________________
૧૨૩
૧૨૪
આશ્રમ. બધું રસ્તે ચાલતાં દેખાતું હતું. અંદર જવાની જરૂર હતી નહીં.
શ્રાવસ્તીમાં રસ્તા પર શ્રીલંકન બૌદ્ધ સાધુ મળ્યા હતા. તેમને પડદર્શનની વાત કરી તો ઉદારભાવે તત અને કફ થઈ ગયા હતા. મઠ સંભાળવાનું મહાવ્રત હતું એમનું. આજે અયોધ્યા આવતી વખતે રસ્તામાં બે સાઈકલસવાર બાવા મળ્યા. એક વિવેકાનંદી હતા, બીજા નાનકપંથી. મોટા હતા તેમની ઉમર ૮૭ વરસની હતી. એ વાતો કરીને પ્રભાવ પાથરવા માંગતા હતા, તે જોઈને હસવું આવતું હતું. પણ તેમની ઉંમર જોઈને મોઢામોઢે હસવાનું ખાળી રાખ્યું. સફેદઝગ લાંબા વાળ, તાંબા જેવો ચમકદાર ચહેરો અને પ્રચંડ અવાજ હોવા છતાં આંખો એકદમ પીળી પડી ગઈ હતી. અયોધ્યાની બહાર આશ્રમ બાંધીને રહેતા હતા. કહેતા હતા. બાબાજી, અબ આપસે ક્યા છિપાના, અયોધ્યામેં સચ્ચે સાધુ નહીં રહે. સબ ધંધા કર રહે હૈ, અપને કો બડા દિખાનેમેં લગે હુએ હૈ, ભગવાનની ભૂમિ પર ઠગ લોગ કા રાજ હૈ....
ભગવાં કપડાં. લાંબી જટા અથવા ચોટી. તેજસ્વી ચહેરો જવલ્લે દેખાય. બધાય થાકેલા લાગે. રડવાની કે ઝઘડવાની તૈયારીમાં હોય તેવા ભાવ આંખોમાં વંચાય. એક જવાન બાવો દુકાનેથી ખરીદતો હતો તે વસ્તુ હતી : તુલસી ગુટખા. માનસિક બેચેની વિના વ્યસન ક્યાંથી ? ભારતના જુવાનો જ નહીં, સાધુઓ પણ વ્યસની થઈ ગયા છે તે અયોધ્યાએ બતાવ્યું.
ભારતની ભૂમિ પર, ભારતીય મંદિર ન બંધાય તે માટે ભારતની સરકારે મોકલી રાખેલા હજારો ભારતીય પુલિસલોગ જોયા, રામજન્મભૂમિની ચારો તરફ. એકાદ તંબૂમાં તો માત્ર રાઈફલ્સ ભરી હતી, બાકીના સેંકડો તંબૂમાં આ સેના રહેતી હતી. તેને કંઈ સેના કહેવી ? વાનરસેના કે પછી....
અને ખરા વાંદરા. લાલ મોઢા ને ટૂંકી પૂંછને લીધે માસૂમ દેખાતા આ ચોપગાઓ બડા પરાક્રમી. છાપરા, છત, બારી ને દરવાજા પર તેમની સવારી ગમે ત્યારે આવી પહોચે. સાવધ ન રહે તે લૂંટાય જ. પોતાના બાપની જગ્યા હોય તેવા રોફથી ઘૂમે. સામા થાય ને ડરાવેય ખરા. ખાવાનું આપો તો તરાપ મારીને ભાગી નીકળે. ગરજની, માંગવાની વાત નહીં.
કલ્પવૃક્ષની ભૂમિ પર ભિખારી ભીખ માંગતા હતા. કમળમાં પાણી લાવી પ્રભુઋષભનો ચરણ અભિષેક કરનારા યુગલિકોની વિનાતાનગરીમાં, એક નાનો છોકરો પથ્થર મારીને વાંદરાને ચીડવતો હતો. સાત હજાર હિંદુ મંદિરો ધરાવતી આ નગરીમાં પૂજા અર્ચાની દુકાનો કરતાં, ચા-કોફીની લોરી પર ને હોટેલસ્ટોલ પર વધુ ભીડ હતી.
સંસ્કૃત મહાવિદ્યાલયો છે. અમુકમાં તો અવેતન અભ્યાસ કરાવે છે. ખાવાપીવાનું પણ મફતમાં. વાલ્મિકી રામાયણ મંદિર છે, એમાં સંસ્કૃત રામાયણ ભીંતો પર કોતરેલું છે. રામકથાસંગ્રહાલય છે, એમાં તમામ રામસાહિત્ય ઉપલબ્ધ છે. જાનકીમંડપ છે તેમાં સાચા સોનાનું સ્મારક છે. લક્ષ્મણ ગઢ, સરયૂ નદીના કિનારે છે. મંદિરોની શ્રેણિ અને વિશાળ સ્નાન કુંડ છે. તે એક માત્ર સ્વચ્છ દેખાતા હતા. રામજન્મભૂમિ દુનિયામાં ગાજી છે. વિભીષણકુંડ પ્રસિદ્ધ છે, તેનાં તળિયે પાણી નહોતું તેથી વાંદરા મૌજથી ત્યાં બેઠા હતા, ઊંડાણમાં. આશ્રમો અને મઠો, કિસમકિસમનાં નામો હતાં. એક યાદગાર નામ : પ્રતિવાદી ભયંકર