________________
૧૭૨
૧૭૧ ભાન કરાવ્યું. અમે લાંબો વિહાર ખેંચીને દિગંબર ધર્મશાળા પહોંચ્યા તો મુનીમ કહે, યહાં નહીં રુક સકતે. નામ અને દામની દુનિયા ધર્મશાળા સુધી આવી પહોંચી હતી. અમારો કાંઈ ગજ ન વાગ્યો. રંજ કે ખેદ તો ના અનુભવ્યો. વિચાર એ આવ્યો કે ગુસ્સો બતાવીએ તો શાયદ રસ્તો નીકળે. ઘણાની પાસે
એવી આવડત હોય છે. પછી થયું : આ મુનીમચંદ્રની ના પર અમારે કાંઈ કામીર ખોવાનું નહોતું. અમારા રહેવાના આગ્રહથી તો એનું કારગિલ લૂંટાતું હતું. એને જગ્યા ન આપવી હોય તો એ એની સમસ્યા થઈ. અમે તો આગળ ચાલી જઈશું. સાધુ તો ચલતા ભલા. ગામ બહાર કોઈ વડલાના છાંયડે બે ઘડી બેસીને આરામ કરી લઈશું. ઇન્દ્રમહારાજાનો અવગ્રહ માંગી લઈશું. મકાનની અપેક્ષા રાખી તો ના સાંભળતા દુ:ખ થયું. અપેક્ષા જ ન ખપે, કોઈ વ્યક્તિ પર નારાજગી પણ નહીં. ઊભા ઊભા આશ્વાસન બંધાતું ગયું. ગામમાંથી એક સ્થાનકવાસી ભાઈ આવ્યા એ કહે : શ્વેતાંબરી મહાત્માજી કો હમ સંભાલતે હૈ. પધારિયે, હમને સારી વ્યવસ્થા કર દી હૈ. પેલો મુનીમ સજ્જનતાનાં ક્ષેત્રે પોતાની દિગંબર દશાને સાચવતો દૂર ઊભો રહ્યો. અમે ચાલ્યા. મેડીબંધ મકાનમાં ઉતારો મળ્યો. એવા થાકેલાં કે ગોચરીપાણી કરતાં પહેલા જ આડા પડ્યા. ધર્મશાળાથી અહીં આવતાય ખાસ્સો સમય ગયો હતો.
આશ્ચર્ય એ વાતનું હતું કે આ મકાન એ ધર્મશાળાના ટ્રસ્ટીનું હતું. એમની સાથે દિગંબર સમાજની ઘણી વાતો થઈ. પોતાનાં તીર્થો વિશ્વ પ્રસિદ્ધ બનાવવાની તેમની વિવિધ યોજનાઓ સાંભળતા રહ્યા. તેમના તીર્થોમાં જે અતિશયક્ષેત્ર અને તીર્થક્ષેત્ર હોય છે તેમાં સામાન્ય રીતે શ્વેતાંબરી સાધુને રહેવા નથી દેતા. આજે એ જ થયું. જો કે, ટ્રસ્ટી બાબુએ અમારા ગોચરી પાણી પૂરા ભાવથી સાચવ્યા. ગામમાંથી ઘણા લોકો દર્શને આવ્યા. તેમને બહુમાનપૂર્વક શ્વેતાંબર સાધુનો પરિચય આપતા રહ્યા. આખા પૈઠણમાં એ ટ્રસ્ટીજીનું વર્ચસ્વ હતું તે દેખાઈ આવતું હતું.
નીકળી રહ્યા છે. બે પરદેશી ગોરાઓ એનું સંશોધન કરવા રોકાઈ પડ્યા છે. માટીનાં વાસણો, મકાનો, ઈંટો નીકળે છે. ખીલા ઠોકી, દોરી બાંધીને નકશા મેળવાય છે. પૈઠણની અતીતકથાઓનો પાર નથી. રાજા નહપાન અને રાજા શાલિવાહનની રાજનીતિની વાર્તા આગમમાં ખૂબ પ્રસિદ્ધ છે. એના અવશેષો ઢળતી સાંજે જોયા. પૈઠણની ચિરંતન સખી ગોદાવરીનાં પાણી લાલરંગમાં ઝળહળતાં હતાં.
(૬) એ હતું ચીંચવડ. એક ઘરમાં રહેવાનું હતું. ત્યાં જઈને બેઠા તો સૂચના મળી, મંદિરમે જાકે રહો. અનગારને વળી આવી વાતે ખોટું લાગે ? દિગંબરોનું સાંકડું મંદિર હતું. બહાર ટોળું જમા થયું. એક ભાઈ અમારાથી નારાજ હતા તે બહાર ઊભા બબડતા હતા. આરતી એક જ ભાગ્યશાળીએ પતાવી, ચોવીશ પ્રભુનાં નામ બોલવામાં એ શ્રીમલ્લિનાથદાદાનું નામ ભૂલી ગયા. એક મહાનુભાવ મોઢામાં માવો ઠાંસીને ભગવાનને મોટું બતાવવા આવ્યા કે જુઓ હું કેવો લાગું છું. હાથ જોડીને ભગવાન આગળ ઊભા રહી એ દાંત વચ્ચેથી સોપારીના કડાકા બોલાવતા હતા, ધન્ય ભગત.
પૂજારી પાસેથી જાણવા મળ્યું કે ‘શ્વેતાંબર સંપ્રદાયના સાધુઓ બહાર સ્કૂલમાં ઉતરે છે. અહીં કોઈ આવતું નથી.' શું કામ કોઈ નથી આવતું તે દેખાતું હતું. ગામ દિગંબરોનું હતું.
દૂસરબીડથી ભૂલા પડ્યા . રસ્તો ખૂબ આગળ નીકળ્યો પછી સમજાયું કે ખોટી દિશા પકડાઈ છે. વચ્ચે જે રસ્તે વળવાનું હતું તે ચૂકી ગયા હતા અમે. ખેતરોની કેડી પકડીને મોડેથી મુકામે પહોંચ્યા. રસ્તો ભૂલાયો તેની થોડીક અશાંતિ હતી. અમારા માણસે કહ્યું : ‘જે રસ્તે આવવાનું હતું તે રસ્તે તો પુલ તુટી ગયેલો. પાણીમાં ઉતરીને આવવું પડત.' એ બિચારો પૂર જેવા પ્રવાહમાં થઈને આવ્યો હતો. એ મોડો નીકળ્યો હતો ને સાચા રસ્તે ગયો હતો. તો આમ વાત છે. પૂલ તૂટેલો તેને લીધે જ અમને કોઈકે ભૂલા પાડ્યા. લાંબા વિહારમાં કોઈક તો હતું જે અમારો ખ્યાલ રાખતું હતું.
પૈઠણ તે પ્રાચીન પ્રતિષ્ઠાનપુર. શ્રી ભદ્રબાહુસૂરિજી મહારાજાનું ક્ષેત્ર. દિગંબર દેરાસરનાં રામચંદ્રજીના સમયની મૂર્તિ હોવાનું કહેવાય છે. નાગઘાટ નામનો એક નિર્જન વિસ્તાર છે, ગોદાવરી નદીના કાંઠે. ત્યાંથી પુરાતન અવશેષો