________________
૨૮
જોવાની વેદના તેમને ફાળે નહીં જાય. મહેલનાં ઉન્નત પ્રવેશદ્વારને દૂરથી જોઈને ગર્વ અનુભવ્યો. એની વચોવચ ઊભા રહીને લાંબે સુધી ચાલતી વૃક્ષોની હારની વચ્ચેથી દેખાતાં મહેલના સ્તંભો જોઈને આદર ભરી સ્તબ્ધતા અનુભવી. વૃક્ષોની હાર પસાર કરીને મહેલના એક ખૂણે આવ્યા ત્યારે બંધ થઈ ચૂકેલી વાવ અને આરસની કલામૂર્તિ પર ચડેલા કાળા થર જોયા. મહેલના રંગો પર લાંબી માંદગીની ફીકાશ ચડી હતી. બગીચાની જમીન પર આડેધડ ઝાંખરા ઊગ્યા હતા. મહેલના ઊંચા દરવાજાઓ બંધ હતા. કરોળિયા, કાટ અને ધૂળને લીધે મહેલ, ભૂતબંગલાના મોટાભાઈ જેવો દેખાતો હતો. ગમે તે ઘડીએ ધડામ્ કરતાં દરવાજા ખૂલશે અને અંદરથી કોઈ બહાર આવી પડશે તેવું સાંજનાં ઢળતાં અજવાળે અનુભવાયું.
દેરાસરમાં પ્રાંગણમાં પહોંચ્યાં. કોઈ જુદી જ રીતનું શિખર. અંદર અંધારું હતું. દીવો થયો નહોતો. કારણ કે દીવો ચોરાઈ જાય છે. પંડિતજી મીણબત્તી લઈને આવ્યા. ભગવાનનાં દેરાસરમાં માત્ર મીણબત્તી જલતી હોય તેનાથી મોટી કરુણતા કંઈ ? અનવદ્ય સુંદરાંગ પ્રતિમાજીનાં દર્શન કર્યા. ભગવાનની વિશાળ આંખો મીણબત્તીનાં થરકતાં અજવાળે અલગ તરી આવતી હતી. પૂજારી કહેતો હતો : ડકૈતી હો ગઈ સાહબજી. ભગવાન કે ચક્ષુ ટીલા સબ ઉખાડ કર લે ગયે. કોઈ ધ્યાન રખનેવાલા નહીં હૈ. પૂરા જંગલ હૈ. કુછ રખ નહીં સકતે. યે આંખે કલર લગા કે બના લી હૈ.
કારમી વાત હતી. ભગવાનનાં અંગે ફૂલ ચડ્યાં હતાં. કેસરપૂજા થઈ હતી કે નહીં તે ખબર ના પડી.
મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું ચૈત્યવંદન કર્યું. ત્યારે ભગવાન મીણબત્તીની પીળી જયોત સાથે નિરંતર આનંદયાત્રામાં રમમાણ હતા. આ ભગવાન એક જમાનામાં હીરા અને મોતી અને રત્નોના દાગીનાથી લદાયેલા રહેતા. ભગવાનના મુગટની કિંમત આંકી ન શકાતી. દીવાની રોશનીમાં ભગવાનની મૂર્તિ સોનાની જેમ ઓપતી. પંચરંગી ફૂલોના હારથી ગભારાની બહાર સુધી સુવાસ રેલાવી હશે આ ભગવાને. આજે ભગવાનનાં અંગે છૂટક ફૂલો હતાં. પાછળ સાદી જરીનો પડદો હતો. ભગવાનની પીઠિકાનું આરસશિલ્પ બેનમૂન હતું. રંગ જગતિ દદાને રે, સ્તવનની આ પંક્તિ પર અટકી જવાતું હતું.
ભગવાનનો વૈભવ ઉજળા પાષાણોમાં રંગ રેલાવતો હતો. અપાર્ધગોળ આકારની કમાન, નકશીદાર શિખર, નાજુક થાંભલી. ભગવાનની આ બેઠકપીઠ હતી. ગભારો મોટો હતો. મૂળનાયકની આસપાસ બે અને ગભારાના બાકીના બે દરવાજા સમક્ષ એકએક એમ કુલ પાંચ પરમાત્મા હતા. બહારના ગભારાની ભીંતે ગણધરમૂર્તિઓ, વિશાળ હોલ સમો રંગમંડપ. ભગવાનની જમણી તરફ રંગમંડપની ભીંતોમાં ગોખલા હતા. એકમાં ગણેશમૂર્તિ હતી. પેટ પર સાપની ફણા. આસન કમળનું. બાજુમાં તૂટેલી દેવમૂર્તિ. અમુક ગોખલા ખાલી હતા.
કાચનાં ઝુમ્મરો અંધારામાં વિચિત્ર લાગતાં હતાં. દેરાસરની બહાર હજી અજવાળું હતું. પંડિતજીએ કહ્યું : મંદિરમે લાઈટ કનેક્શન નહીં હૈ. એમનું આ વાક્ય ગમ્યું. પણ વાક્યનો ભાવાર્થ ન ગમ્યો. મંદિરમાં લાઈટ ન હોય તે ગમે જ. જયારે વ્યવસ્થાતંત્ર ખાડે ગયું હોવાથી અજવાળાની સગવડ ન હોય તે ન ગમે. આવી ખામી તો ખૂંચે જ.
દેરાસરનું ચોગાન ભવ્ય. ચોગાનની સામે તળાવ. કિનારે દાદરા. સામા કિનારેથી મંદિરનું સંપૂર્ણ પ્રતિબિંબ તળાવમાં દેખાય. મહેલના વિશાળ સંકુલને આવરી લેતો કોટ ઠેકઠેકાણે તૂટેલો હતો. ગમે ત્યારે ગમે તે આદમી આવી શકે. સલામતી કશી જ નહીં. રાતે અહીં કોઈ નથી હોતું. ચોરી થઈ ગયા પછી હવે રોજ રાતે પોલીસ સૂવા આવે છે. સરકારને બધું જ અપાઈ જશે, તેમ પંડિતજી કહેતા હતા.
પાછા વળતા મહેલનાં મોટા તળાવને ઉપરથી જોયું. સંગેમરમરનાં લાંબા પગથિયાં ત્રીસ-પાંત્રીસ ફૂટ સુધી નીચે ઊતરતાં હતાં. છેલ્લાં પગથિયાં પાણીમાં હતાં. તળાવમાં નાવ નીકળતી તે જમાનામાં આ એક તળાવના છ ઘાટ તેને મળતા.
મુખ્ય ઘાટની ઉપરથી જોઈ રહ્યા હતા ત્યારે તળાવનાં છેલ્લાં પગથિયે એક ડોસો અને એક નાનો છોકરો પાણી સાથે ગડમથલમાં હતા. ડોસાને દેખાતું ન હતું. પોતાની લાકડી પાણીમાં ઠોકીને તે ડૂબેલાં પગથિયાં પર ઉતર્યો. છોકરો ડોસો લપસી ન પડે તેનું ધ્યાન રાખતો ઊભો રહ્યો. ડોસાને દેખાતું હોત તો આવું ન કરત. એને શું કહેવું તે ન સમજાયું. ડોસો કંઈક કરતો હતો. એ ડોસો એની