________________
આપણને પણ મળી શકે છે અને પરમાત્માને પણ મળી શકે છે. બહારથી એ આપણા જેવા લાગતા હોય છે અને અંદરથી પરમાત્મા સાથે એમનું અનુસંધાન ચાલતું હોય છે.
હાર્દિક, ‘ગુરુ” એ તો પૃથ્વી પરનો શ્રેષ્ઠતમ ચમત્કાર છે. એમની તાકાત જે શિષ્ય સમજી શક્યો છે એ શિષ્યને તો ગુરુમાં જ પરમાત્માનાં દર્શન થયા છે. એમની મહાનતાને જે શિષ્ય જોઈ શક્યો છે એ શિષ્યને તો ગુરુમાં જ વીતરાગનાં દર્શન થયા છે. એમની તારકતાને જે શિષ્ય અનુભવી શક્યો છે એ શિષ્યને તો ગુરુમાં જ અચિન્ય શક્તિસમ્પન્નતાનાં દર્શન થયા છે.
જોખમ ઉઠાવીને અપેક્ષાએ કહું તો ગુરુસમર્પિત શિષ્ય એકવાર પરમાત્મા વિના ચલાવી લેવા તૈયાર થઈ જશે પણ ગુરુ વિના તો એ પળભર પણ જીવવા તૈયાર નહીં થાય ! તું પુછાવે છે, અધ્યાત્મના માર્ગ પર “ગુરુ'ની શી જરૂર છે? હું કહું છું, આ માર્ગ પર ગુરુ મળી જતા હોય તો પછી બીજા કોઈની ય ક્યાં જરૂર છે?