________________
૮૦
૧૦
રાજગૃહીથી નાલંદા
મહા સુદ દશમ : રાજગિરિ વિપુલગિરિની યાત્રામાં રાજગૃહીનો ખરો લાભ મળે. રાજગૃહી તીર્થ શ્રીમુનિસુવ્રત ભગવાનનાં ચાર કલ્યાણકની ભૂમિ છે. એનું મંદિર વિપુલગિરિ પર છે. પ્રભુનાં વન અને જન્મ રાજગૃહીમાં થયાં. દીક્ષા નીલગુહા ઉદ્યાનમાં અને કેવળજ્ઞાન ચંપાવૃક્ષ તળે. એક જ મંદિર છે, એની સ્મૃતિમાં. ચારેય ઘટના એક જ જગ્યાએ થઈ નહીં હોય. ભૂમિ એક હોવા છતાં, સ્થળ તો અલગ જ હશે. કમનસીબે એ સ્થળો ન સચવાયાં. આજે એક જિનાલયમાં એ મહાપવિત્ર પ્રસંગોનું સંવેદન ઝીલવાનું હતું. વચ્ચે શ્રી અઈમુત્તા મુનિની દેરી આવી હતી. શ્રી અરણિક મુનિવરની મૂર્તિ પહાડની ઉપર છે. આ બંને મહાત્માઓ પ્રભુના પરિવારમાં હતા. બંનેએ અલગ અલગ અપરાધ કર્યા. બંનેને અલગ અલગ રીતે પ્રતિબોધ મળ્યો. રાજગૃહી તેનું સાક્ષી બન્યું. જવું હતું પ્રભુ પાસે. અશ્વાવબોધના પ્રણેતા પ્રભુને જુહારવા હતા. રસ્તો ખૂબ ઘૂમીને ઉપર લાવ્યો. એક પંક્તિમાં ત્રણ મંદિર ઊભા હતા. અડોઅડ. બે દિગંબરનાં, ત્રીજું આપણું. સામી તરફ સૂપ જેવું ઊંચું બાંધકામ થયું હતું. એ દિગંબરોનું સમવસરણ મંદિર હતું. શ્વેતાંબરોએ પાવાપુરીમાં સમવસરણ બનાવ્યું તો દિગંબરોએ અહીં ઊભું કર્યું. તેઓ આ પહાડને પ્રથમ દેશનાભૂમિ માને છે. એમની તો માન્યતા જ સાવ નોખી છે. એમાં પડવું નથી. એમણે ઊંચે ચૌમુખ મૂર્તિ બેસાડી છે તે વરસાદ, તડકો ઝીલ્યા કરે છે.
ભગવાન શ્રી મુનિસુવ્રત દાદાના નાનકડા દરબારમાં પ્રવેશ કર્યો. પ્રભુ સસ્મિત બેઠા હતા. ભગવાનનો જન્મ થયો ત્યારે તેમણે આવું જ સ્મિત ધારણ
કર્યું હશે. દર્શનથી પ્રસન્નતા મળે તે આંતરશુદ્ધિ આપે છે, એ ભાવુક ભક્તની વાત થઈ. ભગવાનની પ્રસન્નતા આવી છે, આંતરશુદ્ધિમાંથી. પ્રભુનાં દર્શન થતાવેંત એ શુદ્ધિની અભીપ્સા જાગે, પોતાની અશુદ્ધિનો ડંખ થાય, જીવનભરનાં પાપોની વેદના સતાવે, હતાશભાવે પ્રભુ આગળ કરગરી પડાય, પ્રભુ સિવાય કોઈ બચાવી શકે એમ નથી તે બરાબર સમજાય. પોતાની પાત્રતાનો વિચાર આવે. પ્રભુ આપણામાં પાત્રતા આવે તેની રાહ જોઈ રહ્યા છે તેવું લાગે. પાત્રતા આવશે તે દિવસે પ્રભુ સામે ચાલીને આવશે તેમ સમજાય. કોઈ અજાણ્યા છેવાડે રહેલા અશ્વને બોધ આપવા ભગવાને કેટલો લાંબો વિહાર કર્યો હતો ? એ અશ્વની પાત્રતા અધૂરી ન રહી જાય તેની કાળજી ખુદ પ્રભુએ લીધી. હવે નક્કી કરવું છે કે પાત્રતા લાવવા મથવું. પાત્રતાને કેન્દ્રમાં રાખી વિચારચર્યા ગોઠવવી. એકવાર પાત્રતા આવી, તો પ્રભુ પધારશે જ.
મહા સુદ દશમ : રાજગિર વિપુલગિરિથી પાછલા રસ્તે ઊતરી રત્નગિરિ પહોંચ્યા. રસ્તામાં વૃદ્ધકૂટ દૂર દેખાતો હતો. તે દિશાથી હવા આવતી હતી. તેમાં ભળીને બુંગિયાનો નિર્દોષ અમારા સુધી પહોંચતો હતો. એ સ્તૂપની ઝાંખી નજીકથી થતી હતી. આશરે અર્ધા કલાકે ત્યાં પહોંચી શકાય તેમ હતું. ન ગયા. વીતરાગ ભગવાનનો આશરો મળતો હોય પછી બીજે જવાનું મન કોને થાય ? રત્નગિરિ પર પ્રભુનાં દર્શન કર્યો. નાનું મંદિર છે. પ્રવેશના દરવાજે ઝૂકીને અંદર જવાય એ સ્થળે તકતી છે શ્રી જૈન શ્વેતાંબર મંદિર, કોઈ પરાક્રમીએ તકતીમાંથી શ્વેતાંબર શબ્દ ઘસી કાઢયો છે. માત્ર શ્રી જૈન....મંદિર વંચાય છે. દિગંબરના જ પરાક્રમ, રત્નગિરિથી પરિક્રમા કરીને પહોંચ્યા નીચે રોડ પર. રસ્તામાં મણિયાર મઠ આવ્યું. શ્રીલંકાની એક બસ આવી હતી. તેમાં બૌદ્ધ સાધુઓ હતા. એ કેમેરા લઈને ઊતર્યા, પોતપોતાના અલગ. ઝપાઝપ ફોટા પાડ્યા લાગ્યા. ફોટા પાડે ને રાજી થઈ હસે. આને વિપસ્સના કહેતા હશે એ લોકો. મણિયાર મઠની બે દંતકથા છે. એક, રાજા જરાસંઘ અહીં યજ્ઞ કરાવતો. બીજી, શાલિભદ્ર શ્રેષ્ઠીના દાગીના ખાળમાં જતા તે સ્થળ આ છે. બીજી પણ વાતો થાય છે. રાજગૃહની ઇતિહાસકથાઓનો પાર જ નથી. અલબત્ત, આગમોમાં મણિયારશ્રેષ્ઠિની કથા આવે છે તે મણિયાર શ્રેષ્ઠિનો આ સ્થાન સાથે સંબંધ નથી બતાવતું કોઈ. એ