________________
૫૯
બળિયા હોય તો જંગલના રસ્તેય સલામત છીએ. મૂળ મુદ્દો આટલો જ છે. તીર્થયાત્રાના સદ્ભાગ્યને કોઈ લૂંટી નથી શકતું. પૈસા ઝૂંટવાય છે, ભગવાન નહીં. ખૂનખરાબા નથી થતા તેય હકીકત છે. કદાચ, થતા હોય તોય શું ? તીર્થયાત્રાએ જતાં જિંદગી ટૂંકાય તે તો ભક્તને સૌથી વધુ ગમે. શિખરજીનો પ્રભાવ ઝીલવામાં આપણે સફળ રહ્યા તો કોઈ વાંધો નથી આવતો. ખાવાપીવામાં ગાફેલ બનીને તીર્થને ભૂલ્યા તો પરચો મળવાનો. આપણી ભાવના બળવાન હોય તો કોઈ લૂંટારો કાંઈ ન કરે.
આ વિચારો ચાલતા હતા ત્યારે પણ નજર પાછળ ફરતી હતી : કોઈ આવશે તો ?
८
શિખરજી
પોષ વદ અગિયારસ : પાલગંજ
શિખરજીથી વિહાર થયો નહીં, કરવો પડ્યો. સાધુજીવનમાં શિખરજી આવવું શક્ય નથી હોતું. શિખરજીથી વિહાર થાય તે પછી ફરીવાર આવવું તો અશક્ય જ. શિખરજીમાં રહ્યા તેટલા દિવસ યાત્રા ન થઈ. ત્રણ યાત્રા થઈ ફક્ત. વીશ યાત્રા કરવી હતી. ના થઈ. રંજ રહેવાનો. વિહાર સાંજે થવાનો હતો. પણ ચૂંટણીઓના લીધે સાંજે મુકામ ન મળવાના સમાચાર આવ્યા. થોડુંક વધુ રહેવાની તક મળ્યાનો રોમાંચ અવર્ણનીય બન્યો. સાંજે શિખરજીની તળેટીની યાત્રા કરી. લગભગ આર્તભાવે ચૈત્યવંદન કર્યું. બાર ખમાસમણાં દીધાં. સંતોષ ના થયો. ધૂળિયા રસ્તે ઊભા રહીને શિખરજીને જુહારતાં આંખો ભીંજાઈ હતી. ઉપરથી આવતા યાત્રિકોની ઈર્ષા થતી હતી. શિખરજીના ખોળેથી હટવાનું મન થતું નહોતું. સૂરજ ડૂબી ચૂક્યો હતો. અંધારાની સવારી આવી રહી હતી. લીલીછમ ધરાથી ઢંકાયેલાં શિખરજીનાં આખરી દર્શને અખૂટ વેદના આપી હતી. ફરી કદી નહીં અવાય તેની ઊંડી વેદના. રાત પણ સૂમસામ વીતી.
પોષ વદ દિ. ૧૧ : બરાકર
આખા રસ્તે શિખરજીની યાદ ઘોળાતી રહી. ત્રણેય યાત્રાઓ જનમદાતા માતાની જેમ મન પર છવાયેલી હતી. પહેલી યાત્રા વહેલી સવારે શરૂ કરી હતી. ઉપર પહોંચતા અઢી કલાક થયા હતા. શ્રી ગૌતમસ્વામીજીની ટૂંકથી શ્રી ચંદ્રપ્રભુની ટૂંક થઈને શ્રી જલમંદિરે પહોંચતા ચાર કલાક લાગ્યા હતા. ત્યાંથી શ્રી પાર્શ્વનાથજીની ટૂંક પર પહોંચતા બે કલાક. છેલ્લી ફૂંકનાં દર્શન કરીને બહાર