________________
૧૬૭
૧૬૮
બચાવવા શીતલેશ્યા વાપરી. ગૌશાળાની તેજોવેશ્યાથી બચવા જાતે શીતલેશ્યા ન વાપરી. પ્રભુ તો પારકા અને પરાયા કામ કરે. પોતાનાં કામ ન કરે. પ્રભુ ખમે. પ્રભુ વેઠે. પ્રભુ બચાવ ન કરે પોતાનો. પ્રભુ બીજાની ચિંતા હરે. પોતાની ચિંતા પ્રભુ ન કરે. પ્રભુને પૂજાનો ખપ નથી. પ્રભુને આંગીનો, ભક્તોનો ખપ નથી. ભગવાનને એકાંતવાસ ફાવી ગયો છે. આપણા હાલ બૂરા છે. પ્રભુ જાણે રીસાયા છે. આપણે મનાવી નથી શકતા તેની જ વેદના છે. પ્રભુ નાનકડાં ભોંયરામાં મસ્તી માણે છે. વિશાળ દુનિયામાં ભ્રમણ કરવા છતાંય આપણે બેચેન છીએ. પ્રભુની દૂરી ખમાતી નથી.
દરિયાનું ભવ્ય રૂપ ભરતીમાં તો છે જ. ઓટના કલાકોમાંય દરિયો અસીમ, અફાટ હોય છે. ભરતી તો સૌ માણે. ઓટ કોઈ માણતું નથી. શ્રીઅંતરિક્ષદાદા ઓટનું સૌન્દર્ય લઈને આપણી રાહ જોતા હોય છે. આપણે જઈશું પ્રભુ પાસે ?
તેના ઇચ્છિત પૂરીશ.’ આ વિધિ મુજબ જ રાજાએ બધું કર્યું. રથનો અવાજ થયો નહીં. રાજાએ કૌતુકથી પાછળ જોયું. મૂર્તિ ત્યાં જ અટકી ગઈ. આકાશથી સાત હાથ અદ્ધર. ખિન્ન રાજાએ ધરણેન્દ્રની ઉપાસના કરી. ધરણેન્દ્ર કહ્યું : મૂર્તિ અહીં જ રહેશે. એક લાખ મુદ્રા ખરચીને મંદિર બનાવજે. તો પ્રભુ પધારશે.
રાજા મંદિર બનાવે છે. એમાં ઈંટ ચૂનાનો કશો જ ઉપયોગ કરાયો નહોતો. પથ્થર સાથે પથ્થર કળાપૂર્વક જોડી દીધા હતા. એ કાળમાં ઉત્કૃષ્ટ કહી શકાય તેવું મંદિરનું નિર્માણ થયું. પ્રભુને પધારવા વિનંતી કરી. પ્રભુ ન પધાર્યા. ધરણેન્દ્રને પ્રાર્થના કરી. તેય ન આવ્યા. હવે જવાનું ક્યાં ? રાજાને સલાહ મળે છે કે પૂ. આ. શ્રી અભયદેવસૂરિ મ. કુલપાકજી થઈ દેવગિરિ આવ્યા છે. તેમને બોલાવો. આચાર્ય ભગવંત પધાર્યા. હવે તેમણે અઠ્ઠમ કર્યો. ધરણેન્દ્ર આવ્યા, કહે, રાજાએ મંદિર સારું બંધાવ્યું પરંતુ તેમને ગર્વ થઈ ગયો છે. આ મંદિરથી મારી નામના વધશે એવો મદ રાજાને થયો છે. માટે ભગવાન એ મંદિરમાં નહીં આવે. શ્રાવકસંઘ નવું દેરાસર બંધાવે. તેમાં પ્રભુ પધારશે. આચાર્યભગવંતની પ્રેરણાથી શ્રી સંઘે નવું દેરાસર બંધાવ્યું. સૂરિભગવંતે પ્રતિષ્ઠાના સમયે પ્રભુની સ્તુતિ કરી. અંતરિક્ષમાં બિરાજતી મૂર્તિ ઉપરથી અવતરીને મંદિરમાં પધારી. વિ. સં. ૧૧૪૨ મહા સુદ પાંચમ રવિવારનો એ દિવસ.
શ્રી ભાવવિજયજી મ. એ પુનઃ પ્રતિષ્ઠા કરાવી ત્યારથી એ જૂનું આસન ખાલી પડ્યું. આશરે પોણા છસ્સો વરસ સુધી પ્રભુ જે પીઠ પર આસન્ન હતા તે ખાલી તો ન જ રખાય. તેથી એ સ્થાને શ્રી મણિભદ્રની સ્થાપના કરવામાં આવી. ભોંયરામાં બીજા પણ મણિભદ્રજી હતા. આમ ભોયરામાં એક સાથે બે મણિભદ્રજી બિરાજે છે. એય છે તો તાળામાં જ. રાજાએ બંધાવેલાં મંદિરમાં રાજાએ આ મૂર્તિ જેવી જ નવી મૂર્તિ ભરાવી હતી. એ મંદિર આજેય છે. ગામમાં પવલી મંદિર તરીકે ઓળખાય છે. એની પર દિગંબરોનો સજજડ કબજો છે. કાયદાના દરવાજા બંધ છે. અહીં તેઓ દાદાગીરીથી જામી પડ્યા છે. ભગવાનનાં મૂલ મંદિર પર પણ આવો જ અધિકાર તેમને જમાવવો છે.
ભગવાન ભક્તોની ચિંતા અને પીડા હરવા સદા સક્ષમ છે. એ જ ભગવાન પોતાની માટે કશું કરતા નથી. પ્રભુ વીરે ગોશાળાને તેજોલેશ્યાથી