________________
પોત ગમે તેટલું મોટું હોય તો ય યાદ રાખજે કે મારા માથે જે પ્રભુ છે એ એટલા બધા મોટા છે કે એની સમક્ષ તારી તો કોઈ જ વિસાત નથી !'
ટૂંકમાં, ‘તકલીફ મોટી અને પ્રભુ નાના” આ માન્યતા તારા જેવા ઉપરછલ્લા ભક્તની હોય છે જ્યારે “પ્રભુ એટલા બધા મોટા કે એમની સમક્ષ તકલીફોનો સમૂહ પણ સાવ નાનો અને બિલકુલ તુચ્છ' આ શ્રદ્ધા સાચા ભક્તની હોય છે.
ચેતન,
એટલું જ કહીશ તને કે ભક્તિનો નશો એક વાર તારા મગજ પર સવાર થઈ જવા દે. પ્રભુ પાછળની જે પાગલતા મહારાજા શ્રેણિક પાસે હતી એના લાખમાં ભાગની પાગલતા તું તારા હૃદયમાં સ્થિર થઈ જવા દે. ખાતરી સાથે હું તને કહું છું કે તકલીફોની વણઝાર વચ્ચે તું ય એ તકલીફોને કહી શકીશ કે ‘મારા પ્રભુની વિરાટતા અને મહાનતા સામે તમારું પોત તો ઘાસના તણખલા જેવું છે. આવી જાઓ. તમને આવકારવા હું તૈયાર છું.’