Page #1
--------------------------------------------------------------------------
________________
મારા કરતાં ય વધુ લુચ્ચા-લબાડ-લફંગા-નીચ અને પાપી માણસ પાસે, મારા કરતાં ય વધુ સુખ-સુવિધા અને સંપત્તિ જોવા મળે છે ત્યારે મને એમ થઈ જાય છે કે શું કુદરતમાં આવું અંધેર જ ચાલતું
હશે?
દર્શન, તારા પ્રશ્નનો પ્રત્યુત્તર તો પછી આપું છું પણ એ પહેલાં મારે તને એક પ્રશ્ન પૂછવો છે એનો જવાબ તું આપીશ ?
તારા કરતાં વધુ પાપી, તારા કરતાં વધુ સુખી કેમ? એની તને વેદના છે ને? જવાબ આપ, તારા કરતાં વધુ ધર્મી, તારા કરતાં વધુ દુઃખી કેમ? એનો તારી પાસે કોઈ જવાબ છે ખરો?
અવારનવાર હોટલોમાં જનારો તું તો બંગલામાં રહે છે ને? જંગી તપશ્ચર્યા કરનારને ભાડાના મકાનમાં રહેતા તે જોયા તો છે ને?
પત્ની સાથે બહાર ફરવા જતા રહીને તું જલસાઓ કરતો રહે છે ને? જિંદગીભર બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞા લઈ ચૂકેલા દંપતી આજે ય કષ્ટમય જિંદગી જીવી રહ્યા છે એનો તને ખ્યાલ તો છે ને?
ચાલાકી કરતા રહીને ધંધાના ક્ષેત્રે તું લાખો રૂપિયાનો માલિક બની ચૂક્યો છે ને ? નીતિમત્તાને પકડી રાખવાના લક્ષ્ય સાથે જીવન જીવી રહેલ નીતિમાન માણસ આજે બે ટંકના રોટલા ભેગો માંડ માંડ પહોંચી રહ્યો છે એનો તને ખ્યાલ તો છે ને?
સમય મળે તો જ પરમાત્માનાં દર્શન તું કરે છે ને? રોજ પ્રભુનાં મંદિરમાં જઈને બબ્બે કલાક સુધી પ્રભુનાં દર્શન-વંદન અને પૂજન કરનાર પ્રભુભક્તને આજે સમાજમાં કોઈ ઓળખતું ન હોય એવું પણ દેખાય જ છે ને ?
Page #2
--------------------------------------------------------------------------
________________
જવાબ આપ.
જો તારા કરતાં વધુ પાપીને તારા કરતાં વધુ સુખી જોઈને તને અંતરમાં વેદના થાય છે અને તને એમ લાગે છે કે કુદરતમાં શું આવું અંધેર જ ચાલતું હશે?
તારા કરતાં વધુ ધર્મીને, તારા કરતાં વધુ દુઃખી જોઈને ય તને એવી જ વેદના થાય છે એમ ને?
દર્શન, એટલું જ કહીશ તને કે મનની આ બદમાશીના શરણે તું ભૂલેચૂકે ચાલ્યો ન જતો. મન હકીકતમાં તને ધર્મમાર્ગે જવા દેવા નથી માંગતું, ધર્મ પ્રત્યેની તારી શ્રદ્ધાને સ્થિર થવા દેવા નથી માગતું, “ધર્મ પ્રબળ તાકાતપ્રદ છે' પ્રભુના એ વચન પાછળ તને પાગલ બનવા દેવા નથી માગતું.
બાકી, એક વાત આંખ સામે રાખજે કે આજે તારે ઉપવાસ હોવા છતાં ય તારા શરીરમાં ર્તિ હોઈ શકે છે કારણ કે ગઈકાલે તે પેટમાં સાલમપાક પધરાવ્યો હતો. આનો તાત્પર્યાર્થ તું સમજી જજે.
Page #3
--------------------------------------------------------------------------
________________
T
૨
કાળ માત્ર વિષમ જ હોત તો તો બહુ વાંધો નહોતો પણ કાળ વિષમની સાથે વિલાસી પણ છે. પાપથી દૂર થવાના અને ધર્મની નજીક જવાના પ્રયાસમાં ધારી સફળતા મળતી જ નથી. કરવું શું?
સન્થેન, જીવનમાં પાી ધટાડવાની વાત તું પછી કરજે. આજે તારા જીવનમાં જે પણ પાપો ચાલુ છે, જેટલાં પણ પાપો ચાલુ છે એ પાપોમાં હવે વધારો તો નથી જ કરવો એટલું નક્કી કરી દેવા તું તૈયાર છે ખરો ?
ધાર કે આજે તું રાતના ૧૦ વાગ્યા સુધી ટી.વી. જોઈ રહ્યો છે. જિંદગીભર રાતના ૧૦ વાગ્યા પછી ટી.વી. ન જ જોવાની પ્રતિજ્ઞા કરવા હું તૈયાર છે ખરો ?
ધાર કે આજની તારીખે મહિનામાં બે પિક્ચર જોઈ રહ્યો છે તું. બેથી વધુ પિક્ચર ન જ જોવાનો નિયમ લેવા તારું મન તૈયાર છે ખરું ?
ધાર કે આજની વિધિએ નું રાતનો ૧૧ વાગ્યા સુધી જમી રહ્યો છે. જીવનભર માટે રાતના ૧૧ વાગ્યા પછીનું રાત્રિભોજન બંધ કરી દેવાની તારી તૈયારી છે ખરી ?
એટલુ જ કહીશ કે પાપથી મુક્ત થવાની કે પાપથી પાછા ફરવાની વાત તું પછી કરજે. પહેલાં તો આજના પાપમાં હવે એક પણ પાપનો ઉમેરો ન થાય એ બાબતમાં દૃઢ પ્રતિજ્ઞ બની જા.
એ જ ન્યાયે.
જીવનમાં ધર્મ વધારવાની વાત તું પછી કરજે. મનને પૂછી લે. આજે તારા જીવનમાં જે પણ ધર્મ ચાલુ છે એમાં ઘટાડો કરવા એ બિલકુલ તૈયાર નથી એટલું નક્કી ખરું ?
૩
Page #4
--------------------------------------------------------------------------
________________
ધાર કે આજે તો તું વરસે ૧૦,000 રૂપિયા સત્કાર્યમાં અચૂક ખરચે જ છે, પરમાત્માનાં મંદિરમાં ૧ કલાકનો સમય તો તું વ્યતીત કરે જ છે. બાર મહિને એક વારતો તીર્થયાત્રાએ તું જાય જ છે, અઠવાડિયાની ૧ સામાયિક તો તું કરે જ છે, રવિવારે તો અષ્ટપ્રકારી પૂજા કરે જ છે, પાંચ તિથિ બ્રહ્મચર્યનું પાલન તો તું કરે જ છે.
આ અને આનાં જેવી બીજી જે પણ ધર્મારાધનાઓ તારા જીવનમાં આજે ચાલુ છે એટલી ધર્મારાધનાઓ તો તારા જીવનમાં ચાલુ રહેશે જ એટલું પ્રતિજ્ઞાબદ્ધ નક્કી કરી દેવાની તારી તૈયારી છે ખરી?
એટલું જ કહીશ કે જીવનમાં ધર્મારાધનાઓ વધારવા અચૂક પ્રયત્નશીલ બનજે પણ કાળની વિષમતા અને વિલાસિતાને આંખ સામે રાખી ચાલુ ધર્મારાધનાઓમાં કડાકો નબોલાઈ જાય એ બાબતમાં તો તું એકદમ સાવધ અને જાગ્રત બની જજે.
Page #5
--------------------------------------------------------------------------
________________
ક્રોધસેવનનાં નુકસાનો સતત અનુભવાતા હોવાથી ક્રોધથી દૂર થવાનું મન તો થાય છે પણ ક્ષમાના એવા કોઈ લાભ ન અનુભવ્યા હોવાથી ક્ષમાશીલ બન્યા રહેવાનું મન થતું નથી. કરવું શું?
પ્રેમ, સ્વજનથી દૂર લઈ જઈને દુર્જન બનાવી દે આત્માને, એ કામ જો ક્રોધ કરે છે તો આત્માને સ્વજનથી ઉપર ઉઠાવી લઈને સજ્જન, સંત યાવત્ પરમાત્મા બનાવી દેવાનું કામ ક્ષમા કરે છે.
આ હકીકત હોવા છતાં તને ક્ષમાથી મળી શકતા લાભ પ્રત્યે મનમાં શંકા જાગે છે એ જાણી જબરદસ્ત આશ્ચર્ય થયું છે. “જબરદસ્ત’ એટલા માટે કે તું તો તારી જાતને બુદ્ધિમાન, ચાલાક અને હોશિયાર માને છે. તર્કને તો તે તારી જીવનશૈલી બનાવી દીધી છે. સામાની વાતનો જડબાતોડ જવાબ આપવાની તો તારી ટેવ બની ગઈ છે અને છતાં તેમને પુછાવ્યું છે કે “ક્રોધથી નુકસાન’ એ વાત તો મગજમાં બેસી ગઈ છે પણ ‘ક્ષમાથી લાભ' એ વાત મગજમાં જામતી નથી. કમાલ છે !
એક વાત તરફ તારું ધ્યાન દોરું? જો બીમારી ત્રાસરૂપ બની રહી હોય તો એનો તાત્પર્યાર્થ આ ન નીકળે કે તંદુરસ્તી આશીર્વાદરૂપ જ નીવડે છે !
જો દરિદ્રતા આપઘાત કરી લેવા સુધીના વિચારોમાં મનને ખેંચી જતી હોય તો એનો તાત્પર્યાર્થ આ ન નીકળે કે શ્રીમંતાઈ જીવનને જીવવા લાયક તો બનાવીને રહે જ છે !
સર્વત્ર મળી રહેલ અપયશ જો જીવનની મસ્તી અને મનની પ્રસન્નતા ગાયબ કરી રહ્યો છે તો એનો તાત્પર્યાથે આ
Page #6
--------------------------------------------------------------------------
________________
ન નીકળે કે અશમાં જીવનને મસ્ત રાખવાની અને મનને પ્રસન્ન રાખવાની તાકાત ધરબાયેલી છે જ !
ગણિત સ્પષ્ટ છે.
જે પરિસ્થિતિ વ્યક્તિ માટે ત્રાસરૂપ બની રહી હોય. એનાથી વિપરીત પરિસ્થિતિ વ્યક્તિ માટે આશીર્વાદરૂપ બની જ રહેતી હોય છે.
આ જ ગણિતને તું દોષ-ગુણની બાબતમાં ગોઠવી દે જે, વાસના જો ત્રાસરૂપ છે તો ઉપાસના આશીર્વાદરૂપ બનવાની જ છે, ઉદ્ધતાઈ જો વેદનારૂપ છે તો વિનય વરદાનરૂપ બનવાનો જ છે. અહંકાર જો અજગર લાગે છે તો સમર્પણ પુષ્પની માળા લાગવાનું જ છે. ક્રોધ જો કલ્પાંતકારક છે તો ક્ષમા આનંદદાયક લાગવાની જ છે.
મારી એક વાત માનીશ
ક્રોધ જેટલી વાર કર્યો છે ને, એનો દસમો ભાગ નું માને આપી છે. એના જે લાભો તને અનુભવવા મળશે, એ અનુભવ પછી તું ક્રોધને કાયમના રામરામ કરી જ દઈશ.
Page #7
--------------------------------------------------------------------------
________________
મસ્તક પ્રભુ પાછળ પાગલ બનવા નથી દેતું અને હૃદય સંસારમાં સફળ બનવા નથી દેતું. બુદ્ધિ ધર્મમાં જામવા નથી દેતી અને લાગણી સંસારમાં ડગલે ને પગલે માર ખવડાવી રહી છે. કરું શું?
રોનક, તે તો કમાલનો પ્રશ્ન પૂછી લીધો છે. તારો પ્રશ્ન તો એવો છે કે ‘ટોપી પગમાં જામતી નથી અને બૂટ માથામાં જામતા નથી, સુરમો કાનમાં જામતો નથી અને ચશ્માં હાથને જામતા નથી. કરું શું?’ ..
આમાં કરવાનું કાંઈ હોતું નથી, સમજી લેવાનું હોય છે. ટોપીનું સર્જન મસ્તક માટે જ થયું હોય છે અને બૂટનું સર્જન પગ માટે જ ! સુરમો આંખમાં જ નાખવાનો હોય છે. અને ચશ્માં આંખે જ લગાવવાના હોય છે ! બસ, આટલી સમજણ આવી ગયા પછી એના સમ્યક ઉપયોગમાં ગરબડ ઊભી થવાની સંભાવના રહેવાની જ નથી.
તે જે પ્રશ્ન પૂછ્યો છે એનો આ જ જવાબ છે. પ્રભુ તો પ્રેમમય છે, કરુણામય છે, દયામય છે અને પ્રેમ, કરુણા, દયા વગેરે તો હૃદયના ગુણધર્મો છે જ્યારે સંસાર તો પ્રતિસ્પર્ધામય છે, ક્લેશમય છે, પ્રપંચમય છે. રાજકારણમય છે અને એ પ્રતિસ્પર્ધા વગેરેમાં ટકાવનારાં પરિબળો તો તર્ક-વિચાર-સંશય, બુદ્ધિ વગેરે છે. - જો તું પ્રભુ પાછળ પાગલ બનવા માગે છે તો એ માર્ગે હૃદય લઈને જ જવું પડે છે અને જો તું સંસારના માર્ગે જવા માગે છે તો એ માર્ગે બુદ્ધિ લઈને જ દોડવું પડે છે. જો તને દરેકેદરેક ચીજોની અને પ્રસંગોની વ્યાખ્યા જ કરતા રહેવામાં રસ છે તો એનો જવાબ મેળવવા તારે મસ્તકના શરણે જ જવું
Page #8
--------------------------------------------------------------------------
________________
પડે છે અને જો તારે પ્રેમ, કરુણા, વ્યથા અને સંવેદનશીલતાના જ અનુભવો કરતા રહેવું છે તો એ માટે તારે હૃદયને જ ધબકતું રાખવું પડે છે.
શું કહું તને?
જીવનભર બુદ્ધિનો જ ઉપયોગ કરતા રહેવામાં તો પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોને ય સફળતા નથી મળી, એમને ય ક્યાંક ને
ક્યાંક તો જીવનને રસમય, ઉલ્લાસમય અને પ્રસન્નતામય રાખવા હૃદયને શરણે જવું જ પડ્યું છે જ્યારે બુદ્ધિને એક બાજુ રાખી દઈને માત્ર હૃદયના જ સહારે સ્વજીવનને પ્રસન્નતાથી તરબતર રાખવામાં લાખો યોગીઓને સફળતા મળી છે.
એટલી જ સલાહ છે મારી તને કે લોકો તને પાગલખાનામાં મૂકવા તૈયાર થઈ જાય એ હદે તું બુદ્ધિહીન ન બની જતો પણ અધ્યાત્મ જગતમાં લોકો તને ‘પાગલ’ નું બિરુદ આપી દેવા તત્પર થઈ જાય એ હદે તું પ્રભુ પાછળ તારા હૃદયને ખુલ્લું મૂકી દેજે, તારું જીવ્યું સાર્થક બની જશે.
Page #9
--------------------------------------------------------------------------
________________
પારાને થરમૉમિટરમાં કેદ કરી શકયો છું, વાંસળીમાં પવનને કેદ કરી શક્યો છું પરંતુ મનને સ્થિર રાખવામાં કોણ જાણે કેમ મને સફળતા મળતી જ નથી. કયા શસ્ત્ર સાથે મન સાથે લડવું ? આપનું માર્ગદર્શન અપેક્ષિત છે.
જ
મનન, વાંદરાને વશમાં લેવા માટે જાતજાતના દાવો અજમાવવા પડે અને જનનનાં શસ્ત્ર-સાધનોનો ઉપયોગ કરવો પડે એ તો સમજાય છે પણ રડી રહેલા, તોફાન કરી રહેલા. રિસાઈ રહેલા બાળકને વશમાં રાખવા મમ્મી એક જ શસ્ત્રનો ઉપયોગ કરે છે અને એ શસ્ત્રનું નામ છે – પ્રેમ !
બસ,
મનન, મારે તને આ જ કહેવું છે, મન સામે તું એક યોદ્ધાની જેમ ઊભો ન રહે, એક પ્રેમીની જેમ ઊભો રહે. તારે એને હરાવવાનું નથી, કહ્યાગરું બનાવવાનું છે. તારે એને મારી નાખવાનું નથી, એને જીવંત રાખીને તારી આજ્ઞા માનવા તૈયાર કરવાનું છે.
તેં પુછાવ્યું છે, કયા શસ્ત્ર સાથે મન સાથે લડવું ? મારો એક જ જવાબ છે. તલવાર, બરછી કે બંદૂક જેવાં શસ્ત્રોને તો મન ઘોળીને પી જાય તેવું છે, માત્ર એક જ શસ્ત્ર સામે મન પોતાનું મસ્તક ટેકવી દે છે અને એ રાસ્ત્રનું નામ છે પ્રેમ ! અને વાત પણ સાચી છે ને ?
સંપત્તિ વિના સંસારી માદાસ જીવી જ નથી શક્તો માટે એ એની સાથે ચૌહાનો વ્યવહાર નથી કરતો પરંતુ પ્રેમીનો વ્યવહાર જ કરે છે ને ?
સીડી વિના માણસ અગાશી પર નથી જ પહોંચી શકતો માટે એ એની સાથે લડતો નથી પરંતુ પ્રેમ જ કરે છે ને ? આંખ વિના માણસ જોઈ જ નથી શકતો માટે એ એની
૯
Page #10
--------------------------------------------------------------------------
________________
સાથે લડતો નથી પરંતુ પ્રેમ જ કરે છે ને? ( આંખ વિના માણસ જો ઈ જ નથી શકતો માટે આંખની સાથે એ દુવ્યર્વવહાર નથી કરતો પરંતુ સદ્વ્યવહાર જ કરે છે ને ?
બસ,
એ જ ન્યાયે જે મન સાથે તારે સંસાર ચલાવવાનો છે અને જે મન સાથે તારે અધ્યાત્મ માર્ગે આગળ ધપવાનું છે એ મન સાથે તારે દુશ્મન બનીને કામ લેવાની જરૂર નથી, એના પ્રેમી બની જઈને તારે એને કહ્યાગરું બનાવી દેવાની જરૂર છે.
યાદ રાખજે,
શત્રુને વશમાં રાખવો પડે છે. વશમાં રાખવા એને પરાજિત કરવો પડે છે અને પરાજિત કરવા એની સામે લડવું પડે છે. જ્યારે પ્રેમી સ્વયં વશમાં આવી જાય છે. નથી એને પરાજિત કરવો પડતો કે નથી એની સામે યુદ્ધ લડવું પડતું !
મહત્ત્વની વાત કરી દઉં? યોદ્ધો બનીને મન સાથે વ્યવહાર કરીશ તો એ પથ્થર બનીને તારું માથું ફોડી નાખશે. પ્રેમી બનીને વ્યવહાર કરીશ તો એ ફૂલ બનીને તારા ચરણમાં બેસી જશે.
Page #11
--------------------------------------------------------------------------
________________
સંસાર અસાર છે” એવું અનેક જગાએ વાંચવામાં અને સાંભળવામાં આવ્યું છે પણ એનો તાત્યયાર્થ શો છે? સંસારમાં સુખનો અભાવ છે? સુખની અલ્પતા છે? સુખની અપૂર્ણતા છે?
શાશ્વત, તૃષાતુર માટે સાગરનું પાણી કેવું? નકામું જ ને? શા માટે ? એટલા માટે કે એ પાણીમાં તૃષાને છિપાવવાની કોઈ તાકાત જ નથી. પ્યાસ બુઝાવવાનો એ પાણીનો સ્વભાવ જ નથી.
બસ,
સંસાર અસાર છે' એનો આ જ અર્થ છે. એવું નથી કે સંસારમાં આકર્ષક સામગ્રીઓ નથી. એવું નથી કે સંસારમાં અનુકૂળ સંયોગો નથી. એવું નથી કે સંસારમાં પ્રેમાળ સંબંધો નથી. ના. સંસારમાં આકર્ષક સામગ્રી, અનુકૂળ સંયોગો અને પ્રેમાળ સંબંધો બધું જ છે પણ એક વાત નિશ્ચિત્ત છે કે સંસારમાં સુખ નથી.
કારણ?
સુખ એ આત્માનો સ્વભાવ છે. જ્યારે આખો ય સંસાર પદાર્થો પર ઊભો છે. કબૂલ, સાગરના પાણીને ય કહેવાય છે તો પાણી જ પરંતુ એ પાણીમાં નદીના પાણીના જે ગુણધર્મો હોય છે એમાંનો એકે ય ગુણધર્મ હોતો નથી અને એટલે જ તૃષા છિપાવવા એના શરણે જનારનાં લમણે હતાશા ઝીંકાયા વિના રહેતી નથી.
જગતનો અજ્ઞાની વર્ગ જેને ‘ભૌતિક સુખ'નું લેબલ લગાવીને બેઠો છે એ ભૌતિક સુખ કાં તો સામગ્રી સ્વરૂપ છે
૧
૧
Page #12
--------------------------------------------------------------------------
________________
.
અને કાં તો કલ્પના સ્વરૂપ છે. લાખ પ્રયાસ કરો તમે એમાંથી સુખ મેળવવાના, તમને સુખ ન મળે તે ન જ મળે !
શાશ્વત,
સંસાર એનું નામ છે કે જ્યાં કલ્પના સુખના શિખરની કરવાની અને પટકાવાનું દુઃખની ખાઈમાં ! સંસાર એનું નામ છે કે જે તમને દર્શન કરાવે ફૂલનાં અને તમે એને ચૂંટવા જાઓ ત્યારે તમારા હાથમાં પકડાવી દે કાંટા ! સંસાર એનું નામ છે કે જે તમને લાલચ આપતો રહે કોહિનૂર હીરાની અને તમને વળગાડતો રહે કાંકરાઓ ! સંસાર એનું નામ છે કે જે તમને આશ્વાસન આપે કલ્પવૃક્ષની છાયાનું અને તમને બેસાડી દે બાવળિયાની છાયામાં !
તું પુછાવે છે, સંસારમાં સુખનો અભાવ, અલ્પતા કે અપૂર્ણતા છે? જ્ઞાનીનો જવાબ આ છે. સુખ એ સંસારનો સ્વભાવ જ નથી. પથ્થર પાસે કોમળતાની અપેક્ષા જો રાખવા જેવી નથી, સર્પ પાસે અમૃતની અપેક્ષા જો રાખવા જેવી નથી તો સંસાર પાસે સુખની અપેક્ષા પણ રાખવા જેવી નથી. સાવધાન!
Page #13
--------------------------------------------------------------------------
________________
FિITTIT/IT/IT/IT|TET|T[IT IIT/IT/IT|TET|T/IT/Ir[ITHITI
અધ્યાત્મનો માર્ગ એ તો અંતર્યાત્રાનો જ માર્ગ છે ને? ત્યાં તો એકલાએ જ ચાલવાનું છે અને એકલાએ જ પહોંચવાનું છે ને? જો
હા, તો પછી એ માર્ગ પર “ગુરુ”ની જરૂર શી છે? IIIIIIIIIIIIII
Hપ1િ111111111
પગનો કમજોર એમ કહે કે ચાલવાનું જો મારા જ પગે છે તો લાકડીની મારે જરૂર શી છે? આંખનો કમજોર એમ કહે કે જોવાનું જો મારી આંખે જ છે તો ચશ્માં પહેરવાની મારે જરૂર શી છે? વિદ્યાર્થી જો એમ કહે કે ભણવાનું મારે જ છે તો શિક્ષકને વચ્ચે રાખવાની જરૂર શી છે?
બસ, આ તમામ પ્રશ્નોનો જે જવાબ આપી શકાય એ જવાબ હાર્દિક, તેં પૂછેલા પ્રશ્નનો છે.
શું કહું તને?
ગુરુ એ તો પરમાત્માના મકાનમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર છે. કબૂલ, આપણને નિસ્બત છે મકાન સાથે પણ દ્વારમાં દાખલ થયા વિના મકાનની અંદર આપણે પ્રવેશ શી રીતે કરી શકવાના?
કબૂલ, આપણે પરમાત્મા જ બનવું છે અને પરમાત્માને જ મળવું છે પરંતુ ગુરુ એક એવું તત્ત્વ છે કે જે આપણા જેવા પણ નથી અને પરમાત્મા જેવા પણ નથી. જે આપણી સાથે પણ છે અને પરમાત્માની સાથે પણ છે.
દ્વાર જોયું તો છે ને ? દ્વાર પાસે ઊભેલા માણસની વિશેષતા જોઈ છે? એને બહારનું પણ દેખાતું હોય છે અને અંદરનું પણ દેખાતું હોય છે.
બસ, ગુરુનું સ્થાન આ ‘દ્વાર’નું છે. એમને આપણે પણ દેખાઈએ છીએ અને પરમાત્મા પણ દેખાય છે. એ
૧ ૩
Page #14
--------------------------------------------------------------------------
________________
આપણને પણ મળી શકે છે અને પરમાત્માને પણ મળી શકે છે. બહારથી એ આપણા જેવા લાગતા હોય છે અને અંદરથી પરમાત્મા સાથે એમનું અનુસંધાન ચાલતું હોય છે.
હાર્દિક, ‘ગુરુ” એ તો પૃથ્વી પરનો શ્રેષ્ઠતમ ચમત્કાર છે. એમની તાકાત જે શિષ્ય સમજી શક્યો છે એ શિષ્યને તો ગુરુમાં જ પરમાત્માનાં દર્શન થયા છે. એમની મહાનતાને જે શિષ્ય જોઈ શક્યો છે એ શિષ્યને તો ગુરુમાં જ વીતરાગનાં દર્શન થયા છે. એમની તારકતાને જે શિષ્ય અનુભવી શક્યો છે એ શિષ્યને તો ગુરુમાં જ અચિન્ય શક્તિસમ્પન્નતાનાં દર્શન થયા છે.
જોખમ ઉઠાવીને અપેક્ષાએ કહું તો ગુરુસમર્પિત શિષ્ય એકવાર પરમાત્મા વિના ચલાવી લેવા તૈયાર થઈ જશે પણ ગુરુ વિના તો એ પળભર પણ જીવવા તૈયાર નહીં થાય ! તું પુછાવે છે, અધ્યાત્મના માર્ગ પર “ગુરુ'ની શી જરૂર છે? હું કહું છું, આ માર્ગ પર ગુરુ મળી જતા હોય તો પછી બીજા કોઈની ય ક્યાં જરૂર છે?
Page #15
--------------------------------------------------------------------------
________________
દુઃખમાં પરમાત્માનું સ્મરણ જે તીવ્રતાથી થાય છે એ જ તીવ્રતાથી સુખમાં પરમાત્માનું વિસ્મરણ થઈ જાય છે. સમજાતું તો એ નથી કે દુઃખમાં થતું પ્રભુસ્મરણ એ પ્રભુપ્રેમ છે કે દંભ છે?
મિતેશ, શરીર રોગોથી ઘેરાઈ ગયું હોય અને એ રોગિષ્ઠ અવસ્થામાં દર્દીને થતું ડૉક્ટરનું સ્મરણ એ ડૉક્ટરના પ્રેમનું સૂચક છે કે તંદુરસ્તીના પ્રેમનું?
જો દર્દીને ડૉક્ટર પ્રત્યે પ્રેમ હોત તો શરીર રોગમુક્ત બન્યા પછી ય એના મનમાં ડૉક્ટરનું સ્મરણ થયા જ કરતું હોત. પણ ના, બને છે સાવ ઊલટું, શરીરની રોગગ્રસ્ત અવસ્થામાં જે દર્દી પોતાના બાપને, પત્નીને કે પુત્રને ય એટલા યાદ નથી કરતો, એટલા ડૉક્ટરને યાદ કરે છે, એ જ દર્દી રોગમુક્ત બનતાની સાથે જ ડૉક્ટરને સ્મૃતિપથ પરથી વિદાય કરી દે છે.
ટૂંકમાં, દર્દીનો હૃદયનો પ્રેમ તો તંદુરસ્તી પર જ હોય છે. એ તંદુરસ્તીને અનુભવવામાં ડૉક્ટર સહાયરૂપ બનતા હોવાનું એને લાગે છે અને એટલા પૂરતો એ ડૉક્ટર પાછળ પાગલ બન્યો રહેતો હોય છે.
મિતેશ, તેં જે શંકા વ્યક્ત કરી છે ને, એનો જવાબ આમાં છે. માત્ર દુઃખમાં જ, કષ્ટોમાં અને તકલીફોમાં જ જો તું પ્રભુને યાદ કરે છે, ભજે છે અને સ્તવે છે અને સુખમાં, સુવિધામાં અને અનુકૂળતામાં જ પ્રભુ તારા મનમાંથી સર્વથા. વિસરાઈ જ જાય છે તો એનો અર્થ એટલો જ થાય છે કે દુ:ખમાં તે પ્રભુને યાદ કર્યા હતા, પ્રભુ ગમતા હતા માટે નહીં, સુખ ગમતું હતું માટે જ ! જ્યાં તને સુખ મળી ગયું, તારા મનમાંથી
૧ ૫.
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રભુ આપોઆપ વિદાય થઈ ગયા !
એટલું જ કહીશ કે કેવળ સુખ માટે જ થતા પ્રભુસ્મરણને તું ‘પ્રભુપ્રેમ’નું લેબલ લગાવી ન બેસતો. સાચો પ્રભુપ્રેમ તો તને સુખમાં ય પ્રભુ પાછળ પાગલ બનાવતો રહેશે, સુખમાં ય નારા મનનો કબજો પ્રભુ જ જમાવીને બેસશે.
તું તો વેપારીનો દીકરો છે ને ? જવાબ આપ. મંદીમાં જ તને પૈસા યાદ આવે કે તેજીમાં ય તું પૈસા પાછળ પાગલ બન્ધો રહે ? બજારમાં જ તું સંપત્તિપ્રેમ ટકાવી રાખે કે ઘરમાં ય સંપત્તિ પ્રત્યેનો પ્રેમ હું અકબંધ રાખી દે ! યુવાવસ્થામાં જ સંપત્તિ તને ગમે કે વૃદ્ધાવસ્થામાં ય સંપત્તિ તને એટલી જ ગમે
પ્રભુપ્રેમને તું વાસ્તવિક બનાવવા માગે છે ને ? એક કામ કર. દર્દી ડૉક્ટરને પોતાના હૃદયમાં જે સ્થાન આપે છે એ નહીં પણ વેપારી પોતાના હૃદયમાં સંપત્તિને જે સ્થાન આપે છે એ સ્થાન તું પ્રભુને આપી દે. તારો પ્રભુપ્રેમ વાસ્તવિક બનીને જ રહેશે.
૧૬
Page #17
--------------------------------------------------------------------------
________________
જગતના, ખુદના જીવનના અને ખુદના મનના વ્યવહાર પર નજર કરું છું તો સર્વત્ર ગણિત'ની ભાષા જ વર્ચસ્વ જમાવીને બેસી ગઈ હોય એવું અનુભવાય છે. આવા વાતાવરણ વચ્ચે ‘કાવ્ય”ને સ્થાન ક્યાં આપવું?
હાસ્ય, વાત તારી સાચી છે. માણસ સવારના ઊઠે છે ઘડિયાળના કાંટે, જમવા બેસે છે ઘડિયાળના કાંટે, ગાડી પકડે છે ઘડિયાળના કાંટે, વેપાર કરે છે એ ત્યાંય આવી જાય છે આંકડાની ભાષા. રહેવા માટે એ લૅટ ખરીદે છે ત્યાંય આંકડાની ભાષા વાપર્યા વિના એને ચાલતું નથી. બે કરોડનું ટર્નઑવર, બે હજાર સ્કવેર ફૂટનો બંગલો, પચ્ચીસ લાખનું એમાં ફર્નિચર, ત્રણ ગાડી, પાંચ ઑફિસ, વીસ જોડી કપડાં, પંદર જોડી બૂટ, દુકાનમાં પચાસ લાખનો માલ !
ટૂંકમાં, એ ક્યાંય પણ જાય છે, કાંઈ પણ કરે છે, કોઈની ય સાથે સંબંધ બાંધે છે આંકડાને વચ્ચે લાવ્યા વિના એને ચાલતું જ નથી, આંકડાનો ઉપયોગ કરતા રહ્યા વિના એને ફાવતું જ નથી.
પરિણામ આનું એ આવ્યું છે કે માણસ સંવેદનહીન બની ગયો છે, શુષ્ક, રૂક્ષ અને રિક્ત બની ગયો છે, પથ્થર અને પોલાદ બની ગયો છે, કઠોર અને કર્કશ બની ગયો છે, ભૂકંપ, દાવાનળ અને પ્રલયકાળના વાવાઝોડાનું પ્રતિનિધિત્વ ધરાવી બેઠો છે.
યાદ રાખજે,
ગણિતની જ ભાષા માણસને શ્રીમંત, સફળ અને વિદ્વાન જરૂર બનાવી શકે છે પણ માણસ જો પરમાત્મા, સંત યાવતું સજ્જન બની જવા માગે છે તો એણે પ્રેમની, હૃદયની, કાવ્યની
૧
૭.
Page #18
--------------------------------------------------------------------------
________________
ભાષા શીખી ગયા વિના ચાલે તેમ જ નથી.
શું કહું તને?
આ જગત આજે થોડું-ઘણું પણ જીવવા લાયક જો રહ્યું છે તો એનો સંપૂર્ણ યશ હૃદયના ફાળે જાય છે, હૃદયમાં ધબકતા પ્રેમના ફાળે જાય છે, પ્રેમમાંથી પેદા થયેલ કાવ્યના ફાળે જાય છે.
ગણિતે જગતને આલ્બર્ટ આઈન્સ્ટાઈનની, ગેલેલીયોની, ન્યૂટનની, એડિસનની, જગદીશચન્દ્ર બોઝને ભેટ જરૂર આપી છે પરંતુ જગતને મીરા મળી છે, નરસિંહ મહેતા મળ્યા છે, જ્ઞાનદેવ, નામદેવ કે તુકારામ મળ્યા છે, કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મળ્યા છે, મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજ મળ્યા છે, ગણધર ગૌતમસ્વામી અને પરમાત્મા મહાવીરદેવ મળ્યા છે એની પાછળ તો એક જ પરિબળ કામ કરી ગયું છે કે જે પરિબળનું નામ છે, હૃદય !
હાસ્ય, ગણિતના માર્ગે સફળ તો જનમ જનમ બન્યો. આ જીવનમાં પ્રેમના માર્ગે કદમ મૂકતો જા. કોક જીવનમાં પરમાત્મા બનવાનું તારે પાકું થઈને જ રહેશે.
Page #19
--------------------------------------------------------------------------
________________
T
૧૦
જગતની દૃષ્ટિએ ‘સુખ’માં જેનો સમાવેશ કરી શકાય એવી બધી જ વસ્તુઓ હાથવગી હોવા છતાં શાંતિ, મસ્તી કે પ્રસન્નતા અનુભવનો વિષય બનતા હોય એવું લાગતું નથી. શું કારણ હશે એની પાછળ
દર્શન, કારણો આમ તો ઘણાં હોઈ શકે છે પરંતુ આજના જગતના સંદર્ભને આંખ સામે રાખીને કહું તો એક જ કારણ છે. જીવનનું લક્ષ્ય આજે મેળવવું’ કે ‘પામવું’ એ નથી રહ્યું પરંતુ બીજાથી પાછળ ન રહી જવાય એ બની ગયું છે.
‘મારી પાસે ગાડી હોવી જોઈએ એ નહીં પરંતુ કોઈની ય પાસે ન હોય એવી ગાડી મારી પાસે હોવી જોઈએ’ એ લક્ષ્ય આજે બની ગયું છે. ‘મારા ધરમાં ટી.વી. એટલા માટે હોવું જોઈએ કે મારી આજુબાજુમાં વસતા તમામનાં ઘરોમાં ટી.વી. આવી ગયું છે! આ વૃત્તિ માણસના મગજમાં ઘર કરી ગઈ છે. ‘ફ્રિજની મારે ભલે કોઈ જ જરૂર નથી પરંતુ આખી સોસાયટીમાં બધાયનાં ધરે ફિજ હોય અને મારા ધરે ન હોય એ તો ચાલે જ શી રીતે ?’ આ ગણિતે માણસના મનનો આજે કબજો લઈ લીધો છે.
દર્શન.
તારી જરૂરિયાતોને, તારા પરિવારની જરૂરિયાતોને હજી તું પહોંચી શકે અને પહોંચી વળે પણ બીજા બધા પાસે જે કાંઈ છે એ તમામને તું જો તારી જરૂરિયાતના સ્થાને ગોઠવી દે તો એને પહોંચી વળવામાં તો તને કોઈ જ કાળે સફળતા ન જ મળે એ બિલકુલ સમજાય તેવી વાત છે.
તને ખ્યાલ છે ?
શાંતિનો સંબંધ સંતુષ્ટ ચિત્ત સાથે છે. મસ્તીનો સંબંધ
૧૯
Page #20
--------------------------------------------------------------------------
________________
હાથમાં જે છે એ માણવા સાથે છે. પ્રસન્નતાનો સંબંધ ‘સ્વીકારભાવ' સાથે છે. પ્રતિસ્પર્ધામાં શાંતિ ક્યાં? તૃષ્ણામાં મસ્તી ક્યાં? અધિકની લાલસામાં પ્રસન્નતા ક્યાં ?
તે જે પુછાવ્યું છે એનો આ જવાબ છે. જો શાંતિ તારા અનુભવનો વિષય નથી બનતી, મસ્તી તારા માટે જો જોડણીકોશનો શબ્દ જ બની રહી છે, પ્રસન્નતા જો તને સ્વપ્નવત્ જ ભાસી રહી છે તો એનું આ એક જ કારણ છે. તું અસંતુષ્ટ છે, તારું ચિત્ત લોભથી ગ્રસ્ત છે, તારા મનનો કબજો. તૃષ્ણાએ લઈ લીધો છે. તું અંતહીન એવી વાસનાપૂર્તિની દોટમાં સામેલ થઈ ગયો છે.
સાચું કહું?
સહુને રંજિત કરવા અને સહુથી રંજિત થતા રહેવું. આ બંને નબળી કડીનો તું શિકાર બની ગયો છે. સંતુષ્ટ ચિત્તનો સ્વામી બની જઈને તું આ નબળી કડીને તોડી નાખ અને પછી જો, શાંતિ, મસ્તી અને પ્રસન્નતા તારી સાથે લગ્ન સંબંધે જોડાઈ જવા તૈયાર થાય છે કે નહીં?
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૧
શું દુઃખ એ જ જીવનનો સ્વભાવ છે ? પરિસ્થિતિ ગમે તેવી સર્જાય છે - અનુકૂળ કે પ્રતિકૂળ - દુઃખ જાણે કે કેડો જ નથી મૂકતું. વસ્તુ આકર્ષક મળે છે કે વિકર્ષક, મન દુઃખમુક્ત નથી જ બનતું. હકીકત શી છે ?
મિલન, જે જીવનમાં તને કંટકની વેદનાનો જ અનુભવ થઈ રહ્યો છે એ જ જીવનમાં જ્ઞાનીઓએ પુષ્પની સુવાસની અનુભૂતિ કરી છે. જે જીવનમાં તું સતત મોત તરફ જ ધકેલાઈ રહ્યો છે એ જ જીવનને જ્ઞાનીઓએ મહાજીવનમાં પ્રવેશવાનું કાર બનાવી દીધું છે. જે વનમાં તું સતત સંતાપની આગમાં જસળી રહ્યો છે એ જ જીવનમાં જ્ઞાનીઓએ માનસરોવરની ઠંડકને પોતાના અનુભવનો વિષય બનાવી છે. જે જીવન તારા માટે દુઃખનો પર્યાયવાચી શબ્દ બની ગયું છે એ જ જીવનને જ્ઞાનીઓએ આનંદનો પર્યાયવાચી શબ્દ બનાવી દીધું છે.
જો દુઃખ એ જ જીવનનો સ્વભાવ હોત તો સહુના માટે જીવન દુઃખરૂપ જ બન્યું રહેવું જોઈતું હતું પણ એવું બન્યું નથી. અનેક આત્માઓ માટે જીવન આનંદનું, મસ્તીનું અને પ્રસન્નતાનું કારણ બન્યું જ છે અને આજે ય બની રહ્યું છે.
આના પરથી ફલિત એ થાય છે કે જીવનને સમજવાની બાબતમાં તું ક્યાંક થાપ ખાઈ ગયો છે, જીવનને જીવવાની પદ્ધતિમાં તું કાંક ગરબડ કરી બેઠો છે. જીવનનું મૂલ્યાંકન કરવાની બાબતમાં તું ક્યાંક ચૂકી ગયો છે.
સાચું કહું ?
દુઃખ એ જીવનનો સ્વભાવ નથી, આપણી પોતાની ખરાબ આદત છે. ગુરુત્વાકર્ષાના નિયમની પરવા કર્યા વિના રસ્તા પર તું આડેધડ દોડતો રહે અને પડી જાય તો એમાં રસ્તો
૨૧
Page #22
--------------------------------------------------------------------------
________________
જવાબદાર નથી, તારી લાપરવાહી જ જવાબદાર છે. આગના ઉષ્ણતાના સ્વભાવને સમજ્યા વિના આગમાં તું હાથ નાખી બેસે અને તારો હાથ દાઝી જાય તો એમાં આગનો કોઈ દોષ નથી, દોષ તારી અજ્ઞાનદશાનો છે.
મિલન,
આ સનાતન સત્ય સદાય આંખ સામે રાખજે કે દુઃખ એ આપણું જ પોતાનું બાળક છે, આપણું પોતાનું જ સર્જન છે, આપણું પોતાનું જ ઉત્પાદન છે. આપણા પોતાના અવળા પુરુષાર્થ વિના એ આપણી પાસે આવતું જ નથી. આપણી જ પોતાની અજ્ઞાનદશા વિના આપણી પાસે એ ફરકતું જ નથી. એટલું જ કહીશ તને કે તું જો દુઃખમુક્ત થવા માગે છે તો ખરાબ આદતોથી મુક્ત થતો જા . જ્ઞાનીઓને માટે આ જીવન જો આશીર્વાદરૂપ જ બન્યું છે તો તારા માટે એ જીવન અભિશાપરૂપ શા માટે બન્યું રહે?
વાંચી લે આ પંક્તિઓ. અમૃત પીધું પણ અમર ન થયા, પીવાની રીત ના જાણી,
કાં પેટમાં ગયું નહીં ને કાં ગયું તે પાણી”
Page #23
--------------------------------------------------------------------------
________________
મુત્સદ્દી' નહીં બનો તો જગત તમને ખાઈ જશે. “ચાલાક’ નહીં બનો તો જગતમાં તમારો કોઈ ભાવ નહીં પૂછે. “કાબેલ’નહીંબનો તો જગતમાં તમે પાછળ રહી જશો. આ અવાજની આજે બોલબાલા છે. મારે કરવું શું?
રવીન્દ્ર, આ બધાય અવાજોનું એક જ કેન્દ્રસ્થાન છે, જેનું નામ છે “અહંકાર.’ અને અહંકારની યાત્રા પર જે પણ નીકળી જાય છે એના હાથમાં મંજિલે એક જ ચીજ આવે છે, રાખ. એના નસીબમાં એક જ ચીજ ભોગવવાની આવે છે, પશ્ચાત્તાપ. એના લમણે એક જ ચીજ ઝીંકાતી રહે છે, વિષાદ.
એનું ચિત્ત એક જ પરિબળથી ઘેરાઈ જાય છે, ઉદ્વેગથી. | એક ગંભીરત હકીકત તરફ તારું ધ્યાન દોરું? અહંકાર માત્ર પરમાત્માનો જ દુશ્મન નથી, પ્રેમનો પણ દુશ્મન છે. પરલોક પ્રત્યે જ એ આંખમીંચામણાં કરતો રહે છે એમ નહીં, પાપ અને પુણ્ય પ્રત્યે ય એ આંખમીંચામણાં કરતો રહે છે. પ્રસન્નતા સાથે જ એને બારમો ચન્દ્રમાં હોય છે એવું નથી, પવિત્રતા સાથે ય એને તગડે-છગડે હોય છે.
| મારા આ વિધાનમાં તને શંકા પડતી હોય તો આંખ સામે લાવી દેજે હિટલરને, ચંગીઝખાનને, નાદિરશાહને, સિકંદરને, આઈકમૅનને, તૈમુરલંગને, જનરલ મુત્તોને અને ઈદી અમીન વગેરેને.
આ બધા માત્ર મુત્સદી જ નહોતા, મહામુત્સદ્દી હતા. ચાલાક જ નહોતા, મહાચાલાક હતા. કાબેલ જ નહોતા, મહાકાબેલ હતા. પણ એ તમામનો અંજામ શો આવ્યો એ તારા ખ્યાલમાં છે? કાં તો કૂતરાના મોતે મર્યા, કાં તો આપઘાત કરીને મર્યા અને કાં તો નિઃસાસાના આંસુ પાડતા મર્યા !
*
૨
૩
Page #24
--------------------------------------------------------------------------
________________
શું કહું તને?
મુત્સદ્દી બનવાને બદલે જીવનભર જેઓ સરળ જ રહ્યા, ચાલાક બનવાને બદલે જેઓએ નમ્ર બન્યા રહેવાના માર્ગ પર જ પોતાના કદમ મૂક્યા, કાબેલ બનવાને બદલે જેઓ સહજ જીવન જીવવાના જ હિમાયતી બન્યા રહ્યા એવા એક પણ આત્માની વિદાય કલંકિત, કલુષિત કે કકળાટભરી બની રહ્યાનું તારી જાણમાં હોય તો મને જણાવજે.
રવીન્દ્ર,
સામે ચડીને શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે ગયા હતા અને તોય મહાભારતનું યુદ્ધ થઈને જ રહ્યું એનો તમામ યશ [3] અહંકારના ફાળે જ જાય છે એનો તને જ્યારે ખ્યાલ છે જ ત્યારે તને એટલું જ કહીશ કે મરણ બગાડી નાખે, મિત્રતાને સળગાવી નાખે અને મસ્તીને રફેદફે કરી નાખે એવા અહંકારને અને એનાં જ બાળકો જેવા મુત્સદ્દીપણાંને, ચાલાપણાંને કે હોશિયારીપણાંને તારા જીવનની ગાડીમાં ‘સ્ટીઅરિંગ વ્હીલ’ પર ક્યારેય બેસવા દઈશ નહીં.
Page #25
--------------------------------------------------------------------------
________________
કોઈ પણ પાપના ત્યાગ માટે કે કોઈ પણ ધર્મના સ્વીકાર માટે મન જો મજબૂત જ હોય છે તો પછી એ અંગેની પ્રતિજ્ઞા લેવાનો આપણે ત્યાં આટલો બધો આગ્રહ રાખવામાં કેમ આવે છે?
એટલા માટે કે મન બે જગાએ કમજોર બની જાય છે, ઢીલું પડી જાય છે, ગળિયા બળદ જેવું બની જાય છે. એ બે જગામાંની પહેલી જગાનું નામ છે પ્રલોભન અને બીજી જગાનું નામ છે પીડા.
પાણીને ઢાળ આગળ નીચે ઊતરી જતું અટકાવવું જેમ અશક્યપ્રાયઃ છે તેમ પ્રલોભન આગળ મનને સત્ત્વશીલ બનાવ્યું રાખવું મુશ્કેલપ્રાય છે.
આગના સાંનિધ્યમાં મીણને ઓગળી જતું અટકાવવું જો કષ્ટજનક છે તો પીડાની ઉપસ્થિતિ વખતે મનને ગલત સાથે સમાધાન કરી લેતા અટકાવવું પણ કષ્ટજનક જ છે.
મનના આવા સ્વભાવને આંખ સામે રાખીને જ જ્ઞાનીઓએ મનને પ્રતિજ્ઞાબદ્ધ કરી દેવાની વાત કરી છે. પ્રતિજ્ઞાનો ખ્યાલ મનને પ્રલોભનમાં કે પીડામાં ગલતમાં પ્રવૃત્ત થતાં અચૂક અટકાવીને જ રહે છે.
બાકી ચેતન, એક પ્રશ્ન તને પૂછું ?
તારા હાથમાં સોય હોય અને એને સલામત રાખી દેવા તને કોઈ દોરો આપવા તૈયાર થઈ જાય તો એ દોરાનો સ્વીકાર કરી લેવામાં તું આનાકાની કરે ખરો?
તારી પાસે રૂપિયા ૧૦,૦૦૦ની નોટો છુટ્ટી હોય અને એને સુરક્ષિત રાખી દેવા તને કોઈ પાકીટની ‘ઑફર’ કરે તો
૨ ૫.
Page #26
--------------------------------------------------------------------------
________________
એ પાકીટને સ્વીકારી લેવામાં તું ગલ્લાતલ્લાં કરે ખરો?
જો ના, તો મનની સમ્યફ સમજને સ્થિર અને સુરક્ષિત કરી દેવા જ્ઞાનીઓ પ્રતિજ્ઞા કરી લેવાની વાત કરે છે એને સ્વીકારી લેવામાં ના પાડવા પાછળ કારણ શું છે?
યાદ રાખજે.
મનની બધી જ માંગ શરીર દ્વારા જ પૂરી થાય છે. વાસનાની માગ શરીરની નથી, મનની છે. સ્વાદિષ્ટ ભોજનની, કર્ણપ્રિય સંગીતની, સુંવાળા સ્પર્શની કે મનોહર દશ્યોની માંગ ઇન્દ્રિયોની નથી પણ મનની છે. અને મન પોતાની આ માંગને પૂરી કરવા શરીરને અને ઇન્દ્રિયોને સતત ઉત્તેજિત કર્યા જ કરે છે.
બસ, પ્રતિજ્ઞા અહીં જ આત્માની મદદે આવે છે. મનની ગલતની માંગની પૂર્તિ કરવા તૈયાર થઈ જતા શરીરને એ ગલતમાં પ્રવૃત્ત થતા અટકાવીને જ રહે છે. તું પૂછે છે, મન જો મજબૂત જ છે તો પ્રતિજ્ઞા લેવાની જરૂર શી છે? જ્ઞાનીઓ કહે છે, મન જો મજબૂત જ છે તો પ્રતિજ્ઞા લેવામાં વાંધો
શું છે ?
Page #27
--------------------------------------------------------------------------
________________
લ
૧૪
શરીરમાં પેદા થઈ જતો નાનકડો પણ રોગ જો મનની શાંતિ માટે અત્યારે જોખમી પુરવાર થઈ રહ્યો છે તો મોત વખતની જાલિમ વેદના વખતે મનને શાંત શી રીતે રાખી શકાશે એ પ્રશ્ન મને સતત મૂંઝવી રહ્યો છે. માર્ગદર્શનની અપેક્ષા રાખું છું.
મૃત્યુંજય, મૃત્યુને શાંતિદાયક બનાવી શકાય છે એક જ રસ્તે, જીવનને આપણે આનંદદાયક જો બનાવી શકીએ છીએ તો મોતને શાંતિદાયક બનાવી રાખવામાં આપણને કોઈ જ તકલીફ પડી શકે તેમ નથી.
જવાબ આપ.
જીવન અત્યારે તું આનંદદાયક જીવી રહ્યો છે કે સુખદાયક? પદાર્થો પ્રત્યે નિરપેક્ષ યા તો ઉદાસીન રહીને તું જીવનને આનંદદાયક બનાવી રહ્યો છે કે પદાર્થોના ખડકલા કરતા રહીને જીવનને સુખદાયક બનાવી રાખવા તું દોડધામ કરી રહ્યો છે? ‘નાનું કુટુંબ, સુખી કુટુંબ” એ બોગસ સૂત્રો પર તને ભરોસો છે કે નહીં એની તો મને ખબર નથી, પણ ‘ઓછી સામગ્રી, ઓછી અપેક્ષા, ઓછી જંજાળ, ઓછી દોડધામ, વધુ આનંદ, વધુ મસ્તી, વધુ પ્રસન્નતા” જ્ઞાનીના આ વચન પર તને ભરોસો છે કે નહીં, એ મારે જાણવું છે.
મૃત્યુંજય, અનેક વખતના તારા એક અનુભવની તને યાદ દેવડાવું? ટ્રેનમાં તે મુસાફરી તો અનેકવાર કરી જ હશે. જે સ્ટેશને ઊતરવાનું તે નક્કી કર્યું હશે એ સ્ટેશને તું ઊતરી પણ ગયો હોઈશ પણ યાદ કરીને તું જવાબ આપ. હળવાશ સાથે, લેશ પણ તનાવ વિના તું ક્યા સ્ટેશને ઊતર્યો હતો?
કહેવું જ પડશે તારે કે સામાન જ્યારે તારી પાસે ઓછામાં ઓછો હતો અથવા તો બિલકુલ નહોતો ત્યારે જ તું સંપૂર્ણ
Page #28
--------------------------------------------------------------------------
________________
હળવાશ સાથે સ્ટેશને ઊતરી ગયો હતો.
મારે તને આ જ વાત જણાવવી છે. મોતનું સ્ટેશન જ્યારે આવે ત્યારે તું શાંતિ, મસ્તી અને પ્રસન્નતા અનુભવી શકીશ કે કેમ એ તારા પર નિર્ભર છે. જો તારી પાસે પરિગ્રહ ઓછો હશે, અપેક્ષાઓ ઓછી હશે, આસક્તિ માંદલી હશે, આગ્રહવૃત્તિ કાબૂમાં હશે તો મોતને શાંતિદાયક બનાવતા તને કોઈ જ તકલીફ નહીં પડે.
R
પણ,
દુનિયાભરના પદાર્થો પામી જવાની પ્રબળ આકાંક્ષા તારા મનમાં રમતી હશે, પાંચ ગાડી, ત્રણ બંગલા, છ ફૅક્ટરી અને સો કરોડનું ટર્નઑવર’ આવા જાલિમ પરિગ્રહના ભાર તારી છાતી પર ખડકાયા હશે તો નિશ્ચિત સમજી રાખજે કે આ ‘લગેજ’ તારા મરણને ત્રાસદાયક બનાવીને જ રહેશે.
સંદેશ સ્પષ્ટ છે.
હળવાશ સાથે સ્ટેશને ઊતરી જવું છે? સામાન ઓછો કરી નાખો. પ્રસન્નતા સાથે પરલોકમાં વિદાય થવું છે ? આગ્રહ-આસક્તિ-પરિગ્રહ-વિગ્રહ ઓછા કરી નાખો !
Page #29
--------------------------------------------------------------------------
________________
TITLT/IT|ETIT|TET||T ૧૫ IT|TET|T|T| T|TET|TET|
મહાપુરુષોનાં જીવનની મહાનતાની વાતો જ્યારે પણ સાંભળવામાં આવે છે ત્યારે એ મહાનતાને સ્પર્શવાની અંતરમાં પ્રબળ આકાંક્ષા
પેદા તો થઈ જાય છે પણ એ આકાંક્ષા માત્ર “અરમાન' જ બનીને 2 વિલીન થઈ જાય છે. વિકલ્પ
IIIIIIII
Gujપ||||
પાવન, મનની અનેક પ્રકારની બદમાસીઓ પૈકીની આ પણ એક બદમાસી છે કે એ અસંભવને સંભવ બનાવવાના અરમાનો સેવતું રહે છે પણ સંભવને વાસ્તવિકતાના સ્તર પર લાવવાની બાબતમાં ઘોર ઉપેક્ષા સેવતું હોય છે.
તને જ કહું છું. મહાનતાને સ્પર્શી જવાની આકાંક્ષા તારા મનમાં જો સાચે જ છે તો હમણાં એક કામ કર. મહાનતાને એક બાજુ રાખી દઈને તું તારા જીવન-વ્યવહારમાં માણસાઈની પ્રતિષ્ઠા કરતો જા.
હું તને ખૂબ નજીકથી ઓળખું છું. માત્ર બે-પાંચ રૂપિયા ખાતર રિક્ષાવાળા સાથે ઝઘડી પડતાં તને કોઈ સંકોચ થતો નથી. મામૂલી અપેક્ષા તૂટતા તું પત્ની સાથે પણ તડાફડી કરી દેવામાં પાછું વાળીને જોતો નથી. તારા માટે નકામા થઈ ગયેલા જૂનાં કપડાં પણ તું કોક જરૂરિયાતમંદને આપી દેવા રાજી નથી. પૈસા ખાતર આવતી કાલે સગા ભાઈ સામે પણ કોર્ટમાં દાવો માંડવાની સ્થિતિ આવી જાય તો તું એમાં પીછેહઠ કરે તેવો
નથી.
હું તને પૂછું છું. તું તારામાં “માણસાઈ જીવંત હોવાની સાબિતી આપી શકે તેમ છે ? પરિવાર સાથેના તારા વ્યવહારમાં, તારા માણસો સાથેના વ્યવહારમાં, ધંધાના ક્ષેત્રે ઘરાક -વેપારી સાથેના તારા વ્યવહારમાં માણસાઈ” હંમેશાં
૨૯
Page #30
--------------------------------------------------------------------------
________________
હાજર જ હોય છે એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં તું છે ખરો ?
યાદ તો છે ને તને કે તું જંગલનાં પશુઓ વચ્ચે નથી રહેતો પણ સમાજના માણસો વચ્ચે રહે છે. અત્તરની દુકાનમાં કામ કરનાર માણસ, દુકાનમાં આવતા દરેક માણસને જો અત્તર જ દેખાડતો રહે છે, વિષ્ટા નહીં; તો તારા પરિચયમાં આવતી દરેક વ્યક્તિને તારામાં રહેલ માણસાઈનાં દર્શન જ થવા જોઈએ, પશુતાનાં નહીં - એટલું નક્કી નહીં ?
ભૂલીશ નહીં કે અસંભવને સંભવ બનાવવાની ચેષ્ટા કરવા જતાં સંભવને ‘સંભવ' બનાવવાની હાથમાં રહેલ અમૂલ્ય તક પણ વેડફાઈ જતી હોય છે. ઇચ્છું છું હું કે તારા જીવનમાં આ કરુણતા ન જ સર્જાય. મહાનતાની તારા અંતરમાં જાગી જતી આકાંક્ષાને હું હૃદયથી નમસ્કાર કરું છું પણ હમણાં માણસાઈને જીવંત રાખવાના પ્રયત્નોમાં લાગી જા. એમાં મળતી સફળતા આવતી કાલે તને મહાનતાનો પત્ર સ્વામી બનાવીને જ રહેશે.
३०
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬
સંસારી માણસ રડતો હોય, દુઃખી હોય, ઉદ્વિગ્ન હોય એ તો સમજાય છે પરંતુ પ્રભુનો ભક્ત પણ જો રડતો જ હોય, દુઃખી અને ઉદ્વિગ્ન જ હોય તો પછી હાસ્ય કોના મોઢા પર જોવા મળવાનું?
ચિંતન, સંસારી માણસ હસતો પણ હોય ને, તો ય એના હાસ્યનું કોઈ મૂલ્ય નથી કારણ કે જે સામગ્રીના કારણે, જે સંયોગના કારણે કે જે સંબંધના કારણે એના મુખ પર હાસ્ય ફરકતું જોવા મળે છે એ સામગ્રી, એ સંયોગ અને એ સંબંધ તો તકલાદી છે, કેળના તાર કરતાં પાતળા એવા પુણ્યના પાયા પર એ ઊભા થયા છે. જ્યાં એ પાયો હલ્યો, એ તમામ સામગ્રી, સંયોગ અને સંબંધમાં કડાકો બોલાયો જ સમજો અને એ પાયો હલવાનું નિશ્ચિત્ત જ છે. પ્રશ્ન માત્ર સમયનો છે.
પણ સબૂર !
પ્રભુભક્ત જો રડતો દેખાતો હોય, દુઃખી અને ઉદ્વિગ્ન જણાતો હોય તો એટલું જ કહીશ તને કે આ જગતમાં વખાણવા જેવું સુખ જો કોઈનું ય હોય તો એ માત્ર સંયમીનું જ છે તો આ જગતમાં વંદન કરવા જેવું દુઃખ જો કોઈનું ય હોય તો એ માત્ર પ્રભુભક્તનું જ છે.
કારણ?
આ જ કે ભક્તના દુ:ખના કેન્દ્રમાં પ્રભુવિરહની વ્યથા હોય છે, પ્રભુમિલનની પ્યાસ હોય છે. આ વ્યથા અને આ પ્યાસ અને પ્રભુ સાથે મિલન કરાવીને જ રહેતા હોય છે. અરે, એને ખુદને સમય જતા પરમાત્મા બનાવીને જ રહેતા હોય છે.
શું કહું તને?
૩૧
Page #32
--------------------------------------------------------------------------
________________
દુનિયાભરના પદાર્થોની પ્રાપ્તિના સંસારીના સુખને તું ત્રાજવાના એક પલ્લામાં મૂક અને ભક્તના પ્રભુવિરહના દુઃખને ત્રાજવાના બીજા પલ્લામાં મૂક. નમી જવાનું ગૌરવ ભક્તના દુઃખના પલ્લાને જ મળવાનું છે. અંતિમ હાસ્ય ભક્તના ચહેરા પરના દુઃખને ભાગે જ આવવાનું છે. જગતના ચોગાનમાં ભકતનું દુઃખ જ વિજેતા બનીને બહાર આવવાનું છે.
ચિંતન,
પદાર્થપ્રાપ્તિના સુખનું હાસ્ય તો આ જગતમાં દુર્જનને ય સુલભ છે જ્યારે પ્રભુવિરહનું દુ:ખ તો, આ સંસારમાં ભક્ત સિવાય બીજા કોઈને ય સુલભ નથી. મેં અને તેં, સંસાર પરિભ્રમણના અનંતકાળમાં પદાર્થપ્રાપ્તિનું સુખ તો અનંતીવાર અનુભવ્યું છે. આવ, આ જીવનમાં હું અને તું, પ્રભુવિરહના દુ:ખના માલિક બની જઈએ. યાદ છે ને તને ? બાળકની આંખમાંથી વહેતા આંસુ બાળકને મમ્મીનું મિલન કરાવીને જ રહે છે. પ્રભુમિલનનું સદ્ભાગ્ય પામવું છે ને ? પ્રભુવિરહ રડતો જ રહે !
૩૨
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૭
વાસના અને પ્રેમ વચ્ચેનો તફાવત સમજાતો નથી. કારણ કે બંનેમાં આકર્ષણ અનુભવાય છે, ખેંચાણ થાય છે, જાત ભુલાઈ જાય છે. નિર્ણય શી રીતે કરવો કે આ વાસના છે અને આ પ્રેમ છે ?
સ્નેહ, પાણી અને વરાળ એ બંને વચ્ચે જે તફાવત છે બસ. એ જ તફાવત વાસના અને પ્રેમ વચ્ચે છે. પાણી જેમ નીચાણ તરફ જ જતું રહે છે તેમ વાસના કાયમ માટે આત્માને નીચે તરફ જ લઈ જતી હોય છે. નીચે તરફ એટલે ? દુર્બુદ્ધિ તરફ, દુર્ગુણો તરફ અને દુર્ગતિ તરફ !
જ્યારે પ્રેમ એ તો વરાળ જેવો છે. વરાળ જેમ ઉપર તરફ જ જતી હોય છે તેમ પ્રેમ આત્માને ઉપર તરફ જ લઈ જતો હોય છે. ઉપર તરફ એટલે ? સદ્ગુદ્ધિ તરફ, સદ્ગુણો તરફ, સદ્ગતિ તરફ ધાવતું પરમગતિ તરફ પણ !
એક વાતનો તને ખ્યાલ છે ? પાણીનું શુદ્ધ સ્વરૂપ એ જો વરાળ છે તો વરાળનું અશુદ્ધ સ્વરૂપ એ પાણી છે. બસ, એ જ ન્યાયે વાસનાનું શુદ્ધ સ્વરૂપ એ જો પ્રેમ છે તો પ્રેમનું અશુદ્ધ સ્વરૂપ એ વાસના છે.
તને સમજાય એ ભાષામાં કહું તો આકર્ષણના કેન્દ્રમાં જ્યારે પદાર્થ' આવે છે ત્યારે એ આકર્ષણ વાસના સ્વરૂપ બની જાય છે અને આકર્ષત્રના કેન્દ્રમાં જ્યારે પરમાત્મા’ આવે છે ત્યારે એ આકર્ષણ પ્રેમસ્વરૂપ બની જાય છે. દુઃખદ હકીક્ત એ છે કે આ જગતના બહુજનવર્ગે તો વાસનાને જ ‘પ્રેમ’નું નામ આપી દીધું છે. ‘સ્ત્રી પર મને બહુ પ્રેમ છે’ આવી ગુલબાંગ ફેંકનારને એટલું જ તું પૂછી જોજે કે સ્ત્રી પ૨
૩૩
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રેમ એટલે કોના પર પ્રેમ ? સ્ત્રીના શરીર પર પ્રેમ કે
સ્ત્રી શરીરમાં રહેલ આત્મા પર પ્રેમ ? સ્પષ્ટ જવાબ તને આ જ મળશે કે સ્ત્રી શરીર પર પ્રેમ છે !
અને
વાસનાને “પ્રેમ”નું નામ આપી દેવાનું દુષ્પરિણામ આજે કોણ નથી અનુભવતું એ પ્રશ્ન છે. કોનાં લગ્નજીવનમાં શાંતિ, પ્રસન્નતા અને આનંદ છે? કોનું લગ્નજીવન મસ્તીપૂર્વક પસાર થઈ રહ્યું છે? સર્વત્ર ઉકળાટ છે, ઉદ્વેગ છે, ફરિયાદ છે, તનાવ છે અને આવેશ છે. કહેવું હોય તો એમ કહી શકાય કે લગ્નજીવનની બધી જ મસ્તી આજે લગ્ન સમયે પડાવેલ ફોટાઓના આલબમમાં કેદ થઈ ગઈ છે. | સ્નેહ, વાસનાનાં જીવનો તો બહુ પસાર કર્યા. આ જીવન તું પ્રેમનું બનાવી દે. પ્રેમનું એટલે? આકર્ષણના કેન્દ્રમાં કાં તો પરમાત્મા હોય અને કાં તો પરમાત્માના પરિવાર સ્વરૂપ પવિત્રતા-પ્રસન્નતા-પુણ્ય હોય ! તારું ઊર્ધ્વગમન નિશ્ચિત બની જશે.
Page #35
--------------------------------------------------------------------------
________________
ધર્મ આત્માને વિશ્રામમાં લઈ જાય છે એવું સાંભળીને ધર્મમાર્ગે પ્રવૃત્ત તો થયો પરંતુ કહેવા દો મને કે ધર્મ મારા માટે કષ્ટકારક અને તનાવદાયક જ પુરવાર થયો છે. મેં સાંભળ્યું એ ખોટું કે મારો અનુભવ ખોટો છે?
તૈજસ, તારા પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં મારે તને એક એવી વાત જણાવવી છે કે જે વાત સમજાતાં જ તને તારા પ્રશ્નનો જવાબ મળી જશે.
જવાબ આપ.
વ્યાયામ માણસ શા માટે કરે છે? શરીરને થકવી નાખવા કે તંદુરસ્ત રાખવા ? તારો આ જ જવાબ હશે કે શરીરને તંદુરસ્ત રાખવા !
હવે બીજો જવાબ આપ.
નવો વ્યાયામ શરીરને થકવી નાખે છે કે તાજગી આપે છે? જવાબ તારો આ જ હશે કે નવો વ્યાયામ શરીરને થકવી નાખે છે. આ તો પ્રશ્ન એ છે કે વ્યાયામ જો શરીરને થકવી જ નાખે છે તો પછી માણસ વ્યાયામ કરે છે શું કામ? એટલા માટે કે એ જ વ્યાયામ જો સતત ચાલુ જ રહે છે તો લાંબે ગાળે એ વ્યાયામ શરીર માટે લાભદાયક પુરવાર થઈને જ રહે છે.
ટૂંકમાં, નવો વ્યાયામ શરીરને થકવી નાખે છે પણ એ જ વ્યાયામ જો અભ્યાસરૂપ બની જાય છે તો અભ્યાસરૂપ બની. જતો એ વ્યાયામ શરીર માટે તાજગીદાયક પુરવાર થઈને જ રહે છે.
‘ધર્મ આત્માને વિશ્રામમાં લઈ જાય છે... જ્ઞાનીનું આ વચન જો સો ટકા સાચું છે તો ધર્મ તારા માટે કષ્ટકારક અને
પણ છે.
આ
૩૫
Page #36
--------------------------------------------------------------------------
________________
તનાવદાયક પુરવાર થયાનો તારો અનુભવ પણ સો ટકા સાચો જ છે. આમાં વિરોધાભાસ ભલે દેખાતો હોય પણ વિરોધાભાસ જેવું કાંઈ જ નથી.
કારણ કે,
તારો આજનો ધર્મ નવા વ્યાયામની કળાઓ છે, એ તને કષ્ટદાયક લાગવાનો જ છે પરંતુ એ છતાં ય તું જો એ ધર્મને લાંબા સમય સુધી પકડી જ રાખીશ તો આવતી કાલે એ ધર્મ તારા માટે વિશ્રામનું કારણ બનીને જ રહેશે.
તૈજસ,
મારો પોતાનો આ જ અનુભવ છે. સંયમજીવનના શરૂઆતના દિવસો મારા માટે ય કષ્ટદાયક જ હતા પણ આજે ? પ્રસન્નતાના એ ગગનમાં મારું મન અત્યારે ઊડી રહ્યું છે કે જે પ્રસન્નતા કદાચ ચક્રવર્તીના અનુભવનો વિષય પન્ન નહીં બનતી હોય ! કારણ ? આ જ. ધર્મ મેં સતત પકડી જ રાખ્યો. ધર્મારાધનાનો રસ મેં સતત જાળવી જ રાખ્યો. મારી તને પણ આ જ સલાહ છે. ધર્મક્ષેત્રના તારા અત્યારના અનુભવને વજન આપ્યા વિના ધર્મ નું ચાલુ જ રાખ. ન્યાલ થઈ જઈશ.
૩
Page #37
--------------------------------------------------------------------------
________________
મનના ભાવોને છુપાવ્યા વિના આપની પાસે ખુલ્લો એકરાર કરું છું કે મારા માટે યાવતું મારા પરિવાર માટે નકામાં થઈ ગયેલ મારાં માતા-પિતા મને અત્યારે બોજરૂપ લાગી રહ્યા છે ! આપનું કોઈ સૂચન?
ધૈર્ય, વૃક્ષ ફળ આપવાનું બંધ કરે છે ત્યારે ય એનું છાયા આપવાનું તો ચાલુ જ હોય છે એ તારા ખ્યાલમાં જ
હશે.
ગાય દૂધ આપવાનું બંધ કરે છે ત્યારે ય એનું છાણ અને મૂત્ર આપવાનું તો ચાલુ જ હોય છે એ ય તારા ખ્યાલમાં જ હશે.
તું તારાં જીવંત માતા-પિતાને અત્યારે ‘નકામાં' માની બેઠો છે એમ? તારા માટે “નકામાં’ની વ્યાખ્યા શી છે? તું એ અપેક્ષા તો નથી રાખતો ને કે તારા પિતાએ આ ઉંમરે પણ પૈસા કમાવા જ જોઈએ ! તું એ ગણતરીમાં તો નથી રાચતો ને કે તારી માતાએ આ ઉંમરે પણ રસોડું સાચવવું જ જોઈએ ! તું ઇચ્છે છે શું તારા વૃદ્ધાવસ્થાએ પહોંચેલાં માતા-પિતા પાસે ?
આ એ માતા-પિતા છે કે જે તારા જન્મદાતા બનીને જ અટકી નથી ગયા પરંતુ જીવનદાતા પણ બન્યા છે અને સંસ્કારદાતા પણ બન્યા છે. તારા સુખ માટે એમણે પોતાનાં ઢગલાબંધ સુખોનું બલિદાન પણ આપ્યું છે તો તને દુઃખથી દૂર રાખવા, પોતે ઢગલાબંધ દુઃખોને ભોગવી પણ લીધા છે !
આવા ઉપકારી અને સુખકારી મા-બાપ આજે તને નકામાં લાગી રહ્યા છે? એમની ઘરમાં હાજરી તને આંખના કણાની જેમ ખૂંચી રહી છે? ઊંડે ઊંડે તારા મનમાં એમની વિદાય જલદી થઈ જાય એવી હલકટ વૃત્તિ ધબકી રહી છે ?
૩૭
Page #38
--------------------------------------------------------------------------
________________
વૈર્ય, એક વાત તું સતત આંખ સામે રાખજે કે માણસ ‘વિરોધ’માં તો હજી ય સ્વસ્થતા ટકાવી શકે છે પરંતુ ‘ઉપેક્ષા’માં તો તૂટી જ જાય છે. જે માળીએ બગીચાને ઊભો કરવામાં અને લીલોછમ રાખવામાં જિંદગીના મહત્ત્વનાં વરસો ખરચી નાખ્યા હોય એ માળી પોતાના જ બગીચામાં પોતાના જ પુત્રોથી જ્યારે ઉપેક્ષિત થઈ રહ્યો હોય ત્યારે એ માળીની મનોદશા કેવી કરુણ થઈ જતી હશે, એની તને કોઈ કલ્પના નથી. . એટલું જ કહીશ તને કે તારાં માતા-પિતા આજે નકામાં નથી થઈ ગયા પણ આવા ઉપકારી માતા-પિતાને ‘નકામાં માની બેઠેલું તારું મન જ નકામું - વિકૃત અને ભયંકર બની ગયું છે. માતા-પિતા તારા માટે બોજરૂપ નથી પરંતુ ગટર જેવું ગંધાતું તારું ખુદનું મન જ તારા માટે બોજરૂપ છે.
મારી તને એક જ સલાહ છે. તારા મનને તું સુધારી દે. તારા મનને તું અત્તરની દુકાન જેવું બનાવી દે. પછી આ માતા-પિતા તને નકામાં નહીં લાગે, વિશ્રામરૂપ લાગશે !
૩૮
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
લાખ પ્રયાસ પછી ય મનને અતીતની ગલત સ્મૃતિથી અને ભવિષ્યની ફોગટ ચિંતાથી મુક્ત રાખવામાં હું સફળ બની શકતો નથી. કોઈ એવો મંત્રખરો કે જે મનને સ્મૃતિ-ચિંતાથી મુક્ત કરીને જ રહે.
' રાજેશ, અંધને જીવનભરને માટે સુરક્ષિત કરી દેવાનો શ્રેષ્ઠ વિકલ્પ, એના હાથમાં લાકડી પકડાવી દેવી એ નથી પરંતુ એને આંખ આપી દેવી એ છે.
જે તકલીફથી મુક્ત થવા મારી પાસે મંત્રની માગણી કરી છે એ તકલીફ એવી નથી કે જે મંત્ર ગણવાથી દૂર થઈ જાય, એ તકલીફથી મુક્ત થવા તો સમ્યક સમજ જ કેળવવી જરૂરી છે. અને અહીં તને હું સમ્યક સમજની જ કંઈક વાત
અતીત એ છે કે જે વીતી ચૂક્યું છે, મરી ગયું છે, ચાલ્યું ગયું છે અને ભવિષ્ય એ છે કે જે આવ્યું જ નથી, જળ્યું જ નથી, ઉપસ્થિત જ થયું નથી. જ્યારે વર્તમાન એ છે કે જે અત્યારે હાજર જ છે, જીવંત જ છે, તારી સામે જ છે.
તારી ભાષામાં તને સમજાવું તો મૃત વ્યક્તિના થઈ ગયેલ અગ્નિસંસ્કાર એ અતીત છે. જેનો હજી જન્મ જ નથી થયો એવું બાળક એ ભવિષ્ય છે, જ્યારે તારી સામેજ ઊભેલો યુવાન પુત્ર એ વર્તમાન છે. | હું તને જ પૂછું છું.
તું ચિંતા કરે તો કોની કરે ? તું સાચવે તો કોને સાચવે ? તું માવજત કરે તો કોની કરે ? તારી સામે ઊભેલા યુવાન પુત્રની જ ને? .
બસ, મારે તને આ જ કહેવું છે. જો અતીતની સ્મૃતિ
Page #40
--------------------------------------------------------------------------
________________
અને ભવિષ્યની ચિંતા એ બંને ભેગા થઈને તારા વર્તમાનનું બલિદાન લઈને જ રહેતા હોય તો સમજણપૂર્વક તારે એ ગલત રાહેથી પાછા ફરીને તારા વર્તમાનને સાચવી લેવો જોઈએ. વર્તમાનનો સદુપયોગ કરી લેવો જોઈએ.
એક અતિ મહત્ત્વની વાત તને કરું ? આજે તને જે અતીત લાગે છે એ પણ એક વાર તો તારા હાથમાં વર્તમાન બનીને જ આવ્યો હતો અને આજે તને જે ભવિષ્ય લાગે છે એ પણ તારા હાથમાં જ્યારે પણ આવવાનું છે ત્યારે વર્તમાન બનીને જ આવવાનું છે. - જો વર્તમાનને ચૂકતા જ રહેવાની તને આદત પડી જશે તો જીવનના અંત સમય સુધી તું એ જ માનસિક તનાવ અનુભવતો રહેવાનો કે જે તું અત્યારે અનુભવી રહ્યો છે ! વાંચી લે એક વિચારકની આ પંક્તિઓ – | ‘ગઈકાલના અફસોસથી અને આવતીકાલની ચિંતાથી જો હૃદયને ભરી દેશો તો આજે તમારી પાસે આભાર માનવા માટે કાંઈ જ બચ્યું નહીં હોય !”
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૧
પર્વતની તળેટી પર ઊંટ લગભગ જોવા નથી મળતું. મોટે ભાગે એ રણપ્રદેશમાં જ જોવા મળે છે. શું ઊંટને પર્વતનો ડર લાગતો હોય છે ? શું રણપ્રદેશ ઊંટને સલામત લાગતો હોય છે ? આના પર કંઈક પ્રકાશ પાડો એમ ઈચ્છું છું.
જ્યોતીન્દ્ર, પર્વતથી દૂર રહેવાના અને રણપ્રદેશની નજીક વસવાના ઊંટના સ્વભાવ પાછળ શું કારણ હશે એની તો ઊંટને પોતાને જ ખબર હોય ને ? કારણ કે એ પશુ છે, આપણે માણસ છીએ. પશુ-પંખીની ચેષ્ટા અંગે માણસ વધુમાં વધુ અનુમાન જ કરી શકે પણ એ અનુમાનને હકીકતનું પીઠબળ હોય જ એવું નિશ્ચિત્ત તો શેં કહી શકાય ?
પણ, ઊંટ અંગે તે જે કાંઈ લખ્યું છે એ બધું ય અહંકારને બરાબર લાગુ પડે છે અને એટલે જ અહીં એ સંદર્ભમાં કેટલીક વાત તને હું જણાવવા માગું છું.
અહંકારની સૌથી મોટી વિશેષતા એ હોય છે કે એ ક્યારેય પોતાનાથી ચડિયાતાની દોસ્તી કરવા તૈયાર હોતો નથી. પવંત પાસે જતાં ઊંટ એટલા માટે મોભ અનુભવતું હશે કે પર્વતની આગળ એ સાવ વામણું જ લાગતું હશે જ્યારે રણપ્રદેશ આગળ તો એ પોતે જ પર્વતતુલ્ય બની જતું હશે.
હા. નંબર એક પર જ હેવું, વિશિષ્ટ જ બનવું, બધાયની આગળ જ રહેવું, પોતાના તરફ જ બધાયનું ધ્યાન કેન્દ્રિત રાખવું, બધા કરતા અલગ જ તરી આવવું, આ જ તો અહંકારની માગ હોય છે, ખાસ હોય છે અને ભૂખ હોય છે. અને એ માગ, પ્લાસ અને ભૂખ સંતોષવા એ કાયમ માટે પોાતના કરતાં જે નીચે હોય છે. પાછળ હોય છે એની જ સાથે દોસ્તી કરતો હોય છે.
૪૧
Page #42
--------------------------------------------------------------------------
________________
રણપ્રદેશના લાંબા પટ પર દોડી રહેલ ઊંટ કોની નજરમાંથી બાકાત રહી જતું હશે એ પ્રશ્ન છે અને વિરાટ પર્વત પાસે ઊભું રહી જતું ઊંટ કોની નજરનો વિષય બનતું હશે એ પ્રશ્ન છે.
અહંકારને આ વાસ્તવિકતાનો બરાબર ખ્યાલ હોય છે અને એટલે જ એ ક્યારેય પોતાના કરતા નીચલી કક્ષાએ રહેલા સાથે દોસ્તી જમાવી લેવાની તકને જતી કરતો નથી તો પોતાના કરતા આગળ રહેલા સાથે દોસ્તી કરવાની સ્વપ્નમાં ય એ ભૂલ કરતો નથી.
પણ સબૂર !
આ શૈલીમાં જીવી રહેલ અહંકાર પોતાના તરફ સહુનું ધ્યાન આકર્ષિત કરવામાં ભલે સફળ બનતો હશે પણ પોતાનું શુદ્ધીકરણ કરવામાં અને એ શુદ્ધીકરણ કરવા દ્વારા સિદ્ધિગતિને પામી જવામાં તો એ ક્યારેય સફળ બનતો નથી. દડો તારા મેદાનમાં છે. વિશિષ્ટ બન્યા રહેવા દ્વારા વિકાસની શક્યતા પર પૂર્ણવિરામ મૂકી દેતા ઓ અહંકાર ! તારી સાથે મારે કિટ્ટા છે!
૪
૨
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૨
દુઃખથી છુટકારો મેળવવાના પ્રયાસોમાં સફળતા નથી જ મળી મને, એવું તો નહીં કહું પણ એ સફળતા ચિરંજીવી આજસુધી તો નથી બની શકી. કારણ શું હશે એની પાછળ, એ હું જાણવા માગું છું.
બી
સંવેગ, કૂતરાની પૂછડીને સીધી રાખવામાં જો કાયમી સફળતા મળે, પથ્થરને ઉપર તરફ જ ધકેલતા રહેવામાં જો કાયમી સફળતા મળે, પાણીને ઉષ્ણ રાખવામાં જો કાયમી સફળતા મળે તો જ સંસારમાં રહેનાર વ્યક્તિને - પછી ચાહે એ સજ્જન હોય કે દુર્જન હોય, સાધુ હોય કે સંસારી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, શ્રીમંત હોય કે દરિદ્ર હોય - દુઃખથી છુટકારો મેળવવામાં કાયમી સફળતા મળે!
હા. એક વિકલ્પ એવો છે ખરો કે જે વિકલ્પ તને દુ:ખમાં ય દુ:ખનો અનુભવ થવા ન દે, પ્રતિકૂળતામાં ય તને પ્રતિકૂળતાજન્ય વ્યથાનો અનુભવ થવા ન દે, અગવડમાં ય તને અગવડતાજન્ય વેદનાનો અનુભવ થવા ન દે.
કયો છે એ વિકલ્પ, એમ જો તું પૂછતો હો તો એનો જવાબ આ છે. દુઃખ ભલે એમ ને એમ રહે, દુઃખને જોવાનો તારો દૃષ્ટિકોણ બદલી નાખ. હકારાત્મક દૃષ્ટિકોણ, સમ્યક દૃષ્ટિકોણ, વિધેયાત્મક દૃષ્ટિકોણ તારા દુઃખને કદાચ રવાના ભલે નહીં કરે પણ તને દુઃખી બનાવતા રહેવાની દુ:ખની તાકાતને તો એ તોડી જ નાખશે.
સંવેગ, મનની વક્રતા આ છે કે એ દુઃખી થવા તૈયાર છે પણ દૃષ્ટિકોણ બદલવા તૈયાર નથી. એ હતાશ થવા તૈયાર છે પણ હકારાત્મક અભિગમ અપનાવવાની એની કોઈ જ
Page #44
--------------------------------------------------------------------------
________________
પ
.
તૈયારી નથી. એ વેદના ભોગવવા તૈયાર છે પણ વિધેયાત્મક અભિગમ સાથે દોસ્તી જમાવી દેવા એ તૈયાર નથી.
એક પ્રયોગ બતાવું?
ધાર કે તારા શરીરમાં ૧૦૨ ડિગ્રી તાવ છે. શરીર તારું ધખે છે, પગ તારા તૂટે છે, માથું તારું ભમે છે, પેટ તારું ખેંચાય છે. આ સ્થિતિમાં મન તારું એમ કહે છે કે “આટલો બધો તાવ? આટલી બધી કળતર ?”
અહીં અપનાવી લે સમ્યક દૃષ્ટિકોણ.
‘આટલો જ તાવ ? અને માત્ર તાવ જ ? અલ્સર નહીં ? કૅન્સર નહીં? ઝાડા નહીં ? લોહીની ઊલટી નહીં ? પ્રભુ, તારી પરમ કરુણા કે આટલી જ વેદના મારે લમણે ઝીંકાઈ !”
શું તું એમ માને છે કે આ દૃષ્ટિકોણ અપનાવ્યા પછી ય તારું મન ઉદ્વિગ્નતાનું શિકાર બન્યું રહેશે? હરગિજ નહીં.
સર્પ [દુઃખ ભલે હટે નહીં, એનામાં રહેલ ઝેર [ગલત દૃષ્ટિકોણ ને દૂર કરી દે. પછી તારે ડરવાનું કોઈ કારણ નહીં રહે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૩)(IT).
વ્યક્તિઓ સાથેના સંપર્કનાં સાધનો પુષ્કળ વધ્યા હોવા છતાં અને સરળતાથી ઉપલબ્ધ છતાં ખબર નહીં, એ સંપર્કમાં નથી આત્મીયતા અનુભવાતી કે નથી કોઈ ઉષ્મા અનુભવાતી. કારણ શું હશે એની પાછળ ?
નમન, મંદિરમાં થતી આરતી વખતે ઘંટનું વાર્ડ અને મશીન વગાડે, એ બે વચ્ચે કંઈક ફરક તો રહેવાનો જ ને ? તારા મિત્રને તું રૂબરૂ મળે અને ટેલિફોનના માધ્યમે મળે, અનુભૂતિમાં ફરક તો અનુભવાવાનો જ ને ? મારા હસ્તાક્ષરવાળો પત્ર તને મળે અને એ પત્રની ઝેરોક્સ નક્ક તને મળે, તારા હ્રદયમાં ઊઠતાં સંવેદનોમાં ફરક તો પડવાનો જ ને ? એક ચીજનું સર્જન માણસ કરે અને એ જ ચીજનું સર્જન મશીન કરે, એનો ઉપયોગ કરનારની અનુભૂતિમાં કઈક તો તફાવત પડવાનો જ ને ? અરે, જીવંત પાત્રોવાળું નાટક તું જુએ અને થિયેટરના પડદા પર પ્રગટ ધનું પિક્ચર જુએ, તારા હૃદયમાં ઊઠતી લાગણીઓમાં ફરક તો રહેવાનો જ ને !
તેં જે પુછાવ્યું એનો આ જ જવાબ છે.
સંપર્કનાં સાધનો જરૂર વધ્યા છે પણ જીવંત નહીં, મૃત ! ટેલિફોન, ઈ-મેઈલ, વેબસાઇટ, ટેલિવિઝન, કેબલ, વિડીયો, ઉપગ્રહ, સેટેલાઇટ કેબલ વગેરે બધાયમાં જીવંતતા ક્યાં ? સંવેદનશીલતા ક્યાં ? લાગણીશીલતા ક્યાં ?
નમન,
વિજ્ઞાનયુગે માલસ-માણસ વચ્ચેના હજારો માઈલોના અત્તરને નામશેષ કરી નાખવામાં સફળતા જરૂર હાંસલ કરી છે પણ એ અંતરને નામશેષ કરી નાખતાં સાધનોના બેફામ
૪૫
Page #46
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ માણસ-માણસ વચ્ચે રહેલ આત્મીયતાના સંબંધમાં કરુણતાજનક હદે કડાકો બોલાવી દીધો છે.
ભૂકંપની તબાહી માણસ ટી.વી. પર નજરોનજર જોઈ રહ્યો છે, હજારો માણસોને મકાનોના કાટમાળ હેઠળ દબાઈ જતા એ નજરોનજર જોઈ રહ્યો છે. એમનાં શરીરમાંથી વહી રહેલ લોહી, એમનાં શરીરનાં ક્ષત-વિક્ષત અંગોપાંગો, એમના વિકૃત ચહેરાઓ, એ સહુની દિલ પીગળાવી નાખતી ચીસો, આ બધું ય ટી.વી. પર એને દેખાઈ રહ્યું છે અને સંભળાઈ રહ્યું છે અને છતાં એના હાથમાં રહેલ ચાનો કપ પડી જતો નથી, છૂટી જતો નથી, ખિન્ન વદને કપ નીચે મૂકી દઈને એ ચા પીવાનું માંડી વાળતો નથી.
નમન, મારી તને ખાસ સલાહ પણ છે અને ભલામણ પણ છે કે જીવંત વ્યક્તિઓ સાથેના સંપર્કમાં મશીનોનો ઉપયોગ તું જે હદે ટાળી શકતો હોય તે હદે ટાળતો રહેજે. તારા શરીરને ટકાવી રહેલ હૃદયની જેમ તારા જીવન માટે પ્રોત્સાહક બનતી સંવેદનશીલતાને તું અચૂક જીવતદાન આપી શકીશ.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪
પાપી પ્રત્યે જો સજ્જનોના અંતઃકરણમાં સહાનુભૂતિની લાગણી ધબકતી રહે જ છે તો એવી જ લાગણી વ્યસની પ્રત્યે સહુનાં હૃદયમાં ધબકતી કેમ નહીં રહેતી હોય? શું વ્યસની પાપી કરતાં વધુ ખતરનાક છે?
સ્વપ્નિલ, પાપ અને વ્યસન વચ્ચેનો એક મહત્તમ તફાવત તું આંખ સામે રાખજે. પાપ એ છે કે જે ખુદને જ બરબાદ કરે છે જ્યારે વ્યસન એ છે કે જે ખુદને તો બરબાદ કરે જ છે પરંતુ સાથોસાથ પરિવારને પણ બરબાદ કરે છે. પાપી જાતને માટે જ ખતરનાકપુરવાર થાય છે જ્યારે વ્યસની તો કોના માટે ખતરનાક પુરવાર નથી થતો એ પ્રશ્ન છે.
પાપી બીજાને માટે ગલત આલંબનરૂપ પુરવાર નથી પણ થતો પરંતુ વ્યસની તો અનેક માટે ગલત આલંબનરૂપ પુરવાર થતો રહે છે. અરે, પાપીને હજીય કોકની શરમ નડે છે અને પાપ કરતા એ અટકી જાય છે પરંતુ વ્યસની તો બેશરમ બનીને સહુની વચ્ચે વ્યસનનું સેવન કરતો રહે છે.
વ્યસનીની એક અતિ ખતરનાકતા તરફ તારું ધ્યાન દોરું? તું મને જવાબ આપ. એક એવા ડૉક્ટર છે કે જે દર્દીનું ઑપરેશન તો સરસ રીતે કરે છે પણ એમના સ્વભાવ મુજબ અડધા ઑપરેશને દર્દીને ઑપરેશન ટેબલ પર સૂતેલો રાખીને પોતે ઑપરેશન થિયેટરની બહાર નીકળી જાય છે. તારે ખુદને ઑપરેશન કરાવવાનો પ્રસંગ આવ્યો હોય તો તું એ ડૉક્ટર પાસે ઑપરેશન કરાવે ખરો?
જો ના, એ જ તારો જવાબ હોય તો હું તને એટલું જ કહું છું કે વ્યસની – પછી ચાહે એ સિગરેટનો વ્યસની હોય કે દારૂનો વ્યસની હોય, જુગારનો વ્યસની હોય કે ગુટખાનો
४७
Page #48
--------------------------------------------------------------------------
________________
વ્યસની હોય – આ ડૉક્ટર જેવો છે, કે જે પોતાની યુવાન પત્નીને, નિર્દોષ બાળકોને અને સહારાની અપેક્ષા રાખીને જીવન પસાર કરી રહેલ માતા-પિતાને નિઃસહાય અવસ્થામાં છોડીને સ્મશાનમાં જઈને સૂઈ જાય છે.
સ્વપ્નિલ, મેં મારી આંખ સામે ગુટખાના સેવને કૅન્સરનો ભોગ બનેલા કેટલાય યુવાનોને પરલોક ભેગા રવાના થતા જોયા છે. એમાંના એક યુવાનની પત્નીએ તો આંખમાં આંસુ સાથે મને વિનંતિ કરી છે કે ‘મહારાજ સાહેબ, આપની યુવાશિબિરમાં આવી રહેલા યુવાનોને એક વાત ખાસ કરજો કે “જો તમે કોઈ પણ પ્રકારના વ્યસનના શિકાર હો તો મહેરબાની કરીને લગ્ન કરતાં જ નહીં. તમે તો યુવાનીમાં મરીને છૂટી જશો પણ તમારી પાછળ તમારો પરિવાર તો, જીવતાં જ મરી જશે !'
સ્વપ્નિલ, વ્યસની તિરસ્કારપાત્ર નથી જ પણ પોતે જ સહુનો તિરસ્કારપાત્ર બનવા દોડતો હોય તો એનું કરવું શું ?
४८
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૫
દુઃખ અપ્રિય હોવા છતાં જીવનમાં આવે જ છે, એને દૂર કરવાના લાખ પ્રયાસો છતાં ય એ જીવનમાં અડ્ડો જમાવીને પડ્યું-પાથર્યું રહે જ છે. શું આનો કોઈ કાયમી વિકલ્પ જ નહીં હોય?
હર્ષિત, ફૂલોની માળા તો તે જોઈ છે ને? જવાબ આપ. ફૂલોને તો તે ઘણી વાર જોયા હશે પણ એ ફૂલોને એક જ તાંતણે બાંધી રાખનાર દોરાનાં દર્શન તે ક્યારેય કર્યા છે ખરા? એ દોરો તારી નજરે ક્યારેય ચડ્યો છે ખરો? કદાચ આ પ્રશ્નનો તારો જવાબ “ના” માં જ હશે.
તે જે વિકલ્પ માગ્યો છે ને દુઃખોથી મુક્ત થવાનો, એનો જવાબ આમાં છે. તારી નજર દુઃખો તરફ તો અનેકવાર ગઈ છે પણ એ દુઃખોને જન્મ આપનાર કારણો તરફ તારી નજર ક્યારેય ગઈ છે ખરી? દોરો તૂટવાની સાથે જ ફૂલો જેમ આપોઆપ વિખરાઈ જાય છે તેમ જીવનમાંથી દુઃખોનાં કારણોને દૂર કરતાંની સાથે જ આત્મા દુઃખમુક્ત થવાના માર્ગ પર આગેકૂચ કરતો જાય છે.
યાદ રાખજે, કારણને જીવંત રાખીને કાર્યથી બચતા રહેવામાં કોઈને ય સફળતા મળી નથી અને મળવાની પણ નથી. દુઃખ એ જો કાર્ય છે તો પાપ એ કારણ છે. અશાતાનો ઉદય એ જ કાર્ય છે તો અશાતાનું દાન એ કારણ છે. દરિદ્રતા એ જ કાર્ય છે તો અનીતિ, ચોરી વગેરે કારણ છે.
તને મારે એટલું જ પૂછવું છે કે તું દુઃખદ પરિણામથી જ તારી જાતને બચાવવા માગે છે કે પછી એ પરિણામને જન્મ આપતી પ્રક્રિયાથી તારી જાતને બચાવવા માગે છે?
શું કહું તને?
४८
Page #50
--------------------------------------------------------------------------
________________
શરદીથી બચવા માણસ દહીંથી દૂર હેવા તૈયાર છે, તાવથી બચવા માણસ ધુમાડાથી દૂર રહેવા તૈયાર છે, શ્વાસની તકલીફથી બચવા માણસ ધૂળથી દૂર રહેવા તૈયાર છે, દરિદ્રતાના ત્રાસથી બચવા માણસ ગુંડાથી દૂર રહેવા તૈયાર છે,
પણ,
દુ:ખથી બચવા એ પાપથી જાતને દૂર રાખવા તૈયાર નથી. અશાતાના ઉદયથી બચવા એ તૈયાર છે પણ અશાતાના બંધથી બચવા પરપીડનથી - પરહિંસાથી જાતને દૂર રાખવા એ તૈયાર નથી.
હર્ષિત, દુઃખ માત્ર તને જ નહીં, આ જગતના જીવમાત્રને અપ્રિય છે. પાપ તને જ નહીં, કોને નથી આકર્ષતું એ પ્રશ્ન છે. જ્યાં સુધી મન પાપના આકર્ષણથી મુક્ત નહીં થાય ત્યાં સુધી આત્માનાં લમણે દુઃખો ઝીંકાતા જ રહેવાનાં છે, ઝીંકાતા જ રહેવાનાં છે. કદાચ અનંતકાળ સુધી !
પ0
Page #51
--------------------------------------------------------------------------
________________
બીજાની તો શું વાત કરું? મારી જ પોતાની વાત કરું તો નિખાલસ દિલે એકરાર કરું છું કે જેને સુખ-પ્રસનતા કે મસ્તી કહી શકાય એવા તમામ પ્રકારના અનુભવોથી હું દૂર ધકેલાતો જતો હોઉં એવું લાગે છે. કારણ શું હશે?
સંજય, તને હું ઓળખું છું. તારી મહત્ત્વાકાંક્ષાઓનો મને ખ્યાલ છે. ધન પાછળની તારી આંધળી દોટ મેં ખુદે જોઈ છે. નંબર એક પર ટકી રહેવાનું તારું પાગલપન મારા ખ્યાલમાં છે. ભૂખ-તરસ-નિદ્રા-ઊંઘનું બલિદાન દઈને ય પૈસા બનાવતા રહેવાની તારી વૃત્તિનો મને ખ્યાલ છે.
તને કદાચ ખ્યાલ જ હશે કે તું મને ઘણા વખત પહેલાં રૂબરૂ મળવા આવ્યો હતો ત્યારે મેં તને પૂછયું હતું કે ‘સંજય, તારે ખાધેપીધે સુખી થવું છે કે પછી પૈસે-ટકે સુખી થવું છે ?'
‘મહારાજ સાહેબ, ખાધેપીધે તો ગધેડા અને બળદિયા પણ સુખી હોય છે. આપણે તો પૈસે-ટકે સુખી થવાવાળા માણસ છીએ’ મેં તને પૂછેલા પ્રશ્નનો તારો આ જવાબ હતો. | ખેર, આજે તું સુખ-મસ્તી-પ્રસન્નતાના અનુભવ અંગે જ્યારે સમાધાન મેળવવા મારી સમક્ષ ઉપસ્થિત થયો છે ત્યારે મારે તને આ જ કહેવું છે કે સુખનો અનુભવ સંતોષને બંધાયેલો છે અને સંતોષ જરૂરિયાતપૂર્તિ આગળ અટકી જવા તૈયાર હોય છે. ૧તને ખબર જ હશે કે પેટ બહુ બહુ તો પાંચ-દસ રોટલી જ માગતું હોય છે. શરીર બહુ બહુ તો છ-સાત ફૂટની જગા જ માગતું હોય છે. પગ પણ પોતાના માપથી વધુ માપવાળા બૂટ પહેરવા તૈયાર થતા નથી. મોટા માપવાળાં કપડાં પહેરવા તો શરીર પણ તૈયાર થતું નથી.
પણ છે.
આ
૫ ૧
Page #52
--------------------------------------------------------------------------
________________
ટૂંકમાં, શરીરને “ખાધેપીધે’ સુખી થવામાં જ રસ છે પણ મન? એ તો ઇચ્છાઓ પેદા કરવાનું ન સમજી શકાય તેવું જાલિમ યંત્ર છે. જરૂરિયાતપૂર્તિમાં એ ક્યારેય રાજી થતું નથી. ઇચ્છાપૂર્તિ એ જ એની આકાંક્ષા હોય છે અને કમાલની વાત તો એ છે કે ઇચ્છા અનંત છે. ગમે તેટલા પ્રયાસો એને પૂરી કરવાના તમે કરો, એને પૂર્ણ કરવાના તમારા પ્રયાસો અધૂરા જ રહે.
સંજય, તારે તો “પૈસે-ટકે સુખી થવું છે ને? લખી રાખજે તારા હૃદયની દીવાલ પર કે પૈસા પાછળની દોટ તારો ટકો કરી નાખશે તો ય “સુખ' તો માત્ર તારી આશાનો કે કલ્પનાનો વિષય જ બની રહેશે.
ગણિત સ્પષ્ટ છે. ખાધેપીધે જ સુખી થવું હોય તો એ સુખ અત્યારે ય તારી પાસે છે અને પૈસે-ટકે જ તારે સુખી થવું હોય તો એ સુખ તું લાકડા ભેગો થઈશ ત્યારે ય તારી અનુભૂતિનો વિષય બનવાનું નથી. પસંદગીનો નિર્ણય તારા હાથમાં છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૦
સંપત્તિ મારી પાસે બે-સુમાર છે. બુદ્ધિના મારા વૈભવથી અચ્છા અચ્છા માણસો મારાથી પ્રભાવિત છે. વ્યક્તિત્વ મારું ભારે આકર્ષક છે પણ ખબર નહીં, લોકો મને ઓળખે છે ખરા પણ ચાહતા નથી. કારણ શું હશે આની પાછળ ?
તો
હર્ષ, વાદળ પાણીથી ભરાયેલાં જ રહે અને વરસે નહીં વૃક્ષ ફળોથી સભર હોય અને કોઈને ય એ ફળ આપે જ નહીં તો ? નદી બે કાંઠે ધસમસતી વહી રહી હોય અને કોઈને ય એ પાણી લેવા જ ન દે તો ? સૂર્ય ભલે ને ગમે તેટલો તેજસ્વી છે પણ પોતાનો પ્રકાશ એ પોતાની પાસે જ રાખી મૂકે તો ?
જવાબ આ તમામ પ્રશ્નોનો એક જ છે. શું વાદળ કે શું વૃક્ષ, શું નદી કે શું સૂર્ય, કોઈ પણ વ્યક્તિ એને ચાહવા તૈયા૨
ન જ થાય.
તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે. સંગ્રહશીલને લોકો ઓળખે
છે જરૂર પણ એને ચાહવા કોઈ જ તૈયાર હોતું નથી. જ્યારે ઉદાર વ્યક્તિને લોકો માત્ર ઓળખતા જ નથી હોતા, એને પ્રેમ પણ ભરપૂર કરતા હોય છે, ચાહતા પણ ખૂબ હોય છે.
તેં મને પુછાયેલ પ્રશ્નનો આ જ જવાબ છે. તારી પાસે સંપત્તિ-બુદ્ધિ-વ્યક્તિત્વ બધું ય છે એટલે લોકો તને ઓળખે છે જરૂર પણ તારી સંપત્તિ નથી કોઈનાં ય આંસુ લૂછવામાં કામ લાગતી, નથી તારી બુદ્ધિ કોઈને ય સમાધિઠાનનું કારણ બનતી, નથી તારું વ્યક્તિત્વ કોઈની ય પ્રસન્નતામાં નિમિત્ત બનતું અને એટલે જ લોકો તને ઓળખે છે ખરા પણ ચાહતા નથી.
હર્ષ, જોઈ લેજે તારી જવનશૈલી, ત્યાં પરમાર્થને કે પરોપકારને તે સ્થાન આપ્યું જ છે એવું કહી શકવાની સ્થિતિમાં
૫૩
Page #54
--------------------------------------------------------------------------
________________
તું છે ખરો ? તપાસી લેજે તારી વિચારશૈલી. ત્યાં સ્વાર્થ ગૌણ
છે અને પરમાર્થ મુખ્ય છે એમ તને સ્પષ્ટ લાગે છે ખરું ?
ખોટું ન લગાડતો પણ હું તને ઓળખું છું. તારી ઉડાઉવૃત્તિ પણ મારા ખ્યાલમાં છે તો તારી કૃપણવૃત્તિ પણ મારા ખ્યાલમાં છે. હોટલમાં ૨૦૦૦ રૂપિયા વેડફી નાખતા તને કોઈ હિચકિચાટ થતો નથી પણ એ જ હોટલના નાકે ઊભા રહેતા ભિખારીને ૧ રૂપિયો આપવા ય તું તૈયાર હોતો નથી. હવા ખાવાનાં સ્થળો પર તું ૧૦,૦૦૦ રૂપિયા ઉડાડી દે છે પણ આત્મકલ્યાણ માટે પ્રોત્સાહક બનતા સ્થાનના નિર્માણમાં ૧૦ રૂપિયાનું યોગદાન આપવા પણ તારી તૈયારી હોતી નથી.
આ છે તારી અધમ મનોવૃત્તિ અને કનિષ્ટ જીવનશૈલી અને છતાં હું અપેક્ષા રાખે છે કે લોકો તને ચાહતા રહે એમ હર્ષ, લોકો તને ચાહતા કેમ નથી ? એ પ્રશ્ન જો તારો છે તો લોકો તને મારતા કેમ નથી ? એ પ્રશ્ન મારો છે. જીવનને ગૌરવ બક્ષવું છે ? ભેગું ન કરતો જા. ઉવડતો ન જા. સહુનો ભાગ રાખતો જા.
૫૪
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રભુ છે' એ શ્રદ્ધા છે. પ્રભુ અચિજ્યશક્તિ સમ્પન છે' એ શ્રદ્ધા પણ છે. પ્રભુ કરુણાસાગર છે' એ શ્રદ્ધા પણ છે પરંતુ એ શ્રદ્ધાને દઢ બનાવે એવા સુખદ અનુભવોથી જીવન સર્વથા વંચિત છે. કોઈ સમાધાન?
| વિવેક, આંખ સામે જ મનોહર ઉદ્યાન હોવા છતાં દારૂડિયાને એ ઉદ્યાનની ભવ્યતાનો કોઈ જ ખ્યાલ નથી આવતો એની તો તને ખબર છે ને ? અત્તરની દુકાનમાં ખુરશી પર બેઠા બેઠા સૂઈ ગયેલ માણસને અત્તરની સુવાસની કોઈ જ અનુભૂતિ નથી થતી એ તો તારા ખ્યાલમાં છે ને ? બેહોશ માણસના શરીર પર ઑપરેશન ટેબલ પર ડૉક્ટર છરીઓ ફેરવતા હોવા છતાં એની કોઈ જ વેદના એ દર્દી અનુભવતો નથી એની તો તને ખબર છે ને?
બસ, પ્રભુની અચિજ્યશક્તિ સમ્પન્નતા, પ્રભુની અનંત કરુણા, પ્રભુની પરમ તારકતા, પ્રભુની મહાન સર્વજ્ઞતા, પ્રભુની અકારણ વત્સલતા, પ્રભુની નિષ્કારણ બંધુતા-આ તમામનો આપણને સતત અને પ્રતિપળ અનુભવ થઈ રહ્યો હોવા છતાં આપણને એની જો ખબર પડતી નથી તો એનું એક જ કારણ છે, આપણે મોહના નશામાં છીએ, આપણે વાસનાના નશામાં છીએ, આપણે મૂચ્છિત છીએ, આપણે લોભાંધ છીએ, આપણે ઉદ્ધત છીએ, આપણે ઉશૃંખલ છીએ.
વિવેક, એક પ્રશ્ન તને પૂછું ?
મન પાપ માટે તૈયાર હોવા છતાં, આંખ સામે પાપ માટેના સાનુકૂળ સંયોગો ઊભા થઈ ગયા હોવા છતાં, આકર્ષક પ્રલોભન આંખ સામે હાજર હોવા છતાં ય પાપમાં પ્રવૃત્ત
|
૫૫
Page #56
--------------------------------------------------------------------------
________________
થતાં તું અટકી ગયો હોય એવા અનુભવમાંથી તું શું ક્યારેય જીવનમાં ગુજર્યો જ નથી?
રસ્તા પર ચાલતા કોકની ગાડી એકદમ તેજ ગતિથી તારા શરીરને સ્પર્શીને બાજુમાંથી નીકળી ગઈ હોય અને તું મરતા બચી ગયો હોય એવો અનુભવ તને શું જીવનમાં ક્યારેય થયો જ નથી ? - ટૂંકમાં, ભાવપ્રાણ અને દ્રવ્યપ્રાણ, બન્ને ય ખતમ થઈ જવાના બધા જ સંયોગો ઊભા થઈ ગયા હોવા છતાં એ બન્ને પ્રાણો સલામત રહી ગયા હોય એવા અનુભવો જીવનમાં તને પણ થયા હશે તો મને પણ થયા છે.
આ અનુભવોનો યશ તું કોને આપીશ ? આ અનુભવોના ચાલકબળ તરીકે તું કોનું નામ આપીશ ? આ અનુભવોના કેન્દ્રસ્થાને તું કોને રાખીશ?
વિવેક, મારે અને તારે, આ જીવનમાં એક જ કામ કરવાનું છે, મોહના એકછત્રી આધિપત્યથી આત્માને મુક્ત કરવાનું. એમાં સફળતા મળતાવેત પ્રભુની સતત વહી રહેલ કરુણા આપણા ખ્યાલનો વિષય બનીને જ રહેશે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૯
એક જ ઑફિસમાં બે શેઠના હાથ નીચે કામ કરી રહેલા નોકરને કયા કામમાં કયા શેઠની આજ્ઞા માનવી, એનો નિર્ણય કરવો સરળ હશે પણ જીવનમાં મારે કોની આજ્ઞા માનવી, બુદ્ધિની કે હૃદયની ? હું કોઈ જ નિર્ણય કરી શકતો નથી. સમાધાન?
હાર્દિક, એકદમ જાડી ભાષામાં તને સમજાવું તો સુખ અને દુઃખની બાબતમાં ભલે તું બુદ્ધિની આજ્ઞા માનતો રહે પણ પુણ્ય અને પાપની બાબતમાં, ગુણ અને દોષની બાબતમાં, મૈત્રી અને દુશ્મનાવટની બાબતમાં, કાર્ય અને અકાર્યની બાબતમાં, સાર અને અસારનો વિવેક કરવાની બાબતમાં તો તું હૃદયની સલાહ જ લેતો રહેજે અને હૃદયની આજ્ઞા જ માનતો રહેજે.
‘પૈસા કઈ રીતે બનાવવા?' આ પ્રશ્ન જરૂર પૂછજે તું બુદ્ધિને પરંતુ ‘પૈસા બનાવવા જતાં ધ્યાન શું રાખવાનું?’ આ પ્રશ્નનું સમાધાન તો તું હૃદય પાસેથી જ મેળવજે.
‘લગ્ન કરવા કે નહીં ?' આ પ્રશ્નના સમાધાન માટે તું જરૂર બુદ્ધિના શરણે જજે પણ ‘વાસનાને નિયંત્રણમાં કઈ રીતે રાખવી?’ એનો જવાબ તો તું હૃદય પાસેથી જ મેળવજે.
તને એક વાત જણાવું?
શરીરમાં હૃદયનું સ્થાન ભલે ડાબી (LEFT) બાજુએ હોય છે પણ એની પાસેથી જે જવાબ મળતો હોય છે, એના તરફથી જે સલાહ અને સુચનો મળતાં હોય છે, એનો જે અવાજ સંભળાતો હોય છે એ હંમેશાં સાચો (RIGHT) જ હોય છે.
તું શું એમ માને છે કે સરમુખત્યાર શાસકોએ યુદ્ધ કરતા પહેલાં હૃદયને પૂછ્યું હશે? તું શું એમ માને છે કે નિઃસહાય યુવતી પર બળાત્કાર કરવા તૈયાર થઈ જતા યુવકને હૃદયનો
પ૭
Page #58
--------------------------------------------------------------------------
________________
અવાજ સંભળાયો જ હોય છે ? તું શું એમ માને છે કે પૈસા ખાતર સગા બાપ સામે ય કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાં કોઈ પુત્ર હ્રદયની આજ્ઞા લેતો હરો ?
નો. આવા બધાં હલકટ, નીચ અને અધમ કાર્યોની રજા હ્રદય ક્યારેય આપતું જ નથી. એવાં કાર્યોની જન્મદાત્રી અને પ્રેરણાદાત્રી તો બુદ્ધિ જ હોય છે.
ખૂબ ટૂંકા શબ્દોમાં તને જણાવું તો ધનવાન, બળવાન, જ્ઞાનવાન, સંગીતકાર, કળાકાર, વૈજ્ઞાનિક, ચિત્રકાર, શિલ્પકાર આ બધાયનું સર્જન જો બુદ્ધિ કરે છે તો જગતને સજ્જન, સંત અને પરમાત્માની ભેટ આપવાનું ઉદાત્ત કાર્ય હૃદય કરે છે. પણ સબુર !
બુદ્ધિનો અવાજ બૉમ્બ વિસ્ફોટ જેવો હોય છે જ્યારે હૃદયનો અવાજ તો નાના બાળકની કાલી-ઘેલી ભાષા જેવો હોય છે. એટલું જ કહીશ તને કે હૃદયનો અવાજ જો તું સાંભળવા માગે છે તો તું ‘મમ્મી’ બની જજે. એક પણ અકાર્ય તારા જવનમાં પ્રવેશી નહીં શકે, એક પણ અધમ વિચાર તારા મનનો કબજો લઈ નહીં શકે.
૫૮
Page #59
--------------------------------------------------------------------------
________________
લ
૩૦
વિજ્ઞાનની જગતને રોજેરોજ નવનવી ભેટ મળતી જ રહે છે અને છતાં ધર્મ, વિજ્ઞાનની દિલ ખોલીને પ્રશંસા કરવા તૈયાર હોય એવું દેખાતું નથી. શું વિજ્ઞાન, ધર્મનું દુશ્મન છે? શું ધર્મને, વિજ્ઞાનની શોધો મામૂલી લાગી રહી છે?
નિર્મળ, પથ્થર એ પથ્થર છે અને સુવર્ણ એ સુવર્ણ છે. પથ્થરની સાથે કોઈ સોનાને ન ખરીદતું હોય તો એનો અર્થ એ નથી કે સોનાને પથ્થર સાથે દુશ્મનાવટ છે. જિંદગીમાં તે ક્યારેય સુવર્ણની સાથે પથ્થરને બેઠેલો ન જોયો હોય તો એનો અર્થ એ નથી કે સુવર્ણએ પથ્થરને પોતાની સાથે બેસવાની ના પાડી દીધી છે.
બસ, તે જે પુછાવ્યું છે એનો આ જ જવાબ છે. વિજ્ઞાન એ વિજ્ઞાન છે. ધર્મ એ ધર્મ છે. વિજ્ઞાનની આધારશિલા સંદેહ છે તો ધર્મની આધારશિલા શ્રદ્ધા છે. વિજ્ઞાનને જો પદાર્થના રૂપાંતરણમાં રસ છે તો ધર્મને આત્માના રૂપાંતરણમાં રસ છે. વિજ્ઞાનની પ્રક્રિયા જો ‘તોડતા રહેવાની છે તો ધર્મની પ્રક્રિયા “જોડતા રહેવાની છે. વિજ્ઞાનને જો ખંડ' માં રસ છે તો ધર્મને “અખંડ'માં રસ છે. વિજ્ઞાન જો ‘દશ્ય’ પર કામ કરે છે તો ધર્મ ‘અદશ્ય’ પર કામ કરે છે.
ટૂંકમાં, બંનેના સ્વરૂપમાં, પ્રક્રિયામાં અને પરિણામમાં આસમાન-જમીનનો ફરક છે. શા માટે તારે એવી અપેક્ષા રાખવી જોઈએ કે ધર્મ વિજ્ઞાનની પ્રશંસા કરવી જ જોઈએ. એક પ્રશ્ન તને પૂછું? ધર્મના ક્ષેત્રમાં આગળ વધી રહેલા કોઈ પણ ધર્મીએ ક્યારેય એવી ફરિયાદ કરી હોય કે ‘વિજ્ઞાને ધર્મની પ્રશંસા કરવી જ જોઈએ” એવું તેં સાંભળ્યું છે ખરું?
૫૯
Page #60
--------------------------------------------------------------------------
________________
હા
રે
જપી .
પ
.
.
ના, ધર્મને જો વિજ્ઞાનના અભિપ્રાયની કોઈ જ જરૂર લાગતી નથી તો વિજ્ઞાને પણ ધર્મની પ્રશંસા સાંભળવાના અભરખા છોડી દેવા જોઈએ.
એક મહત્ત્વની વાત તરફ તારું ધ્યાન દોરું ? વિજ્ઞાને દૂરબીનની શોધ કરી. દૂરબીનના માધ્યમે હજારો-લાખો માઈલ દૂર રહેલા તારાઓ વિજ્ઞાને એકદમ નજીક બતાડી દીધા પણ એ દૂરબીનની પાછળ રહેલ વૈજ્ઞાનિકને દેખાડી દેવામાં વિજ્ઞાન નિષ્ફળ ગયું એ તો તારા ખ્યાલમાં છે ને?
આનો અર્થ ?
આ જ કે વિજ્ઞાન પરિધિને આકર્ષક બનાવવામાં કદાચ સફળ બની શક્યું છે પણ કેન્દ્રની તો એની પાસે કોઈ કલ્પના જ નથી. સમસ્ત જીવન જે આત્માના આધારે ટક્યું છે એના પર તો વિજ્ઞાનની નજર જ ગઈ નથી. એની નજર ગઈ છે એક માત્ર શરીર અને મન પર. એનાં તમામ સંશોધનો અને એની તમામ શોધોના કેન્દ્રસ્થાને શરીર અને મન જ રહ્યાં છે. તું જ કહે, શરીર-મનના કેન્દ્રસ્થાને રહેલ આત્માને સ્વીકારવા ય તૈયાર ન થનાર વિજ્ઞાનની પ્રશંસા ધર્મ કરવી જરૂરી છે ખરી ?
Page #61
--------------------------------------------------------------------------
________________
||
HT|||||||[[ ૩૧) r[li[ [ [r[ G[ r[ T[ r[ |
પ્રભુભક્તિમાં લાખો-કરોડો રૂપિયાનો સવ્યય કરનારના જીવનમાં ય જો જાલિમ તકલીફો આવતી હોય, પ્રભુ પ્રાર્થનામાં
આંસુની ગંગા વહાવનારના જીવનમાં ય જો જાલિમ સમસ્યાઓ a ઊભી થતી હોય તો પછી પ્રભુભક્તિનું ફળ શું?
IIIIIIII
||
ચેતન, આ પ્રશ્ન તારો છે અને મને ખ્યાલ છે કે તારા જીવનમાં પ્રભુભક્તિના નામે ખાસ કાંઈ છે નહીં. સંસારનાં બધાં જ કામો પત્યા બાદ સમય મળે છે તો જ તું પ્રભુદર્શન કરવા જાય છે અને માત્ર બે-પાંચ મિનિટમાં જ દર્શન કરી તું મંદિરની બહાર નીકળી જાય છે. ભલે મેં તને પૂછ્યું નથી અને તે મને જણાવ્યું નથી પણ તારી તાસીર જોતા હું અનુમાન કરું છું કે તે પ્રભુભક્તિ પાછળ આજસુધીમાં માંડ દસેક હજાર રૂપિયાનો વ્યય કર્યો હશે. પ્રભુ સન્મુખ બોલવા માટેની બે-ચાર સ્તુતિઓ પણ તને કંઠસ્થ હશે કે કેમ એમાં મને શંકા છે.
ટૂંકમાં; તારા અંતઃકરણમાં પ્રભુ પ્રત્યે એવો કોઈ ખાસ લગાવ નથી, પ્રભુભક્તિમાં તને એવો કોઈ ખાસ રસ નથી અને છતાં તેં મને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુભક્તના જીવનમાં ય જાલિમ તકલીફો કેમ? જાલિમ સમસ્યાઓ કેમ?
એવું તો નથી કે તને પ્રભુભક્તિની ‘એલર્જી' છે અને આવો પ્રશ્ન પૂછીને તું મારી પાસે ‘પ્રભુભક્તિ તાકાતહીન છે? એવા જવાબની અપેક્ષા રાખીને બેઠો છે ! ખેર, જે હોય તે પણ તેં પૂછેલા પ્રશ્નનો જવાબ તું કાન ખોલીને સાંભળી લેજે.
તારા જેવો ઉપરછલ્લો ભક્ત પ્રભુને આ ફરિયાદ કરે છે કે “પ્રભુ, હું તારો ભક્ત છતાં ય મારા પર આવડી મોટી તકલીફ કેમ?' જ્યારે ખરેખર જે પ્રભુભક્ત છે એ પોતાના પર આવી પડેલ તકલીફને હસતાં હસતાં કહી દે છે કે “તારું
૧
Page #62
--------------------------------------------------------------------------
________________
પોત ગમે તેટલું મોટું હોય તો ય યાદ રાખજે કે મારા માથે જે પ્રભુ છે એ એટલા બધા મોટા છે કે એની સમક્ષ તારી તો કોઈ જ વિસાત નથી !'
ટૂંકમાં, ‘તકલીફ મોટી અને પ્રભુ નાના” આ માન્યતા તારા જેવા ઉપરછલ્લા ભક્તની હોય છે જ્યારે “પ્રભુ એટલા બધા મોટા કે એમની સમક્ષ તકલીફોનો સમૂહ પણ સાવ નાનો અને બિલકુલ તુચ્છ' આ શ્રદ્ધા સાચા ભક્તની હોય છે.
ચેતન,
એટલું જ કહીશ તને કે ભક્તિનો નશો એક વાર તારા મગજ પર સવાર થઈ જવા દે. પ્રભુ પાછળની જે પાગલતા મહારાજા શ્રેણિક પાસે હતી એના લાખમાં ભાગની પાગલતા તું તારા હૃદયમાં સ્થિર થઈ જવા દે. ખાતરી સાથે હું તને કહું છું કે તકલીફોની વણઝાર વચ્ચે તું ય એ તકલીફોને કહી શકીશ કે ‘મારા પ્રભુની વિરાટતા અને મહાનતા સામે તમારું પોત તો ઘાસના તણખલા જેવું છે. આવી જાઓ. તમને આવકારવા હું તૈયાર છું.’
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૨
સાંભળ્યું છે કે પ્રભુને કરેલી પ્રાર્થના સ્વીકાર્ય બનીને જ રહે છે. જો સાંભળેલી આ વાત સાચી હોય તો કહેવા દો મને કે મારો અનુભવ સાવ વિપરીત છે. ઢગલાબંધ પ્રાર્થનાઓ પ્રભુને હું કરી ચૂક્યો છું. એક પણ પ્રાર્થના સ્વીકાર્ય બની નથી.
સંયમ, તે પ્રાર્થના અંગે જે કાંઈ સાંભળ્યું છે એય સાચું છે અને તારા અનુભવની તે જે વાત લખી છે એ ય સાચું છે. તને થશે કે બંને વાત સાચી કેવી રીતે હોઈ શકે ? જો પ્રાર્થના સ્વીકાર્ય બનતી જ હોય તો મેં કરેલ પ્રાર્થનાઓ સ્વીકાર્ય બની કેમ નહીં ? અને મારી પ્રાર્થનાઓ સ્વીકાર્ય બની જ નથી તો પછી પ્રાર્થના સ્વીકાર્ય બનીને જ રહે છે એ વાત સાચી શી રીતે ?
તારી મૂંઝવણ હું સમજી શકું છું. સમાધાન એનું એ છે કે ગ્રાહક બનીને કરેલપ્રાર્થના સ્વીકાર્ય બને જ છે જ્યારે ભિખારી બનીને કરેલ પ્રાર્થના ક્યારેય સ્વીકાર્ય બનતી નથી.
તું પૂછીશ, ફરક શો છે ગ્રાહક અને ભિખારી વચ્ચે ? જવાબ એનો એ છે કે મૂલ્ય ચૂકવીને જે માલ લે છે એ ગ્રાહક છે જ્યારે કશું ય ચૂકવ્યા વિના જે મેળવવા ઝંખે છે એ ભિખારી છે.
હું તને જ પૂછું છું. તે પ્રભુને આજસુધીમાં જેટલી પણ પ્રાર્થનાઓ કરી છે એ પ્રાર્થનાઓ ગ્રાહકની ભૂમિકાએ હતી કે ભિખારીની ભૂમિકાએ? મૂલ્ય ચૂકવવાની તૈયારી સાથે તું પ્રભુ સમક્ષ ઉપસ્થિત થયો હતો કે કડકો બનીને તું પ્રભુ આગળ ભીખ માગવા ગયો હતો?
મૂલ્ય ચૂકવવું એટલે શું, એમ તું પૂછે છે ? જવાબ એનો આ છે કે આંખમાં આંસુ, વાણીમાં ગદ્ગદતા, રોમાંચિત
૬૩
Page #64
--------------------------------------------------------------------------
________________
શરીર અને હૃદયમાં બહુમાનભાવ. આ છે પ્રાર્થનાનું મૂલ્ય.
લુખ્ખા હૈયે, રુક્ષ સ્વરે, સૂકી આંખે અને અનુત્તેજિત શરીરે થતી પ્રાર્થના એ હકીકતમાં બીજું કાંઈ પણ હશે પરંતુ પ્રાર્થના તો નથી જ.
આ ગણિતના આધારે તે કરેલ પ્રાર્થનાઓને તું તપાસી જજે. તને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે તારી પ્રાર્થનાઓ જો. સ્વીકાર્ય નથી બની તો એની પાછળ જવાબદાર બીજું કોઈ જ નથી, તારું ભિખારીપણું જ જવાબદાર છે.
તું શું એમ માને છે કે તું જે કાંઈ માગે એ પ્રભુએ આપી જ દેવું જોઈએ? તારી માગણીને - ઇચ્છાને પ્રભુએ સંતોષવી જ જોઈએ? ના. આ તો ત્રણ જગતનો નાથ છે, કરુણાનો સાગર છે, સર્વજ્ઞ છે અને વીતરાગ છે. એની ઉદારતાનોમહાનતાનો કોઈ જોટો નથી પણ આપણા પક્ષે બહુમાનભાવ વગેરે હોય તો જ એની ઉદારતાનો-મહાનતાનો આપણને અનુભવ થાય છે.
સંયમ, ગ્રાહક બનીને પ્રભુ પાસે જા. તારી પ્રાર્થના સ્વીકાર્ય બનીને જ રહેશે.
૬૪
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૩
ધર્મથી સુખ અને પાપથી દુઃખ ન જાણે આ વાક્ય કેટકેટલીય વાર વાંચી ચૂક્યો છું અને સાંભળી ચૂક્યો છું પણ સાચું કહું તો મને એમ જ લાગી રહ્યું છે કે “ધર્મના માર્ગે દુઃખી થવા સિવાય બીજું કાંઈ જ નથી' કોઈ સમાધાન?
ધર્મિલ, ધર્મના માર્ગે દુઃખી થવા સિવાય બીજું કાંઈ જ નથી' એવું જો તને લાગી રહ્યું છે તો એનો તાત્પર્યાથે આ જ છે ને કે “સુખી થવું હોય અને સુખી રહેવું હોય તો પાપનો માર્ગ જ અપનાવી લેવો !'
એક કામ તું કરીશ?
તારા આખા જ પરિવારને તું આજે ભેગો કર અને કહી દે પરિવારના દરેક સભ્યને કે હું તમને સુખી બનાવવા અને સુખી જોવા ઇચ્છું છું અને એ સુખ માત્ર પાપના માર્ગે જ છે. ધર્મના માર્ગે છે જ નહીં.
માટે તમો સહુ ધર્મ છોડી દો અને તમામ તાકાતથી પાપો કરવા લાગો. પ્રભુનાં દર્શન-વંદન-પૂજન બંધ કરી થિયેટરોમાં ફરતા રહો. મર્યાદામાં રહેવાનું બંધ કરી બેશરમ બનીને છાકટા થઈને ફરતા રહો. કલબમાં જઈને જુગાર રમવો હોય તો ખુશીથી રમો અને મોબાઇલ પર બ્લ્યુ ફિલ્મો જોવી હોય તો એ ય ખુશીથી જુઓ. દારૂની પ્યાલી મોઢે માંડવી હોય તો ડરો નહીં અને રાતના બાર બાર વાગ્યા સુધી બહાર રખડતા રહેવું હોય તો ખુશીથી રખડતા રહો.
ધર્મિલ, છે તારી આ તૈયારી ? છે તારી આ તાકાત? જો ધર્મના માર્ગે દુ:ખો જ આવતા હોય અને તમામ સુખો જો પાપના માર્ગે મળતા જ હોય તો પછી પરિવારના દરેક સભ્યને
૬૫
Page #66
--------------------------------------------------------------------------
________________
તારી સ્વરૂપવાન પત્નીને, તારી યુવાન દીકરીને અને તારા યુવાન પુત્રને – આ સલાહ આપતા તને રોકે છે કોણ?
ના. આ બાબતમાં તું બિલકુલ સ્પષ્ટ જ છે. તારી પત્ની ગમે તે પુરુષ સાથે વાત કરે એમાં તું રાજી નથી જ. તારી યુવાન પુત્રી રાતના ઘરે મોડી આવે એ ચલાવી લેવા તું તૈયાર નથી જ. તારો યુવાન પુત્ર લબાડ મિત્રોની સોબતમાં રહે એમાં તું સંમત નથી જ. પ્રભુનાં દર્શન બંધ કરી દઈને તારો પરિવાર થિયેટરોમાં ભટકતો રહે એ તને મંજૂર નથી જ.
જો ધર્મના માર્ગે દુઃખી થવા સિવાય બીજું કાંઈ જ નથી એ તારી માન્યતા હોય તો પછી પરિવારને પાપના માર્ગે ચડી જવાની તારી સલાહ કેમ નહીં? ધર્મનો માર્ગ છોડી દેવાનો તારો આગ્રહ કેમ નહીં?
એટલું જ કહીશ તને કે આ ગલત, ભ્રામક અને આત્મઘાતક માન્યતામાંથી તું વહેલી તકે બહાર નીકળી જ જજે. ધર્મના માર્ગે જ સુખ છે એમ નહીં, ધર્મના માર્ગે સુખ છે જ. પાપના માર્ગે દુઃખ છે જ એમ નહીં, પાપના માર્ગે જ દુ:ખ છે” અનંત તીર્થકર ભગવંતોના આ વચનને તું શ્રદ્ધાનો વિષય બનાવી જ દેજે. જીવન તારું સફળ થઈ જશે. મરણ તારું સુધરી જશે.
Page #67
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મની યાત્રા જીવનમાં શરૂ થઈ ગઈ હોય એવું તો લાગે છે પરંતુ એ યાત્રા પર કદમ વારંવાર અટકી જતા હોય એવું હું પોતે અનુભવી રહ્યો છું અને એના કારણે મને હતાશાનું શિકાર પણ બની જાય છે. કોઈ માર્ગદર્શન?
ચિન્મય, કદમ અટકી જાય છે એટલું જ છે ને ? જરાય ચિંતા ન કરીશ. ચિંતા કરવી હોય તો એટલી જ કરજે કે કદમ તારા ક્યાંય ભટકી ન જાય.
શું કહું તને?
આજના કાળે અધ્યાત્મ [2] ની એટએટલી દુકાનો ખૂલી ગઈ છે કે અચ્છો અચ્છો સાધકમૂંઝવણમાં મુકાઈ જાય છે કે માલ કઈ દુકાનનો સાચો? માલ કઈ દુકાનેથી ખરીદવો?
માત્ર શ્વાસની આવન-જાવન જોતા રહો અને આત્મજ્ઞાનને તમે પામી જાઓ” આવા પાટિયાંવાળી દુકાનો પણ આજે ખૂલી ગઈ છે તો ‘તપ-ત્યાગ ગમે તેટલાં કરો, સ્વનો જ્યાં સુધી બોધ નથી ત્યાં સુધી તમારાં તપ-ત્યાગ કોડીની કિંમતનાં છે” આવા પાટિયાંવાળી દુકાનો પણ આજે ગલીએ ગલીએ ખૂલી ગઈ છે. માત્ર એક કલાક ધ્યાનમાં બેસો, અમે તમને મોક્ષ સુખની અનુભૂતિ કરાવી દેશું’ એવી આકર્ષક જાહેરાત કરતી દુકાનો પણ આજના અધ્યાત્મના બજારમાં ઉપલબ્ધ છે તો કશું જ ન કરો. જ્યાં છો ત્યાં જ ઊભા રહી જાઓ. જે કાંઈ પણ પરિસ્થિતિ ઊભી થાય એમાં તમે માત્ર સાક્ષી જ બની રહો. જ્ઞાન ઉપલબ્ધ થતાં તમને વાર નહીં લાગે” આવી જાહેરાત કરતી દુકાનો પણ અહીં ઓછી નથી.
અચ્છો અચ્છો બુદ્ધિમાન સાધક પણ સાચા
Page #68
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમાર્ગથી ટ્યુત થઈને ગમે તેવા અધ્યાત્મના કહેવાતા ભ્રામક માર્ગ પર ચડી જાય એવી પૂરેપૂરી સંભાવનાવાળા આ યુગમાં તું અધ્યાત્મ માર્ગ પર આજે ટકી ગયો છે એ બદલ તને ખૂબ ખૂબ ધન્યવાદ આપવાનું મન થાય છે.
અલબત્ત, મારી તને એ વણમાગી સલાહ છે કે જે અધ્યાત્મના માર્ગ પર પાપનિવૃત્તિ પર જોર ન હોય, અંતઃકરણની પવિત્રતા અકબંધ જાળવી રાખવાની વાત નહોય, પ્રેમદૃષ્ટિ અને પરલોકદૃષ્ટિ ટકાવી રાખવાની વાત ન હોય, વ્યવહારશુદ્ધિ પર જોર ન હોય, જીવોની સાચી ઓળખ ન હોય અને અંતિમ લક્ષ મુક્તિ ન હોય એ અધ્યાત્મમાર્ગ સામે તું જીવનમાં ક્યારેય નજર પણ નહીં નાખતો.
યાદ રાખજે, મંજિલ તો માર્ગના આધારે જ આવે છે. કદમ જો ગલત માર્ગ પર જ પડી ગયા છે તો સાચી મંજિલ આવવાની કોઈ જ શક્યતા નથી અને કદમ જો સમ્યફ માર્ગ પર જ છે તો મંજિલ નહીં આવે ત્યાં સુધી ગલત માર્ગ પર ભટકી જવાની તો કોઈ જ સંભાવના નથી. ચિન્મય, તું ક્યાંય ભટકી નથી ગયો એ બદલ તને પુનઃ પુનઃ ધન્યવાદ !
Page #69
--------------------------------------------------------------------------
________________
મન ધર્મસેવનની જેમ ના નથી પાડતું તેમ ધર્મસેવન અત્યારે જ કરી લેવાની હા પણ નથી પાડતું! હું સ્પષ્ટ નિર્ણય નથી કરતી શકતો કે કરવું શું? ધર્મ સ્થગિત જ રાખતો જાઉં કે મનને અવગણીને ય ધર્મ કરતો જાઉં?
સમકિત, મનની આ જ તો ચાલબાજી છે. ધર્મસેવનની એ ના નથી પાડતું તો અત્યારે જ ધર્મ કરી લેવા એ ઉત્સાહિત કેમ નથી બનતું? અને અત્યારે જ ધર્મ કરી લેવાની એની જો તૈયારી નથી તો ધર્મસેવનની એની ‘હા’ નો અર્થ શો છે? | મનને તું પૂછી તો લે કે “ધર્મ જો આજે નહીં તો પછી
ક્યારે ?” સશક્ત આંખે જો પ્રભુદર્શન નથી કરવા તો પછી કરવા છે ક્યારે ? આંખે મોતિયો આવે ત્યારે ? આંખમાં ઝામરનાં પાણી ભરાઈ જાય ત્યારે? આંખનું તેજ હણાઈ જાય
ત્યારે ?
શરીર તંદુરસ્ત છે ત્યારે જ જો તપશ્ચર્યા નથી કરી લેવી તો પછી કરવી છે ક્યારે ? વૃદ્ધાવસ્થા આવે ત્યારે ? શરીરે લકવો લાગી જાય ત્યારે? આંતરડામાં અલ્સર થઈ જાય ત્યારે ? ગળામાં કેન્સર થઈ જાય ત્યારે ? બાયપાસનાં ત્રણ ઑપરેશન થઈ જાય ત્યારે ?
સક્ષમ કાને જો પ્રભુવચનો સાંભળી નથી લેવા તો પછી સાંભળવા છે ક્યારે ? કાને બહેરાશ આવે ત્યારે ? કાનમાં ધાક પડી જાય ત્યારે ? કાનના પડદા ફાટી જાય ત્યારે ?
મનની સશકતાવસ્થામાં મનને જો શુભભાવનાઓમાં, સવિચારોમાં, સદ્વાંચનમાં, ગુણાનુરાગમાં નથી જોડવું તો પછી જોડવું છે ક્યારે ? મન નબળું પડી જાય ત્યારે ? મન
૬૯
Page #70
--------------------------------------------------------------------------
________________
ઉત્સાહહીન બની જાય ત્યારે ? જીવવાની આશા મન ગુમાવી બેઠું હોય ત્યારે ?
સમક્તિ,
તું બુદ્ધિમાન છે ને ? જવાબ માગી લે મન પાસે કે ધર્મ મારે જો આજે ન કરવાનો હોય તો કરવાનો છે ક્યારે ?' અને આ પ્રશ્નનો જવાબ આપવામાં મન જો ગલ્લાં-તલ્લાં કરવા લાગે તો મનને ચૂપ કરી દઈને ય તું ધર્મસેવનના માર્ગે પૂર ઝડપે આગળ વધતો જા.
શું કહું તને ?
‘ભોગ’ જો સમયને જ બંધાયેલા છે તો ‘ધર્મયોગ’ પણ સમયને જ બંધાયેલા છે. એંશી વરસની વયે પેટ છે સાલમપાક પચાવી શકવાનું નથી તો એંશી વરસની વયે પેટ માસખમણની તપશ્ચર્યા ય કરવા દેવાનું નથી.
ટૂંકમાં, નિર્ણય તારે કરી લેવાનો છે. ધર્મને શક્તિનો કાળ આપવો કે ધર્મ માટે અશક્તિનો કાળ ફાળવી રાખવો ? ભોગસેવન આજે અને ધર્મસેવન આવતીકાલે' મનની આ વિચારધારાને તું સ્વીકારી બેઠો તો યાદ રાખજે, તારા જીવનમાં ધર્મસેવન માટેની આવતી કાલે ક્યારેય આવવાની નથી. તારા આત્માનું ભાવિ છે
૭૦
Page #71
--------------------------------------------------------------------------
________________
39
પાપના કે વ્યસનના, સ્વચ્છંદતાના કે બેશરમીના માર્ગે આગળ વધતા હોઈએ અને જગત વિરોધમાં ખડું થઈ જાય એ તો સમજાય છે પરંતુ ધર્મના અને ભક્તિના, નીતિમત્તાના અને પવિત્રતાના માર્ગે આગળ વધતા હોઈએ અને જગત દુશ્મન બની જાય ? કારણ ?
You
તીર્થેશ, માત્ર આજના કાર્ય જ નહીં, દરેક કાળે જગત, ભગતનું વૈરી જ રહ્યું છે. ભોગી, યોગીનો દુશ્મન જ રહ્યો છે. પાપી, ધર્મીના વિરોધમાં જ ઊભો રહ્યો છે. દુર્જન, સજ્જનને હેરાન જ કરતો રહ્યો છે, અધમ, ઉત્તમને માટે માથાનો દુઃખાવો જ બની રહ્યો છે.
તું એનું કારણ પુછાવી રહ્યો છે ને ? કારણ એક જ છે. ધર્મી સામે પાપીનો અહંકાર તૂટી રહ્યો છે. ઉત્તમ સામે અધમનું વ્યક્તિત્વ ગૌણ બની રહ્યું છે. સજ્જન સામે દુર્જનની માનહાનિ થઈ રહી છે. યોગીની મોટી લીટી સામે, ભોગી પોતાની લીટી નાની થઈ રહી હોવાનું અનુભવી રહ્યો છે.
અહંકારની ખાસિયત તારા ખ્યાલમાં છે ? એ દુઃખી થવા તૈયાર હોય છે, ઝુકી જવા તૈયાર નથી હોતો. એ ત્યાગી બની જવા તૈયાર હોય છે, નંબર બે પર રહેવા તૈયાર નથી હોતો. એ કષ્ટો વેઠવા તૈયાર હોય છે, ખુદને ગૌણ બનાવવા તૈયાર નથી હોતો. અરે, જીવન સમાપ્ત કરી દેવા એ તૈયાર થઈ જીય છે, પોનાને પાછળ રાખી દેવા એ તૈયાર હોતો નથી.
કમાલનું આશ્ચર્ય તો એ છે કે ધર્મી કોઈને ય માટે ઉપદ્રવી નથી બનતો અને અહંકારી સહુ કોઈ માટે ઉપદ્રવી બન્યો રહે છે અને છતાં અહંકારી ધર્મીને શાંતિથી બેસવા જ નથી દેતો. કારણ એક જ છે, ધર્મીને એ પોતાના અસ્તિત્વને માટે પડકારરૂપ માને છે. ઉત્તમને એ પોતાના વ્યક્તિત્વને માટે
૭૧
-
Page #72
--------------------------------------------------------------------------
________________
ત્રાસરૂપ માને છે. સજ્જનને એ પોતાના પ્રભુત્વ માટે આફતરૂપ માને છે.
બાકી, મીરાનો એવો તો કયો અપરાધ હતો કે જેને માટે એને ઝેરના પ્યાલા પીવાની ફરજ પડાઈ હતી? નરસિંહ મહેતાએ એવી તો કઈ ભૂલ કરી હતી કે જેને માટે એમની જ્ઞાતિએ એમને જ્ઞાતિની બહાર મૂકી દીધા હતા ? સુકરાતે એવો તે શો ગુનો કર્યો હતો કે જેને માટે એમને ઝેર ઘોળીને પી જવાનું કહેવામાં આવ્યું હતું? તુકારામની એવી તો શી ભૂલ હતી કે જેના કારણે એમની ખુદની પત્ની એમના વિરોધમાં ઊભી થઈ ગઈ હતી?
ના. એ સહુની એક જ ભૂલ [7] હતી. એક જ અપરાધ [3] હતો, એક જ ગુનો [3] હતો. એ સહુએ પોતાના જીવનની, વિચારની અને સ્વભાવની શૈલી એવી બનાવી દીધી હતી કે એમની એવી ઉદાત્ત શૈલીની મોટી લીટી સામે એ સહુની ખુદની શૈલીની લીટી સાવ નાની, તુચ્છ અને વામણી બની ગઈ હતી ! | તીર્થેશ, એટલું જ કહીશ કે કોઈને ય હેરાન કર્યા વિના સ્વજીવનની લીટી મોટી કરવાના આ જીવનમાં મળેલ શ્રેષ્ઠ અવસરનો તું પૂરતો લાભ ઉઠાવી લેજે. નાની લીટીવાળાઓને એ પસંદ ન હોય તો ય !
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૦.
ગુલાબના પુષ્પની એવી તો શી ભૂલ હશે કે દુશ્મન બનીને કાંટાઓ એની આસપાસ ગોઠવાઈ જતા જ હશે? શું આ વાસ્તવિકતાનેનિયતિ જ માની લેવાની કે પછી અકસ્માત? આપનું માર્ગદર્શન ઇચ્છું .
સૌરભ, એક વાત તરફ તારું ધ્યાન દોરું? સાચે જ કાંટાઓ જો પુષ્પના દુશ્મન હોત તો તું શું એમ માને છે કે કાંટાઓ એ પુષ્પને છોડ પર જીવવા દેત? એ પુષ્પને છોડ પર ઊગવા દેત? એ પુષ્પને છોડ પર ખીલવા દેત?
ના. સંખ્યાબંધ કાંટાઓ છતાં એ તમામ વચ્ચે પુષ્પ જન્મે જ છે, જીવે જ છે અને પોતાની સુવાસ સર્વત્ર પ્રસરાવતું જ રહે છે. કાંટાઓ પુષ્પના એ અસ્તિત્વ પર નથી તો આક્રમણ કરતા કે નથી તો પુષ્પના એ વ્યક્તિત્વ પર ત્રાસ અજમાવતા. અરે, હું તો એમ કહું છું કે પુષ્પ પર કોઈ વ્યક્તિ આક્રમણ કરવા આવે છે તો એ કાંટાઓ પુષ્પની આસપાસ ‘બોડીગાર્ડ' બનીને ઊભા રહી જાય છે.
આ વાસ્તવિકતાને અધ્યાત્મના સંદર્ભમાં સમજાવું તો દરેક સત્કાર્ય કે દરેક સણ એ પુષ્પનું પ્રતિનિધિત્વ ધરાવે છે તો એ સત્કાર્યના સેવનમાં કે સગુણના ઉઘાડમાં આવતાં કષ્ટો એ કાંટાઓનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
મંદ શ્રદ્ધાવાન કે અલ્પ સત્ત્વવાન જીવો કષ્ટોની સંભાવના માત્રથી કે કષ્ટોનાં દર્શન માત્રથી સત્કાર્ય સેવનના કે સગુણ ઉઘાડના પ્રયાસોને સ્થગિત કરી દે એ શક્ય છે પરંતુ જેમની શ્રદ્ધા ગંગોત્રી જેવી નિર્મળ છે અને જેમનું સત્ત્વ હિમાલય જેવું ઉત્તુંગ છે એ આત્માઓ તો કષ્ટોની વણઝાર વચ્ચે ય સત્કાર્યસેવનના-સગુણ-ઉઘાડના પ્રયાસોમાં પૂરા જોશ
૭૩
Page #74
--------------------------------------------------------------------------
________________
સાથે આગળ ધપતા જ રહે છે. આગળ ધપતા જ રહે છે એટલું જ નહીં, એ પ્રયાસોને એની મંજિલે પહોંચાડીને જ રહે છે.
જવાબ આપ.
ગમે તેટલા ગાઢ પણ અંધકારે દીપકને પ્રજ્વલિત થવા ન દીધો હોય એવું આજસુધીમાં ક્યારેય બન્યું છે ખરું? ગમે તેટલા કાંટાઓએ પણ પુષ્પને વિકસિત થતું અટકાવ્યું હોય એવું ક્યારેય બન્યું છે ખરું? પ્રલયકાળના પણ વાવંટોળે મેરુપર્વતને હલાવી દીધો હોય એવું ક્યારેય બન્યું છે ખરું?
જો ના, તો એ જ હકીકત તું સત્કાર્ય સેવનના અને સગુણ ઉઘાડના સંદર્ભમાં સમજી લેજે. કષ્ટોની વણઝાર પણ સત્ત્વશીલ આત્માઓને સત્કાર્ય સેવન માટે કે સગુણ ઉઘાડ માટે પ્રતિબંધક બની શકી નથી.
સૌરભ, વાંચી છે તે આ પંક્તિ? સંકટનાં સૈન્ય ભલે જીવન ઘેરી વળે, સુખની સંભાવના છો’ને સુદૂર રહે
રાખજે પ્રસન્ન છતાં પ્રાણ, ઓ માનવી ! જીવનને જીવી તું જાણ’ આવા “માનવી’માં તારો નંબર તો ખરો ને ?
Page #75
--------------------------------------------------------------------------
________________
-
A
(૩૮
દુઃખો આવે જ નહીં એની પૂરતી તકેદારી અને જાગૃતિ રાખવા છતાં જીવનમાં દુઃખો આવે જ છે એ તો ઠીક પણ સુખના સમયમાં ય પ્રસન્નતાની અનુભૂતિ થવાને બદલે જાણે કે ઉદ્વિગ્નતાની જ અનુભૂતિ થઈ રહી છે. કારણ શું હશે આની પાછળ?
વિકાસ, જે ગાડીમાં આપણે બેસી ગયા છીએ એ ગાડી ખોટી જ છે અર્થાત જે મંજિલે આપણે જવું છે એ મંજિલે એ પહોંચતી જ નથી એની જાણ આપણને થઈ ગઈ હોવા છતાં એ ગાડીમાંથી ઊતરી જવાની આપણી હિંમત થતી નથી એ જ છે આપણી ઉદ્વિગ્નતાનું એક માત્ર કારણ.
હું તને જ પૂછું છું. સંપત્તિની ગાડીએ આજસુધીમાં કોઈને ય ક્યારે પણ પ્રસન્નતાના સ્ટેશને પહોંચાડ્યા છે ખરા? વાસનાની ગાડી પવિત્રતાના સ્ટેશને પહોંચી હોય એવું તે ક્યારેય સાંભળ્યું છે ખરું? સત્તાની ગાડીએ સ્વસ્થતાના સ્ટેશન પર કોઈને ય પહોંચાડ્યા હોય એવું તારી જાણમાં છે ખરું? ખ્યાતિ અને કીર્તિની ગાડીમાં બેઠેલા કોઈને ય તે શાંતિના સ્ટેશને ક્યારેય ઊતરતા જોયા છે ખરા?
હરગિજ નહીં.
અને છતાં શી છે આપણી હાલત? એ આશામાં આપણે તે-તે ગાડીમાં મુસાફરી કરી રહ્યા છીએ કે ક્યારેક તો એ ગાડીમાં આપણી અપેક્ષા મુજબનું સ્ટેશન આવશે જ !
શું કહું તને?
આપણી હાલત વધુ દયનીય તો એ માટે છે કે આપણે ખોટી ગાડીમાંથી ઊતરી જવાની હિંમત કરતા નથી એટલે ખોટાં સ્ટેશનોમાં ઉમેરો થતો જ જાય છે.
૭૫
Page #76
--------------------------------------------------------------------------
________________
પ
.
R
.
સંપત્તિએ પ્રસન્નતા તો ન અર્પી પણ સંક્લેશો વધાર્યા ! વાસનાએ પવિત્રતા તો ન બક્ષી પણ અતૃપ્તિની આગ વધારી ! સત્તાએ સ્વસ્થતાની બક્ષિસ તો ન ધરી પણ મનમાં અસંતોષની હોળી સળગાવી ! ખ્યાતિ અને કીર્તિએ શાંતિનું ઇનામ તો ન આપ્યું પણ અનેક સાથે દુશ્મનાવટ ઊભી કરી દીધી !
મુસાફરી ખોટી ગાડીમાં કરીએ છીએ એ જ આપણા જીવનની કરુણતા નથી, ખોટી ગાડીમાંથી ઊતરી જવાની હિંમત આપણે કરતા નથી એ જ આપણા જીવનની કરુણતા નથી, જીવનમાં ખોટાં સ્ટેશનો વધતા જાય છે એ જ આપણા જીવનની કરુણતા નથી, આપણા જીવનની મોટી કરુણતા તો એ છે કે ખોટી ગાડીને આપણે ‘સાચી ગાડી' પુરવાર કરવાના પ્રયત્નોમાં લાગી ગયા છીએ!
ઝેરને “અમૃત” પુરવાર કરવાના પ્રયાસોમાં વધુમાં વધુ લમણે મોત જ ઝીંકાય છે પણ પદાર્થયાત્રાને ‘પરમાર્થયાત્રા” કે “સાર્થકયાત્રા” પુરવાર કરવાના પ્રયાસોમાં તો આત્મા દુર્ગતિમાં રવાના થઈ જાય છે.
વિકાસ, સાચે જ તું આત્મવિકાસ ઝંખે છે? હિંમત કરીને અત્યારે જ ખોટી ગાડીમાંથી ઊતરી જા. આત્મા બચી જશે. દુર્ગતિ ટળી જશે.
Page #77
--------------------------------------------------------------------------
________________
FિITLTLTLTLTLTLT/TIT ૩૯ IT||T|TET|T[ T[ T[T[ T[
ધર્મ અત્યારે જ કરી લેવાને બદલે છેલ્લી અવસ્થામાં અથવા તો છેલ્લા સમયમાં જ કરી લેવાના વિકલ્પમાં વાંધો શું છે? આમે ય ન
આપણે ત્યાં મરણને જ સમાધિમય રાખવા પર વધુ ભાર અપાયો વિ - છે ને?
IIIIIIIIIIIIIII
વિરાજ, છેલ્લા સ્ટેશને જ તને ખ્યાલ આવે કે જે ગાડીમાં મેં મુસાફરી કરી છે એ ગાડી ખોટી જ છે, તો એ વખતે તું કરે શું? છે આ પ્રશ્નનો તારી પાસે કોઈ જવાબ? ' તો જવાબ આપ.
જીવનના અંત સમયે જ તને ખ્યાલ આવે કે “આખી જિંદગી જે પદાર્થો પાછળ મેં વેડફી નાખી એ પદાર્થો તો સાવ પોકળ જ હતા, બોગસ અને ક્ષણભંગુર જ હતા, મારા મરણને સુધારવાની એનામાં કોઈ તાકાત જ નથી. મારા પરલોકને સદ્ધર બનાવી દેવાની એનામાં કોઈ ક્ષમતા જ નથી...અરર ! મેં આ ભૂલ ક્યાં કરી ?'
તો એ વખતે તું કરી પણ શું શકે ? તારી ગલત પદાર્થયાત્રાના સંસ્કારોને તું નામશેષ કરી શકે? પદાર્થયાત્રાને જ પ્રાધાન્ય આપી દીધાની કરેલ ભૂલને તું સુધારી શકે ?
તું કદાચ વિશ્વાસ નહીં કરે પણ એક અબજોપતિ ખ્યાતનામ વ્યક્તિને એમના જીવનની પાછલી અવસ્થામાં મેં સલાહ આપી હતી કે તમારા દીકરાઓ જ્યારે ધંધાને સાચવી શકવા સક્ષમ બની જ ગયા છે ત્યારે તમે ધંધામાંથી નિવૃત્તિ લઈ લો તો વાંધો શું છે?
મહારાજ સાહેબ, આપની વાત તો સાચી છે પરંતુ મારી મનઃસ્થિતિની આપને વાત કરું ? આખી જિંદગી પૈસા પાછળ અને રાજકારણ પાછળ જ મેં વીતાવી છે. મારા લોહીના
Page #78
--------------------------------------------------------------------------
________________
એક એક બુંદમાં પૈસા અને રાજકારણ એ હદે પ્રસરી ગયા છે કે આ વર્ષે હું ત્યાંથી પાછો ફરી શકું તેમ નથી. ' વિરાજ, આ હતો એ અબોપતિએ મારી સલાહનો મને આપેલો જવાબ !
તું શું એમ માની બેઠો છે કે સમાધિ મરણ એ કોક વૃક્ષ પર ઊગેલું ફળ છે કે જેને હું કૂદકો લગાવીને મેળવી લઈશ ! રામ રામ કરજે !
ટાંકીમાં જો ગટરનું પાણી જ ભર્યું છે તો નળવાટે તને ગંગાજળ નથી જ મળવાનું ! આખી જિંદગી જે પદાર્થો પાછળ જ વેડફી નાખી છે તો અંતસમયે તને પરમાત્મા યાદ નથી જ આવવાના ! ધર્મધ્યાનમાં તારા મનને તું સ્થિર નથી જ રાખી શકવાનો !
વાંચી છે આ પંક્તિઓ !
‘દોડતા’તા ત્યારે લાગતું તું એવું કે મારા જેવો કોઈ સમર્થ નથી -
સહેજ નવરા પડીને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે જે દોડ્યા એનો કોઈ અર્થ નહોતો !'
છેલ્લી અવસ્થામાં કે છેલ્લા સમયે આ અનુભૂતિ તારી પણ કદાચ થશે તો ય એ વખતે તું કરી શું શકવાનો ? સાવધાન !
૭૮
Page #79
--------------------------------------------------------------------------
________________
४०
ખબર નથી પડતી કે સંસારનાં બધાં જ કાર્યો શુભ મૂહુર્તમાં કરવા છતાં ય એ કાર્યોમાં મને સફળતા કેમ નથી મળતી ? ક્યારેક સફળતા મળી પણ જાય છે તો ય એ સફળતા પાછળ રાખેલ આશા સફળ કેમ નથી બનતી ?
દીપક, રેતીમાંથી તેલ કાઢવાની પ્રવૃત્તિ તું શુભ મૂહુર્તમાં શરૂ કરે તો ય તને લાગે છે ખરું કે એ પ્રવૃત્તિમાં તને સફળતા મળીને જ રહે ? ઝાંઝવાનાં જળ પાછળ દોડીને પ્યાસ છિપાવી
લેવાની પ્રવૃત્તિ કોક હરણ શુભ મૂહૂર્તમાં જ કરે તો ય તને લાગે છે ખરું કે એ પ્રવૃત્તિમાં હરણને સફળતા મળીને જ રહે ? કોક વ્યક્તિ શુભ મુહર્રે સર્પના મુખમાંથી અમૃત મેળવવાના પ્રયાસો શરૂ કરે તો તને લાગે છે ખરું કે એ વ્યક્તિને એના એ પ્રયાસમાં સફળતા મળીને જ રહે ?
શું કહું તને ?
અહીં પદાર્થ મેળવવામાં સફળતા તો ગુંડાને ય મળી જાય છે અને શેતાનને ય મળી જાય છે. વ્યભિચારીને ય મળી જાય છે અને ખૂનીને ય મળી જાય છે પરંતુ એ પદાર્થપ્રાપ્તિ પાછળ સુખ-મસ્તી-શાંતિ પ્રસન્નતા વગેરે મળી જવાની આશા તો કોઈની ય સફળ બનતી નથી અને બની નથી. કાલ
પદાર્થમાં સુખ છે જ નહીં. ભ્રમણાના શિકાર બનીને તમે એના ભોગવટામાં સુખ માનતા રહો એ જુદી વાત છે પણ સત્ય એ છે કે પદાર્થમાં સુખ છે જ નહીં. જે પણ સુખ છે એ આત્મામાં જ છે.
અલબત્ત, અનંત ભવોની રખડપટ્ટી પછી પણ આ વાસ્તવિકતાનો સ્વીકાર માટે મન તૈયાર થવું મુશ્કેલ છે. પૂછોને
૭૯
Page #80
--------------------------------------------------------------------------
________________
તમે કૂતરાને, હાડકામાં લોહી છે જ નહીં એ હકીકત સ્વીકારી લેવા એ જિંદગીના અંતિમ સમયે પણ તૈયાર ખરો? બિલકુલ નહીં !
દીપક, શુભ મૂહુર્તનો કોઈ વિરોધ નથી પણ એટલું નિશ્ચિત્ત સમજી રાખજે કે પદાર્થપ્રાપ્તિમાં શુભ મૂહુર્ત સહાયક બનશે પણ ખરું તો ય ન તો એ પદાર્થ તારી પાસે કાયમ રહેવાનો છે કે ન તો એ પદાર્થપ્રાપ્તિનો આનંદ તું કાયમ અનુભવી શકવાનો છે.
આંસુના માધ્યમે બાબો મમ્મી પાસે રમકડાં મેળવી લેવામાં સફળ બની જાય એ બને પણ પછી ? રમકડાં ગમે ત્યારે તૂટી જાય એટલે બાબાની આંખોમાં પુનઃ આંસુ અથવા તો રમકડાં જૂનાં થઈ જાય એટલે બાબો બેહદ નારાજ !
બસ, આ જ હકીકતનું પુનરાવર્તન થયા કરે છે સંસાર જીવનમાં ! પુરુષાર્થ કરીને પુણ્યના સહારે પદાર્થો મેળવવામાં એ સફળ તો બની જાય છે પણ કાં તો પદાર્થો ગમે ત્યારે રવાના થઈ જાય છે અને કાં તો નવા નવા પદાર્થો માટે મન ઝાંવા નાખતું જાય છે !
દીપક, શુભ મૂહુર્તોનો ઉપયોગ શુભની પ્રાપ્તિ માટે કરતો જા. તૃપ્તિ અને પ્રસન્નતા બંને મળી જશે.
Page #81
--------------------------------------------------------------------------
________________
૪૧
પ્રલોભનોની વણઝાર, નિ:સત્ત્વ મન, માયકાંગલી શ્રદ્ધા, વિલાસી વાતાવરણ, દોષ બાહુલ્ય જીવન, આ બધું જોતા-અનુભવતા એમ લાગે છે કે કાળ જ ખરાબ છે. અચ્છા અચ્છા સજ્જનને ય એની અસરથી મુક્ત રહેવું અશક્ય બની ગયું છે. આપ શું કહો છો?
નમન, કરોડો રૂપિયાનું દાન કરનારા દાનેશ્વરીઓ પણ આ કાળમાં જ મોજૂદ છે તો ભરયુવાન વયે જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરવા કટિબદ્ધ બની જતા પવિત્ર યુવાનયુવતીઓનો પણ આ કાળમાં તોટો નથી. સાંભળવા માત્રથી શરીરમાંથી કંપારી પસાર થઈ જાય એવી વંદનીય તપશ્ચર્યાઓ કરનાર તપસ્વીઓના પણ આ કાળમાં દર્શન સુલભ છે તો જીવનભરને માટે હોટલ, પિશ્ચર, ટી.વી., રાત્રિભોજન વગેરેનો ત્યાગ કરી દેતા સત્ત્વશીલ આત્માઓ પણ આ કાળમાં પાર વિનાના છે.
જો કાળ જ ખરાબ છે તો એની અસર સહુ પર એક સરખી જ થવી જોઈએ ને? પણ ના, આવા ખરાબ કાળમાં ય સારા આત્માઓ આ જગતમાં સંખ્યાબંધ વિદ્યમાન છે જ.
હું તને જ પૂછું છું. ‘કાળ જ ખરાબ છે'ના બચાવ હેઠળ તારું મન જીવનમાં રહેલ કમજોરીઓને ન્યાયી” પુરવાર કરવા તો નથી માગતું ને? સત્ત્વ ફોરવતા રહીને સ્વજીવનને પાપમુક્ત અને દોષમુક્ત બનાવતા રહેવાની જવાબદારીમાંથી તારું મન છટકી જવા તો નથી માગતું ને? જીવનમાં પાપો કરતા રહેવાની છૂટ લઈ લેવા તો મન નથી માગતું ને? ખૂબ ગંભીરતાથી તું આત્મનિરીક્ષણ કરજે. કદાચ મેં તને પૂછેલા બધા જ પ્રશ્નો તને સાચા જ લાગશે.
અને એક બીજી વાત કરું?
Page #82
--------------------------------------------------------------------------
________________
‘કાળ જ ખરાબ છે'ની તારી વાત ધારી લઉં કે બિલકુલ સાચી જ છે. પણ એટલા માત્રથી તારા જીવનને ખરાબીના માર્ગે લઈ જવાની તને છૂટ તો નથી મળી જતી ને? એટલા માત્રથી તારા આત્માને દુર્ગતિમાં જતો તું બચાવી તો નથી શકવાનો?
બાકી, હું તને બરાબર ઓળખું છું. મંદીના વાતાવરણમાં તે પૈસા બનાવવા માટે જે પ્રબળ પુરુષાર્થ કર્યો છે એનો મને ખ્યાલ છે. પ્રદૂષિત વાતાવરણ વચ્ચે રહેવા છતાં શરીરની તંદુરસ્તી જાળવી રાખવા તે દાખવેલી જાગૃતિ અને સાવધગીરી મારા ખ્યાલમાં છે. કોમી હુલ્લડના માહોલ વચ્ચે ય સમસ્ત પરિવારને તે કઈ રીતે સુરક્ષિત રાખી દીધો છે એની મને ખબર છે.
ટૂંકમાં, સર્વથા પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે ય તું જો સંપત્તિ બનાવી શક્યો છે, શરીર સાચવી શક્યો છે અને સ્વજનોને સુરક્ષિત રાખી શક્યો છે તો નમન, મારે તને એટલું જ કહેવું છે કે કાળ ભલે ખરાબ રહ્યો, એની વચ્ચે જીવતા રહીને ય તું તારા સગુણોને, સદાચરણને, સમાધિને અને શુભભાવોને સાચવી જ લે, સુરક્ષિત રાખી જ દે. તારું સદ્ગતિગમન નિશ્ચિત્ત થઈને જ રહેશે.
Page #83
--------------------------------------------------------------------------
________________
T
કર
સંપત્તિ-સત્તા-ખ્યાતિ-વ્યક્તિત્વ વગેરેથી વ્યક્તિનું બાહ્ય ‘માપ’જો નક્કી થાય છે તો જાણવું તો મારે એ છે કે વ્યક્તિનું આંતરિક માપ શેનાથી નક્કી થાય છે ? મને ખ્યાલ તો આવે કે આત્યંતર સ્તરે અત્યારે હું છું કાં ?
તત્ત્વજ્ઞ, સૌપ્રથમ તો તારી આ જિજ્ઞાસા બદલ તને મારા ખૂબ ખૂબ ધન્યવાદ ! કારણ કે સંસારના આ બજારમાં આપ્યંતર સ્તરનું તો કોઈ મૂલ્ય જ નથી, કિંમત નથી, માગ જ નથી, ગૌરવ જ નથી. કદાચ કહેવું હોય તો એમ કહી શકાય કે એ સ્તર તરફ કોઈની નજર પણ નથી.
જ
આ સ્થિતિમાં તને આપ્યંતર સ્તરે તારું ખદનું ‘માપ’ શું છે એ જાણવાની જે જિજ્ઞાસા થઈ છે એ સાચે જ આશ્ચર્યજનક પણ છે તો આનંદજનક પણ છે. પુનઃ આવી જિજ્ઞાસા બદલ મારા તને ખૂબ ખૂબ ધન્યવાદ !
હવે તારી જિજ્ઞાસાનું સમાધાન.
નાની નાની અનુકૂળ વસ્તુઓ પણ જો તને ઉત્તેજિત કરી રહી છે અને નાની નાની પ્રતિકૂળતાઓ પણ જો તારા ચિત્તને આવેરાડા બનાવી રહી છે તો નિશ્ચિત સમજ રાખજે
કે આભ્યન્તર સ્તરે તારું માપ 'વામન' નું જ છે.
દાળમાં લીંબુનાં પાંચ-દસ ટીપાં પડ્યાં અને દાળના એ સ્વાદે તું જો ખુશ થઈ ગયો, આખી રાત ઠંડા પવનના સ્પર્શે તું ઘસઘસાટ સૂઈ ગયો અને આવી મસ્ત ઊંઘ આવી જવા બદલ તું જો પાગલ પાગલ થઈ ગયો, પ્રશંસાના બે શબ્દ તને સાંભળવા મળ્યા અને તું જો ગદગદ બની ગયો, શાકભાજી તને સસ્તામાં મળી ગઈ અને એ બદલ તું જો ખુશ ખુશ થઈ ગયો, તારી અપેક્ષા કો’કે જાણીજોઈને તોડી અને હું કો
૮૩
Page #84
--------------------------------------------------------------------------
________________
આવેશમાં આવી ગયો, ચા બિલકુલ ઠંડી આવી અને તું જો ક્રોધાવિષ્ટ બની ગયો, તારી થતી નિંદાના સમાચાર તારા કાને આવ્યા અને તું જો મગજ ગુમાવી બેઠો, સ્વાર્થમંગ થતાંવેંત તું જો લોહી ગરમ કરી બેઠો, ઉઘરાણી પતાવવામાં નોકરે બેદરકારી દાખવી અને તું જ મગજનું સમતોલન ગુમાવી બેઠો.
તો,
બહિર્જગતમાં તારું જે પણ માપ હોય તે, પણ આભ્યન્તર સ્તરે તો તું ‘નાનો’ ‘નબળો’ ‘નિઃસત્ત્વ’ પુરવાર થઈ જ ગયો ! શું કહું તને ? બહિર્જગતમાં ‘ચક્રવર્તી’ પણ આભ્યન્તર સ્તરે ભિખારી' હોઈ શકે છે તો આભ્યન્તર સ્તરનો ‘ચક્રવર્તી’ બહિર્જગતનો ‘ભિખારી’ પણ હોઈ શકે છે.
મારી તો તને એક જ સલાહ છે. પ્રચંડ અનુકૂળતાઓ અને જાલિમ પ્રતિકૂળતાઓ વચ્ચે ય મનને અનુત્તેજિત અને ઉપશાંત રાખવાની કળા જો તું આત્મસાત્ કરી લેવા માગે છે તો એની શરૂઆત અહીંથી કર. નાની પ્રતિકૂળતામાં ન ચિત્તને આવેશમસ્ત બનવા દે, નાનકડી અનુકૂળતામાં ન ચિત્તને ઉત્તેજિત થવા દે. આભ્યન્તર સ્તરે તારું કદ ‘વિરાટ’ થઈને જ રહેશે.
८४
Page #85
--------------------------------------------------------------------------
________________
૪૩
જૂઠ' એ પાપ, દોષ કે ભૂલ હોવા છતાં ય “સત્ય” કરતાં વધુ પ્રભાવશાળી પુરવાર થઈ રહ્યાનું જે અનુભવાય છે એની પાછળ કારણ શું છે? શું આજના કાળે જ આવું બની રહ્યું છે કે પછી સર્વકાળે આમ જ બનતું હોય છે?
નરેન્દ્ર, તે દીવડાને તો જોયો જ હશે. એની સાથે તું જે પણ વ્યવહાર કરવા માગે છે એ કરી શકે ને? તું એને બુઝવી પણ શકે, તું એને તારી ઇચ્છિત જગાએ લઈ જઈ પણ શકે, તું એમાં ઘી પૂરતો રહીને એની જ્યોતને અખંડ પણ રાખી શકે, તું એની જ્યોતને નાની-મોટી પણ કરી શકે પણ સૂરજ સાથે તું આમાંનું કશું ય કરી શકે ખરો? ના. સૂરજ જેવો હોય એવો જ રહે. એને જ્યાં રહેવું હોય ત્યાં જ રહે. એને જેટલો પ્રકાશ આપવો હોય એટલો જ આપે.
ટૂંકમાં, દીપક તને આધીન બની શકે પણ સૂરજને આધીન તો તારે જ બનવું પડે. દીપકતારા હસ્તક્ષેપને સ્વીકારી લે પણ સૂરજ તો તારા હસ્તક્ષેપને ઘોળીને પી જાય.
જે પુછાવ્યું છે, એનો આ જ જવાબ છે. જૂઠ દીપક જેવું છે. એની સાથે કુશળતા પેદા કરવી એ અતિ સરળ છે કારણ કે તમે ધારો એ રીતે એને બદલી શકો છો. તમે એને નાનું પણ કરી શકો છો તો મોટું પણ કરી શકો છો. તમે એને સત્યનાં કપડાં પણ પહેરાવી શકો છો તો દંભનાં કપડાં પણ પહેરાવી શકો છો. તમે એને જગત વચ્ચે બદનામ પણ કરી શકો છો તો સન્માનપાત્ર પણ બનાવી શકો છો. તમે એની હત્યા પણ કરી શકો છો તો તમે એને અભયદાન પણ આપી શકો છો.
પણ સબૂર !
૮૫
Page #86
--------------------------------------------------------------------------
________________
સત્ય સાથે તમે આમાંનું કશું જ ન કરી શકો કારણ કે સત્ય તો સૂરજ જેવું છે. ન તમે એને બદલી શકો કે ન એને તમે નકારી શકો. ન એ તમારા અભિપ્રાયની પરવા કરે કે ન એ તમારા એના પરના હસ્તક્ષેપને સ્વીકારી લે. તમારે જ એને આધીન થવું પડે. તમારે જ એને અનુકૂળ થવું પડે. તમારે જ એની શરણાગતિ સ્વીકારવી પડે. તમારે જ એને સમર્પિત થવું પડે.
| બસ, આ જ કારણે લોકો જૂઠ પ્રત્યે જેટલા આકર્ષિત થાય છે એટલા સત્ય પ્રત્યે આકર્ષિત થતા નથી. આ જ કારણે જૂઠ સાથે દોસ્તી જમાવવાનું લોકોને જેટલું ફાવે છે, સત્ય સાથે દોસ્તી જમાવવાનું એટલું ફાવતું નથી.
તું પુછાવે છે કે “શું આજના કાળે જ આવું બની રહ્યું છે કે પછી સર્વકાળે આમ જ બનતું હોય છે?' તારા આ પ્રશ્નનો જવાબ એ છે કે જૂઠ આટલું પ્રભાવશાળી સર્વકાળ હોય છે ! જૂઠા માણસો સત્યવાદી કરતાં સર્વકાળે આટલા જ તાકાતવાન દેખાતા હોય છે.
આમ છતાં ય મારી તને એક જ સલાહ છે. તકલાદી જૂઠ સાથેની દોસ્તી તોડી દઈને તાકાતવાન સત્ય સાથે તું દોસ્તી જમાવી લે. તું ખુદ સત્યરૂપ બની જઈશ.
Page #87
--------------------------------------------------------------------------
________________
४४
ગુંડા સાથે હિસાબ ચૂકવી દેવાનું હજી સરળ લાગે છે પણ મન સાથે કઈ રીતે કામ લેવું એ સમજાતું જ નથી. પ્રત્યેક સ્થળે અને પ્રત્યેક સમયે, પ્રત્યેક ક્રિયામાં અને પ્રત્યેક સંયોગમાં આત્માને જાણે કે એ ભટકાવતું જ રહે છે. કોઈ સમાધાન !
0
દક્ષેશ, એક વાત તું ખાસ સમજી રાખજે કે મન આત્માને ભટકાવતું નથી પણ આત્માને ખુદને ભટકવું હોય તો મન આત્માનું સાધી - સંગાથી બન્યું રહે છે.
આત્મા તો શરીરના સ્થાને છે જ્યારે મન પડછાયાના સ્થાને છે. પડછાયો જેમ શરીરને બંધાયેલો છે તેમ મન આત્માને બંધાયેલું છે. શરીર જ્યાં પણ જાય છે, પડછાયો જેમ એની સાથે ને સાથે જ રહે છે તેમ આત્મા જ્યાં પણ રસ લે છે. મન આત્માની સાથે જ રહે છે.
તું ક્યારેય એમ કહીશ ખરો કે પડછાયો શરીરને ભટકાવતો જ રહે છે ! છે ના, તો એ જ વાત તારે મનઆત્માની બાબતમાં સમજી રાખવાની છે. મન આત્માને ભટકાવતું રહે છે એમ તો કહી શકાય તેવું જ નથી.
અલબત્ત, માલિક કોઈ પણ કારણસર નોકરથી દબાઈ ગયેલો હોય અને એના કારણે નોકર માલિક પર હકૂમત જમાવી રહ્યો હોય તો એ કમજોરી માલિકની છે, નોકરની તાકાત તો હરિંગજ નથી.
બસ, એ જ ન્યાયે આત્મા, મનથી દબાઈ ગયેલો હોવાના કારણે મન આત્મા પર પોતાની હકૂમત ચલાવી રહ્યું હોય તો એ કમોરી આત્માની જરૂર છે પણ મનની તાકાતનો હરગિજ નથી.
આનો અર્થ
આ જ કે જે પળે આત્મા પોતે જાગ્રત થઈ જાય, સાવધ
८७
-
Page #88
--------------------------------------------------------------------------
________________
થઈ જાય, પોતે “માલિક' હોવાની એને ખુદને પ્રતીતિ થઈ જાય, મન ‘નોકર’ હોવાનો એને ખ્યાલ આવી જાય, મનને પોતે ધારે ત્યાં લઈ જઈ શકે છે અને પોતાની આજ્ઞા મુજબ એને વર્તવા ફરજ પાડી શકે છે એનો એને સ્પષ્ટ અણસાર આવી જાય પછી તાકાત નથી મનની કે આત્માને એ પોતાના હાથનું રમકડું બનાવીને ધારે એ રીતે રમાડી શકે !
દક્ષેશ,
પ્રશ્ન મનને દબાવવાનો નથી, મનને સમજવાનો છે. પ્રશ્ન મનથી થાકી જવાનો નથી, મનનું સ્થાન સમજી લેવાનો છે. પ્રશ્ન મનને તાકાતવાન માની લેવાનો નથી, મનની નપુંસકતાને સમજી લેવાનો છે.
અનંતકાળમાં અનંત આત્માઓ પોતાના અનંત ગુણોના ઉઘાડમાં જો આ સમ્યક સમજના સહારે સફળ બન્યા જ છે તો પછી મારે કે તારે હતાશ થઈને હાથ ધોઈ નાખવાની જરૂર જ
ક્યાં છે ? | ‘તું જેની આજ્ઞા માની રહ્યો છે એ તો તારો નોકર છે’ એવો ખ્યાલ આવી ગયા પછી ય તું એની આજ્ઞામાં જ રહે એ સંભવિત છે ખરું? જો ના, તો અનંતજ્ઞાનીઓનું આ વચન છે. ‘મન તારું નોકર છે, એની આજ્ઞામાં રહેવાનું તને શોભતું નથી.'
Page #89
--------------------------------------------------------------------------
________________
૪૫
મારી પ્રશંસા કરવા ખાતર હું નથી કહેતો પણ એ હકીકત છે કે મારા સમસ્ત મિત્રવર્ગમાં “ચહેરાની લિપી” ઉકેલવાનું જે સામર્થ્ય મારી પાસે છે એ બીજા કોઈની ય પાસે નથી. મારા એ સામર્થ્ય અંગે આપનું કોઈ સૂચન?
બલવીર, ચહેરાની લિપી ઉકેલવાના તારા સામર્થ્યની પરલોક જગતમાં, પ્રભુ જગતમાં અને પ્રેમ જગતમાં ફૂટી કોડીની કિંમત નથી. બની શકે કે તારા આ સામર્થ્યથી તારો મિત્રવર્ગ સ્તબ્ધ હોય! બની શકે કે તારું આ સામર્થ્ય ધંધામાં તારા પ્રતિસ્પર્ધીને પાછળ રાખી દેતું હોય! બની શકે કે તારું આ સામર્થ્ય તને કોઈની ય છેતરપીંડીના શિકાર બનવા ન દેતું હોય ! બની શકે કે તારા આ સામર્થ્યના કારણે તારા મિત્રોની સંખ્યાનો “ઇન્ડેક્ષ” કાયમ ઊંચો જ રહેતો હોય !
અને તો ય મારે તને કહેવું છે કે તારા આ સામર્થ્યમાં નથી પરલોકની તારી સદ્ગતિને નિશ્ચિત્ત કરી દેવાની તાકાત! તારા આ સામર્થ્યમાં નથી તેને પ્રભુપ્રિય બનાવવાની તાકાત ! નથી તારા આ સામર્થ્યમાં તને લોકપ્રિય યાવતુ પરિવારપ્રિય બનાવી દેવાની તાકાત ! અરે, નથી તારા આ સામર્થ્યમાં પ્રતિકૂળતામાં કે રોગગ્રસ્ત અવસ્થામાં તારા ચિત્તને સમાધિમાં રાખવાની તાકાત !
હું કહું છું, આવા ‘નપુંસક’ સામર્થ્યનો આટલો ફાંકો શું? આટલો વટ શું? આટલું પાગલપન શું? આટલો અહં શું?
હા, તારી પાસે જો હોય “આંસુની લિપી” ને ઉકેલવાનું સામર્થ્ય તો હું તને પ્રમાણપત્ર આપી દઉં કે તું સાચે જ મર્દનો બચ્યો છે. કારણ કે આ સામર્થ્યમાં જ પરલોકને સદ્ધર કરી દેવાની પ્રચંડ તાકાત ધરબાયેલી છે. આ સામર્થ્યમાં જ તને પ્રભુની પાવન કરુણાના ભાજન બનાવી દેવાની પ્રચંડ ક્ષમતા
૮૯
Page #90
--------------------------------------------------------------------------
________________
ધરબાયેલી છે. આ સામર્થ્યમાં જ તને જગતના જીવમાત્રના મિત્ર બનાવી દેવાની મસ્ત કળા ધરબાયેલી છે.
બલવીર, જવાબ આપ, છે તારી પાસે આ વંદનીય સામર્થ્ય? કોકની આંખમાંથી વહી રહેલા આંસુ જોવા માત્રથી તને ખ્યાલ આવી જાય છે ખરો કે એ આંસુ પાછળ કાં તો દુઃખનો વલોપાત છે, કાં તો પાપનો પશ્ચાત્તાપ છે, કાં તો પ્રભુમિલનનો આનંદ છે, કાં તો પ્રભુવિરહની વ્યથા છે, કાં તો કૃતજ્ઞતાનો ભાર છે અને કાં તો ધન્યવાદનો ભાવ છે !
જો આ આંસુની લિપીને ઉકેલવાનું સામર્થ્ય તું ન ધરાવતો હોય તો હું તને કહું છું કે કેવળ ચહેરાની લિપી ઉકેલવાનું તારી પાસે રહેલ સામર્થ્ય તને ક્રૂર, કઠોર અને કૃતજ્ઞ બનાવીને દુર્ગતિમાં ધકેલી દીધા વિના નહીં રહે.
વાંચી છે તે આ પંક્તિ? જે નયને કરુણા તરછોડી, એની કિંમત ફૂટી કોડી'
તારી પાસે જે છે એ આંખ છે પણ કાચ નથી એ તું જો પુરવાર કરવા માગે છે તો મારી તને ભારપૂર્વકની વિનંતિ છે કે આંસુની લિપી ઉકેલવાનું સામર્થ્ય તું પામીને જ રહે. જીવન તારું ધન્ય બની રહેશે. મરણ તારું ભવ્ય આવી રહેશે !
૯0
Page #91
--------------------------------------------------------------------------
________________
'
૪૬
બીજાની વાત તો શું કરું પણ મારી જ પોતાની વાત કરું તો આપના જેવા મુનિ ભગવંતોના કષ્ટદાયક જીવનને જોતાં મને આપ સહુની દયા આવે છે. ન આપના જીવનમાં કોઈ મનોરંજન કે ન આપના જીવનમાં કોઈ સુખસાહ્યબી ! આ તે જીવન કહેવાય?
મિલન, તને અમારા જીવનનાં કષ્ટો દેખાયા, અમારા જીવનની મસ્તી? અમારા જીવનની અગવડો દેખાઈ, અમારા જીવનનો આનંદ? અમારા જીવનની તકલીફો દેખાઈ, અમારા ચિત્તની પ્રસન્નતા?
એક વાત તને પૂછું? તું અનેકવાર મને મળવા આવ્યો છે. ગામડામાં ય તું મને મળ્યો છે તો શહેરમાં ય તું મને મળ્યો છે. શિયાળાની કડકડતી ઠંડીમાંય તું મને મળ્યો છે તો ઉનાળાની જાલિમ ગરમીમાં ય તારે મને મળવાનું બન્યું છે. ગામડાના ભંગાર ઉપાશ્રયમાં ય તું મને મળ્યો છે તો શહેરના આલીશાન ઉપાશ્રયમાં ય તું મને મળવા આવ્યો છે.
જવાબ આપ. તે ક્યારેય મારા ચહેરા પર અપ્રસન્નતા જોઈ છે? ઉદ્વિગ્નતાનો ઓછાયો મારા ચહેરા પર છાયેલો તને ક્યારેય જોવા મળ્યો છે? સંયમજીવનમાં પડતી તકલીફો અંગે તેં ક્યારેય મારા મોઢામાંથી ફરિયાદનો સૂર નીકળતો સાંભળ્યો છે? મારા જીવનથી હું થાકી ગયો હોઉં, કંટાળી ગયો હોઉં કે ત્રાસી ગયો હોઉં એવો અણસાર પણ તને મારી જીવનચર્યા પરથી ક્યારેય આવ્યો છે?
એટલું જ શું કામ? તું તો શ્રીમંતાઈમાં જ આળોટી રહ્યો છે ને? ગાડી, બંગલા, ખ્યાતિ વગેરે બધું ય તને ઉપલબ્ધ જ છે ને? યુવાન પત્નીનો તું પતિ છે ને? મોજશોખનાં તમામ સાધનોતને હાથવગાં છેને? અને છતાં તે મારી પાસે ‘મહારાજ
Page #92
--------------------------------------------------------------------------
________________
છે
કોઈ પણ
પ
.
.
સાહેબ, જીવનમાં બધું જ છે પણ શાંતિ નથી” ની ફરિયાદ નથી કરી ? ધંધામાં આવી ગયેલ મંદીનાં રોદણાં તું મારી પાસે નથી રોયો? સંસારની જાતજાતની ફરિયાદો તે મારી પાસે નથી કરી?
જો હા, તો આનો તાત્પર્યાર્થ શો ? મારું જીવન તારા માટે દયાપાત્ર કે પછી તારું જીવન મારા માટે દયાપાત્ર? તારું જીવન મારા માટે ઈર્ષ્યાનું કારણ કે મારું જીવન તારા માટે ઈર્ષ્યાનું કારણ?
એક બીજી વાત.
જો તને મારું જીવન દયાપાત્ર જ લાગી રહ્યું છે તો તે ક્યારેય મને તારા જીવનમાં પાછા આવી જવાની ‘ઑફર” કરી છે ખરી? અને મેં તને ન જાણે કેટલીય વાર કહ્યું છે કે ‘મિલન, આ જીવનમાં અમે જે મસ્તી અનુભવી રહ્યા છીએ એ મસ્તીનો સ્વાદ જીવન સમાપ્ત થતા પહેલાં તારેય અનુભવી લેવા જેવો છે !'
હકીકત જ્યારે આ જ છે ત્યારે મારે તને એટલું જ કહેવું છે કે આત્મા પરનું મોહનું જોર થોડુંક ઓછું કરી નાખ. તને ખ્યાલ આવી જશે કે તે જે મારા માટે વિચાર્યું હતું એમાં પાગલપન સિવાય બીજું કાંઈ જ નહોતું!
Page #93
--------------------------------------------------------------------------
________________
HT|||||||||||||||T ૪૦) r[li[ [ [r[ G[ r[ T[ r[ |
સામી વ્યક્તિના અપરાધ બદલ એને ક્ષમા આપી દેવી, એને માફી માં આપી દેવી એ એક પ્રકારની મૂર્ખાઈ હોય એવું નથી લાગતું? જો કિ
આપણને એણે નુકસાનીમાં ઉતારી જ દીધા છે તો પછી એને ક્ષમા ત્રિ || શું કામ? એને માફી શું કામ?
Eg|||||||||||
리리리리리리리리리리리리리리리리리
ચિંતન, સામી વ્યક્તિના અપરાધ છતાં ય એને ક્ષમા આપી દેવાની બહાદુરી એકાદ વાર પણ તું દાખવી તો જો ! એકાદ વાર પણ સામાને માફ કરી દેવાની ઉદારતા તું દર્શાવી તો જો ! તને ખ્યાલ આવી જશે કે કરોડ રૂપિયાનું દાન આપી દેવું એક વાર સરળ છે પરંતુ સામી વ્યક્તિને ક્ષમાનું દાન કરવું એ તો ભારે કઠિન છે, મુશ્કેલ છે, કષ્ટદાયક છે ! | તને યાદ અપાવી દઉં કે ક્ષમાની ગંગાનું ઉદ્ગમસ્થાન તો પ્રેમની ગંગોત્રી છે. જો હૃદય પ્રેમસભર જ નથી તો ક્ષમાનું દાન એ અશક્યપ્રાય જ છે.
- તું જવાબ આપ. હૃદયને જીવો પ્રત્યેના પ્રેમથી સભર રાખવું એ શું મૂર્ખાઈ છે? પાગલપન અને કાયરતા છે? જો એમાં તું હા પાડીશ તો તારે આ જગતના તમામ સજ્જનોને, સંતોને યાવત્ પરમાત્માને પણ મૂર્ખ માનવા પડશે! તારું હૃદય એ માટે તૈયાર છે ખરું?
બાકી સાચું કહું?
ક્ષમાશીલ માણસ તો એવો કૂપણ છે કે જે ક્ષમાના બધા જ ફાયદાઓ પોતે જ ઉઠાવે છે. ચિત્તની પ્રસન્નતા એ ક્ષમાનો જો પ્રથમ નંબરનો ફાયદો છે તો મનનું હળવાપણું એ ક્ષમાનો બીજા નંબરનો ફાયદો છે. મૈત્રીભાવને અભયદાન એ ક્ષમાનો જો ત્રીજા નંબરનો ફાયદો છે તો સમાધિ અકબંધ એ ક્ષમાનો ચોથા નંબરનો ફાયદો છે. નિશ્ચિત સદ્ગતિગમન એ ક્ષમાનો
૯૩
Page #94
--------------------------------------------------------------------------
________________
જો પાંચમા નંબરનો ફાયદો છે તો પ્રભુની આજ્ઞાનું પાલન એ ક્ષમાનો છઠ્ઠા નંબરનો ફાયદો છે. લોકપ્રિયતા એ જો ક્ષમાનો સાતમા નંબરનો ફાયદો છે તો પાપભીરુતા એ ક્ષમાનો આઠમા નંબરનો ફાયદો છે.
આટઆટલા ફાયદાઓને પોતાના ખીસામાં મૂકી દેતો ક્ષમાશીલ માણસ તને મૂરખ લાગે છે? ક્ષમાદાનની એની પ્રવૃત્તિ તને મૂર્ખાઈરૂપ ભાસે છે? - જો હા, તો મારે તને એટલું જ કહેવું છે કે તારા હૃદયનું કોક સંત પાસે જઈને તારે ‘બાયપાસ કરાવી લેવાની જરૂર છે. એમાં થતો વિલંબ શક્ય છે કે તારા ભાવપ્રાણોને ખતમ કરી નાખીને તારા આત્માને દુર્ગતિમાં ધકેલી દે! તારા આત્માનું સંસાર પરિભ્રમણ વધારી દે!
ચિંતન, મગજ થોડું ઠેકાણે રાખ. ક્ષમાનો જે ભાવ અધ્યાત્મજગતનું શ્રેષ્ઠતમ ઘરેણું છે એ ક્ષમાના ભાવને “કાંકરો' માની બેઠેલા તારા મગજને પ્રભુચરણમાં મૂકી દે ! તારું બધું જ - શાંતિ-સમાધિ-સદ્ગતિ - બચી જશે અન્યથા...!!!
Page #95
--------------------------------------------------------------------------
________________
૪૮
સુખ જો સંસારના માર્ગેય મળતું હોય અને ધર્મના માર્ગેય મળતું હોય તો પછી કષ્ટદાયક એવા ધર્મના માર્ગે સુખ મેળવવાને બદલે સુખદાયક એવા સંસારના માર્ગે જ સુખ મેળવવા પ્રયત્નશીલ શા માટે ન બનવું?
ધર્મિનુ, એક નાનકડી વાત તને કરું? ધાર કે તારી પાસે એક સફેદ કપડું છે. તું એના પર સ્યાહીના પાંચ-દસ ખડિયા ઊંધા વાળી દે તો થાય શું? એ જ ને કે કપડું આખું ય સ્યાહીવાળું થઈ જાય. તને કપડું દેખાતું જ બંધ થઈ જાય. માત્ર સ્યાહી જ સ્યાહી દેખાતી રહે !
બીજી બાજુ, ધાર કે તું એક એવા કમરામાં છે કે જે કમરામાં ગાઢ અંધકાર જ છે. આંખ તારી ખુલ્લી હોવા છતાં તને કશું જ દેખાતું નથી. એ અંધકારથી અકળાઈને તું એક મીણબત્તી ત્યાં સળગાવી દે છે ત્યારે થાય છે શું? એ જ ને કે અંધકાર ગાયબ થઈ જાય છે અને માત્ર પ્રકાશ જ પ્રકાશ દેખાય છે.
હવે તારા પ્રશ્નનો જવાબ.
સંસારના માર્ગે જે પણ સુખ મળે છે એ સુખ છે કપડાં પર ઢોળી દીધેલ સ્યાહી જેવું. એ સુખનો જેણે પણ સ્વીકાર કર્યો એણે શુદ્ધ આત્મા - કે જે કપડાં જેવો હતો - ગુમાવી દીધો. અને સ્યાહી જેવા પદાર્થો બચાવી લીધા! માલિક રવાના અને મોલ સુરક્ષિત ! આત્મા ગાયબ અને પદાર્થો ઉપસ્થિત ! સંસારના માર્ગે મળતા સુખની આ તાસીર છે.
જ્યારે ધર્મના માર્ગે જે પણ સુખ મળે છે એ સુખ છે અંધકારમાં થતા પ્રકાશ જેવું. અંધકાર ગાયબ અને પ્રકાશ ઉપસ્થિત. આત્મા પર અનંત અનંતકાળનો જામ્યો છે
Page #96
--------------------------------------------------------------------------
________________
વાસનાનો અંધકાર ! કષાયોનો અંધકાર ! આસક્તિનો અંધકાર ! આગ્રહનો અને અપેક્ષાનો અંધકાર ! અહંનો અને અવળચંડાઈનો અંધકાર !
જ્યાં જીવનમાં ધર્મનો પ્રકાશ થઈ જાય છે, અનંત અનંતકાળનો એ અંધકાર ગાયબ થઈ જાય છે, નામશેષ થઈ જાય છે. વાસના દૂર થઈ જાય છે, આત્મા ઉપસ્થિત થઈ જાય છે. વિભાવદશા દૂર થઈ જાય છે, સ્વભાવદશા પ્રગટી જાય છે. સંસાર પરિભ્રમણ સમાપ્ત થઈ જાય છે, મુક્તિગમન નિશ્ચિત બની જાય છે.
હું તને જ પૂછું છું. સુખના આ બે વિકલ્પમાંથી કયા વિકલ્પ પર પસંદગી ઉતારવા જેવી છે? કપડું ગાયબ થઈ જાય એવા સંસારના સુખ પર કે અંધકાર ગાયબ થઈ જાય એવા ધર્મના સુખ પર?
ધર્મિનું, અનંતકાળમાં જે ભૂલ કરી છે એ જ ભૂલ આ જીવનમાં દોહરાવવા જેવી નથી. આત્માને ગુમાવી દઈને આ જગતનાં કોઈ પણ સુખો મળતાં હોય, એ સ્વીકારવા જેવા નથી અને આત્મા સલામત રહી જતો હોય તો આ દુનિયાના કોઈ પણ સુખને છોડી દેતા પળનો ય વિલંબ કરવા જેવો નથી !
Page #97
--------------------------------------------------------------------------
________________
૪૯
કોબ્રા સર્પને હાથેથી પકડી લેનારા મેં મારી આંખે જોયા છે. હાથમાં માત્ર લાકડી લઈને સિંહની પાછળ ભાગેલા યુવાનો મેં જોયા છે. ટેકરીની ટોચ પરથી નદીમાં કૂદકો લગાવનારા મેં જોયા છે. મારામાં આવી મર્દાનગી ક્યારે આવશે?
સાગર, બની શકે કે તારા જગતમાં બાહુબળ જ મર્દાનગીનું માપદંડ મનાયું હોય, દઢ મનોબળ જ તાકાતનું સૂચક મનાયું હોય પણ કહેવા દે મને કે આવા બાહુબળની કે આવા મનોબળની અધ્યાત્મજગતમાં ફૂટી કોડીની ય કિંમત નથી.
કારણ?
આવી મર્દાનગી તો આ જગતમાં દુર્જન પણ ધરાવતો હોય છે તો ગુંડા પાસે ય આ તાકાત હોય છે. વ્યભિચારીને ય આ શક્તિનું વરદાન મળ્યું હોય છે તો ખૂની પાસે પણ આ તાકાત હોવામાં કોઈ વાંધો નથી.
પણ,
અધ્યાત્મ જગત તો પાપભીરુતાને સાચી મર્દાનગીનું પ્રમાણપત્ર આપે છે. જો તમે પાપથી ડરી રહ્યા છો, તમારું હિત શોષવી નાખતા વિચાર-વાણી-વ્યવહારથી જો તમે કાંપી રહ્યા છો, તમારા સ્વભાવથી દૂર ધકેલી દેતા સંગ અને સ્થાનથી જો તમે વ્યથિત થઈ રહ્યા છો તો અધ્યાત્મ જગત એમ કહે છે કે તમે જ સાચા પુરુષ છો. તમે જ સાચા મર્દ છો. તમે જ સાચા તાકાતવાન છો.
પ્રશ્ન મનમાં એ થાય કે બાહુબળ અને મનોબળને જ સાચી મર્દાનગી ન કહેતાં પાપભયને જ સાચી મર્દાનગી કહેવાનું કારણ શું હશે? જવાબ આ પ્રશ્નનો એ છે કે પાપભય એ
Page #98
--------------------------------------------------------------------------
________________
આંતરશત્રુઓ પર વિજય મેળવવામાં સફળ બને છે કે જે આંતરશત્રુઓએ અનંત અનંતકાળથી આત્માને નરકનિગોદાદિ દુર્ગતિઓમાં ધકેલવાનું કામ કર્યું છે, આત્માને પાપી પણ એમણે જ બનાવ્યો છે તો દુ:ખી પણ એમણે જ બનાવ્યો છે. આત્માને દુર્બુદ્ધિનો શિકાર પણ એમણે જ બનાવ્યો છે તો મુક્તિથી દૂર રાખવાનું કામ પણ એમણે જ કર્યું છે.
- ટૂંકમાં, દુનિયાના બધા જ બાહ્ય શત્રુઓ જો ઘાસના તણખલાના સ્થાને છે તો આંતરશત્રુઓ એટમબૉમ્બના સ્થાને છે. ઘાસના તણખલાને તો તમે ફૂંક લગાવીને ઉડાડી શકો પણ એટમબૉમ્બને નકામો બનાવી દેતા તો તમને નવનેજાં પાણી ઊતરી જાય!
સાગર, આવા એટમબૉમ્બ સ્વરૂપ આંતરશત્રુઓને ખતમ કરી નાખવાની તાકાત જે પાપભયમાં છે એ પાપભયને અનંતજ્ઞાનીઓ જો સાચી મર્દાનગી કહેતા હોય તો એમાં આશ્ચર્ય શું છે?
એટલું જ કહીશ તને કે મર્દ બનવાના ખ્વાબમાં જો તું રાચતો હોય તો પાપભીરુ બની જા. તારી આ મર્દાનગી તારા ગળામાં મુક્તિની વરમાળા પહેરાવીને જ રહેશે.
Page #99
--------------------------------------------------------------------------
________________
ભૂલ સ્વીકારી લેવા મન હજી તૈયાર થાય છે, ભૂલને સુધારી લેવા ય મન સત્ત્વ ફોરવવા હજી તૈયાર થાય છે પરંતુ ભૂલ કાઢનાર પર સદ્ભાવ ટકાવી રાખવા અને સ્નેહ વરસાવવા મન કોઈ પણ હિસાબે તૈયાર થતું નથી. કોઈ સમાધાન?
- ચિંતન, આ જીવનમાં બે પડકાર બહુ મોટા છે. ભૂલ કરનાર પર સદ્ભાવ ટકાવી રાખવો એ પ્રથમ નંબરનો પડકાર છે કે જેને ઉપાડી લેવો હજી સરળ છે જ્યારે ભૂલ કાઢનાર પર સદ્ભાવ ટકાવી રાખવો એ બીજા નંબરનો પડકાર છે કે જેને ઉપાડી લેતા નવનેજાં પાણી ઊતરી જાય છે.
પણ,
તદ્દન નગ્ન વાસ્તવિકતા એ છે કે આ બંને પ્રકારના પડકારને ઉપાડી લીધા વિના અધ્યાત્મ જગત જેને “પ્રેમ” કહે છે એ પ્રેમના સ્વામી બની શકાતું નથી. પ્રેમના અભાવમાં આત્મા મૈત્રીભાવનો સ્વામી બની શકતો નથી અને મૈત્રીભાવનો અભાવ આત્માની કહેવાતી તમામ બાહ્ય ધર્મારાધનાઓને એનાં ફળ સુધી પહોંચવા દેતો નથી.
શું કહું તને?
આત્માની સંસાર રખડપટ્ટીના કેન્દ્રસ્થાને બે જ દોષ રહેલા છે. જડરાગ અને જીવદ્વેષ. આમાંય જડરાગને માંદો પાડવો હજી સરળ છે કારણ કે પૂરણ-ગલન-પડન અને સડન એ જ તો જડનો સ્વભાવ છે. પત્નીનું રૂપ આજે ભલેને મનને આકર્ષે છે, આકર્ષક બંગલો આજે ભલે ને દિલને પાગલ બનાવે છે, સ્વાદિષ્ટ દ્રવ્યો અત્યારે ભલે ને જીભમાંથી લાળ પડાવી રહ્યા છે, મસ્ત ફર્નિચર આજે ભલે ને આંખોને મોહી રહ્યું છે,
પણ,
Page #100
--------------------------------------------------------------------------
________________ એ તમામ પરનો રાગ માંદો પડવાનો જ છે. પ્રશ્ન માત્ર સમયનો જ છે. પત્ની બુદ્ધી થશે, બંગલો જૂનો થશે, સ્વાદિષ્ટ દ્રવ્યો પેટમાં જશે, ફર્નિચર ઝાંખું પડશે. રાગ ટકી જ રહેશે? બિલકુલ નહીં. પણ જીવદ્વેષને માંદો પાડવાનું કામ તો અતિ મુશ્કેલ છે. મનમાં વ્યક્તિ પ્રત્યે એક વાર દ્વેષ ઊભો થઈ ગયો, વ્યક્તિ પ્રત્યેના પૂર્વગ્રહથી મન ગ્રસિત થઈ ગયું, વ્યક્તિ પ્રત્યેનો દુર્ભાવ હૃદયમાં સ્થિર થઈ ગયો. બસ, પછી એ વ્યક્તિનું સદ્વર્તન દેખાય પણ છે તો ય મન એના પ્રત્યેના દ્વેષથી મુક્ત થવા તૈયાર થતું નથી. ચિંતન, મનને મારવું પડે તો મારીને પણ, હૃદયને સમજાવવું પડે તો સમજાવીને પણ, અહંકારની છાતી પર ચડી જવું પડે તો ચડીને પણ તું જીવષથી તારા મનને મુક્ત કરતો જ જા. ભૂલ સ્વીકારવા જો તું તૈયાર છે, ભૂલ સુધારવાય જો તું તૈયાર છે તો ભૂલ કાઢનારને હૃદયથી સ્વીકારી લેવામાં આટલી બધી આનાકાની શું કામ ?