________________
ક્રોધસેવનનાં નુકસાનો સતત અનુભવાતા હોવાથી ક્રોધથી દૂર થવાનું મન તો થાય છે પણ ક્ષમાના એવા કોઈ લાભ ન અનુભવ્યા હોવાથી ક્ષમાશીલ બન્યા રહેવાનું મન થતું નથી. કરવું શું?
પ્રેમ, સ્વજનથી દૂર લઈ જઈને દુર્જન બનાવી દે આત્માને, એ કામ જો ક્રોધ કરે છે તો આત્માને સ્વજનથી ઉપર ઉઠાવી લઈને સજ્જન, સંત યાવત્ પરમાત્મા બનાવી દેવાનું કામ ક્ષમા કરે છે.
આ હકીકત હોવા છતાં તને ક્ષમાથી મળી શકતા લાભ પ્રત્યે મનમાં શંકા જાગે છે એ જાણી જબરદસ્ત આશ્ચર્ય થયું છે. “જબરદસ્ત’ એટલા માટે કે તું તો તારી જાતને બુદ્ધિમાન, ચાલાક અને હોશિયાર માને છે. તર્કને તો તે તારી જીવનશૈલી બનાવી દીધી છે. સામાની વાતનો જડબાતોડ જવાબ આપવાની તો તારી ટેવ બની ગઈ છે અને છતાં તેમને પુછાવ્યું છે કે “ક્રોધથી નુકસાન’ એ વાત તો મગજમાં બેસી ગઈ છે પણ ‘ક્ષમાથી લાભ' એ વાત મગજમાં જામતી નથી. કમાલ છે !
એક વાત તરફ તારું ધ્યાન દોરું? જો બીમારી ત્રાસરૂપ બની રહી હોય તો એનો તાત્પર્યાર્થ આ ન નીકળે કે તંદુરસ્તી આશીર્વાદરૂપ જ નીવડે છે !
જો દરિદ્રતા આપઘાત કરી લેવા સુધીના વિચારોમાં મનને ખેંચી જતી હોય તો એનો તાત્પર્યાર્થ આ ન નીકળે કે શ્રીમંતાઈ જીવનને જીવવા લાયક તો બનાવીને રહે જ છે !
સર્વત્ર મળી રહેલ અપયશ જો જીવનની મસ્તી અને મનની પ્રસન્નતા ગાયબ કરી રહ્યો છે તો એનો તાત્પર્યાથે આ