________________
૩૦
૨૯ જીંદગીમાં કયારેય આવા આરસના પગથિયાવાળું તળાવ બાંધી શકવાનો ન હતો. છતાં એને આ અમૂલ્ય વારસાની કદર ન હતી. એ તળાવનાં પગથિયે બેસીને પેટનો ખુલાસો કરી રહ્યો હતો. કરુણતા એ હતી કે તેને રોકનાર પણ કોઈ નહોતું. કરોડોની કિંમતે અંકાય તેવું આ સ્થાપત્ય સાવ વેરાન પડ્યું હતું. અંતરમાં વિષાદની લકીર ઉઠી.
મહેલનાં સંકુલને છોડવા પગ ઉપાડ્યા. વચ્ચે પંડિતજીએ એક ભાંગેલી ઈમારત બતાવીને કહ્યું : યે ચીડિયાઘર થા. ઈસમેં ચકલી, મોર, બાઘ સબ રખ્ખા હુઆ થા. આજ કુછ નહીં. પંડિતજી આગળ ન બોલ્યાં. એમનાથી બોલી શકાયું નહીં હોય. જે બોલવાનું હતું તે એ બરોબર બોલ્યા. ત્રણ જ શબ્દોમાં બધું આવી ગયું. આજ કુછ નહીં. મહેલને તાળાં છે. દાદાવાડી છે તે કોઈ ખોલતું જ નથી. ભગવાન એકલા છે. નહાવાની સગવડ નથી. બગીચો જંગલ બની રહ્યો છે. તળાવ અને વૈભવી ઘાટ વેડફાઈ રહ્યા છે. અહીં આખો પરિવાર રાજઘરાનાની જેમ કિલ્લો કરતો એક જમાનામાં. પરિવાર વિખૂટો પડ્યો તે પછી-આજ કુછ નહીં.
મૌન એકાદશી : જીયાગંજ જીયાગંજ, ચાર દેરાસર. સૌથી ભવ્ય શ્રીવિમલનાથજીનું જિનાલય. મંદિરની સામે જ ખુલ્લો ચોક. એક તરફ દાદામંદિર, બીજી તરફ નવપદજી મંદિર. જિનાલયની આરસભીંતો આંખોને ઠારે. નાજુક સ્તંભો, એની કોતરણી નજરને બાંધી રાખે. મંદિરમાં સુંદર ચિત્રો. ગભારાની બહારની ભીંતે બે ગોખલા. બંનેમાં ગણધરમૂર્તિઓ. ગભારાની ભીતરમાં મૂળગભારો. આપણે ગભારામાં મોકળાશ અનુભવીએ તેટલી જગ્યા. મૂળગભારો એટલે ગભારાની એક જ સામી ભીંતને ટેકે પીઠિકા. તેની પર થાંભલીઓ. તેના ટેકે ગુરુદ્વારા જેવું લંબગોળ ગુંબજનું શિખર, શિખર પર નાજુક કળશી. તેની ઉપર છતમાં જિનાલયનાં મૂળશિખરનું ગોળવૃત્ત. પીઠિકામાં ભગવાન બિરાજે. ભગવાનની પાછળ ચાંદીનાં ચક્ર. ભગવાનની ચોપાસ કારીગરી. થાંભલીઓ, ગુંબજની પાળ. કમાન, પીઠિકાની ભીંત. બધામાં ઝીણું નકશીકામ, રંગમંડપમાં ગભારાની બાહરી ભીંતો છે તેની પર અદભુત કારીગરી. આંખો ધરાય નહીં. શિખર પકોણ. છએ બાજુ શિખરોની હાર ઉપર જતી દેખાય. ધજા આભને અડપલાં
કરે. શિખર લાલપાષાણનું, સૂરજનો પહેલો તડકો ઢોળાય ત્યારે તેનો તેનો વર્ણ સોનાની જેમ ઉઘડે.
જીયાગંજમાં ગામ બહાર દાદાવાડી છે. ગભારામાં બે એકસરખા ભગવાન છે. આ ગભારામાં ગેટ રાખવામાં આવ્યો છે. એ અંદરની બાજુ ખૂલે છે. મોટા બંગલાની કમ્પાઉન્ડ વોલમાં હોય તેવો ગેટ, લોખંડનાં નાનાં પૈડાં સરકવા સાથે ખૂલે તેવી ગોઠવણ છે. એ લોખંડી પૈડું સરકી શકે તે માટે લોખંડની પટ્ટી ગભારાની જમીન પર જડી દીધી છે. ગભારા સાથે નરો અત્યાચાર છે આ. માની નથી શકાતું. અહીં તો દરેક દેરાસરોના ગભારે લોખંડની જાળી રાખી હોય છે. ગર્ભદ્વારનો મહિમા ઘવાયો છે, અહીં.
પંચાયતી મતલબ સંઘના અપાસરે ગોરજીની ગાદી હોય છે. ભારતમાં જીયાગંજની ગાદી ચોથા કે પાંચમાં નંબરે આવે છે. પૂછ્યું કે ખરતરગચ્છના ગોરજી કયાં છે ? જવાબ મળ્યો : વો બીકાનેર હોગે, યા ફિર લંડન. ભીંત પર ફોટો જોયો તો સાધુવેષ જ હતો, ગોરજીનો. નામ પણ સાધુ જેવું જ. ચાલે છે બધું. અમે ધર્મશાળામાં હતા તે ખાનગી ટ્રસ્ટ છે તેથી તેમાં ગાદી નહોતી.
જીયાગંજથી અજીમગંજ નજીકમાં છે. વચ્ચે બારમાસી નદી ગંગા, એનાં પાણી જીયાગંજના કાંઠે અફળાઈને ગોળ ઘૂમે છે. ચલાવતા ન આવડે તો નાવ આગળ ખેંચાઈ જાય છે. નાવડાં મશીનથી ચાલે છે. ધર્મશાળામાં નાવનાં મશીનની ખડખડ સતત સંભળાતી. હલેસાં વગર ચાલતી નાવને સ્પીડબોટ કહે છે. વેગનૌકા કહી શકાય ? કે પછી દ્વતનૌકા ?
મૃગશીર્ષ પૂર્ણિમા : અજીમગંજ મહાજન પટ્ટી. એક જ એડ્રેસ. જૈનોનો મહોલ્લો. શ્રીમંત વિસ્તાર અને મંદિરોની નગરી, અજીમગંજની આટલી ઓળખ બસ છે. શ્રીનમનાથ પ્રભુની ધર્મશાળાની છત પરથી દૂર સુધી જીનાલયનાં શિખરો દેખાય છે. અજીમગંજના આકાશને આ જીનાલયોએ અટકાવી રાખ્યું છે. બીજા ઊંચા મકાનો કે મંદિરો થયા નથી, થાય તેમ લાગતું નથી. સિદ્ધાચલજીની નવ ટૂંકનાં દર્શન જો નિરાંત વિના કરી શકાય, તો આ મંદિરો નિરાંતે જુહારી શકાય. અમે માત્ર એક દિવસ માટે અજીમગંજના મુકામે હતા. તેથી બધાં જ દર્શન સાગમટે અઢી કલાકમાં