________________
૧૩૮
૧૬
શ્વાન તેના ખોળે આવી નીંદર લે. ગાડીઓ અને માણસોની ભાગદોડમાંથી આ સૃષ્ટિ સાવ બાકાત. તમે તમારી રીતે જીવો, અમે અમારી રીતે. કબૂતરનું ઘૂ ઘૂ બખોલમાં પડઘો પાડે. લાલ કલગી, લીલી ઝાંય ગરદન, આસમાની શરીર લઈને એકલવીર પંખી આવે. એની ચાંચ તડકામાં ચમકે. એને બીજા સાથીદારો નથી. મોટા માણસો આમેય સૌથી અલગ રહે.
સાંજ આવે. પાંખોના ઝૂમખા ઉતરી આવે. દુનિયાભરનો કલબલાટ ભેગો થાય. કાગડાનું કા-કા સૌથી ઉપર. લીમડાની ટોચ પર મોરચાબંદી થાય. અજવાળું ઢીલું પડે તેમ પડછાયા ખોવાતા જાય. પશ્ચિમથી લાલ તેજની વિદાય થાય. કયાંક ચીંબરી બોલે. આજે કોયલ ના બોલી તે યાદ આવે. દિવસ પડદે
શ્રી ભદ્રાવતી તીર્થ
પોષ સુદ દશમ : ભદ્રાવતી દિવસભર હવાના તાલે વૃક્ષો ઝૂમે. ચળાઈને આવતો તડકો આભલાની જેમ જમીન પર વેરાય. વરસાદ થતો હોય એવા અવાજે પાંદડાં હલે ને આમતેમ કૂદે. ખરેલાં પાંદડાં લીલાછમ હોય. હવા મકાનમાં નથી આવતી છતાં ગરમી નથી લાગતી. વગર ઠંડીની શિયાળુ મોસમમાં સવારે તો મદમસ્ત શીતળતા. સૂરજની સવારી ઉપરવાસ પહોંચે પછી શીત ગાયબ. ગરમી તો અસ્પૃશ્ય જ. ભેજ પણ ના મળે. દિવસો, ખિસકોલીની રુંવાંટી જોવા વિકસ્વર.
વહેલી સવારે પંખીડા કરફયુનો ભંગ કરવાની પહેલ કરે. કલબલાટી તો કયારની મંડાયેલી રહે. અડધી રાતે બોલતાં તમરાં, અવાજ સાથે પોલાણમાં સરી જાય ત્યારે પરોઢનો શંખનાદ થાય. શ્વાસો ફોરમ લેતા આવે, ટાંકીના ત્રીજા માળેથી પાઈપ વાટે પાણી, સીધું જ બગીચાની વચોવચ ઝીંકાય. માટીમાંથી પોલો અવાજ ફૂટે.
ઘટના વિનાનાં દશ્યો. વૃક્ષો અજવાળે પૂરેપૂરા રંગાય. વાનર પાણીમાં ભૂસકો મારતો હોય તે રીતે ઉપલી ડાળીએથી નીચે કૂદે. પાંદડાઓમાં ખળભળ મચે. ડરેલાં પાન ટપોટપ જમીન ભેગાં. આંબાની ઝીણી મહોરને એ વાનર બટકે લે. અચાનક ચોકે, આસપાસ જોયા વિના ભાગી નીકળે. બચ્ચાની ચિચિયારીથી પર્ણરાજિ હીલોળાય. લાલ ફૂલનાં નાનાં ઝાડ પર બેસીને બંદર એ ફૂલોનો કોળિયો ભરે. જડ જનાવર અને સુકોમળ પુષ્પનો અજીબ સમાહાર.
બપોરના સન્નાટામાં છાંયડો ગાઢ બને. તરુજન જાણે ઝોકે ચડે. બે-પાંચ
ના, આ કોઈ હિલસ્ટેશન નથી. આ ભદ્રાવતીજી છે.
પોષ સુદ ૧૨ ભદ્રાવતી ભદ્રાવતીજી પહેલી વખત અંતરિક્ષજીથી આવેલા. બીજી વખત નાગપુરથી છ'રી પાલક સંઘ લઈને આવ્યા. પહેલી વખતે આવેલા ત્યારે અંતરિક્ષદાદાની પૂજા નથી થતી, તે નજરે જોઈને આવ્યા હતા. તેની વેદનામાં રાહત મળે તે માટે અહીં કેસરિયા દાદાની પ્રક્ષાલપૂજાના સમયે ખાસ હાજર રહું. દાદાની પ્રતિભા ભવ્ય છે. ચમકદાર શ્યામ વાન, સહસ્રફણાનો આભાસ થાય તેવી વિશાળ સપ્તફણા. પ્રભુને સ્વપ્નદેવ કહે છે. પ્રભુના પ્રક્ષાળનું દૃશ્ય ખરેખર સ્વર્ગીય.
| દિવ્ય છત્રની જેમ ધરાયેલી બેજોડ ફણા પરથી સરતું દૂધ એક છોળમાં જટા પર આવે. ત્યાંથી એ શતધારાએ પ્રભુનાં મુખ પર રેલાય. થીજી ગયેલા કૃષ્ણરંગ પર તદ્દન બેપરવા બનીને વેરાતો જતો ધવલવર્ણ આંખોને અવર્ણનીય આનંદ આપે. પ્રભુનાં કપાળ, ગાલ પર દૂધ તરલતાથી ગતિ કરે. અંગો અંગ અવતરતી દૂધની ધાર જોઈને આપણી ભાવધારા ઉપર ચડતી જાય. આંખ પરથી વહેતું દૂધ તો અદ્દલ સજીવારોપણ કરે. અમૃતલેશ્યા વરસાવતી આંખોમાં પ્રભુનો સાક્ષાત્કાર થાય. ધવલ પારદર્શી આંખોમાં અગોચર ચમક આવે. આંખેથી ઉતરતાં દૂધ આંસુની યાદ નથી આપતાં. આંસુની એક ધાર હોય. આ તો કેટલીય