________________
૭૭
વળાંક લે છે. ત્યાંથી કાળાં વાદળાનો કલગઢ શરૂ થાય છે. બીજી ગુફામાં જરાક ચઢ છે. એ પણ અંદર તુરંત ફંટાય છે. ઘૂંટણિયે બેસવું પડે, તેવો સાંકડો વિસ્તાર છે ભીતરમાં. આ ગુફામાં ખૂબ લાંબો મારગ છે, તેમ કહેવાય છે. વૈભારિગિરની પાછળની તળેટીમાં સોનગુફા છે. એમાં રાજા શ્રેણિકનો ખજાનો છૂપાવવામાં આવ્યો છે. રોહિણિયાની ગુફાનો બીજો છેડો એ ખજાના સુધી જાય છે તેવી વાતો થાય છે. ગુફાના બંને છેડા જો એક હોય તો રહસ્યની અકબંધીમાંય બંને ગુફા એક છે. શ્રેણિકની સોનગુફાને પાષાણનો દરવાજો મઢીને બંધ રાખી છે. મોટા ઓરડા જેવી ગુફામાં એ દરવાજો છે. તેની બાજુમાં અણઉકેલ લિપિમાં એને ઉઘાડવાનું સંકેતસૂત્ર ભીંત પર કોર્યું છે. કોઈ એને સમજી શકયું નથી. અઢી હજાર વરસથી દરવાજા સિલબંધ છે. અંગ્રેજોએ આ દરવાજા પર તોપ દાગી હતી તોય એ ના તૂટ્યો. ડાયનેમિક સ્ટીક્સથી દરવાજો ખોલવાની ચર્ચા ઉપાડી હતી, ભારત સરકારે. વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે આ ગુફાનું, વૈભારગિરિનું અવલોકન કર્યું હતું, અહીંની માટી તથા પાણીનાં પરીક્ષણ પછી તેમણે જાહેર કર્યું હતું કે આ પહાડમાં ગંધક દ્રવ્યો પથરાયેલાં છે. ડાયનેમિકથી, સુરંગથી પથ્થર ફોડવા જતા આખો પર્વત જ જ્વાળામુખીની જેમ ભડકી ઊઠશે, પાણીનાં ઝરાં સૂકાઈ જશે.’ ત્યાર પછી આ કામકાજ સંકેલી લેવાયું હતું. અંદર ખજાનો કેવો હશે તેવો વિસ્મયગર્ભ સવાલ થાય તે પૂર્વે જ સાપની ફણાની જેમ બીજો પ્રશ્ન માથું ઊંચકે છે : આપણાં ભારતના પૂર્વ સંચાલકોએ ખજાનો રહેવા દીધો હશે ? છેલ્લા હજાર વરસના લૂંટફાટિયા ઇતિહાસ પછી આ શક્યતા કેવી રીતે નકારી શકાય ? રોહિણિયા ગુફાના રસ્તેથી ત્રણ માઈલ સુધી ચાલતી આ ગુફાની નજીકમાં બીજી છત વિનાની ગુફા છે તેમાં પ્રભુમૂર્તિઓ, ભીંતમાં કોતરેલી જોવા મળે છે. મુસ્લિમ આક્રમણોએ એની સુંદરતાને હથોડાના ઊંડા જખમ માર્યા છે. મહા સુદ ૧૧+૧૨ : રાજગિર
વિવિધતીર્થકલ્પમાં રાજગૃહી તીર્થનો ઉલ્લેખ વૈભારકલ્પમાં મળે છે. વૈભાર સિવાય બીજા ત્રિકૂટ, ખંડિક વગેરે શૃંગોનાં નામ, વૈભારનાં જ શૃંગ તરીકે છે. પાંચ પહાડની સંયોજનાની તો વાત જ નથી.
પરિશિષ્ટ પર્વમાં શ્રી જંબૂસ્વામીજીના માતાપિતા નિષ્ણુત્ર હતા ત્યારે
૩૮
માનસિક સાંત્વના માટે વૈભાર પર ગયા હતા તેવી કથાનિકા છે. વૈભારની ટોચ પર, વૈભારની તળેટીમાં વનમાં, એ વનની બહાર અને રાજગૃહના સીમાડે— શિયાળાની તીવ્ર ઠંડી સહીને પરમની સાધના કરનારા ચાર મહાત્માઓની રોમહર્ષણ ઘટનાય પરિશિષ્ટ પર્વમાં છે.
વૈભારગિરિનું મહત્વ જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મનાં પોતપોતાના સ્થાનો જોવાથી સમજાય છે. તળેટીમાં કુંડની આસપાસ ઉભરાતા અજૈનો, રોહિણિયાની ગુફાને સપ્તપર્ણી ગુફા તરીકે બુદ્ધની સાધનાભૂમિ માનીને મીણબત્તી-અગરબત્તી જલાવતા અગણિત વિદેશીઓ, દુનિયાભરમાંથી ઉમટતા આપણા આસ્થાળુ યાત્રિકો દ્વારા સતત ધબકતો વૈભારપર્વત રાજગિરનું મુખ્ય મથક છે. બજાર પણ આ પહાડની તળેટીમાં છે.
વૈભારગિરિ એ પર્વત નથી, આકર્ષણનો ઉત્તુંગ મહાગિર છે.