________________
શરીર અને હૃદયમાં બહુમાનભાવ. આ છે પ્રાર્થનાનું મૂલ્ય.
લુખ્ખા હૈયે, રુક્ષ સ્વરે, સૂકી આંખે અને અનુત્તેજિત શરીરે થતી પ્રાર્થના એ હકીકતમાં બીજું કાંઈ પણ હશે પરંતુ પ્રાર્થના તો નથી જ.
આ ગણિતના આધારે તે કરેલ પ્રાર્થનાઓને તું તપાસી જજે. તને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે તારી પ્રાર્થનાઓ જો. સ્વીકાર્ય નથી બની તો એની પાછળ જવાબદાર બીજું કોઈ જ નથી, તારું ભિખારીપણું જ જવાબદાર છે.
તું શું એમ માને છે કે તું જે કાંઈ માગે એ પ્રભુએ આપી જ દેવું જોઈએ? તારી માગણીને - ઇચ્છાને પ્રભુએ સંતોષવી જ જોઈએ? ના. આ તો ત્રણ જગતનો નાથ છે, કરુણાનો સાગર છે, સર્વજ્ઞ છે અને વીતરાગ છે. એની ઉદારતાનોમહાનતાનો કોઈ જોટો નથી પણ આપણા પક્ષે બહુમાનભાવ વગેરે હોય તો જ એની ઉદારતાનો-મહાનતાનો આપણને અનુભવ થાય છે.
સંયમ, ગ્રાહક બનીને પ્રભુ પાસે જા. તારી પ્રાર્થના સ્વીકાર્ય બનીને જ રહેશે.
૬૪