________________
39
પાપના કે વ્યસનના, સ્વચ્છંદતાના કે બેશરમીના માર્ગે આગળ વધતા હોઈએ અને જગત વિરોધમાં ખડું થઈ જાય એ તો સમજાય છે પરંતુ ધર્મના અને ભક્તિના, નીતિમત્તાના અને પવિત્રતાના માર્ગે આગળ વધતા હોઈએ અને જગત દુશ્મન બની જાય ? કારણ ?
You
તીર્થેશ, માત્ર આજના કાર્ય જ નહીં, દરેક કાળે જગત, ભગતનું વૈરી જ રહ્યું છે. ભોગી, યોગીનો દુશ્મન જ રહ્યો છે. પાપી, ધર્મીના વિરોધમાં જ ઊભો રહ્યો છે. દુર્જન, સજ્જનને હેરાન જ કરતો રહ્યો છે, અધમ, ઉત્તમને માટે માથાનો દુઃખાવો જ બની રહ્યો છે.
તું એનું કારણ પુછાવી રહ્યો છે ને ? કારણ એક જ છે. ધર્મી સામે પાપીનો અહંકાર તૂટી રહ્યો છે. ઉત્તમ સામે અધમનું વ્યક્તિત્વ ગૌણ બની રહ્યું છે. સજ્જન સામે દુર્જનની માનહાનિ થઈ રહી છે. યોગીની મોટી લીટી સામે, ભોગી પોતાની લીટી નાની થઈ રહી હોવાનું અનુભવી રહ્યો છે.
અહંકારની ખાસિયત તારા ખ્યાલમાં છે ? એ દુઃખી થવા તૈયાર હોય છે, ઝુકી જવા તૈયાર નથી હોતો. એ ત્યાગી બની જવા તૈયાર હોય છે, નંબર બે પર રહેવા તૈયાર નથી હોતો. એ કષ્ટો વેઠવા તૈયાર હોય છે, ખુદને ગૌણ બનાવવા તૈયાર નથી હોતો. અરે, જીવન સમાપ્ત કરી દેવા એ તૈયાર થઈ જીય છે, પોનાને પાછળ રાખી દેવા એ તૈયાર હોતો નથી.
કમાલનું આશ્ચર્ય તો એ છે કે ધર્મી કોઈને ય માટે ઉપદ્રવી નથી બનતો અને અહંકારી સહુ કોઈ માટે ઉપદ્રવી બન્યો રહે છે અને છતાં અહંકારી ધર્મીને શાંતિથી બેસવા જ નથી દેતો. કારણ એક જ છે, ધર્મીને એ પોતાના અસ્તિત્વને માટે પડકારરૂપ માને છે. ઉત્તમને એ પોતાના વ્યક્તિત્વને માટે
૭૧
-