________________
ભૂલ સ્વીકારી લેવા મન હજી તૈયાર થાય છે, ભૂલને સુધારી લેવા ય મન સત્ત્વ ફોરવવા હજી તૈયાર થાય છે પરંતુ ભૂલ કાઢનાર પર સદ્ભાવ ટકાવી રાખવા અને સ્નેહ વરસાવવા મન કોઈ પણ હિસાબે તૈયાર થતું નથી. કોઈ સમાધાન?
- ચિંતન, આ જીવનમાં બે પડકાર બહુ મોટા છે. ભૂલ કરનાર પર સદ્ભાવ ટકાવી રાખવો એ પ્રથમ નંબરનો પડકાર છે કે જેને ઉપાડી લેવો હજી સરળ છે જ્યારે ભૂલ કાઢનાર પર સદ્ભાવ ટકાવી રાખવો એ બીજા નંબરનો પડકાર છે કે જેને ઉપાડી લેતા નવનેજાં પાણી ઊતરી જાય છે.
પણ,
તદ્દન નગ્ન વાસ્તવિકતા એ છે કે આ બંને પ્રકારના પડકારને ઉપાડી લીધા વિના અધ્યાત્મ જગત જેને “પ્રેમ” કહે છે એ પ્રેમના સ્વામી બની શકાતું નથી. પ્રેમના અભાવમાં આત્મા મૈત્રીભાવનો સ્વામી બની શકતો નથી અને મૈત્રીભાવનો અભાવ આત્માની કહેવાતી તમામ બાહ્ય ધર્મારાધનાઓને એનાં ફળ સુધી પહોંચવા દેતો નથી.
શું કહું તને?
આત્માની સંસાર રખડપટ્ટીના કેન્દ્રસ્થાને બે જ દોષ રહેલા છે. જડરાગ અને જીવદ્વેષ. આમાંય જડરાગને માંદો પાડવો હજી સરળ છે કારણ કે પૂરણ-ગલન-પડન અને સડન એ જ તો જડનો સ્વભાવ છે. પત્નીનું રૂપ આજે ભલેને મનને આકર્ષે છે, આકર્ષક બંગલો આજે ભલે ને દિલને પાગલ બનાવે છે, સ્વાદિષ્ટ દ્રવ્યો અત્યારે ભલે ને જીભમાંથી લાળ પડાવી રહ્યા છે, મસ્ત ફર્નિચર આજે ભલે ને આંખોને મોહી રહ્યું છે,
પણ,