________________
૩૨
સાંભળ્યું છે કે પ્રભુને કરેલી પ્રાર્થના સ્વીકાર્ય બનીને જ રહે છે. જો સાંભળેલી આ વાત સાચી હોય તો કહેવા દો મને કે મારો અનુભવ સાવ વિપરીત છે. ઢગલાબંધ પ્રાર્થનાઓ પ્રભુને હું કરી ચૂક્યો છું. એક પણ પ્રાર્થના સ્વીકાર્ય બની નથી.
સંયમ, તે પ્રાર્થના અંગે જે કાંઈ સાંભળ્યું છે એય સાચું છે અને તારા અનુભવની તે જે વાત લખી છે એ ય સાચું છે. તને થશે કે બંને વાત સાચી કેવી રીતે હોઈ શકે ? જો પ્રાર્થના સ્વીકાર્ય બનતી જ હોય તો મેં કરેલ પ્રાર્થનાઓ સ્વીકાર્ય બની કેમ નહીં ? અને મારી પ્રાર્થનાઓ સ્વીકાર્ય બની જ નથી તો પછી પ્રાર્થના સ્વીકાર્ય બનીને જ રહે છે એ વાત સાચી શી રીતે ?
તારી મૂંઝવણ હું સમજી શકું છું. સમાધાન એનું એ છે કે ગ્રાહક બનીને કરેલપ્રાર્થના સ્વીકાર્ય બને જ છે જ્યારે ભિખારી બનીને કરેલ પ્રાર્થના ક્યારેય સ્વીકાર્ય બનતી નથી.
તું પૂછીશ, ફરક શો છે ગ્રાહક અને ભિખારી વચ્ચે ? જવાબ એનો એ છે કે મૂલ્ય ચૂકવીને જે માલ લે છે એ ગ્રાહક છે જ્યારે કશું ય ચૂકવ્યા વિના જે મેળવવા ઝંખે છે એ ભિખારી છે.
હું તને જ પૂછું છું. તે પ્રભુને આજસુધીમાં જેટલી પણ પ્રાર્થનાઓ કરી છે એ પ્રાર્થનાઓ ગ્રાહકની ભૂમિકાએ હતી કે ભિખારીની ભૂમિકાએ? મૂલ્ય ચૂકવવાની તૈયારી સાથે તું પ્રભુ સમક્ષ ઉપસ્થિત થયો હતો કે કડકો બનીને તું પ્રભુ આગળ ભીખ માગવા ગયો હતો?
મૂલ્ય ચૂકવવું એટલે શું, એમ તું પૂછે છે ? જવાબ એનો આ છે કે આંખમાં આંસુ, વાણીમાં ગદ્ગદતા, રોમાંચિત
૬૩