________________
૧૭૩
૧૭૪
વરસાદ ઘણો થયો હતો. રસ્તો ઠેર ઠેર તૂટી ગયેલો. અમે લોણારનો રસ્તો છોડી સુલતાનપુરના રસ્તે ચાલ્યા. બીજે દિવસે સાંજે પહોંચ્યા. સ્કૂલમાં રહ્યા. અંધારું થયું તેમ સ્કૂલનાં મેદાનમાં છોકરાઓ જમા થતા હતા. ટીનેજર્સ હતા બધા. એ સૌ ભાતભાતની કસરત કરતા હતા. સૂઈ જાય ને બેઠા થયા વિના, પગના જોરે સીધા જ ઊભા થાય. એક બીજાની છાતી પર મુક્કા મારે. દંડબેઠક કરે. સ્કૂલમાં ધ્વજવંદનના સમયે ધ્વજ લટકાવવા ઊંચો લોખંડી થાંભલો રાખ્યો હોય છે તેની પર પચીસ ફૂટ ઊંચે ચડી જાય. એક તો વળી પોતાના બન્ને હાથ પર ઊધો ઊભો રહી, હાથથી ચાલતો હતો. આપણા પગલાં પગથી મંડાય, એના હાથ પગલાં માંડતાં હતાં, હાથના પંજા સિવાયનું આખું શરીર અદ્ધર. એ બન્ને પગને સામસામે છેડે સમાંતર રાખી બેસી શકતો. ભયાનક અઘરું. એનો જમણો પગ જમણી તરફ સંપૂર્ણ જમીનને અડે અને ડાબો પગ ડાબી તરફ સંપૂર્ણ જમીનને અડે. બીજા છોકરા શીખતા હતા પણ કોઈ ફાવતું નહોતું.
શહેરોમાં કરાટે અને જીગ્નેશિયમ ચાલે છે. ગામડામાં આવા શરીર કેળવણીના પ્રયોગો ચાલે છે. શરીરને કેળવવા જેટલી જાગૃતિ આવી રહી છે, તેટલી સંસ્કારોને કેળવવા માટે નથી આવી. શરીર સારું બને તે માટે પસીનો પાડનારા યુવાન દોસ્તો મન સારું બને તે માટે શું કરે છે ? અરે, વાત જ જવા દો. એમને તો આવા ઉપદેશથી જ પસીનો છૂટી જાય છે. સંતાનો મહેનતકશ બને તે માટે મા-બાપો જ વિચારતા નથી તો, આપણે કોણ ?
અમે ઉપલા માળે રહ્યા. એ ભાઈની ઇચ્છા હતી કે એ પીરસતા રહે અને અમે જમતા રહીએ. અમે આપણી મર્યાદા સમજાવી. રાજી થયા. ભાવથી વહોરાવી બહાર ઊભા રહ્યા. બૂમ પાડી પૂછે : મહારાજજી, કુછ ઔર લાએ ? અમે ના પાડી તો એ અંદર આવી ગયા. માંડ સમજાવ્યા. અમે સાંજે વિહાર કર્યો તો દૂર સુધી વળાવવા આવ્યા. એ ગામ હતું ડોનગાંવ.
પ્રભુવીરનાં સાધુપદને જયારે જયારે આવું માન મળે છે. ત્યારે ત્યારે આતમાં સમક્ષ સવાલ થાય છે : આવાં માન લેવા જેટલી સાધુતા આવી છે આપણામાં ?
(૧૩) સાંજે વિહાર કરીને જંગલ ખાતાની ચોકીમાં મુકામ કરવાનો હતો. યુવતમાળથી બે ભાઈઓ આવ્યા. તેમણે કહ્યું કે “એ ચોકીમાં તો દારુમાંસની મહેફિલો રાતભર ચાલે છે ! વચ્ચે જે ગામ આવ્યું ત્યાં જ અમારી માટે સ્કૂલ ખોલાવી. ત્રણ ચાર કિલો ધૂળ-માટી સાફ થયા. જામવાડી એ ગામ. રાત ત્યાં જ રહ્યા. સાધુનું કામ જ આવું. નક્કી કાંઈ ન કહેવાય. આગળ પણ નીકળી જાય ને પાછળેય રોકાઈ જાય. ભરોસા નહીં.
(૧૪) યવતમાળનું જંગલ અડાબીડ નહોતું. આવા જંગલના રસ્તે પહેલો વિહાર હતો તેથી બિહામણું લાગતું હતું. મોટા લશ્કર જેવો દેખાવ હતો. નજરની પહોંચ નહોતી આટલું બધું સમાવી લેવાની. દૂર દૂર સુધી ઊંચા વૃક્ષો ઊભા હતા. ભીષ્મની બાણશય્યા યાદ આવતી હતી. આ વૃક્ષો બધા અર્જુનના બાણ હતા. આકાશ હતું ભીષ્મ. વૃક્ષોનાં પાંદડાઓ જમીન પર સંપૂર્ણ છવાઈ ગયા હતા. સૂક્કા થડ અને કૂમળાં પાનનો વિરોધાભાસ તો વૃક્ષની સૌથી મોટી વિશેષતા. વનવૃક્ષો માટે શું લખવું ? સુંદરતાનો સૂરજ. આકાશનો આધાર. આંખોનું આકર્ષણ. હવાના હૃદયબંધુ. લીલા રંગને હજારો અર્થછાયા આપનારું એક માત્ર તત્ત્વ છે, વૃક્ષ. પહાડી હોવાથી એકવિધતાનો અભાવ સતત આંખે અનુભવાય. તડકાને જમીન પર પહોંચવા માટે વૃક્ષોના પાંદડામાંથી ચળાવું પડે છે. પાર થયેલો તડકો જમીન પાસે પહોંચે છે. ખરી પડેલાં પાંદડાં તડકાને જમીન
‘યે પૂરા ઘર આપકા હૈ' એ ભાઈએ કહ્યું. એ કોંગ્રેસના માજી સદસ્ય હતા. બંગલો મોટો હતો. પૂજા માટેની ઓરડીમાં અમને બેસાડ્યા હતા. નામફેર થયેલો તેથી અમે એમનાં ઘેર પહોંચી ગયા હતા. એમણે અમને પોતાનાં જ ઘેર રોકી લીધા. પૂજાની ઓરડી મોટી હતી પણ અવરજવર ખૂબ. આપણાં ઘરદેરાસરોની જેમ આ લોકો નિયમો પાળતા નથી. પૂજાની ઓરડીમાં જ મોટું રેફ્રીજરેટર હતું. શાકભાજી, ફળો, ગોરસ લેવા નોકરો વારંવાર આવતા. અમે બીજી જગ્યા માટે એમને પૂછ્યું તો એ પોતાનો આખો બંગલો બતાવવા માંડ્યા.