________________
સાથે આગળ ધપતા જ રહે છે. આગળ ધપતા જ રહે છે એટલું જ નહીં, એ પ્રયાસોને એની મંજિલે પહોંચાડીને જ રહે છે.
જવાબ આપ.
ગમે તેટલા ગાઢ પણ અંધકારે દીપકને પ્રજ્વલિત થવા ન દીધો હોય એવું આજસુધીમાં ક્યારેય બન્યું છે ખરું? ગમે તેટલા કાંટાઓએ પણ પુષ્પને વિકસિત થતું અટકાવ્યું હોય એવું ક્યારેય બન્યું છે ખરું? પ્રલયકાળના પણ વાવંટોળે મેરુપર્વતને હલાવી દીધો હોય એવું ક્યારેય બન્યું છે ખરું?
જો ના, તો એ જ હકીકત તું સત્કાર્ય સેવનના અને સગુણ ઉઘાડના સંદર્ભમાં સમજી લેજે. કષ્ટોની વણઝાર પણ સત્ત્વશીલ આત્માઓને સત્કાર્ય સેવન માટે કે સગુણ ઉઘાડ માટે પ્રતિબંધક બની શકી નથી.
સૌરભ, વાંચી છે તે આ પંક્તિ? સંકટનાં સૈન્ય ભલે જીવન ઘેરી વળે, સુખની સંભાવના છો’ને સુદૂર રહે
રાખજે પ્રસન્ન છતાં પ્રાણ, ઓ માનવી ! જીવનને જીવી તું જાણ’ આવા “માનવી’માં તારો નંબર તો ખરો ને ?