________________
૨૦
સંપત્તિ મારી પાસે બે-સુમાર છે. બુદ્ધિના મારા વૈભવથી અચ્છા અચ્છા માણસો મારાથી પ્રભાવિત છે. વ્યક્તિત્વ મારું ભારે આકર્ષક છે પણ ખબર નહીં, લોકો મને ઓળખે છે ખરા પણ ચાહતા નથી. કારણ શું હશે આની પાછળ ?
તો
હર્ષ, વાદળ પાણીથી ભરાયેલાં જ રહે અને વરસે નહીં વૃક્ષ ફળોથી સભર હોય અને કોઈને ય એ ફળ આપે જ નહીં તો ? નદી બે કાંઠે ધસમસતી વહી રહી હોય અને કોઈને ય એ પાણી લેવા જ ન દે તો ? સૂર્ય ભલે ને ગમે તેટલો તેજસ્વી છે પણ પોતાનો પ્રકાશ એ પોતાની પાસે જ રાખી મૂકે તો ?
જવાબ આ તમામ પ્રશ્નોનો એક જ છે. શું વાદળ કે શું વૃક્ષ, શું નદી કે શું સૂર્ય, કોઈ પણ વ્યક્તિ એને ચાહવા તૈયા૨
ન જ થાય.
તાત્પર્યાર્થ આનો સ્પષ્ટ છે. સંગ્રહશીલને લોકો ઓળખે
છે જરૂર પણ એને ચાહવા કોઈ જ તૈયાર હોતું નથી. જ્યારે ઉદાર વ્યક્તિને લોકો માત્ર ઓળખતા જ નથી હોતા, એને પ્રેમ પણ ભરપૂર કરતા હોય છે, ચાહતા પણ ખૂબ હોય છે.
તેં મને પુછાયેલ પ્રશ્નનો આ જ જવાબ છે. તારી પાસે સંપત્તિ-બુદ્ધિ-વ્યક્તિત્વ બધું ય છે એટલે લોકો તને ઓળખે છે જરૂર પણ તારી સંપત્તિ નથી કોઈનાં ય આંસુ લૂછવામાં કામ લાગતી, નથી તારી બુદ્ધિ કોઈને ય સમાધિઠાનનું કારણ બનતી, નથી તારું વ્યક્તિત્વ કોઈની ય પ્રસન્નતામાં નિમિત્ત બનતું અને એટલે જ લોકો તને ઓળખે છે ખરા પણ ચાહતા નથી.
હર્ષ, જોઈ લેજે તારી જવનશૈલી, ત્યાં પરમાર્થને કે પરોપકારને તે સ્થાન આપ્યું જ છે એવું કહી શકવાની સ્થિતિમાં
૫૩