________________
.
અને કાં તો કલ્પના સ્વરૂપ છે. લાખ પ્રયાસ કરો તમે એમાંથી સુખ મેળવવાના, તમને સુખ ન મળે તે ન જ મળે !
શાશ્વત,
સંસાર એનું નામ છે કે જ્યાં કલ્પના સુખના શિખરની કરવાની અને પટકાવાનું દુઃખની ખાઈમાં ! સંસાર એનું નામ છે કે જે તમને દર્શન કરાવે ફૂલનાં અને તમે એને ચૂંટવા જાઓ ત્યારે તમારા હાથમાં પકડાવી દે કાંટા ! સંસાર એનું નામ છે કે જે તમને લાલચ આપતો રહે કોહિનૂર હીરાની અને તમને વળગાડતો રહે કાંકરાઓ ! સંસાર એનું નામ છે કે જે તમને આશ્વાસન આપે કલ્પવૃક્ષની છાયાનું અને તમને બેસાડી દે બાવળિયાની છાયામાં !
તું પુછાવે છે, સંસારમાં સુખનો અભાવ, અલ્પતા કે અપૂર્ણતા છે? જ્ઞાનીનો જવાબ આ છે. સુખ એ સંસારનો સ્વભાવ જ નથી. પથ્થર પાસે કોમળતાની અપેક્ષા જો રાખવા જેવી નથી, સર્પ પાસે અમૃતની અપેક્ષા જો રાખવા જેવી નથી તો સંસાર પાસે સુખની અપેક્ષા પણ રાખવા જેવી નથી. સાવધાન!