________________
દુઃખમાં પરમાત્માનું સ્મરણ જે તીવ્રતાથી થાય છે એ જ તીવ્રતાથી સુખમાં પરમાત્માનું વિસ્મરણ થઈ જાય છે. સમજાતું તો એ નથી કે દુઃખમાં થતું પ્રભુસ્મરણ એ પ્રભુપ્રેમ છે કે દંભ છે?
મિતેશ, શરીર રોગોથી ઘેરાઈ ગયું હોય અને એ રોગિષ્ઠ અવસ્થામાં દર્દીને થતું ડૉક્ટરનું સ્મરણ એ ડૉક્ટરના પ્રેમનું સૂચક છે કે તંદુરસ્તીના પ્રેમનું?
જો દર્દીને ડૉક્ટર પ્રત્યે પ્રેમ હોત તો શરીર રોગમુક્ત બન્યા પછી ય એના મનમાં ડૉક્ટરનું સ્મરણ થયા જ કરતું હોત. પણ ના, બને છે સાવ ઊલટું, શરીરની રોગગ્રસ્ત અવસ્થામાં જે દર્દી પોતાના બાપને, પત્નીને કે પુત્રને ય એટલા યાદ નથી કરતો, એટલા ડૉક્ટરને યાદ કરે છે, એ જ દર્દી રોગમુક્ત બનતાની સાથે જ ડૉક્ટરને સ્મૃતિપથ પરથી વિદાય કરી દે છે.
ટૂંકમાં, દર્દીનો હૃદયનો પ્રેમ તો તંદુરસ્તી પર જ હોય છે. એ તંદુરસ્તીને અનુભવવામાં ડૉક્ટર સહાયરૂપ બનતા હોવાનું એને લાગે છે અને એટલા પૂરતો એ ડૉક્ટર પાછળ પાગલ બન્યો રહેતો હોય છે.
મિતેશ, તેં જે શંકા વ્યક્ત કરી છે ને, એનો જવાબ આમાં છે. માત્ર દુઃખમાં જ, કષ્ટોમાં અને તકલીફોમાં જ જો તું પ્રભુને યાદ કરે છે, ભજે છે અને સ્તવે છે અને સુખમાં, સુવિધામાં અને અનુકૂળતામાં જ પ્રભુ તારા મનમાંથી સર્વથા. વિસરાઈ જ જાય છે તો એનો અર્થ એટલો જ થાય છે કે દુ:ખમાં તે પ્રભુને યાદ કર્યા હતા, પ્રભુ ગમતા હતા માટે નહીં, સુખ ગમતું હતું માટે જ ! જ્યાં તને સુખ મળી ગયું, તારા મનમાંથી
૧ ૫.