ્યું પરંતુ દિગંબરોનો પીછો શ્રી અંતરિક્ષતીર્થ ન છોડાવી શકર્યું. આ સંઘર્ષ દરમ્યાન દિગંબરોએ કોર્ટમાં પ્રભુમૂર્તિને પાષાણમય કહીને લેપને બિનજરૂરી ઠેરવવા પ્રયાસ કર્યો હતો. કોર્ટમાં આની ચર્ચા પણ લાંબો વખત ચાલી હતી. આખરે જજ શ્રી આર. વી. પરાંજપે જાતે અંતરિક્ષજી આવ્યા હતા. ખાવાપીવાના કોઈ નીતિનિયમો ન જાળવનારા એ આદમીએ પ્રભુમૂર્તિને નખથી ખોતરી હતી. દિગંબરોના પાપે પ્રભુના શરીરને નખના ઘસરકા થયા હતા. પોતાના નખમાં રેતી ભરાઈ એ જોઈને આ જજ સાહેબે જાહેર કર્યું કે Thus the neccessity of plaster for this idol is obvious, આ મૂર્તિને લેપ કરવો જરૂરી છે તે હવે પૂરવાર થાય છે. ૧૫૮ - આજે પ્રભુમૂર્તિને તાળાબંધીમાં રાખવામાં આવી છે. મૂર્તિને સ્પર્શ કરે તે ગુનેગાર. સરકાર અને કોર્ટના પ્રતાપે તીર્થ પોલીસોની પક્કડમાં આવી ગયું છે. આરતી સમયે તાળાનાં સિલ તૂટે છે. પૂજા અને સફાઈ બીજી મૂર્તિઓની થાય છે. જમીનથી અદ્ધર રહેલા દાદાની પૂજા બંધ છે. આ મૂર્તિની નીચેની જંગલુછણાં નીકળી જતાં. મૂર્તિના અંગૂઠે દીવા ધરીએ તો મૂર્તિતળેની પબાસનની ધરતી પર તેજની લકીરો વહી જતી. દાદાની માત્ર આરતી થાય છે. આરતીનો ઘંટનાદ બહાર સંભળાય છે. અંદર જવા મળતું નથી. આરતીના સમયે દેરાસરજીનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવે છે. એ સમયે દર્શન કરનારાને બહાર કાઢી મૂકવામાં આવે છે. આરતી થઈ ગયા પછી કાગળિયાં થાય છે. પોલીસમેન લખે છે : “આજની આરતી કોઈ પણ જાતની ધમાલ વિના પૂરી થઈ છે.’ તેની પર બંને પક્ષના મુનીમની સહી માંગવામાં આવે છે. દિગંબર મુનીમ સહી આપી દે છે. આપણા મુનીમજી સહી નથી કરતા. તાળા વાગ્યા છે તેનો વિરોધ જારી રાખવા સહી ન કરવી જરૂરી છે. પહેલાં તો પોલીસો વાયરલેસ સાથે આવતી. ચાલુ આરતીએ રિપોર્ટ પોલીસસ્ટેશન પર જતો. હવે તંગદિલી ઘટી છે. સમસ્યા મટી નથી. પ્રભુનો અદ્યતન ભૂતકાળ વર્તમાન પર સવાર થયેલો છે. સારાં ભવિષ્યની પ્રતીક્ષા ક્યારે પૂરી થશે તે સમજાતું નથી. બધેથી હારેલા દિગંબરોએ અતિક્રમણની નીતિ અખત્યાર કરી. મવાલીઓ ફૂટપાથ પર કબજો જમાવીને માલસામાન પાથરવા માંડે તેવો ઘાટ ઘડાયો. ભોંયરામાં પ્રભુજી સિવાય બીજી મૂર્તિઓ ન હતી. એ લોકો નવી મૂર્તિઓ મૂકવા માંડ્યા. પ્રભુજીની બન્ને બાજુ દિગંબરમૂર્તિની હાર થઈ ગઈ. આ મૂર્તિઓ ગભારામાં રહી શકી તેનું કારણ સમજવું મુશ્કેલ છે. ઘણી બધી દિગંબર મૂર્તિઓ વચ્ચે આપણી શ્વેતાંબર મૂર્તિની પવિત્રતાને ભ્રષ્ટ કરવાનો તેમનો દાવ હતો. બહાર સંકુલમાં તેમને થોડા દિવસ માટે આપેલી જગ્યા પર મંડપ બનાવીને ખાસ્સીબધી જમીન પર પગદંડો જમાવ્યો. ધર્મશાળાઓ પર હાથ અજમાવ્યા. આપણા મહાત્માઓ ને સાધ્વીજીઓ પર સિતમ ગુજાર્યા. યાત્રિકોને લુંટ્યા. બોર્ડ પર એસિડ છાંટ્યા. જાતે ગુનાઓ કરીને સાપાત્ર આપણને ગણાવ્યા. કોમી રમખાણ જેવી દહેશતવાદી પ્રવૃત્તિઓ ચલાવી. ધર્મની ભૂમિ પર લોહી છંટાયાં. પોળકર કેસની ભાઈબંધીનો આવો હિંસક અંજામ આવ્યો છે તે માની શકાતું નહોતું. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી અંતરિક્ષતીર્થ-૨ શ્રી અંતરિક્ષભગવાનની યાત્રાના એ દિવસોમાં ખાવાપીવાનું ધ્યાન રહ્યું નહોતું. પ્રભુનાં અલૌકિક સૌન્દર્ય ઉપર આજની અઘોર અવસ્થા સવાર હતી એ જોવાના એ દિવસો હતા. પ્રભુનાં ધામ ઉપર ઊંચી ધ્વજા લહેરાતી નહોતી તેનું દુ:ખ સંવેદનાના એ દિવસો હતા. પ્રભુના લાખ ચમત્કારો વચ્ચેથી વહી આવતી કાળધારાના વર્તમાન પ્રવાહને અસહાય બનીને જોવાના એ દિવસો હતા. પ્રભુએ વેડ્યું, ખખ્યું, ગળી ખાધું તે સમજવું ગમતું નહોતું, એ સમજયા વિના ચાલતું નહોતું અને સમજાય તે સહી શકાતું નહોતું. દિગંબરો પર દ્વેષ કરવાનો ન હોય પરંતુ પ્રભુની હાલત જોયા બાદ આક્રોશ તો જનમતો જ. પ્રભુ મૌન રહેતા તેમાં પ્રભુની ભવ્યતા મહોરતી, આપણે મૂક રહીએ છીએ તેમાં આપણી કાયરતા સાખ પૂરે છે સતત લાગતું. પ્રભુએ હરહંમેશ આપણને સાચવ્યા અને બચાવ્યા. આપણે પ્રભુને સાચવ્યા પણ નહીં, બચાવ્યા પણ નહીં. મા ભૂખ્યા પેટે સૂતી હોય તો સમજદાર દીકરાની ઊંઘ હરામ થઈ જાય. પ્રભુ અકોરડા દેહે બેઠા હોય તે જોઈને જીવતર હરામ લાગતું. જીવન નિરર્થક લાગતું. મોતના ભોગેય પરિણામ મળતું ન હોય તેવી મજબૂરીને ક્યાં જનમના પાપ કહેવા તે સમજાતું નહીં. એ દીનતાના દિવસો હતા. એ હતભાગી વિચારોના દિવસો હતા. - દિગંબરોની હલચલ જોવા મળતી. અમે રોકાયા હતા તે દરમ્યાન જ તેમણે એક રાત્રિકાર્યક્રમ રાખ્યો હતો. પતરાના મંડપમાં એ બધા ઉમટી પડ્યા હતા. સફેદ કપડામાં રહેતી આર્થિકાઓ ઘણી બધી આવી હતી. એક લાંબી દાઢીવાળા મહાત્માજી હતા. વરસોથી એ અહીં જ રહે છે. એ ઘણાં કામ સંભાળે ૧૬૦ છે. એક કામ આ પણ છે : શ્વેતાંબરી સાધુ આવે ત્યારે તેમની સામે દિગંબરી ઠઠારો પ્રદર્શિત કરવો. બસ, આ માટે જ આ રાત્રિમેળો રાખેલો હતો. યોગાનુયોગ એ જ રાતે શિરપુર ગામમાં શંકરજીનો મેળો હતો. ત્યાં હજારો ઉમટ્યા હશે. અહીં ત્રણસો ચારસોની ભીડ થઈ હતી. માઈક પર વારંવાર ‘શ્રી દિગંબર અતિશયક્ષેત્ર અંતરિક્ષજી'નો ઉલ્લેખ કરાતો હતો. જરૂર વિના પણ આ અક્ષરોનું મથાળું બંધાતું હતું. ‘હમારા મહાન તીર્થ શ્રી અંતરિક્ષજી’ ‘દિગંબરસમાજકી આસ્થા કે કેન્દ્રવર્તી ભગવાન શ્રી અંતરિક્ષ ભગવાનું” “શ્રી અંતરિક્ષજી તીર્થમ દિગંબરોના સબસે બડા મંગલકારી મંદિર' આ બધા સ્લોગન જેવા ઉચ્ચારો વક્તવ્યોમાં આવ્યા કરતાં હતાં. કોઈ પુસ્તકનું વિમોચન પણ થયું. બેનોએ ભેગા મળીને ગાવાનું ચાલુ કર્યું હતું. કોઈ અતિથિવિશેષ આવ્યા હશે તે પણ માઈક પર દિગંબર દિગંબર ઓચર્યા હતા. આપણે આપણાં તીર્થમાં છીએ તેવું લાગે જ નહીં, એવું ઝનૂન તેમના દરેક ભાષણકારોના અવાજમાં ટપકતું હતું. ભગવાન અપૂજ છે તેનો ડંખ હોય તેમાં આ સરમુખત્યારશાહી જોઈને બંડ પોકારવાનું મન થઈ આવતું. એક એકને પકડી પકડીને બહાર કાઢી મૂકાય, એમનાં પાટિયાં, એમનાં બેનર્સ, એમની તકતીઓ ઉખડી જાય, એમનાં નામોનિશાન સુદ્ધાં ન જડે તેવી સાફસફાઈ ભીંતભીંત પરથી થઈ જાય તેવી અગન જાગતી. નાના બાળકનાં હવાતિયાં જેવા આ વિચારોથી વળી નવી અશાંતિ અંતરને દઝાડતી. અસંભવ સપનાં જોનારો જાતે જ પીડાય છે. વધારે પડતી અપેક્ષાઓ રાખનારો જાતે જ દાઝી મરે છે. જે શક્ય નથી તેની માટે મચી પડવાથી ગાંડપણ જ પોષાય છે. આ બધી ખબર હતી તેમ છતાં દાઝવાની, પીડાવાની, દાઝી મરવાની, અને ગાંડામાં ખપી જવાની જરૂર લાગતી હતી. પ્રભુની નિતરાં સુંદર પ્રતિમાને કેદ જોવાની હામ, હિંમત નહોતી એટલે જ આ બધું અનુભવાતું. એ વ્યથા, હતાશાનો અનુભવ આજેય થાય છે. દરિયાકાંઠે આવી પહોંચેલા મોર્જા રેતી પર કે કાળી પથ્થરશિલા પર માથું પછાડીને દમ તોડી દે છે તેમ અંતરના ભાવોમાંથી ઉઠેલા વિચારો આંખોના કાંઠે આવી દમ તોડી દેતા હતા. પ્રભુ બધું જ વેઠી ચૂક્યા હતા. પ્રભુ માટે આપણાથી કાંઈ જ થઈ શકે તેમ નહોતું. પ્રભુની છટા રાજાધિરાજની હતી. અમારી હાલત ગરીબ, અપંગ જેવી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ૧૬૨ હતી. પ્રભુ ત્રણભુવનનાં અજવાળે દીપતા હતા. અમારી આંખોના દરવાજે અંધારા હતા. પ્રભુ પ્રસન્ન હતા. અમે સદંતર નિરાશે. પ્રભુ ફરિયાદ નહોતા કરતા. અમે ફરિયાદી હતા. અને અમને ખબર હતી કે આ અમારી ફરિયાદનો કશો ઉકેલ આવવાનો નથી. અમારાં સૌભાગ્યને તાળાં લાગ્યાં તેની પર વરસોનાં સિલ ચડી ગયા હતા. એ કવચ કોણ, ક્યારે ભેદશે તે સમજવાય મળતું નહોતું. એ દિવસોમાં આવી ભગ્ન મનોદશા સાથે પ્રભુનો પરોક્ષ ભૂતકાળ યાદ કરતા રહ્યા હતા. અદ્યતન ભૂતકાળ એટલે દિગંબરોનું અતિક્રમણ થયું તેનો કાળો ઇતિહાસ. પરોક્ષ ભૂતકાળ એટલે માલીસુમાલીના સમયની કથા. (૨) હ્યસ્તન ભૂતકાળનો માહોલ જુદો હતો. એ કથા મૂર્તિનાં સર્જન પછીની, વિસર્જન પછીની છે. માલી માલીના સેવક ફૂલમાલીએ પ્રતિમાને સરોવરમાં પધરાવી દીધી. પ્રતિમા વિખરાઈ જાય તે જ આશય હતો. પણ દૈવી પ્રભાવે પ્રતિમા પાણીમાં અકબંધ રહી. છાણ અને રેતની બનેલી મૂર્તિ અગણિત વરસો સુધી પાણીમાં રહી, યથાતથ રૂપે. એ સરોવરનાં પાણી પીનારાઓ હતા કે નહીં તેના ઉલ્લેખ મળતા નથી. એ સરોવરમાં જલચરો વસતા હતા કે નહીં તેની માહિતી મળતી નથી. એ સરોવરમાં પશુઓ, પંખીઓ ખેલતા કે નહીં તેની પણ કોઈ વિગતો જાણવા મળતી નથી. એ સરોવરનાં પાણીની ચેતના ચમત્કારી બની હતી તે નક્કી છે. એક માત્ર સંદર્ભ મળે છે એ સરોવરનો. અને એમાં જ પ્રભુનો અગમ, અગોચર મહિમાં નીખરતો અનુભવાય છે. શકતો નથી. એને ભાન થાય છે કે મારો રોગ ઘટ્યો છે, એને આશ્ચર્યાનંદ થાય છે. એ યાદ કરે છે. એને સરોવરનાનની સાથે સંબંધ છે તેવો ખ્યાલ આવે છે. રાણી રાજાને એ સરોવર પર લઈ જાય છે. રાજા સર્વાંગસ્નાન કરે છે. પ્રભુ પ્રગટ થયા નહોતા. પ્રભુની તલાશ પણ થઈ નહોતી. છતાં પ્રભુનો ચમત્કાર પ્રગટ્યો હોય તેમ એ રાજાનો રોગ સર્જાશે મટી ગયો હતો. રાજા કરતાં રાણી વધુ પ્રભાવિત થઈ. તેને સમજાયું કે આ સરોવરમાં કોઈ દેવી તત્ત્વનો વાસ છે. રાણી બલિપૂજા કરે છે. વિનંતી કરે છે. દેવને પ્રગટ થવા વિનવે છે. કોઈ પ્રતિભાવ નજરે ચડતો નથી. સરોવરનાં પાણીની સપાટી પર ખેલતાં તરંગો કિનારા પર આવીને અટકી જાય છે. રાણીની નજર સરોવરના ચારે કિનારા પર ફરે છે. જલદેવતાની અદેશ્ય ઉપસ્થિતિ એ અનુભવે છે. નજરનો ખાલીપો સંતોષાતો નથી. અદૂભુત ચમત્કૃતિ પછીનો ગદ્ગદભાવ લઈને રાણી અને રાજા રાજમહેલ પાછા ફરે છે. એ રાતે જ રાણીને સપનું આવે છે. ઊંઘ મજાની આવી હશે. વરસોનો ભાર ઉતરી ગયો તેની નિરાંતથી નિદ્રાશરણ એ થયા હશે. મનમાં અંતરતમ તૃપ્તિભાવ ભર્યો હશે. એમાં એ સપનું આવ્યું. રાણી માની ન શકી, પ્રતીક્ષા તો હશે જ કે આવું સપનું આવે અને ઋણમુક્તિનો અવસર સાંપડે છતાં રાણી એ સપનું જોઈને સ્તબ્ધ બની હશે. કેમ કે એ સપનું હતું જ પ્રભાવી. પ્રભુ પ્રાર્થના અંતરિક્ષ અવતારની એ આદિગાથા હતી. શ્રીપાળ નામનો રાજા એ સરોવર પાસે આવ્યો. મયણાસુંદરીના સ્વામીનાથ શ્રીપાળ રાજા આ નહોતા છતાં એમનેય સોંગે કોઢ થઈ ગયો હતો. કેટલાય ઉપચારો કરવા છતાં તે મટ્યો નહોતો. એ રાજા આ સરોવર પાસે આવે છે. હાથ મો ધોઈને પાણી પીએ છે. કુદરતી રીતે જ એને આ સરોવરનાં પાણીના ચમત્કારની ખબર નથી. એ ઘેર, રાજમહેલમાં આવી જાય છે. ત્યાં રાણી ચોકે છે, રાણીને આશ્ચર્ય થાય છે. રાજાના રોગ પર કોઈ જાદુ થયો હોય તેવું રાણીને લાગે છે. કોઢના ડાઘા, કોઢના નીતરતાં ધાબાં ઠેકઠેકાણે ભૂંસાયેલાં, રૂઝાયેલાં દેખાય છે. રાણી રાજાને પૂછે છે : તમે કંઈ દવા કરી આવ્યા છો ? રાજા સમજી એ સપનામાં રાણીને જાણવા મળે છે કે આ મૂર્તિ ભાવિ તીર્થંકર ભગવાનની છે. એ મૂર્તિનું પ્રકટીકરણ એમને એમ થઈ શકે નહીં. એ માટે વિશેષ વિધિ જાળવવાની રહેશે. મૂર્તિને બહાર કાઢવી હોય તો એને કાચા સૂતરના દોરે બાંધવી પડશે. એ બહાર પધારે પછી તેને ગાડીમાં બિરાજમાન કરવાની રહેશે. એ ગાડાને ખેંચવા માટે બળદ ચાલશે નહીં. સાત દિવસની વયનાં વાછરડાં જોઈશે. એ વાછરડાની રાશ કાચા સૂતરની હશે. ગાડું ખેંચાશે તે કાચા સૂતરથી જ, મૂર્તિ ગાડામાં સાથે જ ચાલશે, નક્કી, જ્યાં લઈ જવી હોય ત્યાં મૂર્તિને લઈ જવાશે. શરત એટલી જ કે ગાડું હાંકતા પાછળ વળીને જોવાનું નહીં. જયાં પાછું જોશો ત્યાં મૂર્તિ અટકી પડશે. રાજા રાણી પાસેથી સવારે આ સ્વપ્ન જાણે છે. પોતાના જનમનો ઉદ્ધાર Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ૧૬૩ કરનારા ભગવાન મારાં જ આંગણે બિરાજે એવા ઊંચા મનોરથ સાથે એ પ્રભુને સરોવરમાંથી બહાર પધરાવે છે. ગાડું પણ સ્વપ્નસંકેતના અનુસારે જ જોડવામાં આવે છે. રાજા ગાડાને બરોબર ચલાવીને આગળને આગળ લઈ જાય છે. વાછરડાં થાકતા નથી. સૂતરની દોર ખેંચાઈને તંગ રહેતી હોય તેવો વજનનો અનુભવ સુદ્ધા થતો નથી. રાજાને કૌતુક થાય છે. મૂર્તિ સાથે તો હશે ને? સવાલ ઉઠે છે. પ્રભુની સાથે ભૂલો જોડાતી આવી હતી. તેમાં રાજાની આ ભૂલ વળી ઉમેરાઈ. રાજાએ પાછળ જોયું. અને પ્રભુની મૂર્તિ અટકી પડી. રાજાએ માત્ર પાછળ જોયું હતું. ગાડું અટકાવ્યું નહોતું. ગાડું તો ચાલતું જ હતું. ગાડું ચાલ્યું તે સાથે જ રાજાને દેખાયું કે મૂર્તિ ગાડા સાથે આગળ ન ચાલતા અટકી ગઈ છે. ગાડાની બેઠક વિના મૂર્તિ અવકાશમાં અદ્ધર થંભી ગઈ છે. અંતરિક્ષદાદાનું આ પહેલું અવતરણ. ભગવાનના વજનથી ગાડું અટકી પડે તે ચમત્કાર હજી માની શકાય. મૂર્તિ જ આખી અદૃશ્ય થઈ જાય એ ચમત્કાર પણ થઈ શકે. આવો ચમત્કાર ? મૂર્તિ ગાડામાંથી અલગ પડી ગઈ. જમીન પર ન પડી. ગબડી કે તૂટી નહીં. રહી માત્ર આકાશમાં નિરાલંબ. આ જોયા છતાં ન માની શકાય તેવો અતિશય હતો. તીર્થકરોના શિરે ત્રણ છત્ર આકાશમાં ચાલે છે. તે વાત તો બહુ જાણીતી હતી. આ મૂર્તિ આટલી બધી અદ્ધર રહી તે માન્યામાં આવતું નહોતું. રાજા સ્તબ્ધ થાય છે. મૂર્તિ અટકી ત્યાં જ ગામ વસાવે છે. ગામનું નામ શ્રીપુર રાખવામાં આવે છે. રાજા જિનાલય બંધાવીને મહોત્સવપૂર્વક પ્રભુની પ્રતિષ્ઠા કરાવે છે. રોજ ત્રિકાળપૂજા કરે છે. લોહચુંબક અપાકર્ષણની દિશામાં રહે તો ઉછળીને દૂર પડે તેવો કોઈ વિજ્ઞાનબદ્ધ નિયમ અહીં લાગુ પડતો નથી. ગુરુત્વાકર્ષણનો સરેઆમ અપલાપ આ મૂર્તિ કરે છે. સિદ્ધશિલાને કશા ટેકાની જરૂર નથી તે રીતે, ચૌદ રાજલોકરૂપ લોકાકાશને અલોકમાં રહેવા માટે કોઈ ટેકાની જરૂર નથી તે રીતે આ મૂર્તિને કોઈ જ આધારની આવશ્યકતા નથી. મૂર્તિ પોતાની મેળે અવકાશમાં છે. રાજાનો વિસ્મયભાવ માત્ર એટલો હતો કે ગાડું ચાલે છે તો ભગવાન ગાડામાં છે કે નહીં ? એણે પાછળ જોવાની ભૂલ કરી. પરિણામ આજે એ આવ્યું છે કે રાજાને બદલે આપણે બધા જ વિસ્મયમાં ગરક છીએ. મૂર્તિ અદ્ધર શી રીતે રહે છે ? વિ. સં. ૧૯૨૪માં લેપકામ કરતી વખતે લેપનો એક કણિયો પ્રભુના ઘૂંટણ નીચે ફસાઈ ગયો. તે કાઢવામાં મૂર્તિને નુકશાન થાય તેમ હતું તેથી તે ઘૂંટણ જમીનને અડેલો હોય તેવો દેખાય છે. પરંતુ ટચલી આંગળીના અડધિયા જેટલા એ અંશથી મૂર્તિ અદ્ધર રહી ન શકે. એ તો સ્વયં અવલંબ છે. પાર્શ્વપ્રભુની કથાને શ્રી જિનપ્રભસૂરિજી મહારાજા અલગ ઊંચાઈ આપે છે. તેઓ નોંધે છે : આ મૂર્તિનાં હવણજળ આરતી પર છાંટીએ તો આરતી નથી બુઝાતી. દાદર, ખસ અને કોઢ જેવા રોગનો નાશ થાય છે, હવણજળથી. આ પ્રભુની યાત્રાનો મહોત્સવ દર વરસે થાય છે. પહેલાં તો મૂર્તિ, પાણીનું બેડું માથે રાખીને ચાલતી પનિહારી નીચેથી નીકળી જાય એટલી ઊંચે હતી. જમીનના થર ચડવાથી તેની ઊંચાઈ ઘટી ગઈ છે તેવું જોવાય છે. આ પ્રભુના પ્રકટીકરણની સાથે જ બનેલી કથા છે : મૂર્તિ ગાડામાં મૂકાઈ ત્યારે તેની સાથે અધિષ્ઠાયિકા શ્રી અંબાદેવી તથા કોટપાલ બંને હતા. અંબાદેવીના બે પુત્ર સિદ્ધ અને બુદ્ધ. ઉતાવળે નીકળવામાં એક પુત્ર પાછળ રહી ગયો હતો. દેવીએ ક્ષેત્રપાળને હુકમ કર્યો, લઈને આવ. ક્ષેત્રપાળ ન લાવી શક્યો. દેવીએ તેને ટુંબો માર્યો. આજે પણ ક્ષેત્રપાળની મૂર્તિના માથે, ટુંબો માર્યાના નિશાન જોવા મળે છે. શ્રી જિનપ્રભસૂરિજી મહારાજા અને શ્રી સોમધર્મગણિજી મહારાજા એમ માને છે કે આ તીર્થની સ્થાપના પાર્શ્વપ્રભુના પૂર્વે થઈ ચૂકી હતી. શ્રી લાવણ્યસમયજી મ.નો મત છે કે પ્રભુવીરની પછી આ તીર્થ સ્થપાયું. તેઓ તો માલીસુમાલીને બદલે ખરદૂષણનાં નામ આપે છે. શ્રીપાલ રાજાને બદલે આ હ્યસ્તનભૂતકાળ હજી આગળ ચાલે છે. પ્રભુ પાર્શ્વનાથની મૂર્તિ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ બને તે વાત ભલે એક જ વાક્યમાં લખવા જેટલી ટૂંકી લાગે છે. પરંતુ આ વાત અજીબોગરીબ છે. દેવતાઓ જમીનથી અદ્ધર ચાલે તે સૌ જાણે છે. પ્રભુનાં પગલાં, તીર્થંકર અવસ્થામાં સોનાનાં કમળ પર પડે છે તે આપણે જાણીએ છીએ. પ્રભુ મૂર્તિ રૂપે બિરાજે છે અને તે અવકાશમાં છે તે વાત જ માન્યામાં આવતી નથી. મૂર્તિની ચારે દિશા અને ઉપરની તેમ જ નીચેથી દિશામાં કશો જ અવલંબ નથી. બે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ એલચપુરના રાજા એલચદેવનું નામ લે છે. શ્રીજિનપ્રભસૂ. મ. વિ. સં. ૧૩૮૫માં થયા. શ્રી લાવણ્યસમયજી મ. વિ. સં. ૧૫૮૫માં થયા. શ્રી ભાવવિજયજી મ. એ વિ. સં. ૧૭૧૫માં પુનઃ પ્રતિષ્ઠા કરાવી છે તેમણે કરેલું પ્રભુનું વૃત્તવર્ણન તદ્દન નોખું છે. શ્રી ભાવિજયજી મ. આ કથા કહે છે તે પૂર્વે પોતે પ્રભુનો ચમત્કાર અનુભવી ચૂક્યા છે. દીક્ષા લીધા પછી આ મહર્ષિને ઉનાળાની ગરમી લાગી ગઈ તેથી આંખની જ્યોત ચાલી ગઈ હતી. ગુરુએ તેમને શ્રી પદ્માવતીમંત્ર આપ્યો હતો. પદ્માવતીએ શ્રી અંતરિક્ષ ભગવાનનું નામ આપ્યું. શ્રી ભાવવિજયજી મ. પ્રભુ સમક્ષ પધાર્યા. પ્રભુની સ્તવના આરંભી. પ્રભુના નામરસમાં એ તરબોળ બન્યા. સામોસામ બેઠેલા પ્રભુની સુવાસ અનુભવાતી હતી, પ્રભુનાં સાંનિધ્યનો રોમાંચ અંગેઅંગ ઉભરતો હતો. આંખો અંધારે ગરક હતી. સ્તુતિઓ ગવાતી ગઈ, આંધળી આંખેથી આંસુ ઝરતા રહ્યા. પ્રભુની ભક્તિનો જીવંત પ્રભાવ રેલાતો હોય તેમ એ ભીની આંખોમાં નૂર આવ્યું. અચાનક જ એ આંખો મીંચાયા બાદ ઉઘડતી હોય તેમ, જોવાનું સંવેદન પામી. પહેલાની નજર જનમદાતા દ્વારા સાંપડી હતી. આ નજરનો પુનર્જન્મ હતો. પુનર્જન્મના દાતા હતા શ્રી પાર્શ્વનાથ ભગવાન, અંતરિક્ષદાદા. પ્રભુની સામે અંધાપાની આખરી ક્ષણો ગુજરી હતી. પ્રભુની સમક્ષ જ નજરના નવજીવનની પ્રારંભિક ક્ષણો ઘડાઈ હતી. પ્રભુને નિહાળીને કૃતાર્થ બનેલી આંખો, પ્રભુનાં નામે જ જ્યોત પામેલી આ મોંધેરી આંખો એ રાતે નિદ્રાના પાલવમાં સપનું ભાળે છે. એમાં આદેશ જેવી વાણી સંભળાય છે : ભગવાનનું મંદિર ઘણું નાનું છે, એ મોટું બનવું જોઈએ. તમારા ઉપદેશથી આ મહાન્ કાર્ય પાર પડી શકશે. એ મહાત્મા રોમાંચભાવ અને કૃતજ્ઞભાવ સાથે જાગી જાય છે. પ્રભુની કૃપા મળી તે સાથે જ પ્રભુનાં ધામનો જીર્ણોદ્ધાર કરવાની ઘડી આવી પહોંચી હતી. મહાત્મા ત્યાં જ રોકાયા. તેમના ઉપદેશથી જિનાલયનો સંપૂર્ણ ઉદ્ધાર થયો. વિ. સં. ૧૭૧૫ ચૈ. સુ. ૬ રવિવારના દિવસે પ્રભુ ગભારામાં પધાર્યા. પ્રભુની સ્તુતિ કરી તેનાથી પ્રભુ પીઠિકાનાં સ્થળે પધાર્યા. હા, પધાર્યા, બિરાજ્યા તો નહીં જ. પ્રભુ એક આગળ ઊંચે સ્થિર થયા. ૧૬૬ પુનઃ પ્રતિષ્ઠાનો અનુપમ લાભ લેનારા મહાત્માએ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથકૃપાત્મક સ્વચરિત્ર લખ્યું છે. તેમાં પ્રભુનાં હ્યસ્તન ભૂતકાળને પરંપરાથી અલગ રીતે જ આલેખ્યો છે. પ્રભુની કથા તેમણે આ મુજબ લખી છે : રાવણના સંબંધી ખરદૂષણ રાજા પ્રવાસે નીકળ્યા. રસ્તે રોકાયા. ત્યાં રસોઈયાને ભગવાનની મૂર્તિ લાવવા કહ્યું. રસોઈયો કહે : હું લાવવાની ભૂલી ગયો છું. પૂજા વિના તો ચાલે જ કેમ ? રાજા જાતે મૂર્તિ ઘડવા બેસી ગયા. વેળું અને છાણની ભવ્ય મૂર્તિ બનાવી. પૂજા કર્યા બાદ તેનું વિસર્જન કૂવામાં કર્યું. એ કૂવો આંબલીના ઝાડની પાસે જ હતો. કેટલોય કાળ વીતો ગયો તે પછી એક રાજા ત્યાં આવ્યો. તેને રોગ શાંત કરવો હતો, શિકાર નહીં. કૂવાનાં પાણીથી તરસ સંતોષી. એના કોઢ રોગથી એ એવો ત્રસ્ત હતો કે રાતે ઊંઘ પણ આવતી નહોતી. એ દિવસે તે આરામથી ઊંઘ્યો. સવારે રાણીએ રાજાનું રૂપ જોયું. રાજા પાસે કૂવાની વાત જાણી. ત્યાં જઈ રાજાને કૂવાના પાણીએ સ્નાન કરાવ્યું. રાજા નિરોગી થઈ ગયો. તરત જ દૈવી સાક્ષાત્કાર માટે તેણે ઉપવાસ શરૂ કર્યા. ત્રીજા ઉપવાસે દેવ સાક્ષાત્ થયા કહે : અંદર પાર્શ્વપ્રભુની મૂર્તિ છે. તે ભરાવી છે ખરદૂષણે. હું કેવળ પૂજા કરું છું. રાજાએ મૂર્તિની માંગણી કરી. દેવે સ્પષ્ટ ના કહી. રાજાના ઉપવાસ સાત થયા. એ થાકવામાં નહોતો માનતો. એને ભગવાન જોઈતા હતા. કોઈ પણ ભોગે. સાતમા ઉપવાસે ધરણેન્દ્ર દેવે પ્રગટ થઈને કહ્યું : આની પૂજા તમે કરી નહીં શકો. તમારું કાર્ય થઈ ગયું છે હવે તમે જાઓ. રાજાએ માંગણી કરી તેમાં ભાવ અદ્ભુત હતા : હું ભગવાન માંગુ છું તે મારા માટે નહીં. મારે જગત માટે ભગવાન જોઈએ છે. મારા પ્રાણ આ મૂર્તિમાં પૂરાયા છે. ધરણેન્દ્ર પ્રસન્ન થાય છે. કહે છે : મૂર્તિ આપીશ પણ આશાતના કરતો નહીં. મૂર્તિ બહાર કાઢવાની વિધિ પણ દેવરાજ બતાવે છે ઃ જુવારના સાંઠાની પાલખી બનાવવાની. સૂતરના તાંતણે એને બાંધીને કૂવામાં ઉતારવાની. તેમાં મૂર્તિ હું મૂકી દઈશ. બહાર લીધા પછી જુવારના સાઠાને ગાડાના રથમાં પધરાવવાની. પંચમકાળ છે, મૂર્તિમાં હું હાજર રહીશ. મૂર્તિની ઉપાસના કરશે Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ ૧૬૮ બચાવવા શીતલેશ્યા વાપરી. ગૌશાળાની તેજોવેશ્યાથી બચવા જાતે શીતલેશ્યા ન વાપરી. પ્રભુ તો પારકા અને પરાયા કામ કરે. પોતાનાં કામ ન કરે. પ્રભુ ખમે. પ્રભુ વેઠે. પ્રભુ બચાવ ન કરે પોતાનો. પ્રભુ બીજાની ચિંતા હરે. પોતાની ચિંતા પ્રભુ ન કરે. પ્રભુને પૂજાનો ખપ નથી. પ્રભુને આંગીનો, ભક્તોનો ખપ નથી. ભગવાનને એકાંતવાસ ફાવી ગયો છે. આપણા હાલ બૂરા છે. પ્રભુ જાણે રીસાયા છે. આપણે મનાવી નથી શકતા તેની જ વેદના છે. પ્રભુ નાનકડાં ભોંયરામાં મસ્તી માણે છે. વિશાળ દુનિયામાં ભ્રમણ કરવા છતાંય આપણે બેચેન છીએ. પ્રભુની દૂરી ખમાતી નથી. દરિયાનું ભવ્ય રૂપ ભરતીમાં તો છે જ. ઓટના કલાકોમાંય દરિયો અસીમ, અફાટ હોય છે. ભરતી તો સૌ માણે. ઓટ કોઈ માણતું નથી. શ્રીઅંતરિક્ષદાદા ઓટનું સૌન્દર્ય લઈને આપણી રાહ જોતા હોય છે. આપણે જઈશું પ્રભુ પાસે ? તેના ઇચ્છિત પૂરીશ.’ આ વિધિ મુજબ જ રાજાએ બધું કર્યું. રથનો અવાજ થયો નહીં. રાજાએ કૌતુકથી પાછળ જોયું. મૂર્તિ ત્યાં જ અટકી ગઈ. આકાશથી સાત હાથ અદ્ધર. ખિન્ન રાજાએ ધરણેન્દ્રની ઉપાસના કરી. ધરણેન્દ્ર કહ્યું : મૂર્તિ અહીં જ રહેશે. એક લાખ મુદ્રા ખરચીને મંદિર બનાવજે. તો પ્રભુ પધારશે. રાજા મંદિર બનાવે છે. એમાં ઈંટ ચૂનાનો કશો જ ઉપયોગ કરાયો નહોતો. પથ્થર સાથે પથ્થર કળાપૂર્વક જોડી દીધા હતા. એ કાળમાં ઉત્કૃષ્ટ કહી શકાય તેવું મંદિરનું નિર્માણ થયું. પ્રભુને પધારવા વિનંતી કરી. પ્રભુ ન પધાર્યા. ધરણેન્દ્રને પ્રાર્થના કરી. તેય ન આવ્યા. હવે જવાનું ક્યાં ? રાજાને સલાહ મળે છે કે પૂ. આ. શ્રી અભયદેવસૂરિ મ. કુલપાકજી થઈ દેવગિરિ આવ્યા છે. તેમને બોલાવો. આચાર્ય ભગવંત પધાર્યા. હવે તેમણે અઠ્ઠમ કર્યો. ધરણેન્દ્ર આવ્યા, કહે, રાજાએ મંદિર સારું બંધાવ્યું પરંતુ તેમને ગર્વ થઈ ગયો છે. આ મંદિરથી મારી નામના વધશે એવો મદ રાજાને થયો છે. માટે ભગવાન એ મંદિરમાં નહીં આવે. શ્રાવકસંઘ નવું દેરાસર બંધાવે. તેમાં પ્રભુ પધારશે. આચાર્યભગવંતની પ્રેરણાથી શ્રી સંઘે નવું દેરાસર બંધાવ્યું. સૂરિભગવંતે પ્રતિષ્ઠાના સમયે પ્રભુની સ્તુતિ કરી. અંતરિક્ષમાં બિરાજતી મૂર્તિ ઉપરથી અવતરીને મંદિરમાં પધારી. વિ. સં. ૧૧૪૨ મહા સુદ પાંચમ રવિવારનો એ દિવસ. શ્રી ભાવવિજયજી મ. એ પુનઃ પ્રતિષ્ઠા કરાવી ત્યારથી એ જૂનું આસન ખાલી પડ્યું. આશરે પોણા છસ્સો વરસ સુધી પ્રભુ જે પીઠ પર આસન્ન હતા તે ખાલી તો ન જ રખાય. તેથી એ સ્થાને શ્રી મણિભદ્રની સ્થાપના કરવામાં આવી. ભોંયરામાં બીજા પણ મણિભદ્રજી હતા. આમ ભોયરામાં એક સાથે બે મણિભદ્રજી બિરાજે છે. એય છે તો તાળામાં જ. રાજાએ બંધાવેલાં મંદિરમાં રાજાએ આ મૂર્તિ જેવી જ નવી મૂર્તિ ભરાવી હતી. એ મંદિર આજેય છે. ગામમાં પવલી મંદિર તરીકે ઓળખાય છે. એની પર દિગંબરોનો સજજડ કબજો છે. કાયદાના દરવાજા બંધ છે. અહીં તેઓ દાદાગીરીથી જામી પડ્યા છે. ભગવાનનાં મૂલ મંદિર પર પણ આવો જ અધિકાર તેમને જમાવવો છે. ભગવાન ભક્તોની ચિંતા અને પીડા હરવા સદા સક્ષમ છે. એ જ ભગવાન પોતાની માટે કશું કરતા નથી. પ્રભુ વીરે ગોશાળાને તેજોલેશ્યાથી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મહારાષ્ટ્ર : ગામો અને તીર્થ (૧) મંચરથી સાંજે નીકળ્યા. રાતનો મુકામ સ્કૂલમાં હતો. કોઈ ડેમ બંધાયો હતો તેની ડૂબમાં ગયેલાં ગામનું પુનર્વસન થઈ રહ્યું હતું. છૂટાછવાયા ઘર હતાં. ચોરીનું જોખમ. દરવાજો અંદરથી વાસીને સૂવાનું હતું. ખુલ્લા દરવાજે સૂવાની સ્વતંત્રતા ઝૂંટવાઈ તે ગમ્યું તો નહીં. કડી ચડાવી સૂતા. મોડી રાતે દરવાજો ખખડ્યો. કોઈ ટકોરા મારતું હતું. ખોલીએ ને લૂંટફાટવાળા હોય તો ? ન ખોલવાની ગાંઠ વાળી ત્યાં દરવાજો ફરી ખખડ્યો. ખોલ્યો દરવાજો. ત્રણ ચાર જણા ઊભા હતા. એકના હાથમાં ફાનસ. એ કહે, સૂઈ જાઓ અમે જઈએ છીએ. ચોર હોય તો ચાકુ બતાવે, ધસી આવે. આ તો હાલતા થયા. એમને પૂછ્યું : કેમ આવ્યા હતા ? જવાબ મળ્યો : તમને લોકોને જોવા આવ્યા હતા. સૂઈ જાઓ. એ ગયા. દરવાજો ફરીથી બંધ કર્યો. પૈસા ચોરીને નીકળી જનારા ભૂલાઈ જશે, આ લોકો નહીં ભૂલાય. કેમ કે એ લોકો જામેલી ઊંઘ ચોરીને નીકળી ગયા હતા. આવા ચોરની કલ્પના પણ ન હોય. (૨) અહમદનગર પહોંચ્યા ને સમાચાર આવ્યા. કરાડમાં અમારું ચોમાસું થયું ત્યારે સાથે જે સાધ્વીજી હતા તેમને અકસ્માત નડ્યો છે. બે જખમી છે, એક સિરિયસ અને એક ? એક કાળધર્મ પામ્યા છે. બેંગ્લોરની પાસે જ અકસ્માત થયેલો. હાઈ-વેના વિહારો દરવરસે આવા ભોગ લે છે. જે સમયે સમાચાર ૧૭૦ મળ્યા તે વખતે અમારે ૨૦૦૦ કિ. મી. ચાલવાનું બાકી હતું પણ હિંમત ગુમાવવી પાલવે નહીં. અમારે ક્યાં કલકત્તા જવાનું હતું, અમારે તો શિખરજીની યાત્રએ પહોંચવાનું હતું. વીશ તીર્થંકર ભગવંતોની નિર્વાણ ભૂમિના રસ્તે કલકત્તા આવી જતું હતું તે કેવળ યોગાનુયોગ હતો. પ્રભુને મળવા જવાનું હોય પછી ભય શાના ? ઉપસર્ગો તો ક્ષય પામવાના. (૩) ગોથાન સાંજે પહોંચ્યા હતા. ગામનું મૂળ સ્થાન ગૌ-સ્થાન. અહીં મહાભારતના કાળમાં ગાયો ખૂબ ચરતી. આજેય અહીં પુરાતન શિવમંદિર છે. એનું વાસ્તુ વિશિષ્ટ છે. અમારે રાતવાસો એમાં કરવાનો હતો એટલે જોવા ગયા. મંદિરબહાર ઊંચો સ્તંભ. મહારાષ્ટ્રની પરંપરાગત પદ્ધતિ પ્રમાણે એમાં સેંકડો દીવા જલી શકે તેવી ગોઠવણ હતી. એ નંદાદીપ કહેવાય. મંદિરનો પૂજારી આ થાંભલાની ટોચ પર ચડી જાય છે. ઉપર બેસીને એ ધૂણે છે તો આખો સ્તંભને ચોતરફ ઝૂલા ખાય છે. હાથી સૂંઢથી વૃક્ષને હલાવે તે રીતે પૂજારી ઉપર બેસીને આખા સ્તંભને ઝૂલાવે છે. લોકો પિઝાનો ઢળતો મિનારો જોઈ અચરજ પામે છે. ભારતનાં ગામડે તો બાંધણીના આવા ચમકારા ઘણાય મળે છે. પથ્થરનો, મજબૂત અને વજનદાર સ્તંભ ઝૂલતો હોય તો હલે કેમ નહીં ? એમ વિચારી એને હાથથી ધક્કો લાગે તેવું દબાણ આપ્યું. પરિણામ શૂન્ય. ગામના માણસે ક્યું કે ‘આ પૂજારી સિવાય કોઈ ઉપર ચડી શકતો નથી.’ એ સાંજે પૂજારી બહાર ગયો હતો. અમે એ સ્તંભકેલિ ના જોઈ. (૪) આપણી આ ખાસિયત છે. મોટું નામ હોય ત્યાં વાજાં વાગે. અજાણ્યું નામ હોય તો હાજાં ગગડાવી મૂકે. અવારનવાર ચાર ફીરકા એક થાય છે. ભેદભાવ ટળી ગયો એવી પ્રસિદ્ધિ થાય છે. બધાને એક મંચ પર જોવાનો લહાવો મળ્યો તેવી વાતો વહેતી થાય છે. આખરઅંતે બધું ધોવાઈ રહે છે. શ્રીમંત લોકોના અરસપરસના સંબંધો સચવાય તે માટે મોટા મહાત્માઓ સચવાતા હોય છે. એવી શાસન પ્રભાવના, થાય છે ત્યારે સારી લાગે છે. લાંબાગાળે પરિણામ ઉપજતા નથી. નાના સાધુઓ કાયમ ઠેબે ચડે છે. પૈઠણના મુનીમે આ સત્યનું Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ૧૭૧ ભાન કરાવ્યું. અમે લાંબો વિહાર ખેંચીને દિગંબર ધર્મશાળા પહોંચ્યા તો મુનીમ કહે, યહાં નહીં રુક સકતે. નામ અને દામની દુનિયા ધર્મશાળા સુધી આવી પહોંચી હતી. અમારો કાંઈ ગજ ન વાગ્યો. રંજ કે ખેદ તો ના અનુભવ્યો. વિચાર એ આવ્યો કે ગુસ્સો બતાવીએ તો શાયદ રસ્તો નીકળે. ઘણાની પાસે એવી આવડત હોય છે. પછી થયું : આ મુનીમચંદ્રની ના પર અમારે કાંઈ કામીર ખોવાનું નહોતું. અમારા રહેવાના આગ્રહથી તો એનું કારગિલ લૂંટાતું હતું. એને જગ્યા ન આપવી હોય તો એ એની સમસ્યા થઈ. અમે તો આગળ ચાલી જઈશું. સાધુ તો ચલતા ભલા. ગામ બહાર કોઈ વડલાના છાંયડે બે ઘડી બેસીને આરામ કરી લઈશું. ઇન્દ્રમહારાજાનો અવગ્રહ માંગી લઈશું. મકાનની અપેક્ષા રાખી તો ના સાંભળતા દુ:ખ થયું. અપેક્ષા જ ન ખપે, કોઈ વ્યક્તિ પર નારાજગી પણ નહીં. ઊભા ઊભા આશ્વાસન બંધાતું ગયું. ગામમાંથી એક સ્થાનકવાસી ભાઈ આવ્યા એ કહે : શ્વેતાંબરી મહાત્માજી કો હમ સંભાલતે હૈ. પધારિયે, હમને સારી વ્યવસ્થા કર દી હૈ. પેલો મુનીમ સજ્જનતાનાં ક્ષેત્રે પોતાની દિગંબર દશાને સાચવતો દૂર ઊભો રહ્યો. અમે ચાલ્યા. મેડીબંધ મકાનમાં ઉતારો મળ્યો. એવા થાકેલાં કે ગોચરીપાણી કરતાં પહેલા જ આડા પડ્યા. ધર્મશાળાથી અહીં આવતાય ખાસ્સો સમય ગયો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે આ મકાન એ ધર્મશાળાના ટ્રસ્ટીનું હતું. એમની સાથે દિગંબર સમાજની ઘણી વાતો થઈ. પોતાનાં તીર્થો વિશ્વ પ્રસિદ્ધ બનાવવાની તેમની વિવિધ યોજનાઓ સાંભળતા રહ્યા. તેમના તીર્થોમાં જે અતિશયક્ષેત્ર અને તીર્થક્ષેત્ર હોય છે તેમાં સામાન્ય રીતે શ્વેતાંબરી સાધુને રહેવા નથી દેતા. આજે એ જ થયું. જો કે, ટ્રસ્ટી બાબુએ અમારા ગોચરી પાણી પૂરા ભાવથી સાચવ્યા. ગામમાંથી ઘણા લોકો દર્શને આવ્યા. તેમને બહુમાનપૂર્વક શ્વેતાંબર સાધુનો પરિચય આપતા રહ્યા. આખા પૈઠણમાં એ ટ્રસ્ટીજીનું વર્ચસ્વ હતું તે દેખાઈ આવતું હતું. નીકળી રહ્યા છે. બે પરદેશી ગોરાઓ એનું સંશોધન કરવા રોકાઈ પડ્યા છે. માટીનાં વાસણો, મકાનો, ઈંટો નીકળે છે. ખીલા ઠોકી, દોરી બાંધીને નકશા મેળવાય છે. પૈઠણની અતીતકથાઓનો પાર નથી. રાજા નહપાન અને રાજા શાલિવાહનની રાજનીતિની વાર્તા આગમમાં ખૂબ પ્રસિદ્ધ છે. એના અવશેષો ઢળતી સાંજે જોયા. પૈઠણની ચિરંતન સખી ગોદાવરીનાં પાણી લાલરંગમાં ઝળહળતાં હતાં. (૬) એ હતું ચીંચવડ. એક ઘરમાં રહેવાનું હતું. ત્યાં જઈને બેઠા તો સૂચના મળી, મંદિરમે જાકે રહો. અનગારને વળી આવી વાતે ખોટું લાગે ? દિગંબરોનું સાંકડું મંદિર હતું. બહાર ટોળું જમા થયું. એક ભાઈ અમારાથી નારાજ હતા તે બહાર ઊભા બબડતા હતા. આરતી એક જ ભાગ્યશાળીએ પતાવી, ચોવીશ પ્રભુનાં નામ બોલવામાં એ શ્રીમલ્લિનાથદાદાનું નામ ભૂલી ગયા. એક મહાનુભાવ મોઢામાં માવો ઠાંસીને ભગવાનને મોટું બતાવવા આવ્યા કે જુઓ હું કેવો લાગું છું. હાથ જોડીને ભગવાન આગળ ઊભા રહી એ દાંત વચ્ચેથી સોપારીના કડાકા બોલાવતા હતા, ધન્ય ભગત. પૂજારી પાસેથી જાણવા મળ્યું કે ‘શ્વેતાંબર સંપ્રદાયના સાધુઓ બહાર સ્કૂલમાં ઉતરે છે. અહીં કોઈ આવતું નથી.' શું કામ કોઈ નથી આવતું તે દેખાતું હતું. ગામ દિગંબરોનું હતું. દૂસરબીડથી ભૂલા પડ્યા . રસ્તો ખૂબ આગળ નીકળ્યો પછી સમજાયું કે ખોટી દિશા પકડાઈ છે. વચ્ચે જે રસ્તે વળવાનું હતું તે ચૂકી ગયા હતા અમે. ખેતરોની કેડી પકડીને મોડેથી મુકામે પહોંચ્યા. રસ્તો ભૂલાયો તેની થોડીક અશાંતિ હતી. અમારા માણસે કહ્યું : ‘જે રસ્તે આવવાનું હતું તે રસ્તે તો પુલ તુટી ગયેલો. પાણીમાં ઉતરીને આવવું પડત.' એ બિચારો પૂર જેવા પ્રવાહમાં થઈને આવ્યો હતો. એ મોડો નીકળ્યો હતો ને સાચા રસ્તે ગયો હતો. તો આમ વાત છે. પૂલ તૂટેલો તેને લીધે જ અમને કોઈકે ભૂલા પાડ્યા. લાંબા વિહારમાં કોઈક તો હતું જે અમારો ખ્યાલ રાખતું હતું. પૈઠણ તે પ્રાચીન પ્રતિષ્ઠાનપુર. શ્રી ભદ્રબાહુસૂરિજી મહારાજાનું ક્ષેત્ર. દિગંબર દેરાસરનાં રામચંદ્રજીના સમયની મૂર્તિ હોવાનું કહેવાય છે. નાગઘાટ નામનો એક નિર્જન વિસ્તાર છે, ગોદાવરી નદીના કાંઠે. ત્યાંથી પુરાતન અવશેષો Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૧૭૪ વરસાદ ઘણો થયો હતો. રસ્તો ઠેર ઠેર તૂટી ગયેલો. અમે લોણારનો રસ્તો છોડી સુલતાનપુરના રસ્તે ચાલ્યા. બીજે દિવસે સાંજે પહોંચ્યા. સ્કૂલમાં રહ્યા. અંધારું થયું તેમ સ્કૂલનાં મેદાનમાં છોકરાઓ જમા થતા હતા. ટીનેજર્સ હતા બધા. એ સૌ ભાતભાતની કસરત કરતા હતા. સૂઈ જાય ને બેઠા થયા વિના, પગના જોરે સીધા જ ઊભા થાય. એક બીજાની છાતી પર મુક્કા મારે. દંડબેઠક કરે. સ્કૂલમાં ધ્વજવંદનના સમયે ધ્વજ લટકાવવા ઊંચો લોખંડી થાંભલો રાખ્યો હોય છે તેની પર પચીસ ફૂટ ઊંચે ચડી જાય. એક તો વળી પોતાના બન્ને હાથ પર ઊધો ઊભો રહી, હાથથી ચાલતો હતો. આપણા પગલાં પગથી મંડાય, એના હાથ પગલાં માંડતાં હતાં, હાથના પંજા સિવાયનું આખું શરીર અદ્ધર. એ બન્ને પગને સામસામે છેડે સમાંતર રાખી બેસી શકતો. ભયાનક અઘરું. એનો જમણો પગ જમણી તરફ સંપૂર્ણ જમીનને અડે અને ડાબો પગ ડાબી તરફ સંપૂર્ણ જમીનને અડે. બીજા છોકરા શીખતા હતા પણ કોઈ ફાવતું નહોતું. શહેરોમાં કરાટે અને જીગ્નેશિયમ ચાલે છે. ગામડામાં આવા શરીર કેળવણીના પ્રયોગો ચાલે છે. શરીરને કેળવવા જેટલી જાગૃતિ આવી રહી છે, તેટલી સંસ્કારોને કેળવવા માટે નથી આવી. શરીર સારું બને તે માટે પસીનો પાડનારા યુવાન દોસ્તો મન સારું બને તે માટે શું કરે છે ? અરે, વાત જ જવા દો. એમને તો આવા ઉપદેશથી જ પસીનો છૂટી જાય છે. સંતાનો મહેનતકશ બને તે માટે મા-બાપો જ વિચારતા નથી તો, આપણે કોણ ? અમે ઉપલા માળે રહ્યા. એ ભાઈની ઇચ્છા હતી કે એ પીરસતા રહે અને અમે જમતા રહીએ. અમે આપણી મર્યાદા સમજાવી. રાજી થયા. ભાવથી વહોરાવી બહાર ઊભા રહ્યા. બૂમ પાડી પૂછે : મહારાજજી, કુછ ઔર લાએ ? અમે ના પાડી તો એ અંદર આવી ગયા. માંડ સમજાવ્યા. અમે સાંજે વિહાર કર્યો તો દૂર સુધી વળાવવા આવ્યા. એ ગામ હતું ડોનગાંવ. પ્રભુવીરનાં સાધુપદને જયારે જયારે આવું માન મળે છે. ત્યારે ત્યારે આતમાં સમક્ષ સવાલ થાય છે : આવાં માન લેવા જેટલી સાધુતા આવી છે આપણામાં ? (૧૩) સાંજે વિહાર કરીને જંગલ ખાતાની ચોકીમાં મુકામ કરવાનો હતો. યુવતમાળથી બે ભાઈઓ આવ્યા. તેમણે કહ્યું કે “એ ચોકીમાં તો દારુમાંસની મહેફિલો રાતભર ચાલે છે ! વચ્ચે જે ગામ આવ્યું ત્યાં જ અમારી માટે સ્કૂલ ખોલાવી. ત્રણ ચાર કિલો ધૂળ-માટી સાફ થયા. જામવાડી એ ગામ. રાત ત્યાં જ રહ્યા. સાધુનું કામ જ આવું. નક્કી કાંઈ ન કહેવાય. આગળ પણ નીકળી જાય ને પાછળેય રોકાઈ જાય. ભરોસા નહીં. (૧૪) યવતમાળનું જંગલ અડાબીડ નહોતું. આવા જંગલના રસ્તે પહેલો વિહાર હતો તેથી બિહામણું લાગતું હતું. મોટા લશ્કર જેવો દેખાવ હતો. નજરની પહોંચ નહોતી આટલું બધું સમાવી લેવાની. દૂર દૂર સુધી ઊંચા વૃક્ષો ઊભા હતા. ભીષ્મની બાણશય્યા યાદ આવતી હતી. આ વૃક્ષો બધા અર્જુનના બાણ હતા. આકાશ હતું ભીષ્મ. વૃક્ષોનાં પાંદડાઓ જમીન પર સંપૂર્ણ છવાઈ ગયા હતા. સૂક્કા થડ અને કૂમળાં પાનનો વિરોધાભાસ તો વૃક્ષની સૌથી મોટી વિશેષતા. વનવૃક્ષો માટે શું લખવું ? સુંદરતાનો સૂરજ. આકાશનો આધાર. આંખોનું આકર્ષણ. હવાના હૃદયબંધુ. લીલા રંગને હજારો અર્થછાયા આપનારું એક માત્ર તત્ત્વ છે, વૃક્ષ. પહાડી હોવાથી એકવિધતાનો અભાવ સતત આંખે અનુભવાય. તડકાને જમીન પર પહોંચવા માટે વૃક્ષોના પાંદડામાંથી ચળાવું પડે છે. પાર થયેલો તડકો જમીન પાસે પહોંચે છે. ખરી પડેલાં પાંદડાં તડકાને જમીન ‘યે પૂરા ઘર આપકા હૈ' એ ભાઈએ કહ્યું. એ કોંગ્રેસના માજી સદસ્ય હતા. બંગલો મોટો હતો. પૂજા માટેની ઓરડીમાં અમને બેસાડ્યા હતા. નામફેર થયેલો તેથી અમે એમનાં ઘેર પહોંચી ગયા હતા. એમણે અમને પોતાનાં જ ઘેર રોકી લીધા. પૂજાની ઓરડી મોટી હતી પણ અવરજવર ખૂબ. આપણાં ઘરદેરાસરોની જેમ આ લોકો નિયમો પાળતા નથી. પૂજાની ઓરડીમાં જ મોટું રેફ્રીજરેટર હતું. શાકભાજી, ફળો, ગોરસ લેવા નોકરો વારંવાર આવતા. અમે બીજી જગ્યા માટે એમને પૂછ્યું તો એ પોતાનો આખો બંગલો બતાવવા માંડ્યા. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ પર આવવા દેતાં નથી. પોતાનાં સંતાનોની આ સિદ્ધિથી હરખાયેલાં વૃક્ષો ઝૂલવા માંડે છે. પાણીનો વહેળો નીકળતો હોય તેની પર વૃક્ષો ઝૂકતાં નથી. જાણે કહે છે : તું તારે નદી બનીને વહેજે. માણસોને પાણી પીવડાવજે. અમે તો આકાશ લગી પહોંચ્યા. અમને તો હમણાં વાદળાં પાણી દેવા આવશે. તારાં એંઠા પાણી અમે સૂંઘવાનાય નથી. એક વૃક્ષ એટલું ઊંચું હતું કે બાજુમાં ઊભેલી ટેકરી નીચી લાગતી હતી. બાળવાર્તાનો નાયક તો ટેકરી પરથી વૃક્ષ સુધીનો રોપ-વે બાંધી લે. ઊંચાઈ પરથી આ જંગલનો ઢોળાવ જોઈએ તો બે રૂપ સ્પષ્ટ થાય. વૃક્ષોની લીલીછમ ટોચની બિછાત પર ઝળકતો તડકો. અને એ વૃક્ષોની નીચેની અંધારખંડ. અસૂર્યપશ્યા ધરતી. એની કથા ભયાનક છે. (૧૫) ડોંગરગાંવની સ્કૂલમાં ઉતરવાની ના આવી. રાઈસમિલવાળાએ સારો જવાબ ન આપ્યો. અગ્રવાલનું ઘર હતું તેણે કલાકેક બેસવાની છૂટ આપી. પહેલા કોઈ સાધ્વીજી આવ્યા હતા. તેમની ગડબડના હિસાબે અમને રહેવાના વાંધા પડ્યા. કલાકેકમાં ઘરમાલિકને કંઈક ભરોસો બેઠો એટલે પોતાની દુકાન ખોલી, કરિયાણું ખાલી કરાવીને અમને ઉતારો આપ્યો. ઉનાળાની ધીખતી બપોરે એ ત્રણ કલાક અમારી સાથે બેઠો. આ જંગલવિસ્તારની દિલધડક વાતો એ કરતો જ રહ્યો. જૂના જમાનામાં બહારવટું કરનારા હતા તેમ આજે આ જંગલમાં નક્સલવાદીઓ રહે છે. એમની માંગણી સંતોષાતી નથી. તેથી સરકારી લોકો અને શ્રીમંત માણસોને પરેશાન કરે છે. પોલીસનું કાંઈ ઉપજતું નથી. તેઓ ભારતદેશના વિરોધી નથી. તેમને રાજકારણી લોકો સાથે વાંધો છે. આ લોકો બંદૂકધારી હોવા છતાં રહેણીકરણીમાં અને ખાવાપીવામાં જંગલિયત નથી રાખતા. ઠાઠથી રહે છે. ઘરના માહોલમાં જ જમવાનું. ઝાડ નીચે કે ઉભડક પગે નહીં, ટેબલ ખુરશી પર બેસીને. સારાં કપડાં અને ઊંચું જીવનધોરણ તેમની ખાસિયત. અદ્યતન શસ્ત્ર તેમની વિશેષતા. પોલીસો એમનાથી ડરે. આ ગામની ૧૭૬ સ્કૂલમાં જ ચૂંટણીબૂથ હતું. વોટ આપવાની જગ્યા. ચૂંટણીનો સમય હતો. સાત નક્સલવાદી કબજો જમાવવા આવ્યા. મોટી સંખ્યામાં પોલીસોને જોઈને ભાગ્યા. પીછો કરવાનો વહેવાર સાચવીને પોલીસ અટકી. દૂરભાષકેન્દ્રમાં જઈ મોટી પોલીસચોકી પર એમણે આ સમાચાર આપ્યા. ફોન મૂકાયો ને એક નક્સલવાદી ત્યાંથી પસાર થયો, ભાગ્યો. એ નક્સલવાદી ઔરત હતી. એમનામાં ઔરતોને આ મારફાડ કામો માટે કેળવેલી હોય છે. એ છૂપાછૂપીમાં એકલી રહી ગઈ હતી તે તાકડો સાધીને ભાગી. સ્કૂલના બાળકો તેની પાછળ ધસ્યા. પોલીસને ખબર નહીં. એ બાઈ થોડું દોડીને અટકી, પાછી ફરી. અને પછી એ ફૂલનદેવીએ બાળકો સામે ચકચકિત બંદૂક તાકી. બાલુડા વગર પૂંછડીએ નાઠા. એમણે પોલીસને ખબર દીધા તો પોલીસને ઠંડી જ ચડી ગઈ. ભારતીય પોલીસની નપુંસકતાનો પાઠ ડોંગરગાવમાં ભજવાયો છે. ઘણાં ગામોમાં આવું થાય છે. પહેલાં કરતાં તંગદિલી હવે ઓછી છે. જ્યાર સુધી યુધિષ્ઠિરો ઢીલી વાતો કરે છે ત્યાર સુધી દુર્યોધનોનો જ ગજ વાગતો રહે છે. (૧૭) વિહારમાં દરેક ગામની સીમ પસાર કરવી પડે. ગામના રખેવાળો ત્યાં ઊભા જ હોય. પહોંચીએ કે નીકળીએ એટલે હલ્લો ચાલુ થઈ જાય. મોટી ચોરી કરી હોય તેવો વિરોધ નોંધાવી ભસે. એ હોય કૂતરાઓ. બે પણ હોય ને વીસબાવીસ પણ હોય. ઘણી વાર તો માઈલો સુધી પીછો કરે. એક વાર તો છેક ત્રીજે માળેથી ભસવા માંડેલું. મોટા કૂતરાઓ ભેગા નાના કુરકુરિયાં પણ કાંઉ કાંઉ કરવા માંડે છે. સામાન્ય રીતે દાંડો ખખડાવીએ કે વાંકા વળી પથ્થર ઉઠાવીએ એટલા માત્રથી દૂર થઈ જાય. એકાદવાર એવું બની શકે કે આને લીધે જ એ વધારે ઉશ્કેરાય. એક અલગ અનુભવ થયો. ગામડેથી જ વિહાર હતો. વહેલી સવારે એ પાછળ આવ્યું. ન ભસે, ના ઘૂરકે, વડીલો ફરમાવતા હોય છે કે ભસતો કૂતરો કરડે નહીં, કરડતો કૂતરો ભસે નહીં. આ વ્યાપ્તિના આધારે અનુમાન કર્યું. આ કૂતરો ભસતો નથી માટે એ કરડશે. અન્વય વ્યાપ્તિનો સવાલ નહોતો. વ્યતિરેક Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ વ્યાપ્તિ હતી. હડહડ કર્યું. ના જ ગયું. છેક ૧૪ કિ. મી. સાથે ચાલ્યું. સ્કૂલમાં ઉતારો હતો ત્યાં વટબંધ આવ્યું. અમે વાપરવા બેઠા તો આવીને ઊભું રહી ગયું. એની આંખો કહેતી હતી : તમને તો અમારી કદર જ નથી. તમે લોકો તો રોજ વિહાર કરો છો. અમારો પહેલો વિહાર છે. અમનેય ભૂખ લાગી છે.’ એની વ્યવસ્થા કરાવી. બપોર સુધીમાં તો ભળી ગયું. સાંજના વિહારમાં તો અંગરક્ષકની જેમ સાથે જ રહ્યું. વરસો જૂની ઓળખાણ હોય તેવી સમીપતા એ દાખવતું રહ્યું. એક પળ માટેય વિખૂટું ના પડ્યું. આખરે, મોટું ગામ આવ્યું. તે સ્થાનના કૂતરાઓ આ એકાકી કૂતરા પર તૂટી પડ્યા. બિચારું ન છૂટકે ભાગી ગયું. એ છેક સુધી વિહાર કરવા માંગતું હતું. ચૂકી ગયું. (૧૮) આખું ગામ સ્થાનકવાસીઓનું. મોટું સ્થાનક હતું. દોઢસોથી વધુ ઘરો હશે. મૂર્તિપૂજકનું માત્ર એક જ ઘર. નાનું ઘરદેરાસર. સ્થાનકમાં જ ઉતારો હતો. ત્યાના ભાવનાશીલ સજ્જનો કહે : આપ અહીં જ ચોમાસું કરો. આપ રહેશો તો ઘણા લોકો પૂજા કરતા થઈ જશે. એ વિનંતી કરનારા સ્થાનકવાસી અગ્રણીઓ હતા. (૧૯) આદિવાસી બાળકો માટેની હોસ્ટેલ. સાવ સાદા રહેઠાણો. અમને રાત માટે એક ઓરડી મળી. રાતે બાળકોને જૈન સાધુનો પરિચય આપ્યો. વાર્તા સાથે સારી વાતો સમજાવી. બધા બાળકોને મજા પડી ગઈ. પછી સૂવાનો સમય થયો હતો. સંથારામાં આડા પડતાવેંત જ ઊંઘ આવી. ત્યાં જ દરવાજે ટાબરિયું ઊભું રહ્યું ! જોરથી બૂમ પાડી : બાબાજી ! ઝોપલે કાંય ! ને કિલકિલ હસતું ભાગ્યું. ભોળા બાળકોને જીંદગીનાં દુઃખોની ખબર નથી કેમ કે મોટી મોટી ઇચ્છાઓની ઉંમર આવી નથી. ઉંમર વધશે તેમ ઇચ્છાઓની સાથે દુ:ખો વધશે. ઇચ્છા પૂરી કરવા અને દુઃખોને દૂર કરવા એ લોકો જે કાંઈ પણ કરશે તેમાં ભોળપણ ખાખ થઈ જશે. ܀ ܀ ܀ ૨૦ મધ્યપ્રદેશના અનુભવો (૧) વાઘ નદીના પૂલનો એક છેડો મહારાષ્ટ્રમાં છે. બીજો છેડો મધ્યપ્રદેશમાં છે. મહારાષ્ટ્રની વિદાય લઈને એ પૂલ પસાર કર્યો. જમણે હાથે જ રેસ્ટ હાઉસ હતું. એક વૃદ્ધ વોચમેનને હિંદીમાં પૂછ્યું : ‘વાઘ નદીકા રેસ્ટ હાઉસ હૈ, તો વાઘ રખ્ખા હૈ ?’ એણે હા પાડી. મેં પૂછ્યું : કહા હૈ. એણે કહ્યું કે પાછળ બગીચામાં છે. બંધા હુઆ નહીં હૈ, એણે ઉમેર્યું હતું. હવે તો ડર લાગ્યો. વાઘ હોય ને ખુલ્લો ફરતો હોય તો જોખમી જગ્યા કહેવાય. સંભાળીને બગીચામાં જોયું તો વાઘ નહોતો, સાબર જાતિનું મોટું હરણ હતું. આ તો મામાને બદલે માસા આવી ગયા. વોચમેનને સાંભળવાની તકલીફ હતી એમાં ગોટો વળ્યો. જો કે, વાઘ પીછો છોડવાનો નહોતો. સાંજે વિચિત્ર જગ્યાએ મુકામ મળ્યો હતો. ગામથી દૂર, પહાડીના ખોળે, જંગલના કાંઠે જ સ્કૂલ હતી. ભારે ઉકળાટ હતો. રાતે સૂવાના સમયે જ ખબર મળ્યા કે આ સ્કૂલના કૂવા પાસે રોજ રાતે વાઘ આવે છે. ગરમી એવી હતી કે રાતે સાડાદસ વાગેય લૂ દઝાડતી હતી. દરવાજા બંધ કરીને સૂવાનું બને તેમ નહોતું. થોડો ભાર લઈને સૌ સૂતા. રાતે દોઢ વાગે હાથની કોણીને કશુંક સુંવાળું અડ્યું. ઊંઘ ઉડી પણ આંખ ન ખોલી. વાઘ જ હશે. મૂંછ અડાડીને સૂંઘતો હશે. હલનચલન ન કરીએ તો શિકારી પશુ કાંઈ ન કરે. જરાક હલ્યા તો પછી એના નખ અને આપણું શરીર. સૂંઘવાનું એનું લાંબું ચાલ્યું. વાઘનું તો મોઢું ગંધાતું હોય છે. એવી કોઈ ગંધ ન આવી. આડા પડખે સૂતો હતો, સાચવીને ડોક ફેરવી તો વાઘ ન મળે. કોણીને તો દોરીએ બાંધેલી મચ્છરદાનીની જાળી અડતી હતી. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ૧૮૦ અડધી રાતે એકાંતમાંય ખડખડાટ હસવું આવ્યું. ભયમાંથી નીપજતી ગેરસમજ કેવા રવાડે ચડાવે છે ? વિહાર અભુત હતો. સારો વિહાર થાય છે. એનો અર્થ આજે એવો થાય છે કે કોઈ તકલીફ નથી વિહારમાં, જોખમ ન હોય ત્યાં જ વિહાર કરવાનો. તકલીફ હોય તો સહાય રાખવાની. સલામતીની સગવડ પણ રાખી લેવાની. આમાં સાધુતા તો બાજુ પર રહી ગઈ. પહેલા તો સાધુઓ જંગલમાં ભૂલા પડતા તો એમાંથી અજાણ્યા સાર્થવાહો ધર્મ પામતા ને છેક તીર્થંકર બનવા સુધીની આત્મિક પ્રગતિ માંડતા. આજે ભૂલા પડવાનો સવાલ જ નથી. રોજેરોજના કાર્યક્રમ તૈયાર હોય છે. મુશ્કેલી ન પડે તેની પૂરી તકેદારી હોય છે. રાતનો સમય. જંગલની પાસે સ્કૂલ. સૂવાની તૈયારી ચાલતી હતી. નાનો છોકરો આવીને કહે : બાબાજી, સબ સામાન બંધ કર કે અંદર રખ દેના. યહા ચોરી હોતી હૈ, હમારે ગાંવવાલે નહીં કરતે, બાહર લોગ કરતે હૈ.' છોકરો સમજદાર લાગ્યો. એની સાથે ઘણી વાતો કરી. એના બાપા દારુનાં વ્યસનમાં મરી ગયા હતા. કાકા દારુની ગરમીમાં આખા પરિવારને રંજાડે, બાપા મર્યા ત્યારથી એણે સ્કૂલ છોડી દીધી. ભેંસને હળ જોડી ખેતી કરે. એકવાર એ જંગલમાં બકરીઓ ચરાવવા ગયો તો એની નજર સામે ચિત્તો બકરીને ખેંચી ગયો. એકવાર અને રસ્તામાં પિસ્તાલીસ રૂપિયા મળ્યા તે બધા એણે માને આપી દીધા. નાની ઉંમરે એ ઘણો જવાબદાર થઈ ગયો હતો. મોટા થઈ શું બનવું છે ? એ સવાલ જ એની જીંદગીમાં નહોતો. મોટો થશે, દારુ પીવા માંડશે, ધાંધલ ધમાલ મચાવીને મરી જશે. આપણા શહેરી શ્રીમંતોય દારુ પીને મરતા હોય છે. એમને આદિવાસી કહીએ તો ન ચાલે ? કોઈ જ સહાય વિના વિહાર થવા જોઈએ. જોખમો જીરવી લેવાના. દરેક ગામના સારાનરસા માણસોનો સીધો પરિચય મળે તો ખરા અનુભવ થાય. જંગલો જોયા તે અનુભવ થોડી ગણાય ? મુકામ ક્યાં થશે અને ગોચરી પાણી મળશે કે નહીં તેની અનિશ્ચિતતા લઈને ચાલતા રહેવાની મુક્ત જીવનચર્યા માણવી જોઈએ. સત્ત્વ અને તિતિક્ષા તો કેળવાય. જો કે આ બધું મુશ્કેલ કામ છે, ખૂબ મુશ્કેલ. (પ) (૩) જંગલનુ જોખમ તો રહે જ છે. ઊંચાં વૃક્ષોની વચ્ચે સરકારી બોર્ડ ઊભા હોય છે. લખ્યું હોય છે : અવૈધ વૃક્ષો કાપનાર કે અવૈધ શિકાર કરનારના સમાચાર આપી ઈનામ મેળવો. શિકાર ન કરીએ તે બરોબર, આપણો શિકાર થઈ જાય તો, એનું શું ? જંગલની તો કીડી પણ વીંછીની જેમ ડંખે છે. મકોડાં મધમાખીની જેમ બાઝી પડે છે. જંગલી જનાવર સામે આવ્યું તો આપણું શું થવાનું ? પ્રભુવીરનો છબસ્થવિહાર યાદ આવે છે. ભગવાનને ભમરા ડંખી ગયા, ગોવાળે ગાળો આપી, ચાબૂક મારવા હાથ ઉગામ્યા, કાનમાં ખીલા ઠોકી દીધા. યક્ષો અને દેવો પરેશાન કરતા રહ્યા. અનાર્યભૂમિમાં તો ઘોર કષ્ટો પડ્યા. ક્યાંક જંગલમાં આગ લાગી તો ધ્યાનલીન પ્રભુના પગ બળી ગયા. પ્રભુનો નગપુરાનું શ્રી ઉવસગ્ગહર તીર્થ પ્રાચીન ભગવાનથી અધિષ્ઠિત છે. પ્રભુવીર છદ્મસ્થ અવસ્થામાં સાધુધર્મની ઉત્કટ આરાધના કરતા હતા તે સમયે પ્રદેશ રાજા પાર્શ્વપ્રભુના શ્રી કેશીગણધર દ્વારા પ્રતિબોધ પામ્યા અને તે રાજાએ ગંડકી નદીની રેતમાંથી પાર્શ્વપ્રભુની એક સુંદર મૂર્તિ ઘડી. શ્રી કેશી ગણધર દ્વારા જ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ. આ ઇતિહાસ અનેક સંશોધન પછી પુરવાર થયો છે. એ પ્રતિમાજીને પછીથી શ્રી ધરણેન્દ્ર પદ્માવતીજી પોતાના આવાસમાં લઈ ગયા. વરસો બાદ કલચુરીવંશના રાજા ગજસિંહને પદ્માવતીદેવીએ એ મૂર્તિ સોંપી. એ રાજા એ મહાકોશલના, ઓરીસાના માર્ગમાં જિનમંદિર બંધાવી આ મૂર્તિ તેમાં પધરાવી. પછીનો સમય અંધારખંડમાં જાય છે. ઉગતા ગામના મુખી શ્રી ભુવનસિહ કૂવો ખોદાવતા હતા તેનો ખાડો અચાનક દૂધથી ઉભરાય છે અને ફરીવાર ભગવાનની લીલા પ્રગટ થાય છે. એ ગામના લોકો ખાડામાં દેવની મૂર્તિ જોઈને પ્રસન્ન થઈ ગયા. રોજ સિંદૂર તેમ જ તેલ વગેરેથી પૂજા કરવા લાગ્યા. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ૧૮૨ એક જૈન શ્રેષ્ઠીએ આ મૂર્તિને ઓળખી. પછી તો ઘણી બધી ગતિવિધિ થઈ. પ્રભુજીએ ચમત્કાર પણ બતાવ્યા. એ મૂર્તિ, શ્રી કેશીગણધર દ્વારા પ્રતિષ્ઠા પન્ન થયેલી પ્રભુ પાર્શ્વની જ મૂર્તિ છે. આજે એ ઉવસગ્ગહર તીર્થના મૂળનાયક ભગવાન છે. પ્રભુવીરનાં કૈવલ્યથી પણ પુરાતન આ મૂર્તિ શ્યામસુંદર છે. પ્રક્ષાળના સમયે પ્રતિમાજી પરથી દુગ્ધધારા રેલાય છે તે સમયે પ્રભુનો દેહ એવો અદ્ભુત દીસે છે કે જેનું વર્ણન ન થાય. દેખન સરિખી વાત હૈ, બોલન સરિખી નાહી. આ તીર્થ હજી વિકસી રહ્યું છે. ચારેકોર કામ ચાલુ છે. લાંબાગાળાના ભવિષ્યનો વિચાર કરીને તીર્થસંકુલની સામે નિસર્ગોપચાર કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. એના મુખ્ય ડૉક્ટર ખૂબ તરવરિયા છે. ભાતભાતની ચિકિત્સાઓ કરે છે. અમને એમણે કેટલાય આસન બતાવ્યાં. હૉસ્પિટલના દર્દીઓનો રોજીંદો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે તેમાં સાંજે દેરાસરજીમાં બેસી આરાધના કરવાનું ફરજીયાત રાખવામાં આવ્યું છે. હતી. લૂ વાતી તેને લીધે વૃક્ષ પરનાં ચકલાં બેભાન થઈને જમીન પર પડતાં અને તડકામાં ખતમ થઈ જતાં. ભીંતોમાંથી ભડકી ઉઠતા. બારી બંધ રાખીએ તો ગરમી થાય ને ઉઘાડી રાખીએ તો લૂ દઝાડે. પાણી ઠંડું ન થાય, માટલું ગરમ થાય. વારંવાર પસીનો લૂછીને હાથ દુખી જાય. લખવા વાંચવાની સૂઝ ન પડે. રાતના અંગારા વેરાતા રહે. આવી ગરમીમાં બપોરે દોઢ વાગે ખુલ્લા પગે વહોરવા જવાનું થયું. મનમાં વિચાર આવ્યો. આવું કષ્ટ બીજા કોણ સહન કરી શકે ? રસ્તામાં ખોદકામ ચાલતું હતું. પરસેવે રેબઝેબ નહીં પણ પરસેવે છલોછલ ડિલે મજુરો માટીનાં તગારાં ભરતા હતા. ઉઘાડા પગે આમથી તેમ નીકળતા હતા. કષ્ટ સહન કરવાની તેમની ક્ષમતા લાંબી હતી. ત્રણ ચાર કલાકથી કામ ચાલતું હતું. બે ત્રણ કલાક હજી ચાલવાનું હતું. આપણે તો, અડધા કલાકમાં ઝપાઝપ મકાન ભેગા થઈ જવાના છીએ. સહન કરતા હોવાનો ગર્વ ગળી ગયો. અજ્ઞાન કષ્ટની ઝાઝી કિંમત નથી. વાત ખરી છે. એવા કષ્ટો જોઈએ તો આપણે કેવા સુંવાળા રહીએ છીએ તેનું ભાન અચૂક થાય છે. મહાત્માઓ આતાપના લેતા તે યાદ આવે. આપણી ઓછપ કઠે. બે દિવસ પૂર્વે વહોરવામાં સાથે નાનો બાબો હતો. ઘરો બતાવતો હતો. એણેય ચપ્પલ પહેર્યા નહોતાં. મેં કહ્યું : તેરે પૈર નહીં જલતે ? એણે જવાબ આપ્યો : ‘નહીં, સાહબજી. મેરે પૈર નહીં જલતે. હમકો તો અચ્છા લગતા હૈ.' એની નજર મારા પગ પર હતી. પાર્થપ્રભુનાં તીર્થમાં અપરંપાર શાંતિ સાંપડે છે. ભવ્ય જિનાલયનાં મુખ્ય દ્વારેથી ધીમે ધીમે ભગવાન તરફ પગલાં માંડવાનાં. દરેક ડગલે ભગવાન નજીક આવે. ગભારાના દરવાજે ઊભા રહી સ્તુતિ ગાઈએ તો ગર્ભગૃહ પડઘો ઝીલે. જાણે ભગવાનના અંતર સુધી આપણો સાદ પહોંચ્યો. પ્રભુનાં વદન પર પ્રસન્નતા અપરંપાર છે. આપણી આંતરિક અશાંતિ ટાળવા પ્રભુજી સથવારો આપે છે. પ્રભુની સમક્ષ ઊભા રહીએ તો એવો અનુભવ થાય કે જાણે ભગવાન પીઠ પસવારી રહ્યા છે. દુઃખો, દર્દો, વેદના, હતાશા, ગમગીની બધું જ ઓસરી જાય છે. બહારની દુનિયા વિસારે પડે છે. જંગલોમાં તીર્થ થાય છે. તેને લીધે માહોલમાં અજીબ શાંતિ હોય છે. એ શાંતિમાં પ્રભુનો સાથ મળે છે એટલે હૃદયના અણુએ અણુમાં આનંદ નાચે છે. આ આનંદ શબ્દોમાં બંધાય એવો નથી. એનો તો માત્ર અનુભવ જ હોય. પૈકિન ગામ પાસે એક પહાડ છે. એનું નામ છે, શિશુપાળ, ઉપરથી એક મોટી ખીણ દેખાય છે. તેને ઘોડાઘાટ કહે છે. અંગ્રેજોના જમાનામાં એક રાજા થયો. એણે અંગ્રેજોની હકૂમત કબૂલી નહીં. અંગ્રેજોનું લશ્કર તેની પાછળ પડ્યું. તે પહાડ પર ચડી ગયો. છેક ખીણ સુધી આવી ગયો. એ ઘોડા પર સવાર થયો હતો. પાછળ અંગ્રેજો આવી પહોંચ્યા. લડવાની તાકાત હતી નહીં. એમના હાથમાં પકડાય તો જિંદગીભર ગુલામી વેઠવાની હતી. ભારતના એ સપૂતે ઘોડાની સાથે ખીણમાં ઝૂકાવી દીધું. અંગ્રેજો સ્તબ્ધ. નાલાયક માણસોની પરતંત્રતા વેઠવા કરતાં મરી જવું સારું. રાજાનો એ આદર્શ હતો. લડીને વિરોધ થાય. લડતા ન આવડે તો આમ મરીનેય વિરોધ થાય. સાચી ભાવનાવાળા પોતાનાં રાયપુરમાં પહોંચ્યા ત્યારે ઉનાળો ધીખતો હતો. ગરમી ૪૮ ડીગ્રી પર Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ સિદ્ધાંત માટે બધું જ કરી શકે છે. આવા કટ્ટર રાજાઓને શાસન મળ્યું હોય તો ? એણે ખીણમાં કૂદતી વખતે આખો પરિવાર સાથે રાખ્યો હતો. બધાયની આંખે કાળા પાટા બાંધીને એમણે આખરી અશ્વારોહણ દ્વારા મોતને આંબી લીધું હતું. (e) ગહન જંગલની વચ્ચેથી રસ્તો જતો હતો. એક જગ્યાએ ટ્રકો ઊભેલી. એ ધાબું હતું. ત્યાંથી નીકળ્યાં તો તેના માલિકે બૂમ પાડી બોલાવ્યા. અમે ઈશારાથી ના પાડી તો એ પાગલની જેમ ધસી આવ્યો. હાથ પકડીને તાણી ગયો. ચાય-પાની-નાસ્તાનું પૂછ્યું. ના જ પાડી. ખૂબ લાગણીથી વાતો કરતો રહ્યો. એ પંજાબી હતો. લાંબી દાઢી. લાલ પાઘડી. પડછંદ દેહ. ઘેઘૂર અવાજ. ભાવભરી મોટી આંખો. એ ડોકું ધૂણાવતો ત્યારે આખું ઢાબું ઝૂમતું. અમે ઉઠ્યા. એણે રોડની સામે પાર બંધાતું મકાન બતાવી કહ્યું : વાપિસ લોટતે સમય હમારે બંગલે મેં રુકના હી પડેગા. એ સ્થાનનું નામ હતું મુરમરી. ઘણાં બધાં વૃક્ષોનો મર્મરધ્વનિ સંભળાતો હતો તેથી મુરમરી નામ રાખ્યું હશે. સાધુવેશના પ્રભાવે અજાણ માણસોય સેવા કરવા માંડે છે. પાત્રતા, સેવા લેવાની પાત્રતા તો સાચાં સાધુજીવનમાં છે. આત્મનિરીક્ષણ થતું અને લાગતું એવી પાત્રતા નથી આવી હજી. (૯) ભૂકેલ-માં વરસાદે પહેલો પરચો બતાવ્યો. પહેલાં તો વાવંટોળનું જોર હતું. શાળાનાં વિશાળ મેદાનમાં ઊભા રહીએ તો ઊડી જઈએ તેવી પાગલ હવા હતી. ધૂળ અને સૂકા પાંદડાની ધમધમાટી હતી. ઘટ્ટ લાગતા વાદળાં આકાશમાંથી દૂર દૂર રેલાઈને નીચે ઊતરતાં હતાં. ભરબપોરે સફેદ ઝગ વીજળીઓ ચમકતી હતી. જોશભેર વરસાદ મંડાયો તે પછી જલધારાના અનંત કણો ભૂખરા રંગમાં ચમકતા નીચે આવતા હતા, તે એક અલગ દૃશ્ય બની જતું હતું. થોડા જ સમયમાં વરસાદ અટક્યો. અમે નીકળ્યા. હવાના ધક્કે ઝડપથી પહોંચ્યા સૂઈપાલી ગામે. જૂની સ્કૂલ હતી. તાળું બંધ. ચાવી ન મળી. ઓસરીમાં ગાય ૧૮૪ બાંધેલી રાખતા તેનાં છાણ પણ પડેલાં હતાં. પાછળની ઓસરી જોઈ. સ્કૂલની પાછળ નાના તળાવ જેવો ખાડો હતો. તેમાં પાણી ભરાય તો સ્કૂલમાંય પાણી ઘૂસી આવે. એનાથી બચવા દોઢ બે હાથની પાળી બાંધી હતી, સ્કૂલની પાછલી ઓસરીમાં. ઓસરી લાંબી હતી, પહોળી નહીં. પાળી કૂદીને અંદર પહોંચ્યા અને ધડાકાભેર વર્ષા શરૂ થઈ. આકાશનું પડ ફાટતું હોય તેવા ભડાકા સંભળાવા લાગ્યા. વાદળામાં ગર્જારવ. ઘંટી પીલાતી હોય તેવો ઘેરો નાદ ઉઠવા માંડ્યો. વાછટની લહેરે ઓસરી ભીંજાવા માંડી. ઊભા ઊભા રાહ જોઈ. વંટોળિયો શમ્યો. વરસાદ ચાલુ રહ્યો. ઓસરીનાં પાણી ધીમે ધીમે સૂકાયાં. છાપરાનાં તળિયે પાણી પડવાનો એકધારો અવાજ થયા કરતો હતો. ચારે ઊંઘ આવી તેની ખબર ના પડી. સવારે આકાશ સાફ હતું. એ વરસાદી તડામારી યાદ રહેવાની. (૧૦) સ્કૂલના શિક્ષકો મળ્યા. ચૂંટણીઓ આવી રહી છે તેની ચર્ચા શરૂ થઈ. રાજકારણી લોકો પૈસા બનાવી લે છે, પ્રજાને સાચવતા નથી આ મૂળ મુદ્દો. આજે પરિસ્થિતિ એવી છે કે ફરિયાદો કરવાથી કોઈ ફરક પડવાનો નથી. રાષ્ટ્રપતિ કહે છે રાજકારણમાં લાંચરુશ્વતનું જોર વધી ગયું છે તોય કોઈ સુધરતું નથી. આપણો વિરોધ એ લોકો સુધી નથી પહોંચવાનો. પહોંચે તો એની અસર નથી થવાની. અસર થાય તો કોઈ બદલાતું નથી. જૂનો રોગ છે. વકરી ગયો છે. ભ્રષ્ટાચારનો વિરોધ આપણાં જીવનમાં આવે તોય ઘણું છે. મામકા અને પારકાના ભેદભાવો આપણે બધા જ રાખીએ છીએ. પોતાના હોય એમને સાચવો, પરાયા હોય તેને લટકાવી દો, આ આપણી નીતિ છે. આપણું કામ ન થાય તો, લાંચ આપવાની આપણી તૈયારી છે. કટકી મળતી હોય તેવી દલાલી આપણને મંજૂર છે. બીજાની પર ઉપકાર કરવાનાં નામે પૈસા આપણેય ખાધા છે. આપણા તમામ ચોપડા ચોખ્ખા નથી. જેણે પાપ કર્યું ના એકે, તે પથ્થર પહેલો ફેંકે. કોઈ બાકી નથી. રાજકારણીઓને ગાળો આપવા પાછળ બીજી જ ભાવના કામ કરે છે. એમણે પૈસા બનાવી લીધા તે ખોટું છે કેમ કે અમને એ પૈસા બનાવવા ન મળ્યા. એમને લાંચ મળી તે ભ્રષ્ટાચાર છે કેમ કે એ લાંચ અમને મળવી જોઈતી હતી. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ એમણે સત્તાનો દુરુપયોગ કર્યો તે ખોટું છે કેમ કે અમારે એ સત્તાના જોરે જલસા કરવા હતા. જલન તો આ છે. એ ફાવી ગયા અને અમે રહી ગયા. એવી ભાવનામાંથી ભ્રષ્ટાચારના વિરોધ થાય છે. આપ કરે હરિહરિ, દૂજો કરે હરામખોરી. આવા અવળા વિચારો ચાલતા હશે તો દેશનો ઉદ્ધાર થવાનો નથી. ૨૧ ઓરિસ્સાના અનુભવો શિક્ષકોને આ કહ્યું તો એ ઝંખવાણા પડી ગયા. વાતો તરત બદલાઈ ગઈ. થોડીવારમાં એ લોકો નીકળ્યા. આ વખતે એમને ચૂંટણીમાં જોડાવાનો લાભ મળ્યો હતો. તેની તૈયારી માટે દોડાદોડ ચાલતી હતી. રાજકારણની રગેરગમાં ગંદકી છે. એમાં પડનારા બે જ છે. એમાંથી બહાર નીકળો તોય ગંદકીથી ખરડાયેલાં જ રહેવું પડે છે. કોઈને એની પડી નથી. સૌને પૈસા બનાવવાની લાલચ છે. સારાં તત્ત્વોનો ગજ વાગવાનો નથી. (૧) ગોશાળામાં રોકાણ. ગાયોનાં રહેઠાણ સૌથી પહેલાં જોયા, પછી ઉતારે ગયા. ગાયને ગરમી ન લાગે તે માટે એમની ઉપર ઠેર ઠેર પંખા લગાવ્યા હતા. પંખા, ઇલેક્ટ્રીક સાધન છે એટલે તેની અનુમોદના કદી ન હોય. ગાયને પણ માણસ જેવું જ શરીર છે તેવી સંચાલકોની જે લાગણી હતી તે મહત્ત્વની લાગી, આ લોકો ગાયનાં દૂધ વેંચતા નથી. દહીં અને ઘી યોગ્ય સ્થાનોમાં અને મંદિરોમાં મોકલાવી દે છે. ગાય દૂધ મેળવવાનું સાધન છે તેવી હીન માન્યતા અહીં નહોતી. ગાયને પરિવારના સભ્યનો દરજ્જો મળ્યો હતો. એક ભયાનક આખલો બહાર ઘૂમતો હતો. એના છીંકોટા ખરતનાક હતા. એ કોઈને શીંગડે ઉપાડીને ઉલાળે તો પચાસ હાથ દૂર ફેંકી શકે. ગોશાળા હોય ત્યાં મચ્છરો ઘણા હોય છે. સંચાલકોએ માહિતી આપી, અહીંથી નજીકમાં જ મહાનદીનો ડેમ છે. એશિયાનો સૌથી મોટો ડેમ ગણાય છે. જે સાધુ મહાત્માઓ આવે છે તે ખાસ જોવા જાય છે. આઠ કિલોમીટર અંદર જવાનું અને એ જ રસ્તે બહાર આવવાનું. બીજે દિવસે જઈ શકાતું હતું. ડેમના બે છેડે ઊંચા મિનારા બંધાવ્યા છે. સરકારે. તેની પર ચડીને અગાધ, અફાટ જળરાશિને જોવાનો. અમે તે ના ગયા, પાણી તો વહેતા જ શોભે. વહેતા પાની નિર્મલા બંધા ગંદા હોય. પાણીને રોકી રાખવામાં સંઘાઈયા અને પરિયાવિયાનો દોષ લાગે છે. વિજ્ઞાન કહે છે કે પાણી વહેતું અટકે છે એને લીધે પાણીમાં ફ્લોરાઈડ વધી જાય છે. આવાં પાણીનો ઉપયોગ કરનારા વિચિત્ર માંદગીઓનો ભોગ બને છે. આજે પંજાબ, આંધ્રપ્રદેશ આમાં પીડાય છે. વિરાધના અને નુકશાનીના અગ્રદૂત સમા ડેમને જોઈને હરખાવાનું શું ? માનવો Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ગુનો કરે તો એમને કેદ થાય. લાંબી સજાવાળાને હવે ઓપન જેલમાં મોકલે છે. ડેમ એ પાણીની ઓપનજેલ છે. વગર ગુનાની સજા. (૨) ઓરિસ્સાની પ્રજા ગરીબ. એક છાપરા તળે જીવે. એક કપડું વરસભર ચલાવે. એક અન્ન પર જીંદગી નીભાવી લે. માટીની ભીંતો પર ઝાડના થડ ગોઠવીને ઘાસપાંદડા બીછાવી દે. ઘર તૈયાર. દર ચોમાસે છાપરાને સજાવી લેવાનું. એક માત્ર ચૂલો હોય ઘરમાં. લાકડાથી સળગાવે. ખાવાની વાનગી મર્યાદિત. વાસણો પણ એટલે જ સાવ ઓછા. નાની ઝૂંપડીમાં જીવન જરૂરિયાતની બધી ચીજો ભરી દીધી હોય તોય જગ્યા વધે. ઘરમાં નળ ન હોય. નહાવા માટે તળાવે જાય. નહાવાની સાથે જ કપડાં ધોઈ લે કેમ કે બદલવાની બીજી જોડ ન હોય. નહાતી વખતે કપડાં ભીના થયાં તેને પાણીમાં હલાવી, નીચોવીને ભીનેભીનાં પહેરી લે. કપડાંના ખાનાં કે કબાટની એમને કલ્પના નથી. વાસી ચાવલ તેમની બારમાસી વાનગી. રાતે ચોખા પલાળી દે. સવારે એના ગઠ્ઠા થઈ જાય તેને મીઠાઈની જેમ હોંશથી ખાય. એમના શરીર પર ચરબીના થર કદી ન ચડે. ખેતરોમાં મજૂરી કરી દિવસના પંદરવીસ રૂપિયા રળી ખાય. ઉડિયા પ્રજા આળસુ ગણાય છે. પણ લગભગ સવાસો રાઈસમિલ એમના પસીનાથી ચાલે છે. ગરીબીના એ સાક્ષાત્ અવતાર. છતાં ખુમિજાજ રહે. રડારડ નહીં. શહેરોમાં જીવન જરૂરિયાતની તકલીફો વેઠનારા આ ગરીબી જોઈ લે તો ફરિયાદ કરવાનું ભૂલી જાય. ઘરે ઘરે ખરીદી કરવાનો ને ઘર ભરવાનો પ્રવાહ ચાલ્યો છે. તે આ ગરીબી જોયા બાદ નક્કામો લાગશે. ખાલીખમ ઝૂંપડીમાં આખી જિંદગી કાઢનારા, ચીજવસ્તુ માટે ઝઘડનારી આજની પેઢીને સાદગીનો આદર્શ આપે છે. આજે ઘરમાં ફક્ત એક જ નળ હોય તો ભારે તકલીફો થાય છે. આ ઝૂંપડીઓમાં પાણી આવતાં જ નથી. આખાં ગામ વચ્ચે માત્ર એક જ વોટરપમ્પ હોય છે. બધા જ પરિવારો ત્યાં પાણી ભરવા આવે. બપોરે નહાવાની ભીડ થાય. સાંજે પંપ એકલો પડી રહે. આ વિસ્તારની ગરીબી જોઈને ભારતના રાષ્ટ્રપિતાએ મોંઘા કપડાં પહેરવાનું છોડીને, ધોતીને સાદો વેષ અપનાવ્યો હતો. જો કે, જમાનાનો પવન વાયો છે એટલે આ લોકો સુધરવા માંડ્યા છે. ઓરિસ્સામાં એકકાળે જૈનધર્મનો જબરજસ્ત ફેલાવો હતો. મહારાજા ૧૮૮ ખારવેલની આ સામ્રાજ્યભૂમિ છે. આજે જંગલો ઘણાં છે. તેમાં આદિવાસીઓ તો હજી તીરકામઠાના યુગમાં જીવે છે. બહારના માણસોને ઝેરી બાણ મારીને ભગાવનારા, જંગાલિયતથી રહેનારા એ ક્રૂર સમાજનો વિસ્તાર ધીમે ધીમે અલબત્ત, ઘટતો જાય છે. આજની તારીખેય તેનો ગુજારો શિકારવૃત્તિ પર થાય છે. આ બધું જોઈએ ત્યારે લાગે કે આપણને સુખસુવિધા ભલે ઓછી મળી છે પણ જીવન તો ઘણું સારું છે. ભગવાનની કૃપાથી જિંદગી તો માણસ જેવી છે. જનાવર જેવી તો નથી જ. (૩) સંબલપુરથી નીકળીને સવારે કુંદેપાલી ગામની સ્કૂલમાં રોકાયા. બહાર ખેડૂતો ટોળેવળી બેઠા હતા. પોતપોતાના ડબ્બામાં હાથ નાંખી વાસી ચાવલ ખાતા હતા. એક ભાઈએ સ્ફોટક સમાચાર આપ્યા. અમે જઈ રહ્યા હતા એ રસ્તે એક પાગલ હાથી ગયો છે. હજી ગઈકાલે જ આ સ્કૂલની સામે એ હાથીએ એક આદમીને પગતળે છૂંદી નાંખ્યો છે. અમે જઈ રહ્યા હતા બદરમાની ઘાટી તરફ. એમાં સેંકડો હાથીઓ છૂટા ફરે છે. ઉનાળાના દિવસોમાં એ બધા ગામડા પર હલ્લો કરે. ખાવાનું ન મળે તો આખા ગામને ઉજ્જડ કરી ચાલી જાય. ખેતરોમાં આઠ મહિને જે પાક તૈયાર થયો હોય તે બે કલાકમાં ખતમ કરી નાંખે. એમને કોઈ રોકી ન શકે. આવા જોખમી વિસ્તારમાં ચાલીને જવાનું. પેલો ગાંડો હાથી જોઈ જાય તો જિંદગીનો છૂંદો થઈ જાય. મહાત્માઓ વાધનાં આક્રમણ વચ્ચેય નિર્ભય હતા. એ કક્ષાથી આપણે ઘણા દૂર છીએ તે સમજાતું હતું. ઊંચા પહાડ પર વિસ્તરેલું જંગલ દેખાતું હતું. સાંજનો વિહાર થયો ત્યાર સુધી ખાસ વાંધો ન આવ્યો. બીજે દિવસે બદરમાનો ઘાટ શરૂ થયો. થોડું જ ચઢાણ પસાર કર્યું ત્યાં ખીણમાં ફેલાયેલી અનંત વનઘટા નજરે પડી. મોટાં વાહનો જ રોડ પરથી જતાં. ચાલનારું કોઈ ન દેખાય. એક જગ્યાએ સેંકડો ઝાડ બેફામ રીતે તૂટેલાં હતાં. આ તો હાથીના જ પરાક્રમ. હમણાં ચીંઘાડતો સામે આવશે. પૂછશે : સ્વામી શાતા છે જી ? પહાડ પર આગળ નીકળતા ગયા તેમ જંગલ ઘોર થતું ગયું. યવતમાળનું જંગલ તો ઝાંખરા લાગે એવો સઘન જંગલપ્રદેશ હતો. નિસર્ગની રમણીય છટાના અગણિત પર્યાયો ઉઘડતા હતા. વચ્ચે તીવ્ર બદબૂ આવતી તો જરા સાવધાન થઈ જતા. મોડેથી મુકામ આવ્યો. રેસ્ટ હાઉસ. સંપૂર્ણ સલામત સ્થળ. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ત્યાં વોચમેન કહેતો હતો : રોજ રાતે રેસ્ટહાઉસના કંપાઉન્ડમાં હાથી આવે છે. ફણસનું વૃક્ષ છે તેનો લાભ લેવા. ગામ બહાર તળાવ છે ત્યાં તો ટોળેટોળા નહાવા આવે છે. પાણીમાં ધમાલ મચાવી મૂકે છે. સાથે મદનિયાં હોય છે તેય ભારે ચપળ. અમને કહે : રાત રૂક જઈએ, સબ દેખ સકોગે. અમે કાંઈ હાથી જોવા નીકળ્યા નહોતા. સાંજે વિહાર કર્યો. વોચમેન કહેતો હતો : અંદર જંગલમાં અમે જીપ મૂકી દઈએ છીએ તો હાથી તેની સામે રમત કરે છે. સૂંઢથી જીપને ખેંચે, પગથી ધકેલે. જીપના ટાયર ફરે એટલે રાજી થાય. મદનિયું ધક્કા મારે પણ ન ફાવે. એક વાર હાથી છંછેડાયેલો તો એણે જીપને ઊંધી વાળી દીધેલી. આ ગજરાજના જોખમવાળો રસ્તો હતો. રાતવાસો તો સલામત જગ્યામાં જ કરવો હતો. સ્કૂલ મળી તેની ચાવી નહોતી. બહાર જ ઓસરીમાં સંથારા કરવાના હતા. હાથીનો હુમલો જોખમી એટલા માટે હોય છે કે તે છેક નજીક આવી જાય ત્યાર સુધી અંદાજ નથી આવવા દેતો. રાતની ઊંઘમાં આવું જ બને છે. એ રાતે શું બનશે તેનો અંદાજ આવતો નહોતો. ઊંધ આવે તેમ નહોતી. પ્રભુનું નામ અને બારેય ભાવનાનું મનન કરતા સૂતા. રાતે કુંવાધાર વરસાદ પડ્યો. સૂવાની જગ્યા પર જ પાણીનો ધસારો. સદ્નસીબે એ સ્કૂલની ચારેકોર ઓસરી હતી. પાછલી બાજુએ ફરસ વગરની ધૂળિયા જમીન પર સંથારા પથરાયા. વરસાદમાં તો ગાંડો હાથી હડી કાઢતો હશે. અહીં આવી જશે તો ? તો શું થવાનું ? આયુષ્ય મજબૂત હશે તો બચી જશું. આયુષ્ય ખૂટ્યા હશે તો અગમની દુનિયામાં ઉપડી જશું. મોતના ભયથી હાથી પર દ્વેષ બંધાય તે સાધનાનાં લક્ષણ નથી. હાથી આવે તો એમાં આપણા કર્મોનો જ ફાળો સમજવાનો. કર્મો હળવા કરવાની તક આવતી હોય પછી ભીતિ શાની ? (૪) બદરમા ઘાટમાં વાઘનું પણ અભયારણ્ય છે. એક બોર્ડ રસ્તામાં વાંચ્યું : Now you are inside. એટલે તમે વાઘની દુનિયામાં છો. ગમે ત્યારે વાઘ તરાપ મારી શકે છે. બીજું બોર્ડ હતું : We are your friends. વાઘનું ચિત્ર પણ હતું. વાત સાચી. વાઘ આપણો મિત્ર છે. આપણેય વાઘના મિત્ર છીએ. આપણે વાઘને કશું ન કરીએ. વાઘ આપણને કંઈ કરી બેસે તો ? વાઘને રોકી રાખવાના બોર્ડ તો હોય નહીં. વાઘને એ વાંચતાય ન આવડે. એ તો પહેલી ૧૯૦ ઠોકર બોર્ડને જ મારે. મનોમન કહ્યું : વાધબાપા, બોર્ડની સૂચના તમેય પાળજો. અમને કાંઈ થયું તો મુશ્કેલી કલક્તાવાળાને થશે. આ બાજુ પછી કોઈ મહાત્માઓ આવશે જ નહીં. (૫) બદરમા હરવા ફરવાની જગ્યા પણ ગણાય છે. જંગલમાં મોટા ટાવર્સ ઊભા કરવામાં આવ્યા છે. અલગ અલગ સ્થળે. રાતે એની પર બેસી જવાનું. વાઘ જોવા મળી જાય. હાથી અને હરણ જોવાનાય આવા જ ટાવર્સ. જંગલની અંદર રોડ રસ્તે જવું પડે. એ રસ્તે ચાલતા જવાય જ નહીં. જંગલખાતાની જીપ જ જોઈએ. વાઘ જેવા આક્રમક પશુઓની સૃષ્ટિમાં પણ એક શિસ્ત છે. આ પશુઓ વનખાતાના કર્મચારીઓને કશું કરતા નથી. વાઘ જેવા વાઘ કર્મચારીઓ પાસે આવે તો બેઠા રહે છે. ડરતા નથી. હુમલો નથી કરતા. એને બદલે બીજા કોઈ કપડામાં માણસ આવ્યો હોય તો ભારે હંગામો મચી જાય. વાઘ સામાન્ય રીતે વીસ ફૂટ લાંબી છલાંગ મારી શકે છે. ઊંચાઈ પરથી નીચે કૂદવાનું હોય તો છત્રીસ ફૂટની એક ફાળ ભરવાનું એને માટે સહજ છે. અજાણ્યા લોકોને એ જીવતાં ન છોડે. જો કે વધારે ક્રૂર તો માણસ છે. હાથીના અને વાઘના અસંખ્ય શિકાર થઈ રહ્યા છે. દુનિયાભરમાં હાથીના દાંત અને વાઘની ચામડીની મોટાપાયે દાણચોરી થાય છે. હાથી અને વાઘની હત્યાનો સિલસિલો એવો ચાલ્યો છે કે પચાસ વરસ પૂર્વે ભારતમાં અંદાજે ચાલીસ હજાર વાઘ હતા તે ઘટીને આજે માત્ર બે હજારની સંખ્યામાં બચ્યા છે. વાઘની ઘણી જાતિઓ હોય છે. તેમાંની કોઈ જાતિનો તો વંશછેદ થઈ ગયો છે. સરકારની બુદ્ધિ સુઝી છે તે આવા અભયારણ્ય સ્થાપીને આ માનવકૃત હત્યા પર થોડો સંયમ તો બાંધ્યો છે. બદરમાના વિશાળ અભયારણ્યમાં આશરે સાડાચારસો હાથી અને અઢીસો જેટલા વાઘ છે. માણસો પર એ લોકો હલ્લો કરી બેસે તો પ્રાણીઓને દવા આપવામાં આવે છે. પશુઓ પર હલ્લો કરનારને સખત સજા થાય છે, જો પકડાય તો. આ જંગલમાં વાઘ કરતા હાથીની હિંસા વધુ થાય છે. હાથીદાંત માટે ખાસ તો નરહાથીને, સાયલેન્સર લગાડેલી ગનથી શૂટ અથવા બેભાન કરીને મારી નંખાય છે. હાથીદાંત ખેંચીને શિકારીઓ ભાગી જાય છે. પાછળથી વોચમેન લોકોમાં દોડધામ મચી જાય છે. મોટે ભાગે કોઈ પકડાતું નથી. આમાં કોઈ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ૧૯૨ સાંઠગાંઠ હોવી જોઈએ. બારાકોટાની સ્કૂલમાં મુકામ હતો. સવારનો સમય. સ્કૂલની નીચી ઓસરી પર આસન. એક રૂમ મળી હતી. દરવાજેથી બહાર નીકળતા જ પગ થંભી ગયા. સ્કૂલનાં મેદાનમાં સાપ સજોડે ફરતો હતો. મોર્નિંગ વોક લેવા નીકળ્યા હશે. છૂટું છવાયું ઘાસ પથરાયું હતું. સાવચેતીથી સરકતા એ ઈંટોના ઢગલા પાસે આવ્યા. બન્ને વચ્ચે કોઈ મસલત થઈ. પતિપત્ની સાથે ફરવા નીકળે તો ઘેર જતી વખતે પતિદેવ દૂધ લેવા આગળ નીકળે તેમ મોટો સાપ આગળ ચાલ્યો. બીજો નાનો સાપ કે સાપણ એક છોડવા નીચે ગાયબ. ઓસરીના છેવાડે, તડકો ન આવે ને હવા આવે એવી જગ્યાએ ચટાઈ બિછાવેલી ત્યાં એક નવો સાપ ડોકાયો. એ લાંબો હતો. અદાબહાર (ફરી વાંચો : અદાબહાર) ચાલનો અજીબ લય. પાણીમાં રેશમી દોર તણાતી હોય તેવા મુલાયમ વળાંક, થોડી થોડી વારે અટકે, પાછળ જુએ. ભીંત ઉપર ચડવા જાય તો ઊંધે માથે પટકાય. શરીરનો નીચલો સફેદ ભાગ ઉપર આવી જાય. પલટી મારીને ભાગે. ગુજરાતીમાં ચારનો આંકડો લખીએ એવા આકારમાં આંટી મારી પડ્યો રહે. ઝાંખરામાં ગરક થાય ને ડોકાય. એ ગયો ત્યાં ફરી બૂમ પડી : એય સાપ. પેલી તરફ મોટો કાળોતરો નીકળ્યો હતો. બે દિવસ પહેલા સવારમાં જ ભારે વરસાદ થયો તેથી ચાલ વિહારે એક સ્કૂલમાં અટકવું પડ્યું. ત્યાં મદારી પણ વરસાદથી બચવા બેઠો હતો. એણે અજગર, અહિરાજ, નાગ અને સાપ બતાવ્યાં હતાં. અજગરનું બન્યું હતું તોય તેનું મોટું બકરીના બચ્ચા જેવડું મોટું. આપણા હાથની આંગળી જેવી લાંબી જીભ ફફડાવે, મદારીએ એના ઝીણા દાંત પણ બતાવ્યા. જાણે દંતશૂળની સોય. બીજો હતો અહિરાજ. એને પોતાના જાતભાઈનો શિકાર કરવાની ભૂંડી આદત, ખાખી રંગ જેવી કાળાશ. પૂંછડી વધારે પડતી લાંબી. ત્રીજો તો કાળાધોળા ચટ્ટાપટ્ટાવાળો હતો. વાધ અને ઝીબાના શરીર પર હોય છે તેવી રીતે શરીર પર કાળા પટ્ટા અને સફેદ પટ્ટા. જો કે સાપની રંગયોજના અલગ હતી. લાંબુ શરીર પહોળું નહોતું. મોટું કાળા રંગવાળું અને શરીરનો છેડો ધોળારંગવાળો. ચાર ચાર આંગળના કાળા અને ધોળા ટુકડાઓ જોડ્યા હોય તેવો દેખાવ. તેની ધોળી પૂંછડીમાં ડંખનો કાંટો હતો. જેને મારે તે ગયો. મદારીએ તે હવામાં લટકાવ્યો તો ગજબનાક ત્રિભંગી કરવા લાગ્યો. નાગ ત્રણ હતા. સૌથી મોટા નાગની ફણા તો સૂપડા જેવી, મદારીએ તેને ખીજવ્યો. તેણે ડંખ મારવા તરાપ મારી. નિષ્ફળ. રસ્તામાં તો ઘણી જીવંત સાપો મળતા. એક જખમી સાપ રસ્તે પડ્યો હતો. નવકાર સંભળાવી દાંડાથી એને ખસેડ્યો. ગાડી નીચે મરે નહીં, તેવી ભાવના. આ નાનકડો તો સામો થયો. અંગૂઠા જેવડા એનાં મોઢા પર લાલપીળા ભડકા રીતસર વર્તાયા. માણસ ગુસ્સે થાય ત્યારે લાલપીળો થઈ ગયો એમ કહેવાની રૂઢિ છે. માણસ તો હકીકતમાં માત્ર લાલચોળ જ થાય છે. લાલ થવું ને પીળા થવું એ માણસને સાધ્ય જ નથી. ગુસ્સામાં માણસ લાલ થાય છે અને પછી ગુસ્સો ઉતરે ત્યારે પોતાના હાથે શું વેતરાયું છે તે જોઈને પીળો પડી જાય છે. આ સાપ તો લાલપીળો થઈને કરડવા આવ્યો. એના શરીરે જખમ હતા એટલે ગતિ ન આવી. એટલામાં અમારો આદમી આવી પહોંચ્યો. એણે ખેતરમાં મૂકી દીધો ઘાયલ સાપને. બીજો સાપ તો ખૂબ મોટો હતો. ઘાયલ સુદ્ધા નહોતો. પોતાની ધૂનમાં રોડ પરથી નીકળ્યો. મારા પગથી માત્ર એક હાથ આગળ. પાછળથી ટ્રકનો અવાજ આવ્યો. આ મહાસર્પ મરવાનો, એના વિચાર માત્રથી કંપારી છૂટી. એના પર તરાણીનું પાણી નાંખ્યું. પાણી છાંટીએ તો સાપ ગૂંચળું વળી જાય. એના ગઠ્ઠાદાર શરીરને રોડની નીચે માટીમાં હડસેલ્યું. ખલાસ. એવો છંછેડાયો. સીધો ડંખ દેવા લાગ્યો. પણ એના ડંખ રોડને વાગતા હતા. મારા પગ એનાથી અડધી વેંત જ દૂર હતા. એક પણ ડંખ મને ન લાગ્યો. આજે એ ઘટના પર વિચાર કરું છું તો આશ્ચર્ય થાય છે. આવડો મોટો સાપ આટલી નજીકમાં ઊભેલી વ્યક્તિને ડંખવાને બદલે રોડ પર ડંખ માર્યા કરે તે માનવામાં આવતું નહોતું. આ ઘટનાને ચમત્કાર માનવા મન તૈયાર નથી. ચમત્કાર તો લોકોત્તર ઘટના છે. આપણા જેવા પામરને એ જોવા ન મળે. એ મહાસર્પ આંધળો હશે. એટલે જ રોડ પર આવ્યો અને એટલે જ ડંખી ના શક્યો. ખેર. એનેય સંભાળીને ખેતરમાં નંખાવ્યો. એક વાત નક્કી છે કે એનો ડંખ વાગ્યો હોત તો બચવાનું શક્ય નહોતું. એ ઝેરીલો સાપ હતો. તિર્યંચ સ્પર્શનાની આલોચના આવવાની તેય પાકું Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ હતું. ઘણી વખત સાપ સાથે પનારો પડ્યો. કાયમ બચી ગયા. પાર્થપ્રભુની કૃપા. ૨૨ શ્રી જૈન તીર્થ સર્વસંગ્રહની યાત્રા કાંજી પાનીનો ઘાટ એકદમ લાંબો હતો. એટલું જંગલ જ. એક તરફ ઊંડી ખીણમાં હરિયાળી. બીજી તરફ ઊંચા પહાડના નજર બહાર રહી જતાં વૃક્ષો. રસ્તા પર ઝબૂભતી તોતીંગ શિલાઓ. ઘનઘોર લાગતી શાંતિ. એ દિવસે ધુમ્મસ ઘણું હતું. ઘણા ઊંચે પહોંચ્યા પછી ધુમ્મસનું પડ ફાટ્યું હતું. હિમની જેમ થીજી રહેલાં વાદળને હવાએ ફેલાવ્યા હતા. જોગંદરની સફેદ જટાની એક લટ જેવી લકીર રોડ પર સરી આવી હતી. અમારાથી ધુમ્મસમાં ચલાય નહીં તે સમજતા હોય તેમ બધાં જ વાદળ ઉપર જતાં રહ્યાં. ભવ્ય સૃષ્ટિ પ્રગટ થઈ. ખીણનું ઊંડાણ, તેમાં ઊગી આવેલાં ઊંચા વૃક્ષોને લીધે કળાતું નહોતું. એક જગ્યાએ પાંચ દસ વૃક્ષો પડી ગયેલાં ત્યાં ડોકિયું કર્યું તો ભીષણ કૂવાનું અતલ ઊંડાણ. રોડની કોરે જ આટલું ઊંડાણ હોય તો આગળની તો વાત જ શી. નિસર્ગવર્ણન તો અનર્થદંડ છે. તેથી વાત લંબાવવી નથી. ઓરિસ્સામાં ગરીબી છે, ઓરિસ્સા પછાત છે એવી વાતો ચાલે છે. આ ગરીબી અને પછાત દશાને લીધે જ ઓરિસ્સામાં વનવિસ્તાર સલામત છે. જે દિવસે અહીં ગરીબી ટાળવાનાં સાધનો આવશે તે દિવસથી આ લીલોછમ પ્રદેશ ઉજ્જડ થવા માંડશે. આધુનિકતાનો વિપાક મોટા શહેરો તો ભોગવે જ છે. આ જંગલોય તેનો ભોગ બન્યા છે. રોડ બંધાયા તેને લીધે વન્યજીવોની જિંદગી અશાંત બની ગઈ છે. ગાડીઓના ઘોંઘાટ, પેટ્રોલની ગંધથી તેમનેય ત્રાસ ઉપજે છે. માણસે પોતાનાં અર્થતંત્રને સાચવવા રોડ બાંધ્યા તેનાથી હજારો વૃક્ષો કપાયાં. રોજ પશુઓ અને ખાસ તો સેંકડો સાપ રોડ પર ગાડી તળે ચંપાય છે તેની ગણના જ નથી. સતનામાં બે દિવસ રોકાયા. ત્યાંનાં જ્ઞાનભંડારમાંથી એક દળદાર ગ્રંથ મળ્યો. શ્રી જૈન તીર્થ સર્વસંગ્રહ ભાગ ૧-૨. તાજેતરમાં જ બધી યાત્રાઓ કરી હતી, જે તીર્થોનો લાભ મળેલો તે તમામની માહિતીઓ વાંચવા માંડી, ઘણી તો ખબર હતી. થોડી નવી વાતો પણ હતી. વાંચવાની સાથે જ તીર્થો સાથે અનુસંધાન રચાતું ગયું. આખી યાત્રા નવેસરથી અનુભવી. યાત્રા કરતા પૂર્વે તીર્થ વિશે વાંચીએ ત્યારે જાણકારી મેળવવાનો કોરો ભાવ હોય છે. યાત્રા કરી લીધી હોય અને પછી વાંચીએ ત્યારે તીર્થો સાથેનું અંગત સામીપ્ય હોય. જેમ વંચાતું જાય તેમ સમીપતા ઊંડી બનતી જાય. સૌથી પહેલી વાત નાલંદાની આવીઅંદર લખ્યું હતું : “મૂળનાયક શ્રી ઋષભદેવની જમણી બાજુએ આવેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાનું શિલ્પ તો શિલ્પીએ ફુરસદના સમયે ઘડ્યું હોય તેમ લાગે છે. નાલંદા વિશ્વવિદ્યાલયની ખોદકામમાંથી મળી આવેલી આ પ્રતિમાની બરાબરી કરી શકે એવું એક પણ શિલ્ય હજી મળી આવ્યું નથી. પરંતુ જૈનોની કલા તરફની બેદરકારીને લીધે, નાલંદાનાં વિશ્વવિદ્યાલયનાં ખંડેરો અને શિલ્પોનું જ્ઞાન જગતના કળાપ્રેમીઓમાં જેટલું મશહૂર છે તેટલું જ અજ્ઞાન નાલંદાના પાડોશમાં આવેલા આ કલાશિલ્પોનું છે.” તદ્દન સાચી વાત. વિદેશીઓના ટોળેટોળા વિશ્વવિદ્યાલયમાં ઉમટે છે. સેંકડો અને હજારો લોકોની કતાર હોય છે ત્યાં. આપણાં જિનાલયમાં જવલ્લે જ કોઈ આવે છે. જો કે, કોઈ જોવા આવે એના પર ભગવાનના મહિમાવંતા Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ નિવાસો નભતા નથી. કળાની દૃષ્ટિએ શાસનપ્રભાવક બની શકે તેવાં મૂર્તિશિલ્પનો પૂરતો પ્રચાર નથી થયો તે કબૂલવું જ પડશે. અમે હતા ત્યારે શ્રીલંકાના પર્યટકો આપણી ધર્મશાળાના બગીચામાં ફરવા આવેલા. આ જિનાલયમાં એ લોકો ન ગયા. બગીચાનાં ફૂલો ખૂબ મોટાં છે. તે ફૂલો વચ્ચે મોટું ખોસીને એ લોકો ફોટા પડાવતા હતા. એમણે જો મૂર્તિનાં શિલ્પની પ્રાચીનતા જાણી હોત તો એ લોકો જરૂર પ્રભુ સમક્ષ જાત. ગૌતમબુદ્ધની મૂર્તિઓને ભૂલવી દે તેવું હૃદયંગમ શિલ્પ જોઈને તેમને પ્રભુ મૂર્તિ પર અનુરાગ બંધાત. કદાચ, બોધિબીજની ભૂમિકા ઘડાત. એ ન બન્યું કેમ કે આ વિશેષતાનો પ્રચાર થયો નથી. પાવાપુરી અંગેની માહિતી. ગોરખપુર જિલ્લામાં કુશીનારાની પાસે ૫૫રિ નામે ગામ છે. તે પાવા નામે પ્રસિદ્ધ હતું. તો હજારીબાગની આસપાસનો વિસ્તાર જે ભંગી દેશનાં નામે પ્રસિદ્ધ હતો તેની રાજધાનીનું નામ પણ પાવા હતું. બિહાર રાજગૃહની પાસેનું પાવાપુરી તે ત્રીજી પાવા. પહેલી પાવા વાયવ્યમાં હતી. બીજી પાવા અગ્નિખૂણે. ત્રીજી આ બન્નેની મધ્યમાં આવતી કેમ કે ત્રીજી પાવાથી આ બન્ને પાવાની દૂરી એકસરખી હતી. આ કારણે ત્રીજી પાવા તે મધ્યમાં પાવા કહેવાય છે. બૌદ્ધ લોકોએ પ્રભુવીરની નિર્વાણDળી પપઉરમાં છે, તેવો જોરશોરથી પ્રચાર કર્યો હતો. કુશીનારામાં બુદ્ધતીર્થ છે તેની નજીકમાં પ્રભુવીરનું તીર્થ ઉપેક્ષિત છે તેવા એમના ભાવ. એમનાં સાહિત્યમાં સંખ્યાબંધ વાર પ્રભુવીરનો ઉપહાસ કરવામાં આવ્યો છે. ગોશાળાની તેજોલેશ્યાથી પ્રભુને જે અશાતા નીપજી હતી તેનું એમણે અવળું અર્થઘટન કર્યું. અને પ્રચાર કર્યો કે પ્રભુવીરે તો ખરાબરોગથી રીબાઈને પપઉરમાં દેહત્યાગ કર્યો. આવી વાહિયાત વાતો કરનારા બૌદ્ધપંડિતોને આપણા વિદ્વાન શ્રાવકોએ કસીને જવાબ આપ્યો. વાયરો એવો હતો કે જો આપણે જાગતા ન હોત તો પાવાપુરીનો મહિમા જ એ લોકો ભૂંસી નાંખત. સરકાર પણ લપેટમાં આવી જાત. બૌદ્ધધર્મને સૌથી વધારે રસ પોતાના પ્રચારમાં. તે માટે એ ભલભલાનો અપપ્રચાર કરી જાણે. દુ:ખની વાત એ છે કે આપણે અપપ્રચારમાં ફસાઈ જઈએ તેવું બને છે પરંતુ આપણો પોતાનો મજબૂત પ્રચાર કરતા રહીએ તેવું નથી બનતું. સંસ્થાઓ ઘણી છે. આવી લડત આપવાની તાકાત આજે ૧૯૬ કોનામાં છે ? રાજગિરિ વિશેની વાતોનો પાર નથી. રાજગિરિનો મૂળ પર્વત વિપુલગિરિ. પ્રભુવીરે આ જ પહાડ પર બિરાજીને રાજા શ્રેણિકને રામાયણની કથા સંભળાવી. સત્તરમી શતાબ્દીમાં આ પહાડ પર શ્રી જંબુસ્વામીજી, શ્રી મેઘકુમાર, શ્રી અંધકાચાર્યની મૂર્તિઓ હતી. આજે માત્ર શ્રી અઈમુત્તા મુનિની મૂર્તિ છે. મણિયાર મઠમાંથી શ્રી શાલિભદ્રની મૂર્તિ કે પગલાં મળ્યાં હતાં તે પટના મ્યુઝિયમમાં હોવાનું કહેવાય છે. તેની પર શ્રીશાલિભદ્રજીનું નામ સુદ્ધા કોતરેલું હતું. આજે એનો પત્તો નથી. એ હોત તો આ સ્થાન જૈનોનું છે તે પૂરવાર થઈ જાત. બૌદ્ધોનું આધિપત્ય આવત જ નહીં. શ્રી શાલિભદ્રજીનું શિલ્પ જ ગુમ થઈ ગયું. કદાચ, બૌદ્ધોના જ હાથ ખૂબ લાંબા છે. મણિયાર મઠમાં આજે સૌથી વધારે બૌદ્ધલોકો આવે છે. સોનગુફામાંય બૌદ્ધોએ કથાસંબંધની ગોઠવણ કરી છે. બુદ્ધનિર્વાણ પછી કોઈ મહાકાશ્યપની આગેવાની હેઠળ સોનગુફામાં બૌદ્ધભિક્ષુપરિષદ યોજાઈ હતી અને ગૌતમબુદ્ધ તથા આનંદનો વાર્તાલાપ સોનગુફામાં થયેલો તેવી કથાઓ ચાલે છે. ગુફાના શિલાલેખમાં આનો અણસાર સુદ્ધા નથી. ‘રંતુ’ અને ‘મુનિ' આ બે શબ્દો દ્વારા આખો શિલાલેખ જૈન ધર્મનો પક્ષ લે છે. બૌદ્ધ લોકો માનવા તૈયાર નથી. સરકારી સ્તરે આ ગુફા આપણી હોવાનું નક્કી થઈ ચૂક્યું છે. વૈભારગિરિ, વિ. સં. ૧૫૬૫માં કવિ શ્રી હંસસોમે અહીં ૨૪ ભવ્ય જિનાલયો હતો તેમ નોંધ્યું છે. પાંચ પર્વતના ગણીએ તો ૧૫૦ ચૈત્યો હતાં. વિ. સં. ૧૬૬૪માં શ્રી વિજયસાગરજીએ નોંધ કરી તેમાં થોડો ફરક આવેલો. વૈભારગિરિ પર ૨૫ ચૈત્ય. વિપુલગિરિ પર ૬. ઉદયગિરિ પર ૧. સ્વર્ણગિરિ પર ૫. વિ. સં. ૧૭૫૦માં શ્રી સૌભાગ્યવિજયજીની નોંધ મુજબ વૈભારગિરિ પર પર, વિપુલગિરિ પર ૮, રત્નગિરિ પર ૩, સુવર્ણગિરિ પર ૧૩ અને ઉદયગિરિ પર ૧ પ્રાસાદ, તો રાજગિરિ ગામમાં ૮૧ જિનાલયો હતા. આજે આવી આંકડાબાજી રમવા નથી મળતી. ગામમાં એક જ ભવ્ય જિનાલય. ઉદયગિરિ અને સુવર્ણગિરિનાં જિનાલયોમાં તો પ્રતિમાજી પણ નથી. જાણકારો એમ કહે છે કે જૈનમૂર્તિઓ ચોરીને વિદેશીઓને વેંચવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું ચાલે છે. તેમાં રાજગિરિની અસંખ્ય મૂર્તિઓનો ભોગ લેવાઈ ગયો છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ રાજિગિર વૈભવભરી નગરી હતી એમાં તો કોઈ શંકા નથી. ઇતિહાસ ગ્રંથોમાં ઠેર ઠેર એનાં વર્ણન મળે છે. વિ. સં. ૧૯૯૩માં શ્રી ગોકળચંદ અમરસી નામના સદ્ગૃહસ્થે પોતાની તીર્થયાત્રાની ડાયરી લખી હતી. સાધુ તો ચલતા ભલા દ્વારા પ્રભાવિત થયેલા એમના ધર્મનિષ્ઠ વારસદારે એ ડાયરી મને વાંચવા આપી. રાજિગિરના મહાન સામ્રાજ્ય અંગે સરકારનો અભિગમ એ જમાનામાં કેવો હતો ? ડાયરીમાં લખ્યું છે : “સરકારને શંકા થઈ. સાચી વાત ક્યાંથી સમજાય ? વરસો પહેલાં ખોદકામ કરેલું. વાતમાં વિશ્વાસ બેઠો. શ્રેણિક રાજાના ગઢના, કિલ્લાના તથા દુર્ગના પાયા પાતાળમાં નીકળ્યા. શાલિભદ્રનું શયનસ્થાન, ભોજનસ્થાન, ઊંચા પથ્થરની અનેક સીડીઓ આડીઅવળી નીકળી. ધન્નાનો મહેલ, નહાવાનો હોજ, શાલિભદ્રની સ્ત્રીઓ વાસી અલંકાર ફેંકી દેતી તે કૂવો, બાવન હાથ ખોદાવીને થોડી માટી ભરાવી. પછી તો સરકારે ફરતા લોહાના કાંટાવાળા તાર ગોઠવીને છાપું ચોડી દીધું કે—જૂના દેખાવો જોવાની છૂટ છે પણ કાંઈ આઘુંપાછું કરશો તો સજા થશે.’ એ વખતે તો અંગ્રેજોનું રાજ હતું. આજે ભારત સરકારનું રાજ છે, ચોડી દીધેલું છાપું જ આઘુંપાછું થઈ ગયું છે. આજે શિસ્તબદ્ધ રીતે દરેક સ્થાનો સાચવવામાં આવે છે. માહિતીના બોર્ડ મૂકવામાં આવ્યા છે. સરકારી સાચવણી સારી ભલે લાગતી હોય. તીર્થનો મોભો તો એ ચૂકે જ છે. રાજગિરિ પર વિક્રમની નવમી શતાબ્દીમાં કનોજના આમરાજાએ ચડાઈ કરી હતી. બારવરસના ઘેરા પછી પણ રાજિગિરે ન હાર્યું. આમરાજાના પૌત્ર ભોજરાજે પછી રાજિગિરિને હરાવ્યું. એને એવો ગુસ્સો ચડેલો કે આખા રાજગિરિને બાળીને ભસ્મસાત્ કરી નાંખ્યું. એમ તો રાજા ખારવેલે પણ રાજગૃહી જીતી લીધું હતું. રાજગૃહીની તાકાત તો ચારની તૂટી ચૂકી છે. આજે તીર્થ અને પર્યટનસ્થળ તરીકે રાજિગિરનું નામ છે. પછી અયોધ્યા વિશે વાંચ્યું. મનનો એક સંશય સ્પષ્ટ થઈ ગયો. સંશય થાય ત્યારે આપણને મનમાં એમ થતું હોય છે કે સંશય ખરેખર સાચો તો હશે ને ? સંશય સાચો હોવાની ખાતરી થઈ જાય પછી તો ઉકેલ આરામથી મેળવી શકાય. અયોધ્યામાં શ્રી અજિતનાથ ભગવાનનું ભવ્ય જિનાલય. તેમાં બે શ્યામમૂર્તિ અલગ તરી આવતી હતી. અંગ પર દાગીના કોતરેલા. પ્રતિમાનું ૧૯૮ શિલ્પ સવસ્ત્ર હતું. પરિકરમાં તો પ્રભુની મુદ્રાવાળી મૂર્તિ જ ન મળે. બુદ્ધની ભૂમિસ્પર્શવાળી મૂર્તિ તુરંત ઓળખાઈ. લાગ્યું કે આ બે મૂર્તિ બુદ્ધની છે ને વીતરાગમૂર્તિ તરીકે પૂજાવા માંડી છે. છતાં આ સંશય વિશે ખાતરી નહોતી થતી. સર્વસંગ્રહમાં તો ચોખ્ખું ચણક લખ્યું છે કે બે બૌદ્ધપ્રતિમા જિનમૂર્તિ તરીકે પૂજાય છે.’ સંશયની દિશા સાચી પડી તેનો આનંદ તો જેણે ન્યાયના ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય તેને જ સમજાય. આવું જ પટનામાં છે. પટનાનાં પુરાણાં જિનાલયમાં પહેલા માળે બે મૂર્તિઓ છે. ભવ્ય પ્રતિમાજી. ત્યાંના ટ્રસ્ટીઓ સાથે ઘણો વિમર્શ થયો હતો. આખરે એ બે મૂર્તિ બુદ્ધની છે, તે નિર્ણયની દિશા પકડાઈ હતી. સર્વસંગ્રહમાં શબ્દો વાંચ્યા ઃ શ્યામ પાષાણની સાતફણાવાળી મૂર્તિ જે પાર્શ્વનાથની પ્રતિમા તરીકે ઓળખાય છે, તેના પર બૌદ્ધકલાનો સ્પષ્ટ પ્રભાવ જોવાય છે. આ મૂર્તિમાં શરીર પર પડેલું વસ્ત્ર હાથને ઢાંકી રહ્યું છે, જિનેશ્વરની આવી સવસ મૂર્તિ બીજે ચાંય જોવામાં આવતી નથી. તેમ જ મૂર્તિશાસ્ત્રમાં તેનું કોઈ વર્ણન મળતું નથી. એટલે આ મૂર્તિ જિનમૂર્તિ હોવા વિશે શંકા થાય જ. પરંતુ જૈનોના લાક્ષણિક ચિહ્ન રૂપે પ્રતિમાની નીચેના ભાગમાં ત્રિફણાયુક્ત ધરણેન્દ્ર અને પદ્માવતીની મૂર્તિઓ અંકિત છે. ગુપ્તોના અંતિમ સમયમાં આ મૂર્તિ બની હોય એવી એની રચના પદ્ધતિ લાગે છે. મૂર્તિ ઉપર ‘યે ધર્મા હેતુ પ્રભવા.’ વાળો શ્લોક કોતરેલો છે. એટલે આ મૂર્તિમાં જૈન અને બૌદ્ધ લક્ષણોનો મેળ સાધવાનો શિલ્પીએ પ્રયત્ન કર્યો હોય તેમ જણાય છે. આ મૂર્તિને એના સ્વરૂપમાં અદ્વિતીય કહી શકાય.’ બીજી મૂર્તિ વિશેનો અભિપ્રાય સ્પષ્ટ છે : ‘આ મૂર્તિ જૈન હોવા વિશે શંકા રહે છે.’ આપણે મૂર્તિની આવી ભેળસેળ વિશે કલ્પના પણ કરી નથી. અહીં ગજબનો ભેળસેળ થઈ ગયો છે. આવી મૂર્તિની પૂજા થાય નહીં ? તેની ચર્ચા ઘણા સ્તરે થઈ શકે. આ મૂર્તિઓ હજાર વરસ જૂની છે તે નક્કી. મૂર્તિની ત્રીજી ગરબડ પટનાનાં મ્યુઝિયમમાં થયેલી છે. ત્યાં અમે લોકો ખાસ જૈન મૂર્તિઓનાં દર્શનાર્થે ગયા હતા. એક ભવ્ય મૂર્તિની નીચે બુદ્ધમૂર્તિની પટ્ટી લગાવી હતી. હકીકતમાં એ જૈન શ્વેતાંબર મૂર્તિ હતી. સંચાલકને જાણ પણ કરી. ભૂલ કાઢી તેનો ગર્વ અને સંશોધન કર્યું હોવાનું અભિમાન આવવું સહજ હતું. સર્વસંગ્રહ વાંચ્યા પછી ગર્વ ને અભિમાન ઓગળી ગયાં. એમાં તો વરસો Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ૧૯૯ પહેલાં આ ભૂલ બતાવી દેવામાં આવી છે : “AN 6491–ની શ્યામ પાષાણમૂર્તિ જૈન મૂર્તિ છે તેની પર બુદ્ધમૂર્તિનું લેબલ લગાવાયું છે.' સર્વસંગ્રહની સંપાદનશક્તિ પર માન ઉપજયું તે અલગ. નદીઓના ત્રિવેણીસંગમ દ્વારા પ્રસિદ્ધ ઈલાહાબાદમાં આવેલું પુરિમતાલતીર્થ. સંગમની નજીકમાં કિલ્લો છે. આજે તે લશ્કરને સોંપાયેલો છે. તેમાં વડલો છે. ખૂબ જ પ્રાચીન. પ્રભુ ઋષભદેવ ભગવાનને તેની છાયામાં કૈવલ્ય સાંપડ્યું તેવી અનુશ્રુતિ છે. સં. ૧૫૫૩માં ત્યાં પગલાં હતાં. ૧૬૪૮માં તેને ઉથાપીને કોઈએ શિવલિંગ સ્થાપી દીધું. ઓરંગઝેબે આવીને એ શિવલિંગ તોડી નાંખ્યું. શ્રી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા પ્રકાશિત જૈન તીર્થ સર્વસંગ્રહના લેખક લખે છે કે “આજે એ પાદુકા અને જિનમૂર્તિ વડલા નીચેના એક ભાગમાં પડેલી છે' પેઢી એ જાણે છે છતાં પાદુકા પડેલાં જ રહે છે. કોને ઠપકો આપવો ? પ્રયાગના મ્યુઝિયમમાં તો આપણા ઘણા અવશેષો સંગૃહીત થયા છે. ત્યાં જઈ ન શકાયું. પાંડવોને બાળી નાંખવા રચાયેલું લાક્ષાગૃહ આ વિસ્તારમાં બનેલું હતું. પાંડવો તો છૂપા માર્ગે નીકળી ગયા. લાક્ષાગૃહ હજી બળે છે. આપણાં અરમાનો એમાં ખાખ થાય છે. પ્રભુનાં ધામમાં પ્રભુનાં જ માન નથી તે ? પાટલીપુત્ર વિશે, પટના વિશે નોંધ છે : નગરીને ૬૪ દરવાજા , ૫૭૦ બુરજ, ૩૦ હાથ ઊંડીને ૬00 હાથ પહોળી ખાઈ હતી. આજે તો ગંગા પર આઠ કિલોમીટર લાંબો પૂલ છે. એ સિવાય ભવ્ય કશું નથી. પાટલીપુત્ર પાસેથી બે મૂર્તિ નીકળી હતી તે કલકત્તાના ઇંડિયન મ્યુઝિયમમાં છે. ભારહુત ગેલેરીમાં. તેની પર શિલાલેખ છે કે પૃથ્વીના સ્વામી અજ....તે અજ એટલે રાજા ઉદાયી. શિશુનાગવંશનો છેલ્લો રાજા . વિનયરત્નના હાથે મોત થયું છે. બૌદ્ધો ઉદાયીને અજૈન બતાવી શકતા નથી તેથી પાટલીપુત્રના કિલ્લા સાથે અજાતશત્રુનું નામ જોડે છે. નવનંદમાના એક નંદ રાજાએ કલિંગ વિજય સાધીને ત્યાંથી જિનમૂર્તિ મેળવી હતી. રાજા ખારવેલા મગધ પર હલ્લો કરીને એ મૂર્તિ પાછી લઈ ગયા હતા. એક નંદરાજાએ પાંચ સ્તૂપ બનાવીને એમાં અઢળક સંપત્તિ છૂપાવી હતી. વિક્રમની બીજી શતાબ્દીમાં કલ્કી રાજાએ સ્તૂપ અને નગરનો એક ભાગ ખોદાવી નાંખ્યા. કાંઈ ન મળ્યું. પૈસાના લોભે એ જૈન-જૈનેતર સાધુ મહાત્માઓ પાસેથી કર ઉઘરાવતો. આ કારણે ઘણા સાધુઓ પાટલીપુત્ર છોડી ગયા. એ રાજાના વખતમાં જ સત્તર દિવસની ઘનઘોર મહાવર્ષા થઈ. આખું પાટલીપુત્ર ડૂબી ગયું. મહાન નગરીના અંકોડા છૂટા પડી ગયા. રાજા કલ્કી અને આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજી મ. બચી ગયા. (પાડિવત નામના જૈનાચાર્ય.) રાજાએ ફરી નગર વસાવ્યું. જૈનાચાર્યો પાસે કર ઉઘરાવા માંડ્યો. અત્યાચાર કરવા તૈયાર થયો. ઈન્દ્ર મહારાજાએ જાતે આવીને કલ્કીનો નાશ કર્યો. તેના પુત્ર દત્તને રાજય સોંપ્યું. ગંગાના પ્રચંડ મોજાઓ પાટલીપુત્રની સમૃદ્ધિ ભરખી ગયા તે પાછી ન જ આવી. પટનામાં તો અનેક નાનામોટા સંગ્રહાલયો છે. જોવાનો સમય હોવો જોઈએ. આગળ શ્રાવસ્તીની કહાની છે : શ્રાવસ્તીમાં પાકતી ડાંગરની જાતો એટલી બધી હતી કે દરેક જાતનો એકેક દાણો ભેગો કરવામાં આવે તોય આખો ઘડો ભરાઈ જાય. બહરાઈચ વિશે સર્વસંગ્રહ સ્પષ્ટ નથી. લેખકે વૃદ્ધઆદિત્યઅયોધ્યા સાથે બહરાઈચનો સંબંધ જોડે છે. હકીકતમાં બહરાઈચ તો અલગ મોટું ગામ છે. આજે ત્યાં દિગંબરોનાં ઘર છે. શ્રાવસ્તીનાં ખોદકામમાંથી નીકળેલી પ્રાચીન પ્રતિમા ત્યાંનાં દેરાસરે રાખવામાં આવી છે. ચંપાપુરીની વાત વાંચીને તો આશ્ચર્ય થયેલું. મંદારગિરિ પહાડ શ્રી વાસુપૂજય સ્વામી ભગવાનની નિર્વાણભૂમિ છે. તીર્થસંગ્રહમાં લખ્યું છે ; ‘અઢારમી સદી સુધી આ તીર્થ શ્વેતાંબરોમાં જાણીતું હતું. પરંતુ લોકોની અવરજવર ઓછી હોવાથી દિગંબરોએ સ્થિતિનો લાભ લઈને પોતાની માન્યતા મુજબની રચના કરી લીધી છે.' જૈન તીર્થ સર્વસંગ્રહ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ છપાવેલો ગ્રંથ છે. પેઢી તરફથી પ્રકાશિત થયેલો દસ્તાવેજ જ સમજો. એમાં ચંપાપુરીના મંદારગિરિ માટે ઠંડે કલેજે લખી દીધું છે : “હવે દિગંબરોએ આ પહાડ ખરીદી લેવાની પેરવી કર્યાનું પણ સંભળાય છે.' બોલો. લાચારી, ઉપેક્ષા કે નિરાશાના સૂરોમાં જ વાત થાય છે. પછી તો તીર્થ હાથમાં રહે જ શી રીતે ? આજે મંદારગિરિનું સંપૂર્ણ દિગંબરીકરણ થઈ ગયું છે. લછવાડ માટે સરસ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે. દિગંબરોએ પ્રભુવીરનું જન્મસ્થાન વૈશાલી છે તેવો પ્રચાર કર્યો છે. પ્રભુવીરના મોટાભાઈ શ્રી નંદીવર્ધન રાજાનો સંદર્ભ છે. શ્રેણિકપુત્ર કુણિકે વૈશાલી પર આક્રમણ કર્યું હતું Page #107 -------------------------------------------------------------------------- ________________ 201 202 અને સમગ્ર વૈશાલીનો નાશ કર્યો હતો તે ઇતિહાસપ્રસિદ્ધ છે. વૈશાલીનો વિનાશ પ્રભુવીરના જીવનકાળ દરમ્યાન બનેલી ઘટના છે. પ્રભુવીરનું નિર્વાણ થયું તે વખતે રાજા નંદીવર્ધન અગ્નિદાહ આપવા આવ્યા હતા. પ્રભુવીર જો વૈશાલીના હોત, તો રાજાનંદીવર્ધન અગ્નિદાહના સમયે રાજાનાં પદે હોત જ નહીં. પ્રભુવીરને ક્ષત્રિયકુંડના રાજા તરીકે જ નંદીવર્ધન અગ્નિદાહ આપવા આવ્યા હતા. જન્મસ્થાન તરીકે સર્વજનપ્રસિદ્ધ એવા ક્ષત્રિયકુંડ પહાડનાં જિનાલયની પાસે સેંકડો આમલીનાં વૃક્ષ આજે પણ છે, જે આમલકી ક્રીડાના સાથીદાર છે. બનારસ માટેની વિગતો : રાજા શ્રેણિકને પહેરામણી રૂપે વારાણસી શહેરની ભેટ મળી હતી. આ તીર્થ પાસે એક મજીદ છે તેના વિશે એમ કહેવાય છે કે તે અસલમાં શિવાલય હતું. પરંતુ તેનો ઘાટ જૈનમંદિર જેવો છે. બનારસમાં વૈદિક લોકોને ભારે જોર હતું. જૈન મંદિર બાંધવાની પરવાનગી ના મળતી. મંદિર બંધાય ને બીજે દિવસે જમીનદોસ્ત થઈ જાય. ભાટ લોકો ભગવાનની મૂર્તિ રાખતા. આજે ભલુપુર છે તે વિસ્તારમાં એક વડની નીચે પ્રભુપાર્શ્વની મૂર્તિ સ્થાપીને યાત્રીઓ પૂજા કરતા. બનારસની નજીકમાં જ સિંહપુરી છે. તીર્થસંગ્રહમાં ઇતિહાસવિદ્દ સંશોધકનાં ઉદ્ધરણો ટાંકવામાં આવ્યા છે. ‘ભારતનાં કોઈપણ તીર્થસ્થાનનું મહત્વ આંકવામાં આપણે જે સૌથી ભયંકર ભૂલ કરી છે તેમાંથી એક એ છે કે આપણે બૌદ્ધધર્મને અતિશયોક્તિ પુર્ણ મહત્તા આપી છે. મિગદાવ(સારનાથ)ના રક્ષિત મૃગઉદ્યાનની પ્રાચીનતા એથી એ આગળ જઈ શકે એમ છે. આ તથ્ય તર્કની કસોટી પર કદી કસવામાં આવ્યું ધર્મચક્રી જિનો આ શબ્દોમાં જિનભગવાનનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ધર્માશોક તે રાજા સંપ્રતિનું બીજું નામ છે. ઐતિહાસિક પરિબળનો સહારો લેવાનું આપણે શીખ્યા નથી. સિંહપુરી આપણું જ તીર્થસ્થાન છે. | ‘પરંતુ જૈનોએ પોતાના તીર્થોના ઇતિહાસ તરફ દુર્લક્ષ કર્યું છે. છેલ્લા દશ વર્ષમાં બૌદ્ધધર્મીઓએ લુપ્તપ્રાયઃ થઈ ગયેલા પોતાના ધર્મ માટે જે ધગશ બતાવી છે. તેના સોમા ભાગ જેટલી ધગશ પણ ભારતના જૈનોએ બતાવી નથી, સારનાથની જેટલી પ્રસિદ્ધિ છેલ્લા દશવર્ષમાં થઈ છે તેટલી પ્રસિદ્ધિ જૈનોના આ સિંહપુરી તીર્થ માટે થઈ શકી નથી, એ શોચનીય બીના છે. આજે જૈનમંદિર નિર્જન સ્થાનમાં તદ્દન વિખૂટું પડી ગયેલું જોવાય છે.” અમે આ જાતે જોઈને આવ્યા. ગુણિયાજી, પટના, કૌશાંબી અને શ્રાવસ્તી, અયોધ્યા અને પ્રયાગ જેવાં મહાન તીર્થો જરાય પ્રસિદ્ધિમાં નથી. વરસભરમાં ગણતરીના જ યાત્રિકો આવે છે. આપણાં તીર્થોને આપણે જ ભૂલી ગયા. આ વેદનાની ઉપર સંવેદના. જૈનતીર્થ સર્વસંગ્રહનાં પાનાઓ વંચાતા ગયા તેમ તેમ યાત્રાના દિવસો ફરીવાર જીવાતા ગયા. જે તીર્થ વિશે વાંચ્યું એ તીર્થની ભૂમિ નજર સમક્ષ સાકાર બનતી અનુભવી. આટલાં બધાં તીર્થોની યાત્રા કરી એવો અહોભાવ પણ થયો, જાત વિશે. હવે આવી યાત્રા ક્યારે થશે ? એ પ્રશ્ન તો કદાચ, સનાતન જ. નથી.” એથી એ એટલે બૌદ્ધધર્મથી. આજે સિંહપુરી બૌદ્ધતીર્થધામ છે. તિબેટ, બર્મા, ચીન, શ્રીલંકા, જાપાનના બૌદ્ધોએ સંખ્યાબંધ બુદ્ધમંદિરો ઊભા કરી દીધાં છે, આ જૈન તીર્થ છે એવી નિશાની પણ બચવા દીધી નથી. (હમણાં વળી દિગંબર જૈનોએ પોતાનું મંદિર વિશ્વપ્રસિદ્ધ સારનાથ સ્તૂપની સામે જ બનાવી દીધું તે એક અલગ વાત થઈ.) સારનાથ તરીકે જ આ સ્થાન ઓળખાય છે. અહીંનાં ખોદકામમાંથી શિલાલેખ મળેલો. તેના, ધર્માશોકનરાધિપસ્ય સમયે શ્રી