________________
૩
સ્વાર્થી ડોલીવાળા હોંકાર ભણે. એક રીત એમની ગમી. દરેક યાત્રિકોના હાથમાં સ્તુતિની બુક હોય. ટૂંકનાં નામ પ્રમાણે સ્તુતિ ગાય. આ ટૂંક પર કેટલા આત્માઓ સિદ્ધ થયા તેનો દીર્ઘસંખ્ય આંકડો સમાવતો મંત્ર બોલે. જયજયકાર કરે. પછી
ગરબડ જોવા મળે. પગલાં પર લીંબુ અને લીંડીપીપર અને સોપારી ચડાવે.
છેક ચદ્રપ્રભજીની ટૂંક સુધી આ સહન કરતા પહોંચવાનું હતું. ત્યાં દિગંબર પૂજારી પ્રક્ષાળ કરવા આવી પહોંચેલો. દિગંબર યાત્રિકોએ પૂજારી પાસે પ્રક્ષાળનું જળ માંગ્યું, પીવા માટે. હદ થઈ ગઈ આ તો. પૂજારીએ ના પાડી
દીધી. દિગંબરો સ્નાત્રજળ ચાખતા હશે તેવી છાપ પડી જાત તે ના પડી.
પોષ વદ તેરસ : ચરઘરા
ચૂંટણીની તકેદારી રૂપે પરંબાની સ્કૂલોમાં પોલીસોનાં દળ આવી પહોંચ્યાં હતાં. અમારો ઉતારો જે સ્કૂલમાં ધારેલો ત્યાં અર્ધલશ્કરી દળની ભીડ હતી. સાંજના સમયે આગલાં ગામે ક્યાં જવાનું ? આ સ્કૂલમાં તો રાતરોકાણની શક્યતા જ નહોતી. એક અજાણ્યા ભાઈએ પોતાનું ઘર બતાવ્યું. તે પસંદ ના પડ્યું. આગળ ચાલ્યા, બીજી નાની સ્કૂલ મળી ગઈ. એ ના મળત તો મુશ્કેલી થઈ જાત. ગઈ કાલે આ બન્યું. આજે વળી સ્કૂલમાં પોલીસ નથી તો સ્કૂલના
ઓરડાઓની ચાવી પણ નથી મળી. ઓસરીમાં બેઠક જમાવી છે. શિખરજીની યાદ તાજી જ છે.
શ્રીચન્દ્રપ્રભજીની ટૂંક ૫૨ મોટી ગુફા છે તેમ વાંચેલું. ત્યાં પૂછ્યું તો વોચમેને કહ્યું : અહીં એવું કાંઈ જ નથી. શ્રી ચંપાપુરી તીર્થના મૂળનાયકજીવાળા મંદિરમાં ગુપ્ત ભોયરું છે તેમાંથી છેક આ ટૂંક સુધી ગુપ્ત માર્ગ છે તેવી કિંવદન્તી છે. ગુફા જોવા મળે તો કોઈ અંદાજ બંધાય. પૂજારી પણ ના જ પાડતો હતો કે ગુફા નથી. તપાસ ના કરી.
એમ કહેવાય છે કે શ્રી ચન્દ્રપ્રભજીની ટૂંક સૌથી આકરી છે પણ તેવું ન લાગ્યું. ચઢાણ એટલું બધું નથી કે દમ ઘૂંટાઈ જાય. મનમાં તો એમ જ થયેલું કે હવે અઘરું કાંઈ બાકી નથી. પણ એ ભ્રમ હતો. શ્રી ચન્દ્રપ્રભજીની ટૂંકનો વિસ્તાર ખૂબ મોટો છે. બીજી ટૂંકો આ વિસ્તારમાં ગણાય છે. અને તેનું ચઢાણ કપરું છે. શ્રી અનંતનાથજીની ટૂંકનો રસ્તો સાચા અર્થમાં રૌદ્ર છે. ગોળાકારે
૬૪
ચડવાનું. એક બાજુ અતિશય ઊંડી ખીણ. એમાં ભૂસકો મારીએ તો નીચે પહોંચતાય ઘણી વાર લાગી જાય. ઉપર આરોહણનો દબદબો. હાંફવા સિવાય બીજી કશું ન મળે. ગીચ ઝાડી આપણને તટસ્થ ભાવે જોયા કરે. છાંયડો ઘરે એવા ઊંચા વૃક્ષ જવલ્લે જ આવે. વચ્ચે ટૂંક આવી ત્યાં દર્શન કર્યા. થોડુંક ઉતરાણ આવ્યું. પછી ફરી ચઢાણ. શ્રી સુવિધિનાથની ટૂંકેથી આ ટૂંકની શિલામય ચટ્ટાન અલગ દેખાતી હતી. ત્યાંથી બૂમ પાડીએ તો અહીં પડઘોય પડતો હતો. અહીં આવ્યા પછી પડઘા અને અવાજનો દમ નીકળી ગયો. શ્રી અનંતભગવાનની ટૂંક સુધી પહોંચવાનો રસ્તો સૌથી આકરો ગણવો જોઈએ.
પહોંચ્યા. પગલાનાં દર્શન કર્યા. ઉપર અનંત આકાશ ઝ^ભેલું. ચારેકોર આસમાનનો ભૂરો રંગ નજીક આવી ગયો હતો. તડકો ઝળહળતો હતો. હવા ઝૂમતી હતી. ચૌદમા ભગવાન આ સ્થળેથી નિર્વાણ પામ્યા. એમને ચડવાનો થાક નહીં લાગ્યો હોય. એમનાં મોક્ષ કલ્યાણકની ઉજવણી કરવા દેવો આવ્યા તેમનો રસ્તો નજીક થઈ ગયો હશે. ધરતી સુધી જવાની જરૂર નહીં પડી હોય. ચંદનશય્યા પર પ્રભુદેહ બિરાજ્યો, અગનજ્યોત થઈ તે પછી ભડભડ બળતી જવાળાઓમાં પ્રભુદેહ વિલીન થયો ત્યારે શિખરજીનાં તિર્યંચોએ પણ વિરહાર્દ બનીને ચીત્કાર કર્યો હશે. શિખરજીનું ત્રીજું સૌથી ઊંચું શિખર તીર્થપદનો મહિમા પામ્યું તે દિવસથી આજ સુધી કેટલા યાત્રિકો આવ્યા હશે ? કોઈ થાક્યા, કોઈ સડસડાટ ચડી ગયા, કોઈ અડધેથી પાછા ફર્યા, કોઈ માંડ આવ્યા, આવનારમાંથી કોક મોક્ષે પહોંચ્યું, કોક દેવલોકે. કોઈને માનવભવ ફરી મળ્યો. કોઈ અનહદનો આનંદ લઈને પાછા ફર્યા. એ ટૂંક પર પગલાં સમક્ષ બેસીએ ત્યારે એવું લાગે છે કે ચોથો આરો ચાલતો હોય તો અહીંનાં વાતાવરણમાં વિચારને ઉન્નત કરવાની એવી તાકાત છે ક્ષપકશ્રેણી સહજભાવે સિદ્ધ થઈ જાય. અહીં લાલમોઢાનાં વાંદરાં ટોળે વળેલાં. યાત્રિકો બદામસાકર મૂકે તે તુરંત ચબાવી જતાં હતાં. આપણી હાજરીની ફિકર જ નહીં.
પોષ વદ ચૌદશ : કૌદંબરી
કાલે સાંજે પણ ચૂંટણી નડી. જમુઆની મોટી સ્કૂલમાં અર્ધલશ્કરી દળની ગાડીઓ જોઈને મામલો સમજાઈ ગયો હતો. એક હોટેલવાલાનાં બંધાઈ રહેલાં