________________
રહેવાનું. બાજુમાંથી પસાર થઈ જતાં વાહનો સાથે કોઈ લેવાદેવા નહીં. એની ઝડપ એને મુબારક. આપણે તો ચાલવું છે. નજર જમીન પર ઠેરવીને પગલાં માંડવા છે. રસ્તો ખરાબ હોય કે શરીરનો સાથ ન હોય અટકવાનું નથી. કેડી પરના કાંટા હોય કે રોડ પરના કાચ, ડગ રોકવાના નથી.
બહેતા પાની
ચારે કોર ટેકરીઓ. રહેવાનું હતું તે મકાન ઢાળ પર જ. પાછળ નાનું ખેતર. તેના છેવાડે ઢોળાવ પર એક વૃક્ષ. દિવસભર પડેલી ઠંડી, રાતે ઘેરી બની હતી. અંધારું અગમ અને અધોર. ડરતી આંખે બારી બહાર જોયું હતું. પેલાં વૃક્ષને જોવાનું કૌતુક. કાળા ધુમ્મસ વચ્ચે ત્યાં ખરતા તારાઓ ટોળે વળીને રમતા હતા. હવાના ધક્કે વૃક્ષ હાલતું તે સાથે તણખાની જેમ એ ચોમેર વેરાતા. પાંદડે પાંદડે તેજની ધાણી ફૂટતી, એ આગિયા હતા, સેંકડો, આખા ઘાટમાં એ ખેલતા હતા. અંધારાને નિહાળવા ગિરિમાળાએ આંખો ઉઘાડી હતી, જાણે.
મહાવ્રતોની જેમ જ હોય છે, સાધુને વિહારદ્રત. એક જગ્યાએ બેસી પડવાનું સાધુને ના ગમે. ગાડીઓમાં ઉડાઉડ કરવાની ઉતાવળ પણ સાધુને ન હોય. શ્રમણભાવ સાથે ભ્રમણભાવનો અનુપ્રાસ અર્થની રીતે બંધબેસતો છે. ઘૂમતા રહે તેને જ પળપળની અનિયમિત અવસ્થાનો ખ્યાલ આવે. સાધુ તો બહેતા પાની. ઘાટઘાટના માહોલ જોતાં એ આગળ નીકળે. ફૂલ નાંખો તો સમાવી લે, કચરો નાંખો તો જીરવી જાય. વહેવાનો આનંદ સૌથી મહત્ત્વનો. તીર્થોના કાંઠેથી અને સ્મશાનની પાળેથી એ સમભાવે વહી નીકળે.
વીતેલા સમયમાં આવા આગિયા ઝબૂકતા હોય છે. અતીત બની ચૂકેલા સમયખંડ પર તેમનું રાજ હોય છે. નાના અનુભવો, યાદરૂપે વિચારોમાં તરતા રહે છે. વર્તમાન અને ભવિષ્યથી વિહીન હોવાની કાલિમા સાથેય તે ભૂતકાળ જીવંત રહે છે. આજની બારીએથી એને જોતા રહીએ તો એ દૂર દૂર હોવા છતાં સાથે થઈ જાય. ભવિષ્ય નિશ્ચિત નથી. વર્તમાન સમસ્યાગ્રસ્ત છે. ભૂતકાળ સ્પષ્ટ અને નિશ્ચિત. એને સાક્ષીભાવે જોઈ શકાય. એમાં લાગણી જોડી શકાય. એમાંથી પ્રેરણા લઈ શકાય. એને સથવારો બનાવી શકાય. એ અનુપયોગી હોવા છતાં એના વિના જીવી ના શકાય.
વિહાર ન હોય તો સાધુજીવનમાં શો ફરક પડે ? વિહાર ન હોય તો મકાન છોડીને રસ્તે પડવાનો અનગારભાવ ન મળે, પગનાં ફાટેલાં તળિયે ખૂંચતાં કાંકરાની વેદનાનો સહવાસ ન મળે. અડધી રાતે, રોતા શિયાળવાનાં હાલરડે પોઢવા ન મળે, અજાણ્યા પાસે યાચના કરવાની અને ના સાંભળીનેય ખુશ રહેવાની કેળવણી ના મળે, બદલાતા માણસો અને બદલાતાં પાણીની સોબત ના મળે, થાકીને ચૂરચૂર થયા પછી પણ, અચાનક આગળ ચાલવું પડે તેનો રોમાંચ ન મળે, ભક્તોના ભરોસે રહેવાને બદલે ભગવાનના ભરોસે રહેવાની અનુભૂતિ ના મળે. ઘણું બધું ના મળે.
એક જ ઠેકાણે રહી પડવાથી બને એવું કે, દુનિયાભરમાં ફેલાયેલાં પ્રભુનાં વિવિધ ધામની યાત્રાનો લાભ ન મળે. વિહારમાં સંયમયાત્રા મહત્ત્વની છે. તીર્થદર્શન દ્વારા વિહાર સંગમયાત્રા બને છે. માત્ર વિહાર હોય તો રોજીંદી
સાધુ માત્ર વિહારના અનુભવી. વિહાર એટલે અનુભવોની વણઝાર. ધારેલું ન થાય. અણધારી આપદા આવે તો અણધાર્યો લાભેય થાય. રસ્તે ચાલતા