________________
૧૭૯
૧૮૦
અડધી રાતે એકાંતમાંય ખડખડાટ હસવું આવ્યું.
ભયમાંથી નીપજતી ગેરસમજ કેવા રવાડે ચડાવે છે ?
વિહાર અભુત હતો. સારો વિહાર થાય છે. એનો અર્થ આજે એવો થાય છે કે કોઈ તકલીફ નથી વિહારમાં, જોખમ ન હોય ત્યાં જ વિહાર કરવાનો. તકલીફ હોય તો સહાય રાખવાની. સલામતીની સગવડ પણ રાખી લેવાની. આમાં સાધુતા તો બાજુ પર રહી ગઈ. પહેલા તો સાધુઓ જંગલમાં ભૂલા પડતા તો એમાંથી અજાણ્યા સાર્થવાહો ધર્મ પામતા ને છેક તીર્થંકર બનવા સુધીની આત્મિક પ્રગતિ માંડતા. આજે ભૂલા પડવાનો સવાલ જ નથી. રોજેરોજના કાર્યક્રમ તૈયાર હોય છે. મુશ્કેલી ન પડે તેની પૂરી તકેદારી હોય છે.
રાતનો સમય. જંગલની પાસે સ્કૂલ. સૂવાની તૈયારી ચાલતી હતી. નાનો છોકરો આવીને કહે : બાબાજી, સબ સામાન બંધ કર કે અંદર રખ દેના. યહા ચોરી હોતી હૈ, હમારે ગાંવવાલે નહીં કરતે, બાહર લોગ કરતે હૈ.' છોકરો સમજદાર લાગ્યો. એની સાથે ઘણી વાતો કરી. એના બાપા દારુનાં વ્યસનમાં મરી ગયા હતા. કાકા દારુની ગરમીમાં આખા પરિવારને રંજાડે, બાપા મર્યા ત્યારથી એણે સ્કૂલ છોડી દીધી. ભેંસને હળ જોડી ખેતી કરે. એકવાર એ જંગલમાં બકરીઓ ચરાવવા ગયો તો એની નજર સામે ચિત્તો બકરીને ખેંચી ગયો. એકવાર અને રસ્તામાં પિસ્તાલીસ રૂપિયા મળ્યા તે બધા એણે માને આપી દીધા. નાની ઉંમરે એ ઘણો જવાબદાર થઈ ગયો હતો. મોટા થઈ શું બનવું છે ? એ સવાલ જ એની જીંદગીમાં નહોતો. મોટો થશે, દારુ પીવા માંડશે, ધાંધલ ધમાલ મચાવીને મરી જશે. આપણા શહેરી શ્રીમંતોય દારુ પીને મરતા હોય છે. એમને આદિવાસી કહીએ તો ન ચાલે ?
કોઈ જ સહાય વિના વિહાર થવા જોઈએ. જોખમો જીરવી લેવાના. દરેક ગામના સારાનરસા માણસોનો સીધો પરિચય મળે તો ખરા અનુભવ થાય. જંગલો જોયા તે અનુભવ થોડી ગણાય ? મુકામ ક્યાં થશે અને ગોચરી પાણી મળશે કે નહીં તેની અનિશ્ચિતતા લઈને ચાલતા રહેવાની મુક્ત જીવનચર્યા માણવી જોઈએ. સત્ત્વ અને તિતિક્ષા તો કેળવાય. જો કે આ બધું મુશ્કેલ કામ છે, ખૂબ મુશ્કેલ.
(પ)
(૩)
જંગલનુ જોખમ તો રહે જ છે. ઊંચાં વૃક્ષોની વચ્ચે સરકારી બોર્ડ ઊભા હોય છે. લખ્યું હોય છે : અવૈધ વૃક્ષો કાપનાર કે અવૈધ શિકાર કરનારના સમાચાર આપી ઈનામ મેળવો. શિકાર ન કરીએ તે બરોબર, આપણો શિકાર થઈ જાય તો, એનું શું ? જંગલની તો કીડી પણ વીંછીની જેમ ડંખે છે. મકોડાં મધમાખીની જેમ બાઝી પડે છે. જંગલી જનાવર સામે આવ્યું તો આપણું શું થવાનું ? પ્રભુવીરનો છબસ્થવિહાર યાદ આવે છે. ભગવાનને ભમરા ડંખી ગયા, ગોવાળે ગાળો આપી, ચાબૂક મારવા હાથ ઉગામ્યા, કાનમાં ખીલા ઠોકી દીધા. યક્ષો અને દેવો પરેશાન કરતા રહ્યા. અનાર્યભૂમિમાં તો ઘોર કષ્ટો પડ્યા. ક્યાંક જંગલમાં આગ લાગી તો ધ્યાનલીન પ્રભુના પગ બળી ગયા. પ્રભુનો
નગપુરાનું શ્રી ઉવસગ્ગહર તીર્થ પ્રાચીન ભગવાનથી અધિષ્ઠિત છે. પ્રભુવીર છદ્મસ્થ અવસ્થામાં સાધુધર્મની ઉત્કટ આરાધના કરતા હતા તે સમયે પ્રદેશ રાજા પાર્શ્વપ્રભુના શ્રી કેશીગણધર દ્વારા પ્રતિબોધ પામ્યા અને તે રાજાએ ગંડકી નદીની રેતમાંથી પાર્શ્વપ્રભુની એક સુંદર મૂર્તિ ઘડી. શ્રી કેશી ગણધર દ્વારા જ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ. આ ઇતિહાસ અનેક સંશોધન પછી પુરવાર થયો છે. એ પ્રતિમાજીને પછીથી શ્રી ધરણેન્દ્ર પદ્માવતીજી પોતાના આવાસમાં લઈ ગયા. વરસો બાદ કલચુરીવંશના રાજા ગજસિંહને પદ્માવતીદેવીએ એ મૂર્તિ સોંપી. એ રાજા એ મહાકોશલના, ઓરીસાના માર્ગમાં જિનમંદિર બંધાવી આ મૂર્તિ તેમાં પધરાવી. પછીનો સમય અંધારખંડમાં જાય છે. ઉગતા ગામના મુખી શ્રી ભુવનસિહ કૂવો ખોદાવતા હતા તેનો ખાડો અચાનક દૂધથી ઉભરાય છે અને ફરીવાર ભગવાનની લીલા પ્રગટ થાય છે. એ ગામના લોકો ખાડામાં દેવની મૂર્તિ જોઈને પ્રસન્ન થઈ ગયા. રોજ સિંદૂર તેમ જ તેલ વગેરેથી પૂજા કરવા લાગ્યા.