________________
હાથમાં જે છે એ માણવા સાથે છે. પ્રસન્નતાનો સંબંધ ‘સ્વીકારભાવ' સાથે છે. પ્રતિસ્પર્ધામાં શાંતિ ક્યાં? તૃષ્ણામાં મસ્તી ક્યાં? અધિકની લાલસામાં પ્રસન્નતા ક્યાં ?
તે જે પુછાવ્યું છે એનો આ જવાબ છે. જો શાંતિ તારા અનુભવનો વિષય નથી બનતી, મસ્તી તારા માટે જો જોડણીકોશનો શબ્દ જ બની રહી છે, પ્રસન્નતા જો તને સ્વપ્નવત્ જ ભાસી રહી છે તો એનું આ એક જ કારણ છે. તું અસંતુષ્ટ છે, તારું ચિત્ત લોભથી ગ્રસ્ત છે, તારા મનનો કબજો. તૃષ્ણાએ લઈ લીધો છે. તું અંતહીન એવી વાસનાપૂર્તિની દોટમાં સામેલ થઈ ગયો છે.
સાચું કહું?
સહુને રંજિત કરવા અને સહુથી રંજિત થતા રહેવું. આ બંને નબળી કડીનો તું શિકાર બની ગયો છે. સંતુષ્ટ ચિત્તનો સ્વામી બની જઈને તું આ નબળી કડીને તોડી નાખ અને પછી જો, શાંતિ, મસ્તી અને પ્રસન્નતા તારી સાથે લગ્ન સંબંધે જોડાઈ જવા તૈયાર થાય છે કે નહીં?