________________
ત્રાસરૂપ માને છે. સજ્જનને એ પોતાના પ્રભુત્વ માટે આફતરૂપ માને છે.
બાકી, મીરાનો એવો તો કયો અપરાધ હતો કે જેને માટે એને ઝેરના પ્યાલા પીવાની ફરજ પડાઈ હતી? નરસિંહ મહેતાએ એવી તો કઈ ભૂલ કરી હતી કે જેને માટે એમની જ્ઞાતિએ એમને જ્ઞાતિની બહાર મૂકી દીધા હતા ? સુકરાતે એવો તે શો ગુનો કર્યો હતો કે જેને માટે એમને ઝેર ઘોળીને પી જવાનું કહેવામાં આવ્યું હતું? તુકારામની એવી તો શી ભૂલ હતી કે જેના કારણે એમની ખુદની પત્ની એમના વિરોધમાં ઊભી થઈ ગઈ હતી?
ના. એ સહુની એક જ ભૂલ [7] હતી. એક જ અપરાધ [3] હતો, એક જ ગુનો [3] હતો. એ સહુએ પોતાના જીવનની, વિચારની અને સ્વભાવની શૈલી એવી બનાવી દીધી હતી કે એમની એવી ઉદાત્ત શૈલીની મોટી લીટી સામે એ સહુની ખુદની શૈલીની લીટી સાવ નાની, તુચ્છ અને વામણી બની ગઈ હતી ! | તીર્થેશ, એટલું જ કહીશ કે કોઈને ય હેરાન કર્યા વિના સ્વજીવનની લીટી મોટી કરવાના આ જીવનમાં મળેલ શ્રેષ્ઠ અવસરનો તું પૂરતો લાભ ઉઠાવી લેજે. નાની લીટીવાળાઓને એ પસંદ ન હોય તો ય !