________________
૧૫૭
કાઢી નાંખી. તા. ૩-૧૦-૧૯૪૮ના દિવસે આપણે લેપ કરવાની શરૂઆત કરી. તા. ૧૩-૧૧-૪૮ના દિવસે લેપ સૂકાઈ ગયો. પ્રક્ષાલ શરૂ થયો. મૂર્તિ ઝળહળી
ઊઠી.
ભારતની આઝાદીના ૩૯ વરસ પહેલા લેપનો સંઘર્ષ શરૂ થયો હતો તે ભારતની આઝાદીના બીજા વરસે પૂરો થયો. ભારત અંગ્રેજોની ગુલામીમાંથી છૂટ્યું પરંતુ દિગંબરોનો પીછો શ્રી અંતરિક્ષતીર્થ ન છોડાવી શકર્યું. આ સંઘર્ષ દરમ્યાન દિગંબરોએ કોર્ટમાં પ્રભુમૂર્તિને પાષાણમય કહીને લેપને બિનજરૂરી ઠેરવવા પ્રયાસ કર્યો હતો. કોર્ટમાં આની ચર્ચા પણ લાંબો વખત ચાલી હતી. આખરે જજ શ્રી આર. વી. પરાંજપે જાતે અંતરિક્ષજી આવ્યા હતા. ખાવાપીવાના કોઈ નીતિનિયમો ન જાળવનારા એ આદમીએ પ્રભુમૂર્તિને નખથી ખોતરી હતી. દિગંબરોના પાપે પ્રભુના શરીરને નખના ઘસરકા થયા હતા. પોતાના નખમાં રેતી ભરાઈ એ જોઈને આ જજ સાહેબે જાહેર કર્યું કે Thus the neccessity of plaster for this idol is obvious, આ મૂર્તિને લેપ કરવો જરૂરી છે તે હવે પૂરવાર થાય છે.
૧૫૮
- આજે પ્રભુમૂર્તિને તાળાબંધીમાં રાખવામાં આવી છે. મૂર્તિને સ્પર્શ કરે તે ગુનેગાર. સરકાર અને કોર્ટના પ્રતાપે તીર્થ પોલીસોની પક્કડમાં આવી ગયું છે. આરતી સમયે તાળાનાં સિલ તૂટે છે. પૂજા અને સફાઈ બીજી મૂર્તિઓની થાય છે. જમીનથી અદ્ધર રહેલા દાદાની પૂજા બંધ છે. આ મૂર્તિની નીચેની જંગલુછણાં નીકળી જતાં. મૂર્તિના અંગૂઠે દીવા ધરીએ તો મૂર્તિતળેની પબાસનની ધરતી પર તેજની લકીરો વહી જતી. દાદાની માત્ર આરતી થાય છે. આરતીનો ઘંટનાદ બહાર સંભળાય છે. અંદર જવા મળતું નથી. આરતીના સમયે દેરાસરજીનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવે છે. એ સમયે દર્શન કરનારાને બહાર કાઢી મૂકવામાં આવે છે. આરતી થઈ ગયા પછી કાગળિયાં થાય છે. પોલીસમેન લખે છે : “આજની આરતી કોઈ પણ જાતની ધમાલ વિના પૂરી થઈ છે.’ તેની પર બંને પક્ષના મુનીમની સહી માંગવામાં આવે છે. દિગંબર મુનીમ સહી આપી દે છે. આપણા મુનીમજી સહી નથી કરતા. તાળા વાગ્યા છે તેનો વિરોધ જારી રાખવા સહી ન કરવી જરૂરી છે. પહેલાં તો પોલીસો વાયરલેસ સાથે આવતી. ચાલુ આરતીએ રિપોર્ટ પોલીસસ્ટેશન પર જતો. હવે તંગદિલી ઘટી છે. સમસ્યા મટી નથી.
પ્રભુનો અદ્યતન ભૂતકાળ વર્તમાન પર સવાર થયેલો છે. સારાં ભવિષ્યની પ્રતીક્ષા ક્યારે પૂરી થશે તે સમજાતું નથી.
બધેથી હારેલા દિગંબરોએ અતિક્રમણની નીતિ અખત્યાર કરી. મવાલીઓ ફૂટપાથ પર કબજો જમાવીને માલસામાન પાથરવા માંડે તેવો ઘાટ ઘડાયો. ભોંયરામાં પ્રભુજી સિવાય બીજી મૂર્તિઓ ન હતી. એ લોકો નવી મૂર્તિઓ મૂકવા માંડ્યા. પ્રભુજીની બન્ને બાજુ દિગંબરમૂર્તિની હાર થઈ ગઈ. આ મૂર્તિઓ ગભારામાં રહી શકી તેનું કારણ સમજવું મુશ્કેલ છે. ઘણી બધી દિગંબર મૂર્તિઓ વચ્ચે આપણી શ્વેતાંબર મૂર્તિની પવિત્રતાને ભ્રષ્ટ કરવાનો તેમનો દાવ હતો. બહાર સંકુલમાં તેમને થોડા દિવસ માટે આપેલી જગ્યા પર મંડપ બનાવીને ખાસ્સીબધી જમીન પર પગદંડો જમાવ્યો. ધર્મશાળાઓ પર હાથ અજમાવ્યા. આપણા મહાત્માઓ ને સાધ્વીજીઓ પર સિતમ ગુજાર્યા. યાત્રિકોને લુંટ્યા. બોર્ડ પર એસિડ છાંટ્યા. જાતે ગુનાઓ કરીને સાપાત્ર આપણને ગણાવ્યા. કોમી રમખાણ જેવી દહેશતવાદી પ્રવૃત્તિઓ ચલાવી. ધર્મની ભૂમિ પર લોહી છંટાયાં. પોળકર કેસની ભાઈબંધીનો આવો હિંસક અંજામ આવ્યો છે તે માની શકાતું નહોતું.