________________
હળવાશ સાથે સ્ટેશને ઊતરી ગયો હતો.
મારે તને આ જ વાત જણાવવી છે. મોતનું સ્ટેશન જ્યારે આવે ત્યારે તું શાંતિ, મસ્તી અને પ્રસન્નતા અનુભવી શકીશ કે કેમ એ તારા પર નિર્ભર છે. જો તારી પાસે પરિગ્રહ ઓછો હશે, અપેક્ષાઓ ઓછી હશે, આસક્તિ માંદલી હશે, આગ્રહવૃત્તિ કાબૂમાં હશે તો મોતને શાંતિદાયક બનાવતા તને કોઈ જ તકલીફ નહીં પડે.
R
પણ,
દુનિયાભરના પદાર્થો પામી જવાની પ્રબળ આકાંક્ષા તારા મનમાં રમતી હશે, પાંચ ગાડી, ત્રણ બંગલા, છ ફૅક્ટરી અને સો કરોડનું ટર્નઑવર’ આવા જાલિમ પરિગ્રહના ભાર તારી છાતી પર ખડકાયા હશે તો નિશ્ચિત સમજી રાખજે કે આ ‘લગેજ’ તારા મરણને ત્રાસદાયક બનાવીને જ રહેશે.
સંદેશ સ્પષ્ટ છે.
હળવાશ સાથે સ્ટેશને ઊતરી જવું છે? સામાન ઓછો કરી નાખો. પ્રસન્નતા સાથે પરલોકમાં વિદાય થવું છે ? આગ્રહ-આસક્તિ-પરિગ્રહ-વિગ્રહ ઓછા કરી નાખો !