________________
૩૦.
ગુલાબના પુષ્પની એવી તો શી ભૂલ હશે કે દુશ્મન બનીને કાંટાઓ એની આસપાસ ગોઠવાઈ જતા જ હશે? શું આ વાસ્તવિકતાનેનિયતિ જ માની લેવાની કે પછી અકસ્માત? આપનું માર્ગદર્શન ઇચ્છું .
સૌરભ, એક વાત તરફ તારું ધ્યાન દોરું? સાચે જ કાંટાઓ જો પુષ્પના દુશ્મન હોત તો તું શું એમ માને છે કે કાંટાઓ એ પુષ્પને છોડ પર જીવવા દેત? એ પુષ્પને છોડ પર ઊગવા દેત? એ પુષ્પને છોડ પર ખીલવા દેત?
ના. સંખ્યાબંધ કાંટાઓ છતાં એ તમામ વચ્ચે પુષ્પ જન્મે જ છે, જીવે જ છે અને પોતાની સુવાસ સર્વત્ર પ્રસરાવતું જ રહે છે. કાંટાઓ પુષ્પના એ અસ્તિત્વ પર નથી તો આક્રમણ કરતા કે નથી તો પુષ્પના એ વ્યક્તિત્વ પર ત્રાસ અજમાવતા. અરે, હું તો એમ કહું છું કે પુષ્પ પર કોઈ વ્યક્તિ આક્રમણ કરવા આવે છે તો એ કાંટાઓ પુષ્પની આસપાસ ‘બોડીગાર્ડ' બનીને ઊભા રહી જાય છે.
આ વાસ્તવિકતાને અધ્યાત્મના સંદર્ભમાં સમજાવું તો દરેક સત્કાર્ય કે દરેક સણ એ પુષ્પનું પ્રતિનિધિત્વ ધરાવે છે તો એ સત્કાર્યના સેવનમાં કે સગુણના ઉઘાડમાં આવતાં કષ્ટો એ કાંટાઓનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
મંદ શ્રદ્ધાવાન કે અલ્પ સત્ત્વવાન જીવો કષ્ટોની સંભાવના માત્રથી કે કષ્ટોનાં દર્શન માત્રથી સત્કાર્ય સેવનના કે સગુણ ઉઘાડના પ્રયાસોને સ્થગિત કરી દે એ શક્ય છે પરંતુ જેમની શ્રદ્ધા ગંગોત્રી જેવી નિર્મળ છે અને જેમનું સત્ત્વ હિમાલય જેવું ઉત્તુંગ છે એ આત્માઓ તો કષ્ટોની વણઝાર વચ્ચે ય સત્કાર્યસેવનના-સગુણ-ઉઘાડના પ્રયાસોમાં પૂરા જોશ
૭૩