________________
૧૯
ગયાં હતાં. હાથ ઠરી ગયા હતા અને આંગળી તો જાણે હિમ. ચંપાપુરીના ઇતિહાસ પર સૈકાઓનું ધુમ્મસ પથરાયું છે. અપારદર્શી જવનિકાની પાછળ છૂપાયેલા અગણિત પ્રસંગો દેખાતા નથી. માત્ર અંદાજ બાંધવાનો. ગઈકાલે અહીં આવ્યા ત્યારથી મનમાં સરવાળા અને ગુણાકાર ચાલે છે. વત્તા થાય છે કશુંક, ગુણ્યા થાય છે, કશુંક. પરંતુ બરાબર-નામનો અંત નથી આવતો. ચંપાપુરી, શ્રીવાસુપૂજ્ય ભગવાનની પંચકલ્યાણકભૂમિ. ભારતનું આ એક માત્ર તીર્થ છે, જ્યાં એક જ નગરીના ફાળે એક જ પરમાત્માનાં પાંચે પાંચ કલ્યાણક આવ્યાં છે. અડધો વીઘા જમીનમાં પાંચેય કલ્યાણકનાં નાનાં-મોટાં મંદિર છે.
આ ચંપાપુરીએ પાંચ વાર દુનિયાભરને અવર્ણનીય પ્રમોદ આપ્યો. નારકોનેય પાંચ વખત સુખસંવેદનની ઝલક આપી. ઇન્દ્રમહારાજાએ આ નગરી તરફ સાત આઠ ડગલાં ભરીને શક્રસ્તવ ગાયું હતું, પોતાના આડંબરી દરબારમાં આ નગરીના એ અતીતખંડે ઇન્દ્રનું આસન ધ્રુજાવ્યું હતું અને આ નગરી તરફ પ્રયાણ કરવાનો આદેશ ગુંજાવતો સુધોષા ઘંટ ગાજ્યો હતો. (આ લખવાની ક્ષણે જિનાલયમાં શંખધ્વનિ થઈ રહ્યો છે અને ઝાલર વાગી રહી છે, કેવો યોગાનુયોગ ?) દેવતાઓની આલમ મદહોશ બનીને આ નગરીના આકાશ પર ઝૂમી હતી. અહીંથી મેરિંગર તરફ પંચદેહધારી શક્રનું ગગનપંથે પ્રયાણ થયું હતું. આકાશના તારા ઢંકાઈ ગયા હતા. શ્રી વાસુપૂજ્યકુમારનું બાળપણ અને યૌવન અહીં, આ નગરીમાં જીવંત દંતકથાની જેમ ચર્ચાયું હતું. આ નગરીમાં નવલોકાંતિક દેવોએ જયજય નંદાનો ઉદ્ઘોષ કર્યો હતો અને પ્રભુનાં વર્ષીદાનનો મેઘાડંબર એક વરસ સુધી અવિરત ચાલ્યો હતો. પછી આ નગરીની ભાગોળમાં રાજપરિવારના અફાટ આક્રંદ થયા હતા. અને એક દિવસ દેવદુંદુભિ ગાજી હતી. આખી ચંપાપુરી કદાચ, એ જ ભાગોળના રસ્તે ચાલીને સમવસરણમાં ઉભરાઈ હતી. સોહામણા રાજકુમાર અને શૂરવીર રાજા તરીકે જેમને નમસ્કાર કરેલા તેમને હવે ભગવાનનાં સ્વરૂપે સૌએ વંદન કર્યા હતા. ગણધરોને ત્રિપદી મળી હતી અને તીર્થની સ્થાપના થઈ હતી. ભગવાનનાં પગલાં આ નગરીનાં આંગણે થયાં હતાં. અહીં મહામાર્ગ પર સોનેરી કમળો સરકતાં રહેતાં અને પ્રભુના પગ તેની પર મૂકાતાં. રાતા વર્ણનો પ્રભુદેહ સોનેરી કમળમાં પ્રતિબિંબ પામીને કોઈ અલૌકિક તેજ ધારી લેતો હતો. વરસો વીત્યાં હતાં. સાધુ-સાધ્વી
૨૦
શ્રાવક-શ્રાવિકા ભારતના ખૂણે ખૂણે સુધી વિહરતાં થયાં. પછી પાંચમી વાર દેવો આવ્યા હતા. ચંપાપુરી હવે સ્તબ્ધ હતું. ભગવાને એક દિવસ જેમ ચંપાપુરીનું રાજ્ય છોડી દીધું તેમ તે દિવસે ભગવાને પોતાનું સુંદર શરીર છોડી દીધું હતું. દીક્ષા લેતાં પહેલાં વર્ષીદાન આપીને ભગવાને એક વરસ સુધી સૌનાં મનને વિદાય માટે તૈયાર કરી દીધા હતા. આ ચિરવિદાય પૂર્વે કોઈ ચેતવણી કે અંદેશો જ ન આપ્યો ! આશ્ચર્ય. લોકો રોયાં હતાં. તે દિવસે ચંપાપુરીનું આકાશ વાદળાઓ સાથે ફાટ્યું હતું. હજારો ને લાખો વિરહાર્દ ભક્તોએ પ્રભુ સાથે નિર્વાણ પામેલા છસ્સો મહાત્માઓની અનુમોદનાભરી ઇર્ષ્યા કરી હતી : એ સૌ ફાવી ગયા, અમે રહી ગયા.
આજે વી૨સંવત્ ૨૦૫૬ના બીજા મહિને, ભરશિયાળે ચંપાપુરીમાં શું ચાલે છે ? ભાગલપુરી શાલનાં કારખાનાની ખટાખટ, ધુમાડા ઓકતી ગાડીઓની દોડાદોડ, ટ્રેઈનના ભોંગા, હોટેલો અને સ્કૂલો અને બજાર અને ડામરિયા રસ્તા અને ઉઘાડી ગટરો અને ઝૂંપડપટ્ટી અને સપ્તરંગી માણસોનો કોલાહલ, હિંદુમંદિરો અને મસ્જિદો, ચંપાપુરી પર આ બધું ચાંથી આવી ગયું તે નથી સમજાતું. પ્રભુનાં પગલાથી સતત ફૂલાતી રહેલી અહીંની ધરતીના પાટિયાં તૂટી ગયાં છે. અને છાપરાં ઉડી ગયાં છે. પંચકલ્યાણકનો વિશ્વવ્યાપી માહોલ આજે લંબચોરસ જમીનના મોટા ટુકડા પર સીમિત થઈ ગયો છે.
મનને આ મંજૂર નથી થતું. મન બંડ પોકારે છે. એ આકાશમાં અડધી રાતે તાકે છે, જુગજૂના તારલાઓ વચ્ચે પ્રભુનાં ચ્યવનકલ્યાણક અને જન્મકલ્યાણકનાં નક્ષત્રોની ઝાંખી નથી જડતી. એ ચંપાનદીનાં ઘાસમઢેલાં તીર પર છલાંગ ભરીને આમતેમ ખાખાખોળા કરે છે. સમવસરણનો નાનોસરખો આભાસ જડતો નથી. જમીનસરસું જડાઈને એ માલકૌંસ સાંભળવા આંખ મીંચીને ધ્યાન ધરે છે. એનાં માથે શૂન્યતા અફળાય છે. કોઈ વિશાળ મેદાન શોધીને એની ધૂળમાંથી એ પ્રભુનાં નિર્વાણ પછીની અગ્નિશમ્યાની રાખ શોધે છે. એની આંખો ખરડાઈ ઊઠે છે. એને કશું જડતું નથી. ચંપાપુરીનાં પંચકલ્યાણકમંદિરમાં જઈને એ પ્રભુને જાણે ઠપકો આપે છે : પ્રભુ, આ શું ? આપના કોઈ અંશનો અનુભવ કશે થતો નથી. બધી જ માયા આમ સમેટી લીધી ? પ્રભુ એને કહે છે, ‘ભઇલા, મારી સામે જંપીને બેસ. તને મારા અંશનો નહીં, ખુદ મારો