________________
મુત્સદ્દી' નહીં બનો તો જગત તમને ખાઈ જશે. “ચાલાક’ નહીં બનો તો જગતમાં તમારો કોઈ ભાવ નહીં પૂછે. “કાબેલ’નહીંબનો તો જગતમાં તમે પાછળ રહી જશો. આ અવાજની આજે બોલબાલા છે. મારે કરવું શું?
રવીન્દ્ર, આ બધાય અવાજોનું એક જ કેન્દ્રસ્થાન છે, જેનું નામ છે “અહંકાર.’ અને અહંકારની યાત્રા પર જે પણ નીકળી જાય છે એના હાથમાં મંજિલે એક જ ચીજ આવે છે, રાખ. એના નસીબમાં એક જ ચીજ ભોગવવાની આવે છે, પશ્ચાત્તાપ. એના લમણે એક જ ચીજ ઝીંકાતી રહે છે, વિષાદ.
એનું ચિત્ત એક જ પરિબળથી ઘેરાઈ જાય છે, ઉદ્વેગથી. | એક ગંભીરત હકીકત તરફ તારું ધ્યાન દોરું? અહંકાર માત્ર પરમાત્માનો જ દુશ્મન નથી, પ્રેમનો પણ દુશ્મન છે. પરલોક પ્રત્યે જ એ આંખમીંચામણાં કરતો રહે છે એમ નહીં, પાપ અને પુણ્ય પ્રત્યે ય એ આંખમીંચામણાં કરતો રહે છે. પ્રસન્નતા સાથે જ એને બારમો ચન્દ્રમાં હોય છે એવું નથી, પવિત્રતા સાથે ય એને તગડે-છગડે હોય છે.
| મારા આ વિધાનમાં તને શંકા પડતી હોય તો આંખ સામે લાવી દેજે હિટલરને, ચંગીઝખાનને, નાદિરશાહને, સિકંદરને, આઈકમૅનને, તૈમુરલંગને, જનરલ મુત્તોને અને ઈદી અમીન વગેરેને.
આ બધા માત્ર મુત્સદી જ નહોતા, મહામુત્સદ્દી હતા. ચાલાક જ નહોતા, મહાચાલાક હતા. કાબેલ જ નહોતા, મહાકાબેલ હતા. પણ એ તમામનો અંજામ શો આવ્યો એ તારા ખ્યાલમાં છે? કાં તો કૂતરાના મોતે મર્યા, કાં તો આપઘાત કરીને મર્યા અને કાં તો નિઃસાસાના આંસુ પાડતા મર્યા !
*
૨
૩