________________
જિંદગીમાં ઘણાં તીર્થોની યાત્રા બાકી છે. આજ સુધી જેટલાં તીર્થોની યાત્રી થઈ છે તે દરેકનું લેખાંકન બાકી તો છે જ. પરંતુ અતિ સર્વત્ર વર્જયેત્. હાલ તો શ્રી અંતરિક્ષજી પર અટકવું છે. આમ તો વિહારની ડાયરી વરસોથી લખું છું. (ડાયરી શબ્દ અંગ્રેજી છે. ગમતો નથી. પણ ઘરેડમાં બેસી ગયો છે. સમજવા માટે કામનો છે તેથી ડાયરી તરીકે તથાસ્તુ.) આજે પહેલીવાર ડાયરીનાં પાનાં મોટાં થયા છે. અને લખાણ છાપે ચડ્યું છે, ત્યારે ડાયરીનાં પહેલે પાને જીવંત રહેનારાં,
ભગવાનનાં દર્શન દ્વારા શરૂઆત કરી હતી. આજે શ્રી ભદ્રાવતી મંડન સ્વપ્નદેવ શ્રી કેસરિયાપાર્શ્વનાથ દાદાની મંગલ સંનિધિ છે. કલકત્તાથી ભદ્રાવતી સુધીમાં અગણિત દેવાધિદેવનાં દર્શન થયાં. એ દરેક દેવાધિદેવ પોતાનાં તીરથમાં ફરીવાર બોલાવે તેવી ભાવના થાય છે. ભગવાનની કૃપા મળે તો બીજાય દરેક તીર્થોનાં દર્શન જરૂર થવાના. ઇચ્છા આખરે એ જ છે કે દેવાધિદેવ કાયમ માટે પોતાના ખોળે બોલાવી લે.
વાત દૂરની છે. ત્યાં પહોંચવાનું તો નક્કી જ છે. પણ વચ્ચે ઘણાં મુકામ થશે. એ દરેક મુકામે ગાવું છે :
મારા અનંત ઉપકારી ગુરુદેવ તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજા, બહુશ્રુત પૂજયપાદ પિતા મુનિભગવંત શ્રી સંવેગરતિવિજયજી મ., પરમ વિદ્વાનું પૂજ્યપાદ બંધુ મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., આ ચાર નામો અચૂક યાદ આવે છે.
મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
પ્રશમરતિવિજય
વિ. સં. ૨૦૫૭૫ પોષ વદ પંચમી ભદ્રાવતીજી
આ ચારેય નામનો મારા અક્ષરે અક્ષર ઉપર અધિકાર છે. અને એમનું નામ લીધા વિના તો મને મારું નામ લેવાનો અધિકાર નથી.
સમર્થ સર્જક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ. એ પત્રો દ્વારા અઢળક પ્રેરણા આપી તે યાદ છે.
વિદ્યાદાતા પંડિતવર્ય શ્રી રજનીકાંતભાઈ પરીખ વિશેષ યાદ આવે છે. એમણે જ તો કહેલું : ‘તમે પ્રવાસવર્ણન લખતા રહેજો.” વરસો પહેલાની એ વાત.
શ્રી ભવાનીપુર જિનાલયના મૂળનાયક દેવ શ્રી મનમોહન પાર્શ્વનાથ