________________
૧૬૪
૧૬૩ કરનારા ભગવાન મારાં જ આંગણે બિરાજે એવા ઊંચા મનોરથ સાથે એ પ્રભુને સરોવરમાંથી બહાર પધરાવે છે. ગાડું પણ સ્વપ્નસંકેતના અનુસારે જ જોડવામાં આવે છે. રાજા ગાડાને બરોબર ચલાવીને આગળને આગળ લઈ જાય છે. વાછરડાં થાકતા નથી. સૂતરની દોર ખેંચાઈને તંગ રહેતી હોય તેવો વજનનો અનુભવ સુદ્ધા થતો નથી. રાજાને કૌતુક થાય છે. મૂર્તિ સાથે તો હશે ને? સવાલ ઉઠે છે. પ્રભુની સાથે ભૂલો જોડાતી આવી હતી. તેમાં રાજાની આ ભૂલ વળી ઉમેરાઈ. રાજાએ પાછળ જોયું. અને પ્રભુની મૂર્તિ અટકી પડી. રાજાએ માત્ર પાછળ જોયું હતું. ગાડું અટકાવ્યું નહોતું. ગાડું તો ચાલતું જ હતું. ગાડું ચાલ્યું તે સાથે જ રાજાને દેખાયું કે મૂર્તિ ગાડા સાથે આગળ ન ચાલતા અટકી ગઈ છે. ગાડાની બેઠક વિના મૂર્તિ અવકાશમાં અદ્ધર થંભી ગઈ છે. અંતરિક્ષદાદાનું આ પહેલું અવતરણ. ભગવાનના વજનથી ગાડું અટકી પડે તે ચમત્કાર હજી માની શકાય. મૂર્તિ જ આખી અદૃશ્ય થઈ જાય એ ચમત્કાર પણ થઈ શકે. આવો ચમત્કાર ? મૂર્તિ ગાડામાંથી અલગ પડી ગઈ. જમીન પર ન પડી. ગબડી કે તૂટી નહીં. રહી માત્ર આકાશમાં નિરાલંબ. આ જોયા છતાં ન માની શકાય તેવો અતિશય હતો. તીર્થકરોના શિરે ત્રણ છત્ર આકાશમાં ચાલે છે. તે વાત તો બહુ જાણીતી હતી. આ મૂર્તિ આટલી બધી અદ્ધર રહી તે માન્યામાં આવતું નહોતું. રાજા સ્તબ્ધ થાય છે. મૂર્તિ અટકી ત્યાં જ ગામ વસાવે છે. ગામનું નામ શ્રીપુર રાખવામાં આવે છે. રાજા જિનાલય બંધાવીને મહોત્સવપૂર્વક પ્રભુની પ્રતિષ્ઠા કરાવે છે. રોજ ત્રિકાળપૂજા કરે છે.
લોહચુંબક અપાકર્ષણની દિશામાં રહે તો ઉછળીને દૂર પડે તેવો કોઈ વિજ્ઞાનબદ્ધ નિયમ અહીં લાગુ પડતો નથી. ગુરુત્વાકર્ષણનો સરેઆમ અપલાપ આ મૂર્તિ કરે છે. સિદ્ધશિલાને કશા ટેકાની જરૂર નથી તે રીતે, ચૌદ રાજલોકરૂપ લોકાકાશને અલોકમાં રહેવા માટે કોઈ ટેકાની જરૂર નથી તે રીતે આ મૂર્તિને કોઈ જ આધારની આવશ્યકતા નથી. મૂર્તિ પોતાની મેળે અવકાશમાં છે. રાજાનો વિસ્મયભાવ માત્ર એટલો હતો કે ગાડું ચાલે છે તો ભગવાન ગાડામાં છે કે નહીં ? એણે પાછળ જોવાની ભૂલ કરી. પરિણામ આજે એ આવ્યું છે કે રાજાને બદલે આપણે બધા જ વિસ્મયમાં ગરક છીએ. મૂર્તિ અદ્ધર શી રીતે રહે છે ?
વિ. સં. ૧૯૨૪માં લેપકામ કરતી વખતે લેપનો એક કણિયો પ્રભુના ઘૂંટણ નીચે ફસાઈ ગયો. તે કાઢવામાં મૂર્તિને નુકશાન થાય તેમ હતું તેથી તે ઘૂંટણ જમીનને અડેલો હોય તેવો દેખાય છે. પરંતુ ટચલી આંગળીના અડધિયા જેટલા એ અંશથી મૂર્તિ અદ્ધર રહી ન શકે. એ તો સ્વયં અવલંબ છે.
પાર્શ્વપ્રભુની કથાને શ્રી જિનપ્રભસૂરિજી મહારાજા અલગ ઊંચાઈ આપે છે. તેઓ નોંધે છે : આ મૂર્તિનાં હવણજળ આરતી પર છાંટીએ તો આરતી નથી બુઝાતી. દાદર, ખસ અને કોઢ જેવા રોગનો નાશ થાય છે, હવણજળથી. આ પ્રભુની યાત્રાનો મહોત્સવ દર વરસે થાય છે. પહેલાં તો મૂર્તિ, પાણીનું બેડું માથે રાખીને ચાલતી પનિહારી નીચેથી નીકળી જાય એટલી ઊંચે હતી. જમીનના થર ચડવાથી તેની ઊંચાઈ ઘટી ગઈ છે તેવું જોવાય છે. આ પ્રભુના પ્રકટીકરણની સાથે જ બનેલી કથા છે : મૂર્તિ ગાડામાં મૂકાઈ ત્યારે તેની સાથે અધિષ્ઠાયિકા શ્રી અંબાદેવી તથા કોટપાલ બંને હતા. અંબાદેવીના બે પુત્ર સિદ્ધ અને બુદ્ધ. ઉતાવળે નીકળવામાં એક પુત્ર પાછળ રહી ગયો હતો. દેવીએ ક્ષેત્રપાળને હુકમ કર્યો, લઈને આવ. ક્ષેત્રપાળ ન લાવી શક્યો. દેવીએ તેને ટુંબો માર્યો. આજે પણ ક્ષેત્રપાળની મૂર્તિના માથે, ટુંબો માર્યાના નિશાન જોવા મળે છે.
શ્રી જિનપ્રભસૂરિજી મહારાજા અને શ્રી સોમધર્મગણિજી મહારાજા એમ માને છે કે આ તીર્થની સ્થાપના પાર્શ્વપ્રભુના પૂર્વે થઈ ચૂકી હતી.
શ્રી લાવણ્યસમયજી મ.નો મત છે કે પ્રભુવીરની પછી આ તીર્થ સ્થપાયું. તેઓ તો માલીસુમાલીને બદલે ખરદૂષણનાં નામ આપે છે. શ્રીપાલ રાજાને બદલે
આ હ્યસ્તનભૂતકાળ હજી આગળ ચાલે છે.
પ્રભુ પાર્શ્વનાથની મૂર્તિ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ બને તે વાત ભલે એક જ વાક્યમાં લખવા જેટલી ટૂંકી લાગે છે. પરંતુ આ વાત અજીબોગરીબ છે. દેવતાઓ જમીનથી અદ્ધર ચાલે તે સૌ જાણે છે. પ્રભુનાં પગલાં, તીર્થંકર અવસ્થામાં સોનાનાં કમળ પર પડે છે તે આપણે જાણીએ છીએ. પ્રભુ મૂર્તિ રૂપે બિરાજે છે અને તે અવકાશમાં છે તે વાત જ માન્યામાં આવતી નથી. મૂર્તિની ચારે દિશા અને ઉપરની તેમ જ નીચેથી દિશામાં કશો જ અવલંબ નથી. બે