________________
સંસાર અસાર છે” એવું અનેક જગાએ વાંચવામાં અને સાંભળવામાં આવ્યું છે પણ એનો તાત્યયાર્થ શો છે? સંસારમાં સુખનો અભાવ છે? સુખની અલ્પતા છે? સુખની અપૂર્ણતા છે?
શાશ્વત, તૃષાતુર માટે સાગરનું પાણી કેવું? નકામું જ ને? શા માટે ? એટલા માટે કે એ પાણીમાં તૃષાને છિપાવવાની કોઈ તાકાત જ નથી. પ્યાસ બુઝાવવાનો એ પાણીનો સ્વભાવ જ નથી.
બસ,
સંસાર અસાર છે' એનો આ જ અર્થ છે. એવું નથી કે સંસારમાં આકર્ષક સામગ્રીઓ નથી. એવું નથી કે સંસારમાં અનુકૂળ સંયોગો નથી. એવું નથી કે સંસારમાં પ્રેમાળ સંબંધો નથી. ના. સંસારમાં આકર્ષક સામગ્રી, અનુકૂળ સંયોગો અને પ્રેમાળ સંબંધો બધું જ છે પણ એક વાત નિશ્ચિત્ત છે કે સંસારમાં સુખ નથી.
કારણ?
સુખ એ આત્માનો સ્વભાવ છે. જ્યારે આખો ય સંસાર પદાર્થો પર ઊભો છે. કબૂલ, સાગરના પાણીને ય કહેવાય છે તો પાણી જ પરંતુ એ પાણીમાં નદીના પાણીના જે ગુણધર્મો હોય છે એમાંનો એકે ય ગુણધર્મ હોતો નથી અને એટલે જ તૃષા છિપાવવા એના શરણે જનારનાં લમણે હતાશા ઝીંકાયા વિના રહેતી નથી.
જગતનો અજ્ઞાની વર્ગ જેને ‘ભૌતિક સુખ'નું લેબલ લગાવીને બેઠો છે એ ભૌતિક સુખ કાં તો સામગ્રી સ્વરૂપ છે
૧
૧