________________
૨૦૦
૧૯૯ પહેલાં આ ભૂલ બતાવી દેવામાં આવી છે : “AN 6491–ની શ્યામ પાષાણમૂર્તિ જૈન મૂર્તિ છે તેની પર બુદ્ધમૂર્તિનું લેબલ લગાવાયું છે.' સર્વસંગ્રહની સંપાદનશક્તિ પર માન ઉપજયું તે અલગ.
નદીઓના ત્રિવેણીસંગમ દ્વારા પ્રસિદ્ધ ઈલાહાબાદમાં આવેલું પુરિમતાલતીર્થ. સંગમની નજીકમાં કિલ્લો છે. આજે તે લશ્કરને સોંપાયેલો છે. તેમાં વડલો છે. ખૂબ જ પ્રાચીન. પ્રભુ ઋષભદેવ ભગવાનને તેની છાયામાં કૈવલ્ય સાંપડ્યું તેવી અનુશ્રુતિ છે. સં. ૧૫૫૩માં ત્યાં પગલાં હતાં. ૧૬૪૮માં તેને ઉથાપીને કોઈએ શિવલિંગ સ્થાપી દીધું. ઓરંગઝેબે આવીને એ શિવલિંગ તોડી નાંખ્યું. શ્રી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા પ્રકાશિત જૈન તીર્થ સર્વસંગ્રહના લેખક લખે છે કે “આજે એ પાદુકા અને જિનમૂર્તિ વડલા નીચેના એક ભાગમાં પડેલી છે' પેઢી એ જાણે છે છતાં પાદુકા પડેલાં જ રહે છે. કોને ઠપકો આપવો ? પ્રયાગના મ્યુઝિયમમાં તો આપણા ઘણા અવશેષો સંગૃહીત થયા છે. ત્યાં જઈ ન શકાયું. પાંડવોને બાળી નાંખવા રચાયેલું લાક્ષાગૃહ આ વિસ્તારમાં બનેલું હતું. પાંડવો તો છૂપા માર્ગે નીકળી ગયા. લાક્ષાગૃહ હજી બળે છે. આપણાં અરમાનો એમાં ખાખ થાય છે. પ્રભુનાં ધામમાં પ્રભુનાં જ માન નથી તે ?
પાટલીપુત્ર વિશે, પટના વિશે નોંધ છે : નગરીને ૬૪ દરવાજા , ૫૭૦ બુરજ, ૩૦ હાથ ઊંડીને ૬00 હાથ પહોળી ખાઈ હતી. આજે તો ગંગા પર આઠ કિલોમીટર લાંબો પૂલ છે. એ સિવાય ભવ્ય કશું નથી. પાટલીપુત્ર પાસેથી બે મૂર્તિ નીકળી હતી તે કલકત્તાના ઇંડિયન મ્યુઝિયમમાં છે. ભારહુત ગેલેરીમાં. તેની પર શિલાલેખ છે કે પૃથ્વીના સ્વામી અજ....તે અજ એટલે રાજા ઉદાયી. શિશુનાગવંશનો છેલ્લો રાજા . વિનયરત્નના હાથે મોત થયું છે. બૌદ્ધો ઉદાયીને અજૈન બતાવી શકતા નથી તેથી પાટલીપુત્રના કિલ્લા સાથે અજાતશત્રુનું નામ જોડે છે. નવનંદમાના એક નંદ રાજાએ કલિંગ વિજય સાધીને ત્યાંથી જિનમૂર્તિ મેળવી હતી. રાજા ખારવેલા મગધ પર હલ્લો કરીને એ મૂર્તિ પાછી લઈ ગયા હતા.
એક નંદરાજાએ પાંચ સ્તૂપ બનાવીને એમાં અઢળક સંપત્તિ છૂપાવી હતી. વિક્રમની બીજી શતાબ્દીમાં કલ્કી રાજાએ સ્તૂપ અને નગરનો એક ભાગ ખોદાવી નાંખ્યા. કાંઈ ન મળ્યું. પૈસાના લોભે એ જૈન-જૈનેતર સાધુ મહાત્માઓ
પાસેથી કર ઉઘરાવતો. આ કારણે ઘણા સાધુઓ પાટલીપુત્ર છોડી ગયા. એ રાજાના વખતમાં જ સત્તર દિવસની ઘનઘોર મહાવર્ષા થઈ. આખું પાટલીપુત્ર ડૂબી ગયું. મહાન નગરીના અંકોડા છૂટા પડી ગયા. રાજા કલ્કી અને આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજી મ. બચી ગયા. (પાડિવત નામના જૈનાચાર્ય.) રાજાએ ફરી નગર વસાવ્યું. જૈનાચાર્યો પાસે કર ઉઘરાવા માંડ્યો. અત્યાચાર કરવા તૈયાર થયો. ઈન્દ્ર મહારાજાએ જાતે આવીને કલ્કીનો નાશ કર્યો. તેના પુત્ર દત્તને રાજય સોંપ્યું. ગંગાના પ્રચંડ મોજાઓ પાટલીપુત્રની સમૃદ્ધિ ભરખી ગયા તે પાછી ન જ આવી. પટનામાં તો અનેક નાનામોટા સંગ્રહાલયો છે. જોવાનો સમય હોવો જોઈએ.
આગળ શ્રાવસ્તીની કહાની છે : શ્રાવસ્તીમાં પાકતી ડાંગરની જાતો એટલી બધી હતી કે દરેક જાતનો એકેક દાણો ભેગો કરવામાં આવે તોય આખો ઘડો ભરાઈ જાય. બહરાઈચ વિશે સર્વસંગ્રહ સ્પષ્ટ નથી. લેખકે વૃદ્ધઆદિત્યઅયોધ્યા સાથે બહરાઈચનો સંબંધ જોડે છે. હકીકતમાં બહરાઈચ તો અલગ મોટું ગામ છે. આજે ત્યાં દિગંબરોનાં ઘર છે. શ્રાવસ્તીનાં ખોદકામમાંથી નીકળેલી પ્રાચીન પ્રતિમા ત્યાંનાં દેરાસરે રાખવામાં આવી છે.
ચંપાપુરીની વાત વાંચીને તો આશ્ચર્ય થયેલું. મંદારગિરિ પહાડ શ્રી વાસુપૂજય સ્વામી ભગવાનની નિર્વાણભૂમિ છે. તીર્થસંગ્રહમાં લખ્યું છે ; ‘અઢારમી સદી સુધી આ તીર્થ શ્વેતાંબરોમાં જાણીતું હતું. પરંતુ લોકોની અવરજવર ઓછી હોવાથી દિગંબરોએ સ્થિતિનો લાભ લઈને પોતાની માન્યતા મુજબની રચના કરી લીધી છે.' જૈન તીર્થ સર્વસંગ્રહ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ છપાવેલો ગ્રંથ છે. પેઢી તરફથી પ્રકાશિત થયેલો દસ્તાવેજ જ સમજો. એમાં ચંપાપુરીના મંદારગિરિ માટે ઠંડે કલેજે લખી દીધું છે : “હવે દિગંબરોએ આ પહાડ ખરીદી લેવાની પેરવી કર્યાનું પણ સંભળાય છે.' બોલો. લાચારી, ઉપેક્ષા કે નિરાશાના સૂરોમાં જ વાત થાય છે. પછી તો તીર્થ હાથમાં રહે જ શી રીતે ? આજે મંદારગિરિનું સંપૂર્ણ દિગંબરીકરણ થઈ ગયું છે.
લછવાડ માટે સરસ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે. દિગંબરોએ પ્રભુવીરનું જન્મસ્થાન વૈશાલી છે તેવો પ્રચાર કર્યો છે. પ્રભુવીરના મોટાભાઈ શ્રી નંદીવર્ધન રાજાનો સંદર્ભ છે. શ્રેણિકપુત્ર કુણિકે વૈશાલી પર આક્રમણ કર્યું હતું