________________
2.
ફાગણ વદ એકમ : પાવાપુરી રોજના ક્રમ મુજબ મોડી સવારે નિર્વાણમંદિરમાં પ્રવેશ કર્યો. નવોનક્કોર ઝાટકો લાગ્યો. ભગવાનનાં પગલાં અને પ્રતિમાજી પર અબીલગુલાલ છંટાયેલો હતો. હોળીના બીજા દિવસે આ ગુલાલપૂજા થઈ હતી.ગભારાના દરવાજે ચાંદીની તાસકમાં ગુલાલ ભરી રાખ્યો હતો. જે આવે તે ગુલાલનો છંટકાવ કરતા જાય. ભગવાનને હોળી રમાડવાની ભાવના થાય તો એને રોકાતી હશે ? ભગવાનના ગાલ પર ગુલાલ ચોપડી દીધો હતો. ગર્ભદ્વારનાં તોરણમાં અને દેરાસરજીના સ્તંભોમાં દેવાકૃતિઓ હતી તેની પર પણ ગુલાલવર્ષા થઈ હતી. શ્રી જલમંદિરનાં પગલાં પર પણ ગુલાલ. દિવાળીની રાતે સ્વયંભૂ પ્રદક્ષિણાવર્તમાં ભમનારું ચક્ર પણ ગુલાલથી ખરડાયું હતું. વિવેકના અભાવથી કેવી આશાતના થઈ શકે છે તે જોવા મળ્યું. જલમંદિરજીની હાલત તો આમેય સારી નથી. ચમત્કારી છત્રની ચાંદીસાંકળ તૂટી ગઈ છે, તેથી એને નાડાછોડીના દોરે લટકાવી રાખ્યું છે. પગલાં સમક્ષ દીવો રાખ્યો છે તે ઉઘાડો હોવાથી એના ધુમાડાના કાળા ડાધે ગભારાનો આરસ લેપાયો છે. તળાવમાં શેવાળના થર ચડેલા હોય છે. એક જમાનામાં જલમંદિરમાં લાઈટ્સ નહોતી. આજે તદ્દન નકામા વીજગોળા લાગી ચૂકયા છે. જોકે લાઈટ્સ તો તીર્થમાત્રમાં આવી ગઈ છે. જનરેટરની ધડધડ ન થતી હોય તેવું એક તીરથ રહેવા નથી દીધું, આપણે લોકોએ.
૧૨
શ્રી પાટલીપુત્ર
ફાગણ વદ નવમી : પટના
શ્વેતાંબર અને દિગંબરના ઝઘડા છે તેવું સાંભળવા મળે તો દિગંબરો ફાવી જવાના છે તેવું મનોમન કબૂલવું પડે છે. આપણને કશુંક તો ખોવું જ પડશે તેવું લાગવા માંડે છે. દિગંબરોની ગત ન્યારી છે. આપણે જૈન શ્વેતાંબર તીર્થ લખીએ. એ લોકો દિગંબર જૈન તીર્થ લખે. મતલબ, એ લોકો પહેલા દિગંબર છે અને પછી જૈન છે. ગુજરાતીમાં કહેવત જેવું છે : નહાવું શું અને નીચોવવું શું, તે દિગંબરો માટે પૂરેપૂરી નથી. કેમ કે પાણી ઢોળવાનું તો એમને હોય છે જ. એમની માટે એ એક માત્ર મજા છે. શિખરજીની જ વાત લો. થોડા વખત પહેલાં બિહાર સરકારે શિખરજીની વ્યવસ્થા માટે તટસ્થ સમિતિ બનાવવાનું નક્કી કર્યું હતું તે વખતે શ્વેતાંબર સંઘે ધરતીકંપ મચાવી દીધો હતો. એમ લાગ્યું હતું ત્યારે, કે આપણું વજન ઘણું છે. વળ્યું કશું નથી. આજે એ સિમિત થઈ ગઈ છે. પાંચ સરકારી, પાંચ દિગંબરી અને પાંચ શ્વેતાંબરી લોકોની સમિતિ યોજાઈ પણ ગઈ અને એમાંથી આપણા એક ટ્રસ્ટી તો ગુજરી પણ ગયા. આપણાં આંદોલનો હવામાં ગયાં. આ સમિતિએ હમણાં ઠરાવ કર્યો (માર્ચ ૨૦૦૦) છે કે શિખરજીની ટૂંકમાં જે આવક થાય તેના અડધો હિસ્સો દિગંબરોને મળે. શ્રી ગૌતમસ્વામીજી અને શ્રી પારસનાથની ટૂંકમાં તેમણે અવૈધ રીતે ભંડારો મૂકી દીધાં છે તેનો કોઈ ઉલ્લેખ નથી. શ્રી પારસનાથજી ટૂંકની બહાર તેમણે અલગ ચોકો જમાવીને પાવતીઓ ફાડવા માંડી છે તેનું કોઈ વિશ્લેષણ નહીં. સમિતિએ