________________
સાથે લડતો નથી પરંતુ પ્રેમ જ કરે છે ને? ( આંખ વિના માણસ જો ઈ જ નથી શકતો માટે આંખની સાથે એ દુવ્યર્વવહાર નથી કરતો પરંતુ સદ્વ્યવહાર જ કરે છે ને ?
બસ,
એ જ ન્યાયે જે મન સાથે તારે સંસાર ચલાવવાનો છે અને જે મન સાથે તારે અધ્યાત્મ માર્ગે આગળ ધપવાનું છે એ મન સાથે તારે દુશ્મન બનીને કામ લેવાની જરૂર નથી, એના પ્રેમી બની જઈને તારે એને કહ્યાગરું બનાવી દેવાની જરૂર છે.
યાદ રાખજે,
શત્રુને વશમાં રાખવો પડે છે. વશમાં રાખવા એને પરાજિત કરવો પડે છે અને પરાજિત કરવા એની સામે લડવું પડે છે. જ્યારે પ્રેમી સ્વયં વશમાં આવી જાય છે. નથી એને પરાજિત કરવો પડતો કે નથી એની સામે યુદ્ધ લડવું પડતું !
મહત્ત્વની વાત કરી દઉં? યોદ્ધો બનીને મન સાથે વ્યવહાર કરીશ તો એ પથ્થર બનીને તારું માથું ફોડી નાખશે. પ્રેમી બનીને વ્યવહાર કરીશ તો એ ફૂલ બનીને તારા ચરણમાં બેસી જશે.