________________
૧૪
પ્રભુવીર ચંડકૌશિકને પ્રતિબોધવા આવી શકત ? અટકચાળો ગોશાળો ચંડકૌશિકની આગથી દાઝી જ મર્યો હોત. પછી ભગવાનને દઝાડી છ મહિના સુધી હેરાન કરવાનું ભવિષ્ય આકાર જ ના લેત. પ્રભુવીરની કરુણા એને બચાવત કંઈ રીતે, તે જિજ્ઞાસાએ મીઠી મૂંઝવણ જનમાવી છે. જો કે, આ વિસ્તારના ગોવાળો પાસે સાપની ભયાનક વાતો સાંભળીને ગોશાળો જાતે જ ભાગી છૂટ્યો હોત. આ રસ્તેથી નીકળીએ ત્યારે પ્રભુનાં પગલાંની આહટ સાંભળવા મન તલપે છે. ચંડકૌશિકના છેલ્લા ફંફાડાનો પડઘો ક્યાંક સચવાયો હોય તો તે શોધી કાઢવો છે. એ મહાસાપ ગયો પછી તેના લીસોટા કેમ નથી રહ્યા હજી ? એમ કહે છે, એ વિસ્તારમાં હજી વનરાજી ઉગતી નથી. ઝેરી દૃષ્ટિના લીસોટા આ રીતે તો રહ્યા જ છે. ગોશાળો ક્યા રસ્તે ભાગત તેની કલ્પના રમૂજ કરાવે છે. આખરે એક ચિરંજીવ અફસોસ મનમાં રહે છે. પ્રભુવીરનાં સાધનાકાળમાં માણસ તરીકે પ્રભુની સાથે આ ભૂમિ પર બે-પાંચ ડગલાં ચાલવાનું ભાગ્ય કેમ ના મળ્યું ? અરે, કોઈ વૃક્ષ થઈને ધ્યાનસ્થ પ્રભુનાં શિરે છાંયડો ઢાળવા મળ્યો હોત તો એ જનમ સુધરી જાત. ઊંચી પહાડીના કોઈ પથ્થરરૂપે જનમ મળ્યો હોત અને ભગવાન તે પથ્થર પરથી નીકળ્યા હોત તો એ એકેન્દ્રિય અવતાર સોનેરી બની જાત. આ વિસ્તારમાં ચારેકોર નાની-મોટી પહાડી આવે છે. તેની પર પ્રભુએ મહિનાઓ સુધી ધ્યાન ધર્યું હશે. વિહારમાં ન થાકનાર પગ અચાનક બંડ પોકારે છે. મારા વીરપ્રભુની આ વિહારભૂમિની રજેરજ સાથે લખલૂટ વાતો કરવી છે. હવે પછીના દરેક વિહારમાં આ જ તલાશ ચાલશે.
અમરાપુર સવારે નદીનો પુલ આવ્યો. લાલ રેતીનો પટ ધુમ્મસની છાંટથી ઘટ્ટ લાગતો હતો. સામે છેડે પુલની નીચેથી પાણી વહેતું હતું. તદ્દન સ્વચ્છ પાણી. બહેતા પાની નિરમલા’ એમ આપણે બોલીએ છીએ, પણ ગટરનાં પાણી તો વહી વહીને વધારે ગંદા થાય છે. એ પાછાં નદીમાં ઠલવાય છે, ત્યારે વહેતી નદી ગંદી થાય છે. ગંદકી આખરે દરિયાને અભડાવે છે. દરિયો તો આમેય વહેતો નથી. એની ગંદકી સમજી શકાય. આ નદીના પાણી જોઈને જ ‘બહેતા પાની'નો દોહરો બન્યો હશે. પાણી સરકતું, ઉછળતું-ચાલતું હતું. તેનાં લાલ તળિયે રેતી
સપાટ થઈ ગયેલી. વહેતા પાણીમાં પલાઠી વાળીને બેસો તોય છાતી સુધી ન ડૂબો. અમારે તો ચાલવાનું હતું. સ્વચ્છ પાણી જોઈને ફરી ભગવાન યાદ આવ્યા. ભગવાનનો વિહાર આવો જ સ્વચ્છ હશે. કોઈ ગંદકી નહીં, કોઈ બંધન નહીં અને રસ્તે મળે તેને ભીંજવવા સિવાય બીજું કોઈ કામ નહીં.
દૂર નદીનો પટ પહોળો થતો હતો. પાણી ત્યાં ફેલાતું હતું. સૂરજનો તાજો પડછાયો એમાં પડ્યો હશે પણ દેખાયો નહીં. ભગવાન નથી દેખાતાતેનો રંજ એવો વજનદાર હતો કે સૂરજ જોવા ઊભા ન રહ્યા. જાણે આગળ ભગવાન મળી જવાના હોય, એ રીતે ચાલતા રહ્યા.
માગસર વદ પાંચમ : હંસડીહા ભગવાનને ગોશાળો ગળે પડેલો. ગોશાળાનો આજીવક-સંપ્રદાય આજે રહ્યો નથી. પરંતુ ગોશાળાના ગળપડુ વારસદારો હજી પણ અહીં મળી રહે છે. રસ્તામાં એક બિહારી આદમી સાઈકલ લઈને આવ્યો. કહે : ‘પરનામ'. પછી પૂછે, “કહા ચલે.' મેં કહ્યું : ‘તુમ દારૂ પીકે આયે હો ? એના મોમાંથી વાસ આવતી હતી. એ કહે : ‘હમ દારૂ નહીં પિયે-હમ તો તાડી પિયે’ ગોશાળો ભગવાન સાથે આવી જ વાતો કરતો. ભગવાન કહે કાંઈ અને એ સમજે કાંઈ. મેં ચાલવાનું ચાલુ જ રાખ્યું તો એય ચાલવા લાગ્યો. દારૂની વાસ વિચિત્ર હતી. હું ભગવાન નથી કે ભગવાન જેવો નથી તે બરોબર યાદ હતું. એ ગૌશાળા જેવો હતો તે દેખાતું હતું. એને મેં કહ્યું : “દારૂ નહીં પીના ચાહિયે.’ એ કહે : “હમ તો ખજૂરી કે ઝાડ કા ખૂન પીતે હૈ. યે પીને સે હમારા શરીર બોત બડા હોગા.' ભૂલથી રેડિયોના બટન પર આંગળી પડે ને અચાનક સ્ટેશન બદલાય તેમ એણે બાત બદલાવી : ‘આપ તો ભગવાન હૈ. બમ બમ ભોલા. હમ સચ બોલતાય. હમારા મા ચોર થા, બાપ ચોર થા, હમ અચ્છા આદમી હૈ. બાબા, આપ કે સાથ હમ ચલેગા, યે હમારા સાયકલ ફેંક દંગા. આપકો પૈસા દેગા.' વચ્ચે એને ટપાર્યો તો એનું સ્પીકર ફૂલ વોલ્યુમમાં ચાલ્યું : ‘હમ તો હિમાલય ધૂમકે આયા હૈ. સબ દેખેલા હૈ, તુમ, બાબા હમ સે ડરતા હૈ. હમ કુછ નહીં કરેંગા. હમ ચેલા હો ગયા તુમ્હારા.” ગોશાળો તો નરકમાં છે, એના શબ્દો અહીંની હવામાં રમતા હોવા જો ઈએ. એણે ભગવાનને આમ સામેથી જ કહ્યું હતું. આ લઘુગોશાળો પીછો છોડવાનો નથી તે નક્કી થઈ ગયેલું. એણે ગોશાળાવાળી જ