________________
સ્થિર ઊભા રહેવામાં આપણા ભગવાનની તોલે કોઈ ન આવે. આ બધા તો એક કલાક પણ ઊભા ન રહી શકે.
પેલી બાજુના પથ્થરો અંદર અંદર શું વાતો કરે છે?
આ જમાનો કેવો આવ્યો છે ? આપણા ભગવાને આજ્ઞા કરી હતી કે છ માસથી વધુ ઉપવાસ ન થાય. આ લોકો તો હવે પોતાની રીતે બસો ને અઢીસો ઉપવાસ કરે છે. છાપામાં લખાવે છે કે ભગવાનનો રેકોર્ડ તૂટી ગયો. ભગવાનના તે કદી વાદ થતા હશે. તમારામાં તાકાત હોય તો ભગવાનની જેમ આખી રાત ઊભા રહીને, આખો દિવસ ઊભા જ રહીને ત્રણ દિવસ ઉપવાસ કરી બતાવો. ગાભાં નીકળી જશે તમારા રેકોર્ડના, હા. તમે ક્યા અમારા ભગવાનના ઉપવાસ નજદીકથી જોયા છે. તમે તો નાહક જ ભગવાન સાથે સ્પર્ધા માંડો છો, શરમ નથી આવતી ?'
ભોળા પથરાઓની લાગણી અંતરને સ્પર્શી જાય છે. ભગવાન અહીં પધાર્યા હશે તેવી ધારણા મજબૂત થાય છે.
શ્રી ચંપાપુરી તીર્થ
માગસર વદ નોમ : ચંપાપુરી અમે કોઈ શહેરમાં નથી તે સારું છે. આજે અડધી રાતે ગાંડપણનો વાયરો વાશે. લોકો નાચશે, કુદશે, ચીસો પાડશે, ખીખવાટા કરશે. ૩૧-૧૨૯૯ની રાત મિલેનિયમ નાઈટ તરીકે ઉજવાશે. ધર્મ કે ભગવાનનાં નામે આટલો ઉલ્લાસ કોઈ અનુભવતું નથી. આસ્તિક દેશ, આર્યદેશ અને ધર્મભૂમિ ગણાતું ભારત અંગ્રેજપરસ્ત થઈ ચૂકયું છે, તેનો પુરાવો દર ૩૧ ડિસેમ્બરે મળે છે. આ વરસે તો હદ થઈ ગઈ છે. જિસસ ક્રાઈસ્ટ એટલે કે ઈસુનાં નામે ચાલતી સંવતની દર વરસે ઉજવણી થાય છે. વીર સંવતના તો કાંઈ ભાવ નથી પૂછતું. વિક્રમ સંવતુ હજી થોડા વધારે અંશે પંચાગોની તિથિ સાથે ચાલે છે. ઘડિયાળના કાંટે જીવવાનું કલ્ચર શરૂ થયું, ત્યારથી તારીખોએ માથું ઉચકર્યું છે. હવે આ તારીખની ગરદન ઝૂકાવનારું કોઈ રહ્યું નથી. ૩૧-૧૨-૯૯ની આખી રાત તારીખની આરતી ચાલશે. અમે ચંપાપુરીની તીર્થભૂમિમાં છીએ. એથી ઝંઝાળોના ઘોંઘાટ નહીં સાંભળવા પડે. જો કે કાલ સવારે ૧-૧-૨૦OOની ઉજવણી માથે ઝીંકાય તો નવાઈ નહીં. શતાબ્દી અને સહસ્રાબ્દીનો પ્રથમ દિન ધડાકાભેર ઉજવાતો હશે. ત્યારે કાનને પડદો થોડી દેવાશે ? આ ભાગલપુરનાં પાડોશી ગામમાં સવાલ બીજો એ થયા કરતો હતો કે આપણને પ્રભુ વીરની સહસ્રાબ્દી યાદ આવે છે ? અલબત્ત, આ રીત નહીં પણ આધ્યાત્મિક સ્તરે. આ સવાલ ખેંચવાનો જ.
પોષ દશમી : ચંપાપુરી સવારે ઠંડી સાથે ધુમ્મસ પણ ખૂબ હતું. જિનાલયનાં શિખરો ધૂંધળાં થઈ