________________
પડે છે અને જો તારે પ્રેમ, કરુણા, વ્યથા અને સંવેદનશીલતાના જ અનુભવો કરતા રહેવું છે તો એ માટે તારે હૃદયને જ ધબકતું રાખવું પડે છે.
શું કહું તને?
જીવનભર બુદ્ધિનો જ ઉપયોગ કરતા રહેવામાં તો પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોને ય સફળતા નથી મળી, એમને ય ક્યાંક ને
ક્યાંક તો જીવનને રસમય, ઉલ્લાસમય અને પ્રસન્નતામય રાખવા હૃદયને શરણે જવું જ પડ્યું છે જ્યારે બુદ્ધિને એક બાજુ રાખી દઈને માત્ર હૃદયના જ સહારે સ્વજીવનને પ્રસન્નતાથી તરબતર રાખવામાં લાખો યોગીઓને સફળતા મળી છે.
એટલી જ સલાહ છે મારી તને કે લોકો તને પાગલખાનામાં મૂકવા તૈયાર થઈ જાય એ હદે તું બુદ્ધિહીન ન બની જતો પણ અધ્યાત્મ જગતમાં લોકો તને ‘પાગલ’ નું બિરુદ આપી દેવા તત્પર થઈ જાય એ હદે તું પ્રભુ પાછળ તારા હૃદયને ખુલ્લું મૂકી દેજે, તારું જીવ્યું સાર્થક બની જશે.