________________
T
૧૦
જગતની દૃષ્ટિએ ‘સુખ’માં જેનો સમાવેશ કરી શકાય એવી બધી જ વસ્તુઓ હાથવગી હોવા છતાં શાંતિ, મસ્તી કે પ્રસન્નતા અનુભવનો વિષય બનતા હોય એવું લાગતું નથી. શું કારણ હશે એની પાછળ
દર્શન, કારણો આમ તો ઘણાં હોઈ શકે છે પરંતુ આજના જગતના સંદર્ભને આંખ સામે રાખીને કહું તો એક જ કારણ છે. જીવનનું લક્ષ્ય આજે મેળવવું’ કે ‘પામવું’ એ નથી રહ્યું પરંતુ બીજાથી પાછળ ન રહી જવાય એ બની ગયું છે.
‘મારી પાસે ગાડી હોવી જોઈએ એ નહીં પરંતુ કોઈની ય પાસે ન હોય એવી ગાડી મારી પાસે હોવી જોઈએ’ એ લક્ષ્ય આજે બની ગયું છે. ‘મારા ધરમાં ટી.વી. એટલા માટે હોવું જોઈએ કે મારી આજુબાજુમાં વસતા તમામનાં ઘરોમાં ટી.વી. આવી ગયું છે! આ વૃત્તિ માણસના મગજમાં ઘર કરી ગઈ છે. ‘ફ્રિજની મારે ભલે કોઈ જ જરૂર નથી પરંતુ આખી સોસાયટીમાં બધાયનાં ધરે ફિજ હોય અને મારા ધરે ન હોય એ તો ચાલે જ શી રીતે ?’ આ ગણિતે માણસના મનનો આજે કબજો લઈ લીધો છે.
દર્શન.
તારી જરૂરિયાતોને, તારા પરિવારની જરૂરિયાતોને હજી તું પહોંચી શકે અને પહોંચી વળે પણ બીજા બધા પાસે જે કાંઈ છે એ તમામને તું જો તારી જરૂરિયાતના સ્થાને ગોઠવી દે તો એને પહોંચી વળવામાં તો તને કોઈ જ કાળે સફળતા ન જ મળે એ બિલકુલ સમજાય તેવી વાત છે.
તને ખ્યાલ છે ?
શાંતિનો સંબંધ સંતુષ્ટ ચિત્ત સાથે છે. મસ્તીનો સંબંધ
૧૯