________________
૪૫ અંગમાં એ નીતરતો દેખાય. છત્રત્રિકની આજુબાજુ બે દેવો શું કરે છે ? વાદળ લઈને ઉડતા આવે છે. ભામંડળની નજીકમાં નાની આકૃતિ છે તેય વિશિષ્ટ છે. વાજીંત્રવાદન ચાલુ છે. બીજી બાજુ હાથી પર સવારી છે દેવોની. સંગીતના સૂરોમાં ગજરાજ મસ્ત છે. ચામરધારી દેવોપર ફરી ધ્યાન જાય છે. એમની ઉત્કટ હર્ષસમાધિની ઈર્ષ નીપજે છે. પ્રભુ બિરાજે છે કમલાસન પર. તેની નીચે એક દેવી નૃત્યમુદ્રામાં અંતર્લીન છે. એના પગતળે કોઈ પરાજીત દુરાત્મા છે. દેવીની બન્ને તરફ એક એક વનરાજ છે. પ્રભુનું લાંછન, એમની ખુશીનો ઉમળકો અજબ છે. એક જ પાષાણમાંથી પરિકરસહિત પ્રતિમાજીનું ઘડતર થયું છે. પ્રભુનો જમણો ઘૂંટણ ખંડિત થયો છે. મૂર્તિનું રૂપ યુગાંત સુધી અખંડ રહેશે તે નક્કી હોવા છતાં આ જખમ પણ સાથે જ રહેશે તેવું માનવા મન તૈયાર નથી. કોઈ ઈલાજ થવો જોઈશે. આવી બીજી બે મૂર્તિ હતી, જે ચ્યવન અને દીક્ષાનાં સ્થળે મંદિરમાં પ્રતિષ્ઠિત હતી. પરંતુ એ ચોરાઈ ગઈ. આ મૂર્તિ આટલી સલામત છે તે સદ્નસીબની વાત છે. આ મૂર્તિની રાજા નંદીવર્ધને પૂજા કરી, રોજેરોજ.
પ્રભુની વિદાય લેતી વખતે ખૂબ દુ:ખ થયું. માત્ર દોઢ કલાકનાં સામીપ્ય પછી પ્રભુને છોડતા આવી વેદના થઈ તો ત્રીસ વરસનાં સાહચર્ય પછી જીવંત પ્રભુને છોડતા રાજા નંદીવર્ધનને કેટલી વેદના થઈ હશે ? પ્રભુને એક જ વાક્ય કહ્યું : વયા વિના વીર ! મથે ત્રગામઃ
પોષ સુદ સાતમ : મહાદેવસિમરિયા પ્રભુના નિવાસેથી નીકળ્યા. વરસોના વરસો પૂર્વે આ જ રસ્તે પ્રભુની દીક્ષાનો વરઘોડો નીકળ્યો હતો. હજારો આંખો પ્રભુને જોતી હતી. હજારો મુખે પ્રભુના ગુણ ગવાતા હતા. હજારોનાં હૈયે પ્રભુ પ્રતિ આકર્ષણ હતું. હજારો લોકો હાથ જોડી પ્રભુને નમતા હતા. શ્રીકલ્પસૂત્રનાં દીક્ષાપ્રયાણ સૂત્રની યાદ આવતી રહી. ટીકામાં નોંધ છે તેમ રાજા નંદીવર્ધને પોતાની વેદના ઢાંકી રાખી હતી. પોતે રડે તો ભાઈનો મંગલ પ્રસંગ બગડે તેવી કોઈ ભાવના. નાનપણના બધા જ પ્રસંગો યાદ આવતા હતા. ભાઈએ સાવ નાની વયે એક દેવને મૂકી મારી વશ કર્યો હતો. એ દેવ તો મહારાક્ષસ હતો, ભાઈને મારી નાંખવા માંગતો હતો. ભાઈના હાથે એ સીધો થઈ ગયો. ભાઈની લીલા જ કમાલ, પાઠશાળામાં એને ભણવા મૂક્યો તો ત્યાંના પંડિતજીને ભણાવી આવ્યો. બધું જ સમજતો પણ બોલે
કશું નહીં. હું એને તું-કારે બોલાવતો. એને ખરાબ ન લાગતું. એની પાછળ તો ઇન્દ્રદેવતા હતા તોય મારી આગળ એ નાનો બની જતો. મને જ પૂછે. પોતે નિર્ણય ના લે. મા તો ભાઈને કાયમ કહેતી : ‘મવતં વીસમી TIનાં તૃતિર્ગમાતાવનમહાવ્યતતુનાનાં વિન 7: I (ત્રિષષ્ટિ ૧૦-ર-૧૪૨)” ‘બેટા, તને જોતા તો જગત આખાને ધરવ નથી થતો. હું તો તને જોવાની એકમાત્ર સંપત્તિ ધરાવું છું. મને તો તૃપ્તિ થાય જ ક્યાંથી ?” ભાઈએ મા અને પિતાજીને કાયમ સંતોષ આપ્યો. મનેય હંમેશ રાજી રાખ્યો. પોતાની મોટાઈ મને નથી બતાવી. આજે મારે એને રાજી રાખવાનો છે. એણે દુનિયાનો ઉદ્ધાર કરવા જનમ લીધો છે. હવે એ મહાન કાર્ય શરૂ કરશે. એને મારું દુઃખ બતાવવું નથી. એનું લક્ષ્ય એ મારું લક્ષ્ય, એનો નિર્ણય એ મારો નિર્ણય. એની ખુશી એ મારી ખુશી. એ સાધક બનશે તો, મારા તો ભાઈ મહારાજ ગણાશે. પછી પરમજ્ઞાન પામશે ત્યારે મારા ગુરુ થશે. હું એની, એની નહીં—એમની ખૂબ સેવા કરીશ. મારો ભાઈ તો ભગવાન થવા સર્જાયો છે. એ ભગવાન થશે, અહીં નંદીવર્ધન રાજાનો વિચારો ખોરંભાતા કેમ કે ભગવાન થયા પછી એ ભાઈ તરીકે વાત નહીં કરે. એના અવાજમાંથી નાનાભાઈ તરીકેની પ્રેમાળ ઉષ્માં ચાલી જશે. આ સહન થાય તેમ નહોતું. ભાઈ ગમતો, ભાઈનો અવાજ ગમતો અને એ અવાજમાં ફોરતી લાગણી સૌથી વધુ ગમતી. ભગવાન બની ગયા પછી તો એ મારી માટે તટસ્થ બની જશે. ફરી વાવંટોળ ઉઠતો હતો, મનમાં. સાધક બનશે તે જ ઘડીએ સંબંધનો તંતુ તૂટી જશે. મારો ભઈલો મને જ છોડી જવાનો, ભૂલી જવાનો, મૂકીને ચાલી જવાનો. અંતરમાં ઘમસાણ ચાલતું રહ્યું. મહામાર્ગ સુમસામ લાગતો હતો. ઇન્દ્રો શિબિકા ઉચકતા હતા. દેવો પડાપડી કરતા હતા. લોકો ઘોષ ગજવતા હતા. ક્ષત્રિયકુંડની સૌથી લાંબી શોભાયાત્રાની ગોઠવણ એમણે જાતે જ કરી હતી. આવો ઠાઠમાઠ ક્યારેય થયો નહોતો. નગરજનો તો પાગલ થઈ ગયા હતા. સૌ નાચતા હતા, કુદતા હતા. રસ્તા પર, હાજરીનો પારાવાર હતો છતાં રાજાને ખાલીપો લાગતો હતો કેમ કે એમનો વહાલો બંધુ જઈ રહ્યો હતો.
ઉદ્યાન આવ્યું હતું. શિબિકા અટકી હતી. હવે તો શ્વાસે શ્વાસે હૃદયના ટુકડે ટુકડા ઉડતા હતા. ભાઈએ આભરણો ઉતાર્યો. મોઘાં વસ્ત્રો છોડ્યાં. હાથથી ભાઈ વાળ પકડે છે. આ તો લોચ કર્યો ભાઈએ. પાંચ મુઠ્ઠીમાં બધા વાળ ઉતરી