________________ એ તમામ પરનો રાગ માંદો પડવાનો જ છે. પ્રશ્ન માત્ર સમયનો જ છે. પત્ની બુદ્ધી થશે, બંગલો જૂનો થશે, સ્વાદિષ્ટ દ્રવ્યો પેટમાં જશે, ફર્નિચર ઝાંખું પડશે. રાગ ટકી જ રહેશે? બિલકુલ નહીં. પણ જીવદ્વેષને માંદો પાડવાનું કામ તો અતિ મુશ્કેલ છે. મનમાં વ્યક્તિ પ્રત્યે એક વાર દ્વેષ ઊભો થઈ ગયો, વ્યક્તિ પ્રત્યેના પૂર્વગ્રહથી મન ગ્રસિત થઈ ગયું, વ્યક્તિ પ્રત્યેનો દુર્ભાવ હૃદયમાં સ્થિર થઈ ગયો. બસ, પછી એ વ્યક્તિનું સદ્વર્તન દેખાય પણ છે તો ય મન એના પ્રત્યેના દ્વેષથી મુક્ત થવા તૈયાર થતું નથી. ચિંતન, મનને મારવું પડે તો મારીને પણ, હૃદયને સમજાવવું પડે તો સમજાવીને પણ, અહંકારની છાતી પર ચડી જવું પડે તો ચડીને પણ તું જીવષથી તારા મનને મુક્ત કરતો જ જા. ભૂલ સ્વીકારવા જો તું તૈયાર છે, ભૂલ સુધારવાય જો તું તૈયાર છે તો ભૂલ કાઢનારને હૃદયથી સ્વીકારી લેવામાં આટલી બધી આનાકાની શું કામ ?