________________
જવાબદાર નથી, તારી લાપરવાહી જ જવાબદાર છે. આગના ઉષ્ણતાના સ્વભાવને સમજ્યા વિના આગમાં તું હાથ નાખી બેસે અને તારો હાથ દાઝી જાય તો એમાં આગનો કોઈ દોષ નથી, દોષ તારી અજ્ઞાનદશાનો છે.
મિલન,
આ સનાતન સત્ય સદાય આંખ સામે રાખજે કે દુઃખ એ આપણું જ પોતાનું બાળક છે, આપણું પોતાનું જ સર્જન છે, આપણું પોતાનું જ ઉત્પાદન છે. આપણા પોતાના અવળા પુરુષાર્થ વિના એ આપણી પાસે આવતું જ નથી. આપણી જ પોતાની અજ્ઞાનદશા વિના આપણી પાસે એ ફરકતું જ નથી. એટલું જ કહીશ તને કે તું જો દુઃખમુક્ત થવા માગે છે તો ખરાબ આદતોથી મુક્ત થતો જા . જ્ઞાનીઓને માટે આ જીવન જો આશીર્વાદરૂપ જ બન્યું છે તો તારા માટે એ જીવન અભિશાપરૂપ શા માટે બન્યું રહે?
વાંચી લે આ પંક્તિઓ. અમૃત પીધું પણ અમર ન થયા, પીવાની રીત ના જાણી,
કાં પેટમાં ગયું નહીં ને કાં ગયું તે પાણી”