________________
શરદીથી બચવા માણસ દહીંથી દૂર હેવા તૈયાર છે, તાવથી બચવા માણસ ધુમાડાથી દૂર રહેવા તૈયાર છે, શ્વાસની તકલીફથી બચવા માણસ ધૂળથી દૂર રહેવા તૈયાર છે, દરિદ્રતાના ત્રાસથી બચવા માણસ ગુંડાથી દૂર રહેવા તૈયાર છે,
પણ,
દુ:ખથી બચવા એ પાપથી જાતને દૂર રાખવા તૈયાર નથી. અશાતાના ઉદયથી બચવા એ તૈયાર છે પણ અશાતાના બંધથી બચવા પરપીડનથી - પરહિંસાથી જાતને દૂર રાખવા એ તૈયાર નથી.
હર્ષિત, દુઃખ માત્ર તને જ નહીં, આ જગતના જીવમાત્રને અપ્રિય છે. પાપ તને જ નહીં, કોને નથી આકર્ષતું એ પ્રશ્ન છે. જ્યાં સુધી મન પાપના આકર્ષણથી મુક્ત નહીં થાય ત્યાં સુધી આત્માનાં લમણે દુઃખો ઝીંકાતા જ રહેવાનાં છે, ઝીંકાતા જ રહેવાનાં છે. કદાચ અનંતકાળ સુધી !
પ0