________________
૧૬૧
૧૬૨
હતી. પ્રભુ ત્રણભુવનનાં અજવાળે દીપતા હતા. અમારી આંખોના દરવાજે અંધારા હતા. પ્રભુ પ્રસન્ન હતા. અમે સદંતર નિરાશે. પ્રભુ ફરિયાદ નહોતા કરતા. અમે ફરિયાદી હતા. અને અમને ખબર હતી કે આ અમારી ફરિયાદનો કશો ઉકેલ આવવાનો નથી. અમારાં સૌભાગ્યને તાળાં લાગ્યાં તેની પર વરસોનાં સિલ ચડી ગયા હતા. એ કવચ કોણ, ક્યારે ભેદશે તે સમજવાય મળતું નહોતું. એ દિવસોમાં આવી ભગ્ન મનોદશા સાથે પ્રભુનો પરોક્ષ ભૂતકાળ યાદ કરતા રહ્યા હતા. અદ્યતન ભૂતકાળ એટલે દિગંબરોનું અતિક્રમણ થયું તેનો કાળો ઇતિહાસ. પરોક્ષ ભૂતકાળ એટલે માલીસુમાલીના સમયની કથા.
(૨) હ્યસ્તન ભૂતકાળનો માહોલ જુદો હતો. એ કથા મૂર્તિનાં સર્જન પછીની, વિસર્જન પછીની છે. માલી માલીના સેવક ફૂલમાલીએ પ્રતિમાને સરોવરમાં પધરાવી દીધી. પ્રતિમા વિખરાઈ જાય તે જ આશય હતો. પણ દૈવી પ્રભાવે પ્રતિમા પાણીમાં અકબંધ રહી. છાણ અને રેતની બનેલી મૂર્તિ અગણિત વરસો સુધી પાણીમાં રહી, યથાતથ રૂપે. એ સરોવરનાં પાણી પીનારાઓ હતા કે નહીં તેના ઉલ્લેખ મળતા નથી. એ સરોવરમાં જલચરો વસતા હતા કે નહીં તેની માહિતી મળતી નથી. એ સરોવરમાં પશુઓ, પંખીઓ ખેલતા કે નહીં તેની પણ કોઈ વિગતો જાણવા મળતી નથી. એ સરોવરનાં પાણીની ચેતના ચમત્કારી બની હતી તે નક્કી છે. એક માત્ર સંદર્ભ મળે છે એ સરોવરનો. અને એમાં જ પ્રભુનો અગમ, અગોચર મહિમાં નીખરતો અનુભવાય છે.
શકતો નથી. એને ભાન થાય છે કે મારો રોગ ઘટ્યો છે, એને આશ્ચર્યાનંદ થાય છે. એ યાદ કરે છે. એને સરોવરનાનની સાથે સંબંધ છે તેવો ખ્યાલ આવે છે. રાણી રાજાને એ સરોવર પર લઈ જાય છે. રાજા સર્વાંગસ્નાન કરે છે. પ્રભુ પ્રગટ થયા નહોતા. પ્રભુની તલાશ પણ થઈ નહોતી. છતાં પ્રભુનો ચમત્કાર પ્રગટ્યો હોય તેમ એ રાજાનો રોગ સર્જાશે મટી ગયો હતો. રાજા કરતાં રાણી વધુ પ્રભાવિત થઈ. તેને સમજાયું કે આ સરોવરમાં કોઈ દેવી તત્ત્વનો વાસ છે. રાણી બલિપૂજા કરે છે. વિનંતી કરે છે. દેવને પ્રગટ થવા વિનવે છે. કોઈ પ્રતિભાવ નજરે ચડતો નથી. સરોવરનાં પાણીની સપાટી પર ખેલતાં તરંગો કિનારા પર આવીને અટકી જાય છે. રાણીની નજર સરોવરના ચારે કિનારા પર ફરે છે. જલદેવતાની અદેશ્ય ઉપસ્થિતિ એ અનુભવે છે. નજરનો ખાલીપો સંતોષાતો નથી. અદૂભુત ચમત્કૃતિ પછીનો ગદ્ગદભાવ લઈને રાણી અને રાજા રાજમહેલ પાછા ફરે છે. એ રાતે જ રાણીને સપનું આવે છે. ઊંઘ મજાની આવી હશે. વરસોનો ભાર ઉતરી ગયો તેની નિરાંતથી નિદ્રાશરણ એ થયા હશે. મનમાં અંતરતમ તૃપ્તિભાવ ભર્યો હશે. એમાં એ સપનું આવ્યું. રાણી માની ન શકી, પ્રતીક્ષા તો હશે જ કે આવું સપનું આવે અને ઋણમુક્તિનો અવસર સાંપડે છતાં રાણી એ સપનું જોઈને સ્તબ્ધ બની હશે. કેમ કે એ સપનું હતું જ પ્રભાવી. પ્રભુ પ્રાર્થના અંતરિક્ષ અવતારની એ આદિગાથા હતી.
શ્રીપાળ નામનો રાજા એ સરોવર પાસે આવ્યો. મયણાસુંદરીના સ્વામીનાથ શ્રીપાળ રાજા આ નહોતા છતાં એમનેય સોંગે કોઢ થઈ ગયો હતો. કેટલાય ઉપચારો કરવા છતાં તે મટ્યો નહોતો. એ રાજા આ સરોવર પાસે આવે છે. હાથ મો ધોઈને પાણી પીએ છે. કુદરતી રીતે જ એને આ સરોવરનાં પાણીના ચમત્કારની ખબર નથી. એ ઘેર, રાજમહેલમાં આવી જાય છે. ત્યાં રાણી ચોકે છે, રાણીને આશ્ચર્ય થાય છે. રાજાના રોગ પર કોઈ જાદુ થયો હોય તેવું રાણીને લાગે છે. કોઢના ડાઘા, કોઢના નીતરતાં ધાબાં ઠેકઠેકાણે ભૂંસાયેલાં, રૂઝાયેલાં દેખાય છે. રાણી રાજાને પૂછે છે : તમે કંઈ દવા કરી આવ્યા છો ? રાજા સમજી
એ સપનામાં રાણીને જાણવા મળે છે કે આ મૂર્તિ ભાવિ તીર્થંકર ભગવાનની છે. એ મૂર્તિનું પ્રકટીકરણ એમને એમ થઈ શકે નહીં. એ માટે વિશેષ વિધિ જાળવવાની રહેશે. મૂર્તિને બહાર કાઢવી હોય તો એને કાચા સૂતરના દોરે બાંધવી પડશે. એ બહાર પધારે પછી તેને ગાડીમાં બિરાજમાન કરવાની રહેશે. એ ગાડાને ખેંચવા માટે બળદ ચાલશે નહીં. સાત દિવસની વયનાં વાછરડાં જોઈશે. એ વાછરડાની રાશ કાચા સૂતરની હશે. ગાડું ખેંચાશે તે કાચા સૂતરથી જ, મૂર્તિ ગાડામાં સાથે જ ચાલશે, નક્કી, જ્યાં લઈ જવી હોય ત્યાં મૂર્તિને લઈ જવાશે. શરત એટલી જ કે ગાડું હાંકતા પાછળ વળીને જોવાનું નહીં. જયાં પાછું જોશો ત્યાં મૂર્તિ અટકી પડશે.
રાજા રાણી પાસેથી સવારે આ સ્વપ્ન જાણે છે. પોતાના જનમનો ઉદ્ધાર